CIA ALERT

Alert Archives - Page 185 of 521 - CIA Live

March 27, 2021
k4.jpg
2min696

આકાશમાં તારલાઓ કંઈ એમ જ નથી ચમકતા. તનતોડ મહેનત અને દૃઢ નિશ્ચયથી ઘણા લોકો સફળતાના શિખર પર પહોંચે છે.. જ્યાં તેઓ એક પ્રતીક બનીને ઉભર્યાં છે. સી.એ. ભવાની દેવી પણ આવા જ રમતવીર તારલાઓની આકાશગંગામાંથી એક છે જેમણે તલવારબાજીમાં ટોક્યો ઓલમ્પિક 2021માં ક્વોલીફાઈ કર્યું છે.

આ માત્ર ભવાની માટે જ ગૌરવની ક્ષણો નથી પરંતુ KIIT ડીમ્ડ યુનિવર્સિટીની એક વિદ્યાર્થિની હોવાના કારણે ભવાની જેવા બાળકોની પ્રતિભાને નિખારવામાં એક વિશ્વસનીય અને અનુભવી પરામર્શદાતાની જેમ KIIT અને KISSને બે નિયમિત લોન્ચ પેડ બનવાનું ગૌરવ મળ્યું છે. આ બંને સંસ્થાના સંસ્થાપક ડૉ.અચ્યુત સામંત હંમેશા મદદ માટે ખડેપગે રહ્યા.. માત્ર રમતગમતમાં ભવાનીની લાંબી શાનદાર યાત્રા માટે જ નહીં પરંતુ એ તમામ લોકો માટે વણમાગી મદદ પ્રદાન કરવા માટે જેમણે રમતની સાથે સાથે તમામ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ભલે તે રાષ્ટ્રીય સ્તરે હોય કે અંતરરાષ્ટ્રીય સ્તરે.. તેના પર ક્રેડિટ સ્કોર અટકતો નથી, કારણ કે વર્ષ 2021 ટોક્યો ઓલમ્પિક માટે ભવાની તલવારબાજીમાં ક્વોલીફાઈ કરનાર પહેલી ભારતીય મહિલા બની ગઈ છે.

આપણા સૌ માટે એ અવસર કેવો હશે જ્યારે ભારતની એક યુવા મહિલા ખેલાડી લાખો લોકો સામે પોતાના હરીફ સામે કૃપાણની તેજસ્વી કલાની ચમક દેખાડશે..

તમિલનાડુની વતની અને KIIT ડીમ્ડ યુનિવર્સિટીની વિદ્યાર્થિની ભવાની 25 માર્ચ 2021ની સવારે ઈટલીથી સીધી જ ભુવનેશ્વર પહોંચી. ભુવનેશ્વરના બીજૂ પટનાયક એરપોર્ટ પર પહોંચેલા ભવાની, તેમની માતા અને કોચનું જોરદાર સ્વાગત કરાયું. KIIT ડીમ્ડ યુનિવર્સિટીના પરિસરમાં ભવાની માટે એક સત્કાર સમારોહ યોજાયો. જ્યાં પ્રતિષ્ઠિત હસ્તીઓ જેવા કે KIIT અને KISSના સંસ્થાપક ડૉ.અચ્યુત સામંત, ઈન્ડિયન ફેન્સિંગ એસોસિએશનના જનરલ સેક્રેટરી શ્રી બશીર એ. ખાન, ઓડિશા ફેન્સિંગ એસોસિએશનના સેક્રેટરી શ્રી દેવેન્દ્ર સાહુ, જાણીતા પર્યાવરણવિદ અને ગ્રીન મેન ડૉ. અબ્દુલ ઘની, ફાસ્ટ રનર દુતી ચાંદ, KIIT ડીમ્ડ યુનિવર્સિટીના વાઈસ ચાંસલર પ્રો.હર્ષિકેશ મોહંતી, KIIT ડીમ્ડ યુનિવર્સિટીના પ્રો-વાઈસ ચાંસલર પ્રો. સસ્મિતા સામંતની ઉપસ્થિતિમાં ભવાનીને સમ્માનિત કરાઈ.

તમિલનાડુની વતની ભવાનીએ KIITમાં પોતાના એડમિશન બાદ ટોક્યો ઓલમ્પિક માટે ક્વોલીફાઈ કર્યું.

એ વાત સૌના માટે ગૌરવથી સહેજ પણ ઓછી નથી કે તે પોતાના સપનાઓની પાંખો પર ઉડી શકે છે. ભવાની પોતે કહે છે કે “બાળપણથી જ હું ઓલમ્પિકમાં ભાગ લેવાનું સપનું જોતી રહી છું. આ સપનાને પૂરું કરવા મારે અનેક સંઘર્ષો અને પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો”. સમ્માન સમારોહમાં સંબોધન કરતા ભવાનીએ આ વાત કરી. સાથે જ ભવાનીએ પોતાના માતા-પિતા અને કોચને આ સફળતાનો શ્રેય આપ્યો, જેમણે બાળપણથી જ તેમનો સાથ આપ્યો.

ભવાનીએ દાવો કર્યો કે ઓલમ્પિકમાં ક્વોલીફાઈ કરવા પાછળ દુતી ચાંદ તેની પ્રેરણા સ્ત્રોત રહી છે. તેમણે એમ પણ કહ્યું કે મારા માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં હજારો નવોદિત એથલીટ અને ખેલાડીઓ માટે દુતી એક રોલ મૉડલ છે. જેનો ઉદય આ સંસ્થાનમાંથી એક સર્વશ્રેષ્ઠ દોડવીર તરીકે થયો છે.

મિસ ભવાનીને અભિનંદન પાઠવતાં ડૉ. અચ્યુત સામંતે કહ્યું કે “શિક્ષણ ઉપરાંત KIIT અને KISS સંસ્થાએ રમત અને રમતવીરોને આગળ વધારવા પર ભાર મૂકયો છે. વાસ્તવમાં KIIT અને KISSને એ વાતનું ગૌરવ છે કે તેમના પરિસરમાં રમત માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે.” 5 હજારથી વધુ ખેલાડીઓને પહેલાં જ KIIT અને KISSમાં તૈયાર કરાઈ ચૂક્યા છે. ડૉ.સામંતે આશા વ્યક્ત કરી કે દુતી અને ભવાની નિશ્ચિત રીતે આગામી ઓલમ્પિકમાં મેડલ્સ જીતશે.

અન્ય લોકોમાં ભવાનીની મા સી.એ.રમાની, KIITના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ગગનેન્દુ દાશ, રજિસ્ટ્રાર જ્ઞાન રંજન મોહંતી અને અનેક વરિષ્ઠ પદાધિકારીઓ આ અવસર પર ઉપસ્થિત હતા.

March 27, 2021
Sachin-Tendulkar.jpg
1min547

ભારતના વિશ્વ વિખ્યાત ક્રિકેટર સચિન તેંદુલકરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની જાણકારી તેમણે ખુદ ટ્વીટ કરીને આપી છે.

સચિન તેંદુલકરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે માઇલ્ડ સિન્ટમ્સ સાથે તેઓ કોરોના પોઝીટીવ છે અને સાવચેતીપૂર્વક તકેદારી રાખી રહ્યા છે.

March 27, 2021
atulbakery.jpg
1min467
Surat hit and run Atul Bakery owners car crashes three mopeds collidewoman  killed ap– News18 Gujarati

શહેરના વેસુ વિસ્તારમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં મોડી રાત્રે એક લક્ઝુરિયસ કાર ચાલકે 3 મોપેડને અડફેટે લીધા છે. જેમાં એક મહિલાનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે. આ કાર અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયા નીકળ્યા હતા. વાણી વર્તન પરથી અતુલ બેકરીને માલિક અતુલ વેકરીયા ફુલ પીધેલો જણાયો હતો.

અકસ્માત થયા બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને કાર માલિકને પકડી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસને કારમાંથી દારૂની બોટલો પણ મળી હોવાની સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે.

ઘટના સ્થળેથી મળેલી માહિતી અનુસાર સુરતમાં જાણિતી અતુલ બેકરીનો માલિક અતુલ વેકરીયા પોતાની કાર નં. GJ 05 RM 1863 બેફામ અને પૂર ઝડપે હંકારતા વેસુ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો. ફુલ પીધેલી હાલતમાં જણાયેલા અતુલ વેકરીયાએ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા વેસુ વિસ્તારમાં એક સાથે ત્રણ મોપેડ ચાલકોને અડફેટે લીધા હતા. જેમાં બેથી ત્રણ લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં એક મહિલાનું પણ મોત થયું છે.

March 27, 2021
tata_cyrus-mistry.jpg
1min521

તાતા જૂથ દ્વારા ૨૦૧૬માં સાયરસ મિસ્ત્રીને અધ્યક્ષપદેથી હટાવવાના નિર્ણયને શુક્રવારે સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણ્યો હતો અને તેમને પાછા પદ પર બેસવાની છૂટ આપનારા કંપની લૉ ટ્રિબ્યુનલના આદેશને રદ કર્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ એસ. એ. બોબડેના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું કે સાયરસ મિસ્ત્રીને હટાવવાનો નિર્ણય યોગ્ય હતો અને કાયદાના સંબંધિત પ્રશ્ર્નો ટાટા જૂથની તરફેણમાં છે.

દરમિયાન તાતા ગ્રૂપના ચેરમેન ઇમેરિટ્સ રતન તાતા અને તાતા સન્સે સર્વોચ્ચ અદાલત દ્વારા સાયરસ મિસ્ત્રી સામેના કેસમાં પોતાની તરફેણમાં આપેલા ચુકાદાને આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે અમારા જૂથના મૂલ્ય અને વહીવટના ધોરણને સમર્થન મળ્યું છે.

રતન તાતાએ સોશિયલ મીડિયા પરની પૉસ્ટમાં જણાવ્યું હતું કે આ કેસ હાર કે જીતનો નહોતો. મારી પ્રામાણિકતા અને જૂથની નૈતિકતા સામે સવાલ ઉઠાવનારાઓને સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી જવાબ મળી ગયો છે. આ ચુકાદો દેશના ન્યાયતંત્રમાંનો વિશ્ર્વાસ પ્રસ્થાપિત કરનારો છે.

તાતા ગ્રૂપની કંપનીઓની હૉલ્ડિંગ ફર્મ તાતા સન્સે જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતનો આ ચુકાદો અમારા જૂથ દ્વારા અપનાવાયેલી નીતિને સમર્થન આપે છે. તાતા સન્સ સર્વોચ્ચ અદાલતનું આભારી છે. (એજન્સી)

સાયરસ મિસ્ત્રીને પદ પરથી હટાવવું કોર્પોરેટ ગવર્નન્સના સિદ્ધાંતોનું સંપૂર્ણપણે ઉલ્લંઘન છે તેવી રજૂઆત શાપૂરજી પાલનજી ગ્રુપ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. આર્ટિકલ્સ ઑફ એસોસિયેશનનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું એવું તેમણે કહ્યું હતું. કોર્ટમાં તાતા ગ્રુપે આક્ષેપોનો ઇનકાર કર્યો હતો અને મિસ્ત્રીને ચેરમેનપદેથી હટાવવાનો બોર્ડનો અધિકાર હતો એમ જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે ૧૭મી ડિસેમ્બર, ૨૦૨૦ના દિવસે ચૂકાદો રિઝર્વ રાખ્યો હતો

૧૮ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ નેશનલ કંપની લૉ એપેલેટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી)એ તાતા ગ્રુપના ચેરમેનપદે સાયરસ મિસ્ત્રીને બેસાડવાનો આદેશ આપ્યો હતો. એનસીએલએટીના આ આદેશને હવે રદ કરવામાં આવ્યો છે.

ડિસેમ્બર, ૨૦૧૨માં સાયરસ મિસ્ત્રીની તાતા સન્સના ચેરમેનપદે નિમણૂક કરવામાં આવી હતી. કંપનીના બોર્ડના ડિરેક્ટર્સે ૨૪,ઑક્ટોબર, ૨૦૧૬ના રોજ બહુમતીથી તેમને હટાવવાનો નિર્ણય લીધો હતો. ૨૦ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ સુપ્રીમ કોર્ટે એનસીએલએટીના ૧૮ ડિસેમ્બર, ૨૦૧૯ના આદેશ પર સ્ટે આપ્યો હતો.

March 27, 2021
bengal.png
2min645

પ. બંગાળ અને અસમમાં આજે વહેલી સવારથી વિધાનસભા ચૂંટણીનો પહેલો તબક્કો શરું થઈ ગયો છે. કેટલીક ઘટનાને બાદ કરતા રાજ્યમાં મોટાભાગના સ્થળે શાંતિ પૂર્વક મતદાન થઈ રહ્યું છે. બંને રાજ્યોમાં મતદાનની સંવેદનશીલતાને ધ્યાને લેતા ખૂબ જ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. બંને રાજ્યોમાં સવારથી શરું થયેલા મતદાનમાં મહિલાઓ ખૂબ જ ઉત્સાહ પૂર્વક બહાર નકળી છે. પ્રથમ બે કલાકમાં અસમમાં 8.84 અને બંગાળમાં 7.72 ટકા મતદાન નોંધાયું છે.

West Bengal Election 2021 Dates: Polls to Be Held in 8 Phases, Results on  May 2

પશ્ર્ચિમ બંગાળમાં શનિવારે પહેલા તબક્કાની ચૂંટણી માટે મતદાન થવાનું છે અને ૩૦ બેઠક માટે ૭૩ લાખ મતદારો મતદાન કરી રહ્યા છે.

૭૦૬૧ સ્થળે ૧૦,૨૮૮ મતદાન કેન્દ્રની સુરક્ષા માટે ચૂંટણીપંચે કેન્દ્રીય દળની ૬૮૪ ટુકડી તહેનાત કરાઇ છે. આ સિવાય, મહત્ત્વના સ્થળોએ સ્થાનિક પોલીસ પણ તહેનાત કરવામાં આવી છે.

મોટાભાગના વિસ્તારો એક જમાનાના નક્સલવાદીઓના અડ્ડા ગણાતા જંગલમાં આવેલા છે.

પહેલા તબક્કાની ૩૦ બેઠક માટેની ચૂંટણી માટે ૧૯૧ ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. મતદાન દરમિયાન કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું ચુસ્તાથી પાલન કરવામાં આવી રહ્યું છે.

પહેલા તબક્કામાં પુરલીયાની નવ બેઠક, બાનકુરાની ચાર બેઠક, ઝારગ્રામની ચાર બેઠક, પશ્ર્ચિમ મિદનાપુરની છ બેઠક, ભાજપના નેતા સુવેન્દુ અધિકારીની હૉમપીચ ગણાતી પૂર્વ મિદનાપુરની સાત બેઠકનો સમાવેશ થાય છે.

આ બેઠકો માટે ટીએમસી અને ભાજપ બંનેએ પોતાના ૨૯ ઉમેદવાર અને ડાબેરી-કૉંગ્રેસ-આઇએસએફ જોડાણે બધી જ બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા કર્યા છે.

ઝારગ્રામમાં બૂથદીઠ ૧૧ સંસદીય કર્મચારીની નિયુક્તિ કરવામાં આવશે, જે રાજ્ય માટે અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે.

ચૂંટણીપંચે જણાવ્યું હતું કે ઝારગ્રામના ડાબેરી કટ્ટરવાદીઓના ગણાતા વિસ્તારોમાં ૧૩૦૭ બૂથની સુરક્ષા માટે અમે ૧૨૭ કેન્દ્રીય ટુકડી તહેનાત કરવામાં આવી છે.

આ સિવાય, ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યુઆરટી) તરીકે વધુ ૧૪ ટુકડીનો ઉપયોગ કરવામાં આવશે, સ્ટ્રોન્ગ રૂમની સુરક્ષા માટે એક ટુકડી અને અન્ય બે ટુકડી રિઝર્વ ફોર્સ તરીકે અનામત રાખવામાં આવશે.

ઝારગ્રામમાં કુલ ૧૪૪ ટુકડી તહેનાત કરવામાં આવશે.

અન્ય જિલ્લાઓમાં સરેરાશ પ્રતિ બૂથ છ અર્ધલશ્કરી દળના જવાનને તહેનાત કરવામાં આવશે.

સૌથી વધુ ૧૮૫ ટુકડી પુરલિયામાં ૨૪૩૭ બૂથ માટે તહેનાત કરવામાં આવશે.

બાનકુરામાં ૮૩ ટુકડી ૧૩૨૮ બૂથ માટે તહેનાત કરવામાં આવશે. દરેક ટુકડીમાં ૧૦૦ જવાન રહેશે.

પહેલા તબક્કાના મતદાન માટે ૨૨૦૯૨ પોલીસના જવાનોને તહેનાત કરવામાં આવશે.

March 26, 2021
maharashtra_map.jpg
1min712

કોરોના કેસોમાં ભારતમાં સૌથી વધારે ખરાબ હાલત મહારાષ્ટ્રની છે. દેશમાં દરરોજ નોંધાઈ રહેલા કેસમાં મહારાષ્ટ્રના કેસની સંખ્યા સૌથી વધારે નોંધાઇ છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 35,952 નવા કેસ નોંધાયા છે. જ્યારે મુંબઈમાં પણ રેકોર્ડ કેસ નોંધાયા છે મુંબઈમાં 5,504 નવા કેસ સામે આવ્યા છે.

મહારાષ્ટ્રમાં દૈનિક કેસની સંખ્યા હવે 35,000 ઉપર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 111 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્રની પરિસ્થિતિ વધારેને વધારે ચિંતાજનક બની રહી છે. સરકાર દ્વારા લોકોને બિનજરૂરી ઘરના બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં લોકડાઉન પણ કરવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, નાંદેડ અને બીડમાં સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા 10 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

March 26, 2021
indiavsengland.jpg
1min530
India vs England ODI series 2021: Fixtures, Time-Table, Squads, Broadcast &  Live Streaming Details

સૂર્યકુમાર યાદવને શુક્રવારે ઇંગ્લેન્ડ વિરૂધ્ધના બીજા વન ડે મેચમાં ભારતીય ઇલેવનમાં મોકો મળવાની પૂરી સંભાવના હશે. જ્યારે ટીમ ઇન્ડિયાની નજર આ મેચમાં જીત હાંસલ કરીને શ્રેણી 2-0ની અતૂટ સરસાઇ સાથે કબજે કરવા પર રહેશે. બીજી તરફ ઇંગ્લેન્ડ માટે શ્રેણીમાં જીવંત રહેવા માટે બીજો વન ડે મુકાબલો કરો યા મરો સમાન બની રહેશે. શ્રેયસ અય્યર ખભાને ઇજાને લીધે સિરીઝ બહાર થઇ ગયો છે. આથી ફોકસ સૂર્યકુમારના વન ડે ક્રિકેટમાં પદાર્પણ પર રહેશે. તેણે ટી-20માં શાનદાર ડેબ્યૂ કરીને તેનો દાવો સધ્ધર કર્યોં છે. મેચ શુક્રવારે બપોરે 1-30થી શરૂ થશે.

કોરોના મહામારી પહેલા શ્રેયસ અય્યર વન ડે ફોર્મેટનો મહત્ત્વનો ખેલાડી હતો, પણ હવે ભારતની બેંચ સ્ટ્રેંથ એટલી મજબૂત છે કે નવોદિત ખેલાડી પણ વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને ખતરનાક લાગી રહ્યા છે. આથી ટીમ મેનેજમેન્ટ માટે પસંદગીની દુવિધા છે. સ્ટાર રવીન્દ્ર જાડેજા ત્રણ મહિનાથી ટીમ બહાર છે, પણ અક્ષર પટેલે ટેસ્ટમાં અને કુણાલ પંડયાએ તેની ખોટ મહેસૂસ થવા દીધી નથી. જયારે આઇપીએલથી મશહૂર બનેલા મીડિયમ પેસર પ્રસિધ્ધ કૃષ્ણાએ વન ડે પદાર્પણ સાથે 4 વિકેટ લઇને ટીમ ઇન્ડિયામાં શાનદાર એન્ટ્રી કરી છે.

ભારત માટે રાહતની વાત એ છે કે શિખર ધવન અને કેએલ રાહુલે ફોર્મમાં વાપસી કરી લીધી છે. ધવને 98 અને રાહુલે અણનમ 62 રનની ઇનિંગ રમીને ભારતની જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. રોહિત શર્માને પહેલા મેચમાં કોણીની ઇજા થઇ છે, પણ તે ફિટ થઇ જશે તેવી આશા છે. જો રોહિતને બ્રેક અપાશે તો ધવન સાથે યુવા શુભમન ગિલને દાવનો પ્રારંભ કરવાનો મોકો પ્રાપ્ત થશે. ચાઇનામેન બોલર કુલદિપ યાદવે પહેલા મેચમાં 9 ઓવરમાં 68 રન આપ્યા હતા. તેના સ્થાને યજુર્વેન્દ્ર ચહલને તકની પ્રબળ સંભાવના છે. ભુવનેશ્વર-શાર્દુલ-કૃષ્ણાની ત્રિપુટીએ 10માંથી 9 વિકેટ લીધી હતી. આથી આ કોમ્બીનેશનમાં પ્રયોગનો કોઇ અવકાશ નથી. નટરાજન અને સિરાઝમાંથી કોઇ એકને શ્રેણી જીત બાદ આખરી મેચમાં મોકો મળી શકે છે.
બીજી તરફ ઇંગ્લેન્ડનો ઇરાદો શ્રેણી જીવંત રાખવાનો રહેશે.

કપ્તાન ઇયોન મોર્ગન અને સેમ બિલિંગ્સ ઇજાગ્રસ્ત છે. આથી બન્નેનું રમવું શંકાસ્પદ છે. પહેલા મેચમાં બેયરસ્ટો અને રોયની ઓપનિંગ જોડીએ ધસમસતી શરૂઆત આપી હતી, પણ બાદમાં સમયાંતર વિકેટો પડવાથી ઇંગ્લેન્ડની ટીમ 66 રને હારી હતી. ઇંગ્લેન્ડે બીજા વન ડેમાં મોટો સ્કોર કરવા માટે બટલર, સ્ટોકસ અને મોઇન અલીએ પાસેથી મોટી ઇનિંગ નીકળે તેવી આશા રાખવી પડશે. જોફ્રા આર્ચરની ગેરહાજરીમાં ઇંગ્લેન્ડની પેસ બેટરી ઢીલી પડી છે. જેનો ફાયદો વન ડે શ્રેણીમાં ભારતને મળી રહ્યો છે.

March 26, 2021
bharat-band.jpg
1min409

આંદોલનને 120 દિવસ પૂરા થતાં ‘ભારત બંધ’ : અનેક યુનિયનોનો ટેકો; હોલિકાદહનમાં કાયદાદહન

કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે છેલ્લા ત્રણ માસ કરતાં વધુ સમયથી આંદોલન કરી રહેલા કિસાનો આવતીકાલે શુક્રવારે 120 દિવસ પૂર્ણ થતાં ‘ભારત બંધ’ સાથે આંદોલન વધુ ઊગ્ર બનાવશે.

આ બંધને વેપારી યુનિયનો, ટ્રક યુનિયનો, બસ તેમજ રેલવે યુનિયનો તરફથી સમર્થન મળશે. સાથોસાથ કોંગ્રેસ, ડાબેરી સહિત અનેક વિપક્ષો પણ કિસાનોને સમર્થન આપશે. કિસાન નેતાઓએ ‘દેશબંધી’ દરમ્યાન થનારી પરેશાની બદલ લોકોની માફી માગતાં સહયોગ આપવાની અપીલ કરી છે. કિસાન સંગઠનોએ એવું પણ એલાન કર્યું છે કે, 28મી માર્ચના હોલિકાદહનમાં નવા કૃષિ કાયદાની નકલોનું પણ દહન કરાશે. દરમ્યાન સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું હતું કે, કાલે શુક્રવારની સવારે છથી સાંજે છ વાગ્યા સુધી ‘ભારત બંધ’નું એલાન છે. જો કે, જે રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી છે, તેમને આ બંધમાંથી મુક્ત રખાયા છે, તેવું પણ જણાવાયું હતું. ‘ભારત બંધ’ દરમ્યાન રેલ અને માર્ગો પર અવર-જવર બાધિત કરવાની આંદોલનકારી કિસાનોની યોજના છે. પેટ્રોલ પમ્પ, મેડિકલ સ્ટોર જેવી જીવનજરૂરી સેવાઓ ખુલ્લી રહેશે.

March 25, 2021
tanay.jpg
2min985

Jayesh Brahmbhatt 98253 44944

सूरत के अडाजण, वेसू और वराछा एरीया में कार्यरत ALLEN करीयर इन्स्टिट्युट के छात्र तनय विनीत तयाल ने इसी मार्च महिने में हूए जेइइ मेइन्स मार्च 2021 की राष्ट्रव्यापी परीक्षा में 99.99 पर्सन्टाइल रेंक हांसल करके पूरे गुजरात में टॉप किया है. ALLEN करीयर इन्स्टिट्युट सूरत में करीब 2500 छात्रो को एन्ट्रन्स एकझाम प्रीपेरेशन करवा रहे है.

सूरत के एलन करीयर इन्सिटट्युट में जेइइ मेइन्स का कोचिंग लेकर मार्च 2021 में हूए जेइइ मेइन्स की राष्ट्रव्यापी परीक्षामें पूरे गुजरात में जिन्होने टॉप रेन्क हांसल किया वह तनय तयाल विजयी मुद्रा में CiA Live Digital Media

सुरत के अडाजण स्थित ALLEN करियर इन्स्टीट्यूट के इन्चार्ज नेहचलसिंघ ने पत्रकारो को जानकारी देते हूए बताया की तनय ने फरवरी 2021 में हूए जेइइ मेइन्स के परीक्षा में भी अग्रक्रम हांसल कीया था और किशोर वैज्ञानिक प्रोत्साहन योजना (के.वी.पी.वाय.) संचालित परीक्षा में भी राष्ट्रीय स्तर पर प्रथम दस स्थान में अपना स्थान जमाया है. तनय तयालने फिजिक्स में 100 में से पूरे 100 पर्सन्टाइल प्राप्त कीए हे.

एलन करीयर इन्स्टिट्युट में कोचिंग पाकर जेइइ मेइन्स मार्च 2021 परीक्षा में पूरे गुजरातमां टॉप करने वाले तनय तयाल और उनके माता-पिता के एलन करियर इन्स्टीट्युट सूरत के मेनेजमेन्टने अभिवादन किया CiA Live Digital Media

आई.आई.टी. बॉम्बे से कम्प्युटर सायन्स में बी.टेक. पढना चाहते है तनय

सी.आइ.ए. लाइव डिजिटल मिडीया से बात करते हूए तनय विनित तयालने कहा की अब उनका फोकस जेइइ एडवान्स्ड की परीक्षा पर रहेगा. आगे जाकर तनय आइ.आइ.टी. बॉम्बे से कम्प्युटर सायन्स में बी.टेक. की पढाई करने का सोच रहे हे.

तनय तयाल दसवीं कक्षा तक फाउन्टेनहेड स्कुल में पढे और उसके बाद उन्होने आर.एम.जी. महेश्वरी स्कुल ग्यारवी कक्षा से जाइन किया है.

March 25, 2021
corona_india.jpg
1min732

દેશમાં બુધવારે 132 દિવસ બાદ વિક્રમી 47,262 નવા કેસ સાથે કુલ દર્દીઓનો આંક 1.17 કરોડને આંબી, 1 કરોડ 17 લાખ 34058 થઇ ગયા છે.

છેલ્લા 83 દિવસ બાદ સૌથી વધુ 275 દર્દી ‘કોરોનાનો કોળિયો’ બની જતાં કુલ 1,60,441 સંક્રમિતો જીવ ખોઇ ચૂક્યા છે. તા.૨૪મી માર્ચે સતત 14મા દિવસે સક્રિય કેસો વધ્યા હતા. 23 હજારથી વધુ કેસોનો ઉછાળો આવતાં તા.૨૪મી માર્ચ ૨૦૨૧ના રોજ કુલ 3,68,457 દર્દી સારવાર હેઠળ છે.

નવા કેસોમાં વિક્રમી વધારાના પગલે તા.૨૪મી માર્ચે સક્રિય કેસોનું પ્રમાણ 3.14 ટકા થઇ ગયું હતું. સક્રિય કેસોમાં વધારાએ સરકારની ચિંતા વધારી છે. દેશમાં આજે વધુ 23,907 દર્દી ઘાતક વાયરસ સામે જીવનનો જંગ જીતી જતાં સાજા થયેલા સંક્રમિતોની સંખ્યા પણ 1.12 કરોડને પાર કરી 1 કરોડ 12 લાખ 05,160 થઇ ગઇ છે.