CIA ALERT

Alert Archives - Page 176 of 521 - CIA Live

May 10, 2021
corona_india.jpg
1min377

દેશનાં સૌથી મોટા લોકતંત્રમાં હરવા-ફરવા, કમાણી કરવા, રોજી રળવાના મૂળભૂત અધિકારો પણ છીનવી લેનાર કાળમુખા કોરોનાએ જનજીવનનાં ચક્રો થંભાવી દીધા છે. ભારતમાં રવિવારે લગાતાર પાંચમાં દિવસે ચાર લાખથી વધારે નવા દર્દી ઉમેરાયા હતા, તો ચાર હજારથી વધુ દર્દીનાં મોત આજે પણ થયા હતા.

સતત વધી રહેલાં સંક્રમણથી ઉચાટ વચ્ચે આશ્વાસન આપતા આંકડા પણ સામે આવ્યા છે. દર્દીઓ સાજા થવાના મોરચે આજે વિક્રમ સર્જાયો હતો અને 3.86 લાખથી વધુ દર્દી વાયરસમુક્ત થયા છે.

દેશના વિવિધ ભાગોમાં આજે વધુ 4092 દર્દીને કોરોનાએ કાળના મુખમાં ધકેલી દેતાં કુલ્લ 2,42,362 દર્દીના મોત થઈ ચૂકયાં છે.

ભારતમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 4,03,738 નવા દર્દી સામે આવતાં કુલ્લ સંક્રમિતોની સંખ્યા 2.22 કરોડને આંબી 2 કરોડ, 22 લાખ, 96,414 પર પહોંચી ગઈ છે.

દેશના વિવિધ ભાગોમાં રવિવારે 3,86,444 દર્દી ઘાતક વાયરસ સામે જીવનનો જંગ જીતી જતાં સાજા દર્દીની સંખ્યા 1.83 કરોડને પાર કરી જઈ 1 કરોડ, 83 લાખ 17,404 પર પહોંચી ગઈ છે.
દરમ્યાન ભારતમાં આજે લાંબા સમય બાદ 20 હજારથી ઓછા 18,356 સક્રિય કેસોના ઉમેરા સાથે આજની તારીખે 37,36,348 સંક્રમિતો સારવાર હેઠળ છે.

દેશના દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, પંજાબ, ઉત્તરપ્રદેશ સહિત 16 રાજ્યોમાં સંક્રમણ ચિંતાજનક હદે વકરતાં લોકડાઉન જેવા નિયંત્રણો મુકાયા છે.

દેશનાં માત્ર 12 રાજ્યમાં આજની તારીખે 80.68 ટકા સક્રિય કેસ છે, જેમાંથી મહારાષ્ટ્રમાં 6.28 લાખ દર્દી સારવાર હેઠળ છે.

May 10, 2021
guj_corona.jpg
1min384

ગુજરાતમાં વકરેલી કોવિડ-19 મહામારીમાં મે મહિનાના પ્રાંરભથી કેસમાં સતત નજીવો ઘટાડો નોંધાઈ રહ્યો છે તો ડિસ્ચાર્જ દરદીઓની સંખ્યા વધી રહી છે, જેનાથી રીકવરી રેટ સતત વધી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં તા.9મી મે, સતત પાંચમાં દિવસે નવા કેસ કરતા કોરોનાના ચેપમાંથી મુક્ત થનારા દરદીઓની સંખ્યા વધુ રહી હતી. સાથે જ 19 દિવસ બાદ રાજ્યમાં 11100થી ઓછા કેસ નોંધાયા હતા.

તા.9મી મે 2021ના રોજ રાત્રે 8 કલાકે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 11084 નવા કેસ નોંધાયા હતા અને 14770 દરદી ડિસ્ચાર્જ થયા હતા. ગુજરાતમાં 121 કોવિડ ડેથ જાહેર કર્યા હતા. અમદાવાદમાં તા.9મી મે એ પ્રથમવાર 3000ની નીચે કેસ નોંધાવા પામ્યા છે જ્યારે સુરત કરતા પ્રથમવાર વડોદરામાં કોરોનાના કેસો વધુ નોંધાવા પામ્યા છે.

24 કલાકમાં 808 કેસના ઘટાડા સાથે 11084 નવા કેસ અને ગઇકાલ સામે 33 દર્દીઓના વધારા સાથે 14770 દર્દી સાજા થયા છે. જો કે દૈનિક કેસની સરખામણીમાં 3686 દર્દી વધુ સાજા થયા છે. બીજી તરફ કોરોના 121 દર્દીઓને ભરખી જતા કોરોનાનો કુલ મૃત્યુઆંક 8394 થયો છે. કોરોનાના કુલ કેસનો આંક 680987 થયો છે, જ્યારે ડીસ્ચાર્જ દર્દીનો આંક 5,33,004 થતા ડીસ્ચાર્જ દર્દીનો રિકવરી રેટ વધીને 78.27 ટકા થયો છે.

8/5/21 કરતા 9/5/21ના રોજ 3807 એક્ટિવ કેસ ઓછા થતા રાજ્યમાં અત્યારે 139614 દરદી સારવારમાં છે, જેમાં 786 વેન્ટીલેટર પર છે.

ગુજરાતમાં નોંધાયેલા નવા 11084 કેસમાં અમદાવાદમાં 2955, વડોદરામાં 1161, સુરતમાં 1113, રાજકોટમાં 746, જામનગરમાં 586, જૂનાગઢમાં 484, ભાવનગરમાં 775, ગાંધીનગરમાં 230, મહેસાણામાં 483, ભરૂચમાં 248, પંચમહાલમાં 246, ગીર સોમનાથમાં 211, આણંદમાં 189, દાહોદમાં 184, કચ્છમાં 179, ખેડામાં 161, બનાસકાંઠામાં 14, પાટણમાં 142, અમરેલીમાં 141, મહીસાગરમાં 140, નવસારીમાં 110, સાબરકાંઠામાં 108, અરવલ્લીમાં 106, વલસાડમાં 98, દેવભૂમિ દ્વારકામાં 94, છોટાઉદેપુર અને નર્મદામાં 84-84, સુરેન્દ્રનગરમાં 74, તાપીમાં 54, મોરબીમાં 44, પોરબંદરમાં 37, ડાંગમાં 20 અને બોટાદમાં 14 કેસ નોંધાયા છે.’

અમદાવાદમાં 19, સુરતમાં 12, વડોદરામાં 12, રાજકોટમાં 13, જામનગરમાં 14, જૂનાગઢમાં 11, ભાવનગરમાં 4, ગાંધીનગરમાં 1, મહેસાણામાં 4, કચ્છમાં 4, ગીરસોમનાથ અને સાબરકાંઠામાં 3-3, ભરૂચ, પંચમહાલ, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, દેવભૂમિદ્વારકા અને છોટા ઉદેપુરમાં 2-2, સુરેન્દ્રનગર, તાપી, અમરેલી, પાટણ,ખેડા, દાહોદ અને આમંદમાં 1-1 મૃત્યુ નોંધાવા પામ્યા છે.

May 8, 2021
government_gujarat_gandhinagar.jpg
1min373

દેશમાં કોરોનાા સંક્રમણ મુદ્દે સુપ્રીમ કોર્ટે કરેલી સુઓમોટો અરજીમાં ગુજરાત સરકારે શુક્રવાર, તા.9 મે 2021ના રોજ જવાબ રજૂ કર્યો હતો. સોગંદનામા સ્વરૂપના ગુજરાત સરકારના જવાબમાં ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમે જણાવ્યું કે તા.5 મે 2021ના રોજ ગુજરાતમાં 1400 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂર પડી હતી અને 15 મેના રોજ રાજ્યને 1600 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂર પડશે. પણ દિલ્હીની કેંદ્ર સરકાર તરફથી ગુજરાતને માત્ર 975 મેટ્રીક ટન ઓક્સિજન જ મળે છે. વિનંતી છતા તેમાં હજુ સુધી કોઈ વધારો કરાયો નથી.

મુકીમે જણાવ્યું કે હાલ ગુજરાતમાં ગામડાંમાં પણ ખૂબ કોરોના કેસ વધી રહ્યાં છે. ત્રીસ એપ્રિલે ગુજરાતમાં દૈનિક ઓક્સિજનની જરૂરિયાત 1,250 મેટ્રિક ટનની હતી જે માત્ર છ દિવસમાં વધીને 1,400 ટન થઇ ગઇ છે. આ સાથે સુપ્રીમ કોર્ટે 400 મેટ્રિક ટન ઓક્સિજનનો બફર સ્ટોક રહે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું છે જેથી આપાતકાલીન સમયે તેનો ઉપયોગ થઇ શકે, પણ તે થઇ શકે તેમ નથી. ઓક્સિજન સુવિધા સાથેની પથારીઓ શોધવામાં દર્દીઓને ખૂબ તણાવનો સામનો કરવો પડી રહ્યો છે.

ઓક્સિજનના અભાવે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા કે ઓક્સિજન થેરાપી માટે મેડિકલ ટ્રીટમેંટ આપવાની ના પાડવી પડે છે. રાજ્યમાં 11 હજાર 500 થપારીઓ વપરાયા વગર ખાલી પડી છે. આ સ્થિતિ અંગે કેંદ્ર સરકારે જાણ કરાઈ છે અને ઓક્સિજનની ફાળવણી વધારવા વિનંતિ કરાઈ છે.

ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમે સુપ્રીમકોર્ટમાં થયેલી સુઓમોટો અરજીના સંદર્ભે જવાબ રજૂ કરતાં એક સોગંદનામાંમાં આમ જણાવ્યું છે. મુકીમે આ સોગંદનામાં સાથે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાને વખતોવખત લખેલાં પત્રોની નકલ પણ આ સોગંદનામાના બિડાણમાં રજૂ કરી છે.

May 8, 2021
vaccine-1.jpg
1min428

રસીકરણની ઝડપ વધતી નથી કારણ કે રસીનો પુરતો પુરવઠો મળતો નથી અને હવે રાજ્યો પર રસી ખરીદવાની જવાબદારી નાખવામાં આવી છે. ગુજરાતે અઢી કરોડ ડોઝ માટે ઓર્ડર આપ્યો છે એ ક્યારે મળશે એ નક્કી નથી. સીરમ દ્વારા જુલાઇ સુધી રસીની ખેંચ રહ્યાનો નિર્દેશ અપાયો છે અને હવે ખાનગી હોસ્પિટલમાં રસીકરણ બંધ થયું છે. આ કારણે જે લોકો પૈસા લઇ રસી લેવા માગે છે પણ એ રસ્તો બંધ થયો છે.

સરકારે ખાનગી હોસ્પિટલને તેની રીતે ખરીદી કરવા કહ્યું છે. રૂ.500 ભાવ નક્કી થયો છે, અત્યાર સુધી સરકાર જ ખાનગી હોસ્પિટલોને ડોઝ’ આપતા હતા. રૂ.150 ભાવ અને રૂ.100 સર્વિસ ચાર્જ લેવાતો હતો. આ ભાવ પણ સરકારે જ નક્કી કરી આપ્યો હતો.

હવે સમસ્યા એ’ છે કે, સરકાર-કોર્પોરેશન દ્વારા પુરવઠો’ અપાતો નથી એટલે ખાનગી હોસ્પિટલના રસી કેન્દ્રો બંધ થયા છે, રાજકોટમાં મનપા હસ્તક 21 આરોગ્ય કેન્દ્ર અને 50 જેટલી શાળાઓમાં રસી વિનામૂલ્યે અપાય છે પણ ત્યાંય પુરવઠાની સમસ્યા છે. ખાનગી હોસ્પિટલમાં તા.1લી મેથી’ રસીકરણ બંધ છે.

ખાનગી હોસ્પિટલ કંપની પાસેથી રસી ખરીદી શકે છે પણ રસી ઉત્પાદક કંપની પહેલાં સરકારને રસી પુરી પાડે એ સ્વાભવિક છે એમાંય સમસ્યા છે. સીરમના’ અદાર પુનાવાલાને કેટલાંક રાજ્યો અને મોટા માણસોના દબાણના ફોન આવ્યા. આ સ્થિતિમાં ખાનગી હોસ્પિટલ ધારે તો ય એને પુરવઠો મળે ખરો ? એ પ્રશ્ન છે. હોસ્પિટલના મોટા જૂથ માટે એ શક્ય બને. એકાદ જુથે ઓર્ડર આપ્યો પણ છે, પણ નાની હોસ્પિટલ માટે રસીકરણ મુશ્કેલ બની ગયું છે.

May 7, 2021
bad_weather.jpg
1min480

આગામી દિવસોમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં પ્રી-મૉન્સૂન ઍક્ટિવિટીના લીધે વરસાદ થશે જેમાં પૂર્વ ગુજરાતના ભાગો, અરવલ્લી, ઉત્તર ગુજરાતના ભાગો તેમ જ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.

આગામી દિવસોમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં પ્રી-મૉન્સૂન ઍક્ટિવિટીના લીધે વરસાદ થશે જેમાં પૂર્વ ગુજરાતના ભાગો, અરવલ્લી, ઉત્તર ગુજરાતના ભાગો તેમ જ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ૭મી મેથી ૧૪મી મે વચ્ચે કચ્છના ભાગો તેમ જ રાજસ્થાનના ભાગોમાં ધૂળકટ થશે એમ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે.
૭મી મેથી ૧૪મી મે વચ્ચે ઉત્તર ગુજરાતના ભાગોમાં ધૂળકટ થવાની શકયતા છે. ઉપરાંત બંગાળના ઉપસાગરના ભેજના કારણે તેમ જ અરબી સમુદ્રના ભેજના કારણે પ્રી-મૉન્સૂન ઍક્ટિવિટી જોર પકડશે. એમાં ઓડિશાના ભાગો, મધ્ય મહારાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શકયતા છે. ઘણી વખત દિવસના ભાગમાં એકદમ અંધારું થઈ જાય તેવાં વાદળો આવશે.

May 6, 2021
breaking_CIA-1280x831.jpg
1min524

કેરાલા રાજ્યના મુખ્યમંત્રી પીનારાઇ વિજયને આજરોજ તા.6 મે 2021ના રોજ ટ્વીટર પરથી એવી જાહેરાત કરી હતી કે કોરોનાના વધતા કેસોને કાબૂમાં લઇ શકાય, કોરોનાની ચેઇન તોડી શકાય એટલા માટે કેરાલા સમગ્ર રાજ્યમાં આગામી તા.8થી 16 મે દરમિયાન સંપૂર્ણપણે લૉકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

May 6, 2021
CIA_Live_Logo_New2.jpg
1min549

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 એસ.એસ.સી.માં ચાલુ વર્ષે કોરોનાની ઉદભવેલી પરિસ્થિતિને જોતા આ ધોરણમાં હાલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવું જોઇએ, આ માટે ગુજરાત સરકાર તૈયાર ન હોઇ, ઓલ ગુજરાત વાલીમંડળ નામની સંસ્થાએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની પીટીશન ફાઇલ કરી છે.

ધો.10 અને ધો.12ની ગુજરાત બોર્ડની પરીક્ષાઓ અંગે ગુજરાત સરકારે આગામી તા.15મી મેના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુન: સમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ.

ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા તા.5મી મે 2021ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (પીઆઈએલ) કરવામાં આવી છે. ધો.10માં માસ પ્રમોશન આપવા બાબતે પીઆઈએલ કરાઈ છે.

કોવિડની મહામારીમાં બીજા અનેક રાજ્યોમાં ધો.10 બોર્ડની પરીક્ષા રદ કરી હોવાનો ઉલ્લેખ પીઆઈએલમાં કરાયો છે. ત્યારે ગુજરાત સરકાર તરફથી કોઈ નિર્ણય ન લેવાતા વાલી મંડળે કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.

કોરોનાની બીજી લહેરમાં બાળકોના માથા પર સંકટ વધુ છે. અનેક બાળકોને કોરોના સંક્રમણ થઈ રહ્યું છે. તેથી ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા ધોરણ 10ને પણ માસ પ્રમોશનની માંગણી કરવામાં આવી છે.

May 5, 2021
guj_corona.jpg
1min524

રાજ્યના અમદાવાદ સહિતનાં ૨૯ શહેરોમાં કરફ્યૂની મર્યાદા પૂર્ણ થઇ રહી છે. રાજ્યના વધુ સાત શહેરો એવા ડીસા, અંકલેશ્ર્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગરમાં રાત્રિ કરફ્યૂ લાદ્યો છે. આમ ૩૬ શહેરોમાં ૬થી ૧૨ મે સુધી રાત્રિ કરફ્યૂ રહેશે. આ ઉપરાંત આ તમામ નગરોમાં દિવસે પણ મિનિ લૉકડાઉન જેવા નિયંત્રણો પણ લાદવામાં આવ્યાં છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં કોરોનાના વાઈરસના સંક્રમણની સ્થિતિની ઉચ્ચ અધિકારીઓ અને સિનિયર પ્રધાનોની ઉપસ્થિતિમાં સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

અઠવાડિયા પહેલાં રાજ્ય સરકારે ગુજરાતનાં વધુ ૯ શહેરમાં રાત્રિ કરફ્યૂ અમલી બનાવ્યો હતો. ત્યાર બાદ હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આમ, ગુજરાતનાં કુલ ૨૯ શહેરમાં રાત્રિના ૮થી સવારના ૬ વાગ્યા સુધીનો આ કરફ્યૂ લાદવામાં આવ્યો હતો.

કોર કમિટીની આ બેઠકમાં ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે અન્ય જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે મુજબ આ ૩૬ શહેરોમાં તા.૬ મે-ર૦ર૧ થી તા. ૧ર મે-ર૦ર૧ સુધીના સમયગાળા દરમિયાન આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ જ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદેશો કર્યા છે. કોવિડ ૧૯ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે. મેડિકલ,

પેરામેડિકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઑક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે.

આ ૩૬ શહેરોમાં ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડિલિવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટિફિન સર્વિસીસ અને હૉટેલ / રેસ્ટારન્ટની ટેક અવે આપતી સેવાઓ ચાલુ રહેશે.

મુખ્યમંત્રીએ રાજયમાં કોરોના સંક્રમણનો વધતો વ્યાપ અટકાવવા એવો પણ નિર્ણય કર્યો છે કે સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બૅંક, ફાઇનાન્સ સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બૅંકોના ક્લિયરિંગ હાઉસ, એ.ટી.એમ/સી.ડી.એમ. રિપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઑફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી સુનિશ્ર્ચિત કરવાની રહેશે.

May 4, 2021
bihar.jpg
1min384

કોરોના મહામારી વચ્ચે બિહારમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાટાર આવી રહ્યા છે કે, કોરોનાના બેફામ કેસ અને હાઈકોર્ટના કડક વલણને કારણે બિહાર સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમના ટ્વિટર હેંડલ પર બિહારમાં 15 મે સુધી લોકડાઉનની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી નીતિશ કુમારે 4 મેની સવારે 11:34 વાગ્યે પોતાના ટ્વિટર હેન્ડલથી આ જાહેરાત કરી છે. સીએમ નીતીશ કુમારે ટ્વિટ કર્યું છે કે ‘ગઈકાલે સહયોગી મંત્રીઓ અને અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ હાલમાં બિહારમાં 15 મે 2021 સુધીમાં લોકડાઉન અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રૂપને તેની વિગતવાર માર્ગદર્શિકા અને અન્ય પ્રવૃત્તિઓના સંબંધમાં આજે કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.’

આ પહેલા પટણા હાઈકોર્ટે બિહારમાં લોકડાઉન નહીં મૂકવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સોમવારે કોરોના પીડિતોની સારવારના સંદર્ભમાં દાખલ કરેલી પીઆઈએલની સુનાવણી કરતી વખતે પટણા હાઈકોર્ટે બિહાર સરકારને એક સવાલ પૂછ્યો હતો. હાઇકોર્ટે એડવોકેટ જનરલને રાજ્ય સરકાર સાથે વાત કરવા અને આજે એટલે કે 4 મેના જણાવે કે રાજ્યમાં લોકડાઉન લાગશે કે નહીં. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો આજે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો હાઈકોર્ટ કડક નિર્ણય લઈ શકે છે. એવું માનવામાં આવે છે કે કોર્ટના કડક વલણ પછી બિહાર સરકારે લોકડાઉનની જાહેરાત કરી હતી.

હાઇકોર્ટે ગઈકાલની સુનાવણીમાં એવું પણ કહ્યું હતું કે લાગે છે કે આખું તંત્ર ધ્વસ્ત થઈ ગયું છે. બેડ અને વેન્ટિલેટરનો અભાવ અને 500 બેડની ઇએસઆઈસી હોસ્પિટલ શરૂ કરવાના આદેશ ઉપર પણ કામ શરૂ થયું નથી. સરકારી રિપોર્ટ પણ ગેરમાર્ગે દોરતી હતી, તેથી સ્વતંત્ર સમિતિની રચના કરી. વિભાગે કોર્ટને જણાવ્યું હતું કે, પ્રેશર સ્વીચ ઓબ્જર્વેશન સિસ્ટમના બે પ્લાન્ટ કોવિડની બે હોસ્પિટલોમાં લગાવવામાં આવ્યા છે અને કામ શરૂ થઈ ગયું છે, પરંતુ નિષ્ણાતોની સમિતિએ અહેવાલ આપ્યો છે કે, અત્યાર સુધી એકપણ પ્લાન્ટમાં ઓક્સિજન ઉત્પાદન શરૂ થયું નથી.

May 3, 2021
GSPC.jpg
1min442

ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ તેમજ સામાન્ય જનતા માટે નોટિસ જાહેર કરી છે. જેમાં મજબૂર લોકો સામે ઈન્જેક્શનના નામે વધુ રૂપિયા પડાવનારા લેભાગુ તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે.

ફાર્મસી કાઉન્સિલે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ તેમજ સામાન્ય જનતા માટે નોટિસ જાહેર કરીને જણાવ્યું હતું કે, મજબૂર લોકો પાસે ઈન્જેક્શનના વધુ રૂપિયા પડાવનારાઓ સામે મોટી કાર્યવાહી થશે. ઈન્જેક્શનની કાળાબજારી, ડુપ્લીકેટ દવા, ઈન્જેકશનનું વેચાણ, એમ.આર.પી કરતા વધારે કિંમતની વસુલાત, દવા અને ઈન્જેક્શનની સંગ્રહખોરી કરતા પકડાશે તો તે વ્યક્તિ સામે કડક પગલાં લેવાશે. સરકારી તેમજ કોમ્યુનિટી ફાર્મસીસ્ટ કાળા બજાર કરતા પકડાશે તો આજીવન માટે તેમનું લાઇસન્સ રદ થશે. ઉપરાંત ફાર્મસી એક્ટ હેઠળ છ મહિના જેલની સજા પણ થશે.

જારી કરવામાં આવેલી એક નોટીસમાં જણાવ્યું હતું કે જો કોઈ ફાર્માસિસ્ટ રેમડિસીવીર ઇન્જેક્શનનની કાળાબજારીમાં સીધી અથવા તો આડકતરી રીતે સામેલ હોવાનું સામે આવશે તો તેને પોતાના ધંધાથી હાથ ધોઈ બેસવાનો વારો આવશે, એટલે કે તે ફાર્મસીસ્ટનું લાઇસન્સ આજીવન માટે રદ કરવામાં આવશે. રેમડેસિવિર ઇન્જેક્શનની માગ મોટા પ્રમાણમાં વધી છે, આ પરિસ્થિતિનો ગેરલાભ લઇ કેટલાક લોકો ઇન્જેક્શનનો સ્ટોક કરી બ્લેકમાં કિંમતથી અનેક ગણા ભાવ વસુલી રહ્યા છે. દર્દીના પરિજનો પણ નિ:સહાય બની પોતાના પરિજનોના જીવની ચિંતા કરી ઇન્જેક્શન ખરીદવા સિવાય કોઈ વિકલ્પ નથી. જેને લઈને કાઉન્સિલે’ નિર્ણય લીધો છે. કોઈપણ વ્યક્તિ પાસે કોઈપણ મેડિકલ સંચાલક અથવા ફાર્મસીસ્ટ દ્વારા વધુ પૈસા લેવામાં આવ્યા હોય તો ફરિયાદ કરવા માટે અપીલ કરવામાં આવી છે. કોઈપણ પણ વ્યક્તિ ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં આ માટે ફરિયાદ કરી શકે છે. વધુમાં રેમડેસિવિર કે અન્ય કોઈ ઇન્જેક્શન અથવા તો દવા ખરીદતા સમયે બિલનો આગ્રહ રાખવો જોઈએ તેવી પણ કાઉન્સિલે અપીલ કરી છે.