CIA ALERT

Alert Archives - Page 193 of 518 - CIA Live

February 26, 2021
social_media.jpg
2min640

સોશિયલ મીડિયા અને ઑવર ધ ટૉપ (ઓટીટી-કૅબલ અને ડીટીએચને બદલે ઈન્ટરનેટ પર ઍપ કે વૅબસાઈટ દ્વારા ટીવી શૉ અને મુવી જેવા વીડિયોનું સ્ટ્રીમિંગ) મંચનો દુરુપયોગ થતો અટકાવવા સરકારે ગુરુવારે તે માટેની ગાઈડલાઈન્સ જાહેર કરી હતી.

ભારતમાં વૉટ્સઍપના ૫૩ કરોડ, યુ ટ્યૂબના ૪૪.૮ કરોડ, ફૅસબુકના ૪૧ કરોડ, ઈન્સ્ટાગ્રામના ૨૧ કરોડ અને ટ્વીટરના ૧.૭૫ કરોડ વપરાશકર્તા છે.

કૉર્ટ કે સરકાર જણાવે તો સોશિયલ મીડિયાના મંચે સોશિયલ મીડિયા મંચ પર વાંધાજનક સંદેશો મોકલનારી મૂળ વ્યક્તિની ઓળખ છતી કરવાની રહેશે.

સોશિયલ મીડિયા અંગેના નવા નિયમો અંગે બોલતા આઈટી ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે મહિલાઓની નગ્ન તેમ જ મૉર્ફ કરેલી તસવીરો ૨૪ કલાકમાં સોશિયલ મીડિયા પરથી હટાવી લેવી પડશે.

સોશિયલ મીડિયાના થતા દુરુપયોગ અને તેના પર મૂકવામાં આવતા બનાવટી સમાચારો પર લગામ તાણવા સરકાર દ્વારા આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

નવા નિયમો અનુસાર સોશિયલ મીડિયાના મધ્યસ્થીઓએ ગ્રિવીયન્સ ઑફિસરની નિમણૂક કરવી પડશે અને તેણે ૨૪ કલાકમાં ફરિયાદ નોંધવાની રહેશે.

ગ્રિવીયન્સ રિડ્રેસલ ઑફિસર ભારતનો રહેવાસી હોય તે જરૂરી હોવા ઉપરાંત સોશિયલ મીડિયા મંચે નિયમોના પાલનનો માસિક અહેવાલ રજૂ કરવાનો રહેશે.

કૉર્ટ કે સરકાર દ્વારા જાણકારી માગવામાં આવે ત્યારે સોશિયલ મીડિયા મંચે વાંધાજનક પૉસ્ટ મૂકનાર મૂળ વ્યક્તિની ઓળખ જાહેર કરવાની રહેશે.

સોશિયલ મીડિયા પાસે વપરાશકર્તાની સ્વૈચ્છિક ચકાસણી કરવાની જોગવાઈ હોવી જોઈએ, એમ આઈટી ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું.

પ્રસારમાધ્યમને આપેલી મુલાકાતમાં કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે સોશિયલ મીડિયા મંચને ભારતમાં બિઝનેસ કરવા આવકાર્યું હતું અને લોકપ્રિયતા મેળવવા બદલ તેમની પ્રશંસા કરી હતી.

દેશના સામાન્ય નાગરિકોનું સશક્તિકરણ કરવા બદલ તેમણે સોશિયલ મીડિયા મંચને વધાવી લીધું હતું.

તેમણે કહ્યું હતું કે ભારતમાં સોશિયલ મીડિયાનું યોગ્ય રીતે નિયમન થાય તે જરૂરી છે અને ફરિયાદોનો નિકાલ ઝડપી બને તે માટે સરકારે યંત્રણા પણ સ્થાપી છે.

ચાવીરૂપ મુદ્દાઓ:

૧) ફરિયાદનો ઝડપી નિકાલ કરવા ત્રિસ્તરીય યંત્રણા.

૨) દ્વિસ્તરીય સ્વનિયમન નિયમો સાથે ત્રિસ્તરીય યંત્રણા રચવામાં આવી છે.

૩) પ્રથમ સ્તરમાં પબ્લિશર અને બીજા સ્તરમાં સ્વનિયમનકારી સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યારે ત્રીજા સ્તરમાં માહિતી અને પ્રસારણ ખાતાની દેખરેખ હેઠળ સમગ્ર યંત્રણાનું નિરીક્ષણ કરતી યંત્રણા કાર્યરત રહેશે.

૪) નવી સોશિયલ મીડિયા નિયામક યંત્રણા હેઠળ ઓટીટી મંચે ચીફ કમ્પલાયન્સ ઑફિસર, નોડાલ કૉન્ટેક્ટ પર્સન અને રૅસિડન્ટ ગ્રિવીયન્સ ઑફિસરની ભરતી કરવી પડશે.

તેણે ૨૪ કલાકમાં ફરિયાદ નોંધી ૧૫ દિવસમાં ફરિયાદનો નિકાલ લાવવો પડશે.

૫) સુપ્રીમ કૉર્ટ કે હાઈ કૉર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અથવા જે તે ક્ષેત્રની ખ્યાતનામ વ્યક્તિ આ સ્વનિયમનકારી સંસ્થાનું નેતૃત્વ સંભાળશે અને તેઓ પબ્લિશરને સલાહ આપી શકશે.

૬) કોઈપણ વાંધાજનક પૉસ્ટ, ટ્વીટ કે સંદેશો મોકલનાર મૂળ વ્યક્તિની ઓળખ છતી કરવાની રહેશે.

૭) કાયદાનો અમલ કરાવતી સંસ્થા સાથે ૨૪ કલાક સંકલન કરવાની જવાબદારી નોડાલ કોન્ટેક્ટ પર્સનની હશે.

February 25, 2021
corona_testing1.jpg
1min441

કોરોનાના કેસોમાં અચાનક ફરી વધારો થતાં કેટલાક રાજ્યોમાં બહારથી આવતા લોકો પર નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. હાલ કેટલાક રાજ્યના રાજ્યોએ બનાવેલા નિયમ અનુસાર, બહારના રાજ્યોમાંથી આવતા લોકોએ ફરજિયાતપણે કોરોના નેગેટિવ હોવાનો રિપોર્ટ બતાવવાનો રહેશે. છેલ્લા એક સપ્તાહમાં મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, એમપી અને પંજાબમાં જ દેશના 86 ટકા કેસ સામે આવ્યા છે.

દેશમાં હાલ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે તેમાંથી 75 ટકા તો માત્ર મહારાષ્ટ્ર અને કેરળમાં જ આવી રહ્યા છે. તેવામાં દિલ્હીએ મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, એમપી અને પંજાબથી આવતા લોકો માટે કોરોના નેગેટિવ રિપોર્ટને ફરજિયાત બનાવ્યો છે. 26 ફેબ્રુઆરીથી આ નિયમ લાગુ પડી જશે, અને 15 માર્ચ સુધી તેનો અમલ કરાશે. બસ, ટ્રેન કે ફ્લાઈટમાં આવતા લોકો પર આ નિયમ લાગુ કરાશે, જ્યારે કારમાં આવતા લોકોને તેમાંથી મુક્તિ અપાઈ છે

કર્ણાટકે પણ મહારાષ્ટ્ર અને કેરળમાંથી આવતા લોકો માટે કર્ણાટકમાં એન્ટ્રી લીધાના ઓછામાં ઓછા 72 કલાક પહેલા કરાવાયેલો RT-PCR રિપોર્ટ ફરજિયાત બનાવ્યો છે, અને આ રિપોર્ટ નેગેટિવ હશે તે લોકોને જ રાજ્યમાં એન્ટ્રી મળશે. કર્ણાટક જતી ફ્લાઈટમાં બેસનારા વ્યક્તિએ તે જ વખતે એરલાઈનના સ્ટાફને આ રિપોર્ટ બતાવવો પડશે. તેવી જ રીતે ટ્રેનમાં TTE અને બસમાં કંડક્ટરે આ રિપોર્ટ ચકાસવાનો રહેશે.

ગુજરાતના પાડોશી એવા મહારાષ્ટ્રએ ઘણા સમયથી ગુજરાત, કેરળ, ગોવા, દિલ્હી અને રાજસ્થાનથી આવતા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. આ ટેસ્ટ મહારાષ્ટ્રના એન્ટ્રી કર્યાના ઓછામાં ઓછા 96 કલાક પહેલા કરાવેલો હોવો જોઈએ. આ સિવાય જે લોકોમાં પણ કોરોનાના લક્ષણ દેખાશે તેમનો ત્યાં જ એન્ટિજેન ટેસ્ટ કરાશે તેવું પણ મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું છે. જો કોઈ ટેસ્ટ કરાવ્યા વિના આવશે અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેને કોવિડ કેર સેન્ટરમાં મોકલાશે, જેનો ખર્ચો જે-તે વ્યક્તિએ ભોગવવાનો રહેશે.

ઉત્તરાખંડે પણ મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, એમપી, છત્તીસગઢમાંથી આવતા લોકો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. હરિદ્વારમાં હાલ કુંભમેળો ચાલી રહ્યો છે, ત્યારે તેમાં ભાગ લેવા આવતા લોકોએ પણ ટેસ્ટ કરાવવો ફરજિયાત છે.

February 25, 2021
vaccine.jpg
1min413

દેશમાં કોરોના વાયરસના કેસમાં ઝડપી વધારા વચ્ચે કોરોના રસીકરણ અભિયાનના આગામી તબક્કાનો તા.1 માર્ચથી આરંભ થશે. દેશમાં 16 જાન્યુ.થી શરૂઆત બાદ છેલ્લી સ્થિતિએ 1.ર1 કરોડ લોકોનું રસીકરણ કરાઈ ચૂકયુ છે.

આગામી તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો સાથે જેમની ઉંમર 4પ વર્ષથી વધુ હોય અને કો-મૉર્બિડિટીઝ (ગંભીર બીમાર) હશે તેઓને આવરી લેવામાં આવશે. કોરોના રસીકરણ માટે કેન્દ્ર સરકાર હવે ખાનગી સેન્ટરો-હોસ્પિટલોને મંજૂરી આપવા જઈ રહી છે.’

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યંy કે 1 માર્ચથી 10 હજાર સરકારી અને ર0 હજાર ખાનગી સેન્ટરો પર કોરોના રસીકરણ થશે. આ તબક્કાના લાભાર્થીઓની સંખ્યા 10 કરોડથી વધુ છે. સરકારીમાં નિ:શુલ્ક અને ખાનગીમાં લોકોએ નાણાં ચૂકવવા પડશે. ખાનગી હોસ્પિટલો- કેન્દ્રોમાં રસીકરણ કરવા ઈચ્છતા લોકોએ કેટલા નાણાં ચૂકવવા પડશે તે અંગે ખાનગી હોસ્પિટલો અને મેન્યુફેકચરર્સ સાથે વાતચીત બાદ ટૂંક સમયમાં સ્વાસ્થ્ય મંત્રાલય નિર્ણય લેશે. તેમણે આશા વ્યક્ત કરી કે તેમના મોટાભાગના સહયોગી (મંત્રી) પોતાના ટીકાનું ચૂકવણું કરશે. સરકારની યોજના આગામી 4 થી 6 સપ્તાહમાં રોજ પ લાખ લોકોનું રસીકરણ કરવાની છે. 8 રાજ્યોના 7પ ટકા સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સિન અપાઈ ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના રસીકરણની દેશમાં શરૂઆત 16 જાન્યુઆરીથી કરવામાં આવી હતી. દેશમાં વીતેલા દિવસોમાં કોરોનાના નવા મામલાઓમાં ઉછાળો જોવા મળ્યો હતો. આ કારણસર રસીકરણની ગતિ પણ વધારવાની ચર્ચાઓ શરૂ થઈ છે. કેન્દ્ર સરકાર આગામી ચારથી છ સપ્તાહમાં રસીકરણની દર 5 લાખ પ્રતિદિવસ કરવાની યોજના બનાવી રહી છે. સરકાર દેશમાં 200 જગ્યા પર દરરોજ અપાઈ રહેલી રસીની સંખ્યાને બમણી કરવાની તૈયારી કરી રહી છે.

February 24, 2021
jeemain.png
3min683
JEE Main 2021 Notification (Delayed) Exam Dates, Eligibility, Syllabus,

ધો.12 સાયન્સ મેથેમેટિક્સ ગ્રુપ પછી IIT/NIT/IIIT માં પ્રવેશ માટેની રાષ્ટ્રવ્યાપી પરીક્ષા જેઇઇ મેઇન્સ 1 આજરોજ તા.24મી ફેબ્રુઆરીથી શરૂ થઇ છે. આ પરીક્ષા 26મી ફેબ્રુઆરી સુધી દેશભરમાં ઓનલાઇન લેવામાં આવશે. આ વર્ષથી JEE Main પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે એમ ચાર વખત લેવામાં આવશે અને વિદ્યાર્થીઓ ગમે તેટલી વખત આ પરીક્ષા આપી શકશે. જે પરીક્ષાને બેસ્ટ સ્કોર હશે તે ગણતરીમાં લેવામાં આવશે.

The JEE Main B.Tech examination for admission to engineering colleges has commenced from today.

The JEE Main February 2021 session started yesterday with B.Arch and B.Planning papers. Students who appeared for the JEE Main BArch paper on Tuesday said the exam was of moderate difficulty.

The National Testing Agency (NTA) will conduct the JEE Main exams in 13 Indian languages, including – Telugu, Tamil, Punjabi, Urdu, Odia, Marathi, Malayalam, Kannada, Bengali, Assamese and Gujarati languages, besides English and Hindi. For the first time, students have got an opportunity to appear for exams in 13 Indian languages. These examinations are being conducted only in computer-based test CBDT mode.

This year, NTA has set up 852 examination centres across the country to maintain social distancing in view of Covid-19 pandemic. During the examination held in September 2020, 660 examination centres had been set up. 6,61,761 lakh candidates are appearing for this coveted computer-based entrance exam.

Online examination for BE and B.Tech will be conducted in two shifts from February 24th to 26th.

According to the National Testing Agency, the examination centre is also being fully sanitised between the two shifts. In the examination centres, face masks and sanitiser have been provided for students. The body temperature of students will also be checked with thermal guns before going to the examination centre.

Students need to reach to the examination centres two hours before the exam. The distance between two computers and between students will be maintained during the examination.

February 24, 2021
buffett-musk-1280x853.jpg
1min546

ટેસ્લા અને સ્પેસએક્સના સીઇઓ એલન મસ્ક હવે દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ રહ્યાં નથી. તેમની જગ્યા અમેરિકી ઇ-કોમર્સ કંપની અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસે લઇ લીધી છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સ અનુસાર, જેફ બેજોસ હવે દુનિયાના સૌથી પૌસાદાર કારોબારી બની ગયા છે. એક ટ્વિટના કારણે એલન મસ્ક બીજા સ્થાને પહોંચી ગયા છે.

ટેસ્લામાં સૌથી વધુ કડાકો સપ્ટેમ્બર બાદ જોવા મળ્યો. તેમની કંપનીના શેરોમાં કડાકો તેમણે બિટકોઇન અંગે કરેલી કમેન્ટ બાદ આવ્યો. એલન મસ્કે કહ્યું હતું કે, બિટકોઇનની કિંમતો વધુ છે. તે બાદ સોમવારે ટેસ્લાના શેરોમાં પણ ૮.૫ ટકાનો કડાકો જોવા મળ્યો. આનાથી એલન મસ્કની સંપત્તિમાં ૧૫ બિલિયન ડોલરનો ઘટાડો થયો.

મસ્ક બે વખત જેફ બેજોસને પછાડીને સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા. જેફ બેજોસ ૧૮૬ અરબ ડોલરની નેટવર્થ સાથે દુનિયાના ધનાઢ્યની યાદીમાં સૌથી ઉપર પહોંચી ગયા છે. મસ્કની કંપની ટેસ્લાના શેરો સોમવારે ૮.૫૫ ટકા ગગડ્યાં. જેનાથી એલન મસ્કની નેટવર્થમાં ૧૫.૨ અરબ ડોલરનો ઘટાડો થયો અને તે ૧૮૩ અરબ ડોલર નેટવર્થ સાથે બીજા સ્થાને આવી ગયા.

ઉપરાંત ભારતના સૌથી ધનાઢ્ય મુકેશ અંબાણી આ યાદીમાં એક સ્થાન નીચ ઉતર્યા છે. તેઓ ૧૨માં સ્થાને પહોંચી ગયા છે. તેમની નેટવર્થ ૭૮.૩ અરબ ડોલર છે. આ વર્ષે તેમની નેટવર્થમાં ૧.૫૫ અરબ ડોલરનો વધારો થયો છે. 

February 24, 2021
QT-Motera.jpg
1min374

દુનિયાના સૌથી મોટા અને અદ્યતન ક્રિકેટ સંકુલ સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમ (મોટેરા) ખાતે 24/2/21 બુધવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગુલાબી દડાથી ડે-નાઇટ મુકાબલો શરૂ થશે. ત્યારે મોટેરાની નવી-નવેલી પિચ પર ત્રીજા ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમને સંકટમાં મુકવા માટે ટીમ ઇન્ડિયાએ ગુલાબી દડાના પાછલા ભયાવહ દેખાવને ભૂલીને ઉચિત પ્રદર્શન કરવું પડશે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન પહેલા ડે-નાઇટ ટેસ્ટમાં ભારતનો 36 રનમાં ધબડકો સર્જાયો હતો. આ હાર કેપ્ટન કોહલી અને ટીમને કયાંક ને કયાંક ખટકી રહી હશે. આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચવા માટે પણ આ મેચ બન્ને ટીમ માટે કરો યા મરો સમાન જેવો છે.

24/2/21 ભારતનો અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્મા મોટરાના મેદાન પર તેનો 100મો ટેસ્ટ મેચ રમવા ઉતરશે અને કપિલ દેવ બાદ આ ઉપલબ્ધિ હાંસલ કરનારો બીજો ભારતીય ઝડપી બોલર બની જશે. ઇશાંતની ઇલેવનમાં પંસદગી હાલ નિશ્ચિત માનવામાં આવે છે. તેની સાથે લોકલ બોય જસપ્રિત બુમરાહ હશે. જ્યારે ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાઝ વચ્ચે કિંગ-ક્રોસ જેવી સ્થિતિ છે.

સરદાર પટેલ સ્ટેડિયમનું નવિનીકરણ થયું છે. તે હવે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની ગયું છે. જો કે અહીં લાંબા સમય બાદ ટેસ્ટ મેચ રમાઇ રહ્યો છે. આથી ટીમ ઇન્ડિયા પર સાવધાની સાથે મેદાને પડશે. ભારતીય ટીમ ઇચ્છશે કે અહીંનો ટ્રેક સંપૂર્ણ ઝડપી બોલરોને મદદ આપે તેવો નહીં, પણ સ્પિનરોને પણ મદદ મળે તેવો હોય, જેથી શ્રેણીમાં 2-1ની સરસાઇ મેળવી શકે. પરંતુ મોટેરાની નવી પિચનો વ્યવહાર કેવો હશે તે સમય જ કહેશે. રોહિત શર્મા પિચને લઇને તેનો મત સ્પષ્ટ કરી ચૂકયો છે. તેણે કહ્યંy હતું કે અમે એવી પિચ ઇચ્છીએ છીએ કે જેમાંથી અશ્વિન અને અક્ષર જેવા બોલરોને મદદ મળે.’ ઠીક એવી રીતે જે રીતે ઇંગ્લીશ કપ્તાન જો રૂટ હેડિંગ્લે કે ઓલ્ડ ટ્રેફર્ડમાં ઘાસવાળી પિચને પ્રાથમિકતા આપે છે.

જો કે કેટલાક એવા સવાલ છે જે બન્ને ટીમે શોધવા પડશે. ડે-નાઇટ ટેસ્ટ અને પિન્ક બોલને લીધે સંધ્યાટાણે બન્ને ટીમના બેટધરોની કસોટી થશે. ઇંગ્લેન્ડના અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસનનું માનવું છે કે આ દરમિયાન પિન્ક બોલ વધુ સ્વિંગ થાય છે. મેચ બપોરે 2-30થી શરૂ થવાનો છે. આથી અંતિમ સત્રમાં ઝાકળની ભૂમિકા પણ મહત્વની બની રહેશે. એ સમયે સ્પિનરો માટે બોલ પર ગ્રીપ બનાવવી મુશ્કેલ બનશે. આ મુદા પર ઇશાંત શર્માએ સ્વીકાર્યું છે કે આ મેચ ડે-નાઇટમાં રમવાનો છે અને નવી પિચ હશે. એટલે અમે પણ જાણતા નથી કે કેમ પાર પાડશું. જો કે ઇંગ્લેન્ડની ટીમનું માનવું છે કે મોટારાની નવી પિચ પાછલા મેચમાં જેવી ચેપોકની પિચ હતી તેવી જ હશે.

ડે-નાઇટ ટેસ્ટમાં ભારતીય સુકાની વિરાટ કોહલી પર તમામની નજર રહેશે. તેણે ભારતમાં રમાયેલા ગુલાબી દડાના ટેસ્ટમાં સદી કરી હતી. તે પાછલા એક વર્ષથી સદી કરી શકયો નથી. આથી અમદાવાદમાં તેના બેટમાંથી સદીની મોટી ઇનિંગ નીકળે તેવું ચાહકો ઇચ્છી રહ્યા છે. ભારતની બેટિંગ લાઇનઅપ મજબૂત છે. જેમાં ફેરફારને અવકાશ નથી. ઇંગ્લેન્ડની ટીમમાં જોની બેયરસ્ટોને તક નિશ્ચિત માનવામાં આવે છે. આ ઉપરાંત ક્રાઉલીનો પણ સમાવેશ થઇ શકે છે. એન્ડરસન અને આર્ચર વાપસી કરશે.

ભારતીય ક્રિકેટની અનેક ઉપલબ્ધિઓનું અમદાવાદ સાક્ષી
અમદાવાદ ભારતીય ક્રિકેટની ઘણી ઉપલબ્ધિઓનું સાક્ષી રહી ચૂકયું છે. મહાન સુનિલ ગવાસ્કરે અહીં જ તેના 10000 ટેસ્ટ રન પૂરા કર્યાં હતા. કપિલ દેવે અહીં 83 રનમાં 9 વિકેટ લઇને તેનું સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યોં હતો. બાદમાં રિચર્ડ હેડલીનો સર્વાધિક વિકેટનો રેકોર્ડ પણ કપિલે અમદાવાદમાં જ તોડયો હતો. સચિન તેંડુલકરે તેની પહેલી બેવડી સદી અહીં જ ફટકારી હતી, તો રવિચંદ્રન અશ્વિન પાસે અહીં તેની 400 ટેસ્ટ વિકેટ પૂરી કરવાની તક છે. આ માટે તેને 6 વિકેટની જરૂર છે.

February 24, 2021
mamta_benerji.jpg
1min1260
CBI sleuths question TMC MP Abhishek Banerjee's wife in coal scam case |  Hindustan Times

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીના નિવાસ સ્થાને હાલ ભારે હલચલ થઈ રહી છે. અભિષેકના દરવાજે સીબીઆઈના ટકોરા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ભત્રીજાને મળવા દોડી ગયા હતા.

કોલસા કૌભાંડમાં સીબીઆઈએ તપાસ માટે તાજેતરમાં સમન્સ પાઠવ્યા બાદ અભિષેકના પત્ની રૂજિરાની પૂછપરછ માટે સીબીઆઈ કોલકતા ખાતે તેમના નિવાસ સ્થાને પહોંચી હતી. આ પહેલા સીબીઆઈએ રૂજિરાની બહેન એટલે કે અભિષેકની સાળી મેનકા ગંભીરના ઘરે પહોંચી તેની 3 કલાક પૂછપરછ કરી હતી. રૂજિરાએ સીબીઆઈ નોટિસના જવાબમાં કહ્યંy હતું કે તે પૂછપરછ માટે હાજર થવા તૈયાર છે. એક પત્ર પાઠવી તેમણે સીબીઆઈને ર3 ફેબ્રુઆરીએ સવારે 11 થી બપોરે 3 સુધી પોતાના નિવાસ સ્થાને આવવા જાણ કરી હતી. જેથી મંગળવારે એક તરફ સીબીઆઈની ટીમ અભિષેકના ઘેર પહોંચી તો બીજી તરફ મમતા બેનર્જી પણ ત્યાં પહોંચ્યા હતા.

February 23, 2021
coronaupdate.jpg
1min377

ગુજરાતમાં ચૂંટણી પત્યાના 24 કલાકમાં જ કોરોનાના કેસો એકદમ વધી ગયા એટલું જ નહીં પણ સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ કોરોના પ્રત્યે કડકાઇ પણ વધારી દીધી છે.

22મી ફેબ્રુઆરીને સોમવારે રાત્રે 8 કલાકે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કુલ 315 કેસ નોંધાયા છે તો તેની સામે રાજ્યમાં 24 કલાકમાં 272 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યનો રિકવરી રેટ પણ 97.70%એ પહોંચ્યો છે.

રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 72, સુરતમાં 52, વડોદરામાં 68 તેમજ રાજકોટમાં 42 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 1732 એક્ટિવ કેસમાંથી 30 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 1702 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4406એ પહોંચ્યો છે.

ગુજરાતના પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કોવિડના કેસો વધતા ચેકપોસ્ટ ઉભી કરીને આ રાજ્યોમાંથી આવતા તમામ મુસાફરોનું સ્ક્રિનિંગ હાથ ધર્યું છે.

રાજ્યમાં અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ એમ 10 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં 8,13,582 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું અને 67,300 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. લોકોને ટેસ્ટિંગ સુવિધા નજીકમાં મળી રહે તે માટે વધુ ટેસ્ટિંગ બુથ પણ ઉભા કરવામાં આવશે.

February 23, 2021
somnath_temple-1280x720.jpg
1min1212
Get Somnath temple prasad at home now | Rajkot News - Times of India

જગવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિરનો પ્રસાદ દેશના છેવાડાના વિસ્તારમાં રહેતા ભકતો ઘરબેઠા મેળવી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ અને પોસ્ટ વિભાગ સાથે મળીને વધુ એક સેવાનું આયોજન કર્યુ છે. આ સેવા થકી દેશભરમાં કાર્યરત દોઢ લાખ પોસ્ટ  ઓફિસમાંથી રૂ.251 નો મની ઓર્ડર કરવાથી સોમનાથ મહાદેવનો પ્રસાદ ઘરબેઠા મેળવી શકશે. આ સેવાનું આજ ઇ-લોકાર્પણ કરવામાં આવેલ હતુ.

જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાદેવના ભકતો ઘરબેઠા ભક્તિ કરી શકે તે માટે અનેક નવી સેવાઓ અમલી બનાવી છે. હવે સોમનાથ મહાદેવમાં આસ્થા ધરાવતા ભકતો ઘરબેઠા સોમનાથની પ્રસાદી મેળવી શકે તે સેવાનું આજે સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી.કે.લહેરી અને પોસ્ટ વિભાગના રાકેશકુમારએ ઇ લોકાર્પણ કર્યુ છે. જેમાં સૌરાષ્ટ્રના પોસ્ટ વિભાગના અધિકારીઓ હાજર રહેલ હતા. પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી દેશના છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી લોકો સોમનાથ મહાદેવનો પ્રસાદ ઘેર બેઠા મેળવી શકે તેવી વ્યવસ્થા પોસ્ટ  વિભાગને સાથે રાખી કરવામાં આવી છે.

સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયાસિંહ ચાવડાએ જણાવેલ કે, સોમનાથ મહાદેવમાં આસ્થા ધરાવતા ભકતોને ઘરબેઠા પ્રસાદી મળી રહે તે માટે પોસ્ટ  વિભાગ સાથે નવી સેવાનું આયોજન કરાયુ છે. જેમાં દેશભરમાં દોઢ લાખ પોસ્ટ કચેરીઓ કાર્યરત છે. દેશના કોઇપણ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા મહાદેવના ભકત પોસ્ટ કચેરી મારફત રૂ.251 નો મનીઓર્ડર કરશે એટલે ત્રણથી ચાર દિવસમાં તે ભાવિકના ઘરે સોમનાથ મહાદેવની પ્રસાદીનું બોકસ પોસ્ટ વિભાગ મારફત પહોંચી જશે. પ્રસાદી બોકસમાં લાડુ અને ચિક્કીનો 400 ગ્રામનો પ્રસાદ રહેશે. હાલ આ સેવા દેશ પુરતી મર્યાદીત છે પરંતુ આગામી સમયમાં વિદેશમાં વસતા શિવ ભકતો ઘેરબેઠા પ્રસાદી મેળવી શકે તેવી વ્યવસ્થા કરવાનું વિચાણા હેઠળ છે.

February 23, 2021
Gujarat-map.jpg
1min426

ગુજરાતની અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ અને જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું રવિવારે સરેરાશ ૪૬ ટકા જેટલુ મતદાન નોંધાયા બાદ હવે 23/2/21 મંગળવારે સવારથી જ મતગણતરી થશે અને બપોર સુધીમાં પરિણામો જાહેર થઇ જશે.

ગુજરાતની છ મનપાનું સરેરાશ ૪૬.૧ ટકા મતદાન થયું હતું.

સૌથી વધારે જામનગર ૫૩.૩ અને સૌથી ઓછું અમદાવાદમાં ૪૨.૧ ટકા મતદાન થયું હતું.

ભાવનગરમાં ૪૯.૫, રાજકોટમાં ૫૦.૭૨, વડોદરામાં ૪૭.૮ અને સુરતમાં ૪૭.૧ ટકા મતદાન થયું હતું. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની પેટાચૂંટણીમાં ૫૧.૮ ટકા મતદાન થયું હતુ.

મોડી રાત સુધી તમામ ઇવીએમ જે તે મનપાના સ્ટ્રોન્ગ રૂમમાં મોકલી આપવામાં આવ્યા હતા. તેમજ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મતગણતરી માટે પણ પંચ દ્વ્રારા પુરી તૈયારીઓ કરવામાં આવી છે. તેમજ મતગણતરી માટેના સ્ટાફને પણ કાઇન્ટીંગ સેન્ટરો પર મોકલી દેવામાં આવ્યો છે.

રાજ્યની મહાનગરપાલિકાઓમાં અમદાવાદની ૧૯૨, સુરતની ૧૧૬, વડોદરાની ૭૬, રાજકોટની ૭૨, ભાવનગરની ૫૨ અને જામનગરની ૬૪ બેઠકો અને જૂનાગઢની ખાલી પડેલી ત્રણ બેઠકો પર કુલ ૫૭૫ બેઠકો માટે ૨૨૭૬ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ૫૭૭ ભાજપ, ૫૬૬ કોંગ્રેસ, ૯૧ એનસીપી, ૪૭૦ આમ આદમી પાર્ટી અને ૩૫૩ અન્ય પક્ષો તથા ૨૨૮ અપક્ષો મેદાનમાં છે