વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ આજે પોતાની કુનેહના દર્શન કરાવતા સુરતથી છેક ત્રીસેક કિમી દૂર આવેલા પોંસરા, જલાલપોર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધર્યો હતો.
સામાન્ય વાચકને જરૂર સવાલ થશે કે વીર નર્મદ યુનિવર્સિટીનો વૃક્ષારોપણ કાર્યક્રમ સુરતથી છેક ત્રીસ કિલોમીટર દૂર રાખવા પાછળનો આશય શું, હકીકતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જમીન પોંસરા ખાતે આવેલી છે અને વર્ષોથી આ જમીન બિલકુલ બિનઉપયોગી અવસ્થામાં છે. ડો.કિશોરસિંહ ચાવડાએ દીર્ઘદ્રષ્ટીથી નિર્ણય લઇને યુનિ.ની આ જમીન પર આ સીઝનમાં બરાબર વરસાદના આગમન પહેલા વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધર્યો. જેને કારણે આગામી વર્ષોમાં આ જમીન પર ઘટાદાર વૃક્ષો આકાર પામશે અને યુનિવર્સિટીની બિનઉપયોગી પડી રહેલી જમીનનો એક પ્રકારો સદુપપયોગ પણ થાય.
પોંસરા ખાતેની યુનિવર્સિટીની જમીન પર આજે વડ, પીપળો, લિમડો વગેરે જેવા વૃક્ષો રોપવામાં આવ્યા હતા.
આજે વીર નર્મદ યુનિવર્સિટીના ઉપક્રમે જલાલપોર તાલુકાના પોંસરા ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ડો. કિશોરસિંહ ચાવડા, યુનિવર્સિટીમાં સરકાર નિયુક્ત સિન્ડીકેટ સભ્ય શ્રી હસમુખભાઇ પટેલ, નવસારી સાયન્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્યા શ્રી ફરીદાબેન, ઉપાચાર્ય ડો. અલ્કેશ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
દેશના 13પ જિલ્લામાં પેટ્રોલનો ભાવ લિટરના રૂ.100ને કૂદાવી ગયો છે. ડીઝલના ભાવ પણ સદી નોંધાવવાની મક્કમ ગતિએ આગળ વધી રહ્યા છે.
ચાલુ કેલેન્ડર વર્ષમાં ઇંધણના ભાવોમાં 42 વખત વધારો થયો અને 4 વખત ઘટાડો થયો
સાભાર બિઝનેસ ટુડે
દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નાગરિકોને દઝાડી રહ્યા છે. પ રાજ્યની ચૂંટણી વખતે ડામ દેવાનું મોકૂફ રખાયું હતું અને હવે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનો દૌર શરૂ થયો છે. વધુ એક વધારા સાથે અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા છે.’
બે દિવસના વિરામ બાદ 4 જૂને પેટ્રોલમાં લિટરે ર6-ર7 પૈસા અને ડિઝલમાં ર6 થી 30 પૈસાનો વધારો કરાયો છે. દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલ રૂ.94.76 પ્રતિ લિટર, મુંબઈમાં 100.98, કોલકત્તામાં 94.76, ચેન્નાઈમાં 96.ર3ના ભાવે વેંચાયું હતું. કોલકત્તામાં ડિઝલનો ભાવ રૂ.88.પ1 અને ચેન્નાઈમાં રૂ.90.38ને આંબી ગયો હતો.
કટકે કટકે અપાઈ રહેલો ભાવ વધારાનો ડામ અસહ્ય બની ગયો છે. વર્ષ ર0ર1માં અત્યાર સુધીમાં પેટ્રોલમાં લિટરે રૂ.11.0પ વધી ચૂકયા છે. 1 જાન્યુઆરીએ પેટ્રોલનો ભાવ 83.71 હતો જે આજે 94.76 થયો છે. તે જ રીતે ચાલુ વર્ષ ડિઝલ લિટરે રૂ.11.79 મોંઘુ થઈ ચૂકયુ છે. 1 જાન્યુઆરીએ દિલ્હીમાં ડિઝલનો ભાવ 73.87 હતો જે આજે 8પ.66 છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં દેશમાં સૌથી મોંઘુ રૂ.10પ.80 ના ભાવે પેટ્રોલ વેંચાઈ રહ્યું છે. જે રીતે ભાવ વધી રહ્યા છે તે જોતા ડિઝલ પણ ટૂંક સમયમાં 100ની સપાટીએ પહોંચી જાય તેવી સંભાવના છે. મુંબઈમાં પેટ્રોલ 101 ની નજીક અને ડિઝલ 93ની નજીકના ભાવે વેંચાઈ રહ્યું છે.’
RBIની ઘોષણા : નેશનલ ઓટોમેટેડ ક્લીયરિંગ હાઉસ રોજ ચાલુ રહેશે
બેન્ક હોલિડે હોય અને હપ્તો ભરવામાં મોડું થતાં લેટ ફી ભરવી પડે તો કેવી પીડા થાય… ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) લોકોની આવી પરેશાની દૂર કરવા જઈ રહી છે. હવે તમારે પગાર માટે શનિવાર-રવિવાર અથવા વિકેન્ડ રજા પસાર થવાની રાહ જોવી નહીં પડે. આરબીઆઈ (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા)એ નેશનલ ઓટોમેટેડ ક્લિયરીંગ હાઉસ (એનએસીએચ)ના નિયમોમાં બદલાવ કર્યો છે.
એનએસીએચની સુવિધા 1 ઓગષ્ટ, ર0ર1 થી સાતેય દિવસ ઉપલબ્ધ થશે. હાલ આ સુવિધા ત્યારે જ મળે છે જ્યારે બેંકો ખુલ્લી હોય છે. સામાન્ય રીતે સોમવારથી શુક્રવાર વચ્ચે આ સુવિધા મળતી હોય છે પરંતુ જ્યારે મહિનાની પહેલી તારીખ શનિવાર-રવિવારના સંજોગોમાં પગારદાર વર્ગે પગાર ખાતામાં જમા થાય તે માટે વિકેન્ડ પસાર થવાની રાહ જોવી પડતી હોય છે. બેંક હોલી ડે હોય ત્યારે પગાર મોડો થવાની ચિંતા નહીં રહે. આરબીઆઈના ગવર્નર શશિકાંત દાસે શુક્રવારે ક્રેડિટ પોલીસીના રિવ્યૂ દરમિયાન એલાન કર્યું કે ગ્રાહકોની સુવિધા વધારવા તથા ર4ડ્ઢ7 ઉપલબ્ધ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટનો લાભ ઉઠાવવા માટે એનએસીએચ જે હાલ બેંકોના કાર્યરત દિવસોમાં ઉપલબ્ધ છે તેને સપ્તાહના તમામ દિવસ લાગૂ કરવાનો પ્રસ્તાવ છે જે 1 ઓગષ્ટ, ર0ર1થી લાગૂ થશે. આ સુવિધાથી સેલેરી, પેન્શન, ઈએમઆઈ કે અન્ય પેમેન્ટ, ક્રેડિટ ટ્રાન્સફર વિકેન્ડમાં પણ થઈ શકશે.
બોલીવુડ અભિનેત્રી જૂહી ચાવલાને મોટો ફટકો પડ્યો છે. જૂહી ચાવલાએ 5G મામલે દિલ્હી હાઈકોર્ટેમાં અરજી કરી હતી. 5G નેટવર્કથી રેડિયેશનથી થનારા નુકસાનને લઈને જૂહી ચાવલાની આ અરજી પર સુનાવણી પણ થઈ હતી. જોકે, હવે કોર્ટે આ મામલે અભિનેત્રીનો જ ઉધડો લીધો છે. એટલું જ નહીં કોર્ટે તેના પર 20 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
શુક્રવારે તા.4 જુન 2021ના રોજ કોર્ટે કહ્યું હતું કે અભિનેત્રીએ કોર્ટની કાર્યવાહીનો દુરઉપયોગ કર્યો છે તેથી તેના પર દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે જૂહી ચાવલાનો ઉધડો લેતા કહ્યું હતું કે, એવું લાગી રહ્યું છે કે આ પબ્લિસિટી મેળવવા માટે કરવામાં આવ્યું છે કેમ અરજીકર્તાને પોતાને જ ખબર નથી કે તેમની અરજી તથ્યો પર આધારીત નથી પરંતુ સંપૂર્ણ રીતે કાયદાકિય સલાહ પર આધારીત હતી. આ દંડ તેના પર પબ્લિસિટી માટે કોર્ટના સમયનો દુરઉપયોગ માટે લગાવવામાં આવ્યો છે.
જૂહી ચાવલાની અરજી ફગાવી દેતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, પબ્લિસિટી માટે અરજી કરવામાં આવી છે અને કોર્ટની વિડીયો લિંક શેર કરી છે. આ સાથે જ કોર્ટે તે પણ કહ્યું છે કે અરજીકર્તાએ કોર્ટની સમગ્ર ફી પણ જમા નથી કરાવી જે દોઢ લાખથી ઉપર છે. જૂહી ચાવલાને એક સપ્તાહની અંદર આ રકમ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કોર્ટે કહ્યું છે કે અરજી કાયદાકિય સલાહ પર આધારિત હતી જેમાં કોઈ તથ્ય નથી. અરજીકર્તાને પોતાને ખબર ન હતી કે તથ્યોને લઈને અરજી દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર રીતે કાયદાકિય સલાહ પર આધારીત હતી જે પબ્લિસિટી માટે દાખલ કરવામાં આવી હતી.
ગુજરાતનાં 33 જિલ્લામાં 1200 કેન્દ્રો ઉપર 18થી 44 વયજૂથના લોકોને વેક્સિન અપાશે: દરરોજ સવા બે લાખનાં રસીકરણનું લક્ષ્ય
ગુજરાતમાં 4/6/21થી રાજ્યના તમામ જિલ્લામાં 18થી 44ની વય જૂથના લોકોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરી દેવામાં આવશે. કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ગુજરાતમાં રસીકરણને વેગવંતુ બનાવવા દરરોજ સવા બે લાખ ડોઝ આપવાનો નિર્ણય મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા લેવામાં આવ્યો છે.
મુખ્યપ્રધાનના જણાવ્યા અનુસાર, ગુજરાત સરકારે જે ત્રણ કરોડ ડોઝની વ્યવસ્થા કરી હતી તે અંતર્ગત રાજ્યના તમામ 33 જિલ્લાના 1200 કેન્દ્રો પર રસીકરણ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ફક્ત 10 જિલ્લામાં જ 18 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવતી હતી.’
ગુજરાત સરકારના અંદાજ મુજબ રાજ્યમાં 18થી 45 વર્ષની વયજૂથના 3.25 કરોડ નાગરિકો છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 1 મે થી 18 વર્ષથી વધુ વયના લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1 કરોડ 76 લાખ 39 હજાર 673 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 1 કરોડ 34 લાખને 9 હજાર 392ને પહેલો ડોઝ જ્યારે 42 લાખ 30 હજાર 281ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ વસતિ 6 કરોડ 94 લાખ વસતિમાંથી માત્ર 6 ટકાનું સંપૂર્ણ વેક્સિનેશન થયું છે. જ્યારે 25 ટકા વસતિને એક ડોઝ આપી દેવાયો છે.’ હર્ડ ઈમ્યૂનિટી માટે 70 ટકા વસતિને બન્ને ડોઝ લાગી જવા જરૂરી છે. જો દરરોજ 2 લાખ લોકોને વેક્સિન આપવામાં આવે તો અડધી વસતિ એટલે કે 3 કરોડ 50 લાખને વેક્સિન આપવામાં પણ હજુ ત્રણ મહિના લાગી જાય તેમ છે. આમાં પણ 75 ટકા જેટલા લોકોને માત્ર પહેલો ડોઝ જ મળ્યો હશે.
ગુજરાત સરકારના અંદાજ મુજબ રાજ્યમાં 18થી 45 વર્ષની વયજૂથના 3.25 કરોડ નાગરિકો છે. ગુજરાત સરકાર દરેક નાગરિકને રસી લેવા માટે કહે છે, પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાનના જણાવ્યા અનુસાર 70 ટકા વસ્તી રસી લે તો હર્ડ ઇમ્યુનિટી આવે અને કોરોના કાબૂમાં આવી શકે છે. જો કે આ વયજૂથના લોકો રાજિંદી જીવનશૈલીમાં સૌથી વધુ સક્રિય હોવાથી તેઓમાં 85 ટકા જેટલાં લોકો ઓછામાં ઓછા રસી લઇ લે તે અપેક્ષિત રહેશે.
કેરળમાં ગુરુવારથી ચોમાસુ શરૂ થવાના સંયોગો સર્જાયા હોવાની આગાહી હવામાન વિભાગે બુધવારે કરી હતી.
એમણે વધુમાં જણાવ્યું હતું કે ઉપગ્રહે મોકલાવેલી તસવીરો પ્રમાણે કેરળ પર વરસાદના વાદળો વધ્યા છે અને અરબી સમુદ્ર પર પશ્ર્ચિમી હવાનું દબાણ વધ્યુ છે. ગુરુવારે કેરળમાં વરસાદની ઋતુ શરૂ થવા માટે જોઇતા હવામાનમાં સુધારો થશે. આ કારણસર કેરળમાં ગુરુવારથી ચોમાસુ શરૂ થશે.કેરળમાં સામાન્ય રીતે ૧લી જૂનથી ચોમાસુ શરૂ થતું હોય છે. અગાઉ હવામાન વિભાગે ૩૧મી મેના દિવસે કેરળમાં ચોમાસાની શરૂઆતની આગાહી કરી હતી. જોકે, એમાં ચાર દિવસ આગળપાછળ થવાની શક્યતા હોય છે, પણ ૩૦મી મેના દિવસે એમણે ફરી આગાહી કરી હતી કે હજુ સમય નથી આવ્યો અને એકાદ દિવસ પછી મોસમની શરૂઆત થશે. આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાનો અંદાજ જાહેર કરાયો છે.
ભારતમાં સેન્ટ્રલ બોર્ડ અને સીઆઇએસસીઇ બોર્ડની ધો.12ની તમામ પરીક્ષાઓ રદ કરી આજરોજ તા.2 જુને કહેવાય છે કે ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકારની વાટે ગુજરાત બોર્ડની ધો.12ની પરીક્ષાઓ રદ કરી દેશે.
પરીક્ષાઓ રદ કર્યા પછી શું તેની કોઇ ચર્ચા ક્યાંયે થઇ રહી નથી. એટલે www.cialive.in અને શિક્ષણ સર્વદા (વિદ્યાર્થીઓનું અખબાર) અહીં આપના ગાઇડન્સ માટે આ અહેવાલ રજૂ કરી રહ્યા છીએ.
મોટા ભાગના એવા લોકો ખુશ થયા છે કે જેમને ધો.12ના અભ્યાસ સાથે કોઇ લેવાદેવા નથી. શાળાના આચાર્યો, શિક્ષકો અને તેજસ્વી વિદ્યાર્થીઓ પર શું વિતી રહ્યું હશે તેની કોઇને કલ્પના નથી. પરંતુ, કોવિડ-19માં બહુમતિ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો છે. એટલે તેને શિરોમાન્ય રાખવો પડે.
હવે શું ?
ધો.12નું પરીણામ આંતરિક મૂલ્યાંકનના આધારે તૈયાર થશે એટલે કે ધો.12નું પરીણામ શું આપવું તેનો બધો દારોમદાર સ્કુલો પર, સ્કુલના આચાર્યો, શિક્ષકો અને ટ્રસ્ટીઓનો પ્રભાવ ધો.12ના પરીણામ પર પડી શકે એમાં બે મત નથી. (www.cialive.in)
ધો.12ના પરીણામ પર ધો.11 અને ધો.10ના પરીણામનો પણ પ્રભાવ હશે.
ધો.12નું પરીણામ 99 ટકા જેટલું આવી શકે. કેમકે ધો.11માં બહુ ઓછા વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોય છે. (www.cialive.in)
કોલેજોમાં દરેક કોર્સમાં બેઠકો વધારવી પડે તેવી સ્થિતિ સર્જાશે. સોલિડ કોર્સ કન્ટેન્ટ ધરાવતા કોર્સની ડીમાંડ વધશે. કોલેજોમાં એડમિશન્સ માટે ભારે ધસારો થશે
કોલેજ એડમિશન્સ હવે મોટા ભાગે એન્ટ્રન્સ ટેસ્ટ (પ્રવેશ પરીક્ષાઓ) પર આધારિત હશે. પ્રવેશ પરીક્ષાઓ મોટા ભાગે (www.cialive.in) મેડીકલ, પેરામેડિકલ કોર્સ અને પ્રાઇવેટ યુનિવર્સિટીઝમાં યોજાય છે, એટલે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ધસારો જોવા મળશે. (cialive.in)
ગુજરાતમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ જેમાં ઇજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર, ડિપ્લોમા ઇજનેરી વગેરેની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને 50 ટકા મેનેજમેન્ટ ક્વોટા આપવામાં આવ્યો છે, આ કોલેજોમાં ક્યાં તો પ્રવેશના નિયમો બદલાશે અગર તો સંચાલકોને બખ્ખાં થઇ જશે. (www.cialive.in)
એન્ટ્રસ્ટ ટેસ્ટથી પ્રવેશ લેનારાઓની સંખ્યા વધશે
જુદી જુદી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તેમજ એન્જિનિયરિંગ અને મેડીકલ-પેરામેડિકલ કોર્સમાં પ્રવેશ માટે હાલ પ્રવેશ પરીક્ષાઓ લેવાય છે. અહીં ધો.12ના માર્કસ ફક્ત લાયકાત (એલિજિબિલીટી) તરીકે જ ગણવામાં આવે છે. મેરીટ માટે પ્રવેશ પરીક્ષાનો સ્કોર ગણતરીમાં લેવામાં આવે છે. આવા અભ્યાસક્રમોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધશે.
તેજસ્વી અને સમજદાર વિદ્યાર્થીઓ કોરોનાકાળ હળવો થયા પછી પરીક્ષા આપવાનો વિકલ્પ અપનાવશે
જે વિદ્યાર્થીઓ તેજસ્વી છે અને જેમણે વિદેશ અભ્યાસ માટે જવું છે તેવા વિદ્યાર્થીઓ આંતરિક મૂલ્યાંકનના આધારે ભલે કોલેજમાં પ્રવેશ મેળવી લેશે, પરંતુ, આવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ કોરોનાકાળ હળવો થયા પછી લેવાનારી વૈકલ્પિક પરીક્ષા આપવાનો વિકલ્પ અપનાવીને પોતાની મહેનતના આધારે માર્કશીટ મેળવવાનો પ્રયત્ન કરશે. (www.cialive.in)
ઇંગ્લેન્ડ અને પ્રવાસી ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે લોર્ડસના ઐતિહાસિક મેદાન પર બે ટેસ્ટની શ્રેણીના પહેલા મેચનો બુધવારથી પ્રારંભ થશે. ત્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ભારત વિરૂધ્ધના ફાઇનલ પૂર્વે કિવિઝ ટીમની નજર ઇંગ્લેન્ડની ટીમને જોરદાર ટક્કર આપીને શ્રેણી કબજે કરવા પર રહેશે. જયારે યજમાન ઇંગ્લેન્ડની ટીમ તેના યુવા ખેલાડીઓના સહારે સિઝનની શરૂઆત વિજય સાથે કરવા ઇચ્છશે. આ સિરીઝમાં ઇંગ્લેન્ડની ટીમે રોટેશન પોલિસી અનુસાર તેના આઇપીએલ સ્ટાર ખેલાડીઓને વિશ્રામ આપ્યો છે.
મેચ 2/6/21, બુધવારે બપોરે 3-30થી શરૂ થશે.
ઇંગ્લેન્ડની ટીમમાં પહેલીવાર વિકેટકીપર તરીકે જેમ્સ બ્રેસી હશે. કારણ કે એલેકસ પેરી ઇજાગ્રસ્ત થયો છે. જો રૂટના સુકાનીપદ હેઠળની ઇંગ્લેન્ડની ટીમ પાસે એન્ડરસન અને બ્રોડના રૂપમાં સૌથી અનુભવી અને સફળ ઝડપી બોલિંગ જોડી છે. બન્ને ખેલાડી પાસે કેટલાક ખાસ રેકોર્ડ રચવાની તક છે. કિવિ બોલર બોલ્ટને પહેલા ટેસ્ટમાં વિશ્રામ મળશે તેવો સંકેત કપ્તાન વિલિયમ્સને આપ્યો છે. ન્યુઝીલેન્ડની ટીમમાં તમામ સ્ટાર ખેલાડીઓ રમી રહ્યા છે. જ્યારે ઇંગ્લેન્ડને સ્ટોકસ, બટલર, આર્ચર સહિતના સ્ટાર ખેલાડીઓની ખોટ પડશે.
ખરીફ વાવણીનો સમય શરું થવા પૂર્વે કપાસનો ભાવ ગુજરાતમાં એક મણે રૂા.1500ની ઐતિહાસિક સપાટી વટાવીને રૂા.1556 સુધી પહોંચી ગયો છે. બે ત્રણ વર્ષ પહેલા કપાસનો ભાવ માંડ રૂા.1200 સુધી સમગ્ર સીઝનમાં પહોંચતો હતો પરંતુ આ વર્ષે આખી સીઝનમાં સરેરાશ ભાવ રૂા.1200નો મળ્યો છે અને હવે રૂા.1500 ઉપરના ભાવથી નોંધપાત્ર સોદા થતા ખેડૂતો હરખાઇ ઉઠયા છે. મંગળવારે તા.1 જૂન 2021ના એક જ દિવસમાં મણે રૂા.20-30ની તેજી હતી. છેલ્લાં એક માસમાં રૂા.225ની તેજી આવી ચૂકી છે.
ગુજરાતભરમાં કપાસની આવક હવે માંડ 40-45 હજાર મણની થાય છે. બોટાદમાં સૌથી વધારે 11 હજાર મણ કપાસ આવે છે. ત્યાં ઉચ્ચતમ રૂા.1125-1556 સુધીના ભાવથી કામકાજ થયા હતા. બાબરામાં રૂા.1235-1550, અમરેલીમાં રુ.1000-1507, ગોંડલમાં રૂા.1111-1500 અને રાજકોટ યાર્ડમાં રૂા.1300-1530નો ભાવ રહ્યો હતો.’ સારાં લંબતારી અને માઇકવાળા કપાસનો ભાવ જ રૂા.1500 કે તેનાથી વધારે બોલાઈ છે. ફરધર કપાસ પણ રૂા.1250-1300ના ભાવથી વેચાય છે. કપાસના બ્રોકરો કહે છે, હવે કપાસનો સ્ટોક બહુ ઓછો છે.
સારો કપાસ સમગ્ર ગુજરાતમાં 100-150 ગાડી કરતા વધારે નહીં હોય. ફરધર અને મિડીયમ માલ થોડો વધારે હશે. ન્યૂયોર્ક વાયદામાં તેજી અને તેની પાછળ સીસીઆઇ દ્વારા રોજ ઉંચા ભાવથી ગાંસડી વેંચવામાં આવી રહી છે. પરિણામે જિનોની નવી ખરીદી સારાં કપાસમાં વધી છે. યાર્ડમાં રૂા.1500-1550માં કપાસ વેચાઈ છે પણ ગામડેથી હજુ ખેડૂતો વેચતા નથી. સંકર રુનો ભાવ તેજીની અસરે રૂા.49300 પ્રતિ ખાંડી પહોંચી ગયો છે. ઉત્તમ ક્વોલિટીની ગાંસડીમાં બે-ત્રણ દિવસથી રૂા.50,000ના ભાવથી પણ સોદા થઇ રહ્યા છે.’
સુરતના ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના હોદ્દેદારોએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે પતંજલિ યોગના બાબા રામદેવ દ્વારા એલોપેથી પદ્ધતિ તેમજ તબીબો વિરુદ્ધ કરવામાં આવેલા નિવેદનોના વિરોધમાં આવતીકાલ તા.1 જુન 2021ના રોજ ઇન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા બ્લેક ડે પાળવામાં આવશે. દેશભરના તબીબો કાળીપટ્ટી ધારણ કરીને તેમની ફરજ બજાવશે. સુરત સ્થિત ઇન્ડિયન મેડીકલ એસોસીએશન અને તેને સંલગ્ન તબીબો, સંસ્થાઓ પણ બ્લેક ડે ઉજવશે.
દર્દીઓને તકલીફ નહીં પડે એ રીતે બ્લેડ ડે પાળીને વિરોધ કરશે ડોક્ટરો
ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની સુરત બ્રાન્ચના પ્રેસિડેન્ટ ડો. હિરલ શાહ, સેક્રેટરી ડો. રોનક નાગોરીયા તેમજ મિડીયા કોઓર્ડિનેટર ડો.હેતલકુમાર યાજ્ઞિકે જણાવ્યું કે સુરતના તબીબો દર્દીઓને તકલીફ નહીં પડે એ રીતે કાળી પટ્ટી ધારણ કરીને આવતીકાલે બાબા રામદેવના નિવેદનોના વિરોધમાં બ્લેક ડે પાળશે.
ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની સુરત બ્રાન્ચે તા.1લી જુને બ્લેક ડે તરીકે પાળવાની જાહેરાત કરી
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.