CIA ALERT

Alert Archives - Page 284 of 521 - CIA Live

March 10, 2020
coronavirus.jpg
1min5910

કેરળ, જમ્મુ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના વધુ ચાર પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ ભારતમાં પોઝિટિવ કેસની સંખ્યા 45 થઈ છે. ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને ઉગારવા માટે પણ વાયુદળનું ખાસ વિમાન મોકલવામાં આવશે. ખતરનાક કોરોના વાયરસના કારણે ઈટાલીમાં સૌથી ગંભીર સ્થિતિ સર્જાય છે અને ટૂંકાગાળામાં 366 લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોના વાયરસના ફેલાવાને ધ્યાને લઈને ચોથાભાગની વસતીને અળગી પાડી દેવામાં આવી હતી. તેમજ ઈટાલીના વડાપ્રધાને દેશવાસીઓને નિયમોની પુરતી અમલવારી કરવાની અપીલ કરી હતી. કોરોના વાયરસના દુનિયાભરમાં’ 110293 કેસ નોંધાયા છે. જેમાં 3831 લોકોએ જીવ ગુમાવ્યો છે.

કોરોના વાયરસના ફેલાવાની શરૂઆતે ચીનમાં સૌથી ઝડપથી નવા કેસ સામે આવી રહ્યા હતા. જો કે હવે દક્ષિણ કોરિયા, જર્મનીમાં ઝડપથી નવા મામલા સામે આવી રહ્યા છે. જ્યારે મૃત્યુઆંક મામલે ઈટાલી ચીન પછી બીજા’ ક્રમાંકે પહોંચી ગયું છે. ચીનમાં 3120 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે ઈટાલીમાં 366 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારબાદ ઈરાનમાં 194 લોકોના મૃત્યુ થયા છે. અમેરિકામાં પણ ઓછામા ઓછા 21 લોકોના કોરોના વાયરસના કારણે મૃત્યુ થઈ ચૂક્યા છે. જ્યારે 550 લોકોમાં કોરોના પોઝિટિવ છે. ભારતની વાત કરવામાં આવે તો દિલ્હી, ઉત્તર પ્રદેશના આગરા, જમ્મુ કાશ્મીર અને કેરળના એર્ણાકુલમમાંથી એક એક મામલો સામે આવ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મળીને અધિકારીઓની એક બેઠક બોલાવી હતી. જેમાં 25 હોસ્પિટલને એલર્ટ ઉપર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

કોરોના વાયરસે અંદાજીત પુરી દુનિયાને પોતાના સકંજામાં લીધી છે. ઓછામાં ઓછા 95 દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. કોરોના વાયરસની ગંભીરતા ઈટાલીના મૃત્યુઆંકથી જ સામે આવી રહી છે. જેમાં રવિવારે અચાનક કોરોના વાયરસથી મૃત્યુઆંક 133થી ત્રણ ગણો વધીને 366 થયો હતો. જેના કારણે કટોકટીની જાહેરાત કરી દેવામાં આવી હતી.’
‘
ભારત સહિત 14 દેશોના પ્રવાસીઓનો પ્રવેશ હંગામી ધોરણે સ્થગિત કરતું કતાર
નવી દિલ્હી તા. 9: કોરોના વાયરસ ફેલાતો રોકવા કતારે ભારત સહિત 14 દેશોના પ્રવાસીઓના પ્રવેશને હંગામીપણે સ્થગિત કર્યો છે. આ નિર્ણય તળે વિઝા અપોન અરાઈવલ, રેસિડન્સ કે વર્ક પરમિટ ધરાવનારા અને હંગામી વિઝાવાળા પ્રવાસીઓના પ્રવેશને લાગુ પડે છે. દરમિયાન કતાર એરવેઝે 30 જુન સુધીની ફલાઈટ બુક કરાવાનારને નિ:શુલ્ક ટ્રાવેલપ્લાન બદલવા કે ટિકિટના બદલે વર્ષ સુધી વેલિડ ટ્રાવેલ વાઉચર દેવા ઓફર કરી છે.
‘
કોરોનાથી બચવા ઉપાય કરી રહી છે સરકાર
ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે ફરી એક વખત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને સમીક્ષા બેઠક બોલાવી હતી. કેન્દ્રીય મંત્રીના કહેવા પ્રમાણે કોરોના વાયરસની ચપેટમાં દુનિયાભરના દેશો છે તેમાં બહારથી આવતા લોકોની ચકાસણી કરવામાં આવી રહી છે. તેમજ ફોન મારફતે કોરોના વાયરસ અંગે જાગૃત્તતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે ભારતમાં 43 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 3ને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. દેશના અલગ-અલગ ભાગમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને લોકોને કોરોના વાયરસથી બચવા માટેના સૂચનો આપવામાં આવી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસની ચકાસણી માટે 46 જેટલી લેબ કાર્યરત છે. તેમજ રિંગટોન મારફતે લોકોને જાગૃત્ત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. દેશના 30 એરપોર્ટ ઉપર ક્રીનિંગ થઈ રહ્યું છે. તેમજ હવે સરકાર તરફથી જિલ્લાસ્તરે વધુ તાલિમ પણ આપવામાં આવશે જેથી કોરોના સંક્રમિત લોકોની તાકિદે ઓળખ થઈ શકે.’

March 9, 2020
coronavirus.jpg
2min11740

ભારતમાં ક્યાં થાય છે કોરોના વાઇરસના ટેસ્ટ : વાંચો લેબ્સની સંપૂર્ણ યાદી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસનો ફફડાટ હવે ભારતમાં જોવા મળી રહ્યો છે. વિદેશ જઇને પરત ફરેલા લોકો ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા લોકો પણ કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાના ડરથી સરકારી દવાખાનાઓ, હોસ્પિટલોમાં દોડી રહ્યા છે.

કોરોનાના સાર્વત્રિક ડર અને ચર્ચાઓ વચ્ચે લોકોમાં એક પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે કે કોરોના વાઇરસનો ટેસ્ટ ક્યાં થાય છે. આ અંગે સત્તાવાર જાણકારીનો અભાવ જોવા મળે છે. લોકોમાં એ બાબતે પણ અજાણતા અને અજ્ઞાનતા છે કે કોરોના વાઇરસનો ટેસ્ટ કોઇપણ લેબોરેટરી કરી શકે છે. ના એવું નથી. કોરોના વાઇરસ સરકારે અધિકૃત કરેલ ખાસ કરીને ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ (ICMR) દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી હોસ્પિટલોમાં જ કોરોના વાઇરસના સેમ્પલનું ટેસ્ટિંગ થાય છે.

ભારતમાં ફક્તને ફક્ત સરકારી હોસ્પિટલો જ કોરોના ટેસ્ટ કરી શકે છે.

સી.આઇ.એ. લાઇવ અહીં વાચકો માટે ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ (ICMR) દ્વારા ક્યાં ક્યાં કોરોના વાઇરસ ટેસ્ટિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે તેની સત્તાવાર યાદી અત્રે રજૂ કરી રહ્યા છીએ.

ભારતમાં 52 સ્થળોએ કોરોના વાઇરસ ટેસ્ટ થાય છે, વાંચો આખી યાદી

કોરોના વાઇરસ ટેસ્ટિંગ લેબ્સની યાદી પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો

https://icmr.nic.in/sites/default/files/upload_documents/Testing_sites_for_COVID19.pdf

March 9, 2020
pm_modi.png
1min6120

ચીનથી દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પાડોશી દેશ બાંગ્લાદેશનો પ્રવાસ રદ્દ થયો છે. વડાપ્રધાન મોદી બાંગ્લાદેશમાં શેખ મુજીબ ઉર રહમાનની જયંતીની શતાબ્દી સમારોહ રદ્દ કર્યો છે. વડાપ્રધાન મોદી આ સમારોહમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેવાના હતા.

આ અઠવાડિયે બાંગ્લાદેશી સંસદના સ્પીકર શિરીન ચૌધરીએ પોતાનો ભારત પ્રવાસ રદ્દ કર્યો હતો. તેઓ લોકસભાના સ્પીકર ઓમ બિરલાના આમંત્રણ પર 18 સભ્યોના પ્રતિનિધિમંડળની આગેવાની કરવાના હતા.

March 9, 2020
sensex_down.jpg
1min4470

કોરોના ઈફેક્ટથી શેરબજાર બોટમઆઉટ થવાની આશંકા સાચી પડતી હોય તેમ સોમવારે સવારે પણ ભારતીય શેરબજારનો બેન્ચમાર્ક સેન્સેક્સ નીચે ગેપમાં ખૂલ્યા બાદ 1300 પોઈન્ટ્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો.

કોરોનાની વિશ્વભરના અર્થતંત્ર પર અસર પડવાના ભયે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી.

સોમવારે સવારે 9.45 વાગ્યે BSE સેન્સેક્સ 1352.07 પોઈન્ટ્સ અથવા 3.60 ટકાના જંગી કડાકા સાથે 36,224.55 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 426.35 પોઈન્ટ્સ અથવા 3.88 ટકા ઘટીને 10,563.10 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 3.22 ટકા અને 3.29 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે મેટલ, પાવર, ટેકનો, રિયલ્ટી, એનર્જી, FMCG, IT, ફાઈનાન્સ અને બેન્કિંગ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. આજે સવારે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે BSEમાં ઘટીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં ONGC 12 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 8.19 ટકા, LT 7.62 ટકા, રિલાયન્સ 7.49 ટકા, ટાટા સ્ટીલ 6.92 ટકા, પાવરગ્રીડ 5.93 ટકા અને SBI 5.51 ટકાનો સમાવેશ થાય છે.

March 9, 2020
coronavirus.jpg
1min6530

ભારતમાં પણ કોરોના વાયરસની ઝપટમાં આવનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કેરળ રાજ્યમાં વિદેશથી આવેલા એક ત્રણ વર્ષના બાળકનો COVID-19 ટેસ્ટ પોઝેટિવ હોવાના રિપોર્ટ બાદ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે જ ભારતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા 41 પર પહોંચી છે.

કેરળના એર્નાકુલમમાં સોમવારે 3 વર્ષના બાળકને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટી થઈ છે. હાલમાં જ પરિવાર સાથે ઈટાલી ફરીને આવેલા બાળકનો ટેસ્ટ પોઝેટિવ આવ્યો છે. આ બાળકને સારવાર માટે એર્નાકુલમ મેડિકલ કૉલેજના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યું છે.

ભારતમાં કોરોના વાયરસના સૌ પ્રથમ કેસ કેરળમાં નોંધાયા હતા. ચીનના વુહાનથી પરત ફરેલા મેડિકલના વિદ્યાર્થીઓ આ વાયરસની ચપેટમાં આવ્યા હતા, જોકે, તેઓ હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા છે. કેરળના ઘણાં સંકાસ્પદ દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે અને તેમના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે.

March 9, 2020
pujarani.jpg
1min6800

એશિયન ચૅમ્પિયન પૂજા રાની (૭૫ કિલોગ્રામ)એ થાઈલૅન્ડની પૉર્નિપાને હરાવી કૉન્ટિનેન્ટલ ક્વાલિફાયરની સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો અને એ સાથે જ તે આ વરસે યોજાનારી ટોક્યો ઑલિમ્પિક્સ માટે ક્વાલિફાય થનારી પ્રથમ ભારતીય બૉક્સર બની હતી.

ચૌથી ક્રમાંકિત ૨૯ વર્ષની પૂજા રાનીએ ૧૮ વર્ષની પ્રતિસ્પર્ધીને ૫-૦થી પરાજય આપ્યો હતો અને ચંદ્રક મેળવવાની સાથેસાથે ટૉકિયો ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થનારી પ્રથમ ભારતીય બૉક્સર બની હતી.

સેમીફાઈનલમાં રાની એશિયન ચૅમ્પિયન ચીનની લી ક્વિઆનનો સામનો કરશે.

વર્ષ ૨૦૧૪ની એશિયન ગૅમ્સમાં કાંસ્યચંદ્રક મેળવવા ઉપરાંત રાનીએ ત્રણ વખત એશિયન મૅડલ મેળવ્યો છે.

March 9, 2020
108.jpg
1min5830

૯ અને ૧૦ માર્ચે હોળી- ધુળેટીનો તહેવાર છે. ખાસ કરીને ધુળેટીના તહેવારના દિવસે ઇમરજન્સી કેસો સામાન્ય દિવસ કરતા વધુ જોવા મળે છે. ગત વર્ષ ૨૦૧૯ કરતા આ વર્ષે હોળીના દિવસે ઇમરજન્સી કેસોમાં ૬.૬૬ અને ધુળેટીના દિવસે ૧૫.૫૫ ટકા કેસમાં વધારો નોંધાવવાની શક્યતા ૧૦૮ ઇમરજન્સી સર્વિસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા ઇમરજન્સીમાં મદદ માટેની તમામ તૈયારીઓ કરી દીધી છે.

૧૦૮ના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં રાજ્યમાં ૩૦૯૧ જેટલા કેસો નોંધાય છે. જ્યારે આ વર્ષે હોળીના તહેવારના દિવસે ૩૨૯૭ અને ધુળેટીના દિવસે ૩૫૭૬ જેટલા કેસો નોંધાવવાની શક્યતા છે. તહેવારમાં ઇમરજન્સી કેસોમાં વધારો નોંધાતો હોય છે જેના પગલે અમે ઇમરજન્સી પ્રકાર અને કેસોને જોઈ ૧૦૮ એમ્બ્યુલન્સમાં લોકેશન ગોઠવીએ છીએ. એમ્બ્યુલન્સ રોડ પરથી પસાર થાય ત્યારે તમામ પાયલોટ, ઇએમટીને સચેત રહેવા જણાવ્યું છે. વિવિધ હોસ્પિટલમાં પણ ૧૦૮ના કર્મચારીઓને મદદ માટે મૂકવામાં આવશે. રાજ્યભરમાં ૫૮૭થી વધુ ૧૦૮ એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવશે. અમદાવાદમાં ૨૦થી વધુ એમ્બ્યુલન્સ ખડેપગે રહેશે. દરેક ૧૦૮ એમ્બ્યુલન્સની સાથે સ્ટાફના બે લોકો અને સરકારી હોસ્પિટલમાં પણ ૧૦૮ના સ્ટાફને તહેનાત કરવામાં આવશે.

March 9, 2020
crude-oil-price-forecast_28242.jpg
1min5210

ઓપેક અને સહયોગી દેશો વચ્ચે મતભેદ પડતા શરૂ થયેલી ક્રૂડ ઓઇલ પ્રાઇસ વોરથી ભારત જેવા મોટા ગ્રાહક ફાયદાકારક પરિસ્થિતિમાં મુકાયો છે. શુક્રવારની બેઠકમાં પ્રતિદિન ૧. ૫ મિલિયન બેરલ્સ પર ડે (એમબીપીડી)ના વધારાના ઉત્પાદન કરતી ઓપેક (ઓર્ગેનાઇઝેશન ઑફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ ક્ધટ્રીઝ)ની દરખાસ્ત સાથે રશિયા સંમત નહીં થતા ક્રૂડ ઓઇલ પ્રાઇસ સતત ઘટી રહ્યા છે. સાઉદી અરેબિયાએ ઉત્પાદન વૃદ્ધિ જાહેર કર્યુ છે, યુએસ શેલ ઓઇલનું મબલખ પ્રમાણમાં ઉત્પાદન થઇ રહ્યું છે ત્યારે પ્રોડ્કશન કટ નહીં થતા ક્રૂડના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે.

એક અગ્રણી બૅંકરે રવિવારે કહ્યું કે ૬૫ ડોલરથી ૪૫ ડોલર પ્રતિ બેરલનો ક્રૂડ ઓઇલનો ભાવ થવાથી ભારતને પ્રતિ વર્ષ ૩૦ અબજ ડોલરની બચત થશે. બીજી બાજુ વૈશ્ર્વિક વ્યાજદર પણ ઘટી રહ્યા છે ત્યારે વૃદ્ધિદરને વેગ મળી શકશે. એક અંદાજ પ્રમાણે ક્રૂડ ઓઇલની કિંમતમાં પ્રતિ બેરલ એક ડોલરનો ઘટાડો વાર્ષિક ધોરણે ભારતના આયાતબિલમાં ૧૦,૭૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો કરે છે. એક બાજુ નાણાકીય ખાધ વધી રહી છે અને ચાલુ ખાતાની ખાધ પણ વધુ છે ત્યારે આયાત ખર્ચ ઘટવાથી ભારતની આર્થિક સ્થિતિ બહેતર થશે. તાજેતરમાં સબસિડી વગરના કૂકિંગ ગૅસના ભાવમાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો.

દરમ્યાન સાઉદી અરેબિયાની કંપની સાઉદી આરામ્કોએ ક્રૂડની કિંમતમાં જંગી ડિસ્કાઉન્ટ ઓફર આપતા રવિવારે કંપનીના શેર્સ ૬.૦ ટકા જેટલા તૂટી ગયા હતા. કંપનીના શેર્સની આઇપીઓ કિંમત ૩૨ સાઉદી રિયાલ હતી જે ઘટીને ૩૧.૯૮ રિયાલ થયા હતા સાઉદી સ્ટોક માર્કેટ ઓપનિંગ બેલ પછીની મિનિટોમાં ૭.૭ ટકા તૂટ્યું હતું.

March 8, 2020
corona-1.jpg
1min5660

કોરોના વાઇરસ અંગે યુદ્ધના ધોરણે પગલાં લઇ રહેલી ભારત સરકાર અને રાજ્ય સરકારોના પગલાંની બીજી તરફ આજે રવિવાર તા.8મી માર્ચે ભારતમાં કોરોનાના એક સાથે 5 કન્ફર્મ કેસો કેરેલાથી મળી આવતા સર્વત્ર ચકચાર મચી ગઇ છે. ઇટલીથી કેરળ આવેલા એક પરિવારને કોરોનાના લક્ષણો બાદ તેનું ટેસ્ટિંગ કરવામાં આવતા એક જ પરિવારના 5 લોકોને કોરોના કન્ફર્મ થયો હતો.

શનિવાર સુધી કોરોના કેસોની સંભ્યા 34 હત એ રવિવારે સવારે ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 39 થઈ ગઈ છે.

પરિવાર હાલમાં જ ઈટાલીથી પરત ફર્યો હતો જ્યાં મોટી સંખ્યામાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે.

કેરળના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ જણાવ્યું છે કે, પરિવારે એરપોર્ટ પર પોતાની યાત્રા અંગે જાણકારી આપી નહતી જેને કારણે તેમની તપાસ થઈ શકી નહતી. જે પાંચ લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે તેમાં એક બાળક પણ સામેલ છે.

રાજ્યાના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, બાળક અને તેના માતા-પિતા હાલમાં જ ઈટાલી ગયા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ તેઓ તેમના કેટલાક સંબંધીઓ સાથે પણ મળ્યા હતા. તેમના સંબંધીઓ પહેલા હોસ્પિટલમાં પહોંચ્યા હતા જેમનામાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા. તેમને હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યા હતા ત્યારબાદ પીડિત પરિવારને પણ હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યા હતા.

March 7, 2020
IndiGo_logo.png
2min5950

Coronavirus impact: IndiGo waives rescheduling charge for international, domestic flights

  • The airline has waived rescheduling charges for all bookings for travel between March 12 and March 31.
  • On March 6, union aviation minister Hardeep Singh Puri said Air India has waived cancellation charges for flights to affected countries.
  • Globally, German airline Lufthansa also announced its group airlines have waived re-booking charges until March 31.

વિશ્વભરના 75થી વધુ દેશોમાં મહામારીની જેમ ફેલાઇ રહેલા કોરોના વાઇરસને કારણે અનેક દેશોએ તેમના મુસાફરોને ડોમેસ્ટીક તેમજ ઇન્ટરનેશનલ ટૂર નહીં કરવા પહેલા એડવાઇઝરી અને હવે તાકીદ કરવા માંડી છે. આવી સ્થિતિમાં મુસાફરોએ વિવિધ ફ્લાઇટ્સમાં કરાવેલા એડવાન્સ બુકિંગ કેન્સલ તેમજ રિશેડ્યુલ કરવામાં આવી રહ્યા છે.

એરલાઇન કંપનીઓના નિયમો મુજબ કેન્સલેશન તેમજ રિશેડ્યુલમાં મુસાફરો પાસેથી તોતિંગ ચાર્જ કાપી લેવામાં આવે છે. પરંતુ, ઇન્ડીગો એરલાઇન્સે જાહેરાત કરી છે કે તેઓ તા.12મી માર્ચથી તા.31મી માર્ચ 2020 દરમિયાનની ઇન્ટરનેશનલ ફ્લાઇટ કે ડોમેસ્ટિક ફ્લાઇટ્સની બુક્ડ ટિકીટ જો કોઇ મુસાફર રિશેડ્યુલ કરાવે તે તેમની પાસેથી વધારાનો કોઇ ચાર્જ લેવામાં આવશે નહીં.

ઇન્ડીગો એરલાઇન્સે જાહેરાત કરી છે કે દરેક પ્રકારની બુક્ડ ટિકીટ પરથી રિશેડ્યુલિંગ ચાર્જ વેવ કરવામાં આવે છે. હાલ તા.31 માર્ચ 2020 સુધી રિશેડ્યુલિંગ ચાર્જ વેવ કરવાની ઘોષણા કરવામાં આવી છે.

As passengers postpone their travel plans due to concerns over the spread of coronavirus, budget carrier IndiGo has waived rescheduling charges for domestic and international flights.

The airline has waived rescheduling charges for all bookings for travel between March 12 and March 31. It has also said that rescheduling charges will be waived on bookings made between March 12 and March 31 as the situation is still evolving.

This is expected to be seen as a huge relief for a large number of passengers as IndiGo commands nearly half of the entire domestic aviation market share.