CIA ALERT

Alert Archives - Page 239 of 521 - CIA Live

July 29, 2020
virat.jpg
1min6990

ટીમ ઇન્ડિયાનો કેપ્ટન અને વર્લ્ડ નંબર વન બેટસમેન વિરાટ કોહલી ઇંસ્ટાગ્રામ પર સાત કરોડ ફોલોઅર્સ ધરાવતો પહેલો ભારતીય બન્યો છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તે સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ખેલાડીઓમાં વિશ્વમાં ચોથા ક્રમે છે. તેનાથી આગળ ફકત ત્રણ ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો, લિયોનલ મેસ્સી અને નેમાર છે.

કોહલીએ આ સૂચિમાં 6.9 કરોડ ફોલોઅર્સ ધરાવતા અમેરિકી બાસ્કેટ બોલ ખેલાડી લેબ્રોન જેમ્સને પાછળ રાખી દીધો છે.’ફૂટબોલ સ્ટાર રોનાલ્ડોના ઇંસ્ટાગ્રામ પર કુલ 23.2 કરોડ ફોલોઅર્સ છે. બીજા નંબર પર મેસ્સી છે. તેના 16.1 કરોડ ચાહકો છે. જ્યારે બ્રાઝિલના નેમારના ફોલોઅર્સની સંખ્યા 14 કરોડ છે.

‘ભારતમાં વિરાટ કોહલી (6 કરોડ ફોલોઅર્સ) બાદ બીજા નંબરે બોલિવૂડ-હોલિવૂડ હિરોઇન પ્રિયંકા ચોપરા છે. તેણીના પ.પ કરોડ ફોલોઅર્સ છે. આશ્ચર્યની વાત એ છે કે બોલિવૂડમાં બહુ સફળતા ન મેળવી શકનાર શ્રધ્ધા કપૂરના ઇંસ્ટાગ્રામ પર પ.1 કરોડ ફોલોઅર્સ છે અને ત્રીજા નંબર પર છે. ઇંસ્ટાગ્રામના ટોપ ટેન ભારતીયમાં એકમાત્ર ખેલાડી તરીકે વિરાટ કોહલી છે અને તે પણ પહેલા નંબર પર. ઇંસ્ટાગ્રામ પર સ્પોન્સર્ડ પોસ્ટની કમાણીના મામલે પણ કોહલી ભારતમાં પહેલા અને વિશ્વના ખેલાડીઓની લીસ્ટમાં છઠ્ઠા સ્થાને છે.

July 29, 2020
Saurastra.png
1min5090

સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 273 કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ રાજકોટ શહેરમાં વધુ 49 કેસ સાથે કુલ આંક એક હજારને પાર કરી 103ર થયો છે. રાજકોટ જિલ્લામાં પ્રથમ વખત વિક્રમી 79 કેસ થયા છે. રાજકોટના જસદણ તાલુકાના નાના એવા સાણથલી ગામે કોરોના ઝડપથી પ્રસરી રહ્યો છે. પ્લોટ વિસ્તારમાં પાણીના ટાંકા પાસે જ અત્યાર સુધીમાં આઠ કેસ નોંધાયા છે. ધોરાજીમાં હિરપરા વાડી, વઘાસીયા ચોરા, કુંભારવાડા અને દરબારગઢ પાસે વધુ 4ને કોરોના થયો છે.

અમરેલી શહેરમાં વૃંદાવન પાર્ક,’ જિલ્લામાં જાફરાબાદ, સાવરકુંડલાના અમૃતવેલ, સાજીયાવદર, ખજુરી, લાસા, બગસરા, ડેરી પીપળીયા વગેરે પંથકમાં વધુ કુલ’ ર6 કેસ નોંધાયા છે. કુલ 378 કેસમાંથી 148 સારવાર હેઠળ છે.

જામનગર શહેરમાં સત્યસાંઈ રોડ, વિઝન ટાવર, સેના નગર, ઈન્દીરા માર્ગ, દિગ્વિજય પ્લોટ, રણજીત રોડ, સેતાવાડ, મામા શેરી, નાગરપરા, ખંભાળીયા ગેઈટ, જલાની જાર રોડ, એમ પી શાહ મેડિકલ કોલેજ, 98 મેડિકલ કેમ્પસ, ખોડિયાર કોલોની, વાણીયા વાડ, જોગર્સ પાર્ક વગેરે વિસ્તારોમાં બે ડોક્ટર રામદેવ ઓડેદરા, ડો. વિરેન્દ્ર શાહ તેમજ એક પત્રકાર સહિત વધુ ર3 અને જિલ્લામાં લાલપુર અને ખિલોસમાં 1-1 જામજોધપુરમાં ર મળી ર7 કેસ થયા હતા.

પોરબંદરમાં કોરોના બ્લાસ્ટ થતા એક સાથે ર3 કેસ આવ્યા છે. આજે મેમણવાડ, કેદારેશ્વર, છાંયા, મહેર સમાજ, રેલવે સ્ટેશન કોલોની, નગીના મસ્જીદ પાસે, બોખીરા, ઝવેરી બંગલો, બિરલા રોડ, છાંયા ચોકી વિસ્તારોમાં 1ર વર્ષની સગીરાથી 78 વર્ષના વૃધ્ધ તેમજ યુવા ભાજપ પ્રમુખ અને તેમના પત્નીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

ગીર સોમનાથમાં વધુ 16 કેસ આવતા કુલ આંક 437 થયો છે. વેરાવળમાં 1ર, સુત્રાપાડામાં 1, ઉનામાં 1, તાલાલામાં ર કેસ થયા છે. વેરાવળમાં અલખીજર પેલેસ-દાદા ભટ્ટી વાળી શેરી, કટલેરી બજાર, વખારીયા બજાર, તાલાલા રોડ સોમનાથ ટોકીઝ પાસે, સોમનાથ સોસાયટી જલારામ ટોકીઝ રોડ, તાજ સોસાયટી ધોબી વાડી, ગીતાનગર ર-મંગલમ નજીક વગેરે વિસ્તારમાં કેસ થયા છે. 

ભાવનગર શહેરમાં 18 અને અઘેવાડા, કોબડી, અધેલાઈ, બેલમપર, કંટાસર, પાલીતાણા,’ મણાર, યોગઠ, નવાગામ અને વલભીપુર ખાતે એક-એક, બોડા ગામે ર તથા સિહોર ખાતે 4 અને સથરા ગામે 3 કેસ થયા છે. દીવમાં’ વણાંકબારા, સાઉદવાડી, ઘોઘલા અને દીવ વિસ્તારમાં વધુ 10 કેસ થયા હતા.

બોટાદ શહેરમાં હરણકુઈ, મંગળાપરા, ઝવેર નગર, તુરખા રોડ, કેકે નગરમાં છ તેમજ તાલુકામાં તાજપર અને નાગનેશ મળી આઠ કેસ નોંધાયા હતા.

ચોટીલા શહેરમાં વધુ 1 અને ગ્રામ્યમાં વધુ 3 કેસ આવ્યા છે. થાનગઢ રોડ પર સુખનાથ મહાદેવ મંદિર નજીક, તેમજ ગામડામાં રામપરા (ચોબારી)એ બે બહેનો અને છેવાડાના પીપળીયા ઢોરામાં એક મુકબધિર કિશોરને કોરોનાએ ઝપટે લીધો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આજે 3ર કેસ થયા છે.

July 29, 2020
corona_india.jpg
1min7180

દેશમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા વધીને 15 લાખને પાર પહોંચી ગઇ છે. તાજેતરના આંકડાઓ મુજબ કોરોના સંક્રમણથી દેશભરમાં 15,00,988 લોકો પીડિત થઇ ચૂક્યા છે. વર્તમાન સમયમાં દેશમાં 5,06,153 સક્રિય કેસ છે, જ્યારે 9,61,000થી વધુ દર્દીઓ સારવાર મેળવી સ્વસ્થ થઇ ચૂક્યા છે. આ પૈકી દેશનો કુલ મૃત્યુઆંક વધીને 33,620 થયો છે. 

કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર અને તમિલનાડૂ છે, તમિલનાડૂમાં મંગળવાકે સંક્રમણના નવા 6972 કેસ સામે આવ્યા હતા, કુલ દર્દીઓનો આંકડો 2,27,688 છે. જ્યારે રાજ્યભરમાં કુલ 3659 દર્દીઓ કોરોના સંક્રમણના લીધે દમ તોડી ચૂક્યા છે. 

દિલ્હીમાં પણ વિતેલા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના નવા 1056 કેસ સામે આવ્યા છે. અહીં કુલ 1,32,275 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે, જ્યારે કુલ મૃત્યુઆંક 3881 છે. દિલ્હીમાં કેજરીવાલ સરકાર મુજબ કેસો ધીમે ધીમે નિયંત્રણમાં આવી રહ્યા છે. 

જોકે દેશભરમાં કોરોના મહામારી રુદ્ધ રુપ ધારણ કરી ચૂકી છે, દૈનિક સ્તરે નવા કેસો રેકોર્ડ બનાવી રહ્યા છે. આ સ્થિતિમાં સ્વાસ્થ મંત્રાલય સતત દાવો કરી રહ્યુ છે કે, વિશ્વના અન્ય વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં કેસોની સંખ્યા ઓછી છે અને રિકવરી રેટ વધુ છે. વિશ્વસ્તરે ભારતમાં કોરોનાથી મૃત્યુદર પણ સૌથી ઓછો છે. પરંતુ એક વાસ્તવિકતા એ પણ છે કે, દેશમાં નવા કેસોનો રાફડો ફાટ્યો છે, જેના કારણે હવે રાજ્ય સરકારો સ્વ-નિર્ણય લઇને કોરોના સંક્રમણને કાબૂ કરવાના યથાગ પ્રયત્ન કરી રહી છે. 

July 29, 2020
corona-gujarat.jpg
1min4910

ગુજરાત સહિત દેશભરમાં હવે અનલોક-૩ માટે તૈયારીઓ શરૂ થઇ રહી છે બીજી તરફ દેશભરમાં રોજેરોજ વધતાં જતાં સંક્રમણના પ્રભાવથી વધુને વધુ શહેરો, નગરોમાં સ્થાનિક સ્તરે લોકડાઉન જેવી સ્થિતિનો અમલ કરવામાં આવી રહ્યો છે એવા સમયે ગુજરાતમાં પણ અનેક નગરો, ગામોમાં વેપાર, ધંધા વ્યવસાયના કામકાજને નિયંત્રિત કરી દેવાયા છે છતાં રોજેરોજ કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૧૧૦૮ કેસ અને ૨૪ મૃત્યુ નોંધાયા છે આ કેસમાં બીજી વખત મહાનગરો કરતાં વધારે કેસ ગ્રામ્ય તથા નગરોમાંથી આવ્યા છે.

આઠ સંક્રમિત મહાનગરોમાંથી ૫૩૦ કેસ અને ગામોમાંથી ૫૭૮ કેસ નવા ઉમેરાયા છે. અલબત્ત, મૃત્યુની દ્રષ્ટીએ મહાનગરોમાંથી ૧૫ અને ગ્રામ્યના ૯ દર્દીનો સમાવેશ થાય છે. જોકે, આ પરિસ્થિતિ વચ્ચે સતત બીજા દિવસે એક હજારથી વધારે એટલે કે ૧૦૩૨ દર્દીઓ ડિસ્ચાર્જ થતાં કુલ આંક ૪૨૪૧૨ સુધી પહોંચ્યો છે તેના પગલે રિવકરી રેટ ૭૩.૧૫ થયો છે.

રાજ્યમાં સૌથી વધારે કેસ સુરત મહાનગરમાંથી ૧૯૯ તેમજ જિલ્લામાંથી ૯૪ કેસ આવ્યા છે જ્યારે અનુક્રમે ૭ અને ૫ દર્દીઓના મૃત્યુ પણ છેલ્લા ચોવીસ કલાકમાં થયા છે. અમદાવાદ મહાનગરમાંથી બીજા દિવસે પણ દોઢસોથી ઓછા કેસ એટલે કે ૧૪૭ કેસ નોંધાયા છે. દેત્રોજ, માંડલ, વીરમગામમાંથી નવ કેસ નોંધાયા છે. મહાનગરના ચાર દર્દીઓના કોવિડના સંક્રમણથી મૃત્યુ થયાનું જાહેર કરાયું છે.

વડોદરા શહેરમાંથી નવા ૭૫ કેસ નોંધાયા છે જ્યારે ગ્રામ્યમાંથી ૧૫ કેસ આવ્યા છે. શહેરના એક દર્દીનું મૃત્યુ કોરોનાથી થયું છે. આ જ રીતે રાજકોટ શહેરમાંથી ૪૯ કેસ અને જિલ્લામાંથી નવા ૩૦ કેસ મળી કુલ ૭૯ કેસ નોંધાયા છે. જિલ્લાના બે દર્દીના મૃત્યુ થયાનું સરકારે સ્વીકાર્યું છે. સૌરાષ્ટ્રના અન્ય સંક્રમિત મહાનગરમાં જામનગરમાંથી નવા ૨૨ કેસ તેમજ એક દર્દીના મૃત્યુની પુષ્ટી સરકારે કરી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી ચાર નવા કેસ આવ્યા છે. ભાવનગર શહેરમાંથી ૧૮ કેસ નવા નોંધાયા છે, પરંતુ બે દર્દીઓના મૃત્યુ પણ આ સાથે થયા છે. જિલ્લામાંથી ૨૦ કેસ ઉમેરાયા છે. જૂનાગઢમાં કુલ ૧૬ કેસ છે એમાં શહેરમાંથી ૧૧ કેસનો સમાવેશ થાય છે.

પાટનગર ગાંધીનગરમાંથી નવા નવ કેસ મળ્યા છે, પરંતુ ગાંધીનગર, માણસા, કલોલ અને દહેગામ તાલુકામાંથી એક સાથે નવા ૩૫ કેસ મળતાં આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. આ તાલુકાઓમાં હવે ગામડાઓમાં ચેપ પ્રસરી રહ્યો છે અને એના લીધે રોજેરોજ નવા કેસ મળી રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના એક દર્દીનું મૃત્યુ પણ થયું છે.

દાહોદ નગર અને લીમખેડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હવે ચેપ મોટા પ્રમાણમાં પ્રસરી ગયો હોય તેમ રોજેરોજ નવા મહોલ્લાઓમાંથી કેસ આવી રહ્યા છે. દાહોદમાં એક જ દિવસમાં નવા ૩૮ દર્દીઓ સંક્રમિત સ્થિતિમાં મળ્યા છે. ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠાના દીયોદર, ધાનેરા, પાલનપુર, વાવ, લાખાણી, કાંકરેજ અને ડીસામાંથી નવા ૩૪ કેસ મળ્યા છે એની સાથે સુરેન્દ્રનગરના પાટડી, મુળી, થાનગઢ, ધ્રાંગધ્રા, વઢવાણમાંથી નવા ૩૨ કેસ નોંધાયા છે. અમરેલીમાં લાઠી લીલાયા, ધારી સહિતના વિસ્તારમાં હવે ચેપ પ્રસર્યો છે નવા ૨૬ કેસ નોંધાયા છે. નવસારીમાંથી ૨૧ કેસ મળ્યા છે.


July 28, 2020
hasmukh_patel.jpg
1min13090

ગુજરાતમાં ઓનલાઇન શિક્ષણ વિવાદમાં IPS હસમુખ પટેલની Tweet ઘણી પ્રસ્તુત થઇ પડે છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હાલમાં ઓનલાઇન શિક્ષણના મુદ્દે વાલીઓ, સ્કુલ સંચાલકો અને સરકાર વચ્ચે સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં ગુજરાતમાં જાણિતા પોલીસ અધિકારી હસમુખ પટેલે કરેલી એક ટ્વીટ ઘણી પ્રસ્તુત થઇ પડે છે.

આઇ.પી.એસ. હસમુખ પટેલ, ગુજરાત રાજ્ય

IPS હસમુખ પટેલ કે જેઓ પેરેન્ટીંગ ફોર પીસ સંદર્ભની પ્રવૃતિઓમાં પણ સક્રીય છે એમણે ટ્વીટમાં જણાવ્યું છે કે જો સુવિધાઓથી જ શિક્ષણ થતું હોત તો હું અભણ હોત., તૂટેલા પતરાંની છત વાળા એક વર્ગખંડમાં એક શિક્ષકથી ચાલતી ચાર ધોરણની શાળામાં હું ભણ્યોછું.

ગુજરાત કેડરના આઇપીએસ હસમુખ પટેલે આ ટ્વીટ કોઇને ઉદ્દેશીને કે અનુસંધાને ભલે ન કરી હોય પરંતુ, હાલ ચાલી રહેલા ઓનલાઇન શિક્ષણના વિવાદમાં આ ટ્વીટ ઘણી પ્રસ્તુત થઇ પડે છે. વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળા સંચાલકો, સરકાર સમેત તમામને માટે હસમુખ પટેલ સાહેબની ટ્વીટ અનેક મેસેજ આપી જાય છે.

આ બધી ફરીયાદોનો એક જ જવાબ ટ્વીટમાંથી મળે છે

  • ઇન્ટરનેટ કનેક્ટીવીટી નથી
  • મોબાઇલ ફોન નથી
  • ઝુમ એપ્લિકેશન નથી
  • ટેલિવિઝન નથી
  • ટેલિવિઝન છે પણ ચેનલનું પેકેજ નથી
  • ફી નથી ભરાતી એટલે ઓનલાઇન શિક્ષણ બંધ
  • વગેરે જેટલા સવાલો એટલાનો આ એક જ ટ્વીટ ઉત્તર છે
July 28, 2020
Coronavirus-death.jpg
1min6190

વિશ્વના આંગળીના વેઢે પણ ગણવા ન પડે તેટલા કોરોનાપીડિત દેશોમાં સ્થાન પામી ચૂકેલાં ભારતમાં તા.27મી જુલાઇના ચોવીસ કલાક દરમિયાન અમેરિકા અને બ્રાઝિલથી પણ વધુ મૃત્યુ થયાં હતાં.

તા.27મી જુલાઇને સોમવારના દિવસ દરમિયાન અમેરિકામાં 445 અને બ્રાઝિલમાં 556 સામે ભારતમાં 708 મોત થયાં હતાં. આમ, ભારતમાં કોરોનાથી જીવ ખોનાર સંક્રમિતોની સંખ્યા 32,771 પર પહોંચી ગઇ છે.

છેલ્લા 24 કલાકમાં વિક્રમી 49,931 નવા કેસ સામે આવતાં દર્દીઓનો આંક 14,46,000થી ઉપર પહોંચી ગયો છે. દેશમાં કુલ 4,85,114 સંક્રમિતોનો ઇલાજ ચાલી રહ્યો છે.’

ભારતમાં સોમવારે સતત પાંચમા દિવસે 45 હજારથી વધુ નવા કેસ સામે આવતાં આરોગ્ય તંત્રની ચિંતા વધી છે. છેલ્લા 24 કલાકમાં 32 હજાર જેટલા દર્દી વાયરસમુક્ત થતાં કુલ 9,17,567 દર્દી સાજા થઇ ચૂક્યા છે એ ધ્યાને લેતાં રિક્વરી રેટ અર્થાત્ દર્દીઓ સાજા થવાનો દર પણ વધીને 63.92 ટકા થઇ ગયો છે.

ભારતીય તબીબ સંશોધન પરિષદ (આઇસીએમઆર)ના જણાવ્યાનુસાર દેશમાં કુલ 1,68,06,803 દર્દીના નમૂનાના પરીક્ષણ થઇ ચૂક્યાં છે. દરમ્યાન, કેન્દ્ર સરકારે સોમવારે જણાવ્યું હતું કે, ભારતમાં કોવિડ-19થી મૃત્યુ થવાના દરમાં ધીમે ધીમે ઘટાડો આવી રહ્યો છે. અત્યારે મૃત્યુદર માત્ર 2.28 ટકા છે.

દેશમાં સૌથી વધુ કોરોનાગ્રસ્ત’ રાજ્ય મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કુલ 3,75,799 કેસ સામે આવી ચૂક્યા છે. ત્યારબાદ તામિલનાડુમાં 2,13,723 અને દિલ્હીમાં 1,30,606 કેસ નોંધાઇ ચૂકયા છે, તો આંધ્રપ્રદેશમાં 96,298 અને કર્ણાટકમાં 96,141 સંક્રમિતો સામે આવી ચૂક્યા છે.
મહારાષ્ટ્ર પોલીસને પરેશાન કરતા કોરોના વાયરસથી સોમવારે વધુ 101 પોલીસકર્મી સંક્રમિત થયા હતા. આમ, કુલ 8584 પોલીસ જવાન સંક્રમિત થઇ ચૂક્યા છે.

July 27, 2020
hanuman-beniwal.jpg
1min7750

તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની કોરોનાની તપાસ કરવાની માગ કરનારા રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના નાગૌર સાસંદ હનુમાન બેનીવાલ પોતે જ કોરોનાની અડફેટે ચઢી ગયા છે. તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર આ અંગે જાણ કરી છે.

આરએલપી અધ્યક્ષ નાગૌરના સાંસદ સભ્ય છે. અહીં ભારતીય જનતા પાર્ટીએ બેનીવાલને સપોર્ટ કર્યો હતો જેથી તેઓ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. રાજસ્થાન વિધાનસભામાં પણ તેમની પાર્ટીના ત્રણ ધારાસભ્યો છે. આ અગાઉ તેઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની કોરોનાની તપાસ કરવાની માગ કરીને વિવાદોમાં સંપડાયા હતા.

હનુમાન બેનીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, કોરોનાના લક્ષણ અનુભવાતા મેં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને મારી પત્ની કનિકાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મારી અપીલ છે કે છેલ્લા 10 દિવસોમાં જેટલા પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે અને મારા નજીકના લોકો જે વારંવાર મારા સંપર્કમાં આવ્યા હોય તેવા લોકો ક્વોરન્ટાઈન થઈ જાય.

July 27, 2020
corona_india.jpg
1min5000

દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 48661 નવા કોરોના મામલા સામે આવ્યા હતા અને 705 લોકોનાં મોત થયાં હતાં. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ મામલાનો આંકડો 13,85,522 થયો છે જ્યારે મૃતકોનો આંક પણ વધીને 32,063 થયો છે. જ્યારે કોવિડ19ઈન્ડિયા વેબસાઈટ અનુસાર દેશમાં 24 કલાકમાં નવા કેસનો આંક પહેલી વખત 50,000ને પાર પહોંચી ગયો હતો. જેના પરિણામે રવિવારે આ લખાય છે ત્યાં સુધીમાં કોરોનાના કુલ કેસ 1426753એ પહોંચ્યા હતા તેમજ 9.12 લાખ લોકો રિકવર થયા હતા અને 32698 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

આ અગાઉ સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કરેલા આંકડાઓ અનુસાર 8,85,577 લોકો કોવિડ-19ને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસ 4,67,882 રહ્યા છે.
દેશમાં એક તરફ જ્યાં કોરોનાના મામલા સતત વધી રહ્યા છે ત્યારે સરકાર અનુસાર ભારત સતત પોતાની ટેસ્ટિંગ ક્ષમતા વધારી રહ્યું છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) અનુસાર ગઈકાલ સુધી કોરોના વાયરસ માટે કુલ 1,62,91,331 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 24 કલાકમાં કરાયેલા ટેસ્ટિંગની સંખ્યા 4,42,263 હતી.. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતે છેલ્લા એક સપ્તાહમાં પ્રતિદિવસ 3.50 લાખ પરીક્ષણ કર્યાં છે.

મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વધુમાં વધુ ટેસ્ટિંગ, ટેસ્ટ, ટ્રેક એન્ડ ટ્રીટની રણનીતિ બનાવવાની સલાહ આપી છે. જેનાથી આરંભના દિવસોમાં પોઝિટિવ’ મામલાઓની સંખ્યા વધી શકે છે,’ પરંતુ અંતમાં મામલાઓમાં ઘટાડો જોવા મળશે. કેન્દ્રએ દિલ્હીમાં આ લક્ષ્ય હાસલ કર્યું છે.

વીતેલા 24 કલાકમાં જ 705 લોકોનાં મોત થયાં તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 257, તામિલનાડુમાં 89, કર્ણાટકમાં 72, આંધ્રપ્રદેશમાં 52, પશ્ચિમ બંગાળમાં 42, ઉત્તર પ્રદેશમાં 39, દિલ્હીમાં 29, ગુજરાતમાં 22, બિહારમાં 14, ઝારખંડમાં 12, રાજસ્થાનમાં 11 અને ઓરિસ્સામાં 10 મોતનો સમાવેશ થાય છે. આ સિવાય પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં 9-9, મધ્યપ્રદેશમાં 8, હરિયાણામાં 7, કેરળમાં 5, ગોવામાં 4, છત્તીસગઢ, પોંડીચેરી, ઉત્તરાખંડ અને નાગાલેન્ડમાં 3-3 જ્યારે આસામ અને લદ્દાખમાં 1-1 દર્દી કોરોનાનો ભોગ બન્યા હતા. દેશની રાજધાની નવી દિલ્હીમાં કોવિડ-19ના 1,142 નવા મામલા સામે આવ્યા બાદ અત્યાર સુધી 1.29 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. દિલ્હીમાં કોવિડ-19ને કારણે મૃત્યુઆંક 3806 થયો છે. તામિલનાડુમાં 24 કલાકમાં 6988 નવા મામલા સામે આવ્યા બાદ આ મહામારીથી સંક્રમિતોનો કુલ આંક 2,06,737 થયો હતો. મૃત્યુઆંક પણ વધીને 3409 થયો છે.

કોરોના કેસ: શહેરોને પાછળ રાખી દેતાં ગામડાં
અમદાવાદ, તા.26: ગુજરાતમાં સતત છઠ્ઠા દિવસે કોરોના વાયરસના 1 હજારથી વધુ કેસ નોંધાયા છે. સાથે સાથે ગુજરાતમાં’ પ્રથમવાર છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સર્વોચ્ચ 1110 કેસ નોંધાવા પામ્યા છે. સાથે ગુજરાતમાં કોરોના કેસનો કુલ આંક’ 56 હજાર નજીક અર્થાત’ 55822 થયો છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 46 વ્યક્તિને કોરોના સંક્રમણ થઇ રહ્યું છે.

આજે પ્રથમ વાર શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસો વધુ નોંધાવા પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 1110 કેસમાંથી 533 શહેરોમાં અને 577 ગ્રામ્ય વિસ્તારમાં નોંધાવા પામ્યા છે.

ગુજરાતમાં અત્યાર સુધીના સર્વોચ્ચ કોરોના દર્દીઓ વેન્ટિલેટર પર નોંધાયા છે. હાલ 13031′ એકિટવ કેસ છે. જેમાં 85 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકનાં વધુ 21 સાથે કોરોનાથી કુલ મરણાંક 1326 થયો છે.

24 કલાક દરમિયાન નોંધાયેલા 1110 કેસમાંથી સુરત 299 સાથે’ સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક 11672 થયો છે. એ જ રીતે અમદાવાદ શહેરમાં 152 અને ગ્રામ્યમાં 11 નવા કેસ’ મળીને કુલ 163 કેસ સામે આવ્યા છે.’ જેને લઇને અમદાવાદમાં કુલ કેસનો આંક 25771 થયો છે. જ્યારે વડોદરામાં 92, રાજકોટમાં 72,’ બનાસકાંઠા 35, દાહોદ 30, ગાંધીનગર 29, નર્મદામાં 26, પાટણ અને છોટાઉદેપુર 22-22, કચ્છમાં 20, ભરૂચમાં 19, મહેસાણા, પંચમહાલ અને નવસારીમાં 18-18, વલસાડમાં 15, સાબરકાંઠામાં 14, આણંદમાં 11, ખેડા-9, તાપી-9, ડાંગ-6, અરવલ્લી અને મહીસાગરમાં 3-3 કેસ નોંધાવા પામ્યા છે. નોંધનીય બાબત છે કે આજે ગુજરાતમાં 33 જિલ્લામાં કોરોના કેસ નોંધાયા છે.

ગુજરાતમાં વિતેલા 24 કલાક દરમિયાન 21 કોરોના દર્દીઓને કોરોના ભરખી ગયો છે. જેમાં સૌથી વધુ સુરતમાં 12, અમદાવાદમાં 3, વડોદરામાં 2 મૃત્યુ નોંધાવા પામ્યા છે. જુલાઇ માસમાં આજના નવા 12 મોત સાથે સુરતમાં મોતનો આંક 200 થયો છે. જ્યારે અમદાવાદમાં નવા 3 મોત સાથે જુલાઇ માસમાં 134 થયો છે. વડોદરામાં 3 નવા મોત સાથે જુલાઇ માસમાં 20 મૃત્યુ નોંધાયા છે.

July 27, 2020
corona-gujarat.jpg
1min4860

ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણે હવે મહાનગરોની સાથોસાથ ગામડાઓમાં વ્યાપક રીતે પગપેસારો કર્યો છે. ચાલુ માસના અંતમાં હવે બાકી રહેલા નિયંત્રણોમાં વધુ છુટછાટની તૈયારીઓ ચાલી રહી છે એવા સમયે નગરો, ગામડાઓમાં બેફામપણે વકરી રહેલા ચેપથી રાજ્યમાં આજે પહેલી વખત ૫૫ ટકા કેસ નોંધાયા છે જ્યારે મહાનગરોમાં ૪૫ ટકા કેસ નવા ઉમેરાયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં વિક્રમી ૧૧૧૦ કેસમાંથી ૫૩૩ કેસ આઠ મહાનગરોમાંથી તેમજ ૫૭૭ કેસ ગ્રામ્ય વિસ્તારોમાંથી નોંધાયા છે. અલબત્ત ૨૧ મૃત્યુમાંથી ૧૨ મૃત્યુ મહાનગરોમાંથી તેમજ નવ મૃત્યુ ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા છે.

શનિવાર સાંજથી રવિવાર સાંજ સુધીમાં કોરોના સંક્રમિત લોકોને શોધવા માટે ૨૧૭૦૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આને પગલે ૧૧૧૦ કેસ મળી આવ્યા છે. છેલ્લા ૨૬ દિવસમાં ૨૨મી વખત નવા વિક્રમી કેસ ગુજરાતમાં ઉમેરાયા છે. એમાં સૌથી વધારે સુરત મહાનગરમાંથી ૨૦૧ કેસ ગ્રામ્યના ૯૮ કેસ મળી કુલ ૨૯૯ કેસનો સમાવેશ થાય છે. મહાનગરમાં ૭ અને ગ્રામ્યના ૫ મળી કુલ ૧૨ દર્દીઓના કોવિડ-૧૯ના લીધે મૃત્યુ થયાનું સરકારે જાહેર કર્યું છે. આ જ પ્રમાણે અમદાવાદ મહાનગરમાંથી ૧૫૨ કેસ અને ગ્રામ્યના ૧૧ મળી કુલ ૧૬૩ કેસ જાહેર થયા છે એમાં મહાનગરના ૩ દર્દીના મૃત્યુ થયા છે.

વડોદરામાં છેલ્લા એક મહિનાથી રોજેરોજ કેસ વધી રહ્યા છે. મહાનગરમાંથી નવા ૭૯ કેસ આવ્યા છે જ્યારે જિલ્લાના ૧૩ મળી ૯૨ કેસ તેમજ એક એક દર્દીના મૃત્યુ જાહેર કરાયા છે. અમદાવાદને અડીને આવેલા મહાનગર ગાંધીનગરમાંથી નવા ૬ કેસ તેમજ ગ્રામ્યમાંથી ૧૩ મળી કુલ ૧૯ કેસ પોઝિટિવ મળ્યા છે જ્યારે એક દર્દીનું મૃત્યુ થયું છે.

સૌરાષ્ટ્રના મહાનગરો-જિલ્લાની સ્થિતિ જોઇએ તો સૌથી વધારે સંક્રમિત રાજકોટ મહાનગરમાંથી ૫૨ નવા કેસ ઉમેરાયા છે જ્યારે ગોંડલ, ધોરાજી સહિતના ગ્રામ્ય વિસ્તારમાંથી ૨૦ કેસ આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારના એક દર્દીનું મૃત્યુ થયું છે. જૂનાગઢ મહાનગરમાંથી ૧૮ મળી કુલ વીસ કેસ, ભાવનગર શહેરમાંથી ૧૭ મળી કુલ ૩૧ કેસ, જામનગર મહાનગરમાંથી એક દર્દીનું મૃત્યુ સાથે નવા ૮ કેસ અને ગ્રામ્યના ૬ કેસ નોંધાયા છે.

જિલ્લાઓમાં સૌથી વધારે કેસ સુરતના ગ્રામ્ય વિસ્તાર પછી અમરેલીમાં એક સાથે ૩૯ કેસ નોંધાયા છે. અમરેલી શહેર ઉપરાંત લાઠી, લીલીયા, ધારી જેવા તાલુકાઓમાંથી એક સાથે કેસ મળતાં હાહાકાર મચી ગયો છે. આ જ રીતે બનાસકાંઠા જિલ્લાના દીયોદર, ડીસા, ધાનેરા, લાખેણી, વાવમાંથી કુલ ૩૫ કેસ નોંધાયા છે. નર્મદામાં રાજપીપળા, નાંદોદ, ડેડીયાપાડા, ગરુડેશ્વરમાંથી ૨૬ કેસ આવ્યા છે તો પડોશી દાહોદ જિલ્લાના લીમખેડા, દાહોદ નગરમાંથી ૩૦ કેસ નવા પોઝિટિવ મળ્યા છે.

સુરેન્દ્રનગરના પારડી, વઢવાણ, મુળીમાંથી ૨૪ કેસ, છોટાઉદેપુરમાંથી એક સાથે ૨૨ કેસ નોંધાયા છે. પાટણ નગર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાંથી ૨૨ કેસ, કચ્છમાંથી ૨૦ કેસ, ભરૂચ ૧૯ કેસ મળ્યા છે. મહેસાણા, ગીર સોમનાથ, નવસારીમાંથી ૧૮-૧૮ કેસ નોંધાયા છે. પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ૧૮ કેસ આવ્યા છે. વલસાડમાં પારડી, વાપી, ધરમપુરમાંથી નવા ૧૫ કેસ, સાબરકાંઠાના ઇતર, હિંમતનગર, પ્રાંતિજમાંથી ૧૪ કેસ, આણંદમાંથી ૧૧, મોરબીમાંથી ૧૦, ખેડા, તાપીમાંથી ૯-૯, ડાંગમાંથી એક સાથે ૬ કેસ, બોટાદમાંથી ૫, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, મહીસાગર ૩-૩ કેસ, પોરબંદરમાંથી ૨ કેસ નોંધાયા છે. મોરબીમાં એક દર્દીનું મૃત્યુ થયાનું જાહેર કરાયું છે.

રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૧૭૦૮ ટેસ્ટ સાથે અત્યાર સુધીમાં ૬,૪૨,૩૭૦ જેટલા ટેસ્ટ કરાયા છે એમાંથી ૫૫૮૨૨ પોઝિટિવ દર્દી મળી આવ્યા હતા. આ પૈકી ૫૭૩ પાછલા ચોવીસ કલાકમાં ડિસ્ચાર્જ થતાં કુલ આંક ૪૦,૩૬૫ સુધી પહોંચ્યો છે જે કુલ કેસના ૭૨.૩૧ ટકા જેટલો થાય છે. આની સામે ૨૩૨૬ દર્દીઓના અત્યાર સુધી કોવિડ તથા કોવિડ સાથે અન્ય બિમારીને લીધે મૃત્યુ થયા છે. હાલ એક્ટિવ કેસ ૧૩૧૩૧ સુધી પહોંચ્યા છે એમાં ૮૫ દર્દીને વેન્ટીલેટર ઉપર મુકવા પડ્યા છે એ સિવાયના ૧૩૦૪૬ સ્ટેબલ છે.

ગુજરાતમાં દર 10 હજાર કેસની ગતિ

પહેલા 10 હજાર કેસ – 59 દિવસ

બીજા 10 હજાર કેસ – 22 દિવસ

ત્રીજા 10 હજાર કેસ – 19 દિવસ

ચોથા 10 હજાર કેસ – 14 દિવસ

પાંચમા 10 હજાર કેસ – 11 દિવસ

July 26, 2020
CIA_Live_Logo_New2.jpg
2min6550

NRI અને NRG ને ગુજરાતમાં અભ્યાસ માટે આકર્ષવા Study In Guj. સરકારી મિશન

Jayesh Brahmbhatt 98253 44944

કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના સારા, લોકહિતના પ્રોજેક્ટસમાં સુરત, દક્ષિણ ગુજરાતને અન્યાય થયાનો ઘટનાક્રમ કંઇ નવો નથી. દાયકાઓથી આપણે સાંભળી રહ્યા છીએ કે સુરતને કે દક્ષિણ ગુજરાતને અન્યાય કરીને અન્યોને મહત્વ આપવામાં આવી રહ્યું છે. હવે શિક્ષણમાં પણ આ સડો પેસી ગયો હોવાનું જણાય આવે છે.

ગુજરાતના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં અમદાવાદ ખાતે સક્રીય એવા સરકારી અધિકારીઓ અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓના ધંધાદારી સંચાલકોની એક ધરી કામ કરી રહી છે જે દક્ષિણ ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓને અન્યાય કરી રહી છે. આવા લોકોને દક્ષિણ ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓની પ્રગતિ આંખમાં કણાની માફક ખૂંચે છે. યેનકેન પ્રકારે કેટલાક અધિકારીઓ અને અમદાવાદ મધ્યગુજરાતની કેટલીક પ્રાઇવેટ યુનિવર્સિટીઓના સંચાલકોની ધરી દક્ષિણ ગુજરાતની સંસ્થાઓને પ્રતિનિધિત્વ ન મળે એ માટે સક્રીય છે.

દક્ષિણ ગુજરાતમાં અનેક સારી કોલેજો, સારા કોર્સ ચાલી રહ્યા છે, આ કોલેજોમાં વિદેશી વિદ્યાર્થીઓ કે બિન નિવાસી ગુજરાતી વિદ્યાર્થીઓ પ્રવેશ ન લે એ માટે તેમને માહિતી જ ન મળે તેવી ગોઠવણમાં દક્ષિણ ગુજરાતના વિરોધીઓની લોબી સતત કામ કરી રહી છે. સ્ટડી ઇન ગુજરાત મિશનમાં અમદાવાદની લગભગ દરેક પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તેમજ કોલેજો સુદ્ધાને સમાવવામાં આવ્યા છે. ઇવન વેબીનારમાં અમદાવાદની આર્ટસ કોલેજના આચાર્યને વકતા બનાવાયા છે પણ દક્ષિણ ગુજરાતની યુનિવર્સિટીનું પત્તુ ધરાર કાપી નાંખવામાં આવ્યું છે.

સ્ટડી ઇન ગુજરાત મિશનમાંથી દક્ષિણ ગુજરાતનો એકડો કાંઢી નંખાયો

ગુજરાત સરકારે ગુજરાતમાં આવેલી કોલેજો અને યુનિવર્સિટીઓમાં એન.આર.આઇ. તેમજ એન.આર.જી. એટલેકે બિન નિવાસી ગુજરાતીઓને ગુજરાત આવીને ભણવા માટે આકર્ષવા એક મિશન હાથ ધર્યું છે. આ મિશનનું નામ આપવામાં આવ્યું છે સ્ટડી ઇન ગુજરાત. સ્ટડી ઇન ગુજરાતની પાર્ટનર યુનિવર્સિટીઓમાં કે પાર્ટનર ઇન્સ્ટીટ્યુટ્સમાં દક્ષિણ ગુજરાતમાંથી એકમાત્ર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને સ્થાન આપવામાં આવ્યું છે અને એ પણ સમખાવા પૂરતું નામ અપાયું છે કેમકે આ અંગે યોજવામાં આવેલા વેબીનારમાંથી તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો એકડો કાઢી નંખાયો છે. એકેય વક્તા કે પ્રતિનિધિત્વ કે પ્રેઝન્ટેશન આપવા માટે દક્ષિણ ગુજરાતની ચાર યુનિવર્સિટીઓ પૈકી એકેયનું નામ કે પ્રતિનિધિને સમાવાયો નથી.

  • વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
  • ઉકા તરસાડીયા યુનિવર્સિટી, સુરત (બારડોલી-મહુવારોડ)
  • ઓરો યુનિવર્સિટી, સુરત
  • પી.પી. સવાણી યુનિવર્સિટી, સુરત (અંકલેશ્વર-કોસંબા)

સ્ટડી ઇન ગુજરાત સેમિનાર તા.25 જુલાઇના શિડ્યુલમાં એકેય દક્ષિણ ગુજરાતમાંથી નહીં

આજે તા.26 જુલાઇના શિડ્યુલમાં એકેય દક્ષિણ ગુજરાતમાંથી નહીં

આ છે સ્ટડી ઇન ગુજરાત મિશન

Also Read