CIA ALERT

Alert Archives - Page 285 of 521 - CIA Live

March 7, 2020
CIA_Live_Logo_New2.jpg
3min5300

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર મચ્યો છે. અફવાઓ અને ગેરમાન્યતાઓ એવું નથી કે એકલા ભારતમાં પ્રવર્તી રહી છે. કોરોના અંગે વિશ્વના દરેક દેશોમાં અફવાઓ છે. ઓસ્ટ્રેલિયામાં કોરોનાએ એવો કહેર મચાવ્યો છે ટોઇલેટ પેપરની ભારે કમી ઉદભવી છે. મોલ્સ, શોપિંગ સેન્ટર્સ વગેરે જાહેર સ્થળો ટોઇલેટ પેપર વિનાના બની ચૂક્યા છે. લોકો ટોઇલેટ પેપરની તીવ્ર માગ કરી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયામાં ટોઇલેટ પેપરની કમી દૂર કરવા માટે એન.ટી. ન્યુઝ નામના એક ટેબ્લોઇડ અખબારે કુલ 8 પાના કોરા છાપ્યા છે. અખબારે ફ્રન્ટ પેજ પર જાહેરાત કરી છે કે 8 પાના ઇરાદાપૂર્વક કોરા છોડવામાં આવ્યા છે. લોકો આ પાનાનો ઉપયોગ ટોઇલેટ પેપર તરીકે કરી શકે છે.

The editor of NT News, Matt Williams, said in an interview with the Guardian Australia that it was “certainly not a crappy edition.”

લોકો ટોઇલેટ પેપર તરીકે ઉપયોગ કરી શકે એ માટે અખબારના 8 પાના કોરા છાપનાર ઓસ્ટ્રેલિયન અખબાર એન.ટી. ન્યુઝના એડીટર મેટ વિલિયમ્સે જણાવ્યું કે અમે ઇરાદાપૂર્વક આઠ પાના કોરા છાપ્યા છે. ઓસ્ટ્રેલિયામાં ટોઇલેટ પેપરની ભારે કમી છે. મોલ્સમાં એક ગ્રાહકને વધુમાં વધુ 4 રોલ્સ ટોઇલેટ પેપર મળે છે. પબ્લિક ટોઇલેટમાં ટોઇલેટ પેપર્સ આઉટ ઓફ સ્ટોક છે. આવી સ્થિતિમાં અમારી ફરજ છે કે અમે અમારા કસ્ટમર્સને કોઇપણ રીતે ઉપયોગી નિવડીએ.

વિશ્વ પ્રસિદ્ધ ન્યુઝ મિડીયા CNN એ ઓસ્ટ્રેલિયાના અખબાર વિશે શું છાપ્યું વાંચો અહીં

વિશ્વ પ્રસિદ્ધ ન્યુઝ મિડીયા CNN એ ઓસ્ટ્રેલિયાના અખબાર વિશે શું છાપ્યું એ વાંચવા માટે નીચેની લિંક ક્લીક કરો.

https://edition.cnn.com/2020/03/05/world/coronavirus-australia-toilet-paper-scli-intl/index.html?utm_content=2020-03-07T07%3A22%3A34&utm_term=link&utm_source=twCNN&utm_medium=social

An Australian newspaper has printed an extra eight pages to be used as toilet paper after coronavirus fears prompted customers to bulk buy supplies, leaving some supermarket shelves bare.In a bid to tackle the shortage, The NT News provided a practical — if unconventional — solution.Australians living in the Northern Territories would have noticed on Thursday that eight pages in the paper had been left bare, except for watermarks and a cut-out guide edition.”Run out of loo paper? The NT News cares,” the newspaper read.”That’s why we’ve printed an eight-page special liftout inside, complete with handy cut lines, for you to use in an emergency.”

ઓસ્ટ્રેલિયાના અખબારમાં ટોઇલેટ પેપર તરીકે 8 પાના કોરા છાપવામાં આવ્યા, નીચેની લીંક ક્લીક કરો અને જુઓ વિડીયો

https://twitter.com/TheNTNews/status/1235320458733588482

March 7, 2020
coronavirus.jpg
2min9390

કોરોના અપડેટ, 7 માર્ચ સુધીનું સ્ટેટસ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા તા.7મી માર્ચ 2020ના રોજ 1 લાખની સંખ્યાને આંબી ગઇ હતી. હવે વિશ્વભરમાં 75 દેશોમાં કોરોના વાઇરસ પહોંચી ચૂક્યો છે. તા.22મી ડિસેમ્બર 2020થી ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાઇરસના કહેરમાં હાલમાં 3500 લોકો મોતને ભેટી ચૂક્યા છે. ચીનમાં શરૂ થયેલો કોરોનાનો કહેર હવે ચીનમાં ઘટવા માંડ્યો છે અને ઇટલી તેમજ ઇરાનમાં હાલ કોરોના ભારે હાહાકાર મચાવી રહ્યાના અહેવાલો મળ્યા છે.

ચીનની બહાર કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય તેવા વિશ્વભરમાં કુલ 20,290 દર્દીઓ છે. ચીનની બહાર કોરોનાથી મોતને ભેટેલો દર્દીઓની સંખ્યા 414ની છે.

On Saturday અમૃતસરમાં કોરોનાના 2 દર્દીઓ કન્ફર્મ કેસ, ભારતમાં કુલ કેસ 33 થયા

ભારતની વાત કરીએ તો સદનસીબે ભારતમાં હજુ 33 લોકો કન્ફર્મ કેસ તરીકે નોંધાયેલા છે અને તેમાંના અડધોઅડધ ઇટાલિયન નાગરીકો છે. તા.7મી માર્ચ 2020ના રોજ અમૃતસર ખાતે કોરોનાથી પીડીત હોય તેવા બે દર્દીઓના સેમ્પલ પોઝીટીવ આવ્યા હોવાની જાહેરાત સાથે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા શનિવારે 33 પર પહોંચી છે.

ભારતનું સદનસીબ એ પણ છે કે હજુ સુધી એકપણ દર્દીનું મોત નિપજ્યું નથી અને હાલમાં કોરોનાથી ઇન્ફેક્ટેડ દર્દીઓ પૈકી કોઇની સ્થિતિ ક્રિટીકલ (સિરીયસ) નથી.

અમેરીકામાં ગ્રાન્ડ પ્રિન્સેસ ક્રુઝ પર 3500 દર્દીઓ પૈકી 21 મુસાફરોને કોરોનાનો ચેપ લાગ્યો

In Brief

Total coronavirus cases has crossed one lakh globally, with almost 3,500 deaths. Outside China, a total of 20,290 cases have been recorded around the world since the epidemic began, including 414 deaths. In India, a Delhi resident became the 31st person testing positive. Stay with TOI for live updates.

Incoming flights to/from Kuwait are temporarily suspended for following countries (Bangladesh, Philippines, India, Sri Lanka, Syria, Lebanon, Egypt) starting from March 7, 2020 until one week: Kuwait’s low cost carrier Jazeera Airways

March 7, 2020
rana-kapoor_rg_660_12301402123-770x433.jpeg
1min11210

કરોડોના કૌભાંડો કરનાર એટલા મૂર્ખ હોય કે પોતાના ઘરે કોન્ફીડેન્સીયલ દસ્તાવેજો સંતાડતા હશે?

એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ શુક્રવારે તા.6 માર્ચ 2020ની મોડીરાત્રે યસ બૅંકના સ્થાપક રાણા કપૂરના મુંબઈ ખાતેના નિવાસસ્થાન પર દરોડો પાડ્યો હતો. આ રેઇડ તેમની સામેના મની લૉન્ડરિંગને લગતી તપાસના સંદર્ભમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. અહીં તાર્કિક દલીલ એ છે કે યસ બેંકને ડૂબાડવામાં જેમની ભૂમિકા રહી છે એ રાણા કપૂરે કૌંભાડના દસ્તાવેજો પોતાના ઘરે રાખ્યા હશે કે તેમના ઘરે ઇ.ડી.એ. રેઇડ કરીને મિડીયાને માહિતી પણ આપી દીધી, બીજો સવાલ એ થાય કે કોઇ બેંક કે કચેરીના ઉચ્ચાધિકારીઓ પોતાના ઘરે કોન્ફીડેન્સીયલ ડોક્યુમેન્ટસ રાખતા હોય કે તેમની અન્ય ખુફીયા કચેરીઓ કે અડ્ડાઓ પર રાખતા હોય. કોમન સેન્સનો સવાલ છે આટલા મોટા કૌભાંડ કરનારા એટલા મૂર્ખ હોય કે કૌભાંડના દસ્તાવેજો પોતાના ઘરમાં સંતાડીને રાખતા હોય.

અધિકારીઓએ કહ્યું હતું કે મુંબઈમાં પશ્ચિમ વિભાગમાં કપૂરના સમુદ્ર મહલ નિવાસસ્થાન પર દરોડો પાડવામાં આવ્યો છે. કહેવાય છે કે રાણાએ એક જાણીતી કંપનીને લોન આપવાની સાથે પછીથી કટકી લીધી હતી. એ કટકી તેની પત્નીના ખાતાઓમાં સ્વીકારવામાં આવી હોવાનું મનાય છે. અન્ય કેટલીક ગેરરીતિઓ વિશે પણ તપાસ ચાલુ છે.

યસ બૅંક લોન ભરપાઈ કરવામાં ડિફોલ્ટર બનેલી કૉક્સ ઍન્ડ કિંગ્સની સૌથી મોટી ધિરાણકર્તા હતી. યસ બૅંક તરફથી એ કંપનીને ૨,૨૮૫ કરોડ કરતાં વધુ રૂપિયાની લોન અપાઈ હોવાનું મનાય છે. આ ડિફોલ્ટર કંપની કૉક્સ ઍન્ડ કિંગ્સ પાસેથી કુલ ૫,૯૧૧ કરોડ રૂપિયા લેવાના નીકળતા હોવાનું એના આર્થિક લેણદારોએ રજૂ કરેલા દાવાઓમાં જણાવાયું હતું. પુણે નજીકની પિંપરી ચિંચવડ સુધરાઈએ શુક્રવારે જણાવ્યું હતું કે યસ બૅંકમાં એની કુલ ૯૦૦ કરોડ કરતાં પણ વધુ રકમ ડિપોઝિટ તરીકે છે. 

March 6, 2020
phone-pay-image-1.jpg
1min6750

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ખાનગી ક્ષેત્રની યસ બેન્ક પર લાદેલા કડક નિયંત્રણો બાદ ફાઇનાન્સિયલ ટેક્નલોજી કંપની PhonePe ની સેવાઓ પણ ભારત તેમજ વિદેશોમાં ખોરવાઇ જવાના અહેવાલો અને ફરીયાદો ઉપસ્થિત થઇ છે. પેમેન્ટ રીસીવ અને પેમેન્ટ કરવા માટે PhonePe ની સેવાઓ નિયમિત લેતા ગ્રાહકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. મોટા ભાગના ગ્રાહકોને એ વાતની ખબર ન હતી કે યસ બેંક એ PhonePe ની પાર્ટનર કંપની છે અને તેના પર લદાયેલા નિયંત્રણોને કારણે PhonePe ની સેવાઓને ભારે અસર પહોંચી છે.

યસ બેન્ક પર લાગેલ રોક બાદ ડિજિટલ પેમેન્ટ સર્વિસનું મુખ્ય પ્લેટફોર્મ યૂનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)આધારિત લેવડદેવડ અટકી ગઈ છે અને તેનાથી બેન્કનાં સૌથી મોટા પેમેન્ટ પાર્ટનર PhonePe ખરાબ રીતે સંકટમાં ફસાઈ છે. 

PhonePeના CEO સમીર નિગમે ટ્વિટર પર ગ્રાહકોને જણાવ્યું છે કે લાંબી અડચણ બદલ અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. અમારી પાર્ટનર બેન્ક પર RBIએ પ્રતિબંધ લગાડી દીધા છે. તેઓએ કહ્યું હતું કે અમારી સમગ્ર ટીમે રાત દરમિયાન સેવાઓ ચાલુ રાખવા માટે કામ કર્યું છે. અમને આશા છે કે તે ટૂંક સમયમાં ઠીક થઇ જશે.

એક ફાઇનાન્સિયલ ટેક્નોલોજી કંપનીએ જણાવ્યું હતું કે કંઈપણ હોય, આ એક લેવડદેવડ કરે છે જેને કારણે બેંકે કામ બંધ કરવું પડ્યું છે. 

https://twitter.com/_sameernigam/status/1235735713166942208

ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ નાણાંકીય કટોકટીને પગલે ખાનગી બેન્ક, યસ બેન્કના ખાતેદારોને એક મહિના સુધી 50 હજારથી વધુની રકમના ઉપાડ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પરિણામે બેન્કના અંદાજે 2.50 લાખથી વધુ ડીપોઝીટરોના 2.50 લાખ કરોડથી વધુ નાંણાં સલવાઈ ગયા છે. આ સાથે આરબીઆઈએ તાત્કાલીક અસરથી યસ બેન્કના બોર્ડને સુપરસીડ કરી દીધું છે. કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો કર્યા પછી આરબીઆઈએ યસ બેન્કને ઉગારવા આ પગલું લીધું હતું.

March 6, 2020
yes-bank-2.jpg
1min6600

રિઝર્વ બેંકે યસ બેન્ક સામે કરેલી નિયંત્રણાત્મક કામગીરી બાદ આજે તા.6 માર્ચે શેરબજારના પહેલા ટ્રેડિંગ સેશનમાં જ અપેક્ષા મુજબ યસ બેંકના શેરમાં 85 ટકા સુધીનું તોતિંગ ગાબડું પડ્યું હતું. ગતરોજ યસબેંકના શેરમાં છેતરામણી તેજી હતી એથી લોકોએ આ શેર ખરીદ્યો હતો, પરંતુ, રાત્રે રિઝર્વ બેંક નિયંત્રણો બાદ આજે સવારે યસ બેંકના શેરમાં કડાકો બોલી ગયો હતો.

રિઝર્વ બેંકની નિયંત્રણાત્મક કાર્યવાહીને પગલે યસ બેંકના શેરને શેરબજારમાં ચોમેરથી રોકાણકારોની વેચવાલી નિકળતા શેરમાં એક તબક્કે 85 ટકાનું તોતિંગ ગાબડું પડ્યું હતું.

આ સાથે જ યસ બેન્કના માર્કેટ કેપમાં પણ 5,432 કરોડનું ધોવાણ થઈ ગયું હતું. યસ બેન્કના બોર્ડને રદ કરી એસબીઆઈને ટેકઓવર કરવાના આરબીઆઈના નિર્દેશ તેમજ રોકડ ઉપાડની મર્યાદા 50,000 મર્યાદીત કરાતા શેરમાં પેનિક બટન દબાયું હતું. યસ બેન્કનો શેર ગઈકાલના બંધ 36.85 સામે આજે 33.20 પર ખૂલીને દિવસના તળિયે 5.55ની સપાટીને સ્પર્શી ગયો હતો. શેર ટોચથી તે 85 ટકા તૂટ્યો હતો. નીચેના સ્તરેથી શેરમાં લેવાલી જોવા મળી હતી અને શેર રૂ. 17 થયો હતો. યસ બેન્કના માથે સંકટ ઘેરું બનવાના એંધાણથી રોકાણકારોએ પોર્ટફોલિયોમાંથી શેરને કાઢતા ચારેકોરથી વેચવાલીના દબાણથી શેરમાં પ્રચંડ કડાકો બોલ્યો હતો.

March 6, 2020
Sensex-down_.jpg
1min5960

કોરોનાના હાઉ વચ્ચે આજે તા.6 માર્ચ 2020ને શુક્રવારે સપ્તાહના આખરી ટ્રેડિંગ દિવસે સવારે મોર્નિંગ બેલ વાગતાની સાથે જ ઉઘડતા બજારે ભારતીય શેરબજારો જમીનદોસ્ત જોવા મળ્યા હતા. સેન્સેક્સ 1400 પ્લસ ડાઉન રેન્જમાં જોઇને કેટલાક તો બોલી ઉઠ્યા હતા કે સેન્સેક્સ હવે લોકોને નવડાવવાની રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. એક દિવસ છેલ્લા સપ્તાહમાં લાખો કરોડ રૂપિયા સેન્સેક્સે ભારતીયોના ધોઇ નાંખ્યા છે.

દેશમાં કોરોના વાઈરસના વધતા કેસ વચ્ચે સપ્તાહના આખરી કારોબારી દિવસે શૅર બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું છે.

સવારે 9 વાગીને 15 મિનિટ પર બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 1441.82 અંકોના ઘટાડા બાદ 37,028.79 પર ખુલ્યું, જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ 403.15 અંક કમજોર થઈને 10,865.85 પર ખુલ્યું. સમાચાર લખે ત્યા સુધી સેન્સેક્સ 1162.30 અંક (3.02%) ઘટીને 37,308.11 અને નિફ્ટી 351.10 (3.12%) અંક તૂટીને 10,917.90 અંકો પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટીના 50 શૅરોમાંથી 1 શૅર લીલા નિશાન પર અને 49 શૅર લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા હતા.

શૅર બજારના સેન્સેક્સે ગુરૂવારે પોતાનો શરૂઆતનો વધારે લાભ ગુમાવી દીધો અને આ 61 અંકના નુકસાન સાથે બંધ થયું. બૉમ્બે શૅર બજરાના 30 શૅરોવાળા સેન્સેક્સ દિવસમાં કારોબાર દરમિયાન 478 અંક સુધી ચઢ્યા બાદ અંતમાં 61.13 અંક એટલે 0.16%ના લાભ સાથે 38,470.61 અંક પર બંધ થયું. આવી જ રીતે નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 15 અંક એટલે 0.16%ના મામૂલી વધારા સાથે 11,269 અંક પર બંધ થયું.

બજારમાં ઘટાડાના કારણે શૅર બજારને લઈને રોકાણકારોની કમજોરી ધારણા, યસ બૅન્કથી પૈસા નીકાળવાને લઈને આરબીઆઈની અધિસૂચના પ્રમુખ રહી. એ સિવાય દેશમાં કોરોના વાઈરસના વધતા જોખમ પણ ઘટાડાનું કારણ બન્યા.

બજાર ખુલતાની સાથે મોટા ઘટાડાથી 5 લાખ રોકાણકારોના ઘણા પૈસા સ્વાહા થઈ ગયા. શુક્રવારે અમેરિકી ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો પણ ઘટીને 74ના સ્તર પર પહોંચી ગયા.

March 6, 2020
nirbhaya-case_1580530774.jpeg
1min5280

નવી દિલ્હીની એક અદાલતે નિર્ભયા પર સામૂહિક બળાત્કારના ચારેય આરોપીઓને ૨૦ માર્ચે સવારે સાડાપાંચ વાગ્યે ફાંસી આપવાનો ગુરુવારે આદેશ આપ્યો હતો. અગાઉ, ચારેય બળાત્કારીની ફાંસી ત્રણ વખત મુલતવી રખાઇ હતી. રાષ્ટ્રપતિએ તેઓની દયાની અરજીઓ નકારી કાઢી હતી.

ઍડિશનલ સૅશન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ બળાત્કારીઓ – મુકેશકુમાર સિંહ (૩૨ વર્ષ), પવન ગુપ્તા (પચીસ વર્ષ), વિનય શર્મા (૨૬ વર્ષ) અને અક્ષયકુમાર સિંહ (૩૧ વર્ષ)ને ૨૦મી માર્ચે સવારે ૫.૩૦ વાગ્યે ફાંસી આપવાનો હુકમ કર્યો હતો. અહીંની તિહાડ જેલમાં ચારેય બળાત્કારીને સાથે ફાંસી અપાશે.

અગાઉ, દિલ્હી સરકારના વકીલોએ બળાત્કારીઓના બચાવના બધા માર્ગ બંધ થયા હોવાની માહિતી અદાલતને આપી હતી.

નિર્ભયાની માતા આશાદેવીએ જણાવ્યું હતું કે હું આશા રાખું છું કે દોષીઓને ૨૦મી માર્ચે સવારે ફાંસી આપી દેવાશે. નિર્ભયા જેવા બળાત્કાર ભવિષ્યમાં ક્યારેય બનવા ન જોઇએ. સામૂહિક બળાત્કારના ચારેય દોષીની ફાંસી છ અઠવાડિયાંમાં ત્રણ વખત મુલતવી રહી હતી. કેન્દ્ર અને દિલ્હી સરકાર વતી અદાલતમાં રજૂઆત કરનારા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે ગુનેગારો ફાંસીથી બચવા માટેના દરેક માર્ગ અપનાવી ચૂક્યા છે.

March 6, 2020
rain-1280x720.jpg
1min5310

ગુરુવારે ઉત્તર ગુજરાત અને શુક્રવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા

આજરોજ શુક્રવાર તા.6 માર્ચે સૂરત સમેત દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળે વરસાદી ઝાપટા સવારના પહોરમાં જ પડતા લોકોમાં ભારે કૂતુહલ સર્જાયું છે. દિવાળીથી શરૂ કરીને લગભગ દરેક મોટા તહેવારો પૂર્વે વરસાદ આવતા લોકોમાં એ ચર્ચા પણ જાગી છે કે 2020માં તહેવારો વરસાદી માહોલમાં જ ઉજવવાના છે કે શું. આ પૂર્વે ગુરુવારે ઉત્તર ગુજરાત, કચ્છ, અમદાવાદ વગેરે વિસ્તારોમાં એવો વરસાદ પડ્યો હોય જાણે ચોમાસું બેઠું હોય.

કચ્છ અને ગુજરાતમાં ગુરુવારે કમોસમી વરસાદ પડ્યો હતો. આખો દિવસ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં ચોમાસાનું વાતાવરણ સર્જાયું હતું. રાજ્યના અનેક શહેરોમાં છૂટોછવાયો વરસાદ પડવા સાથે ઠંડીનું વાતાવરણ ઊભું થયું હતું. કચ્છના અનેક શહેરોમાં પણ માવઠું થયાના અહેવાલો મળ્યા છે. વરસાદ પડતાં ખેડૂતોને ઘણું નુકસાન થયું છે જ્યારે અમદાવાદના સાયન્સ સિટી, બોપલ, સેટેલાઇટ સહિતના તમામ વિસ્તારો અને પૂર્વમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. હાટકેશ્ર્વર, ખોખરા મહેમદાવાદ, મણિનગર, શાહઆલમ, ઇશનપુર, નારોલ, વસ્ત્રાલ, અમરાઇવાડી, રખિયાલ,

ઓઢવ, બાપુનગર, નરોડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. હાથીજણ રામોલ માર્ગ પરના ડાકોર જતા પદયાત્રીઓના સેવા કેમ્પના મંડળો પલળી જવા સાથે ભારે પવનમાં અંશત નુકસાન થયું હતું અને પદયાત્રીઓને વિસામો લેવામાં પણ ભારે હાલાકી પડી રહી હતી.

ગુજરાતમાં હજી શિયાળો ગયો નથી ત્યાં ઉનાળાના આરંભે જ ચોમાસા જેવો ઘાટ સર્જાયો હતો. આખો દિવસ વાદળછાયાં વાતાવરણ અને પવનના સૂસવાટાં સાથે અનેક ઠેકાણે હળવા ઝાપટાં વરસ્યાં હતા. દેવભુમિ દ્વારકા અને કચ્છમાં વહેલી સવારે ઝાપટાં વરસ્યા બાદ સાંજ સુધીમાં અમદાવાદ, ભાવનગર અને મહેસાણા સહિતના જિલ્લાઓમાં માવઠું વરસ્યું હતું. માવઠાને કારણે ખેતીને નુકસાન થયું છે. અમદાવાદમાં સાંજે છાંટા વરસ્યા બાદ ઠંડા પવનથી ઉનાળામાં શીત લહેરનો અહેસાસ થયો હતો. પણ રાત પડતાં જોરદાર ગાજવીજ સાથે સમગ્ર અમદાવાદમાં ધોધમાર વરસાદે લોકોને હાલાકીમાં મૂકી દીધા હતા.

કચ્છ જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારથી ઠંડક ફેલાઈ ગઈ હતી. કચ્છના લખપત, નખત્રાણા સહિતના તાલુકામાં ઝાપટાંથી લઈ ઝરમર કમોસમી વરસાદ પડ્યો હતો, જેના પગલે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. લખપત તાલુકાના દયાપર, દોલતપર, સિયોત, નારાયણ સરોવર, મેઘપર, વિરાણી, ઉમરસર, ગુનેરી, પુનરાજપુર સહિતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. જ્યારે નખત્રાણા તાલુકાના પશ્ર્ચિમ ગંગોણ, મોડકુબા, દેશલપર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અબડાસા તાલુકાના ડુમરા, કોઠારા અને ભુજ શહેરના આસપાસના ગામોમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. દરમિયાન વાતાવરણમાં પલટાના કારણે દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પોરબંદરમાં સામાન્ય વરસાદી છાંટા પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એકવાર ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

વહેલી સવારથી જ રાજ્યના હવામાનમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું અને સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં ઠંડા પવન સાથે માવઠું વરસ્યું હતું, જ્યારે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, જામનગર, ભાવનગર, રાજકોટ અને મોરબી જિલ્લાઓમાં હળવો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં પણ કેટલાક ઠેકાણે છાંટા વરસ્યાં હતા.

કમોસમી વરસાદથી જીરૂ, ચણા, ઘઉંના પાકને નુકસાન પહોંચ્યું છે. આથી જગતનો તાત મોઢામાં આવેલો કોળિયો છીનવાતો જોઈ મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ જીરાનો અને ઘઉંનો પાક તૈયાર થઈ ગયો છે અને બીજી તરફ વરસાદથી નુકસાન પહોંચ્યું છે.

March 6, 2020
yes-bank.jpg
1min5570

ખાનગી ક્ષેત્રની બૅંક યસ બૅંક પર ગુરુવારે Dt.5 March 2020 મોડી સાંજે નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. એક મહિના સુધી નાણાં ઉપાડવા પર આરબીઆઈ દ્વારા ૫૦,૦૦૦ રૂપિયાની મર્યાદા લાદવામાં આવી છે.

બૅંકના બોર્ડને તાત્કાલિક અસરથી બિનઅસરકારક બનાવવામાં આવ્યું હતું. ડિપોઝિટરોના હિતમાં સરકાર સાથે મળીને આરબીઆઈએ નિર્ણય લીધો હતો. છેલ્લા છ મહિનાથી જરૂરી મૂડી ઊભી કરવામાં

નિષ્ફળ રહેલા યસ બૅંકના બોર્ડને આરબીઆઈએ સુપરસીડ કર્યું હતું. એસબીઆઈના ભૂતપૂર્વ ચીફ ફાઈનાન્સિયલ ઑફિસર પ્રશાંત કુમારને યસ બૅંકના વહીવટીદાર તરીકે નિમવામાં આવ્યા હતા.

આરબીઆઈએ મોડી સાંજે બહાર પાડેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, બૅંકને ફરીથી બેઠી કરવાનો વિશ્ર્વસનીય પ્લાન ન હોવાથી જાહેર હિતમાં અને બૅંકના ખાતાધારકોના હિતમાં બૅંકિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ના સેકશન ૪૫ હેઠળ નિયંત્રણો લાદવાની કેન્દ્ર સરકારને વિનંતી કરવા સિવાય કોઈ છૂટકો નથી તેવું રિઝર્વ બૅંંકનું તારણ હતું.

કેટલાક રોકાણકારો સાથે ચર્ચા ચાલી રહી છે અને તેમાં તેમને સફળતા મળશે તેવું બૅંક મેનેજમેન્ટે તેમને જણાવ્યું હતું તેવું નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.

મૂડી મેળવવા બૅંક કેટલાક પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓ સાથે પણ ચર્ચા કરી રહી હતી. આરબીઆઈના નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, આ રોકાણકારો સાથે આરબીઆઈના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી પણ કેટલાક કારણસર મૂડીરોકાણ થયું ન હતું.

નિયમનકારી પુન:ગઠનની સરખામણીમાં બૅંકને ફરી બેઠી કરવા માર્કેટ આધારિત પ્રયત્નોનો વિકલ્પ બહેતર હોવાથી બૅંકને સુવિધા આપવા આરબીઆઈએ તમામ પ્રયત્ન કર્યા હતા અને આવા કોઈ વિશ્ર્વસનીય પ્લાન તૈયાર કરવા બૅંકના મેનેજમેન્ટને પર્યાપ્ત તક આપી હતી. જે થઈ શક્યું ન હતું. દરમિયાન નિયમિતપણે બૅંકની લિકવિડીટી ઘટી રહી હતી તેવું આરબીઆઈએ કહ્યું હતું.

એસબીઆઈ અને અન્ય નાણાકીય સંસ્થાઓ યસ બૅંકને બેઈલઆઉટ (મૂડીરોકાણ) કરે તેવા પ્લાનને સરકારે મંજૂરી આપી છે એવું વર્તુળો પાસેથી જાણવા મળ્યું હતું તેના થોડા કલાકો પછી આરબીઆઈએ આ પગલું જાહેર કર્યું હતું.

૨૦૦૪માં ગ્લોબલ ટ્રસ્ટ બૅંકને ઓબીસી સાથે ભેળવી દેવામાં આવી હતી અને ૨૦૦૬માં આઈડીબીઆઈ બૅંકે યુનાઈટેડ વેસ્ટર્ન બૅંક ટેઈકઓવર કરી હતી. સપ્ટેમ્બર ૨૦૧૯માં સહકારી બૅંક પીએમસી સામે પણ આ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં.

March 5, 2020
indiawomens-1280x720.jpg
1min5590

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા મહિલા ટી20 વર્લ્ડ કપમાં ગ્રુપ એમાં અજેય રહીને સેમિફાઈનમાં પ્રવેશનારી ભારતીય ટીમને જેકપોટ મળ્યો છે. વરસાદને પગલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સીડની ખાતેની સેમિફાઈનલ મેચ ધોવાઈ જતા ભારતને એડવાન્ટેજ મળ્યો છે અને તે ફાઈનલમાં પહોંચ્યું છે.

વરસાદને પગલે ટોસમાં વિલંબ થયો હતો અને બાદમાં મેચ ઓફિશિયલ્સે એકપણ બોલ ફેંક્યા વગર મેચ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. આઈસીસી દ્વારા રિઝર્વ ડે નહીં રાખવામાં આવતા ભારતને ફાઈનલમાં પ્રવેશ અપાયો હતો. ઈંગ્લેન્ડની ટીમ રમ્યા વગર સેમિફાઈનલમાંથી બહાર થઈ જતા ખેલાડીઓની આંખોમાં આંસુ આવી ગયા હતા.