CIA ALERT

Alert Archives - Page 180 of 518 - CIA Live

April 5, 2021
corona-1.jpg
1min582

ભારતમાં કોરોના વેક્સીનેશનનું કામ ઝડપથી થઈ રહ્યું છે તેને સમાંતર હવે કોરોનાની ટ્રીટમેન્ટમાં પણ રામબાણ ઇલાજ શોધી કાઢવામાં આવ્યો હોવાનો દાવો ગુજરાતની જાણીતી દવા કંપની ઝાયડસ કેડિલા (Zydus Cadila) એ કર્યો છે.

ઝાયડસ કેડિલાના સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીએ કોરોનાની સારવાર માટે તૈયાર કરેલી દવા PegIFN ના વપરાશ માટે ભારત સરકાર પાસે મંજુરી માગી છે. ફેઝ-3ના ઇન્ટરીમ રિઝલ્ટમા સારા પરિણામ ઝાયડસ કેડિલા કંપનીએ DCGI પાસેથી મંજૂરી માંગી છે. કંપનીના રિસર્ચમાં 91 ટકા જેટલા દર્દીઓને 7 દિવસમાં દવા લીધા બાદ કોરોના નેગેટિવ આવ્યો છે. 

Zydus Cadila એ સોમવારે જાહેરાત કરી કે, તેણે COVID-19 ની સારવાર માટે Pegylated Interferon Alpha 2b ના ઉપયોગ માટે DCGI પાસેથી મંજૂરી માંગતી અરજી કરી છે. સાથે જ Zydus Cadila એ પણ જાહેરાત કરી કે, Pegylated Interferon Alpha 2b ની સાથે ત્રીજા ફેઝમાં પરીક્ષણમાં COVID -19 ની સારવારમાં અમને આશાજનક પરિણામો મળ્યા છે. સાથે જ કંપનીએ જણાવ્યું કે, આ દવાથી અમે દર્દીને વહેલી તકે સારવાર કરી શકાય તેવા પરિણામો મળ્યા છે. સાથે જ તેની ગંભીર આડઅસરથી પણ બચવામાં સફળતા મળી છે. 

પખવાડીયા અગાઉ જ ઝાયડસ કેડિકલા કંપનીએ રેમડિસિવીર દવાના પોતાના જેનરિક વર્ઝનની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. કંપની રેમડેસિવિરના જેનરિક વર્ઝનને રેમડેક બ્રાન્ડથી વેચે છે. હવે તેની નવી કિંમત 2800 રૂપિયાથી ઘટીને 899 રૂપિયા પ્રતિ બોટલ (100 એમજી) છે. કંપનીએ ઓગસ્ટ 2019 માં રેમડેકને દેશમાં લોન્ચ કરી હતી. તે સમયે ઈન્જેક્શનના રૂપમાં આપવામાં આવતી આ દવાની 100 એમજીના બોટલની કિંમત 2800 રૂપિયા હતી. ઝાયડસ કેડિલાએ ગત શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે, રેમડેસિવીર કોવિડ 19 ની સારવારમાં એક મહત્વની દવા છે. કંપનીના આ નિર્ણયથી અસંખ્ય દર્દીઓને રાહત મળશે. 

April 5, 2021
CIA_Live_Logo_New2.jpg
1min549

મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે એવી જાહેરાત કરી છે કે કોરોનાના વધતા સંક્રમણને કારણે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી તમામ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધો.૧થી ૮ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને ઉપલા વર્ગમાં બઢતી આપવામાં આવશે. ધો.૧થી ૮માં ચાલુ શૈક્ષણિક વર્ષમાં કોઇપણ પ્રકારે વાર્ષિક પરીક્ષા નહીં લેવાય.

તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના ધો.૯થી ૧૧ના વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે ટૂંક સમયમાં નિર્ણય લઇને જાણ કરવામાં આવશે.

મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે શું કહ્યું સાંભળો

April 5, 2021
vaccination.jpg
1min504

શહેરમાં ૪૫ વર્ષથી વધુના તમામ વેપારીઓ માટે પાલિકાએ રસી ફરજિયાત કરી દેવાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. દુકાન, કરિયાણા, મોલ, મલ્ટિપ્લેક્સ, ઇન્ડસ્ટ્રીઝ તેમ જ ટેક્સટાઇલ અને હીરા બજાર અને હીરા યુનિટના તમામ વેપારીઓ અને કર્મચારીઓને આ નિયમ લાગુ પડશે. વૅક્સિન લીધા બાદ દુકાન બહાર પહેલો ડોઝ લીધો હોવાના બોર્ડ પણ લગાવવા પડશે. જે વેપારીઓ કે કર્મચારીઓ દ્વારા વૅક્સિન લેવામાં નહીં આવે તેમને કાપડ બજાર કે હીરા બજારમાં પ્રવેશ પર

પણ પ્રતિબંધ લગાવાયો છે. આ માટે પાલિકા અને પોલીસની સંયુક્ત ટીમો પણ ચેકિંગ માટે તૈનાત કરવામાં આવી છે.

આ ઉપરાંત આ તમામ બજારોમાં ૪૫ વર્ષથી ઓછીની ઉંમરના વેપારી અને કર્મચારીઓના આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ હશે તો જ તેમને પ્રવેશ આપવામાં આવશે. કાપડના ૨૨ ટૅક્સટાઇલ માર્કેટમાં વૅક્સિન સેન્ટર પણ શરૂ કરવા માટે કવાયત હાથ ધરાઇ છે. સોમવારથી અહીં ટેસ્ટ અને વૅક્સિનની કામગીરી શરૂ કરવામાં આવશે. તમામ સ્થળોએ સુરત મહાપાલિકાના અધિકારીઓ દ્વારા ચકાસણી કરાશે. જો કોઈ વ્યક્તિ જાહેરનામાનું ભંગ કરતાં જણાય તો હુકમનો અનાદર કરનારની સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ -૧૮૮ તથા એપેડેમીક ડિસિઝ ઍક્ટ-૧૮૯૭ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સુરત શહેરના તમામ દુકાનદારો, કરિયાણા, મોલ, મલ્ટિપ્લેક્સ, ઇન્ડસ્ટ્રી, ટૅક્સટાઇલ માર્કેટ, હીરા બજાર અને હીરા યુનિટના તમામ વેપારી-કર્મચારીને લાગુ પડશે.

April 4, 2021
guj_corona.jpg
1min424

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2875 કેસો નોંધાયા છે જ્યારે 2024 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 14 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 4566 પર પહોંચ્યો છે. ગુજરાતના મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસોની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 664, સુરતમાં 545, વડોદરામાં 309, રાજકોટમાં 233 કેસો નોંધાયા છે.

April 4, 2021
maharashtra.jpg
1min524

કોરોનાના સતત વધતા જતા કેસોને પગલે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારને કડક પગલાં ભરવાની ફરજ પડી છે. મહારાષ્ટ્ર સરકારે રવિવારે મળેલી કેબિનેટ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લીધા છે. જેમાં વીકેન્ડ લોકડાઉનનો પણ નિર્ણય લેવાયો છે.

મહારાષ્ટ્રમાં શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન રહેશે, એટલે કે, રાજ્યમાં શનિવારે અને રવિવારે સંપૂર્ણ લોકકડાઉન લાગુ રહેશે. આ ઉપરાંત દરરોજ રાત્રે 8થી સવારે 7 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લાગુ રહેશે અને આ દરમિયાન માત્ર જરૂરી સેવાઓને જ મંજૂરી આપવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, રાજ્યમાં 30 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન નહીં લગાવાય, પરંતુ પ્રતિબંધો વધુ કડક કરવામાં આવશે. લેવાયેલા નિર્ણય મુજબ, સમગ્ર રાજ્યમાં વીકેન્ડ લોકડાઉન લગાવાશે.

આ ઉપરાંત રાજ્યમાં ધાર્મિક સ્થળોને લઈને પણ કડક નિયમો બનાવાયા છે. મોલ્સ, થિયેટર, ગાર્ડન સંપૂર્ણ બંધ રહેશે. સમગ્ર મહારાષ્ટ્રમાં નાઈટ કરફ્યૂ લગાવી દેવાયો છે. જે મુજબ રાત્રે 8થી સવારે 7 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લાગુ રહેશે. તે દરમિયાન માત્ર જરૂરી સેવાઓને જ મંજૂરી આપવામાં આવશે. કર્મચારીઓએ ઘરેથી કામ કરવાનું રહેશે. આ અંગે ટૂંક સમયમાં જ એસઓપી જાહેર કરવામાં આવશે તેમ રાજ્યના મંત્રી અસલમ શેખે જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર સરકારના નિર્ણય મુજબ, જરૂરી સેવાઓમાં કામ કરતા લોકોને જ રાત્રે નીકળવાની મંજૂરી રહેશે. તો, હોટલ અને રેસ્ટોરન્ટમાં બેસીને ખાવા પર પ્રતિબંધ રહેશે. જોકે, પેકિંગ સુવિધા ચાલુ રહેશે. તે ઉપરાતં મોટા શૂટિંગ માટે મંજૂરી નહીં અપાય. તો, ઉદ્યોગો માટે ટૂંક સમયમાં જ એસઓપી જાહેર કરાશે. સરકારી ઓફિસો 50 ટકાની ક્ષમતા સાથે કામ કરશે. શાકમાર્કેટ બંધ નહીં કરાવાય, પણ નિયમોનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત રિક્ષા, ટેક્સી અને ટ્રેન સેવા બંધ નહીં કરવામાં તેવી પણ જાહેરાત કરાઈ છે.

April 3, 2021
vaccination.jpg
1min664

દેશમાં કોરોના વાયરસના વધતાં કેસોની વચ્ચે કેન્દ્ર સરકારે વેક્સિનેશન ઝડપી બનાવ્યું છે. ૨ એપ્રિલ ૨૦૨૧ના એક જ દિવસના ૧૨ કલાકના સમયગાળામાં ૩૬,૭૧,૨૪૨ લોકોને કોરોના વેક્સિન લગાવવામાં આવી, જે એક રેકોર્ડ છે.

દેશમાં ૧ એપ્રિલ સુધી ૬,૮૭,૮૯,૧૩૮ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. આ માહિતી કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આપી છે. કોરોના વિરુદ્ધ કેન્દ્ર સરકારે અભિયાન ઝડપી બનાવ્યું છે. અપ્રિલમાં સરકારી રજાઓમાં પણ દરેક સેન્ટરે કોરોનાની વેક્સિન લગાવવામાં આવશે.

કોરોના રસીની વાત કરીએ તો રસીકરણના હાલના તબક્કે ૪૫ વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવી રહી છે. દેશમાં ૪૫ વર્ષથી વધુની ઉંમરના લોકોની સંખ્યા લગભગ ૩૪ કરોડ છે. કેન્દ્રે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ વર્ગના લોકોને ૧૫ દિવસની અંદર રસી લગાવવાનું કહ્યું છે. જો કે, કેટલાક લોકોને અત્યાર સુધી રસી લાગી પણ ચૂકી છે. કેમ કે, સ્વાસ્થ્યકર્મી અને ફ્રન્ટલાઇન વર્કર્સમાં પણ આ ઉંમરના લોકો સામેલ છે. 

April 3, 2021
guj_corona.jpg
1min388

તા.૨ એપ્રિલ ૨૦૨૧ના રોજ ગુજરાતમાં અગાઉ ક્યારેય નહીં નોંધાયા હતા એટલા દૈનિક કેસ મળી આવ્યા છે. તા.૨ એપ્રિલ ૨૦૨૧ની રાત્રે ૮ કલાકે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ગુજરાતમાંથી વધુ 2640 કેસો મળી આવ્યા છે.

આ જ સમયગાળા દરમિયાન કોવિડ-19ના કારણે વધુ 11 દર્દીના મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોનાએ છેલ્લા 12 દિવસમાં 9 વખત દૈનિક વધુ કેસ નોંધાવવાનો રેકોર્ડ સર્જયો છે.

છેલ્લા 8 દિવસમાં રાજ્યમાં કોરોનાના 2 હજારથી વધુ કેસ નોંધાયા છે, જેમાં 2200થી વધુ 4 વખત 2400થી વધુ 1 વખત અને આજે તમામ રેકોર્ડ તોડીને 2600 ઉપર કેસ નોંધાવા પામ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 7,12,797એ પહોંચી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 4539 વ્યક્તિઓને કોરોના ભરખી ગયો છે. જો કે, આજે 2066 દર્દી કોરોનાને મહાત આપવામાં સફળ થતા કોરોનામાંથી ડીસ્ચાજ ઍ દર્દીનો આંક 2,94,650 પર પહોંચ્યો છે. કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા જેટ ગતિએ વધીને 13,559 થઇ છે, જેમાં 158 વેન્ટિલેટર પર છે.

ગુજરાતમાં આજે નોંધાયેલા સર્વોચ્ચ 2640 કેસમાં સુરત સૌથી મોખરે છે. સુરતમાં 644, અમદાવાદમાં 629, વડોદરામાં 376, રાજકોટમાં 307 આમ સૌપ્રથમવાર રાજકોટમાં 307 સર્વોચ્ચ કેસ નોંધાવા પામ્યા છે. જ્યારે ચાર મહાનગરોમાં જ 1956 કેસ નોંધાયા છે. આમ કુલ કેસના 74 ટકા માત્ર ચાર મહાનગરોમાં નોંધાયા છે. જ્યારે જામનગર અને ભાવનગરમાં 60-60, ગાંધીનગરમાં 55, મહેસાણામાં 43, પાટણમાં 42, મહીસાગરમાં 38, ખેડામાં 32, બનાસકાંઠામાં 30 તેમજ અન્ય જિલ્લાઓમાં 30થી ઓછા કેસ નોંધાવા પામ્યા છે. સરકાર દ્વારા અપાયેલા સત્તાવાર મૃત્યુના આંક મુજબ અમદાવાદ, રાજકોટ અને સુરતમાં 3-3 જ્યારે ભરૂચ અને વડોદરામાં 1-1 મૃત્યુ નોંધાવા પામ્યા છે.

April 3, 2021
lock-down.png
1min373

વિજ્ઞાનીઓએ ચોક્કસ ગણતરી કરીને દાવો કર્યો હતો કે દેશમાં કોરોનાની બીજી લહેર એપ્રિલના મધ્યમાં સર્વોચ્ચ શિખરે હશે, પરંતુ મેના અંત સુધીમાં તેમાં ઘટાડો થવાની શક્યતા છે.

અગાઉ, દેશમાં કોરોનાની પ્રથમ લહેર ફેલાઇ હતી ત્યારે ચોક્કસ ગણતરીના આધારે આગાહી કરાઇ હતી કે કોરોનાની લહેર સપ્ટેમ્બરમાં સર્વોચ્ચ શિખરે હશે અને ૨૦૨૧ના ફેબ્રુઆરીમાં તેમાં ઘટાડો થશે.

કાનપુરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (આઇઆઇટી)ના મનિન્દ્ર અગ્રવાલ સહિતના વિજ્ઞાનીઓએ કોરોનાના દરરોજ વધી રહેલા દરદીઓના આંકડાની ગણતરી કરીને આગાહી કરી હતી કે કોરોનાની બીજી લહેર એપ્રિલના મધ્યમાં સર્વોચ્ચ શિખરે હશે. અગ્રવાલે જણાવ્યું હતું કે દેશમાં ૧૫થી ૨૦ એપ્રિલની વચ્ચે કોરોનાના દરદીઓની સંખ્યા ઘણી વધી શકે છે.

આમ છતાં, ૧૫થી ૨૦ એપ્રિલ દરમિયાન કોરોનાના દૈનિક નવા દરદીઓની સંખ્યા લગભગ એક લાખ જેટલી રહેશે.

વિજ્ઞાનીઓએ કરેલી ધારણા મુજબ દેશમાં કોરોનાની હાલની લહેર પંજાબમાં અને ત્યાર બાદ મહારાષ્ટ્રમાં ઝડપી બનશે.

April 2, 2021
taiwan_train.jpeg
2min658
Taiwan train crash: Derailment north of Hualien leaves 48 dead and many  injured - CNN

તાઇવાનના પૂર્વ વિસ્તારમાં ભેખડો ધસી પડવાની એક ઘટનામાં ચાલતી મુસાફ ટ્રેન પાટા પરથી ઉતરી જતા ગમખ્વાર હોનારત સર્જાઇ હતી, આ હોનારતમાં મળેલા પ્રાથમિક અહેવાલો મુજબ 36 ટ્રેન મુસાફરોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. વીસથી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યા છે. આ ટ્રેનમાં 350 મુસાફરો હતા. પર્વતમાંથી બનાવાયેલી ટનલમાંથી બહાર આવી રહેલી ટ્રેન પર ભેખડ ધસી પડી હતી, જે બાદ ટ્રેન પાટા પરથી નીચે ઉતરકા દુર્ઘટના સર્જાઈ હતી.

Taiwan train crash: 48 killed, 66 hurt in collision with runaway truck |  South China Morning Post

ટ્રેનનો મોટાભાગનો હિસ્સો હજી પણ ટનલમાં અટવાઈ જવાથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહેલા મુસાફરોને સલામત સ્થળે પહોંચવા માટે દરવાજા, બારી અને છત ઉપર ચઢવાની ફરજ પડી છે. આ અકસ્માત સરકારી રજાના દિવસે તોરોકો જ્યોર્જ સિનિક વિસ્તાર પાસે શુક્રવારે સવારે નવ વાગ્યાની આસપાસ થયો હતો. હુઆલિયન કાઉન્ટી બચાવ વિભાગના જણાવ્યા અનુસાર ટ્રેન ટનલમાંથી બહાર નીકળતાંની સાથે જ ચટ્ટાન પડી હતી, જેના કારણે પાંચ કોચને સૌથી વધુ નુકસાન પહોંચ્યું હતું.

Taiwan Train Crash Kills 41, Many Trapped, In Deadliest Rail Tragedy In  Decades

સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીની સત્તાવાર વેબસાઇટ પર ઘટનાસ્થળે લોકોએ પોસ્ટ કરેલા ફોટા અને ટીવી ફૂટેજમાં લોકો ટનલના પ્રવેશદ્વારની બહાર ટ્રેનના ડબ્બાના ખુલ્લા ગેટ પર ચઢતા જોવા મળી રહ્યા છે. એક ડબ્બાનો અંદરનો ભાગ સંપૂર્ણ રીતે ઉખડીને બાજૂની સીટ પર આવી પડ્યો છે. આ અકસ્માત ચાર દિવસીય ટોમ્બ સ્વિપિંગ મહોત્સવના પહેલા દિવસે થયો હતો.

April 2, 2021
gst.jpg
1min485

કેન્દ્રના નાણાં મંત્રાલયે ગુરુવારે Dt 1/4/21 જાહેર કર્યું હતું કે માલ અને સેવા વેરા (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ની માર્ચમાં આવક રૂપિયા ૧,૨૩,૯૦૨ કરોડ થઇ હતી. આ રકમ ગયા વર્ષના માર્ચની સરખામણીમાં ૨૭ ટકા વધુ છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનાથી જીએસટીની માસિક આવક રૂપિયા એક લાખ કરોડથી વધુ થઇ રહી છે.

તેણે જણાવ્યું હતું કે અમે જીએસટી, આવકવેરા, કસ્ટમ્સ, આઇટી સિસ્ટમ્સ સહિતના વિવિધ સ્રોત પાસેથી સંબંધિત માહિતી ભેગી કરીએ છીએ અને બનાવટી બિલના કૌભાંડને પકડી પાડીએ છીએ.

નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે જીએસટીની માર્ચમાં થયેલી રૂપિયા ૧,૨૩,૯૦૨ કરોડની આવકમાંથી કેન્દ્રીય જીએસટીના રૂપિયા ૨૨,૯૭૩ કરોડ, રાજ્યના જીએસટીના રૂપિયા ૨૯,૩૨૯ કરોડ, (આયાત કરાયેલા માલસામાન પર વસૂલાયેલા રૂપિયા ૩૧,૦૯૭ કરોડ સહિત) ઇન્ટિગ્રૅટૅડ જીએસટીના રૂપિયા ૬૨,૮૪૨ કરોડ અને (આયાત કરાયેલા માલસામાન પરના રૂપિયા ૯૩૫ કરોડના સૅસ સાથે) રૂપિયા ૮,૭૫૭ કરોડનો સૅસ છે.

તેણે જણાવ્યું હતું કે જીએસટીના અમલ બાદ ૨૦૨૧ના માર્ચમાં ભેગી થયેલી અત્યાર સુધીની સૌથી વધુ રકમ હતી.