CIA ALERT

Alert Archives - Page 212 of 518 - CIA Live

November 24, 2020
CIA_Live_Logo_New2.jpg
2min978

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોવિડ-19 પેન્ડેમિક પરિસ્થિતિમાં 2020માં જેઇઇ અને નીટ જેવી રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાઓનું શિડ્યુલ ખોરવાયું હતું, એ જ પ્રકારે હવે 2021માં પણ આ પરીક્ષાઓના ટાઇમટેબલની સાઇકલ ખોરવાઇ ગઇ છે, આમ છતાં હાલમાં ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એલાર્મિંગ પરિસ્થિતિ આવીને ઉભી છે. આગામી ટૂંક સમયમાં જેઇઇ 2021ના ફર્સ્ટ એટેમ્પ્ટનું સમયપત્રક જાહેર કરવામાં આવશે.

આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જેઇઇ મેઇન 2021 જાન્યુઆરીમાં લેવાની થતી હતી. પરંતુ, વર્તમાન સ્થિતિને પગલે એન.ટી.એ. અને કેન્દ્ર સરકારે આ પરીક્ષા ફેબ્રુઆરી 2021ના અંતમાં લેવા અંગે વિચારણા લગભગ પૂર્ણ કરી દીધી છે. ફેબ્રુઆરીના આખરી સપ્તાહમાં સંભવિત યોજાનારી જેઇઇ મેઇન્સ 2021 પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન આગામી ડિસેમ્બર 2020માં ઓનલાઇન શરૂ થશે. બીજી તરફ હજુ હાલમાં એન્જિનિયરિંગ ઇન્સ્ટીટ્યુટ્સમાં 2020ની પ્રવેશ કામગીરી ચાલી રહી છે, આવી સ્થિતિમાં જાન્યુઆરી 2021માં જેઇઇ મેઇન લઇ શકાય તેવી શક્યતાઓ નથી.

વધુમાં ગત ઓક્ટોબર 2020માં નિયત કરાયા મુજબ જેઇઇ મેઇન જે હાલમાં ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી ભાષામાં લેવાઇ રહી છે એ વધુ પ્રાદેશિક ભાષામાં લેવામાં આવશે. આ અંગે પણ અંતિમ નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે.

JEE Main 2021: Updates, Application, Dates, Eligibility, Syllabus & Result

The first cycle of the Joint Entrance Examination (JEE-Main) 2021 will be conducted in the last week of February instead of January. The application process however will commence from December 2020.

JEE-Main, which is the national level competitive test for admission to various undergraduate engineering and architecture courses, including the eligibility test for the JEE (Advanced) for admission to IITs is conducted twice a year – January and April.

હાલમાં ધો.12 સાયન્સમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના વાલીઓ માટે મહત્વની માહિતી આપતું પુસ્તક

Contact for Counselling

November 23, 2020
mbbs.jpg
1min611

Jayesh Brahmbhatt 98253 44944

ગુજરાતની મેડીકલ અને ડેન્ટલ કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે મોક રાઉન્ડનું રિઝલ્ટ બહાર પડ્યા પછી અનેક પ્રવેશાર્થી પરિવારોમાં ભારે હતાશા છવાઇ ગઇ છે કેમકે નીટ કટઓફ માર્કસ 2020માં ગત વર્ષ 2019 કરતા 40થી 63 માર્કસ ઉંચા ગયા છે. એનો મતલબ ગયા વર્ષ કરતા અત્યંત ઉંચા મેરીટ કટઓફને કારણે અનેક વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત તો રહેશે પરંતુ, તેજસ્વી વિદ્યાર્થીઓએ પણ સરકારી મેડીકલ કોલેજમાં સસ્તામાં મેડીકલ ભણવાની તક ગુમાવવી પડશે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની મોંઘીદાટ ફીમાં અભ્યાસ કરવો પડશે.

નીચેના કોષ્ટક પરથી પરિસ્થિતિ પામી શકાશે કે ગુજરાતની સરકારી મેડીકલ કોલેજોમાં પ્રવેશ કેટલા ઉંચા ગયા છે. જેમકે અમદાવાદની બીજે મેડીકલ કોલેજ કે જે ગુજરાતની નંબર વન મેડીકલ કોલેજ ગણાય છે, જ્યાં પહેલું એડમિશન ક્લોઝ થાય છે એ બીજે મેડીકલ કોલેજમાં 2019માં ઓપન કેટેગરીનું કટઓફ 610 નીટ માર્કસ હતું જે આ વખતે 2020માં મોક રાઉન્ડમાં વધીને 650 થયું છે. એવી જ રીતે સુરત મેડીકલ કોલેજમાં 2019માં નીટ માર્કસનું કટઓફ 557 હતું જે વધીને 609 થયું છે.

સરકારી મેડીકલ કોલેજોમાં ઓપન કેટગરીના કટઓફની ડિટેઇલ

ઉપરોક્ત ડેટા ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓના કટઓફ માર્કનો છે. આ જ પ્રકારે ઓપન ઇડબલ્યુએસ, એસ.સી., એસ.ટી., ઓબીસી વગેરે કેટેગરીમાં પણ નીટ માર્કસના કટઓફ 2019 કરતા ઉંચા ગયા છે પરીણામે ઓછા માર્કસ ધરાવતા વિદ્યાર્થીઓમાં હતાશાનું મોજુ ફરી વળ્યું છે.

2020માં ગુજરાતમાં મેડીકલ બેઠકોની સંખ્યા વધીને 5508 થઇ

November 23, 2020
bjp_logo.png
1min493

કોરોનાની મહામારી વચ્ચે પણ ભાજપના નેતાઓ રેલી અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરી રહ્યાં છે. સુરતમાં પણ આત્મારામ પરમારે કરંજ ખાતે રેલી યોજી હતી જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતાં.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપના નેતાઓને તમામ જાહેર કાર્યક્રમો મોકૂફ રાખવાનો આદેશ આપ્યો છે. જાહેર કાર્યક્રમોમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ થતો હોવાને કારણે ભાજપ પ્રદેશ અધ્યક્ષે આ નિર્ણય લીધો છે. હાલ આ સૂચના પછી હવે જ્યાં સુધી કોઈ નવી સૂચના નહીં મળે ત્યાં સુધી કોઈપણ કાર્યક્રમ યોજવામાં નહીં આવે.

November 23, 2020
MindRead.jpg
1min526

મૈસાચુસૈટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી)થી ગ્રેજ્યુએટ થયેલા દિલ્હીના રહેવાસી અર્નવ કપૂરે ડિઝાઇન કરેલા એઆઈ-માઇન્ડ-રીડિંગ હેડસેટને ટાઇમ ર0ર0ના 100 સર્વશ્રેષ્ઠ આવિષ્કારોમાં સામેલ કરાયું છે.

આ ડિવાઇસને ચહેરા પર પહેરવામાં આવે છે. ત્યાર બાદ તે શરીરમાં હાડકાઓનાં કંપનની મદદથી મગજમાં ચાલી રહેલી ગતિવિધિઓની જાણકારી મેળવે છે.
કોમ્યુકેશનમાં મુશ્કેલી અનુભવતા લોકો માટે હેડફોનની જેમ પહેરાતું આ ડિવાઇસ વરદાન રૂપ સાબિત થઈ શકે છે. સેરિબલ પાલ્સીના દર્દીઓ તેનાં માધ્યમથી કોઈ શબ્દ વિના જ કોમ્પ્યુટર સાથે સંવાદ કરી શકે છે. એવો દાવો કરાયો છે કે આ ડિવાઇસની મદદથી મગજમાં ચાલી રહેલી બાબતોને વાંચી-સાંભળી શકાય છે અને તેને કોમ્પ્યુટર કે મોબાઇલ ફોનનાં માધ્યમથી બતાવી શકાય છે. આ ડિવાઇસ લોકોને સમજવામાં 9ર ટકા કારગર હોવાનું કહેવાય છે.

એમઆઇટીની વેબસાઇટ પર લખવામાં આવેલા આ સંશોધનનો હેતુ બોલી ન શકતા લોકોને સંચારમાં મદદરૂપ થવાનો છે. તેમાં માનવ અને કોમ્પ્યુટરને સાંકળવાની ક્ષમતા છે. ડિવાઇસની મદદથી ચેસ રમી તેના નિષ્ણાત બની શકાય છે. મશીનમાં માનવ નિર્ણય લેવામાં વધારો કરવાની ક્ષમતા છે.

અર્નવ તેનો ભાઈ શ્રેયસ અને એમઆઇટી મીડિયા લેબના સાથી સંશોધકો દ્વારા ડિઝાઇન કરાયેલા હેડસેટ ઓલ્ટરએગોએ પ્રેકિટલ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.

November 23, 2020
covid_cia.jpg
1min533

દિવાળીના તહેવારોમાં બજારોમાં થયેલા ફિઝિકલ ડિસ્ટન્સિંગના ભંગને કારણે ગુજરાતમાં વકરી રહેલી કોરોનાની પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ શહેરમાં ખાનગી હોસ્પિટલ્સ દ્વારા બેડની કુત્રિમ અછત ઉભી કરવાના થયેલા પ્રયાસ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલઆંખ કરીને આવી હોસ્પિટલ્સ સામે પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદ કોર્પોરેશને ખાનગી ક્ષેત્રની ડેઝિગ્નેટેડ કોવિડ 19 હોસ્પિટલ્સને પથારીની કૃત્રિમ અછત ઉભી નહીં કરવા તાકીદ કરી છે.

આ રીતે કુત્રિમ અછત ઉભી થાય છે

છેલ્લા કેટલાક દિવસો દરમિયાન એવું જોવા જાણવા મળ્યું કે અમદાવાદની કેટલીક હોસ્પિટલો કોરોનાના દર્દીઓને હોસ્પિટલાઈઝેશનની જરૂર ના હોવા છતા તેમને એડમિટ કરી દીધા છે, જ્યારે ખરેખર જરૂરીયાતવાળા દર્દીના સગાઓ પૂછપરછ કરે ત્યારે પહેલા બેડ નથી એમ કહી દેવામાં આવે. જે સગાઓ હોસ્પિટલ્સ પર પહોંચે તેમને ખૂબ મુશ્કેલીથી બેડ મળે તેમ છે, એનો રેટ પણ ઉંચો જણાવે છે અને ગરજવાન સગાઓ છેવટે પ્રાઇવેટ હોસ્પિટલ્સની ચુંગાલમાં ફસાય જાય છે અને આ રીતે બેડની કૃત્રિમ અછત સર્જાય છે.

કપરી સ્થિતિ વચ્ચે નફાખોરી પર ઉતરી આવેલી હોસ્પિટલ્સને ચેતવણી

ગયા અઠવાડીયે અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાના નેતૃત્વમાં હાથ ધરાયેલી રીવ્યૂ બેઠકમાં ખાનગી હોસ્પિટલોને ચેતવણી આપતા આ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિને બંધ કરવા અને બેડની કૃત્રિમ અછતને ટાળવા સ્પષ્ટપણે જણઆવી દીધું છે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ પર દેખરેખ રાખવા અને યોગ્ય પગલાં લેવા માટે ડો. રાજીવ ગુપ્તાની સ્પેશ્યલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. એએમસીની બેઠક બાદ અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિએશનને આ અંગે જાણ  પણ કરવામાં આવી છે.

November 22, 2020
bharti.jpg
1min592

ભારતી અને હર્ષના ઘર તેમજ પ્રોડક્શન ઓફિસમાંથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ભારતી અને હર્ષે પૂછપરછમાં ગાંજાનું સેવન કરતા હોવાનો સ્વીકાર કર્યો હતો. ગાંજો રાખવા અને તેનો ઉપયોગ કરવાના આરોપમાં બંનેની ધરપકડ કરવામાં આવી છે.

ડ્રગ્સ કેસમાં કોમેડિયન ભારતી સિંહ અને પતિ હર્ષ લિંબાચિયાની તા.21મીએ ધરપકડ બાદ આજરોજ તા.22 નવેમ્બર 2020ના રોજ એન.સી.બી.એ. બન્નેને કોર્ટમાં રજૂ કર્યા હતા.

આજરોજ તા.22 નવેમ્બર 2020, ને રવિવારે સવારે મેડિકલ તપાસ બાદ હર્ષ લિંબાચીયા અને ભારતીસિંઘ ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

NDPS કોર્ટે ભારતી અને હર્ષને 4 ડિસેમ્બર સુધી જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. રિપોર્ટ પ્રમાણે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ભારતી સિંહની જ્યૂડિશિયલ કસ્ટડી અને હર્ષ લિંબાચિયાના રિમાન્ડ માગ્યા હતા. પરંતુ કોર્ટે બંનેને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

November 22, 2020
breaking_CIA-1280x831.jpg
2min617
MCI: Ayurveda Doctors Can't Do Surgeries!

હાલમાં જ્યારે દેશભરમાં મેડીકલ અને પેરામેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશની કામગીરી ચાલી રહી છે ત્યારે આવેલા એક મહત્વના સમાચાર એ છે કે આયુર્વેદના ડોકટરોને પણ જનરલ અને ઓર્થોપેડિક સર્જરી સાથે આંખ, કાન અને ગળાની સર્જરી કરવા માટેની સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્ર સરકાર રચિત સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિન દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે અનુસ્નાતક (પીજી) વિદ્યાર્થીઓને વિવિધ સર્જરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે.

આયુર્વેદિક તબીબો જનરલ સર્જિકલ, ઇ.એન.ટી., ઓપ્થેલમોલોજી, ઓર્થો અને ડેન્ટલ પ્રોસિજર અન્વયે આવતી સર્જરી આયુર્વેદિક હોસ્પિટલ્સના ઓપરેશન થિયેટરોમાં હાથ ધરી શકશે. એમ સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડીસીન દ્વારા જણાવવામાં આવ્યું છે.

The notification dated November 19 listed the procedures that will be included in the PG training of Ayurveda doctors by amending the Indian Medicine Central Council (Post Graduate Ayurveda Education) Regulations, 2016. It stated that the amendments were being made with the sanction of the central government.

During the period of study, post-graduate scholars of Shalya tantra (general surgery) and Shalakya tantra (surgeries of the ear, nose, throat, head and eye) will be practically trained to perform various surgical procedures independently. General surgical procedures include amputation of gangrene, skin grafting, laparotomy (opening up of the abdomen), many advanced gastro-intestinal surgeries. Under Shalakya tantra they will be trained to do fairly advanced ophthalmic surgeries such as iris prolapse surgery, squint surgery, cataract surgeries of all kinds.

November 22, 2020
girnar_parikrama.jpg
1min476

ગિરિવર ગિરનારની ગોદમાં પરંપરાગત રીતે યોજાતી ગિરનારની લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ નડતા, પરિક્રમાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર મોકૂફ રાખવાની કલેક્ટર ડો. સૌરભ પારઘીએ જાહેરાત કરી છે. ડો. પારઘીએ પત્રકાર પરિષદમાં ગિરનાર પરિક્રમા મોકૂફ રખાયાની જાહેરાત કરી ઉમેર્યું કે, પરિક્રમાની પરંપરા જાળવવા માટે આગામી દિવસોમાં સાધુ-સંતો સાથે બેઠક યોજી શુકનરૂપી 10થી 15 લોકો પરિક્રમા કરી પરંપરા જળવાશે.

ગિરનારની ગોદમાં 36 કિ.મી.ની પરંપરાગત રીતે યોજાતી લીલી પરિક્રમાના પ્રારંભનો કોઇ ચોક્કસ ઇતિહાસમાં ઉલ્લેખ નથી પણ લોકવાયકા મુજબ પાંડવોએ ગિરનારની પરિક્રમા કરી હતી. ત્યારથી વિવિધ સંઘો દ્વારા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી એટલે કે પાંચ દી’ની પરિક્રમા યોજાતી રહે છે.

બીજી બાજુ વિવિધ સમાજોના ઉતારા મંડળોએ દિવાળી પહેલા પત્રકાર પરિષદ યોજી, લોકોની સુરક્ષાને ધ્યાને લઇ પરિક્રમામાં ઉતારા, અન્નક્ષેત્રો તથા ચા-પાણીના પરબોના સંચાલકોને પરિક્રમામાં ન આવવા અનુરોધ કર્યો હતો, એટલે કે સેવાભાવી સંસ્થાઓને પરિક્રમાથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા વહીવટી તંત્રની કોર કમિટીની બેઠક આજે યોજાઈ હતી. તેમાં વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ તેમજ જંગલમાં સરકારની ગાઇડલાઇનનો અમલ અશક્ય હોય તેથી અંતે કલેક્ટરે પરિક્રમા બંધ રાખવાની જાહેરાત કરી હતી.

ગિરનાર પરિક્રમામાં દર વર્ષે 10થી 12 લાખ ભાવિકો ઉમટે છે. આ માનવભીડ અને જંગલ વિસ્તાર હોવાથી સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અશક્ય છે તેમજ સરકારના જાહેરનામા મુજબ 200થી વધુ માણસો એકત્ર થવા ઉપર પ્રતિબંધ હોવાથી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

November 22, 2020
drmahendra.jpg
1min473

મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું અસ્તિત્વ હતું ત્યારે પણ અને આજે પણ સુરતના ખ્યાતનામ ઓપ્થેલમોલોજિસ્ટ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ ન સિર્ફ ગુજરાત લેવલ પર બલ્કે ઇન્ડીયા લેવલ પર મહત્વની કામગીરીઓ કરી રહ્યા છે. તાજેતરમાં જ કોલકાતા ખાતે મળેલી ઇન્ડિયન મેડિકલ એસોસીએશનની સેન્ટ્રલ કાઉન્સિલની મિટીંગમાં આઇ.એમ.એ.ની ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીના ચેરમેન તરીકેની મહત્વની કામગીરી સુરતના ડો. મહેન્દ્રસિંહ ચૌહાણને સોંપવામાં આવી છે.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલએ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણને તેમની આઇ.એમ.એ.માં નિયુક્તિ બાદ શુભેચ્છાઓ પાઠવી હતી. એ વેળાએ વીર નર્મદ યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર ડો.કશ્યપ ખરચીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

વીર નર્મદ દક્ષિણ ગુજરાતના મેડીકલ એજ્યુકેશન ક્ષેત્રમાં પારદર્શક અને જડબેસલાક સિસ્ટમ સેટ કરવાનું શ્રેય જેના શિરે જાય છે, તેમના કાર્યકાળમાં થયેલી કામગીરીને પગલે આજે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેડીકલ એજ્યુકેશનની ક્વોલિટીની પ્રશંસા થઇ રહી છે. તેમણે લેવડાવેલા કેટલાક નિર્ણયોનો અમલ રાજ્ય અને ભારતની અનેક યુનિવર્સિટીઓની મેડીકલ ફેકલ્ટીમાં થઇ રહ્યા છે એવા ડો. મહેન્દ્રસિંહને ઇન્ડિયન મેડીકલ એસોસીએશન દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની મહત્વની કામગીરી સોંપવામાં આવી છે.

નિયુક્તિ બાદ પ્રથમ પ્રતિક્રિયા આપતા ડો.મહેન્દ્રસિંહે સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે તેઓ નિષ્ઠાપૂર્વક જે પણ કામગીરી સોંપવામાં આવી છે તે પૂર્ણ કરવા માટે સજ્જ છે.

November 22, 2020
CIA_Live_Logo_New2.jpg
2min714

cialive@yahoo.com

દર વર્ષની જેમ આ વર્ષે પણ 21 નવેમ્બર 2020ના દિવસે ભુવનેશ્વર સ્થિત કલિંગા ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી (કે.આઈ.આઈ.ટી) ડીમ્ડ વિશ્વ વિદ્યાલયે 16મા વાર્ષિક દીક્ષાંત સમારોહનું ભવ્ય આયોજન કર્યું.

આ સમારોહમાં કુલ 7 હજાર 134 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ 2019-20ની સ્નાતક ડિગ્રી પ્રદાન કરાઈ. વર્ષ 2019-20નો આ સમારોહ વર્ચુઅલી સફળતાપૂર્વક સંપન્ન થયો. આ ભવ્ય આયોજનમાં અનેક ગણમાન્ય વ્યક્તિઓને આમંત્રિત કરાયા. જેમાં મુખ્ય અતિથિ તરીકે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને ગ્રામીણ બેંકના સંસ્થાપક પ્રોફેસર મોહમ્મદ યૂનુસ જેઓ બાંગ્લાદેશના નિવાસી છે. સાથે જ આર્ટ ઑફ લિવિંગના આધ્યાત્મિક લીડર અને સંસ્થાપક પરમ પાવન ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર ઉપસ્થિત રહ્યા.

આ સમારોહમાં કે.આઈ.આઈ.ટી. વિશ્વ વિદ્યાલયે પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર અને ઈરકૉન ઈંટરનેશન લિમિટેડના અધ્યક્ષ અને એમ.ડી. શ્રી એસ.કે.ચૌધરીને ડી.લિટ.ની ઑનોરિસ કોસા ઉપાધિ (ડિગ્રી)થી સન્માનિત કરાયા. ભારતીય હવામાન વિભાગના મહાનિદેશન ડૉ.મૃત્યુંજય મહાપાત્રાને ડી.એસ.સીની ઑનોરિસ કોસા ડિગ્રી એનાયત કરાઈ.

આ દીક્ષાંત સમારોહના મુખ્ય અતિથિ મુહમ્મદ યૂનુસે વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું કે આપ આપના જીવનમાં એક નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છો. શિક્ષણ એક વણથંભી, લાંબી અને કષ્ટદાયક યાત્રા છે પરંતુ આ યાત્રા સૌને શીખવે છે કે સમગ્ર વિશ્વને બદલવા માટે આપ કેટલા સક્ષમ બની શકો છો.
પ્રોફેસર યૂનુસ જેમણે માઈક્રોક્રેડિટની સામાજિક નવી શોધના ક્ષેત્રમાં વર્ષ 2006નો નોબેલ શાંતિ પુરસ્કાર અપાયો હતો. કે.આઈ.આઈ.ટી. અને કે.આઈ.એસ.એસ.ના સંસ્થાપક પ્રોફેસર અચ્યુત સામંતે વિદ્યાર્થીઓને પ્રોફેસર યૂનુસનો પરિચય આપતાં કહ્યું કે ‘ત્રણ ઝીરોની દુનિયા’ની કલ્પના કરી છે અને સતત તેના પર કામ પણ કરી રહ્યા છીએ. એટલે કે પહેલો ઝીરો ગરીબી (કોઈ ગરીબ ન રહે), બીજો ઝીરો બેરોજગારી (કોઈ બેરોજગાર ન રહે) અને ત્રીજો ઝીરો શુદ્ધ કાર્બન ઉત્સર્જન (સ્વચ્છ પર્યાવરણ). તેમણે કે.આઈ.આઈ.ટી. ડીમ્ડ વિશ્વ વિદ્યાલયના ઓનર્સ કોસાની ડિગ્રી સ્વીકાર કરવા બદલ પરમ પાવન ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર, ડૉ.મૃત્યુજંય મહાપાત્રા અને શ્રી એસ.કે.ચૌધરીનો આભાર માન્યો.

નોબેલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર યૂનુસે કહ્યું કે સમગ્ર વિશ્વમાં આ મહામારીએ લાખો લોકોના જીવન અને તેમની આજીવિકાને નુકસાન પહોંચાડ્યું છે. સંસારના 50 ટકા લોકોને જીવન નિર્વાહ કરવામાં સંઘર્ષ કરવાની સાથે સાથે આ મહામારીએ આપણા તંત્રની નબળાઈઓને પણ છતી કરી છે. વિશ્વને એક નવું સ્વરૂપ આપવાનો આ એક સારો અવસર છે, જે વધુ ન્યાયસંગત, વધુ સમાન અને વધુ કોમળ હશે. આપણી વર્તમાન પ્રણાલી ધનના ધ્રુવીકરણથી ગ્રસ્ત છે કારણ કે સમગ્ર વિશ્વમાં 99 ટકા ધન માત્ર એક ટકા લોકો પાસે છે, જેઓ ખૂબ જ ધનાઢ્ય લોકો છે. સાથે જ તેમણે ગ્લોબલ વોર્મિગ અંગે પણ લોકોને સચેત કર્યા જે નજીકના ભવિષ્યમાં જ આપણા અસ્તિત્વ માટે મોટું જોખમ બની શકે છે. વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે તેઓને ઉદ્યમિતાના વિકલ્પ શોધવાનો આગ્રહ કરતા પ્રોફેસર યૂનુસે કહ્યું કે પોતાની કલ્પના અને શિક્ષણ થકી આખી દુનિયાને એક નવું સ્વરૂપ, નવી રચના પ્રદાન કરી શકો છો.

પોતાના સંબોધનમાં મુખ્ય વક્તા પરમ પાવન ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરે કહ્યું કે શિક્ષણનો ઉદ્દેશ એક મજબૂત વ્યક્તિત્વનું નિર્માણ કરવાનો છે. જે નવા પડકારોને અવસર, વ્યાપકતા અને વિનમ્રતાને હંમેશા શીખવા માટે પરિવર્તિત કરવામાં સામર્થ્યવાન છે. તેમણે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આંતરિક શક્તિ,દૃઢતા,ધૈર્ય અને રચનાત્મકતાના મહત્વને રેખાંકિત કર્યું. આધ્યાત્મિકતા અને વિશ્વ શાંતિના ક્ષેત્રમાં તેમના મહાન યોગદાન બદલ તેઓને ઑનોરિસ કોસા ડી.લિટ.ના સન્માનથી નવાજવામાં આવ્યા હતા. પુરસ્કારમાં ઉલ્લેખ કરાયો છે કે “કોલંબિયા, કોસોવો,ઈરાક, સીરિયામાં સંઘર્ષ ખતમ કરવાના ઉદ્દેશ માટે આપની માનવીય પહેલ માટે દુનિયાના આપની ઋણી છે”

કે.આઈ.આઈ.ટી.એ ડૉ.મૃત્યુંજય મહાપાત્રાને વિજ્ઞાનની સાથે સાથે જીવન બચાવવા માટે વાવાઝોડાની પ્રારંભિક ચેતવણીના ક્ષેત્રમાં શાનદાર યોગદાન માટે ડી.એસ.સી.ની ઑનોરિસ કોસા ડિગ્રીથી સન્માનિત કર્યા. ડૉ.મહાપાત્રા આવી રીતે આ પ્રકારની કુદરતી આફતોમાંથી અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકોને બચાવી ચૂક્યા છે.કારણ કે તેઓની સચોટ ભવિષ્યવાણી અક્ષરશઃ સાચી સાબિત થાય છે અને એટલે જ હવે લોકોમાં તેઓ ‘સાઈક્લોન મેન ઑફ ઈંડિયા’ તરીકે પ્રસિદ્ધ છે. તેમની ભવિષ્યવાણી અનેક વાવાઝોડાને લઈને સાચી પડી છે, જેવાં કે 2013માં ફાહલીન, 2014માં હુડહુડ, 2018માં તિતલી, 2019માં ફાની અને 2020માં અમ્ફાન. ભવિષ્યવાણીના કારણે અનેક નાગરિકોના જાન-માલની સુરક્ષા કરી શકાઈ. ડૉ.મહાપાત્રએ પોતાના ભાષણમાં કહ્યું કે આ પુરસ્કાર સમાજમાં વિજ્ઞાનના યોગદાનને એક માન્યતા છે જે વિદ્યાર્થી તથા વિજ્ઞાન સાથે સંકળ્યાલે લોકોને પ્રોત્સાહિત કરશે.

પોતાના ભાષણમાં શ્રી એસ.કે.ચૌધરીએ કહ્યું કે કે.આઈ.આઈ.ટી અને તેની સહયોગી સંસ્થા કે.આઈ.એસ.એસ.એ છેલ્લા બે દાયકામાં શિક્ષણના ક્ષેત્રમાં આશ્ચર્યજનક રીતે અતિ મહત્વનું યોગદાન આપ્યું છે. સમાજ માટે આ પ્રકારની સમર્પિત અને મહાન સેવા કરવા બદલ હું કે.આઈ.આઈ.ટી અને કે.આઈ.એસ.એસ.ના સંસ્થાપકને અભિનંદન આપું છું. શ્રી એસ.કે.ચૌધરીના ઉત્કૃષ્ટ નેતૃત્વ અને પાયાના ક્ષેત્રમાં મહાન યોગદાન બદલ તેઓને ડી.લિટની ઑનોરિસ કોસા ડિગ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેમના નેતૃત્વમાં ઈરકૉન ઈંટરનેશનલ લિમિટેડે મોટી છલાંગ લગાવી છે અને મહત્વપૂર્ણ અંતરરાષ્ટ્રીય પદચિન્હો સાથે એક અગ્રણી એન્જિનિયરિંગ અને નિર્માણ સંગઠન બની ગયું છે.

કે.આઈ.આઈ.ટી વિશ્વ વિદ્યાલયના કુલપતિ પ્રોફેસર વેદ પ્રકાશ, પ્રા-કુલપતિ, પદ્મ શ્રી પ્રો.(ડૉ) સુબ્રત કુમાર આચાર્ય, ઉપ-કુલપતિ ડૉ.હૃષિકેશ મોહંતી, ઉપ-પ્રા-કુલપતિ પ્રો.સસ્મિતા સામંત અને રજિસ્ટ્રાર શ્રી જ્ઞાનરંજન મોહંતીએ પણ દીક્ષાંત સમારોહમાં સ્નાતક વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા અને પોતાની શુભેચ્છાઓ પાઠવી.

પોતાના શાનદાર શૈક્ષણિક પ્રદર્શન માટે પ્રખર પ્રિયેશ (બી.ટેક), સૃષ્ટિ રાજ (એમ.ટેક) અને રોશન ઓઝા (બી.ટેક)એ સંસ્થાપક (ફાઉંડર)ના સ્વર્ણપદક જીત્યા. એવી જ રીતે 23 વિદ્યાર્થીઓને કુલપતિ (ચાંસલર)ના સ્વર્ણપદકથી સન્માનિત કરાયા. જ્યારે 28 વિદ્યાર્થીઓને કુલપતિ(ચાંસલર) રજતપદક મળ્યો. પી.કે.બાલ મેમોરિયલ ગોલ્ડ મેડલ, પી.પી.એલ. ગોલ્ડ મેડલ,નાનીવાલા મેમોરિયલ ગોલ્ડ મેડલ અને શ્રી કૃષ્ણ ચન્દ્ર પાંડા મેમોરિયલ ગોલ્ડ મેડલ પણ આ અવસર પર પ્રદાન કરાયા. 95 શોધકર્તાઓને પી.એચ.ડી. ડિગ્રીથી સન્માનિત કરાયા.