CIA ALERT

Alert Archives - Page 186 of 521 - CIA Live

March 25, 2021
virus_mutation640-nc-4.png
3min670

આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે દેશના ઓછામાં ઓછા ૧૮ રાજ્યમાં કોરોના વાઇરસના કેટલાક ભિન્ન પ્રકારની સાથે સિવીઅર અક્યૂટ રૅસ્પિરૅટરી સિન્ડ્રૉમ-કોરોનાવાઇરસ-ટૂ (એસએઆરએસ-સીઓવી-ટૂ)ના ‘ડબલ મ્યૂટન્ટ’ (જેની રચનામાં બે વખત ફેરફાર થયા હોય એવા વાઇરસ) જોવા મળ્યા છે. અગાઉ, કોરોના વાઇરસના અમુક ભિન્ન પ્રકાર યુકે, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ સહિતના વિદેશોમાં પણ જોવા મળ્યા હતા.

આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે દેશના અમુક રાજ્યમાં વધેલી કોરોના દરદીઓની સંખ્યાને કોવિડ-૧૯ના આ ભિન્ન પ્રકારોની સાથે સંબંધ હોવાનું સાબિત કરતા કોઇ પુરાવા હજી નથી મળ્યા.

તેણે જણાવ્યું હતું કે ઇન્ડિયન સિવીઅર અક્યૂટ રૅસ્પિરૅટરી સિન્ડ્રૉમ-કોરોનાવાઇરસ-ટૂ ક્ધસોર્ટિઅમ ઓન જેનોમિક્સ (આઈએનએસએસીઓજી) દ્વારા જેનોમ સિક્વન્સિંગ કરાતા વિવિધ રાજ્યમાં અલગ-અલગ પ્રકારના કોરોના વાઇરસ અને કેટલીક જગ્યાએ નવા ડબલ મ્યૂટન્ટ વૅરિઅન્ટ શોધી કઢાયા હતા.

ઇન્ડિયન સિવીઅર અક્યૂટ રૅસ્પિરૅટરી સિન્ડ્રૉમ-કોરોનાવાઇરસ-ટૂ ક્ધસોર્ટિઅમ ઓન જેનોમિક્સ દેશમાં કોવિડ-૧૯નું જેનોમિક સિક્વન્સિંગ અને અનૅલિસિસ કરતી ૧૦ પ્રયોગશાળાનું જૂથ છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા મોકલાયેલા કુલ ૧૦,૭૮૭ પૉઝિટિવ સૅમ્પલમાંથી ૭૭૧ ‘વૅરિયન્ટ્સ ઑફ ક્ધસર્ન્સ’ જોવા મળ્યા હતા. આ સૅમ્પલ્સમાંના ૭૩૬ યુકે (બી.૧.૧.૭) લાઇનેજના, ૩૪ દક્ષિણ આફ્રિકા (બી.૧.૩૫૧) લાઇનેજ અને એક બ્રાઝિલ (પી.૧) લાઇનેજના હતા.

In English

A new “double mutant” variant of the coronavirus has been detected from samples collected in India.

Officials are checking if the variant, where two mutations come together in the same virus, may be more infectious or less affected by vaccines.

Some 10,787 samples from 18 Indian states also showed up 771 cases of known variants – 736 of the UK, 34 of the South African and one Brazilian.

Officials say the variants are not linked to a spike in cases in India.

India reported 47,262 cases and 275 deaths on Wednesday – the sharpest daily rise this year.

The Indian SARS-CoV-2 Consortium on Genomics (INSACOG), a group of 10 national laboratories under India’s health ministry, carried out genomic sequencing on the latest samples. Genomic sequencing is a testing process to map the entire genetic code of an organism – in this case, the virus.

The genetic code of the virus works like its instruction manual. Mutations in viruses are common but most of them are insignificant and do not cause any change in its ability to transmit or cause serious infection. But some mutations, like the ones in the UK or South Africa variant lineages, can make the virus more infectious and in some cases even deadlier.

Virologist Shahid Jameel explained that a “double mutation in key areas of the virus’s spike protein may increase these risks and allow the virus to escape the immune system”.

The spike protein is the part of the virus that it uses to penetrate human cells.

March 25, 2021
maharashtra_map.jpg
1min560

પૂણે, નાગપુર, મુંબઈ, થાણે, નાસિક, ઔરંગાબાદ, નાંદેડ, જલગાંવ અને આકોલા મહારાષ્ટ્રમાં છે જયારે બેંગ્લૂરુ (અર્બન) કર્ણાટકમાં

મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ચંડીગઢ અને ગુજરાતમાં કોવિડ-૧૯ના નવા કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો હોવાની અને આ પાંચ રાજ્યમાં કુલ કેસના ૭૭.૪૪ ટકા કેસ હોવાની માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે તા.૨૫મી માર્ચ ૨૦૨૧ના રોજ આપી હતી.

દેશમાં સૌથી વધુ કેસ જે ૧૦ જિલ્લામાં છે તેમાંથી નવ જિલ્લા મહારાષ્ટ્રમાં છે તેવું આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું. પૂણે, નાગપુર, મુંબઈ, થાણે, નાસિક, ઔરંગાબાદ, નાંદેડ, જલગાંવ અને આકોલા મહારાષ્ટ્રમાં છે જયારે બેંગ્લૂરુ (અર્બન) કર્ણાટકમાં છે.

ગત ૨૪ કલાકમાં નોંધાયેલા નવા કેસમાંથી ૮૧.૬૫ ટકા નવા કેસ છ રાજ્યમાં નોંધાયા હતા. રોજનાં ધોરણે સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં ૨૮,૬૯૯ કેસ, ત્યાર બાદ પંજાબમાં ૨૨૫૪ કેસ અને કર્ણાટકમાં ૨૦૧૦ કેસ નોંધાયા હતા.

આઠ રાજ્યમાં સાપ્તાહિક ધોરણે રાષ્ટ્રીય સરેરાશ ૪.૧૧ ટકા કરતા વધુ સક્રિય કેસ નોેંઘાયા હતા અને એમાં પણ મહારાષ્ટ્રમાં સાપ્તાહિક ધોરણે સૌથી વધુ ૨૦.૫૩ ટકા કેસ નોંધાયા હતા. અત્યાર સુધી અપાયેલી કુલ રસીની ૬૦ ટકા રસી છ રાજ્યોમાં આપવામાં આવી છે.

કોરોનાને કારણે ગત ૨૪ કલાકમાં થનાર દરદીઓના કુલ મોતમાંથી ૮૩.૨૭ ટકા મોત છ રાજ્યમાં નોંધાયા હતા અને એમાં પણ સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં ૧૩૨, ત્યાર બાદ પંજાબમાં ૫૩ અને છત્તીસગઢમાં ૨૦ દરદીનાં મોત થયાં હતાં.

March 24, 2021
coronaindia-1-1280x1044.jpg
1min502

દેશના ગૃહમંત્રાલય તરફથી તા.૨૪મી માર્ચ ૨૦૨૧ના રોજ જારી કરવામાં આવેલી નવી કોરોના ગાઈડલાઈનમાં રાજ્ય સરકારોને ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની નીતિનો સખ્તાઈથી અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ નવી માર્ગદર્શિકા 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી લાગુ રહેશે. કેન્દ્રે રાજ્ય સરકારોને ટેસ્ટિંગ વધારવા કહેવા સાથે પોઝિટિવ આવેલા લોકોનો ઈલાજ પણ સુનિશ્ચિત કરવાં કહ્યું છે. તદુપરાંત ટ્રેક પોલિસી ઉપર કામ કરતાં ટેસ્ટમાં પોઝિટિવ આવેલા લોકોની જાણકારીઓ એકત્ર કરીને તેમની પણ સંક્રમણની તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. આવા લોકોને આઈસોલેટ એટલે કે અળગા પાડવા માટે પણ કહેવામાં આવ્યું છે. આવી જ રીતે કેન્દ્ર સરકારે જિલ્લા પ્રશાસનને પણ માઈક્રો લેવલે કન્ટેઈન્મેટન્ટ ઝોન તૈયાર કરવાં ઉપર જોર આપવા તાકીદ કરી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, કન્ટેઈન્મેન્ટ ઝોનમાં નિયમોનાં પાલન માટે સ્થાનિક પ્રશાસન અને પોલીસ જવાબદાર રહેશે. આ ઉપરાંત જવાબદાર અધિકારીઓની જવાબદેહીતા પણ રાજ્ય સરકારોને નક્કી કરવાની છે. કામનાં સ્થળો ઉપર શારીરિક અંતરનાં નિયમોનું પાલન કરાવવાનો અધિકાર પણ રાજ્યોને આપવામાં આવ્યો છે. માસ્ક, સેનિટાઈઝર, સ્વચ્છતા, સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોમાં સખ્તાઈ અને દંડ નક્કી કરવાનો અધિકાર પણ રાજ્યોને રહેશે.
આ ઉપરાંત રાજ્યોને જિલ્લા, તાલુકા અને શહેર કે વોર્ડ સ્તરે કોરોના સંબંધિત નિયંત્રણો લાગુ કરવાનો અધિકાર પણ રહેશે.

સખ્તાઈનાં આ આદેશો સાથે કેન્દ્ર તરફથી એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, અન્ય રાજ્યોમાં અવરજવર ઉપર કોઈ પ્રતિબંધ નથી. રાજ્યની ભીતર પણ આવાગમન ઉપર કોઈ જ રોક નથી. આવા પરિવહન માટે કોઈ મંજૂરી કે પરમિટ પણ જરૂરી રહેશે નહીં.

March 24, 2021
corona-gujarat.jpg
1min408

તા.૨૨મી માર્ચે ગુજરાતમાં નોંધાયેલા કોરોનાના નવા 1640 કેસ રાજ્યમાં અત્યાર સુધીના સર્વોચ્ચ હતા, એના ૨૪ કલાકમાં જ તા.૨૩મી માર્ચે ઓલટાઇમ હાઇની સંખ્યાને પણ વટાવીને કોરોનાના નવા 1730 કેસ ગુજરાતમાં નોંધાયા છે. જે સંખ્યા અત્યાર સુધીમાં ઓલટાઈમ હાઈ છે.

એક સરેરાશ મુજબ ગુજરાતમાં દર ર4 કલાકે 72 લોકો સંક્રમિત થઈ રહ્યા છે. આ સાથે અમદાવાદમાં ર અને સુરતમાં ર મળી વધુ 4 દર્દીના મૃત્યુ થતા કુલ મૃતકાંક 4458 થયો છે.

નવા કેસો વધવા સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ખતરનાક ઝડપે વધી રહી છે. રાજ્યમાં હાલની સ્થિતિએ 8318 એક્ટિવ કેસ છે. જ્યારે 76 દર્દી વેન્ટીલેટર પર છે. આ સાથે 1255 દર્દીઓ કોરોનામાંથી સાજા થતા ડીસ્ચાર્જડ દર્દીની સંખ્યા 2.77 લાખને પાર થઈ છે.

વિતેલા ર4 કલાક દરમિયાન ગુજરાતમાં નોંધાયેલા 1730 કેસ પૈકી સુરતમાં 577, અમદાવાદમાં 509, વડોદરામાં 162, રાજકોટમાં 140, ગાંધીનગરમાં 36, ભાવનગરમાં 31, જામનગરમાં 36, જૂનાગઢમાં 8, ખેડામાં 24, કચ્છમાં 19, મહેસાણામાં 16, ભરૂચ અને આણંદમા 15-15, દાહોદ અને સાબરકાંઠામાં 14-14, નર્મદામાં 13, અમરેલીમાં 11, મોરબીમાં 10, બનાસકાંઠા અને મહાસાગરમાં 9-9, પંચમહાલ, સુરેન્દ્રનગર અને વલસાડમાં 7-7, તાપીમાં 6, દેવભૂમિ દ્વારકામાં 5, છોટા ઉદેપુરમાં 4, અરવલ્લી અને નવસારીમાં 3-3, બોટાદ અને ગીર સોમનાથમાં ર-2, પોરબંદરમા 1 કેસ નોંધાયો છે.

નજીકના ભૂતકાળમાં સૌરાષ્ટ્રના 11માંથી પાંચ-છ જિલ્લામાં દિવસો સુધી કોરોનાનો એક પણ નવો કેસ દેખાયો ન હતો. હવે ફરીથી તમામ 11 જિલ્લામાં કેસ સામે આવ્યા છે. સૌરાષ્ટ્રમાં વધુ’ 253 કેસ નોંધાયા છે. જેમાંથી ફક્ત રાજકોટમાં જ અડધાથી વધુ 140 કેસ બન્યા છે. તેમાં પણ 117 કેસ ફક્ત રાજકોટ શહેરમાં જ બનવા પામ્યા છે. રાજકોટના ધોરાજી તાલુકામાં આજે નવા પાંચ મળી 48 કલાકમાં 10 કેસ નોંધાતા તંત્રની ચિંતામા વધારો થયો છે

March 24, 2021
vaccine-1.jpg
1min430

કોવિડ-૧૯ની કુલ ૩૨.૫૩ લાખથી વધુ રસી સોમવારે આપવામાં આવી હતી, જે અત્યાર સુધીની એક દિવસમાં આપવામાં આવેલી સૌથી વધુ રસી હતી.

આ સાથે અત્યાર સુધીમાં ૪.૮ કરોડ કોરોનાની રસી લોકોને આપવામાં આવી હોવાની માહિતી પણ મંત્રાલયે જાહેર કરી હતી.

સોમવારે ૨૩મી માર્ચ ૨૦૨૧ રસીકરણનો ૬૬મો દિવસ હતો અને એ દિવસે કુલ ૩૨,૫૩,૦૯૫ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. એમાંથી ૪૮૩૪૫ સત્રમાં ૨૯૦૩૦૩૦ લાભકર્તાને રસીનો પહેલો ડોઝ અને ૩૫૦૦૬૫ સ્વાસ્થ્ય કર્મચારીઓ તથા ફ્રન્ટલાઇન વર્કર્સને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. ૨૯૦૩૦૩૦ લાભકર્તામાં ૨૧૩૧૦૧૨ વ્યક્તિ ૬૦ વર્ષથી વધુ વયની હતી અને ૫૫૯૯૩૦ વ્યક્તિ ૪૫-૫૯ વર્ષની બહુરોગીય વ્યક્તિ હતી.

March 23, 2021
surat_loksabha.png
1min527

સુરતના મોટા વરાછા વિસ્તાર એક કન્સ્ટ્રક્શન સાઇટના અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ દરમિયાન માટી ધસી પડતાં ત્યાં કામ કરી રહેલા 8 મજૂરો દટાય ગયા હતા જેમાંથી ૨ના ઘટના સ્થળે મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

મોટા વરાછા વિસ્તારમાં અબ્રામા નજીક સિલ્વાસા પેરેડાઈઝ નામની નવનિર્મિત બિલ્ડીંગના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ થઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બનવા પામી હતી. બનાવ અંગે સમગ્ર વિસ્તારમાં વાયુવેગે વાત પ્રસરતા આસપાસના રહેવાસીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ચાલુ બાંધકામ ધરાવતી એપાર્ટમેન્ટની કન્સ્ટ્રકશન સાઇટ પર અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ માટે ખોદકામ દરમિયાન સિમેન્ટની દિવાલ બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી. દરમિયાન તાબડતોબ હાથ ધરાયેલી બચાવ કામગીરી દરમિયાન ચાર શ્રમિકોને બહાર કઢાયા હતા. જેમાંથી બેના મોત થઈ ચૂક્યા હતા જ્યારે બેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ ચાર ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. કતારગામ, કોસાડ, મોટા વરાછા, કાપોદ્રા ફાયર સ્ટેશનના અધિકારીઓ અને જવાનો શ્રમિકોને બચાવાની કામગીરી કરી રહ્યા છે. કન્સ્ટ્રક્શન સાઈટ પર લોકોની ભારે ભીડ ઉમટી પડતાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

March 23, 2021
vaccine-1.jpg
1min427

દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને વિસ્તારવાનો નિર્ણય લેતાં કેન્દ્ર સરકારે ત્રીજા તબક્કાના વેક્સીનેશન પ્લાન હેઠળ આગામી તા.૧ એપ્રિલ પછી દેશમાં 45થી વધુ ઉંમર ધરાવતા તમામ લોકોને વેક્સીન માટે એલિજીબલ ગણવાની મંજૂરી આપી દીધી છે. જેમાં હવેથી વેક્સીન લેનાર વ્યક્તિએ અન્ય બીમારીના સર્ટિફિકેટ આપવાની જરુર રહેશે નહીં. સરકારે કોરોના રસી માટે બીમારીના સર્ટિફિકેટની શરતને હટાવી લીધી છે.

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, રસી લેવા માટે 45થી વધુ ઉંમરના લોકોએ ડોક્ટરનું સર્ટિફિકેટ લાવવાની જરુર રહેશે નહીં. 45થી ઉપર ઉંમર છે તો રસી મળી જશે. તેમણે અપીલ કરી હતી કે કોરોના વેક્સીન માટે 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો તાત્કાલિક ધોરણ રજિસ્ટર કરાવી વેક્સીન ડોઝ મેળવી લેવાની પ્રક્રિયામાં સામેલ થાય. આ સિવાય તેમણે કોરોનાની અન્ય રસીઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દેશમાં કેટલીક કોરોના વેક્સીન ટ્રાયલ ફેજમાં છે અને ટૂંક સમયમાં તેમને મંજૂરી મળી શકે છે.

કેન્દ્રના જણાવ્યા મુજબ દેશવ્યાપી રસીકરણના બીજા તબક્કામાં 60થી વધુ ઉંમરના લોકોને આવરી લેવાની સાથે સાથે 45થી વધુ ઉંમર ધરાવતા અન્ય બીમારીઓથી પીડિત લોકોનું વેક્સીનેશન પણ કરવામાં આવી રહ્યુ છે.

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગેની માહિતી એક પત્રકાર પરિષદને સંબોધતા આપી હતી. રસીકરણ અભિયાનની માહિતી આપતાં તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી દેશમાં 4 કરોડથી વધુ લોકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે, જ્યારે 80 લાખથી વધુ લોકોને વેક્સીનનો બીજો ડોઝ આપી દેવાયો છે. તેમના જણાવ્યા મુજબ વિતેલા 24 કલાકમાં દેશભરમાં 32 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે દેશમાં તબક્કાવાર લોકોને વેક્સીન આપવાનો નિર્ણય લીધો હતો.

March 23, 2021
ambaji_temple-1280x720.jpg
1min561

બનાસકાંઠાના અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરેલા ભક્તોને પ્રવેશ આપવા નહીં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટે મંદિરના પ્રવેશ દ્વાર પર બોર્ડ લગાવીને આ અંગેની માહિતી આપી છે. આ પહેલા અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાનાં મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. અંબાજી મંદિરના પ્રવેશદ્વાર પર લગાવેલા બોર્ડમાં જણાવવામાં આવ્યું છે કે, નમ્ર વિનંતી ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાય તેવો પોષાક પહેરીને જ મંદિર સંકુલમાં પ્રવેશ કરવા વિનંતી. ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિર સંકુલમાં પ્રવેશ ન કરવા વિનંતી. મહત્ત્વનું છે કે, અંબાજી મંદિરમાં રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે ત્યારે તમામ ભક્તજનોએ આ અંગે હવે સાવચેતી રાખવી પડશે.

રાજ્યભરમાંથી હજારો પ્રવાસીઓ અંબાજી મંદિર ખાતે આવતા હોય છે. લોકો મા અંબાના દર્શન કરી ધન્ય બનતા હોય છે ત્યારે હવે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં એક મર્યાદા સાથે સંકૃતિનું પાલન થાય તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશમાંથી અલગ અલગ સ્થળો પરથી આવતા શ્રદ્ધાળુઓ બરમુડા, સ્કર્ટ જેવા ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા હોય છે. આ કારણે મંદિરમાં અન્ય લોકો પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાતા હોય છે.

March 23, 2021
fastag.png
1min508

ફાસ્ટટૅગના સરેરાશ દૈનિક કલેક્શનનો આંક રૂ. ૧૦૦ કરોડને પાર કરી ગયો હોવાની માહિતી કેન્દ્રના રોડ, પરિવહન અને એમએસએમઈ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ સોમવારે રાજ્યસભામાં આપી હતી. ગડકરીના જણાવ્યાનુસાર ૧૬, માર્ચ ૨૦૨૧ સુધીમાં દેશભરમાં ત્રણ કરોડ કરતાં પણ વધુ ફાસ્ટટૅગ આપવામાં આવ્યા હતા. ૧, માર્ચ ૨૦૨૧થી ૧૬, માર્ચ ૨૦૨૧ દરમિયાન ફાસ્ટટૅગનો સરેરાશ દૈનિક કલેક્શનનો આંક રૂ. ૧૦૦ કરોડ કરતાં વધુ રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું. નેશનલ હાઈવેના પૂરા કરાયેલા કોરિડોરમાં એનએચએઆઈ (નેશનલ હાઈવે ઑથોરિટી ઑફ ઈન્ડિયા) દ્વારા ટોલ પ્લાઝા ખાતે ૫૫૦ ઍમ્બ્યુલન્સ સેવામાં દાખલ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું. આ ૫૫૦ ઍમ્બ્યુલન્સમાંથી ૧૭૧ને બૅઝિક લાઈફ સપોર્ટ માટે અપગ્રેડ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

March 23, 2021
covishield.jpg
1min573

સરકારે કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવા માટેનો ગાળો અગાઉના ૪-૬ સપ્તાહથી વધારીને હવે ૪-૮ સપ્તાહ કરવાની જાહેરાત કરી છે.

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક પુરાવાને આધારે કોવિડ-૧૯ના રસી કોવિશિલ્ડના બે ડોઝ લેવાનો ગાળો પહેલો ડોઝ લીધાના ૪-૬ સપ્તાહને બદલે ૪-૮ સપ્તાહમાં લઇ શકાય એવો પ્રસ્તાવ સરકારી સલાહકાર સંસ્થા એનટીએજીઆઇએ કર્યો છે. જોકે, બીજો ડોઝ આઠ સપ્તાહ પહેલા લેવો જરૂરી છે. કેન્દ્રના સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય સચિવોને પત્ર લખીને જણાવ્યું હતું કે સરકારે એનટીએજીઆઇનો પ્રસ્તાવ સ્વીકાર્યો છે. આ સાથે બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લાભકર્તાને કોવિશિલ્ડનો પહેલો ડોઝ આપ્યાના ૪-૮ સપ્તાહમાં બીજો ડોઝ આપવાની સલાહ આપવામાં આવી છે. જોકે, બીજો ડોઝ આપવાનો સમયગાળો આઠ સપ્તાહથી વધુ ન હોવો જોઇએ.