CIA ALERT

Alert Archives - Page 256 of 511 - CIA Live

May 16, 2020
coronaguj-1280x875.jpg
1min4870

ગુજરાતમાં તા.16મી મે ને શનિવારના દિવસ દરમિયાન નવા કુલ 348 મળી આવ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના કુલ દર્દીઓની સંખ્યા 10989 થઈ છે અને મૃત્યુઆંક પણ 625એ પહોંચ્યો હોવાની વિગતો શનિવારે મોડી સાંજે આરોગ્ય સચિવ જયંતિ રવિએ જારી કરી હતી.

આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યુ હતું કે, છેલ્લા 24 કલાકમાં 348 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધારે 264, વડોદરામાં 19, સુરતમાં 34, રાજકોટમાં 1, ભાવનગરમાં 4, ગાંધીનગરમાં 6, પાટણમાં 3, પંચમહાલમાં 1, મહેસાણા તેમજ દાહોદમાં 2-2, ખેડામાં 6, જુનાગઢમાં 1, સાબરકાંઠામાં 3 અને વલસાડમાં 2 કેસનો સમાવેશ થાય છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 19 દર્દીઓ કોરોના વાયરસના કારણે મોતને ભેટ્યા છે.

અગ્રસચિવ જયંતિ રવિના જણાવ્યાનુસાર, કુલ 10989 પોઝિટિવ દર્દીઓમાંથી 6010 લોકોની સ્થિતિ સ્ટેબલ છે જ્યારે 46 લોકો ક્રિટિકલ છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે વધુ 273 દર્દીઓને રજા આપતા કુલ 4308 દર્દીઓ કોરોના વાયરસ સામે લડત મેળવીને ઘરે પરત ફર્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોના વાયરસના 138407 લોકોની તપાસ કરવામાં આવી છે. હાલ રાજ્યમાં 290750 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે, જ્યારે 9098 સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે. જ્યારે 785 લોકો પ્રાઈવેટ ક્વોરન્ટીનમાં છે. જેથી રાજ્યભરમાં કુલ ક્વોરન્ટીન લોકોની સંખ્યા 300633એ પહોંચી છે.

May 16, 2020
neet.jpg
4min13740

સૂરતથી સૌરાષ્ટ્ર પહોંચેલા કે કોટાથી ગુજરાત પરત ફરેલા વિદ્યાર્થીઓ માટે આવકારદાયક સગવડ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોવીડ-19ના સંક્રમણને કારણે ભારતમાં ઉદભવેલી પરિસ્થિતિને પગલે દેશમાં શૈક્ષણિક શિડ્યુલ ખોરવાય ગયું છે. મેડીકલ અને એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષાઓ હવે જુલાઇમાં લેવામાં આવનાર છે. પરીક્ષા કેન્દ્રો પણ હોટસ્પોટ કે કન્ટેમેન્ટ ઝોનમાં આવે તેવી સ્થિતિ છે.

કોટા કે અન્ય વિસ્તારોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા છે

મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ ધો.11-12 રાજસ્થાનના કોટા, મહારાષ્ટ્રના લોની કે અન્ય રેસિડેન્સીયલ સ્કુલોમાં અભ્યાસ કરવા પોતાના વતનથી દૂર, નિવાસસ્થાનથી બીજા શહેરોમાં અભ્યાસ કરે છે. અને આવા વિદ્યાર્થીઓએ નીટ રજિસ્ટ્રેશન વખતે એ જ વિસ્તારના પરીક્ષા કેન્દ્રને પસંદ કર્યા હતા. હવે કોવીડ-19 અને લૉકડાઉનની સ્થિતિ બાદ હજારો વિદ્યાર્થીઓ પોતાના વતન પહોંચી ગયા છે. અને જુલાઇ 26મી સુધીમાં દેશમાં આંતરીક પરીવહનને મંજૂરી મળે તેવી શક્યતા હાલ દેખાતી નથી. પરીણામે નીટ 2020ના પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર કરવાની છૂટ આપવામાં આવી છે.

નીટ 2020 માટે રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓ તા.31મી મે 2020 સુધી પોતાના પરીક્ષા કેન્દ્ર એટલે કે શહેર, નગરને બદલી શકશે.

સૂરત અને સૌરાષ્ટ્રના પરીક્ષાર્થીઓ કેન્દ્રો બદલે તેવી શક્યતા

સૂરત શહેરમાંથી પણ હજારો પરીવારો વતન સૌરાષ્ટ્ર પહોંચ્યા છે. આ પરીવારો પણ દોઢ મહિના પહેલા સૂરત પરત ફરી શકે તેમ નથી. આવી સ્થિતિમાં અગાઉ સૂરત રહીને નીટનો અભ્યાસ કરનારા હજારો વિદ્યાર્થીઓ હવે સૌરાષ્ટ્ર વતનમાં પહોંચી ગયા હોઇ, તેઓ પણ નીટના પરીક્ષા શહેરમાં ફેરફાર કરી શકે તેમ છે.

https://ntaneet.nic.in/ntaneet/ShowPdf.aspx?Type=50C9E8D5FC98727B4BBC93CF5D64A68DB647F04F&ID=761F22B2C1593D0BB87E0B606F990BA4974706DE

NEET 2020 application form correction & exam city change date extended again

The National Testing Agency (NTA) has yet again extended tha last date to make corrections in their particulars and centre cities in the NEET UG online application forms. As per the official notice released by NTA, the facility for correction in the particulars including choice of centre cities in the online application form will be available up to May 31, 2020.

Applicants can visit the official website of NTA NEET — ntaneet.nic.in — to make corrections in their particulars.

It should be noted that the correction in the particulars in the NEET online application forms will be accepted up to 05.00 pm and submission of fee up to 11.50 pm on May 31, 2020.

Candidates can pay the requisite (additional) fee (if applicable), through Credit/ Debit Card/ Net Banking/ UPI and PAYTM. It is to be noted that in case, additional fee payment is required depending on the changes made in the form, the final updates will be reflected after the payment.

The notification also reads “NTA will make efforts to allot the city of examination to the candidates in order of choices now opted by them in their Application Form, subject to the availability of capacity in the desired city. However, due to administrative reasons, a different city may be allotted and the decision of the NTA regarding allotment of the centre will be final.”

May 15, 2020
maharashtra_map.jpg
1min5890

મહારાષ્ટ્રમાં મુંબઇ મેટ્રોપૉલિટન રીજન, પુણે, સોલાપુર, ઔરંગાબાદ અને માલેગાંવમાં લૉકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યો છે. આ વિસ્તારો કોરોનાને ધ્યાનમાં રાખીને હૉટસ્પૉટ જાહેર કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર સરકારે રાજધાની મુંબઇ સહિત બધાં હૉટસ્પૉટ વિસ્તારોમાં લૉકડાઉન (Lockdown 4.O in Maharashtra) લંબાવીને 31 મે સુધી કરવામાં આવ્યું છે. મુંબઇ મેટ્રોપૉલિટન રીજન, પુણે, સોલાપુર, ઔરંગાબાદ અને માલેગાંવમાં લૉકડાઉન વધારી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના (Corona in Maharashtra)ને કારણે મૃત્યુ પામનારાની સંખ્યા એક હજાર પાર થઈ ગઈ છે.

ગુરુવારે જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતા હેઠળ થયેલી કેબિનેટ બેઠક દરમિયાન આ સ્થળો પર પ્રતિબંધ વધારવાની શક્યતા પર ચક્ચા કરવામાં આવી હતી. મુંબઇ મેટ્રોપૉલિટન રીજન, પુણે, સોલાપુર, ઔરંગાબાદ અને માલેગાંવમાં લૉકડાઉન 31 મે સુધી વિસ્તારવામાં આવ્યું છે.

મુંબઇ મેટ્રોપૉલિટન રીજન, પુણે, સોલાપુર, ઔરંગાબાદ અને માલેગાંવમાં લૉકડાઉન વધારી દેવામાં આવ્યો છે

May 15, 2020
coronavirus.jpg
1min6910

14 એપ્રિલે સૂરતમાં 4 મૃત્યુ, 83 કેસ હતા, 14 મે એ 44 મૃત્યુ 943 કેસ થયા

તા.14મી મે ગુરુવારે સાંજે 6 કલાકે સૂરત મહાનગરપાલિકાની સત્તાવાર માહિતી મુજબ સુરત શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક ૧૦૦૭ પર પહોંચી ગયો છે. મોટા ભાગના મિડીયાએ સૂરતમાં કેસોની સંખ્યા 1000 પ્લસ થઇ ગયા અંગે ભારે હોહા અને ગભરાટ મચાવ્યો. હકીકતમાં સૂરતમાં તા.14મી મે 2020ની સાંજે સત્તાવાર એક્ટીવ કેસોની સંખ્યા ફક્ત 315 છે. આ બાબત રાહત આપનારી છે પણ સનસનાટી મચાવવા માટે કાગારોળ એકહજાર કેસોની જ મચાવવામાં આવી રહી છે.

સૂરત શહેર અને જિલ્લાના મળીને કુલ કેસોની સંખ્યા 1000 પાર થઇ ગઇ છે. સૂરત શહેરની વાત કરીએ તો તા.14મી મે એ સાંજની સ્થિતિ અનુસાર કુલ કેસ 963 છે. જેમાંથી 630 (ડિસ્ટ્રીક્ટ-33) રિકવર થઇ ચૂક્યા છે.

તા.14મી મે સાંજે 6 કલાકની સત્તાવાર માહિતી

  • કુલ કેસ સૂરત સિટી : 963
  • કુલ કેસ ડિસ્ટ્રિક્ટ : 58
  • એક્ટિવ કેસ સિટી 315
  • એક્ટિવ કેસ ડિસ્ટ્રિક્ટ : 24
  • કુલ પોઝિટિવ સમગ્ર જિલ્લામાં : 1021
  • તા.14મી મે એ મોત : 2,
  • કુલ મોત : 45 (1 ડિસ્ટ્રિક્ટ)
  • 14 મે ડિસ્ચાર્જ : 64
  • કુલ ડિસ્ચાર્જ : 630 (33 ડિસ્ટ્રિક્ટ)

14 એપ્રિલે સૂરતમાં 83 કેસ અને 4 મૃત્યુ હતા, એક મહિના પછી 14મી મે એ 44 મૃત્યુ અને 943 કેસ થયા

સૂરત મ્યુનિસિપલ કોર્પોરેશનનની વેબસાઇટ પર દૈનિક કેસ તેમજ મૃત્યુઆંક અંગે મૂકવામાં આવેલો ચાર્ટ.

સૂરતના કુલ કેસ પૈકી 38 ટકા કેસ એકલા લિંબાયત ઝોનમાંથી મળ્યા

May 15, 2020
corona_testing.png
1min5520

ગુજરાતમાં કોરોનાના પ્રવેશને બે પોણા ત્રણ મહિના વીતવા આવ્યા બાદ પણ હજુ કોરોના વાયરસ કાબૂ બહાર છે ત્યારે નવી ગાઇડ લાઇન મુજબ ટેસ્ટિંગનું પ્રમાણ ઘટાડવામાં આવી રહ્યું હોવાનું બહાર આવી રહ્યું છે. જ્યારે દર્દીઓને હોસ્પિટલોમાંથી ડીસ્ચાર્જ કરવાના રેશીયો વધી રહ્યો છે બીજી બાજુ નવા પોઝિટિવ કેસમાં કોઇ નોંધપાત્ર ઘટાડો જોવા મળતો નથી. બુધવારે છેલ્લા ૧૦ દિવસમાં થયેલા કોરોના ટેસ્ટિંગનો આંકડો સૌથી ઓછો હોવા છતાં ૨૪ કલાકમાં જ નવાં ૩૬૪ કેસ નોંધાતાં કોરોના સંક્રમિતોની સંખ્યા હવે ૧૦ હજારની આંકડા તરફ આગળ વધી રહી છે. જ્યારે વધુ ૨૯ લોકોના કોરોનાથી મોત થતા મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસમાં થયેલ ટેસ્ટિંગ

૧૩મે સુધી કુલ ૧,૨૨,૨૯૭

  • ૧૨મીએ ૩૦૬૬,
  • ૧૧મીએ ૨૯૭૮,
  • ૧૦મીએ ૩૮૪૩,
  • ૯મીએ ૪૨૬૩,
  • ૮મીએ ૪૮૩૫,
  • ૭મીએ ૫૩૬૨,
  • ૬ઠ્ઠીએ ૫૫૫૯,
  • ૫મીએ ૪૯૮૪,
  • ૪થી એ ૪૫૮૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસમાં થયેલ ટેસ્ટિંગ પર નજર નાંખીયે તો, ૧૩મી મેના રોજ સૌથી ઓછા ૨૭૫૦ ટેસ્ટ થયા હતા જ્યારે ૧૨મીએ ૩૦૬૬, ૧૧મીએ ૨૯૭૮, ૧૦મીએ ૩૮૪૩, ૯મીએ ૪૨૬૩, ૮મીએ ૪૮૩૫, ૭મીએ ૫૩૬૨, ૬ઠ્ઠીએ ૫૫૫૯, ૫મીએ ૪૯૮૪, ૪થી એ ૪૫૮૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જ્યારે ૧૩મે સુધી કુલ ૧,૨૨,૨૯૭ ટેસ્ટ થયા હતા. આમ ૧૩મી મે સુધીમાં રાજ્યમાં કોરના વાઈરસના કુલ ૯૨૬૮ પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં ૨૯૨, સુરતમાં ૨૩, વડોદરામાં ૧૮, મહેસાણામાં ૮, દેવભૂમિ દ્વારકામાં ૭, ભાવનગર-જામનગરમાં ૩-૩, પાટણમાં ૨, પંચમહાલ, બનાસકાંઠા, ગીરસોમનાથ, ખેડા, અરવલ્લી, મહીસાગર, જૂનાગઢ, અમરેલી સહિતનાં જીલ્લામાં એક-એક કેસ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા.

May 14, 2020
monsoon.png
1min6010

ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના દેશના કેટલાક રાજ્યમાં ચોમાસું ત્રણથી સાત દિવસ મોડું બેસવાની અને મુંબઈમાં ૧૦ કે ૧૧ જૂનથી વરસાદ પડવાનો શરૂ થવાની આગાહી કરાઈ છે.

મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા, આંધ્ર પ્રદેશ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારોમાં ચોમાસું સામાન્ય કરતા ત્રણથી સાત દિવસ મોડું શરૂ થશે. દિલ્હીમાં ચોમાસું ૨૩થી ૨૭ જૂન દરમિયાન શરૂ થાય એવી શક્યતા છે.

એ જ પ્રમાણે મુંબઈ અને કોલકાતામાં ચોમાસું ૧૦ કે ૧૧ જૂને અને ચેન્નઈમાં ૧થી ૪ જૂન દરમિયાન શરૂ થાય એવી શક્યતા છે.

જોકે, ભારતના અંતરિયાળ વાયવ્ય વિસ્તારમાં ચોમાસું ૧૫ જુલાઈને બદલે થોડું વહેલું એટલે કે ૮ જુલાઈએ શરૂ થવાની શક્યતા છે. દક્ષિણ ભારતમાં ચોમાસું પૂરું થવાની નવી તારીખ ૧૫ ઑક્ટોબર હશે.

દરમિયાન, હવામાન ખાતાના જણાવ્યાનુસાર વાયવ્ય ચોમાસું ૧૬ મે ની આસપાસ આંદામાન અને નિકોબાર ટાપુથી આગળ વધવાની શરૂઆત કરે તેવી શક્યતા છે.

બંગાળના ઈશાન અખાતમાં બુધવારે સવારે ઓછા દબાણનો પટ્ટો સર્જાયો હતો. ૧૫મી મે સુધીમાં તે બંગાળના દક્ષિણ અખાત પર કેન્દ્રીત થવાની અને ૧૬ મે એ વાવાઝોડાંમાં રૂપાંતરીત થાય તેવી શક્યતા છે.

May 13, 2020
stimulus.jpg
1min4980

તા.13મી મે એ બપોરે 4 કલાકે મિડીયા બ્રિફિંગમાં દેશના નાણામંત્રી નિર્મલા સિતારમણે કોરોના લૉકડાઉનની સ્થિતિ બાદ દેશમાં ધંધા-રોજગાર બેઠા થાય એ માટે વડાપ્રધાને જાહેર કરેલા સ્ટીમ્યુલસ પેકેજના પહેલા ચરણમાં નીચે મુજબની જાહેરાતો કરી હતી.

આ પેકેજમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે ઘણી મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
– MSME એમએસએમઈ  ને ક્રેડિટ ફ્રી લોન આપવામાં આવશે.
– MSME ને 3 લાખ કરોડ રૂપિયા સુધીની લોન ગેરંટી ફ્રી મળશે.
– 45 લાખ MSMEને તેનાથી ફાયદો થશે.
– જે લોન આફવામાં આવશે તેને ચાર વર્ષમાં ચૂકવવાની છે. આ 31 ઓક્ટોબર 2020 સુધી વેલિડ છે.

– સ્ટ્રેસ્ડ MSME માટે 20 હજાર કરોડ રૂપિયા સબ-ઓર્ડિનેટ ડેટ આપવામાં આવશે. તેમાંથી 2 લાખ એમએસએમઈને ફાયદો થશે.
– સરકારે એમએસએમઈની વ્યાખ્યા બદલવાનો નિર્ણય કર્યો છે.

– 18,000 કરોડ રૂપિયા ટેક્સ પેયર્સને આપીને તેમને પણ રાહત કરી આપી છે. 14 લાખ ટેક્સ પેયર્સને તેનો ફાયદો પણ મળ્યો છે.
– પ્રથમ વખત જ્યારે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી તેમાંથી 41 કરોડ એકાઉન્ટ્સમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી મદદ પહોંચાડવામાં આવી હતી.

– કોરોનાના કારણે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ સરકારે 1.7 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું.
– આત્મનિર્ભર ભારતના પાંચ પિલર છે. ઈકોનોમી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ

May 13, 2020
CIA_Live_Logo_New2.jpg
1min6080

કલરફૂર 4.0 લૉકડાઉન અને 20 લાખ કરોડ રૂપિયાના જંગી સ્ટીમ્લ્યુલસ પેકેજની ઘોષણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તા.12મી મે એટલે કે ગઇકાલે રાત્રે 8 વાગ્યાથી સાડા આઠ વાગ્યા દરમિયાન કરી હતી. હવે આજે તા.13 મી મે ને બુધવારે બપોરે 4 વાગ્યે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ વિગતવાર જાહેરાત કરશે કે રૂ.20 લાખ કરોડના સ્ટીમ્યુલસ પેકેજમાં શું શું હશે. એવું પણ કહેવાય છે કે પેકેજની જાહેરાતો આજે એક દિવસમાં પૂરી નહીં થાય તા.17મી મે સુધી તબક્કાવાર રીતે જુદા જુદા સેક્ટર માટે જાહેરાતો થાય એ સંભવ છે.

દરમિયાન મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ દ્વારા આજે ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી હતી કે નાણા મંત્રી શ્રી નિર્મલા સીતારમણ આજે સાંજે 4 વાગ્યે મિડીયા બ્રિફિંગ કરીને પેકેજ અંગે વિગતવાર માહિતી આપશે.

May 13, 2020
sensex-up.jpg
1min5460

કોરોનાથી સંકટગ્રસ્ત દેશના અર્થતંત્રને ઉગારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા ₹20 લાખ કરોડના આર્થિક પેકેજને પગલે બુધવારે અપેક્ષાનુસાર ભારતીય ઈક્વિટી માર્કેટમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. આજે સવારે BSE બેન્ચમાર્ક સેન્સેક્સ ઉપરમાં ખૂલ્યા બાદ વધુ ઉછળ્યો હતો અને 996 પોઈન્ટ્સ વધીને ટ્રેડ થઈ રહ્યો હતો.

આજે સવારે 9.20 વાગ્યે સાર્વત્રિક લેવાલીથી BSE સેન્સેક્સ 962.06 પોઈન્ટ્સ અથવા 3.07 ટકા ઉછળીને 32,333.18 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 267.10 પોઈન્ટ્સ અથવા 2.90 ટકાની વૃદ્ધિ સાથે 9,463.65 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.92 ટકા અને 2.04 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

ભારતીય ઈક્વિટી માર્કેટમાં આજે સવારથી જ બુલિશ ચાલ જોવા મળી હતી. આજે સવારથી જ બેન્ક, ફાઈનાન્સ, પાવર, મેટલ અને ઓટો શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી. આજે સવારે તમામ સેક્ટોરલ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે વધીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં ICICI બેન્ક 7.27 ટકા, મારુતિ 6.38 ટકા, હિરો મોટોકોર્પ 6.33 ટકા, એક્સિસ બેન્ક 5.84 ટકા, HDFC બેન્ક 5.31 ટકા, બજાજ ફાઈનાન્સ 4.72 ટકા અને M&M 4.58 ટકાનો સમાવેશ થાય છે.

આજે સવારે ઘટીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં TCS 0.97 ટકા, નેસ્લે ઈન્ડિયા 0.74 ટકા, HCL ટેકનો 0.37 ટકા અને ભારતી એરટેલ 0.36 ટકાનો સમાવેશ થાય છે.

May 13, 2020
sunnyleone.jpg
1min5580

ભારતમાં જેના કરોડો આશિક છે, એક સમયની પોર્ન સ્ટાર અને બાદમાં બોલીવુડની હીરોઇન સુધી સફળતાના શિખરો સર કરનાર સન્ની લિયોની લૉકડાઉન શરૂ થાય એ પહેલા જ અમેરીકા પહોંચી ગઇ છે.

સન્ની લિયોનીએ મધર્સ ડે પર ઇન્સ્ટાગ્રામ મારફતે પોસ્ટ મૂકી હતી કે સંતાનોના ઉછેરની પ્રાયોરિટીને કારણે બીજા કામો પડતા મૂક્યા છે. તેણે અદ્રશ્ય શત્રુ કોવીડથી પોતાના સંતાનોને બચાવવા માટે લોસ એન્જેલિસ સેફ હોવાનું જણાવ્યું છે.

વાંચો અહીં સન્ની લિયોનીએ શું પોસ્ટ કર્યું છે

સન્ની લિયોનીના પતિએ પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું હતું

View this post on Instagram

Getting better with the new vibes !!!

A post shared by Daniel "Dirrty" Weber (@dirrty99) on