CIA ALERT

Alert Archives - Page 175 of 521 - CIA Live

May 17, 2021
cyclone.jpg
5min622

@ 3.00 pm, 17/5 : મુંબઇમાં ભારે વરસાદ, જુદી જુદી ઘટનાઓમાં 2ના મોત

ભારતની પશ્ચિમ દરિયાઈ પટ્ટી પરથી ગુજરાત તરફ આવી રહેલું તૌકતે વાવાઝોડું મહારાષ્ટ્રના અલગ-અલગ ભાગો અને મુંબઈમાં પોતાનું રૌદ્ર સ્વરુપ દર્શાવી રહ્યું છે. વાવાઝોડાના કારણે મુંબઈમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ થઈ રહ્યો છે. મુંબઈમાં બે લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાની સામે કોઈ મુશ્કેલ કે જાનહાની ના થાય તે માટે કેટલાક મહત્વના પગલા ભરવામાં આવ્યા હતા. મુંબઈમાં ઘણાં પરા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, અને ઝાડ તૂટી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. ઘાટકોપર અને વિક્રોલી વચ્ચે ઓવરહેડ વાયર પર ઝાડ પડવાના કારણે રેલવે વ્યવહાર અટકાવી દેવો પડ્યો છે. આ સિવાય એરપોર્ટ પણ 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

@ 2.30pm, 17/5 : દીવથી 162 km દૂર , લેન્ડફોલ વખતે 185 Kmphની ઝડપે પવન ફુંકાશે

છેલ્લા છ કલાકથી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું, કેટલાક બંદરો પર 10 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તૌઉ’તેનું ગુજરાત પર લેન્ડફોલ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીના બંદર પર 10 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. 25 વર્ષ બાદ પહેલીવાર ગુજરાતના દરિયાકાંઠે આ સિગ્નલ લગાવવામાં આવ્યું હોવાથી લોકોમાં પણ ડરનો માહોલ ફેલાયો છે.

વાવાઝોડાંની સૌથી વધુ અસર દક્ષિણ અમદાવાદ, અમરેલી, આણંદ, કચ્છ, ભરુચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, રાજકોટ, મોરબી, નવસારી, પોરબંદર, સુરત, વલસાડ અને બોટાદમાં દેખાય તેવી શક્યતા છે. આ તમામ 17 જિલ્લામાં સરકારે જોખમી વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કવાયત શરુ કરી છે. આ ઉપરાંત, માછીમારોને પણ દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે.

એક્સટ્રમલી સિવિયર વાવાઝોડું હવે સ્ટ્રોમમાં પરિવર્તિત થયું છે. તૌઉ’તે વાવાઝોડાની (cyclone) ગતિ હવે વધી રહી છે.

People pull a boat ashore, which sailed away amid strong winds, after a red alert in view of a cylonic formation in the Arabian Sea, in Thiruvananthapuram, Friday, May 14, 2021.

At 1pm 17/5 : અત્યંત તીવ્રતાથી ત્રાટકે તેવી સંભાવના

At 12pm 17/5 : તૌઉ’તે વાવાઝોડું ગુજરાતથી 280 કિમી દૂર, દોઢ લાખ લોકોનું સ્થળાંતર

Image
44 teams of NDRF along with SDRF, police and fire brigade teams have been deployed in coastal districts of #Gujarat likely to be hit by the severe cyclonic storm Tauktae today i.e. 17/5/21

ભારતના હવામાન વિભાગે ગુજરાત અને દીવને રેડ એલર્ટ જાહેર કર્યું છે. વાવઝોડું દીવથી 240 કિલોમીટર અને વેરાવળથી 280 કિલોમીટર દૂર છે. જો કે, હાલ આ વાવાઝોડું 20 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. વાવાઝોડાને પગલે જામનગરમાં 8 નંબર જ્યારે વેરાવળમાં 10 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.

  • તૌઉ’તે વાવાઝોડું વેરાવળથી 280 કિમી, દીવથી 240 કિમી દૂર
  • 20 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે તૌઉ’તે વાવાઝોડું
  • ગુજરાતના દરીયા કાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • દ્વારકા સહિતના વિસ્તારોમાં 108 એમ્બ્યુલન્સ તેમજ એસટી બસ સ્ટેન્ડ બાય પર છે

ગુજરાતના દરિયાકાંઠે પવનની ગતિ 150-160થી 175 પ્રતિ કલાક સુધી પહોંચી શકે

તા.17મી મે સવારે 10 કલાકે આ લખાઇ રહ્યું હતું ત્યારે અરબી સમુદ્રમાં તૌઉ’તે વાવાઝોડું ખૂબ જ ભીષણ ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઇને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો તરફ પ્રતિ કલાક 16 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. ભારત હવામાન ખાતા (આઈએમડી) એ રવિવાર તા.16મી મેએ કરેલી આગાહી અનુસાર આજરોજ તા.17 મેની સાંજ સુધીમાં તૌઉ’તે ઉત્તર પશ્ચિમ તરફ ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે. 18મીએ બપોરે પોરબંદર અને મહુવા વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાને પાર કરતું આગળ વધશે.

@ 10 am, 17/5/2021

હાલ ગુજરાત થી 280 કીમી દૂર તેમજ દીવ થી 240 કીમી દૂર છે.
???? મુંબઈ થી 150 કીમી દૂર છે.
???? ગુજરાતમાં આજે રાત્રે 08.00 થી 10.00 વાગ્યાની વચ્ચે પોરબંદર નજીક થી લેન્ડફોલ થશે.
???? હાલ 20 કીમી પ્રતિકલાક ની ઝડપે આગળ વધી રહ્યુ છે.
???? જામનગર 8 નંબરનુ સિગ્નલ આપવા આવ્યુ છે.
???? વેરાવળમા 10 નંબરનુ સિગ્નલ આપવામા આવ્યું છે.
???? ભારે થી અતિભારે વરસાદની આગાહી.
???? એસ.ટી. ની 30 બસો 1 બસ મા 5 ડ્રાઇવર કંડકટર સાથે સજ્જ
???? દરીયાકિનારાના અનેક લોકોને સ્થળાંતરની કામગીરી પુરજોશમાં ચાલુ.
???? 108 એમ્બ્યુલન્સ સંભવિત અસરકારક સ્થળો પર સ્ટેન્ડ બાય પર.

આઇએમડીએ દ્વારા ગુજરાત તથા દમણ અને દીવ માટે યલો એલર્ટ જારી કર્યું છે. આઇએમડીના ચક્રવાત ચેતવણી વિભાગ અનુસાર 18 મે સુધી પવનની ગતિ 150-160 કિમી પ્રતિ કલાકની ઝડપે વધવાની સંભાવના છે, જ્યારે પવનની ગતિ થોડો સમય માટે 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.

પૂર્વોત્તર અરબી સમુદ્ર અને ગુજરાત દરિયાકાંઠે (પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી) વિસ્તારોમાં પવનની ગતિ 150-160થી 175 કિમી પ્રતિકલાકની હોઈ શકે તથા 18 મેના રોજ બપોરે દેવભૂમિ દ્વારકા, જામનગર અને ભાવનગરમાં વાઈન્ડ સ્પીડ 120-150થી લઈને 165 કિમી પ્રતિકલાક સુધી પહોંચી શકે છે.

સુરત માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર

No description available.

17 મેની સાંજ સુધીમાં તે ઉત્તર પશ્ચિમ તરફ ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે. 18મીએ બપોરે પોરબંદર અને મહુવા વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાને પાર કરતું આગળ વધશે

#CycloneAlert: #Mumbai Airport operations to be closed from 11am to 2pm local time today (17/5/21) #CycloneTauktae

Image

ગુજરાત માટે આજ (સોમ) અને કાલ (મંગળ), 2 દિવસ ભારે

હવામાન વિભાગનાં આંકલન અનુસાર આ અતિભીષણ બનેલ તૌઉ’તે ચક્રવાત ગુજરાત તરફ આગળ વધ્યું છે અને આજરોજ તા.17મી મેની સાંજે ગુજરાતના કાંઠે ત્રાટકે અને 18મીની સવારે પોરબંદર અને મહુવાની વચ્ચેથી પસાર થવાની સંભાવના છે. જેને પગલે ગુજરાતનું આપદા પ્રબંધન સાવધાન બની ગયું છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર 18મીએ આ ચક્રવાત ગુજરાત સાથે ટકરાશે. 1પ0-160 કિ.મી. પ્રતિકલાકની રફતારથી ધસમસતા આ વાવાઝોડાનાં કારણે રાજ્યમાં તેજ હવા અને ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાતે આ વાવાઝોડાની અસરમાં સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, તાપી, સુરત, ભરુચ, ડાંગ અને દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

વાયુસેના સાથે એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. કેટલીક એરલાઇન્સ દ્વારા પોતાની ઉડાનો પ્રભાવિત થવાની વાત પણ કરવામાં આવી છે. હવાઈદળે 16 માલવાહક વિમાન અને 18 હેલિકોપ્ટરને તૈયાર રાખ્યા છે. વાયુસેનાનાં નિવેદન અનુસાર આઇએલ-76 વિમાને બઠિંડાથી 127 જવાન અને 11 ટન સામાન ગુજરાતમાં જામનગર પહોંચાડી દીધો છે. સી-130 વિમાન 2પ જવાન અને 12.3 ટન સામાન સાથે રાજકોટ અને સી-130 વિમાન 126 જવાન અને 14 ટન સામાન લઈને ભુવનેશ્વરથી જામનગર પહોંચાડી દેવામાં આવ્યા છે.
એનડીઆરએફ દ્વારા આ વાવાઝોડાનાં કારણે ઉભી થયેલી આફતની સ્થિતિ વચ્ચે રાહતકામો માટે 79 ટીમને સ્ટેન્ડબાય રાખી છે. આ ઉપરાંત વધારાની 22 ટીમની વ્યવસ્થા પણ કરી રાખવામાં આવી છે. પૂણેથી એનડીઆરએફની પાંચ ટીમને એરલિફ્ટ કરીને ગુજરાત મોકલવામાં આવી છે.

Before This

દક્ષિણપૂર્વ અરબ સાગરમાં ઉઠેલા સમુદ્રી તોફાન તૌકતે વધુ વિકરાળ બન્યું છે. આ ભીષણ ચક્રવાત ગઇકાલ રવિવાર તા.16 મે એ ગોવા ઉપર કહેર બનીને ત્રાટક્યું હતું. તૌઉ’તે ટકરાતા ગોવામાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો અને સંખ્યાબંધ વૃક્ષો જમીનદોસ્ત થયા હતા.

કર્ણાટકનાં છ જિલ્લામાં પણ તોફાની વરસાદે હાહાકાર મચાવ્યો હતો અને 73 ગામડાઓ તેનાથી પ્રભાવિત થયાં છે. જેમાં અત્યાર સુધીમાં 4 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હોવાનું જાણવા મળે છે.

May 15, 2021
cyclone.jpg
1min550

તૌકતે વાવાઝોડાંની અસરથી સમગ્ર પશ્ચિમ ભારતના દરિયા કાંઠે ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રના કિનારાના વિસ્તોરોમાં તા.17મી મે એ સાંજથી ભારે પવન સાથે ભારે વરસાદ પડે તેવી આગાહી થઇ છે. ગુજરાત તરફ આ વાવાઝોડું આગળ ધપી રહ્યું છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલું હળવું દબાણ 2021નું પ્રથમ વાવાઝોડું તૌકતેનું સર્જન કરશે અને 15મી મેએ શનિવારથી ભારતના પશ્ચિમ કાંઠાના રાજ્યો સાથે ટકરાશે. એ પછી ક્રમશ: ચારથી પાંચ દિવસ સુધી કહેર મચાવે તેવી શક્યતા છે.

તૌકાતેને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારના અનેક જિલ્લાઓમાં 16, 17 અને 18મી મે એમ ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડવાની આગાહી છે.
હવામાન વિભાગે જાહેર કરેલી સૂચના પ્રમાણે ગુજરાતમાં 17મી મેની મધરાતથી વરસાદનો આરંભ થાય તેવી શક્યતા છે. એ પછી વરસાદનું જોર વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં 18 અને 19મી મેના દિવસોમાં ભારેથી અતિભારે’ વરસાદ પડવાની પૂરતી સંભાવના છે.
સાયક્લોનિક વોર્નીંગ બાદ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ હરકતમાં આવી ગયું છે. 24 જેટલી ટીમને ગુજરાતમાં ઉતારવામાં આવી છે અને 29 ટૂકડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વાવાઝોડાંની અસરથી ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં 50થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો આગામી પાંચેક દિવસ સુધી ફુંકાવાની શક્યતા છે.
રાજકોટ શહેરમાં વાવાઝોડાંની અસરથી સમી સાંજે વરસાદી છાંટાઓ પડયા હતા. ક્યાંક મોટું ઝાપટું પણ પડયું હતુ. ચાર પાંચ દિવસમાં સારાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
પોરબંદરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડું કોઇપણ દિશામાં ફંટાય પણ પોરબંદરમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 18મી મેએ વાવાઝોડું ત્રાટકે ત્યારે ભારેથી અતિભારે વરસાદ આ પંથકમાં પડી શકે છે. 30થી 45 કિલોમીટરની ગતિથી પવન પણ ફૂંકાશે. માછીમારોને દરિયો ન ખેડવા કહેવાયું છે. ફિશીંગ બોટો સમુદ્રમાં સલામત સ્થળે નજીકના બંદરે જતી રહી છે. કોસ્ટ ગાર્ડ દ્વારા હેલિકોપ્ટર મારફતે લોકોને સૂચના આપી દીધી છે.
સાવરકુંડલામાં પોણા છ વાગ્યે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યા પછી માવઠાંના શ્રીગણેશ થયા હતા. શહેરના રસ્તા ભીના ંથઇ ગયા હતા. વરસાદ બંધ થતા સુંદર મેઘધનુષનું દ્રશ્ય પણ રચાયું હતું.’ થોડો સમય માટે વીજળી પણ ગૂલ થઇ ગઇ હતી.
વેરાવળ-સોમનાથ વિસ્તારમાં પણ માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાની 1072 જેટલી ફિશીંગ બોટો દરિયામાં હોય બોટને પરત આવવાનો આદેશ આપી દેવાયો છે. બોટ નજીકના બંદરો પર લાંગરી લેવા કહેવાયું છે. આ જિલ્લામાં કુલ 894 બોટ છે. સીઝન નબળી હોવાથી મોટાંભાગની કિનારે છે પણ હોડી તથા બોટ અમુક દરિયામાં છે.
આ તરફ દ્વારકા જિલ્લાના તમામ બંદરોને એલર્ટ કરી દેવાયા છે. ભાવનગરમાં દરિયાકાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અમરેલીમાં જાફરાબાદ લાઇટ હાઉસમાં એક નંબરનું સિગ્નલ મૂકાયું છે.દિવસ દરમિયાન ગરમી પછી સાંજે ધારી તથા સાવરકુંડલામાં મિનિ વાવાઝોડાં જેવો પવન ફૂંકાઇને વરસાદ તૂટી પડયો હતો. કેરીનાપાકનેભારે નુક્સાન થયું છે. રસ્તા પર પાણીની નદીઓ વહેવા લાગી હતી.
‘ભાવનગરમાં જિલ્લાના તમામ કર્મચારીઓ અને અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા માટે આદેઈં આપવામાં આવ્યો છે. રજાઓ પણ રદ્દ કરવામાં આવી છે. ભાવનગરમાં કોવિડ પ્રોટોકોલ સાથે સાવચેતીના પગલાં લેવામાં આવશે.
માળિયા મિયાણાના નવલખી બંદરે બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા કહેવાયું છે. વાવાઝોડાને પગલે દરિયામાં કરંટ છે એટલે દરિયાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
વાંકાનેરમાં રાજકોટ રોડ ઉપર ખેરવાથી સૂર્ય રામપરા વચ્ચે પાંચ વાગ્યે મિનિ વાવાઝોડાં જેવો માહોલ હતો. પોણો કલાક ધીમો વરસાદ પડતા દોઢેક ઇંચ વરસી ગયો હતો. પવનથી કેટલાક વૃક્ષો પણ જમીનદોસ્ત થઇ ગયા હતા.
માધવપુર(ઘેડ) : વાવાઝોડાની આગાહી સંદર્ભે પોરબંદર કોસ્ટગાર્ડ હરકતમાં આવ્યું છે. હેલિકોપ્ટર દ્વારા સતત સાયરન વગાડીને લોકોને સુચના અપાઈ રહી છે.
દરમિયાન પોરબંદર જિલ્લા એસઓજી પોલીસ તેમજ પોરબંદર પોલીસ દ્વારા માધવપુર બંદર ખાતે માછીમાર સમાજના આગેવાનોને સુચનાઓ આપી, માછીમારી કરવા દરિયામાં ન જવા અને માછીમારી માટે ગયેલા માછીમારોને પરત બોલાવી લેવાની તાકિદ કરી હતી.

May 14, 2021
manish.jpg
1min793

જરૂરિયાતમંદોને ઓકિસજનની ૧૦૦ બોટલો પહોંચાડવાનો સંકલ્પ : મનિષ કાપડીયા

શહેરનો દરેક યુવાન જો આવા સંકલ્પ સાથે જીવનમાં આગળ વધશે તો દેશમાં એકેય સમસ્યા નહીં રહે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માનદ્‌ ખજાનચી તેમજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય મનિષ કાપડીયા કોવિડ– ૧૯ના સંકટ સમયે હોમ કોરન્ટાઇન થયેલા કોરોનાના દર્દીઓના વ્હારે આવ્યા છે. ઓકિસજનની ૧૦૦ બોટલો વિનામૂલ્યે દર્દીઓ સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આગળ વધી રહેલા મનિષ કાપડીયા આફ્રિકન દેશોમાં પોતાના સંબંધોનો ઉપયોગ કરીને દેશમાં ક્રાયોજેનિક ટેન્ક મંગાવવા માટે પ્રયાસ કરી રહયા છે.

મનિષ કાપડીયાએ જણાવ્યું હતું કે, કોરોનાની સેકન્ડ વેવને કારણે દેશભરમાં આરોગ્ય તંત્રની હાલત કફોડી થઇ ગઇ છે. શહેર સહિત દેશભરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઇ ગઇ હતી. એવામાં કોરોનાના કેટલાક દર્દીઓ હોમ કોરન્ટાઇન થઇને જ ઘરે સારવાર લઇ રહયા હતા. હોસ્પિટલમાં પણ ઓકિસજનની અછત વર્તાઇ રહી હતી ત્યારે ઘરે સારવાર લઇ રહેલા દર્દીઓની હાલત અત્યંત કફોડી બની ગઇ હતી. ઓકિસજનની બોટલો માટે નજીકના સંબંધીઓ તેમજ મિત્ર વર્તુળમાંથી દરરોજ આવતા ફોન કોલ્સને કારણે ઓકિસજનના બોટલોની અછતની ગંભીરતા સમજાઇ હતી. આવા દર્દીઓને મદદરૂપ થવાના એક પ્રયાસના ભાગરૂપે મિત્ર વર્તુળો તેમજ પરિચીતોને વોટ્‌સએપ ઉપર મોકલેલો મેસેજ કામ કરી ગયો અને જુદી–જુદી વ્યકિતઓ તરફથી ઓકિસજનની બોટલો માટે દાન મળતું ગયું હતું.

તેમણે જણાવ્યું હતું કે, સુરત જ નહીં પણ અમેરિકા અને દુબઇમાંથી પણ મિત્રોએ ઓકિસજનની બોટલો ખરીદવા માટે યથાશકિત મુજબ દાન આપ્યું હતું. આ દાનમાંથી ઓકિસજનની ૧૦૦ જેટલી બોટલો જરૂરિયાતમંદોને પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો. ધીરે ધીરે એક, બે અને દસ એમ કરતા કરતા ૭ર જેટલી ઓકિસજનની બોટલો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટમાં કાર્યરત થયેલા આઇસોલેશન સેન્ટરમાં સારવાર હેઠળ કોરોનાના દર્દીઓ માટે પહોંચાડવામાં આવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઓકિસજનની બોટલોની સાથે સાથે અમેરિકામાંથી ૩ર જેટલા ઓકિસજન કોન્સન્ટ્રેટર મંગાવીને સૌરાષ્ટ્રમાં પહોંચાડવામાં આવ્યા હતા. તેમણે કહયું કે, ભારતમાં ઓકિસજનની અછત નથી પણ ઓકિસજનને હોસ્પિટલો તેમજ અન્ય સ્થળે પહોંચાડવા માટે સ્પેશિયલી જે ક્રાયોજેનિક ટેન્કનો ઉપયોગ કરવામાં આવે છે તેની અછત છે. આથી પોતાના આફ્રિકન દેશો અને ગલ્ફ દેશો સાથેના સંબંધોનો ઉપયોગ કરીને દેશમાં ક્રાયોજેનિક ટેન્ક મંગાવવા માટે પણ તેઓ પ્રયાસ કરી રહયા છે.

મનિષ કાપડીયા કતારગામ સ્થિત સમસ્ત પાટીદાર સમાજની વાડી ખાતે શરૂ કરવામાં આવેલા આઇસોલેશન સેન્ટરમાં ર૪ કલાકમાંથી ૧૮ કલાક કામ કરી રહયાં છે. નિષ્ણાંત તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ યુવા મિત્રો મળી તેમની ૧૦૦ જણાંની ટીમ કોરોનાના દર્દીઓની સારવાર માટે ખડેપગે તૈનાત છે. તેઓ કહે છે કે, બેચ વાઇઝ તમામ મિત્રોને કામગીરી સોંપવામાં આવી છે. જેથી કરીને કોઇપણ દર્દીને અથવા તેના સગાને અગવડ નહીં પડે. યુવા મિત્રોની ટીમ દર્દીઓને પૌષ્ટીક આહાર પણ આપે છે. અહીં તમામ દર્દીઓના આરટીપીસીઆર રિપોર્ટ પણ વિનામૂલ્યે જ કરી આપવામાં આવે છે. આઇસોલેશન સેન્ટરમાં એમ્બ્યુલન્સની પણ સેવા આપવામાં આવે છે. પ૪ બેડ ધરાવતા આઇસોલેશન સેન્ટરમાં અત્યાર સુધી ર૬ર જેટલા કોરોનાના દર્દીઓએ સારવાર લીધી છે. ખૂબ જ આનંદની વાત છે કે, આ સેન્ટરમાં એકેય દર્દીએ જીવન ગુમાવવાનો વારો આવ્યો નથી અને તમામે તમામ કોરોનામુકત થઇને પોતાના સ્વજનની સાથે ઘરે પરત ગયા છે.

તેમણે કહયું કે, આ સમયગાળા દરમ્યાન ઘણા દર્દીઓ તેમજ તેમના સ્વજનોના આશિર્વાદ અમારી ટીમને મળ્યા છે. સાથે જ એવા લોકોના અપશબ્દો પણ સાંભળ્યા છે કે જેઓના સ્વજનને અમારા આઇસોલેશન સેન્ટરમાં દાખલ કરી શકયા ન હતા. અમારી મજબુરી હતી કે આઇસોલેશન સેન્ટરમાં વેન્ટીલેટર ન હોવાને કારણે કોરોનાના દર્દીના જાનનું જોખમ ઉભું ન થાય તે માટે તેઓને દાખલ કરાયા ન હતા.

May 14, 2021
corona-sputnik.jpg
1min423

ભારતમાં રશિયન કોરોના વેક્સિન સ્પુતનિકનું પ્રોડક્શન કરનારી ફાર્મા કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીએ તેની કિંમત જાહેર કરી દીધી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ વેક્સિનના એક ડોઝની કિંમત 948 રુપિયા રહેશે, અને તેના પર પાંચ ટકા જીએસટી અલગથી લાગશે. આમ, તેની ફાઈનલ કિંમત રુ. 995ની આસપાસ રહેશે. આજે હૈદરાબાદમાં પાયલોટ પ્રોજેક્ટના ભાગરુપે આ વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો.

કંપનીએ સ્ટોક એક્સચેન્જોને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે આ વેક્સિનનું સોફ્ટ લોન્ચ આજે કરવામાં આવ્યું હતું. આ વેક્સિનના રશિયાથી આવેલા ડોઝની કિંમત 948 રુપિયા વત્તા પાંચ ટકા જીએસટી થાય છે. રસીનું લોકલ સ્તરે પ્રોડક્શન શરુ થાય બાદ તેની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા છે. કંપનીએ જણાવ્યું હતું કે રશિયાથી આ વેક્સિનનો પહેલો જથ્થો 1 મેના રોજ પહોંચ્યો હતો. જેને સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીનું ક્લિયરન્સ 13 મેના રોજ મળ્યું હતું.

May 13, 2021
sgcci_dgp.jpg
1min603

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નેજા હેઠળ ગુજરાતની તમામ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોની આજરોજ તા.13મી મે 2021ના રોજ રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયા સાથે વર્ચ્યુઅલ મિટીંગ મળી હતી. જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડિયાએ નીચે મુજબના મહત્વના મુદ્દાઓ અંગે આશિષ ભાટીયાને વિસ્તૃતપણે રજૂઆત કરી હતી.

1. દક્ષિણ ગુજરાતમાં હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ સહિતના તમામ ઉદ્યોગની હોલસેલ દુકાનો દિવસ દરમ્યાન સવારે ૧૦:૦૦ થી બપોરે રઃ૦૦ કલાક સુધી ખોલવા માટે મંજૂરી આપવામાં આવે.

2. રાજ્યમાં તમામ પ્રકારની ઉત્પાદન પ્રવૃત્તિઓ ચાલુ છે, પરંતુ ટ્રેડીંગ એકટીવિટી બંધ હોવાથી ઉત્પાદન પ્રવૃત્તિઓ પણ બંધ થવાની કગાર પર છે. આથી ટ્રેડીંગ એકટીવિટીની પરવાનગી તા. ૧૮ મે, ર૦ર૧થી નવા જાહેર થનાર હુકમથી મળી રહે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

3. કારીગરો હાલમાં પોતાના વતન જઈ શકે તેવી સ્થિતિમાં નથી અને જો આ સંજોગોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓને કોઈપણ કારણસર બ્રેક લાગશે તો આ કારીગરો રસ્તા ઉપર આવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડી શકે તેવી ભીતિ છે. કારણ કે, કાપડ માર્કેટની દુકાનો બંધ હોવાથી વિવિંગ અને પ્રોસેસિંગ એકમો દ્વારા ઉત્પાદન ઘટાડી દેવામાં આવ્યું છે અને બે પાળીને બદલે એક પાળીમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલુ છે. જો કાપડની માર્કેટો બંધ જ રહેશે તો વિવિંગ અને પ્રોસેસિંગ એકમો પણ બંધ થવાની ભીતિ સેવાઇ રહી છે. આવા સંજોગોમાં કાપડ ઉદ્યોગની સમગ્ર સપ્લાય ચેઇન ચાલુ રહે તેવી સ્થિતિનું નિર્માણ થવું જોઈએ.

4. બાંધકામ ઉદ્યોગમાં કન્સ્ટ્રકશનનું કામ ચાલુ છે પણ તેને સંલગ્ન રેતી–કપચી, સિમેન્ટ અને સ્ટીલ જેવી એન્સીલરી સર્વિસની દુકાનો બંધ હોવાથી બાંધકામ પ્રવૃત્તિ ઉપર રોક લાગી ગઇ છે. આથી બાંધકામ ઉદ્યોગ ચાલુ રહે તેના માટે એન્સીલરી સર્વિસની દુકાનોને ખોલવા માટે મંજૂરી આપવામાં આવે.

5. એકસપોર્ટ – ઈમ્પોર્ટની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ એકમોને કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર પોતાનું કામ કરવા પરવાનગી આપવામાં આવે. કારણ કે, એકસપોર્ટના ઓર્ડર્સ જો સમયસર ડીલીવર ન થાય તો તેનો આર્થિક બોજો ઘણો મોટો હોઇ વૈશ્વિક બજારમાં ભારતની ઈમેજને પણ ખરાબ કરી શકે છે. આથી તાત્કાલિક ધોરણથી આ હુકમ અમલવાર થવો જોઇએ.

6. રાજ્યમાં તમામ પ્રકારની મેઈન્ટેનન્સ અને રીપેર સર્વિસીઝ ચાલુ રહે તેવો હુકમ તાત્કાલિક ધોરણથી કરવામાં આવે.

7. ફરસાણ, નમકીન અને મિઠાઇની દુકાનો ચાલુ રાખવાનો ગૃહ વિભાગનો હુકમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા ઘણી જગ્યાએ આ દુકાનોને બંધ રાખવામાં આવે છે. આથી સ્થાનિક તંત્રને આ હુકમ અંગે સૂચનો મળી રહે તે માટે ઘટતું કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયાએ રાજ્યની વિવિધ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો કરવામાં આવેલી રજૂઆતોને શાંતિપૂર્વક સાંભળી હતી અને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારા બનાવવામાં આવેલી કોર કમિટીમાં ઉદ્યોગ – ધંધાને સ્પર્શતા ઉપરોકત મુદ્દાઓ અંગે નિર્ણયો લેવામાં આવે છે. આથી ચેમ્બર ઓફ કોમર્સે તેમને કરેલી રજૂઆતોને તેઓ મુદ્દાસર મુખ્યમંત્રી દ્વારા બનાવાયેલી કોર કમિટી સમક્ષ રજૂ કરશે. તદુપરાંત આ અંગે જે કઇ નિર્ણય લેવામાં આવશે તેની જાહેરાત કરશે.

May 13, 2021
maharashtra.jpg
1min444

મહારાષ્ટ્ર સરકારે 1/6/21 સુધી રાજ્યમાં લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા આ સાથે ગાઈડલાઈન્સ પણ જાહેર કરી છે, જેમાં મહત્વના દિશાનિર્દેશ કરવામાં આવ્યા છે. જૂના નિયમોની સાથે કેટલાક નવા નિયમો પણ જોડવામાં આવ્યા છે જેથી કોરોના વાયરસની ચેઈનને તોડી શકાય.

મહારાષ્ટ્રમાં આવનારા તમામ લોકોએ RT-PCR નેગેટિવનો રિપોર્ટ લઈને આવવું જરુરી બની રહેશે. જે રિપોર્ટ મહારાષ્ટ્રમાં એન્ટ્રી કર્યાના 48 કલાક પહેલાનો જ હોવો જોઈએ. નવા નિયમ પ્રમાણે દેશના કોઈ પણ ખુણામાંથી આવનારા લોકોએ પોતાની સાથે RT-PCR નેગેટિવનો રિપોર્ટ લઈને આવવું પડશે.

દૂધના કલેક્શન અને તેના ટ્રાન્સપોર્ટ પર કોઈ પ્રતિબંધ નહીં લગાવવામાં આવે. જોકે, દુકાનો પર વેચવા દેવાની મંજૂરી સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નક્કી કરવામાં આવશે.

એરપોર્ટ અને પોર્ટ પર કામ કરનારા કર્મચારીઓ કે જેઓને કોવિડ સંબંધિત દવાઓ અને ઉપકરણો માટેની મહત્વની ડ્યુટી સોંપવામાં આવી છે, તેમને લોકલ ટ્રેન, મોનો રેલમાં મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી છે.

May 12, 2021
cyclone.jpg
1min488

હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે, 14 મેના દિવસે સવારે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રની ઉપર એક લો-પ્રેસર બની શકે છે. જે દક્ષિણ-પૂર્વના લક્ષ્યદ્વીપ ક્ષેત્રમાં ઉત્તર-પશ્ચિમ તરફ આવળ વધવાની સાથે વધારે આક્રામક બને તેવી સંભાવના છે. તેનાથી લક્ષ્યદ્વીપ અને કેરળ, કર્ણાટકા, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાઈ પટ્ટીવાળા વિસ્તારોમાં વરસાદ કે ઝાપટાં થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભારતના ગુજરાત સહિતના પશ્ચિમ દરિયા કિનારા રાજ્યો આગામી સમયમાં 2021ના પહેલા વાવાઝોડોનો સામનો કર શકે છે. આ વાવાઝોડું પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં બને તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ વાવાઝોડાનું નામ મ્યાનમાર દ્વારા આપવામાં આવ્યું છે, અને તેનું નામ ‘તૌકતે’ છે, જેનો અર્થ થાય છે બહુ જ અવાજ કરતી ગરોળી.

પહેલાથી જ કોરોના અને કમોસમી વરસાદનો સામનો કરી રહેલા પશ્ચિમ ભારત પર હવે વાવાઝોડાનું જોખમ નિર્માણ થયું છે. હવામાન ખાતાએ ગુજરાત, ગોવા તેમજ મહારાષ્ટ્ર રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર પર આગામી દિવસ ચાર-પાંચ દિવસ એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે.

ભારતીય હવામાન ખાતાએ આપેલી ચેતવણી મુજબ દક્ષિણ અરબી સમુદ્રમાં ૧૪ મેની આસપાસ લો પ્રેશર નિર્માણ થશે અને તેને કારણે વાવાઝોડું નિર્માણ થવાની શકયતા છે. આ વાવાઝોડું આગળ ઉત્તર પશ્ર્ચિમ દિશામાં સરકવાની શકયતા છે. એ સાથે જ જેમ તે આગળ વધશે તેમ તેની તીવ્રતા પણ વધશે, તેને પગલે ૧૪ મેના રાતથી કેરળ, લક્ષદ્વીપ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગોવાના કિનારપટ્ટીના વિસ્તારને સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન ખાતાના અધિકારી ડૉ. કે.એસ.હોસલીકરના જણાવ્યા મુજબ રાજ્યના તમામ માછીમારોને દરિયામાંથી પાછા ફરવાની સૂચના પણ આપવામાં આવી હોઈ આગામી દિવસમાં દરિયો નહીં ખેડવાની સૂચના પણ તેમને આપવામાં આવી છે.

ભારતીય હવામાન ખાતાના જણાવ્યા મુજબ પહેલી જૂનના રોજ કેરળમાં ચોમાસું દાખલ થશે. ત્યારબાદ ચોમાસાના ચાર મહિના પણ સારો એવો વરસાદ પડશે. જયારે રાજ્યમાં ૧૦ જૂન સુધી ચોમાસું કોંકણમાં દાખલ થશે અને ૧૫થી ૨૦ જૂન દરમિયાન બાકીના મહારાષ્ટ્રમાં ચોમાસું હાજરી પૂરાવશે. આ વર્ષે નૈઋત્યનું ચોમાસું સામાન્ય રહેશે અને સંતોષજનક વરસાદ પડશે.

May 11, 2021
night_curfew.jpg
2min877

ગુજરાતમાં કોરોના નિયંત્રણ માટે લાગૂ કરવામાં આવેલા રાત્રિ કરફ્યુ સમેત પ્રતિબંધાત્મક પગલાંઓ આવતીકાલ તા.12મી મે 2021ના રોજ પૂર્ણ થઇ રહ્યા હોઇ, આજે તેની પૂર્વસંધ્યાએ ગુજરાત સરકારે નિર્ણય લઇને રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કરફ્યુ સમેતના પ્રતિબંધો તા.18મી મે 2021 સુધી લાગૂ કરવા અંગેનો નિર્ણય લીધો છે.

ગુજરાતમાં કોરોનાના કેસ આંશિક રીતે ઘટી રહ્યા છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં સ્થિતિ હજુ પણ ગંભીર છે. આવી પરિસ્થિતિ વચ્ચે રાજ્યના 36 શહેરોમાં હાલ ચાલી રહેલા નાઈટ કરફ્યૂ (રાત્રે 8થી સવારે 6) તેમજ જીવનજરુરી ચીજવસ્તુઓ સિવાયની દુકાનોને બંધ રાખવા સહિતના નિયંત્રણો તા.18મી મે 2021 સુધી લંબાવવામાં આવ્યા છે.

હાલમાં જે નિયંત્રણો લાદવામાં આવ્યા છે તેની અવધિ 12મી મે સુધી અમલી છે. સીએમ રુપાણીના અધ્યક્ષ સ્થાને મળતી કોર કમિટિની બેઠકમાં આ નિયંત્રણોને લંબાવવા જલ્દી કોઈ નિર્ણય લેવાયો હતો.

ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય*

▪ ૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી રાખવામાં આવ્યા*
▪ તા. ૧૨ મે-ર૦ર૧થી તા.૧૮ મે-ર૦ર૧ સુધી દરરોજ રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે*
▪ રાજ્યના નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતાની કોર કમિટિએ લોકોને કોરોનાથી સલામત રાખવા કર્યા કેટલાક નિર્ણયો*
▪ રાજ્યના સૌ નાગરિકો-નાના-મોટા વેપારી-ઊદ્યોગો-આરોગ્ય જગત બધાના સહકાર અને સહિયારા પ્રયાસોના પરિણામ સ્વરૂપે રાજ્યમાં કોરોના સંક્રમણ કેસોની સંખ્યા ૧૪,પ૦૦થી ઘટાડી ૧૧ હજાર સુધી થવામાં સફળતા મળી છે :-

મુખ્યમંત્રીશ્રી ▪મુખ્યમંત્રીશ્રી-કોર કમિટિએ સૌનો આભાર વ્યકત કર્યો ▪આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશેઃ અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચશ્મા ની દુકાનો ચાલુ રહેશે

▪ ૩૬ શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે*

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના નાગરિકો, આરોગ્ય જગતના તબીબો સૌના સહયોગ અને સહિયારા પ્રયાસોને પરિણામે ગુજરાતે કોરોના સંક્રમણ નિયંત્રણમાં કેસોના ઘટાડાની સફળતા મેળવી છે.તેમણે આ સંદર્ભમાં ઉમેર્યુ કે, ર૭ એપ્રિલે રાજ્યમાં ૧૪,પ૦૦ જેટલા કોરોના કેસ હતા તે હવે ઘટીને ગઇકાલે ૧૧,૦૦૦ જેટલા થઇ ગયા છે.

કોર કમિટિની આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યમાં હાલ ૩૬ શહેરોમાં રાત્રિ કરફયું સહિતના રાજ્યમાં જે નિયંત્રણો ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભમાં લાગુ કરવામાં આવ્યા છે તે અંગે પણ ગહન ચર્ચા-વિચારણા હાથ ધરાઇ હતી

મુખ્યમંત્રીશ્રીએ આ અંગે સ્પષ્ટ જણાવ્યું કે ગુજરાતમાં કોરોના કેસો વધ્યા નથી પરંતુ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે રાજ્યના સૌ નાગરિકોને સલામત-સુરક્ષિત રાખવા તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે રાત્રિ કરફયુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ માટે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે

કોર કમિટિની બેઠકના આ નિર્ણય અનુસાર રાજ્યના ૮ મહાનગરો સહિત જે ૩૬ શહેરોમાં રાત્રિ કરફયુ તા.૧૧ મે-ર૦ર૧ સુધી રાખવામાં આવેલો તે તા.૧ર મે-ર૦ર૧ થી તા.૧૮ મે-ર૦ર૧ એમ સાત દિવસ માટે દરરોજ રાત્રિના ૮ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી યથાવત અમલમાં રહેશે

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાના મોટા વેપારી, ઊદ્યોગો તથા જનતા જનાર્દને રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવાના હેતુથી રાત્રિ કરફયુ સહિતના વધારાના નિયંત્રણોના અમલમાં આપેલા સહયોગ અંગે આભારની લાગણી વ્યકત કરી હતી.

તેમણે ઉમેર્યુ કે, સૌના સહિયારા પ્રયાસો ફળદાયી નિવડયા છે અને કોરોના કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે.

રાજ્ય સરકારે સમગ્ર પરિસ્થિતીનો કયાસ કાઢીને અને નાગરિકોને વધુ સલામતિ આપવાના આશયથી રાત્રિ કરફયુ સહિતના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ લંબાવવાનો નિર્ણય કર્યો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

May 10, 2021
Virat_Kohli_vaccine.jpg
1min626
India Captain Virat Kohli Gets Vaccinated Against Coronavirus

કોરોનાને હરાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને રસી મહત્વના મનાઈ રહ્યા છે, આવામાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ કોરોનાની રસીનો પહેલો ડોઝ Dt.10/5/2021 સોમવારે લઈ લીધો છે. આ અંગે કોહલીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે. કોહલીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વેક્સીન લીધાની માહિતી આપી છે. આ સાથે કોહલીએ તસવીર પણ શેર કરી છે.

કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા જલદી ઈંગ્લેન્ડ માટે રવાના થશે, જ્યાં તેણે ન્યુઝિલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમવાની છે. આ પછી ભારતીય ટીમ યજમાન સાથે 5 ટેસ્ટ મેચોની સીરિઝ રમશે.

32 વર્ષના વિરાટ કોહલીએ કોરોનાની રસી લીધા બાદ લોકોને અપીલ કરી છે કે વેક્સીન લેવાની કોશિશ કરો અને સુરક્ષિત રહો. ભારતીય ટીમના અનુભવી બોલર ઈશાંત શર્માએ પણ સોમવારે કોરોનાની રસી લીધી છે, ઈશાંતે પત્ની પ્રતિમા સિંહ સાથે સોશિયિલ મીડિયા પર તસવીર શેર કરી છે.

ઈશાંત પત્ની સાથે વેક્સીનેશન સેન્ટર પહોંચ્યો હતો. ઈશાંતે ફ્રન્ટલાઈન વોરિયર્સનો આભાર માન્યો છે. આ સાથે ટીમના સિનિયર બોલર ઉમેશ યાદવ અને ઓપનર બેટ્સમેન શિખર ધવને પણ રસીનો પહેલો ડોઝ લીધા બાદ ફેન્સને સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું છે.

May 10, 2021
kejri.jpg
1min464

દિલ્હીમાં કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે લાદવામાં આવેલું લોકડાઉન એક અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું છે. સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી કે, દિલ્હીમાં જે લોકડાઉન અગાઉ ૧૦ મે સુધી હતું તે હવે ૧૭ મેની સવાર સુધી લાગુ રહેશે. કેજરીવાલે કહ્યું કે, આ વખતે લોકડાઉન વધુ કડક હશે. સંક્રમણ પર કાબૂ મેળવવા માટે સોમવારથી મેટ્રો સર્વિસ પણ બંધ કરવામાં આવશે.

કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં લોકડાઉનની સારી અસર જોવા મળી રહી છે. ૨૬ એપ્રિલ બાદ નવા કેસોમાં ધીમે-ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં સંક્રમણનું દર ૩૫ ટકાથી ઘટીને ૨૩ ટકા પર આવી ગયું છે. દિલ્હીમાં કોરોનાની ગતિ થોડી ધીમી પડી છે. ત્રણ અઠવાડિયા બાદ સંક્રમણ દરમાં પણ થોડો ઘટાડો આવ્યો છે. શનિવારે સંક્રમણ દર ૨૩.૩૪ ટકા નોંધાયું હતું. આ પહેલાં ૧૭ એપ્રિલે સંક્રમણ દર ૨૪.૫૬ ટકા હતું.

દિલ્હીમાં શનિવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૭,૩૬૪ નવા કેસ સામે આવ્યા હતા અને ૩૩૨ લોકોનાં મોત નિપજ્યાં હતાં. આ સાથે જ દિલ્હીમાં કોરોનાને લીધે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ૧૯ હજારને પાર પહોંચી છે. દિલ્હીમાં અત્યાર સુધી ૧૯,૦૭૧ લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે ૧૩,૧૦,૨૩૧ કેસ સામે આવી ચૂક્યાં છે. એક્ટિવ કેસોની સંખ્યા ૮૭,૯૦૭ છે.