Alert Archives - Page 234 of 511 - CIA Live

July 18, 2020
somnath_temple-1280x720.jpg
1min5600

બાર જ્યોર્તિલિંગ પૈકીના એક અને ગુજરાતના સૌરાષ્ટ્ર ખાતે આવેલા સોમનાથ મહાદેવ મંદિરનું સંચાલન કરી રહેલા સોમનાથ ટ્રસ્ટે આગામી સપ્તાહથી શરૂ થઇ રહેલા પવિત્ર શ્રાવણ મહિનામાં ભાવિકોની ઉમટતી ભીડને જોતા મંદિરના સમય તેમજ દર્શન વ્યવસ્થામાં ફેરફાર કર્યા છે. દૂર દૂરથી દર્શનાર્થે જતા લોકોએ ફેરફારો ધ્યાનમાં લઇને તેમની યાત્રાનું આયોજન કરવું.

  • શ્રાવણ મહિનામાં સવારે 6.00 કલાકે મંદિર ખોલવામાં આવશે.
  • શનિવાર, રવિવાર તેમજ સોમવારે સમયમાં વધારો કરવામાં આવશે.
  • શ્રાવણ મહિનો હોવાના કારણે રાતે 9.15 સુધી મંદિર ખુલ્લું રાખવામાં આવશે.
  • બહારથી આવતા શ્રદ્ધાળુઓ પણ સરળતાથી દર્શન કરી શકે તે માટે દર્શન વ્યવસ્થા તેમજ સમય વધારવાનો નિર્ણય લેવાયો હોવાનું સોમનાથ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા જણાવાયું હતું.

July 17, 2020
breaking_CIA-1280x831.jpg
4min4630

આજરોજ તા.17મી જુલાઇ 2020ના રોજ ભારતમાં કોરોનાના કુલ કેસ 10 લાખ એટલેકે એક મિલિયનની સંખ્યાને આબી ગયા છે.

  • Confirmed 1,003,832
  • Deaths 25,602
  • Recovered 6,35,757
  • Active 342,473

StateConfirmRecoveredDeath
MH28428111194158140
TN1563692236107416
DL118645354597693
KA51422103219729
GJ45481208932103
UP43441104626675
TG4101839627295
AP3804449219393
WB36117102321415
RJ2717453819970
HR2400232218185
BR2176419714018
MP2037868914127
AS197544812888
OR153927910877
JK121562226446
KL10275374862
PB90942306277
CG4732213451
JH4624422513
UK3982502995
GA3108191817
TR228331604
MN176401129
PY174322947
HP137711984
Leh11471970
NL9160391
CH65111476
DAMAN DIU5522371
AR5433153
ML377266
MZ2720160
SK243088
AN1800133
July 17, 2020
corona_india.jpg
1min4900

દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક સતત વધી રહ્યો છે તેવી જ રીતે હવે કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શુક્રવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો દસ લાખને ઓળંગી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 34956 કેસ નોંધાતા કુલ કેસ 1003832 થઈ ગયા છે.

જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ 63.34 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 22942 લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને 635757 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં 687 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 25602 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શુક્રવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 342473 એક્ટિવ કેસ છે.

દેશમાં કોરોના વાયરસના સૌથી વધારે 284281 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યારે 11194 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 156369 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 2236 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં 118645 કેસ નોંધાયા છે જ્યારે 3545 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતને પાછળ છોડીને કર્ણાટક આ યાદીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. કર્ણાટકમાં અત્યાર સુધીમાં 51422 કેસ નોંધાયા છે જ્યારે 1032 લોકોના મોત થયા છે. જ્યારે ગુજરાતમાં 45569 લોકો સંક્રમણમાં આવ્યા છે ત્માંથી 2091 લોકો મોતને ભેટી ચૂક્યા છે.

July 17, 2020
corona-gujarat.jpg
1min4540

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૯૧૯ નવા પોઝિટિવ કેસ મળી આવ્યા છે બીજી તરફ ૮૨૮ દર્દીઓને આઇસીએમઆરની ગાઇડલાઇન્સ મુજબ ડિસ્ચાર્જ કરાયા છે. આ સમયગાળામાં અમદાવાદ અને સુરતમાં પાંચ પાંચ મળી કુલ ૧૦ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. આ બન્ને શહેર-જિલ્લામાં અનુક્રમે નવા ૧૮૧ તથા ૨૬૫ કેસ નવા ઉમેરાયા છે. આ સિવાયના શહેર-જિલ્લામાં કેસ વધ્યા છે, પરંતુ કોવિડ-૧૯થી એકપણ દર્દીના મૃત્યુની આજે આરોગ્ય વિભાગના બુલેટિનમાં જાહેરાત કરવામાં આવી નથી.

જોકે, છેલ્લા પંદર દિવસથી સતત ૮૦૦-૯૦૦ કેસની રફતારના લીધે કુલ પોઝિટિવ કેસનો આંક રોકેટ ગતિએ વધીને ૪૫૦૦૦ને પાર થઇ ૪૫૫૬૭ સુધી પહોંચ્યો છે. જ્યારે ડિસ્ચાર્જની સંખ્યા પણ વધીને કુલ ૩૨૧૭૪ થઇ ગઇ છે. અલબત્ત, મૃત્યુ આંક છેલ્લા વીસેક દિવસથી નવી ગાઇડલાઇન્સના લીધે રોજેરોજ વધતો ઘટ્યો છે. કુલ ૨૦૯૧ દર્દીના મૃત્યુ થયા છે જે સમગ્ર દેશમાં કેસની સંખ્યાના પ્રમાણમાં સૌથી વધારે છે.

July 16, 2020
covid_test.jpg
1min4910

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે તા.16મી જુલાઇના રોજ પત્રકારોને જણાવ્યું હતું કે અમે હવે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ માટેના નિયમો સુધારી દીધાં છે.

નવા નિયમો મુજબ હવે ગુજરાત રાજ્યમાં હવે કોઇ પણ વ્યક્તિ માત્ર એમબીબીએસ તબીબના પ્રિસ્ક્રિપ્શનને આધારે ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ કરાવી શકશે.

અમદાવાદ મેડિકલ એસોસિએશને કરેલી વિનંતીને પગલે ગુજરાત સરકારે તા.14મી જુલાઇએ મંગળવારે બહાર પાડેલાં નવા નિયમ મુજબ હવેથી સરકારી સમિતિની મંજૂરી લેવી જરૂરી રહેશે નહીં.

અગાઉના નિયમ મુજબ માત્ર એમડી ડોક્ટર અને તે પણ કોરોનાના લક્ષણ ધરાવતા દર્દી કે અત્યંત જરૂરી હોય તેવી સર્જરી, ડાયાલિસીસ કે અન્ય આરોગ્યલક્ષી સારવાર અને પ્રસૂતિના કેસમાં જે તે દર્દીના કોરોના ટેસ્ટને પ્રિસ્ક્રાઇબ કરી શકતા હતા. આ પ્રિસ્ક્રિપ્શન જિલ્લા સ્તરની કે શહેર સ્તરની સમિતિને મોકલવાનું રહેતું અને મંજૂરી પછી ટેસ્ટ થતો હતો. હવે આ નિયંત્રણો રહેશે નહીં.

July 16, 2020
corona-gujarat.jpg
1min4600

કોરોનાનું સંક્રમણ તો વધતું જ જઈ રહ્યું છે પરંતુ રાહત આપનારી વાત એ પણ છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 791 જેટલા દર્દીઓ કોરોનાના સંક્રમણને હરાવીને સ્વસ્થ થયાં છે. જેથી હવે રાજ્યમાં કોવિડ-19 વાયરસને હરાવીને કુલ 31346 જેટલા દર્દીઓ સ્વસ્થ થયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 4,87,707 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 11221 થયાં છે. જેમાંથી 68 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 11153ની હાલત સ્ટેબલ છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 3,50,281 વ્યક્તિઓને ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. જે પૈકી 3,47,754 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે તો 2,527 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. જ્યારે રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 4, ભાવનગર કોર્પોરેશન અને સુરતમાં 1-1, તેમજ નવસારી અને ગાંધીનગરમાં પણ 1-1 દર્દીઓ મોતને ભેટતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 2081 થયો છે.

July 16, 2020
rajkot-earthquake.jpg
1min5160

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઘણાં ભાગોમાં સવારે 7.40 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ રાજકોટથી 22 કિલોમીટર દૂર હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 નોંધાઈ છે. સવારમાં આવેલા ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ગભરાહટનો માહોલ સર્જાઈ ગયો છે.

રાજકોટ સિવાય તેની આસપાસના અમરેલી, જેતપુર, સાવરકુંડલા, વડીયા કોટડાસાંગાણી, ગોંડલ વગેરે પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપના આંચકા અનુભવાતા ગભરાયેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સવારમાં ભૂંકપ આવ્યો હોવાથી શરુઆતમાં ઘણાં લોકોને ચક્કર આવતા હોવાનો પણ અહેસાસ થયો હતો. જોકે, એક ઘરના તમામ સભ્યોને આ પ્રકારના અનુભવ બાદ આ આંચકા ભૂકંપના હોવાનું માલુમ પડતા લોકો પોતાના ઘરની બહાર ખુલ્લામાં દોડી ગયા હતા.

ભોંયતળીયે રહેતા લોકો કરતા એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને ભૂકંપના આંચકાની અનુભૂતિ વધારે થઈ હતી. આ ભૂંકપના આંચકાનું કેન્દ્ર બિંદુ રાજકોટથી ગોંડલ તરફ જવાના માર્ગે 22 કિલોમીટર દૂર હતું.

July 16, 2020
twitter-hacked.jpg
1min4630

હેકર્સે દુનિયાના દિગ્ગજ નેતાઓ, જાણીતી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને કંપનીઓના ટ્વિટર હેન્ડલ હેક કરી લીધા છે. હેકર્સે જે લોકોના ટ્વિટર એકાઉન્ટ્સ હેક કર્યાં છે તેમાં માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ, એમેઝોનના કો ફાઉન્ડર જેફ બેજોસટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક, અમેરિકાના રેપર કાન્યે વેસ્ટ, અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ, વોરેન બફેટ, એપલ, બિઝનેસમેન એલન મસ્ક, અમેરિકી નેતા જો બિડનનો સમાવેશ થાય છે. 

આ દિગ્ગજો અને કંપનીઓના એકાઉન્ટ્સ હેક કરીને તેના પર એક ખાસ પ્રકારનો મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો છે. આ તમામ એકાઉન્ટ્સ પરથી બિટકોઈનના પ્રમોશનને લગતો એક મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ મેસેજમાં હેકરે એક લિન્ક પણ મુકી હતી જેના પરથી બિટકોઈનની લેણદેણ કરી શકાય છે. જોકે, આ મેસેજીસને તાત્કાલિક ધોરણે ડિલિટ પણ કરી દેવામાં આવ્યા હતા. 

July 16, 2020
corona_india.jpg
1min4240

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ગુરૂવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 968876 સુધી પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 32695 નવા કેસ નોંધાયા છે. 

જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ 63.25 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 20783 લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને 612815 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં 606 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 24915 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે ગુરૂવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 331146 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 275640 કેસ નોંધાયા છે જ્યારે 10928 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 151820 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 2167 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં 116993 કેસ નોંધાયા છે જ્યારે 3487 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતને પાછળ છોડીને કર્ણાટક આ યાદીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. કર્ણાટકમાં અત્યાર સુધીમાં 47253 કેસ નોંધાયા છે જ્યારે 928 લોકોના મોત થયા છે. જ્યારે ગુજરાતમાં 44650 લોકો સંક્રમણમાં આવ્યા છે ત્માંથી 2081 લોકો મોતને ભેટી ચૂક્યા છે. 

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 13545388 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 583965 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 7551514 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 5409909 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.

July 15, 2020
SAPUTARAINTERNATIONAL.jpg
1min9640

સુરતના જાણિતા ઉદ્યોગપતિ મહેન્દ્રભાઇ કતારગામવાળાએ સેવેલું સ્વપ્ન સુપેરે સાકાર

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતના જાણિતા ઉદ્યોગપતિ શ્રી મહેન્દ્રભાઇ કતારગામવાળાના સાનિધ્યમાં સાપુતારા ખાતે શરૂ થયેલી ડાંગ જિલ્લાની સૌથી પહેલી સેન્ટ્રલ બોર્ડ એફિલિયેટેડ સ્કુલ, સાપુતારા ઇન્ટરનેશનલ સ્કુલના ધો.10ના પહેલા બેચના તમામે તમામ વિદ્યાર્થીઓ આજે જાહેર થયેલા સેન્ટ્રલ બોર્ડના ધો.10ના પરીણામમાં ઉર્તિણ જાહેર થતાં પહેલા જ બેચનું શાળાનું પરીણામ 100 ટકા આવ્યું છે.

મહેન્દ્રભાઇ કતારગામવાળાની ખ્વાહીશ હતી કે સાપુતારા ખાતે એક અવ્વલ દરજ્જાની માળખાગત સુવિધાઓ સાથે ડાંગ જિલ્લાની પહેલી સેન્ટ્રલ બોર્ડ એફિલિયેશન ધરાવતી શાળા વિકસાવવામાં આવે

ડાંગ જિલ્લાના બાળકો ઉપરાંત સમગ્ર દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓને સાપુતારા ગીરીમથકના માહોલ વચ્ચે ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણ મળે તે હેતુથી સેન્ટ્રલ બોર્ડ એફિલિયેટેડ હોય તેવી શાળા શરૂ કરવાનું આયોજન સુરતના જાણિતા ઉદ્યોગપતિ અને સાધના ગ્રુપ ઓફ સ્કુલ્સના સ્થાપક શ્રી મહેન્દ્રભાઇ કતારગામવાળાએ પાર પાડ્યું હતું. જોતજોતામાં આ શાળાએ સિદ્ધીઓ સર કરવા માંડી, અને આ વર્ષે સાપુતારા ઇન્ટરનેશનલ સ્કુલનો ધો.10નો પહેલો બેચના વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડની પરીક્ષામાં બેઠા હતા. આ તમામે તમામ વિદ્યાર્થીઓ સફળ રહ્યાની માહિતી શાળા મેનેજમેન્ટ બોર્ડના શ્રી શરદભાઇ બારોટે આપી હતી.