CIA ALERT

Alert Archives - Page 222 of 521 - CIA Live

October 22, 2020
bonus.jpg
1min13080

કેન્દ્ર સરકારે બુધવારે તેમના ૩૦.૬૭ લાખ કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી હતી. આ બોનસ એક અઠવાડિયાની અંદર આપવામાં આવશે, જેનાથી તહેવારની સિઝનમાં માગમાં વધારો થશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયની જાહેરાત કરતા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આ જાહેરાતથી ઓછામાં ઓછા ૩૦.૬૭ લાખ બિન-ગેઝેટેડ કર્મચારીઓને લાભ થશે. કુલ ૩,૭૩૭ કરોડ રૂપિયા બોનસ આપવામાં આવશે.

રેલવે, પોસ્ટઑફિસ, ઇપીએફઓ, ઇએસઆઇસીના તેમ જ સરકારી કર્મચારીઓને આનો લાભ મળશે. દુર્ગા પૂજા પહેલા ઉત્પાદનશીલતા આધારિત બોનસ આપવામાં નહીં આવે તો રેલની અવરજવર બ્લોક કરી દેવામાં આવશે એવી બે મોટા રેલવે વર્કર્સ એસોસિયેશન્સે ધમકી આપી હતી.

October 21, 2020
ambaji_temple-1280x720.jpg
1min6360

આદ્યશક્તિ મા અંબેના નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. અંબાજી મુકામે વિશાળ સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે ઉમટી રહ્યા છે ત્યારે યાત્રિકોની ધાર્મિક ભાવના લક્ષમાં લઇ બનાસકાંઠા કલેક્ટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વ્રારા દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.

અંબાજીમાં નવરાત્રિ દરમિયાન શ્રદ્ધાળુઓનો ધસારો વધતા દર્શનના સમયમાં વધારો કરાયો છે. જેથી હવે મંદિર રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે. દર્શન સવારે- ૭.૩૦ થી ૧૧.૪૫ , દર્શન બપોરે- ૧૨.૧૫ થી ૧૬.૧૫ , દર્શન સાંજે- ૭.૦૦ થી ૧૧.૦૦ રાત્રે નો સમય રાખવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માતાજીની સવારની આરતીનું ૭.૦૦ થી ૭.૩૦ અને સાંજની આરતી ૬.૩૦ થી ૭.૦૦ વાગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ તેમજ ફેસબુક, ટ્વિટર, યુ-ટ્યુબ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવે છે.

કોરોના મહામારી અંતર્ગત સરકારની ગાઇડલાઇન અન્વયે અંબાજી દેવસ્થા ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે સેનેટાઇઝેશન તથા સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકોને કોવિડ-૧૯ની માર્ગદર્શિકા અનુસાર દર્શન વ્યવસ્થામાં સહયોગ આપવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.

October 21, 2020
childlabour.jpg
1min5950

ગુજરાતમાં ખેતરોમાં સવા લાખથી વધુ બાળકો ખેત મજૂરી કરતા હોવાના ઘટસ્ફોટ એક એનજીઓ દ્વ્રારા કરવામાં આવ્યો છે. મોટાભાગે આદિવાસી, ગુજારાતમાં કપાસિયા ખેતરોમાં ગેરકાયદેસર નોકરી કરે છે, એમ એક શહેર સ્થિત એનજીઓએ દાવો કર્યો છે.

રાજ્યના મજૂર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ એનજીઓ દ્વારા નિર્દિષ્ટ વિસ્તારોમાં તેમની ટીમો મોકલશે અને જો કોઈ ગેરરીતિ જણાશે તો કાર્યવાહી કરશે.

સેન્ટર ફોર લેબર રિસર્ચ એન્ડ એક્શનના સુધિર કટિયારે સોમવારે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે બીજ કંપનીઓ દ્વારા ખેડૂતોને ઓછા ભાવો ચૂકવવામાં આવતા મુખ્ય કારણો છે કે ખેડૂતો ખેતરોમાં ક્રોસ પરાગનયન કાર્ય માટે પુખ્ત વયના બદલે બાળકોને રોજગારી આપી રહ્યા છે.”એક અધ્યયન મુજબ આદિવાસી બાળકોને એક દિવસના કામ માટે માત્ર ૧૦ રૂપિયા ચૂકવવામાં આવે છે, જેના માટે એક પુખ્ત મજૂરી કરનાર સ્થાયી થાય છે. આશરે ૧.૩૦ લાખ બાળકો કપાસના ખેતરોમાં મજૂરી કરે છે, એમ કટિયારે દાવો કર્યો હતો.

આશરે ૧૦ વર્ષ પહેલા ઉત્તર ગુજરાતના પ્રદેશમાં આવા ખેતરોમાં બાળ મજૂરી વિરુદ્ધ રાજ્ય સરકારની કડક કાર્યવાહી બાદ, કપાસિયા ઉદ્યોગ ઉત્પાદને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી ખેતરોમાં ખસેડ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું. કટિયારે જણાવ્યું હતું કે, જોકે બદલીને કારણે દક્ષિણ રાજસ્થાનથી સ્થળાંતર અને બાળકોના ટ્રાફિકિંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, કપાસિયા ઉદ્યોગમાં બાળ મજૂરી ચાલુ છે, કારણ કે સ્થાનિક આદિજાતિ બાળકો હવે ખેતમજૂરો તરીકે રોકાયેલા છે. આ ગેરકાયદેસર પ્રથાને રોકવા માટે, બીજ કંપનીઓએ કપાસિયા ઊપજ માટે ખેડૂતોને વધુ સારા ભાવ આપવાનું વિચારવું જોઇએ, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “અમે સરકારને વિનંતી પણ કરીએ છીએ કે ઉદ્યોગમાં બદલાયેલી રીતની નોંધ લે અને બાળ મજૂરી રોકવા માટે નવી રણનીતિ ઘડીએ.

રાજ્યના નાયબ શ્રમ આયુક્ત એમ. સી. કારિયાએ આ અંગે જણાવ્યું હતું કે તેઓ કટિયારે ઊભા કરેલા મુદ્દાની નોંધ લીધી છે અને જરૂર પડ્યે કાર્યવાહી કરવામાં આવશે.

અધિકારીએ જણાવ્યું હતું, “અમારા વિભાગે અગાઉ ઉત્તર ગુજરાતના પ્રદેશમાં બાળ મજૂરી અને હેરાફેરીની આખી ચેઇન તોડી નાખી હતી. આ પ્રવૃત્તિ પર નજર રાખવા માટે અમે નિયમિતપણે ડ્રાઇવ ચલાવીએ છીએ,” અધિકારીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું, “હું આ વિસ્તારોમાં ટીમો મોકલીશ અને જો કોઈ ગેરરીતિ મળી આવે તો કાર્યવાહી કરીશ.

October 21, 2020
SGCCI.jpg
3min5190

Jayesh Brahmbhatt 98253 44944

ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI ના વર્તમાન અધ્યક્ષ શ્રી દિનેશ નાવડીયા અને તેમની ટીમ આજરોજ તા.21મી ઓક્ટોબરે SGCCIનો 81મો સ્થાપના દિન શાનદાર રીતે ઉજવી રહી છે. આજે ચેમ્બર ઓફ કોમર્સના સ્થાપના દિને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખો સમેત ગણ્યમાન્ય ઉદ્યોગપતિઓ સાથે સ્નેહમિલન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

SGCCI has a strong base of more than 9000+ direct members, 100+ associations & indirect membership more than approx 65,000+ from a wide spectrum of trade and industry.

સ્થાપના દિને પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાએ સંકલ્પ વ્યક્ત કર્યો

SGCCI સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વર્તમાન પ્રેસિડેન્ટ શ્રી દિનેશ નાવડીયાએ કહ્યું કે SGCCI એ સધર્ન ગુજરાત, સમગ્ર દક્ષિણ ગુજરાતનું કાર્યક્ષેત્ર ધરાવતી સંસ્થા છે. 81મા સ્થાપના દિને મારી ટેન્યોરે મેં અને મારી ટીમે સંકલ્પ કર્યો છે કે SGCCIની પ્રેઝન્સ એકલા સુરત શહેર કે જિલ્લામાં નહીં અને એકલા ટેક્સટાઇલ, ડાયમંડ કે બાંધકામ ઉદ્યોગમાં નહીં બલ્કે દક્ષિણ ગુજરાતમાં વિસ્તાર પામેલા દરેક પ્રકારના ઉદ્યોગો, ધંધાઓ, રોજગારોના પ્રશ્નોના નિરાકરણોમાં, નવીનતમ તકો સર્જવામાં, કામદારોના વેલ્ફેર વગેરેમાં જોવા મળશે.

દિનેશ નાવડીયાએ કહ્યું કે ચેમ્બર ઓફ કોમર્સ દરેક પ્રકારના ઉધોગ ધંધાના વેલ્ફેર માટે, પ્રશ્નોના નિરાકરણ માટે કટિબદ્ધ છે. અને અમે એ દિશામાં આગળ વધી રહ્યા છે. ચેમ્બરનું પ્લેટફોર્મ દરેક ઉધોગધંધાના વિકાસ માટે ઉપલબ્ધ બને એ માટે દક્ષિણ ગુજરાતમાં તબક્કાવાર રીતે તમામ ઉદ્યોગ ધંધાઓને સાંકળી લઇને આખું નેટવર્ક ઉભું કરવામાં આવશે.

આજે ચેમ્બરનો ૮૧મો સ્થાપના દિવસ.૨૧ ઓક્ટોબર, ૧૯૪૦ના રોજ માત્ર ૧૬ સભ્યોથી શરૂ થયેલી ચેમ્બર ઓફ કોમર્સ આજે ૯૫૦૦થી વધુ સભ્યો ધરાવે છે અને ૧૫૦થી વધુ એસોસિએશનોનું પીઠબળ ધરાવે છે. આ નિમિત્તે બુધવાર, તા. ૨૧ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ સાંજે ૬:૦૦ કલાકે પ્લેટીનમ હોલ, સુરત એક્ઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ચેમ્બરના હયાત તમામ ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ અને સ્વર્ગસ્થ ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓના પરિવારજનોનો સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ૮૧ મા સ્થાપના દિન નિમિત્તે ૮૧ નવા સભ્યો ચેમ્બરમાં ઉમેરાશે. પરંતુ સભ્ય બનવા માટેનો ઉત્સાહ તેની પરાકાષ્ઠાએ હોવાને કારણે ૧૧૨ આજીવન સભ્યો, ૧ પેટ્રન સભ્ય અને ૩ વાર્ષિક સભ્યો આમ કુલ ૧૧૬ સભ્યોને વિધિવત પ્રવેશ આપવામાં આવશે.

આ પ્રસંગે વાત કરતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી દિનેશભાઈ નાવડીયાએ જણાવ્યું હતું કે કોઈપણ સંસ્થાની મજબૂત ઈમારતના પાયામાં તેના શિલ્પીઓનો ફાળો ખૂબ અગત્યનો અને મહત્વનો રહેતો હોય છે. આજે તો ચેમ્બર ૪૦થી વધુ સભ્યોનો સ્ટાફ ધરાવે છે પરંતુ એક સમય એવો હતો જયારે માત્ર ત્રણ કર્મચારીઓ સાથે આ ચેમ્બરનું સંચાલન થતું હતું. પરંતુ જેમ જેમ વર્ષો વિતતા ગયા તેમ તેમ ચેમ્બરની પ્રવૃત્તિઓ વિસ્તરતા આવક વધતી ગઈ અને તેને કારણે સ્ટાફ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધતું ગયું. જેના કારણે આજે આ નાનકડો છોડ મોટું વૃક્ષ બની ગયું છે.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી આશીષભાઈ ગુજરાતીએ જણાવ્યું

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી આશીષભાઈ ગુજરાતીએ આ દિવસે પોતાના દિલની વાતો કરતા જણાવ્યું હતું કે આ ચેમ્બર એક એવી ચેમ્બર છે કે ૮૦ વર્ષ પૂરા થઇ ગયા હોવા છતાં પણ તેને રાજકીય રંગ લગાડવાનો પ્રયાસ કોઈએ કર્યો નથી. એટલું જ નહિ, રાજકીય પક્ષોએ પણ પુખ્તતા રાખીને ચેમ્બરમાં રાજકારણને લાવવાનો પ્રયાસ કર્યો નથી. તેથી આ ચેમ્બર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સર્વસ્વીકૃત બિનરાજકીય ઔદ્યોગિક સંગઠન બની શકી છે.

ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી શ્રી નિખિલભાઈ મદ્રાસીએ જણાવ્યું….

ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી શ્રી નિખિલભાઈ મદ્રાસીએ જણાવ્યું હતું કે સંસ્થાના સ્થાપના કાળના મહાજનોએ સંસ્થાને આર્થિક રીતે પગભર કરવા માટે ફરી ફરીને પોતાની ઝોળીઓ ફેલાવી હતી. એટલે એમના પ્રદાનને ક્યારેય પણ ભૂલી શકાય જ નહિ. ચેમ્બરે એક્ઝીબીશનની શરૂઆત વનિતા વિશ્રામના પ્રાંગણમાંથી કરી હતી અને ત્યારે સ્ટોલ ભેગા કરવા માટે તે સમયના પ્રમુખ અને હોદ્દેદારો સંસ્થાએ સંસ્થાએ ફરતા અમોએ જોયા છે. અનેક તકલીફો વચ્ચે જાતે શારીરિક શ્રમ કરીને આ એક્ઝીબીશનોને સફળ બનાવવાના પ્રયત્નો થયા હતા. જેને કારણે આજે સમગ્ર ભારતના એકમાત્ર ૧,૧૬,૦૦૦ સ્ક્વેર ફૂટના પિલરલેસ ડોમમાં અમો એક્ઝીબીશનનું આયોજન કરી શકીએ છીએ. જેને માટે ભૂતકાળના શિલ્પીઓએ નાંખેલો મજબૂત પાયો જવાબદાર છે.

ચેમ્બર ઓફ કોમર્સના વર્તમાન ખજાનચી શ્રી મનીષભાઈ કાપડિયાએ જણાવ્યું

ચેમ્બર ઓફ કોમર્સના વર્તમાન ખજાનચી શ્રી મનીષભાઈ કાપડિયાએ જણાવ્યું હતું કે અમે તો ખૂબ યુવાન છીએ. અમે અમારા વડીલોને કામ કરતા જોઈ જોઇને શીખ્યા છે. અને એમના રસ્તે આગળ વધી રહ્યા છીએ. સંસ્થાન સ્થાપના કાળના મહાનુભાવોએ કરેલા સંઘર્ષની અમે કલ્પના પણ નથી કરી શકતા. માત્ર આ તકે તેઓને લાખ લાખ સલામ કરીએ છીએ. જેઓ સ્વર્ગસ્થ થયા છે તેઓના આશીર્વાદ અમોને અવિરત મળ્યા જ કરે અને જેઓ હજી પણ કાર્યરત છે તેવા ભૂતપૂર્વ પ્રમુખો અમને પ્રેરણાના પીયુષ સતત પૂરા પાડ્યા જ કરે એવું અમો ઈચ્છીએ છીએ.

સ્થાપના દિને યોજાયો સ્નેહમિલન સમારોહ

SGCCIના આજે 81માં સ્થાપના દિવસે ચેમ્બરના વર્તમાન વહીવટકર્તાઓ પ્રમુખ શ્રી દિનેશ નાવડીયા, ઉપપ્રમુખ શ્રી આશિષ ગુજરાતી, સેક્રેટરી શ્રી નિખીલ મદ્રાસી અને ખજાનચી શ્રી મનિષ કાપડીયા અને તેમની ટીમ દ્વારા ચેમ્બરના માનવંતા પૂર્વ પ્રમુખો તેમજ ગણ્યમાન્ય ઉદ્યોગપતિઓ સાથે એક સ્નેહમિલન સમારોહનું આયોજન સાંજે કર્યું છે.

Principal Objectives

The Southern Gujarat Chamber of Commerce and Industry shall strive to be a world class Chamber of Commerce by:

  • Representing views of Trade and Industry to various levels of Government
  • Networking Global Trade and commerce to benefit  members.
  • To promote Quality Systems in the Trade and Industry that meet world class levels and standards.
  • Promoting Trade and Industry Internationally through linkages.
  • Instituting Recognition Schemes for Individuals and Companies to promote excellence.
  • To upgrade technical know-how in the Trade and Industry through various Seminars, Conferences and Workshops.

October 20, 2020
CIA_Live_Logo_New2.jpg
3min10130

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નીટ-2020નું પરીણામ જાહેર થયા બાદ તમામ સ્તરે ચર્ચાઓ ફક્ત એમ.બી.બી.એસ. અને ડેન્ટલમાં પ્રવેશ અંગેની જ ચાલી રહી છે. જે વિદ્યાર્થીઓના નીટમાં સ્કોર ઓછા આવ્યા છે અને જે વિદ્યાર્થીઓ કમનસીબે નીટ ક્લીયર (ક્વોલિફાય) નથી કરી શક્યા તેમના અંગે કોઇ વિચારતું જ નથી પરીણામ લેખકે અહીં એવા વિદ્યાર્થીઓનું વિચારને વિકલ્પો રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.

ફિઝિયોથેરાપી

વિશ્વભરમાં હાલ ફિઝિયોથેરાપી સૌથી વધુ વ્યાવસાયિક અને ધંધાકીય અભ્યાસક્રમ મનાય રહ્યો છે. ભારતમાં ફિઝિયોથેરાપી કાઉન્સિલ બનાવવામાં આવે ત્યાં સુધી લોકો એ કોર્સને ક્રેડિબલ નથી સમજતા પરંતુ, લોકોની વાત સાંભળ્યા વગર આ કોર્સમાં જવું જોઇએ જે સ્વતંત્ર વ્યવસાયથી લઇને બિઝનેસ અને જોબ ત્રણેયમાં અર્થોપાર્જન કરાવી શકે તેવી ક્ષમતા છે. ગુજરાતમાં ફિઝિયોથેરાપી માટે ફ્કત ધો.12 બી ગ્રુપના માર્કસ ધ્યાનમાં લેવામાં આવે છે. કોઇ પ્રવેશ પરીક્ષાનો સ્કોર અનિવાર્ય નથી.

ફાર્મસી

કોવીડ-19 પછી વિશ્વભરમાં ફાર્મસી કોર્સની ડિમાન્ડ વધી છે. ફાર્મસીમાં આજે અનેક ફેક્ટર્સ છે જેમકે રિસર્ચ, એગ્રોફાર્મા, માર્કેટિંગ, એનાલિટીક્સ, સેલિંગ સેક્ટર વગેરે. ટૂંકમાં આ એવું ફિલ્ડ છે કે તેમાં ક્યારેય મંદી આવવાની નથી. બી.ફાર્મ. બાદ માસ્ટર્સ, સ્પેશિયલાઇઝેશન કે પી.જી. અનેક પ્રકારના કોર્સ ઉપલબ્ધ છે.

બાયોટેક્નોલોજી

બાયોટેક્નોલોજી વિષય એ અત્યંત આધુનિક અને બાયોલોજીના પ્યોર સાયન્સનો સબ્જેક્ટ છે જેમાં રિસર્ચ પ્રાથમિક પેરામિટર્સ છે. બાયોટેક્નોલોજીનો ઉપયોગ જમીનથી આસમાન એટલે કે ખેતીથી લઇને એરોપ્લેન સુધીની પ્રક્રિયાઓમાં થઇ રહ્યો છે. બાયોટેક્નોલોજીમાં ફાઉન્ડેશન એટલે કે બી.એસસી. કે એમ.એસસી. કર્યા બાદ ફોરેન્સિક, જીનેટિક્સ, ફાર્માસ્યુટિકલ્સ, એગ્રિકલ્ચર, એમ્બ્રિયોલોજી, સ્ટેમસેલ થેરાપી વગેરે અનેક પ્રકારના પી.જી. કોર્સ કરીને સારામાં સારી જોબ કે વ્યવસાયિક બની શકાય છે.

એન્વાયરન્મેન્ટલ સાયન્સ

એન્વાયરન્મેન્ટલ સાયન્સ એટલો વિશાળ વિષય છે કે જેમાં એ અને બી ગ્રુપ બન્ને માટે જુદા જુદા પ્રકારના ખાસ વોકેશનલ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. બી.એસસી. એન્વારન્મેન્ટલ સાયન્સ એ પર્યાવરણને સ્પર્શતો અને હાલમાં વૈશ્વિક સ્તરનો પેચિદો પ્રશ્ન હોઇ, આ કોર્સની ડિમાન્ડ આગામી દિવસોમાં જોવા મળશે.

વેટરનરી એક્સપર્ટ

પશુ ચિકિત્સા ક્ષેત્રને શરમજનક ગણતા લોકો એક ખાસ પ્રકારના વ્યવસાયથી વંચિત રહી જાય છે. કેમકે હાલમાં વેટરનરી એક્સપર્ટસની ડીમાંડ એકલા ભારતમાં જ નહીં વિશ્વભરમાં વર્તાય રહી છે. ભારત જ્યારે ખેતી પ્રધાન દેશ છે અને વેટરનરી કોર્સીસ ફક્ત સરકારી યુનિવર્સિટીઓને જ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે ઓછી ફીમાં સારામાં સારો અભ્યાસક્રમ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓએ આ કોર્સને નજર અંદાજ ન કરવો જોઇએ.

એગ્રિકલ્ચર સાયન્સ

ભારત કૃષિ પ્રધાન દેશ હોવાના નાતે અહીં બાયો અગ્રિકલ્ચરના નિષ્ણાંતોની સખત ડિમાન્ડ છે. બી.એસસી. બાયો એગ્રિકલ્ચર કોર્સમાં કરનારાઓને સારી જોબની તકો મળી રહે છે.

ઓપ્ટોમેટ્રી

ઓપ્થેલમોલોજિસ્ટના આસિસ્ટન્ટ કહો કે આખોના બાહ્યસ્ક્રિનીંગ જેવી પ્રક્રિયામાં ઓપ્ટોમેટ્રી અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્સને પણ ધ્યાનમાં લેવો જોઇએ.

  • ઇન્સ્ટ્રીયલ કેમેસ્ટ્રી
  • ઓર્ગેનિક કેમેસ્ટ્રી
  • મેડીકલ લેબ ટેકનોલોજી
  • નેચરોપેથી
  • ઓક્યુપેશનલ થેરાપી
  • બાયોમેડીકલ સાયન્સ
  • માઇક્રોબાયોલોજી
  • નર્સિંગ

Courses Run by Different Universities in India

  • Bachelors in Anesthesiology and Intensive Care Technology
  • Bachelors in Audiometric Technology
  • B.Sc Blood Banking Technology
  • B.Sc Blood Transfusion Technology
  • B.Sc Cardiac Technology
  • B.Sc Dialysis Technology
  • B.Sc Endoscopy and Gastrointestinal Imaging Technologies
  • B.Sc in Medical Laboratory Technology
  • B.Sc in Medical Imaging Technology
  • B.Sc in Orthopedic Technology
  • B.Sc in Paramedical Technology
  • B.Sc in Radiology and Imaging Technology
  • B.Sc Respiratory Care Technology
  • Bachelor in Speech Therphy
  • Bachelor in Prosthetics and Orthotics
  • Bachelors in Physician Assistantship Training

આવા અનેક પ્રકારના કોર્સમાં નીટ કે ગુજકેટ વગર ધો.12ના પરીણામના આધારે પ્રવેશ મળી રહે છે.

October 20, 2020
schoolgirlsoldiers.jpg
2min17380

જામનગરના બાલાચડી સ્થિત સૈનિક સ્કુલ છોકરીઓને ધો.6માં પ્રવેશ આપશે : આજ 20/10 થી એપ્લિકેશન શરૂ

જામનગરના બાલાચડીમાં આવેલી સૈનિક સ્કૂલ 2021થી કન્યાઓને પણ એડમિશન : પ્રથમ 10 દિકરીઓને ધો.6માં પ્રવેશથી શરૂઆત

ગુજરાતના જામનગરથી 32 કિમી સ્થિત બાલાચડી ખાતે કાર્યરત ગુજરાતની એક માત્ર સૈનિક સ્કુલમાં આગામી શૈક્ષણિક વર્ષથી કન્યાઓને પ્રવેશ આપવામાં આવશે. ધો.12 પછી આર્મી, નેવી, એરફોર્સમાં ઉચ્ચઅભ્યાસ અને નોકરીની તક માટે નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ની તૈયારી કરી શકે એ માટે બાલાચડી ખાતે સૈનિક સ્કુલની સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં અત્યાર સુધી ફક્ત બોયઝ (છોકરાઓ)ને પ્રવેશ અપાતો હતો. પંરતુ, હવે આગામી વર્ષથી 10 છોકરીઓને પ્રવેશ સાથે કન્યાઓ માટે સૈનિક સ્કુલના દ્વાર ખોલવામાં આવ્યા છે. કન્યાઓ તરફથી કેવો રિસ્પોન્સ મળે છે તેના આધારે ભવિષ્યના વર્ષોમાં કન્યાઓની સંખ્યા વધારવામાં આવશે.

જામનગરના બાલાચડી સ્થિત સૈનિક સ્કુલમાં કન્યાઓ માટેની કુલ બેઠકો પૈકી 67% બેઠકો ગુજરાતની શાળાઓની છોકરીઓ માટે રિઝર્વ રાખવામાં આવશે.

છોકરાઓ અને છોકરીઓએ સૈનિક સ્કુલમાં પ્રવેશ મેળવવા શું કરવું

ગુજરાતના જામનગર અને દેશભરમાં આવેલી 33 સૈનિક સ્કુલોમાં ધો.6 અને ધો9માં પ્રવેશ ફાળવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા એક પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે જેનું નામ All India Sainik Schools Entrance Examination (AISSEE) 2021 છે. આ પરીક્ષામાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા.20મી ઓક્ટોબરથી શરૂ થઇ છે. જે 19 નવેમ્બર સુધી ચાલશે.

આાગમી શૈક્ષણિક સત્ર માટેની ઓનલાઈન એડમિશન પ્રક્રિયા આજ તા.20 ઓક્ટોબર 2020થી શરુ થશે અને 19 નવેમ્બર સુધી રહેશે. 10 જાન્યુઆરી, 2021ના રોજ પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.

ધો.6 અને ધો.9 માં પ્રવેશ માટે 10 જાન્યુઆરી 2021ના રોજ પરીક્ષા લેવાશે

2018માં ભારતના સંરક્ષણ મંત્રાલયે દેશની 33 સૈનિક સ્કૂલોમાંથી કેટલીક સ્કુલોમાં કન્યાઓને પ્રવેશ આપવાનો સૈદ્ધાંતિક નીતિ વિષયક નિર્ણય લેવાયો હતો જેના ભાગરૂપે ગુજરાતના બાલાચડી સ્થિત સૈનિક સ્કુલમાં કન્યાઓના પ્રવેશને મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સૈનિક સ્કૂલ બાલાચડીના પ્રિન્સિપાલ ગ્રુપ કેપ્ટન રવિન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ‘નિયમ પ્રમાણે, કુલ ખાલી જગ્યાના 10 ટકા અથવા ઓછામાં ઓછા 10, બંનેમાંથી જે વધારે હશે તે છોકરીઓ માટે અનામત રહેશે. અમારે ત્યાં દર વર્ષે 60 જેટલી ખાલી જગ્યા રહે છે તેથી આગામી શૈક્ષણિક વર્ષથી 10 છોકરીઓને એડમિશન આપવામાં આવશે. ગુજરાત માટે 67 ટકા અનામત રહેશે અને SC, ST, OBC માટે અનામત નિયમો મુજબ લાગુ કરવામાં આવશે’.

October 18, 2020
adm_guide-1280x874.jpg
1min20400

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મેડીકલ અને ડેન્ટલના પહેલા વર્ષમાં પ્રવેશ માટેની ભારતની સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ-2020નું પરીણામ જાહેર થઇ ગયા બાદ થોડા જ દિવસોમાં ગુજરાતમાં નીટ- સ્કોરથી પ્રવેશ મળે એ મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને નેચરોપેથી કોર્સમાં પ્રવેશ માટેની ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ધો.12 બાયોલોજી પાસ વિદ્યાર્થીઓ જો ઉપરોક્ત અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તો તેમણે કયા ડોક્યુમેન્ટસ હાથ પર રાખવાના છે એની વિગતો ખુદ એડમિશન કમિટીએ જાહેર કરી છે જે અત્રે પ્રસ્તુત છે.

એડમિશન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશ તેમજ અન્ય માહિતી માટે એડમિશન કમિટીની આ વેબસાઇટ સતત જોતા રહો

http://medadmgujarat.org/ug/home.aspx

October 18, 2020
jacinda-ardern-1280x853.jpg
1min6360
Jacinda Ardern's Labour Party sweeps New Zealand election | South China  Morning Post

કોરોના મહામારી સામેની લડાઇમાં સફળ નેતૃત્વ કરી વિશ્વ સામે ઉદાહરણ બનનાર ન્યૂઝીલેન્ડની વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને ચૂંટણીમાં ભારે બહુમતીથી વિજય મેળવ્યો છે. આ ચૂંટણી પહેલા 19 સપ્ટેમ્બરે યોજાનાર હતો, પરંતુ કોરોના મહામારીની ગંભીરતાને લીધે લંબાવવામાં આવી હતી. 

ન્યૂઝીલેન્ડના ઇતિહાસમાં કોઇપણ રાજકીય પાર્ટીએ આટલી મોટી વિશાળ જીત ક્યારેય મેળવી નથી. દેશવાસીઓના દિલ જીતનાર જેસિન્ડા એર્ડર્ન ફરી એકવાર દેશનું નેતૃત્વ સંભાળી રહ્યા છે.

એર્ડર્નની સેન્ટર-લેફ્ટ લેબર પાર્ટીએ 87 ટકા વોટમાંથી 48.9 ટકા વોટ મેળવી જીત હાંસલ કરી હતી. જીત પર જેસિન્ડાનું કહેવુ હતું કે દેશવાસીઓએ લેબર પાર્ટીને 50 વર્ષમાં સૌથી વધારે સમર્થન આપ્યુ છે. તેમણે કહ્યુ હતું કે દેશ સામે મુશ્કેલીનો સમય આવનારો છે પરંતુ પાર્ટી દરેક દેશવાસી માટે કામ કરશે. મુખ્ય વિપક્ષી દળ નેશનલ પાર્ટીને માત્ર 27 ટકા વોટ મળ્યા હતા. જે 2002 પછીનું તેનુ સૌથી ખરાબ પ્રદર્શન રહ્યુ હતું. સૌથી રોચક બાબત એ છે કે ન્યૂઝીલેન્ડમાં કોઇપણ પાર્ટીએ એકતરફી બહુમતી ક્યારેય મેળવી નથી, જે જેસિન્ડાની પાર્ટીએ મેળવી છે. 

જેસિન્ડા પોતાના કાર્યકાળમાં વિશ્વસ્તરે ચર્ચાનો વિષય બની રહ્યા હતા અને અન્ય દેશોના નેતાઓને તેમની પાસેથી શીખ લેવા સલાહ અપાતી હતી. ન્યૂઝીલેન્ડમાં તેમના કાર્યકાળમાં આતંકી હુમલાથી માંડીને કુદરતી આપત્તિ જેવા પ્રતિકૂળ પરિબળોએ પડકાર ફેંક્યો હતો અને અંતમાં કોરોના મહામારી જેવો જટિલ પડકાર પણ જેસિન્ડા સરકારે પાર પાડ્યો.  

October 17, 2020
neetresults-1280x1168.jpg
1min10730

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઓરિસ્સાના શોએબ આફતાબ 720માંથી 720 માર્ક્સ તેમજ દિલ્હીની આકાંક્ષા સિંહે પણ NEETની પરીક્ષામાં 720માંથી 720 માર્ક્સ મેળવ્યા

NEET Result 2020: Here is why Aftab got 1st rank while Akansha got 2nd

તા.16મી ઓક્ટોબર 2020ના રોજ જાહેર થયેલા નીટ 2020 પરીક્ષાના પરીણામમાં કુલ 13 લાખ 40 હજાર પૈકી શોએબ આફતાબ નામનો એક છોકરો અને આકાંક્ષા સિંહ નામની દિલ્હીની એક છોકરી બન્નેએ કુલ 720માંથી 720 માર્કસ મેળવ્યા છે. આમ છતાં છોકરા શોએબ આફતાબ ને પહેલો નંબર ઓલ ઇન્ડિયા રેન્ક 01 આપવામાં આવ્યો જ્યારે છોકરી આકાંક્ષાસિંહ ને ઓલ ઇન્ડિયા રેન્ક 02 આપવામાં આવ્યો.

છોકરો અને છોકરી બન્નેને ફુલ માર્ક, હાઇએસ્ટ, સેન્ટ પરસેન્ટ માર્કસ મેળવ્યા છતાં છોકરીને બીજો રેન્ક કેમ મળ્યો. આ અંગે આખા દેશમાં ભારે ચર્ચાઓ ચાલી છેલ્લે એન.ટી.એ. (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)ના અધિકારીએ સ્પષ્ટતા કરવી પડી છે.

આકાંક્ષાસિંહની ઉંમર ઓછી હોવાથી તેને ફુલ માર્ક 720 હોવા છતાં બીજો રેન્ક આપવામાં આવ્યો

એન.ટી.એ.ના અધિકારીએ સ્પષ્ટતા આપતા કહ્યું કે બન્નેના માર્કસ સરખા હોય ત્યારે ઉંમરનો નિયમ જોવામાં આવે છે. આ કિસ્સામાં આકાંક્ષાસિંહની ઉંમર આફતાબ કરતા ઓછી હોવાથી તેને બીજો રેન્ક આપવો પડ્યો છે. આ નિયમો પૂર્વનિર્ધારિત હોય છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની ટાઈ-બ્રેકિંગ નીતિ (સમાન અંક મળવા પર વરિષ્ઠતાના આધારે રેન્ક નક્કી કરવી) અંતર્ગત ઓછી ઉંમર હોવાના કારણે તેને બીજી રેન્ક મળી. અધિકારીઓએ જણાવ્યું કે, ટાઈ-બ્રેકર નીતિમાં ઉંમર, વિષયોમાં માર્ક્સ્ અને ખોટા જવાબને ધ્યાનમાં લેવામાં આવે છે. આથી ઉંમરના આધાર પર રેન્કીંગ નક્કી કરવામાં આવ્યું હતું.

એન.ટી.એ.ના નિયમો મુજબ સમાન માર્ક્સ ની સ્થિતિ સર્જાય ત્યારે ટાઇ બ્રેકર તરીકે પહેલા કેમેસ્ટ્રી ગણતરીમાં લેવાય, એ સરખા હોય તો પછી બાયોલોજીના માર્ક્સની સરખામણી કરવામાં આવે છે. જો બંને વિષયોમાં સમાન માર્ક્સ હોય તો પછી પરીક્ષામાં ખોટા જવાબ પર વિચાર કરવામાં આવે છે. અહીં પણ નિર્ણય ન થવા પર ઉંમરને આધાર બનાવવામાં આવે છે.

October 17, 2020
neetresults-1280x1168.jpg
6min1826

NEET મેરીટનું આટલું સરળ ભાષામાં ગણિત શિક્ષણ સર્વદા પખવાડિક સિવાય કોઇ સમજાવી ન શકે

Jayesh Brahmbhatt 98253 44944

તા.16મીએ મોડીરાત્રે જાહેર થયેલા નીટ-2020ના પરીણામના પ્રાથમિક એનાલિસીસ કરતા જાણવા મળે છે કે 2019 કરતા 2020માં ઓલ ઇન્ડિયા રેન્ક (મેરીટ) ખૂબ ઉંચું આવ્યું છે. આની સાદી ભાષામાં સમજ આપતા કહી શકું કે નીટ-2019માં 588ના સ્કોર ધરાવતા ઉમેદવારનો ઓલ ઇન્ડિયા રેન્ક 10,500ની રેન્જમાં આવ્યો હતો. આની સરખામણીમાં નીટ-2020માં એટલો જ સ્કોર, 588 સ્કોર કરનાર ઉમેદવારનો મેરીટ રેન્ક છેક 25,700ની રેન્જમાં આવ્યો છે. (શિક્ષણ સર્વદા કાઉન્સેલિંગ 98253 44944)

હાયર મેરીટ રેન્કની સ્થિતિ વધુ સ્પષ્ટ કરતા કહી શકું કે 2019માં 97,000 ઓલ ઇન્ડિયા રેન્ક રેન્જ ધરાવતા ઉમેદવારનો સ્કોર 433 આસપાસ હતો, આ વખતે નીટ-2020ના પરીણામમાં એટલો જ 433 સ્કોર ધરાવતા ઉમેદવારનો રેન્ક 1,49,000 સુધી પહોંચી ગયો છે. આમ, મેડીકલ ડેન્ટલમાં મેરીટ ઉંચુ જવાના ચાન્સીસ હાલ તુરત દેખાઇ રહ્યા છે.

સુરતની આશાદીપ સ્કુલના વિદ્યાર્થી પ્રિયલ હિગરાજીયાએ 691નો સ્કોર કર્યો છે. આ સ્કોર મુજબ ગત વર્ષે 2019માં તેનો ઓલ ઇન્ડિયા રેન્ક 20-25 માં આવવો જોઇતો હતો તેની જગ્યાએ આ વખતે નીટ2020માં 691 માર્કે ઓલ ઇન્ડિયા રેન્ક 10 ઘણો વધીને 215 જેટલો આવ્યો છે.

(શિક્ષણ સર્વદા કાઉન્સેલિંગ 98253 44944)

નીચેના કોષ્ટક પરથી તમે પણ તમારો સ્કોર સરખાવી શકો

2019 Marks vs Rank

Marks rangeRank range
7011
690-68120-88
680-67199-214
670-661223-476
660-651568-930
650-640946-1714
639-6311809-2570
630-6212788-3956
620-6114074-5630
610-6015692-7580
600-5917784-10036
590-58110248-12898
580-57113064-16008
570-56116173-19478
560-55119967-23501
550-54123695-27650
540-53127994-32317
530-52132796-37464
520-51137780-38736
518-50838822-44553
507-49745023-51086
496-48651498-58114
485-47558214-65316
474-46465801-73197
463-45373337-81607
452-44282216-89872
441-43190825-99323
430-42099914-109429
419-409109937-120258
408-398121183-130881
397-387131606-142409
386-376143021-154839
375-365155526-166885
364-354168240-180534
353-343181904-194475
342-330196229-212737
329-319213657-228146
318-308229715-244438
307-297246358-262168
296-286264920-281164
285-275282209-301278
274-264301630-321670
263-253323239-342377
252-242345392-365681
241-231367875-389513
230-220390772-415591
219-209417086-443048
208-198444437-473780
197-187474172-504471
186-176505827-537501
175-165541048-576326
164-154578413-615798
144-134619072-700772
133-123704652-753821
122-112760098-815858
111-101816706-879718
100-90881132-950796
83-731000399-1071321
70-591094305-1168705
58-501174669-1228755
34-181318393-1374142
(શિક્ષણ સર્વદા કાઉન્સેલિંગ 98253 44944)

હવે આ પ્રમાણે ચિત્ર વધુ સ્પષ્ટ થશે

મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદિકમાં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સ્થિતિ સ્પષ્ટ થવાને હજુ વીસેક દિવસ લાગશે. પહેલા આ પરિબળો ક્લીયર થશે

  • ગુજરાતમાં કેટલી નવી કોલેજ કે કેટલી સીટો વધે છે, સીટ મેટ્રીક્સ જોવું અત્યંત મહત્વનું થઇ પડશે, સીટ મેટ્રીક્સમાં કેટેગરીવાઇઝ બેઠકોની માહિતી હોય છે. હાલમાં ફિઝિયોથેરાપી સહિતના પેરામેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ કામગીરી ચાલુ છે પરંતુ, અહીં સીટ મેટ્રીક્સ જાહેર કરાયું નથી. મેડીકલ-ડેન્ટલના વાલીઓએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે એડમિશન કમિટી સીટ મેટ્રીક્સની માહિતી આપે છે કે નહીં
  • ગુજરાતમાં કેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ફોર્મ ભરે છે
  • ગુજરાતમાંથી કેટલા વિદ્યાર્થીઓ 15 ટકા નેશનલ ક્વોટામાંથી પ્રવેશ મેળવે છે
  • ગુજરાતમાંથી કેટલા વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જશે

ઉપરોક્ત સ્થિતિઓ તબક્કાવાર ક્લીયર થશે. આમ છતાં, પ્રાથમિક દ્રષ્ટીએ આ વખતે મેડીકલ, પેરામેડીકલમાં કટઓફ ઉંચા જશે એ હાલ તુરત તો જોવાય રહ્યું છે.

ગુજરાત રાજ્યમાંથી 36,398 પરીક્ષાર્થીઓ ક્વોલિફાઇડ થયા, ક્વોલિફાઇડ થયા એ બધાને એડમિશન મળવાનું નથી

નીટ 2020 માટે ગુજરાતમાંથી કુલ 79,228 પરીક્ષાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. એ પછી ગઇ તા.13મી સપ્ટેમ્બર 2020ના રોજ લેવાયેલી નીટ-2020 પરીક્ષામાં કુલ 64791 પરીક્ષાર્થીઓ બેઠા હતા. જેમાંતી નીટ-2020માં લઘુત્તમ લાયકાત (મિનિમમ ક્વોલિફિકેશન) સાથે કુલ 36,398 એટલે કે 56.18 ટકા વિદ્યાર્થીઓ નીટ ક્વોલિફાઇડ થયા છે. એ વાત સમજી લેવી જોઇએ કે નીટ ક્વોલીફાઇડ થનારા બધાને મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક કે હોમિયોપેથીક કોલેજમાં પ્રવેશ મળવાનો નથી.

2019માં 35,177 વિદ્યાર્થીઓ નીટ ક્વોલિફાઇડ થયા હતા. આ વખતે 1,221 વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી વધુ ક્વોલિફાઇડ થયા છે.