CIA ALERT

Alert Archives - Page 170 of 511 - CIA Live

April 16, 2021
CIA_Live_Logo_New2.jpg
1min677
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાના નેતૃત્વમાં આજરોજ સમગ્ર દક્ષિણ ગુજરાતના સામાજિક અને ઔદ્યોગિક સંગઠનોની મિટીંગ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા મળી હતી.

સમગ્ર સુરતમાં શનિ અને રવિ બે દિવસ જનતા શિસ્ત કાર્યક્રમની ચેમ્બર દ્વારા જાહેરાત

સભામાં ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં કોરોનાનો કહેર જોતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. વેપારીઓમાં પણ સ્વૈચ્છિક રીતે વેપાર–ધંધા બંધ રાખવાનો ગણગણાટ શરૂ થયો છે. કેટલાક વેપારીઓ અવઢવમાં છે અને તેથી અસમંજસભરી પરિસ્થિતિ ઉભી થઇ છે. આમ, આ ચિંતાનું વાતાવરણ દૂર થાય અને સૌ સાથે મળીને જો એક જ નિર્ણય લે તો તંદુરસ્ત વાતાવરણનું નિર્માણ થઇ શકે.

આ મિટીંગમાં નક્કી થયા મુજબ શહેરના વિવિધ સામાજિક અને ઔદ્યોગિક એકમોના સહયોગથી સમગ્ર સુરતમાં કોરોનાની ચેઈનને બ્રેક કરવા માટે શનિ–રવિ એમ બે દિવસના સ્વયંભૂ બંધ દ્વારા જનતા શિસ્ત કાર્યક્રમની અપીલ કરાઈ છે.

આ મિટીંગમાં ઉપસ્થિત વિવિધ એસોસીએશનના પ્રતિનિધિઓએ કોરોના સંક્રમણ ઘટાડવા બાબતે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ તમામ મંતવ્યોનો નિષ્કર્ષ એક જ હતો કે હાલમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે તા. ૩૦ એપ્રિલ ર૦ર૧ સુધી શનિ–રવિ એમ બે દિવસ વેપાર–ધંધા બંધ રાખી સ્વૈચ્છિક સ્વયં શિસ્ત જાળવવી જોઈએ. આ જનતા સ્વયં શિસ્ત કાર્યક્રમને આગળ વધારવો જોઈએ કે નહીં તે તા. ૩૦ એપ્રિલ ર૦ર૧ પછી પરિસ્થિતિની સમીક્ષા કરી આગળનો નિર્ણય લેવો. સાથે સાથે જનતા સ્વયં શિસ્તનો આ કાર્યક્રમ સંપૂર્ણ સફળ થાય તે માટે વહીવટી તંત્રનો પણ સહયોગ લેવો જોઈએ. ઉપસ્થિત તમામ એસોસીએશનો દ્વારા આ સ્વયંભૂ બંધ – જનતા સ્વયં શિસ્ત કાર્યક્રમ અંગે ચેમ્બર આગેવાની લે અને તે અંગે અપીલ કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ તકે ઉપસ્થિત ચેમ્બરના ઉપપ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, કારીગરોની અને માલિકોની સલામતીને ધ્યાનમાં રાખીને અને સામાજિક જવાબદારીના ભાગ રૂપે બે દિવસ સ્વૈચ્છિક રીતે બંધ રાખવું જોઈએ તથા આ બે દિવસ દરમ્યાન કામદારો કારણ વગર બહાર નહીં નીકળે તે ઇચ્છનીય છે અને તેનું પાલન કરાવવાની જવાબદારી જે તે કારખાનેદારની અને સ્થાનિક એસોસીએશનોની છે.

સભા સંચાલન કરતા સૌરાષ્ટ્ર સમાજના અગ્રણી કાનજી ભાલાળાએ આ સ્વૈચ્છિક એલાનને સફળ બનાવવા માટે તમામ ઓફિસ ધારકોને પણ ખાસ વિનંતી કરી હતી. પોતાની ઓફિસના સ્ટાફને ઓફિસમાં નહીં બોલાવીને આ એલાનને સફળ બનાવવું એ સૌની નૈતિક ફરજ છે એવો સંદેશો ત્વરિત ગતિએ ફેલાવવો એ સમયની માંગ છે. મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ધરાવતા સંચાલકોએ સ્વયંભૂ રીતે જ આ અપીલને ધ્યાનમાં રાખીને આ બે દિવસ અમારા કોમ્પ્લેક્ષની તમામ ઓફિસો સ્વૈચ્છિક બંધ પાળશે તેવું એલાન કરવું જરૂરી બનશે.

ચર્ચાનું સમાપન કરતા ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણની ચેઈન તૂટે તે માટે આપણે સૌએ સજાગ પણ રહેવું પડશે. માત્ર બે દિવસ ધંધા–રોજગાર બંધ રાખવા તે પૂરતું નથી પરંતુ આ બે દિવસ દરમ્યાન અત્યંત જરૂરી હોય તો જ લોકોએ ઘરની બહાર નીકળવું જોઈએ અન્યથા ઘરમાં જ રહેવું જોઈએ.

ચેમ્બરના માનદ્દ મંત્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, શનિવારે સવારે ૬:૦૦ કલાકથી સોમવારે સવારના ૬:૦૦ કલાકનો સમય ગણીએ તો ફક્ત ૪૮ કલાક પોતાના ઘરમાં રહેવાનું છે. આ રીતે સ્વયં શિસ્તનું પાલન કરવામાં આવશે તો જ કોરોના સંક્રમણની ચેઈન તૂટશે.

આ સભામાં, ચેમ્બરના માનદ્દ ખજાનચી મનિષ કાપડિયા, ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના પ્રતિનિધિ ડૉ. નિર્મલ ચોરારિયા, સમગ્ર પાટીદાર સમાજના પ્રતિનિધિ કાનજી ભાલાળા, સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ નાનુ વેકરીયા, સુરત બિલ્ડર્સ એસોસીએશન – ક્રેડાઈના પ્રતિનિધિ જસમત વિડીયા, ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા, ફિયાસ્વી અને સાસ્કમાના પ્રમુખ ભરત ગાંધી, એસ.આર.ટી.ઇ.પી.સી.ના નેશનલ ચેરમેન ધીરુ શાહ, લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ હરિ કથીરીયા, સચિન ઇન્ડસ્ટ્રીના અગ્રણી મહેન્દ્ર રામોલીયા, વોર્પ નીટર્સ એસોસીએશનના બ્રિજેશ ગોંડલીયા, સુરત મર્કન્ટાઇલ એસોસીએશનના પ્રમુખ નરેન્દ્ર સાબુ, ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ, કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના ગુજરાત એકમના પ્રમુખ પ્રમોદ ભગત અને મિતેશ શાહ, ધી સુરત આર્ટ સિલ્ક ક્લોથ મેન્યુફેકચરર્સ એસોસીએશનના મંત્રી હિમાંશુ બોડાવાલા, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વિનેશ શાહ, ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ચિરાગ શાહ, પાંડેસરા વીવર્સ કો–ઓપ. લિ.ના વિમલ બેકાવાલા, મેહુલ વિઠ્ઠલાણી, બરકત પંજવાણી, સુરત ક્ષત્રિય સમાજના અગ્રણી રાજેન્દ્ર લાલવાલા, સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસીએશનના વિજય માંગુકીયા, વરાછા કો–ઓપ. બેંકના ચેરમેન ભવાન નવાપરા ઉપસ્થિત રહ્યા હતા અને લેવાયેલા નિર્ણયને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.

સાઉથ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસર્સ એસોસીએશન (એસજીટીપીએ), ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલ્ફેર એસોસીએશન (ફોગવા), ફેડરેશન ઓફ સુરત ટેકસટાઇલ્સ ટ્રેડર્સ એસોસીએશન (ફોસ્ટા), સુરત મર્કન્ટાઇલ એસોસીએશન, સુરત હાર્ડવેર એન્ડ બિલ્ડિંગ મટિરિયલ મર્ચન્ટ્‌સ એસોસીએશન, સધર્ન ગુજરાત મશીન ટૂલ્સ હાર્ડવેર એન્ડ વેલ્ડીંગ મર્ચન્ટ એસોસીએશન, સાઉથ ગુજરાત ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસીએશન, પાંડેસરા વીવર્સ કો–ઓપ. સોસાયટી, સાસ્કમા, સુરત ઇલેકટ્રીકલ મર્ચન્ટ્‌સ એસોસીએશન, ધી સુરત આયર્ન એન્ડ સ્ટીલ મર્ચન્ટ્‌સ એસોસીએશન, સુરત હોલસેલ ગ્રેઇન મર્ચન્ટ્‌સ, વેડરોડ આર્ટ સિલ્ક સ્મોલ સ્કેલ કો–ઓપરેટીવ ફેડરેશન લિમિટેડ (વાસ્કોફ), સાઉથ ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજી સોસાયટી, હેન્ડીક્રાફટ એન્ડ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, સુરત ખાખરા એસોસીએશન, સુરત ડ્રાય ફ્રુટ એસોસીએશન, સુરત નમકીન એસોસીએશન, સુરત મિઠાઇ એસોસીએશન અને સુરત સિરામિકસ એસોસીએશન દ્વારા પણ બે દિવસ સ્વયંભૂ બંધ માટે સમર્થન જાહેર કર્યું છે.

April 16, 2021
remdesivir.jpg
1min464

કોરોનાના દર્દીઓનો આર.ટી.પી.સી.આર. રિપોર્ટ આવતા ત્રણેક દિવસ નીકળી જતા હોય છે અને હાલમાં આ સમયગાળામાં દર્દીઓની તબિયત વધુ લથડી જતી હોવાથી ગુજરાતના આરોગ્ય વિભાગે એવી ગાઇડલાઇન તા.૧૫મી એપ્રિલે જાહેર કરી છે કે રેપિડ એન્ટિજન અને એચ.આર.સી.ટી.માં પોઝીટીવ હોય તેવા દર્દીઓને પણ રેમડેસિવિર ઇન્જેકશનથી સારવાર શરૂ કરી શકાશે.

હાલના નિયમ મુજબ ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ઉપરાંત RT-PCR ટેસ્ટ સહિતના કાગળો બતાવ્યા પછી માંડ માંડ ઈન્જેક્શન મળી રહ્યા છે. બીજી તરફ સરકાર કહી રહી છે કે ઈન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. ઈન્જેક્શન મુદ્દે ગુજરાત સરકાર દ્વારા આજે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે જે મુજબ HRCT કે રેપિડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દર્દીઓને પણ રેમડેસિવિર ઈન્જેક્શન અપાશે.

April 16, 2021
corona-gujarat.jpg
1min484

ગત વર્ષે ત્રાટકેલા આ વાયરસને કારણે ધો. 10 અને ધો. 12 બોર્ડ સિવાયની પ્રાથમિક, માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને સરકારે માસ પ્રમોશન આપવાની ફરજ પડી હતી. એક વર્ષ પછી ફરીથી આવી જ સ્થિતિ આ મહામારીએ ઉભી કરી છે અને આ વર્ષે પણ ધો. 1થી 9 અને ધો. 11ના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. આ સાથે મે મહિનામાં યોજાનારી ધો. 10 અને ધો. 12 બોર્ડની પરીક્ષાઓ હાલની સ્થિતિમાં મોકુફ રાખવામાં આવી છે તેમજ 1પમી મેના રોજ કોરોનાની પરિસ્થિતિ મુજબ પુન: સમીક્ષા કરી પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે.

સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લેતાં જાહેર કર્યું છે. સમગ્ર રાજ્યમાં ધો. 1 થી 12નાં વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ આગામી 10મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે.

ઓલ ગુજરાત વાલી મંડળે અગાઉ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે સીબીએસઇ બોર્ડની પરીક્ષા રદ અને મોકૂફ રાખવામાં આવી છે પરંતુ ગુજરાત બોર્ડે પરીક્ષા રદ કરવાની જરૂર નથી. જે પ્રમાણે સીબીએસઇ બોર્ડ માટે નિર્ણય લેવામાં આવ્યો એ પ્રમાણે ગુજરાત બોર્ડ માટે નિર્ણય લેવો, જેમાં 10 અને 12 ધોરણની પરીક્ષા મે ની જગ્યાએ જૂનમાં યોજવી જોઇએ. ધોરણ 1 થી 9માં માસ પ્રમોશન આપવું જોઇએ.

April 16, 2021
gujarat_highcourt.jpg
1min442

ગુજરાત વડી અદાલતે વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની ગુરુવારે આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે કોરોનાનો રોગચાળો નાથવા કેન્દ્ર અને અદાલત દ્વારા અગાઉ કરાયેલા સૂચન પ્રત્યે રાજ્ય સરકાર ધ્યાન આપતી નહિ હોવાથી રાજ્યમાં કોરોનાવાઇરસના કેસનું ‘સુનામી’ આવ્યું છે.

મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ ભાર્ગવ કારિયાની ડિવિઝન બૅન્ચે રાજ્ય સરકાર દ્વારા બૅડ્સ, ટૅસ્ટિંગ સુવિધા, મેડિકલ ઑક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનની ઉપલબ્ધતા અંગે કરાયેલા દાવા અંગે શંકા વ્યક્ત કરી હતી.

બૅન્ચે જણાવ્યું હતું કે રાજ્યમાં રોગચાળાની સ્થિતિ વધુ વણસવાની શક્યતા છે. અમારી અદાલતે ગયા ફેબ્રુઆરીમાં રોગચાળાને નાથવા કેટલાંક સૂચન કયાર્ં હતાં. અમે કોવિડ-૧૯ના દરદીઓની સારવાર માટે વધુ હૉસ્પિટલ, પૂરતા બૅડ્સ, ટૅસ્ટિંગ અને અન્ય સંબંધિત સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમ જ લોકો બરાબર માસ્ક પહેરે તેનું અને જાહેર સ્થળે (લોકો ટોળે ન વળે તેનું) પૂરતું ધ્યાન રાખવા સૂચન કર્યું હતું. આમ છતાં, રાજ્ય સરકારે અમારા સૂચન પ્રત્યે જરૂરી ધ્યાન નથી આપ્યું અને તેને લીધે હાલમાં કોરોનાનું ‘સુનામી’ આવ્યું છે.

તેણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર રોગચાળાના સંબંધમાં બેદરકાર છે.

ગુજરાત વડી અદાલતે રાજ્યમાંની કોરોનાવાઇરસને લગતી સ્થિતિ અંગેની જાહેર હિતની અરજીની જાતે જ સુનાવણી હાથ ધરી હતી.

April 16, 2021
vaccine-1.jpg
1min388

ચાર દિવસના ટીકા ઉત્સવ દરમિયાન ત્રણ રાજ્ય -મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશે એક કરોડથી વધુ રસીના ડોઝ આપ્યા હોવાની માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી હતી. કોરોનાની રસી માટે ૧૧થી ૧૪મી એપ્રિલ સુધી યોજાયેલા રસીકરણના કાર્યક્રમ દરમિયાન ૧૧મી એપ્રિલે કુલ ૨૯,૩૩, ૪૧૮ ડોઝ, ૧૨મી એપ્રિલે ૪૦,૦૪,૫૨૧ ડોઝ, ૧૩મી એપ્રિલે ૨૬,૪૬,૫૨૮ ડોઝ અને ૧૪મી એપ્રિલે ૩૩,૧૩,૮૪૮ ડોઝ આપવામાં આવ્યા હતા. ટીકા ઉત્સવ દરમિયાન દેશભરમાં રસી માટે લાયક વ્યક્તિઓને કુલ ૧,૨૮,૯૮,૩૧૪ ડોઝ આપવામાં આવ્યા હોવાની માહિતી મંત્રાલયે જાહેર કરી હતી. ત્રણ રાજ્ય- મહારાષ્ટ્ર (૧,૧૧,૧૯,૦૧૮), રાજસ્થાન (૧,૦૨,૧૫,૪૭૧) અને ઉત્તર પ્રદેશ (૧,૦૦,૧૭,૬૫૦)એ એક કરોડથી વધુ ડોઝ આપ્યા હતા. લોકોને કોરોનાની રસી આપવાને મામલે ભારત નવા વિક્રમ સ્થાપી રહ્યું છે. ટીકા ઉત્સવના પહેલા દિવસે રાતે આઠ વાગ્યા સુધી રસીકરણનું કામ ચાલ્યું હતું અને દિવસભરમાં ૨૭ લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

April 14, 2021
SRH-vs-RCB.jpg
1min500

વિજય સાથે આઇપીએલની 14મી સિઝનનો પ્રારંભ કરનાર વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ઇરાદો બુધવારે રમાનાર તેના બીજા મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂધ્ધ સફળતાનો આ ક્રમ જાળવી રાખવાનો રહેશે. આરસીબીએ પહેલા મેચમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને હાર આપીને તેના અભિયાનનો પ્રારંભ કર્યોં હતો. જ્યારે ડેવિડ વોર્નરના સુકાનીપદ હેઠળની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદને પહેલા મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ વિરૂધ્ધ હાર સહન કરવી પડી હતી. તેનું લક્ષ્ય પ્રથમ જીત હશે. જો કે આરસીબી સામે જીત મેળવવા માટે સનરાઇઝર્સે ચમકદાર દેખાવ કરવો પડશે.

પહેલા મેચના શાનદાર દેખાવ બાદ આરસીબીની ટીમમાં ઇન ફોર્મ ઓપનર દેવદત્ત પડીક્કલની વાપસી થશે. આથી ટીમ વધુ મજબૂત બનશે. પડીક્કલ કોરોનામુકત થયો હતો અને રમવા તૈયાર છે. પહેલા મેચમાં તે રમી શકયો ન હતો. તેણે પાછલી સિઝનમાં આરસીબી તરફથી સૌથી વધુ 473 રન બનાવ્યા હતા. આ પછી ડોમેસ્ટીક સિઝનમાં મુશ્તાક અલી ટ્રોફીમાં 218 અને વિજય હઝારે ટ્રોફીમાં 737 રન ખડકયાં હતા.

આથી કોહલી સાથે સુંદરને ઇનિંગની શરૂઆત કરી હતી. આરસીબી આવનારા મેચોમાં ઓસ્ટ્રેલિયન સ્પિનર આડમ ઝમ્પા અને મોહમ્મદ અઝહરૂદીનને ઉતારી શકે છે. આરસીબીનો બેટિંગનો દારોમદાર ફરી કપ્તાન કોહલી અને સ્ટાર ડિ’વિલિયર્સ પર હશે. કાંગારૂ ફટકાબાજ મેકસવેલ તેની ઉપયોગિતા સાબિત કરવા માંગશે. મીડિયમ પેસેર હર્ષલ પટેલે પહેલા મેચમાં 27 રનમાં પ વિકેટ લીધી હતી. તે ફરી આવું પ્રદર્શન કરવા માંગશે.

હૈદરાબાદના ઓપનર કપ્તાન ડેવિડ વોર્નર અને વિકેટકીપર રિધ્ધિમાન સાહા કેકેઆર વિરૂધ્ધ નિષ્ફળ રહ્યા હતા. બન્ને ફોર્મમાં વાપસીની કોશિશ કરશે. જોની બેયરસ્ટો લગભગ વોર્નર સાથે દાવનો પ્રારંભ કરશે. તેણે પહેલા મેચમાં અર્ધસદી કરી હતી. જ્યારે મનીષ પાંડે 44 દડામાં 61 રને નોટઆઉટ રહ્યો હતો. કેન વિલિયમ્સનનું આરસીબી સામેના મેચમાં રમવું સંભવ નથી. કારણ કે તે હજુ પૂરી રીતે ફિટ નથી. કેકેઆર સામેના મેચમાં ભુવનેશ્વર સહિતના હૈદરાબાદના મુખ્ય બોલરોએ ઘણા રનનો ખર્ચ કર્યોં હતો. તેઓ આ વખતે વિકેટ લેવા પર અને રન અટકાવવા પર ધ્યાન આપશે.કે દુનિયા ભલે કોરોના 19 વિરોધી રસીના 78 કરોડ ડોઝ આપી ચૂકી હોય પરંતુ આ મહામારીનો અંત હજુ ઘણો દૂર છે. જો કે જનઆરોગ્યલક્ષી પગલાંઓ દ્વારા તેને કાબૂ કરી શકાય છે.

ભારત સહિત દુનિયાભરમાં સંક્રમણમાં ઝડપથી થઈ રહેલા વધારા અંગે કહ્યંy કે જાહેર સ્વાસ્થ્ય ઉપાયોમાં સાતત્યની ખામીને કારણે કેસ અને મૃત્યુઆંક વધ્યો છે. ઉપરાંત દુનિયાભરમાં લોકોમાં આત્મસંતુષ્ટિ અને ભ્રમની સ્થિતી જવાબદાર છે. રસી અપાઈ રહી છે પરંતુ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ કારગર ઉપાય હોવાનું તેમણે જણાવ્યું હતુ

April 14, 2021
remdesivir.jpg
1min581

ઍન્ટિ વાઇરલ ડ્રગ્સ રેમડેસિવિરનો ડૉક્ટરોએ એનો યોગ્ય ઉપયોગ કરવો જોઇએ, હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોવિડ-૧૯ના ગંભીર દરદી માટે છે અને ઘરેલું દવા ન હોવાની વાત કેન્દ્ર સરકારે મંગળવારે કહી હતી.

નીતી આયોગ (સ્વાસ્થ્ય)ના સભ્ય ડૉ. વી. કે. પોલે સાપ્તાહિક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જે દરદીને હૉસ્પિટલમાં દાખલ કરાયા હોય અને ઑક્સિજન સપોર્ટ પર હોય એમને માટે જ આ દવાનો ઉપયોગ કરવો જોઇએ. એ પૂર્વશરત છે. ઘરે અથવા માઇલ્ડ કેસ માટે એના ઉપયોગ ન થવો જોઇએ તથા કૅમિસ્ટ પાસેથી એ ખરીદવી ન જોઇએ. કોવિડ-૧૯ માટેના ક્લિનિકલ મૅનેજમેન્ટ પ્રોટોકોલ પ્રમાણે કોવિડ-૧૯ના ગંભીર દરદી માટે રેમડેસિવિરનો ઉપયોગ પ્રયોગાત્મક ઉપાય તરીકે કરવાનો હોય છે. કેટલાક વિસ્તારોમાં અછત જણાતા, રેમડેસિવિરની નિકાસ પર પ્રતિબંધ મૂકાયો છે અને એ પર્યાપ્ત પ્રમાણમાં દેશમાં ઉપલબ્ધ છે. કૅમિસ્ટની દુકાન બહાર રેમડેસિવિર મેળવવા લાઇન લગાવવાની વાત અસંગત છે. અમે બધા જ ડૉક્ટરોને આનો ઉપયોગ યોગ્ય રીતે અને હૉસ્પિટલમાં દાખલ કરાયેલા ગંભીર દરદી માટે કરવાની અપીલ કરીએ છીએ.

April 14, 2021
maharashtra_lockdown.jpg
1min423
સવારે ૭થી રાતે ૮ વાગ્યા સુધી ફક્ત જીવનાવશ્યક સેવા સાથે સંકળાયેલા લોકોને બહાર નીકળવાની પરવાનગી લોકલ ટ્રેન ચાલુ રહેશે, પરંતુ સામાન્ય નાગરિકને પ્રવેશ બંધ પાલિકાના નાળાં સફાઈના કર્મચારીઓ તેમ જ મેટ્રોની સેવાના મજૂરોને પણ પરવાનગી

 સરકાર આપે એવી આવશ્યકતા છે, જેથી અસરગ્રસ્ત વર્ગોને રાહત આપી શકાય, એમ પણ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

શું બંધ?

ખાનગી કચેરીઓ, ફ્ેરિયા, નોન-એસેન્શિયલ સામાનની દુકાનો, આવશ્યકતા વગર બહાર જવાની પરવાનગી નહીં, જીવનાવશ્યક સેવા માટે કામ કરનારા લોકોને બાદ કરતાં અન્ય લોકોને પરવાનગી નહીં, રિક્ષા-ટેક્સી અને બેસ્ટની બસમાં નિયંત્રિત પ્રવેશ આપવામાં આવશે.

શું ચાલુ રહેશે

અત્યંત આવશ્યક સેવા સાથે સંકળાયેલા હૉસ્પિટલ, મેડિકલની દુકાનો, વીમા, ટેલિકોમ, આરબીઆઈ સહિત બધી બૅંકો, સેબીની માન્યતાપ્રાપ્ત આર્થિક-નાણાકીય સંસ્થા ચાલુ રહેશે. આ બધી સંસ્થાઓના કર્મચારીઓને અવજવર કરવા માટે મુક્તિ આપી હતી. ઉપરાંત, અત્યારની ઈમર્જન્સી પરિસ્થિતિ હોવાથી જાહેર પરિવહન ક્ષેત્રને ચાલુ રાખવામાં આવે છે. અલબત્ત, મુંબઈમાં લોકલ ટ્રેન ચાલુ રહેશે. રાજ્યમાં (લોકલ ટ્રેન), બેસ્ટની બસ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ, ઓટોરિક્ષા, ટેક્સીની સુવિધા ચાલુ રાખવામાં આવશે. પત્રકારોને અવરજવર કરવા માટે પરવાનગી આપવામાં આવી છે. અન્ય સરકારી સંસ્થા પૈકી વિદેશી દૂતાવાસ, ચોમાસા સંબંધિત કામકાજ કરનારા કર્મચારીઓ તથા ઈ-કોમર્સ ચાલુ રહેશે. રાજ્યમાં જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો ચાલુ રહેશે. હોટેલ-રેસ્ટોરાં બંધ રાખવામાં આવશે, જ્યારે પાર્સલની સુવિધા ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે, એવું સરકારના પરિપત્રમાં જણાવ્યું હતું.

મફતમાં અનાજ – શિવભોજન થાળી

ગરીબોનું જીવન મુશ્કેલ બનશે એવી સંભાવનાને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે ગરીબોને એક મહિના માટે ત્રણ કિલો ઘઉં અને બે કિલો ચોખા મફતમાં આપવામાં આવશે. આવી જ રીતે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી શિવભોજન થાળી એક મહિના માટે મફતમાં આપવામાં આવશે.

નાના-મધ્યમ વેપારીને બાબાજી કા ઠુલ્લુ

ઉદ્ધવ ઠાકરેએ વેપારીઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે અત્યારે આ પરિસ્થિતિમાં વેપારીઓને ત્રણ મહિનાના જીએસટીમાં રાહત આપવામાં આવે એવો અનુરોધ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવશે. વેપારીઓને રાજ્ય સરકાર તરફથી કોઈ સીધી રાહત આપવાની વાત ઉદ્ધવ ઠાકરેએ કરી નહોતી.

ઓક્સિજન માટે એરફોર્સની મદદ માગી

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં ઓક્સિજનના સિલિન્ડરની પ્રવર્તી રહેલી અછતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આખા દેશમાં ઓક્સિજનના સિલિન્ડર જ્યાંથી ઉપલબ્ધ થાય છે તેની યાદી સરકાર પાસે છે. રાજ્યને રોજ ૧૨૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડે છે અને આગામી દિવસોમાં કદાચ આમાં વધારો થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં લેતાં વડા પ્રધાનને એવી વિનંતી કરવામાં આવશે કે ભારતીય હવાઈદળના વિમાનોનો ઉપયોગ ઓક્સિજનના સિલિન્ડરોના પરિવહન કરવા માટે તાકીદની સ્થિતિમાં પરવાનગી આપવી જેથી રાજ્યમાં તેની અછત ન સર્જાય.

૫,૪૦૦ કરોડનું રાહત પેકેજ

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં ૧૫ દિવસ માટે લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે ગરીબો અને અન્યોને કોઈ ભારે નુકસાન ન થાય એ માટે ૫,૪૦૦ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજમાં ૩૫ લાખ ગરીબોને રૂ. ૧૦૦૦ આપવામાં આવશે. ૧૨ લાખ બાંધકામ મજૂરોને રૂ. ૧૫૦૦ આપવામાં આવશે. પાંચ લાખ અધિકૃત ફ્ેરિયાને રૂ. ૧,૫૦૦ સ્વનિધિ ખાતામાં આપવામાં આવશે. રાજ્યના ૧૨ લાખ પરમિટ હોલ્ડર રિક્ષાચાલકોને રૂ. ૧,૫૦૦ની રોકડ આર્થિક સહાય કરવામાં આવશે.

April 13, 2021
mi_vs_kkr.jpg
1min492

પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સતત આઠમી સિઝનમાં તેના પ્રારંભિક મુકાબલામાં હાર સહન કર્યાં બાદ હવે 13/4/21 મંગળવારે તેના બીજા મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. ત્યારે વર્તમાન વિજેતા ટીમનું લક્ષ્ય જીત સાથે પોઇન્ટ ટેબલ પર ખાતું ખોલાવવાનું હશે. મુંબઇને પહેલા મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે આખરી દડે હાર મળી હતી. જયારે કોલકતાએ તેના પહેલા મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 10 રને હાર આપીને વિજયી પ્રારંભ કર્યોં છે.

આઇપીએલના રેકોર્ડની વાત કરીએ તો મુંબઇ ઇન્ડિયન્સનું પલડું હંમેશા કોલકતા નાઇટ રાઇડર્સ પર ભારે રહ્યંy છે.પાછલી પાંચ સિઝનમાં રમાયેલા 11 મુકાબલામાં મુંબઇએ 10માં જીત મેળવી છે. જયારે કેકેઆરને ફકત એક જીત જ નસીબ થઇ છે. ઓવરઓલ રેકોર્ડ જોઇએ તો બન્ને ટીમ વચ્ચે 27 મેચમાં ટકકર થઇ છે. જેમાં મુંબઇએ 21માં જીત મેળવી છે. બીજી તરફ કોકલતાને ફકત 6 મેચમાં વિજય હાથ લાગ્યો છે.

પાછલી બે સિઝનની વાત કરીએ તો કોલકતા નાઇટ રાઇડર્સ પ્લેઓફમાં પહોંચી શકી નથી. આ વખતે પ્રારંભિક મેચમાં નીતિશ રાણા અને રાહુલ ત્રિપાઠીએ શાનદાર બેટિંગ કર્યું છે. જો કે પહેલા મેચમાં તેના મીડિલ ઓર્ડરમાં જોર જોવા મળ્યું ન હતું. બિગ હિટર રસેલ, કેપ્ટન મોર્ગન નિષ્ફળ રહ્યા હતા. અંતમાં અનુભવી દિનેશ કાર્તિકે 9 દડામાં 22 રન કરીને ટીમને 187 રને પહોંચાડી હતી. બોલિંગમાં કમિન્સ, રસેલ, શકીબ અને પ્રસિધ્ધ કૃષ્ણાએ સારો દેખાવ કરીને હૈદરાબાદને 177 રને અટકાવી દીધું હતું.

મુંબઇ ઇન્ડિયન્સની વાત કરીએ તો પહેલા મેચમાં આરસીબીના મીડીયમ પેસર હર્ષલ પટેલ અને આફ્રિકી સ્ટાર એબી ડિ’વિલિયર્સના શાનદાર દેખાવને લીધે આખરી દડે હાર સહન કરવી પડી હતી. ડિ’કોકની ગેરહાજરીમાં ઓપનિંગમાં ઉતરેલ ક્રિસ લિને સર્વાધિક 49 રન કર્યાં હતા. જો કે તેની ભુલને લીધે રોહિત શર્મા રનઆઉટ થયો હતો. આવતીકાલના મેચમાં ડિ’કોક વાપસી કરશે. આથી મુંબઇને કોઇ એક વિદેશી ખેલાડીને પડતો મુકવો પડશે. શાનદાર દેખાવ છતાં કદાચ લિનને બહાર બેસવાનો વારો આવી શકે છે. મુંબઇ પાસે ઇશન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા, કાયરન પોલાર્ડ અને કુણાલ પંડયાના રૂપમાં મજબૂત મધ્યક્રમ છે. જે કેકેઆરની બોલિંગ લાઇનઅપ પર ભારે પડી શકે છે. બોલિંગમાં મુંબઇનો દારોમદાર ફરી એકવાર જસપ્રિત બુમરાહ અને ટ્રેંટ બોલ્ટ પર હશે. હાર્દિક હજુ બોલિંગમાં ઉપલબ્ધ નથી. આથી મુંબઇને છઠ્ઠા બોલરની ખોટ પડી રહી છે.

April 12, 2021
stock-market-down.jpg
1min412

તા.૧૨ એપ્રિલ ૨૦૨૧ને ઉઘડતા સપ્તાહ, સોમવારની સવારે સવા નવ વાગ્યે જ્યારે ભારતીય શેરબજારોમાં કારોબાર શરૂ થયો ત્યારે પહેલી જ મિનિટે બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 634.67 પોઇન્ટ અને નિફ્ટી 190.2 પોઇન્ટ ઘટીને ખૂલતા સપ્તાહનો વર્તારો જોવા મળી ગયો છે. બપોરે બાર વાગ્યા બાદ સેન્સેક્સ અને નીફ્ટી બન્નેમાં તોતિંગ ઘટાડો નોંધાયો હતો. સાડા બાર વાગ્યાના અરસામાં સેન્સેક્સમાં ૧૭૦૦થી વધુ પોઇન્ટનું ગાબડું જોવાયું હતું. એવી જ રીતે નીફ્ટી ૫૦૦ જેટલા પોઇન્ટ ડાઉન ટ્રેડ કરતો જોવાયો હતો.

એ પૂર્વે આજે સપ્તાહના આરંભની સવારના પહેલા જ સેશનના ટ્રેડિંગની પહેલી જ મિનિટમાં સેન્સેક્સમાં 1000 પોઇન્ટ અને નિફ્ટી 350 પોઇન્ટથી વધુ નીચે ગયો હતો. બેંકીંગ અને ફાયનાન્સ શેરો જેવા કે RBL, IOB, પંજાબ સિંધ બેંકના શેરોમાં લગભગ 10% નો ઘટાડો છે.

વૈશ્વિક શેરબજારોમાં પણ નોંધાયો ઘટાડો

હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 373 પોઇન્ટ તૂટીને 28,305ની સપાટીએ બંધ રહ્યો છે.
– ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 24 પોઇન્ટ ઘટીને 3,425 પર બંધ રહ્યો છે.
– કોરિયાના કોસ્પી ઈન્ડેક્સમાં 1 પોઇન્ટના નજીવા ઘટાડા સાથે 3,130 પર બંધ થયો.
– ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સ 37 પોઇન્ટ ઘટીને 7,214 પર પહોંચી ગયો છે.
– જાપાનનો નિક્કેઇ ઈન્ડેક્સ 172 અંક નીચે 29,596 પર બંધ રહ્યો છે.

આજે તા.૧૨મી એપ્રિલ ૨૦૨૧ના રોજ શેરમાર્કેટમાં ઘટાડા પાછળ ટોચના નબળા શેર્સમાં ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફાઇનાન્સ, એસબીઆઈ, બજાજ ઓટો, આઈસીઆસીઆઈ બેંક, કોટક બેંકના નેગેટીવ અહેવાલો જવાબદાર મનાય છે. ઇન્ફોસિસ એક માત્ર શેર એવો છે જે ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યો હતો. તેની પાછળનું કારણ આઈટી મેજર રુ. 12000 કરોડના શેર બાયબેક કરવા અંગે વિચારી રહી હોવાના અહેવાલો આવ્યા છે.