દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટની વર્ષ ર0ર1ની રેન્કિંગમાં જાપાન ટોચ પર રહ્યં છે. સિંગાપુર બીજા અને જર્મની તથા દક્ષિણ કોરિયાએ સંયુક્ત રીતે ત્રીજું સ્થાન મેળવ્યું છે. ભારત 6 સ્થાન નીચે આવ્યું છે. ભારતીય પાસપોર્ટ ધારકને હાલ 58 દેશ વિઝા ફ્રી પ્રવેશ આપે છે.
સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ચીન (68મા ક્રમે) અને સંયુક્ત અરબ અમીરાતે જોરદાર છલાંગ (15મા ક્રમે) લગાવી છે. તો સૌથી ખરાબ પાસપોર્ટની શ્રેણીમાં અફઘાનિસ્તાન (116મો ક્રમ, તળીયે), સીરિયા, ઈરાક અને પાકિસ્તાન (113મો ક્રમ)નો સમાવેશ થયો છે.’ ભારત પણ આ પ્રતિષ્ઠિત યાદીમાં ગબડીને (2020માં 84મો ક્રમ) 90મા સ્થાને પહોંચી ગયું છે. જો પાસપોર્ટનો ઓલિમ્પિક યોજવામાં આવે તો જાપાનનો ડંકો વાગી જાય.
દર વર્ષે યાત્રાના હિસાબે વર્ષ ર006થી સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી જાહેર કરનાર હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર જાપાને ફરી એકવાર દુનિયામાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. જાપાની પાસપોર્ટધારકને દુનિયાના 193 દેશમાં વિઝા ફ્રી અથવા વિઝા ઓન અરાઇવલની સુવિધા ઉપલબ્ધ છે. સિંગાપુરના પાસપોર્ટ ધારકને 19ર દેશોમાં એક્સેસની સુવિધા છે. અમેરિકા અને બ્રિટન 7મા સ્થાને છે. ચીને રર ક્રમનો સુધારો નોંધાવ્યો છે. યુએઈ અગાઉ 68મા સ્થાને હતું જ્યાંથી તે સીધું 1પમા સ્થાને આવી ગયું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 7/7/2021, બુધવારે પ્રધાનમંડળમાં ધરખમ ફેરફાર કર્યા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા, સરબાનંદ સોનાવાલા અને નારાયણ રાણેને પ્રધાનમંડળમાં સ્થાન આપ્યું હતું તો આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન, આઈટી અને કાયદા ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદ તેમ જ માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકર સહિત ૧૨ પ્રધાનને પડતા મૂક્યા હતા.
મે ૨૦૧૯માં બીજી મુદત માટે વડા પ્રધાનપદનો હોદ્દો સંભાળ્યા બાદ પ્રધાનમંડળમાં પ્રથમવાર ફેરફાર કરવામાં આવ્યા હતા.
પ્રધાનમંડળમાં જેમને સ્થાન આપવામાં આવ્યું છે તેમાં નવા ચહેરાઓ સહિત ૧૫ કૅબિનેટ પ્રધાન અને ૨૮ રાજ્ય કક્ષાના પ્રધાનનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રપતિ ભવનના દરબાર હૉલમાં યોજવામાં આવેલા શપથગ્રહણ સમારોહમાં નવા ચહેરા સહિત ૧૫ કૅબિનેટ પ્રધાનને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા.
રાજ્યસભાના સાંસદ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ૬૯ વર્ષના નારાયણ રાણેએ સૌપ્રથમ શપથગ્રહણ કર્યા હતા. રાણે બાદ ૫૮ વર્ષના સોનાવાલાએ શપથગ્રહણ કર્યા હતા. કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અને મધ્ય પ્રદેશથી રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ કૅબિનેટ પ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા હતા.
મધ્ય પ્રદેશના તિકમગઢથી લોકસભાના સાંસદ વીરેન્દ્રકુમાર, ઓડિશાથી રાજ્યસભાના સાંસદ અશ્ર્વિની વૈષ્ણવ, બિહારથી રાજ્યસભાના સાંસદ અને જનતા દળ (યુ)ના નેતા આર.સી.પી સિંહ, બિહારના લોકસભાના સાંસદ હાજીપુર પશુપતિકુમાર પારસે પણ કૅબિનેટના પ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા હતા.
કિરણ રિજિજુ, આર. કે. સિંહ, હરદીપસિંહ પુરી, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, જી. કિસન રેડ્ડી અને અનુરાગ ઠાકુરની પણ કૅબિનેટ સ્તરે બઢતી કરવામાં આવી હતી.
પ્રધાનમંડળમાં સ્થાન પામેલા નેતાઓની સરેરાશ ઉંમર ૫૮ થી ૬૧ વર્ષ જેટલી છે.
કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને આવતા વરસે દસમા અને બારમા ધોરણની પરીક્ષા માટે સ્પેશિયલ અસેસમેન્ટ સ્કીમની સેન્ટ્રલ બૉર્ડ ઑફ સેક્ધડરી ઍજ્યુકેશન (સીબીએસઈ)એ સોમવારે જાહેરાત કરી હતી.
CBSE announces new rules for year 2021-22; session to be split into two terms, 50% syllabus in each term
શૈક્ષણિક સત્રને બે ટર્મમાં વિભાજિત કરવાની અને વર્ષ ૨૦૨૧-૨૨ના શૈક્ષણિક સત્ર માટે અભ્યાસક્રમ વધુ સુસંગત બનાવવાની યોજનાની પણ સીબીએસઈએ જાહેરાત કરી હતી. ઈન્ટરનલ અસેસમેન્ટ અને પ્રૉજેક્ટ વર્ક વધુ વિશ્ર્વસનીય અને નક્કર બનાવવામાં આવશે, એમ સીબીએસઈએ કહ્યું હતું.
સીબીએસઈના ડિરેક્ટર જૉસેફ ઍમ્માન્યુઅલ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર પહેલી ટર્મની પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર ૨૦૨૧માં અને બીજી ટર્મની પરીક્ષા માર્ચ-એપ્રિલ ૨૦૨૨માં યોજવામાં આવશે.
વિષયના નિષ્ણાતો દ્વારા સૂચવવામાં આવેલા ટૉપિકને ધ્યાનમાં રાખીને યોગ્ય અભિગમ અપનાવી શૈક્ષણિક સત્ર ૨૦૨૧-૨૨નો અભ્યાસક્રમ બે ટર્મમાં વિભાજિત કરી દેવામાં આવશે. સ્કૂલો પણ આ વૈકલ્પિક વ્યવસ્થા અપનાવી શકશે. માર્ક્સ યોગ્ય રીતે ફાળવી શકાય તે માટે બૉર્ડની માર્ગદર્શિકા અને હળવી નીતિને અનુસરીને ઈન્ટરનલ અસેસમેન્ટ, પ્રેક્ટિકલ, પ્રૉજેક્ટ વર્ક વધુ વિશ્ર્વસનીય અને નક્કર બને તેવા પ્રયાસ કરવામાં આવશે.
IN English
Central Board of Secondary Education (CBSE) has released the special assessment scheme for class 10 and 12 board exams for the session 2021-22 Session.
“Academic session 2021-22 of class 10th & 12th to be divided into 2 terms with approx 50% syllabus in each term. Syllabus for Board examination 2021-22 will be rationalized similar to that of last academic session to be notified in July 2021,” said the CBSE.
The syllabus for the academic session 2021-22 will be divided into two terms by following a systematic approach by looking into the interconnectivity of concepts and topics by the subject experts and the board will conduct examinations at the end of each term on the basis of the bifurcated syllabus. This is done to increase the probability of having a Board conducted classes X and XII examinations at the end of the academic session.
The syllabus for the Board examination 2021-22 will be rationalized similar to that of the last academic session to be notified in July 2021.
Efforts will be made to make internal assessment/ Practical/ Project work more credible and valid as per the guidelines and moderation policy to be announced by the Board to ensure fair distribution of marks.
ઈન્ફોર્મેશન ટેકનોલોજી કાયદાની કલમ-66(એ) વર્ષ 2015માં શ્રેયા સિંઘલનાં કેસમાં રદ કરી નાખવામાં આવી હોવા છતાં હજી પણ આખા દેશની પોલીસ આ કાયદાની આ જોગવાઈ હેઠળ કેસ નોંધી રહી હોવાનું જાણીને સુપ્રીમ કોર્ટ તા.5મી જુલાઇ 2021ના રોજ હાથ ધરાયેલી સુનવણી દરમિયાન અચરજ વ્યક્ત કર્યું હતું. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રદ થઇ ચૂકેલા આઇ.ટી. કાયદા હેઠળ હજુ પણ કેસો દર્જ કરવાની બાબત ચોંકાવનારી, પરેશાન કરનારી, ભયાનક અને આશ્ચર્યજનક છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસમાં કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને જવાબ પણ માગવામાં આવ્યો છે. અરજદારે કહ્યું હતું કે, વર્ષ 2015માં જે કાનૂની જોગવાઈ રદ થઈ ગઈ છે તેનાં હેઠળ જ દેશભરમાં હજારોની સંખ્યામાં કેસ નોંધવામાં આવ્યા છે અને પેન્ડિંગ છે.
પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટિઝ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં માગણી કરવામાં આવી હતી કે દેશનાં તમામ પોલીસ સ્ટેશનોમાં કલમ 66-એ હેઠળ કેસ નહીં નોંધવાની સૂચના આપવા માટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપવામાં આવે.
તા.5મી જુલાઇ 2021ના રોજ આ કેસની સુનાવણીમાં જસ્ટિસ રોહિંટન એફ નરીમનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ મામલો જાણીને કહ્યું હતું કે, આશ્ચર્યની વાત છે કે 2015માં શ્રેયા સિંઘલ સંબંધિત વિવાદમાં સર્વોચ્ચ અદાલતે કલમને નાબૂદ કરી નાખી હોવા છતાં હજી પણ તેનાં હેઠળ કેસ નોંધાઈ રહ્યા છે. આ તો ભયંકર સ્થિતિ છે.
સુનાવણીમાં એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે સરકાર અને પોલીસનાં બચાવમાં એવું કહ્યું હતું કે, આ જોગવાઈ રદ કરવામાં આવી છે પણ બેયર એક્ટમાં હજી પણ કલમ 66-એનો ઉલ્લેખ છે અને તેમાં નીચે લખવામાં આવેલું છે કે સુપ્રીમ કોર્ટે તેને રદ કરી છે. જેને પગલે ગુસ્સે થયેલી અદાલતે કહ્યું હતું કે, શું પોલીસ તેમાં નીચે જોઈ નથી શકતી? આ મામલે કેન્દ્ર સરકાર બે સપ્તાહમાં જ પોતાની જવાબ દાખલ કરે. કારણ કે આ તો સ્તબ્ધકારી છે.
ઉલ્લેખનીય છે કે આઈટી એક્ટની કલમ 66-એનો ઉપયોગ નાગરિકો ખિલાફ વાંધાજનક ઓનલાઈન પોસ્ટ માટે કરવામાં આવતો હતો. જેને શ્રેયા સિંઘલનાં કેસમાં ગેરબંધારણીય કાનૂની જોગવાઈ ઠરાવીને રદ કરી નાખવામાં આવી હતી. તેમ છતાં 11 રાજ્યોની જિલ્લા અદાલતો સમક્ષ આ કાયદા હેઠળ હજી પણ એક હજારથી વધુ કેસ પેન્ડિંગ કે ચાલી રહ્યાં છે. આ કાયદામાં વાંધાજનક પોસ્ટ માટે સોશિયલ મીડિયા યુઝરની ધરપકડ કરવાની સત્તા પોલીસને મળેલી હતી. સુપ્રીમ કોર્ટે તેને અભિવ્યક્તિની આઝાદીનો ભંગ કરતી કાનૂની વ્યવસ્થા ગણાવીને ખારિજ કરી હતી.
અફઘાનિસ્તાનમાંથી અમેરિકાનું લશ્કર હટશે એ સાથે જ ફરી તાલિબાન ચડી બેસશે એવો અંદેશો સાચો પડવા માંડ્યો છે. અમેરિકાના નવાસવા પ્રમુખ જો બાઈડને ગાદી સંભાળ્યાના ત્રણ મહિનામાં જ તાલિબાન સાથે સમજૂતી કરીને અફઘાનિસ્તાનમાંથી લશ્કર પાછું ખેંચવાનું એલાન કરી દીધેલું ને એપ્રિલ મહિનાથી અમેરિકાના લશ્કરે બિસ્તરાં-પોટલાં બાંધીને ઉચાળા ભરવાનું શરૂ પણ કરી દીધેલું. ત્રણ મહિનાથી આ કાર્યક્રમ ચાલે છે ને હવે અમેરિકાના લશ્કરની વાપસીનો કાર્યક્રમ અંતિમ તબક્કામાં છે ત્યારે જ તાલિબાને માથું ઉંચક્યું છે. તાલિબાને એક પછી એક વિસ્તારો કબજે કરવા માંડ્યા છે ને રવિવારે સમાચાર આવ્યા કે કંદહાર પાસેનો પંજવાઈ જિલ્લો પણ હવે તાલિબાનોના કબજામાં છે.
અમેરિકાનું લશ્કર હટવા માંડ્યું ત્યારે જ ધીરે ધીરે તાલિબાન આગળ વધવા માંડેલા પણ રાજધાની કાબુલથી દૂર હતા. કાબુલ પાસે આવેલા બગરામ એરબેઝ પર અમેરિકાનાં ફાઈટર જેટ અને એરફોર્સના સૈનિકો હાજર હતા તેથી તેમને સળી કરવાથી તાલિબાન દૂર રહ્યા હતા. બે દિવસ પહેલાં અમેરિકાના એરફોર્સે બગરામ એરબેઝ ખાલી કર્યો એ સાથે જ તાલિબાને રાજધાની કાબુલ તરફ કૂચ શરૂ કરી ને પંજવાઈ પર કબજો કરી લીધો છે. પંજવાઈ અને કાબુલ વચ્ચે ઝાઝું અંતર નથી ને તાલિબાનો આવી રહ્યા છે એ સાંભળીને અફઘાનિસ્તાનનું લશ્કર પોબારા ગણી ગયું છે એ જોતાં કાબુલ પડીને પાધર થાય એ દિવસો દૂર નથી. અફઘાનિસ્તાનના ૪૨૧ જિલ્લા છે ને તેમાંથી ૧૦૦ જિલ્લા પર હવે તાલિબાનનો કબજો છે એ જોતાં અફઘાનિસ્તાન પર ફરી તાલિબાનનું રાજ હશે એ શક્યતા હવે બહુ જલદી વાસ્તવિકતામાં પલટાઈ જશે. ભારત માટે તાલિબાનનો વધતો પ્રભાવ ખતરાની ઘંટડી નહીં પણ ઘંટ છે એ કહેવાની જરૂર નથી. અમેરિકાએ પોતાના સ્વાર્થને માટે અફઘાન પ્રજાને પાછી સાતમી સદીની માનસિકતા ધરાવતા જંગલી તાલિબાનને હવાલે કરી દીધા તેની કિંમત અફઘાન પ્રજા તો સૌથી વધારે ચૂકવવાની જ છે.
તાલિબાન પાછા એ જ જૂના કાયદા લાવીને મહિલાઓને દબાવવા ને તેમના પર અત્યાચાર કરવાના ખેલ શરૂ થઈ કરી દેશે તેના કારણે અફઘાન પ્રજાનું તો આવી જ બનશે. અફઘાન પ્રજાએ છેલ્લાં કેટલાંક વરસોમાં ભોગવેલી આઝાદી છિનવાઈ જશે ને ફરી ગુલામીના દિવસો શરૂ થશે. એ રીતે અફઘાન પ્રજા તો બહુ આકરી કિંમત ચૂકવશે પણ દુનિયાના બીજા દેશો પણ વત્તેઓછે અંશે કિંમત ચૂકવશે જ ને તેમાં આપણે પણ આવી ગયા. બલ્કે આપણી હાલત વધારે બગડશે કેમ કે અત્યારે અફઘાનિસ્તાન સાથે ભારતનાં વ્યાપક હિતો સંકળાયેલાં છે. તાલિબાન મજબૂત થતાં જ ભારતમાં આર્થિક હિતો સામે જોખમ ઉભું થઈ જ જવાનું છે.
ભારત અફઘાનિસ્તાનમાં સંખ્યાબંધ પ્રોજેક્ટમાં સામેલ છે અને જંગી રોકાણ કરીને બેસી ગયું છે. અફઘાનિસ્તાનની સંસદને પણ ભારતના સહયોગથી બનાવાઈ છે ને બીજા ઘણા પ્રોજેક્ટ ભારતે હાથ ધર્યા છે. તાલિબાન ફરી સત્તામાં આવે તો એ બધું ખોરવાઈ જશે તેમાં શંકા નથી. તાલિબાનનો ઝુકાવ પાકિસ્તાન તરફ વધારે છે તેથી પાકિસ્તાનના ઈશારે ભારત-અફઘાનિસ્તાનના વ્યાપારને રોકી દે એવું બને. ભારતનાં આર્થિક હિતોને એ રીતે મોટો ફટકો પડે. તાલિબાન અત્યારે ડાહી ડાહી વાતો કરીને બધાં સાથે સારા સંબધોની રેકર્ડ વગાડે છે પણ માંહ્યલા ગુણ એમ થોડા જાય? તાલિબાનની માનસિકતા ભારત વિરોધી છે એ જોતાં ભારત તરફી બની જ ના શકે. તાલિબાન પહેલેથી ભારત વિરોધી છે ને તેના કારણે તેમની દુકાન ચાલે છે તેથી ભારત વિરોધી જ રહેવાના છે.
ભારત માટે બીજો મોટો ખતરો અલ કાયદા અને કાશ્મીરી આતંકવાદી સંગઠનોનો છે. તાલિબાન પાછા સત્તામાં આવે ને તાકતવર બને તેના કારણે અલ કાયદા પણ મજબૂત બનશે કેમ કે અલ કાયદા અને તાલિબાન એક સિક્કાની બે બાજુ છે. આપણે ત્યાં બહુ ઓછા લોકોને યાદ છે પણ હજુ ગયા વરસે વૈશ્ર્વિક આતંકવાદી સંગઠન અલ કાયદા ઈન આરબ પેનિન્સુલા (એક્યુએપી)એ ભારતના મુસ્લિમોને ભારત સામે જિહાદ છેડવા હાકલ કરી હતી. અલ કાયદાનો દાવો હતો કે, ભારતમાં મુસ્લિમો સાથે ભેદભાવ થાય છે અને મુસ્લિમોની હત્યાઓ થાય છે એ જોતાં મુસ્લિમોએ હથિયાર ઉઠાવીને ભારત સામે જિહાદ છેડવાની જરૂર છે જ. અલ કાયદાએ તેના નિવેદનમાં સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)નો ઉલ્લેખ પણ કર્યો હતો. અલ કાયદાએ ભારતના મુસ્લિમ વિદ્વાનોને પણ આ જિહાદમાં જોડાવા હાકલ કરી હતી.
જો કે એ વખતે અલ કાયદાની હાકલને કોઈએ ગંભીરતાથી નહોતી લીધી કેમ કે અલ કાયદાનો ત્યારે એવો પ્રભાવ નહોતો. અલ કાયદા એક સમયે વિશ્ર્વમાં સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન ગણાતું હતું. ઓસામા બિન લાદેન તેનો કર્તાહર્તા હતો ત્યારે અલ કાયદાના નામથી આખી દુનિયા થરથરતી હતી. અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરાવીને લાદેને આખી દુનિયામાં જે ખૌફ ઊભો કર્યો એવો ખૌફ બીજા કોઈ આતંકવાદીએ કર્યો નથી. લાદેન જેવો આતંકવાદી ભવિષ્યમાં કોઈ આવશે કે નહીં એ ખબર નથી પણ અત્યાર લગી તો આવ્યો નથી. જો કે લાદેને અમેરિકાને છંછેડવાની ભૂલ કરીને પોતાની કબર ખોદી નાંખી. ઓસામા બિન લાદેને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરાવીને કાળો કેર વર્તાવ્યો પછી અમેરિકાએ તેનો બદલો લેવા અફઘાનિસ્તાન પર હુમલો કરીને કાળો કેર વર્તાવેલો. ઓસામા માટે અફઘાનિસ્તાનના તાલિબાન સૌથી મોટા આશ્રયદાતા હતા પણ અમેરિકાએ તેમની એવી બજાવી કે, મુલ્લા ઉમરની આગેવાની હેઠળના તાલિબાને ભાગવું પડ્યું. લાદેન પણ સંતાતો ફરતો થઈ ગયેલો પણ અમેરિકાએ તેને પાકિસ્તાનના અબોટાબાદમાંથી શોધી કાઢીને પતાવી દીધો.
લાદેન પત્યો પછી તેનાં વાઉચરોએ અમેરિકા સામે લડવાનું ચાલુ રાખ્યું પણ અમેરિકાએ એક પછી એક ફટકા મારી મારીને તેને એવું અધમૂઉં કરી નાંખ્યું કે, અલ કાયદા સાવ પતી ગયું. લાદેનના વખતમાં અલ કાયદા એક જ હતું પણ લાદેન ગયો પછી તેનાં કેટલાંય ફાડિયાં થઈ ગયાં. એક્યુએપી તેમાંથી એક છે ને અલ કાયદામાંથી અલગ અલગ થયેલા સંગઠનોમાં સૌથી મોટું ગણાય છે પણ તેનો કોઈ પ્રભાવ કે ડર એ વખતે નહોતો. યમન અને સાઉદી અરેબિયામાં આ સંગઠન સક્રિય છે પણ તેના નામે એવું કશું બોલતું નથી કે જેના કારણે લોકોમાં ખૌફ પેદા થાય.
હવે તાલિબાન પાછા મજબૂત થશે તેથી અલ કાયદા પણ મજબૂત થશે. અમેરિકા અને પશ્ર્ચિમના દેશોએ તાલિબાનની બે દાયકા લગી બરાબર બજાવી છે તેથી હમણાં એ અમેરિકા સામે બાખડી ના બાંધે તેથી પોતાનો ડર પેદા કરવા ભારતમાં હુમલા કરાવે એ ખતરો છે. પાકિસ્તાન અને તાલિબાન પણ એક જ છે તેથી તાલિબાન મજબૂત થાય તેના કારણે કાશ્મીરમાં પણ તકલીફ વધશે.
પાકિસ્તાન અફઘાન આતંકીઓનો ઉપયોગ કાશ્મીરમાં કરી શકે છે. તાલિબન અંતે તો પાકિસ્તાને પોષેલું જ પાપ છે તેથી એ પાકિસ્તાનના ઈશારે જ નાચશે. અમેરિકા સામે લડવાનું રહ્યું નહીં એટલે તાલિબાનને પાકિસ્તાન કાશ્મીરમાં આપણી મેથી મારવા માંડે એ ખતરો છે. અલ કાયદાનો અત્યાર લગી ભારતમાં પ્રભાવ નથી થયો પણ તાલિબાન મજબૂત થાય તો એ પણ થાય. અલ કાયદાનો કટ્ટરવાદી મુસ્લિમો પર ભારે પ્રભાવ છે. આ વાતને પણ નજરઅંદાજ ના કરી શકાય. એક અહેવાલ પ્રમાણે ભારત સરકારની એજન્સીઓએ ગયા વરસે લગભગ ૨૮૦૦ જેટલાં એવાં ટ્વિટર એકાઉન્ટ શોધી કાઢ્યાં હતાં કે જે ભારતના મુસ્લિમોને ભડકાવીને જિહાદ માટે ઉશ્કેરવા માટે પૂરી તાકાત લગાવી રહ્યાં છે. આ બધાં એકાઉન્ટ અત્યારે પાકિસ્તાનથી ઓપરેટ થાય છે તેથી આપણી એજન્સીઓની નજરે ચડી ગયાં પણ અલ કાયદાનો પ્રભાવ વિશ્ર્વના ઘણા દેશોમાં છે. તેના કારણે આપણી સામે બીજાં દેશોમાંથી ઝેરીલો પ્રચાર શરૂ થાય એ પણ ખતરો છે. તેને રોકવા આપણે તાકાત તો લગાવવી જ પડે. અલ કાયદા પાસે તાલીમબદ્ધ આતંકવાદીઓ છે ને તેમને ભારતમાં ઘૂસાડીને પણ પાકિસ્તાન આપણને નુકસાન તો કરી જ શકે. આતંકવાદનો એ સીધો ખતરો પણ તાલિબાન મજબૂત થતાં વધી જશે. ભારત આતંકવાદના ખતરાને પહોંચી વળવા સક્ષમ છે તેમાં શંકા નથી પણ આપણે આપણી તાકાત વિકાસ કરવામાં લગાવવાના બદલે આતંકવાદ સામે લડવામાં લગાવવી પડે એ નુકસાન તો છે જ
‘વિમેન્સ એમ્પાવરમેન્ટ’ અને બહેનોના વ્યકિતત્વ વિકાસના કાર્યક્રમો યોજવા નવા પ્રેસીડન્ટ જયશ્રી ભાલાળાનું આયોજન
સેવા પ્રવૃતિઓ સાથે વ્યકિત વિકાસના ઘ્યેય સાથે ચાલતી ઈન્નર વ્હીલ કલબ ઓફ સુરત ઈસ્ટની નવી ટીમે તેનો પદભાર સંભાળી લીધો છે. ઉત્રાણ, મૌની ઈન્ટરનેશનલ સ્કુલના ઓડિટોરીયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પાસ્ટ ડીસ્ટ્રીકટ પ્રેસીડન્ટ ડૉ. સુચિતા પંડીતે પદગ્રહણ વિધી કરાવી હતી.
ઈન્નર વ્હીલ કલબના ડીસ્ટ્રીકટ ચેરમેન સુષ્મા અગ્રવાલ મુખ્ય મહેમાન તરીકે ઓનલાઈન જોડાયા હતા. વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રેસીડન્ટ વીણાબેન પટેલ પાસેથી વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રેસીડન્ટ જયશ્રી ભાલાળાને કોલર અને પીન પહેરાવી પદભાર સોંપ્યો હતો. મૌની સ્કુલ્સના ડિરેકટર શ્રી જે.બી. પટેલ અને આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલના ડિરેકટર મહેશભાઈ રામાણી ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહયા હતા.
કોરોના સંકટમાં પણ ૨૦૨૦-૨૧ના વર્ષમાં વીણાબેન અને ટીમે સુંદર કામગીરી કઈ રીતે કરી હતી તેની માહિતી આપવામાં આવી હતી. આગામી વર્ષ માટે પ્રેસીડન્ટ તરીકે જયશ્રીબેન ભાલાળા અને સેક્રેટરી તરીકે દિવ્યા મોવલીયા અને ટીમની ઓળખ તથા જવાબદારીના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આગામી વર્ષની કામગીરી અને વિઝન ૨૦૨૧-૨૨ રજુ કરતા પ્રેસીડન્ટ જયશ્રીબેન ભાલાળાએ જણાવ્યુ હતુ કે વિમેન્સ એમ્પાવરમેન્ટ તથા જય જવાન પ્રોજેકટ તથા બહેનોના વ્યકિતત્વ વિકાસના કાર્યક્રમો આ મહિનામાં યોજાનાર છે. તેમણે જણાવ્યુ હતું કે ડીસ્ટ્રીકટ ૩૦૬માં ૧૩૫ સભ્યો સાથે સૌથી મોટી કલબ બન્યાનું ગૌરવ વ્યકત કરી સર્વોનો આભાર માન્યો હતો. આ પ્રસંગે રોટરી કલબ ઓફ સુરત ઈસ્ટના પાસ્ટ પ્રેસીડન્ટ ડૉ. જગદીશભાઈ વઘાસીયા, પ્રેસીડન્ટ મનહરભાઈ વોરા તથા રોટ્રેકટ કલબ ઓફ સુરત ઈસ્ટ અને કર્મભુમિના હોદ્દેદારો તથા રોટરી કલબ ઓફ સુરત મેટ્રોના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ખુંટ ઉપસ્થિત રહયા હતા. આ પદગ્રહણ સમારોહમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા, વરાછાબેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા, લોકસર્મપ્ણ બ્લડબેંકના પ્રમુખશ્રી હરિભાઈ કથીરિયા તથા વિશ્વ ગુજરાતી સમાજના ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયા ખાસ ઉપસ્થિત રહયા હતા.
સુરત કલેક્ટર પદેથી ગાંધીનગર બદલી પામેલા સનદી અધિકારી ડૉ. ધવલ પટેલને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સમારોહમાં ફૂલડે ફૂલડે વધાવ્યા
લૉકડાઉનમાં 3 કરોડ ફૂડ પેકેટ્સ અમૂક રાજ્ય સરકારો પણ મેનેજ કરી શકી નથી સુરતના લોકો કોઇપણ ક્રાઇસીસમાં સહાયભૂત થવામાં વહીવટીતંત્રો માટે બેમિસાલ
સુરત કલેક્ટર પદેથી ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી પામેલા સનદી અધિકારી ડો.ધવલ પટેલને વિદાયમાન આપવા માટે ધ સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા ડો. ધવલ પટેલે એકરાર કર્યો હતો કે સુરતમાં ફરજકાળ દરમિયાન કોરોનાની બીજી લહેર વખતે સર્જાયેલી ઓક્સીજન ક્રાઇસીસ અત્યંત મુશ્કેલ સમય હતો. તેમણે કહ્યું કે એ તરફ ઓક્સીજનની માગ વધતી અને બીજી તરફ ઉત્પાદન વધે તેવી કોઇ શક્યતા નહીં, આપણે વિતરણ વ્યવસ્થા દુરસ્ત કરી શકીએ પણ માગમાં વધારો ઉત્પાદન વગર શક્ય ન હતો અને એ સમય મુશ્કેલી ભર્યો રહ્યો.
ધ સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની એક પરંપરા છેકે શહેરમાં કોઇપણ સનદી અધિકારીની બદલી થાય અને નવા આવે ત્યારે તેમના માનમાં બન્ને અધિકારીઓને એક મંચ પર તેડાવીને એકને વિદાયમાન અને એકને આવકાર આપવામાં આવે છે. આવો જ એક કાર્યક્રમ શનિવારે સરસાણા પ્લેટીનમ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં સુરત કલેક્ટર પદે નવનિયુક્ત આયુષ ઑક વ્યસ્તતાના કારણોસર પધારી શક્યા ન હતા જ્યારે ડો.ધવલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ડાયમંડ એસોસીએશન, ક્રેડાઇ, પાંડેસરા વિવર્સ એસોસીએશન, સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસીએશન, વેડરોડ વીવર્સ એસોસીએશન સમેત અનેક સંસ્થાઓને પ્રતિનિધિઓએ ડો. ધવલ પટેલની સુરતમા વિદાય પ્રસંગે તેમને શુભેચ્છા પાઠવી હતી. અનેક અગ્રગણ્ય મહાનુભાવોએ ડો.ધવલ પટેલ સાથેના યાદગાર સંભારણાઓ વ્યક્ત કર્યા હતા.
સમારોહના અંતમાં પોતાનો પ્રતિસાદ આપતા ડો. ધવલ પટેલે કહ્યું કે સુરતના લોકો સતત હેલ્પિંગ હેન્ડ સમાન છે. કોરોનાકાળમાં સુરતના લોકોએ વહીવટીતંત્રોને જે સાથ આપ્યો તે બેમિસાલ છે. તેમણે કોરોનાકાળમાં પરપ્રાંતિય કામદારો માટે વિતરીત કરાયેલા 3 કરોડ નંગ ફૂડ પેકેટનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જ્યારે તેઓ ફૂડ પેકેટના આંકડાનું રિપોર્ટિંગ સરકારમાં કરતા ત્યારે સરકારી ઉપરી અધિકારીઓના પણ વાત માન્યામાં નહતી આવતી, તેઓ કહેતા કે કોઇ રાજ્ય આટલા ફૂડ પેકેટ મેનેજ કરી શક્તી ન હોય ત્યારે એકલા સુરતમાં આ કેવી રીતે શક્ય છે. ડો. પટેલે આ વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે સુરતના લોકો કોઇપણ કાર્યમાં સહભાગી થતાં. તેમણે ચેમ્બર ઓફ કોમર્સ તથા સચિન જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીનો ઉલ્લેખ કરતા ખાસ કહ્યું કે આવી સંસ્થાઓને કારણે જ સુરત હંમેશા દરેક કટોકટીમાંથી બહાર આવી જાય છે.
પોતાની ફરજ કાળ દરમિયાન બનેલી ઘટનાઓ અંગે ડો. ધવલ પટેલે કહ્યું કે સુરતમાં વિતાવેલો સમય સાચે જ અવિસ્મરણીય છે. સાર્વજનિક સોસાયટીમાં ઉલબ્ધ હસ્તલિપી સાહિત્યનો ઉલ્લેક કરતા કહ્યું કે આ એક અદભૂત ખજાનો છે, સુરતના લોકો તેનો ઉપયોગ કરે.
સુરતના સૌથી મુશ્કેલ સમય અંગે ડો.ધવલ પટેલે નિખાલસતાથી કહ્યું કે કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સીજન ક્રાઇસીસ સૌથી મુશ્કેલ અને મૂઝવણભર્યો સમય હતો. એક તરફ સુરતમાં માગ વધુ હતી અને બીજી તરફ ઉત્પાદન ક્ષમતા મર્યાદિત હતી. અમે વિતરણ વ્યવસ્થા અને વેસ્ટેજ ઝીરો કર્યા પછી પણ વધતી માગ સામે ઓક્સીજન ઉત્પાદન ક્ષમતા વધારી શકીએ તેમ ન હતા. એવો સમય હતો કે શું કરવું તેની સમજ નહીં પડે. પણ સદનસીબે ક્રાઇસીસ થોડા દિવસમાં ઓવર થઇ ગઇ.
લૉકડાઉન પીરીયડ દરમિયાન સુરતથી 10 લાખથી વધુ લોકોને તેમના વતન ટ્રેન મારફતે મોકલવામાં આવ્યા. ક્યાંય કોઇ અનિચ્છનિય ઘટના કે ટોળાશાહી કે ગેરવ્યવસ્થા જોવા મળી નહીં. બીજી શહેરોનો ઉલ્લેખ કરતા ડો.ધવલ પટેલે કહ્યું કે ટ્રેનની જાણકારી મળતા જ ટોળેટોળા ઉમટી પડતા હતા, પણ સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય સંસ્થાઓની અદભૂત સહાયને પગલે સૌથી વધુ 450 કરતા વધુ ટ્રેનો બિલકુલ નિયમબદ્ધતા સાથે રવાના કરી શક્યા હતા.
તાપીના કિનારે કોઇ ભૂખ્યુ ન સૂઇ શકે
સુરતમાંથી પોતાના વિદાય સમારોહને સંબોધતા સુરતના પૂર્વ કલેક્ટર ડો.ધવલ પટેલે કહ્યું કે લૉકડાઉન દરમિયાન સુરતમાં કોઇ રાજ્ય નહીં કરી શકે તેટલી સંખ્યામાં લોકો માટે ફૂડપેકેટ તૈયાર કરીને તેનું વિતરણ કરાયું. આની પાછળ કદાચ સરકારી ખર્ચ અને મશીનરી 5થી 10 ટકા હશે, બાકી બધું સુરતના લોકોએ કર્યું, ઉચ્ચ સરકારી અધિકારીઓ, કેન્દ્ર સરકારના અધિકારીઓને માટે આ વાત માન્યામાં આવે તેવી ન હોવાનું જણાવતા ડો. ધવલ પટેલ સાહજિકતાથી એવું બોલી ઉઠ્યા કે તાપી કિનારે કોઇ ભૂખ્યું ન સૂઇ શકે. તેમના આ નિવેદનની સાથે જ ચેમ્બરના મિલેનિયમ હોલમાં ઉપસ્થિત સુરતી મહાજનોએ તાળીઓના ગડગડાટ સાથે પોતાને મળેલું વિશેષણ વધાવી લીધું હતું. સુરતના લોકો સહાયભૂત થવામાં બેમિસાલ હોય છે. એમ તેમણે કહ્યુ હતું.
CA श्री आकाश प्रेमकुमार अग्रवाल ने MSME के बारे में विस्तृत जानकारी दी
सूरत मर्कनटाइल ऐसोसिएशन की आज दिनांक 04/07/2021 वार रविवार की साप्ताहिक व्यापारी समस्या समाधान मिटिंग का आयोजन बहुत ही शानदार रहा । दि. 4 जुलाई की बैठक में लगभग 185 कपडा व्यापारियों उपस्थित थे। विशेष उस मिटिंग को SMA की आर्थिक लीगल टीम के एडवाइजर CA श्री आकाश प्रेमकुमार अग्रवाल ने 30 मिनट का उदबोधन कर भारत सरकार द्वारा टेक्सटाइल व्यापारियों को MSME में शामिल किये जाने के बाद कपडा व्यापारियों को इस नियम से क्या क्या लाभ मिलेगा उसकी पुरी जानकारी उदाहरण सहित बहुत ही सरल भाषा में विस्तार पूर्वक वर्णन किया था।
CiA Live वैब पोर्टल में अपने न्युझ-इवेन्टस प्रकाशित करने के लिए संपर्क कर शक्ते है ::: 98253 44944
सभी व्यापारी भाईयों ने बहुत ही उत्साह से CA आकाश अग्रवाल की बातों को सुना एवम् समझा है ओर कई व्यापारियों ने अपनी जिज्ञासा से बहुत सारे प्रश्न किये जिनका सन्तोष पूर्वक जबाब भी CA साहब ने दिया।MSME में आने से कपडा व्यापारियों को अपने व्यापार मे काफी लाभ मिलेगा।
गौरव भसीनने आनलाईन कारोबार के बारे में विस्तृत जानकारी दी
इसके बाद कोर कमेटी के सदस्य श्री गौरव भसीन ने आज की कोरोना महामारी के बाद नयी परिस्थितियों में आनलाइन व्यापार की जरुरत पर तथा कैसे करना चाहिए सभी व्यापारी भाईयों को आनलाइन व्यापार की जानकारीया साझा की है।।
आज की परिस्थितियों में व्यापार में बदलाव की सख्त जरुरत है अतः हमें आफ लाइन व्यापार से आनलाइन व्यापार में अग्रसर होना चाहिए क्योंकि आफलाइन व्यापार की समय सीमा निश्चित है जबकि आनलाइन व्यापार 24×7×365 दिन चलता है।। आज की जरुरत आन लाइन व्यापार की है।।
आज समय सीमा कम होने के बाद भी लगभग 58 व्यापारियों ने अपनी अपनी समस्याएं दर्ज कराई है जिनमें से 5 समस्याओं का समाधान हाथो हाथ किया गया है तथा कुछ मामलें समय लेकर हल हो जायेंगे तथा कुछ मामलें कानुनी कार्यवाही के लिए लीगल टीम को ट्रांसफर कर दिया है।।
रविवार की सभा का संचालन श्री दुर्गेश टिबडेवाल जी ने किया तथा समस्याओं का विवरण श्री आत्माराम बाजारी जी ने दिया एवं समस्या समाधान SMA प्रमुख श्री नरेन्द्र साबू जी ने किया है।। सूरत मर्कनटाइल ऐसोसिएशन समय समय पर व्यापारियों के हितार्थ समस्याओ को उठाते हैं तथा निस्वार्थ भाव से व्यापारी की सहायता करतें हैं यही SMA का लक्ष्य है।
विशेष सूचना सूरत मर्कनटाइल ऐसोसिएशन अपने रजिस्टर्ड सदस्य व्यापारियों को MSME में रजिस्ट्रेशन के लिए SMA आर्थिक लीगल टीम के एडवाइजर CA श्री आकाश प्रेमकुमार अग्रवाल जी के सहयोग से मुफ्त बगैर किसी भी चार्ज के निस्वार्थ सेवा प्रदान करेंगे।।
ભાવનગર ખાતે હીરા ઉદ્યોગમાં કાર્યરત રત્નકલાકારોએ કોરોના કાળમાં કપાત થયેલા પગારમાં હાલ પૂર્વવત સ્થિતિ અનુસાર પગાર વધારો કરવાની માગ સાથે આંદોલન ઉપાડ્યું છે અને આ આંદોલનના પ્રત્યાઘાત આજે સુરતના હીરા ઉદ્યોગમાં પણ જોવા મળ્યા હતા. સુરતની જાણીતી હીરા પેઢી મીરા જેમ્સના રત્નકલાકારોએ તા.2 જુલાઇને શુક્રવારે પગાર વધારાની માગણી સાથે રસ્તા પર ઉતરીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.
ડાયમંડ વર્કર યુનિયનના ભાવેશભાઇના જણાવ્યા અનુસાર છેલ્લા સવા વર્ષ દરમિયાન મંદી અને કોરોના પેન્ડેમિકના કારણે હીરા ઉદ્યોગપતિઓએ રત્નકલાકારોના પગારમાં કપાત કરી દીધી હતી. એ સમયે રત્નકલાકારોએ પરિસ્થિતિ સમજીને કપાત સ્વીકારી હતી કેમકે સમગ્ર દેશમાં સ્થિતિ સારી ન હતી. પરંતુ, હવે હીરાઉધોગમાં ભારે તેજીની સ્થિતિ છે અને આમ છતાં હીરા ઉદ્યોગકારો પોતાના રત્નકલાકારોને પગાર વધારો કરી આપતા નથી આથી આજે મીરા જેમ્સના રત્નકલાકારોએ પગાર વધારાની માગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
ડાયમંડ વર્કર યુનિયને જણાવ્યું કે મોંઘવારી દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે હીરાઉધોગ ના રત્નકલાકારો નો પગાર વધવા ને બદલે ઘટી રહ્યો છે તે બાબતે સરકાર અને ઉધોગપતિઓ એ રત્નકલાકારો ની વેદના ને સમજવી જોઈએ અને તેજી નો લાભ રત્નકલાકારો ને પણ મળે એ માટે રત્નકલાકારો ના પગાર મા વધારો કરવો જોઈએ
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત છેલ્લા ઘણા સમય થી રત્નકલાકારો ના પગાર વધારા બાબતે માંગણી કરી રહ્યું છેઆવતીકાલે તા.3 જુલાઇના રોજ સુરત જિલ્લા કલેકટર અને ડેપ્યુટી લેબર કમિશનર ને આવેદનપત્ર આપીને પગાર વધારા બાબતે રજુઆત કરવામાં આવશે. બન્ને અધિકારીઓને રત્નકલાકારોના પગારવ ધારા માટે મધ્યસ્થી કરવા માટે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા રજુઆત કરવામાં આવશે
કોરોના કાળમાં છેલ્લા પાંચેક મહિનાથી સ્પાઇશ જેટ એરવેઝએ સુરતના તમામ ઓપરેશન્સ બંધ કરી દીધા હતા સુરત એરપોર્ટને બખ્ખાં જુલાઇમાં સુરતથી 6 શહેરોની સ્પાઇશ જેટની ડાયરેક્ટ ફ્લાઇટ પોસ્ટ કોવીડ ઓપરેશન્સમાં સુરત-પટણાની પહેલી ફ્લાઇટ 16મી જુલાઇથી શરૂ, સુરત એરપોર્ટ ધમધમી ઉઠશે
કોરોના પેન્ડેમિકને કારણે એક સમયે દર પોણો કલાકે જ્યાં ફ્લાઇટની આવનજાવન રહેતી હતી એ સુરત એરપોર્ટ પર ફ્લાઇટની સંખ્યા બિલકુલ ઘટી ગઇ હતી. સ્પાઇશ જેટ દ્વારા તો સુરત એરપોર્ટ પર આવતી અને ઉપડતી તમામ ફ્લાઇટના ઓપરેશન્સ બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ, હવે કોરોનાનું જોર ઘટતા સ્પાઇશ જેટ દ્વારા ચાલુ જુલાઇ મહિનામાં સુરત એરપોર્ટ પરથી 6 શહેરોની ડાયરેક્ટ કનેક્ટિંગ ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે. સૌથી પહેલી ફ્લાઇટ તા.16મી જુલાઇથી શરૂ થશે જે સુરતથી પટણા એરપોર્ટની છે. આ ફ્લાઇટ માટેના બુકિંગ પણ શરૂ થઇ ચૂક્યા છે.
સુરતને એર કનેક્ટિવીટી મળે તે માટે વી વોન્ટ વર્કિંગ એરપોર્ટ (ડબલ્યુ.ડબલ્યુ.ડબલ્યુ.એ.) ગ્રુપ અને મુવમેન્ટ ચલાવતા સંજય શાહે જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ ફ્લાઇટની આવનજાવનથી બિઝી રહે એ દિવસો હવે દૂર નથી. કોરોનાના કારણે બંધ થયેલી ફ્લાઇટ્સ ઉપરાંત બે નવા શહેરોની એરકનેક્ટિવીટી પણ સુરતને મળી રહી છે. તેમણે કહ્યું કે સુરત એરપોર્ટથી સ્પાઇશ જેટ દ્વારા પોતાના ઓપરેશન્સ પોસ્ટ કોવીડ પરિસ્થિતિમાં ફરીથી શરૂ કરવામાં આવી રહ્યા છે.
સ્પાઇશ જેટ ચાલુ જુલાઇ મહિનામાં જે પાંચ શહેરોની ફ્લાઇટ શરૂ કરી રહ્યું છે તેમાં (1) સુરતથી પટણા, વીકમાં 4 દિવસ (2) સુરતથી જયપૂર ડેઇલી ફ્લાઇટ (3) સુરતથી હૈદરાબાદ, વીકમાં 4 દિવસ (4) સુરતથી પૂના વીકમાં 4 દિવસ અને (5) સુરતથી જબલપુર, વીકમાં 3 દિવસનું શિડ્યુલ બની રહ્યું છે અને આ તમામનું બુકિંગ પણ શરૂ થઇ જશે ગયું છે, એમ સંજય શાહે જણાવ્યું હતું.
પૂના અને જબલપુર સાથે પહેલી એક કનેક્ટિવીટી
વી વોન્ટ વર્કિંગ એરપોર્ટ મૂવમેન્ટના આગેવાન સંજય શાહે જણાવ્યું હતું કે સુરતથી પૂનાની ફ્લાઇટ માટે ઘણાં વર્ષોથી રજૂઆતો કરવામાં આવી રહી હતી. સુરત એરપોર્ટ ફુલફ્લેજ ધમધમવા માંડ્યું હતું, પરંતુ, કમનસીબે સુરતથી પૂનાની ફ્લાઇટ મળી શકી ન હતી. પરંતુ, આ વખતે જુલાઇ મહિનો સુરત એરપોર્ટ માટે અનેક ગુડ ન્યુઝ સાથે આવ્યો છે. સુરતથી પૂના અને સુરતથી જબલપુર બન્ને શહેરોની એરકનેક્ટિવીટી સુરત એરપોર્ટ પરથી પહેલી વાર મળી રહી છે. સુરતથી પૂના સુરતના ખાસ્સા લોકોની અવરજવર રહે છે, સુરત અને પૂના વચ્ચે અનેક વ્યાપાર-ધંધાનું પણ જોડાણ છે તેમજ સુરતથી પૂના અનેક વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે. હજારો સુરતીઓ પૂના અને આસપાસ નોકરી પણ કરી રહ્યા હોઇ, આ ફ્લાઇટ માટે વર્ષોથી ડિમાંડ કરવામાં આવી રહી હતી.
ટેક્ષટાઇલ ઉદ્યોગપતિઓને જયપૂર ફ્લાઇટની રાહ
સુરતના ટેક્ષટાઇલ ઉધોગપતિઓ સમેત અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા હજારો લોકો જયપૂરથી સુરત આવીને વસ્યા છે. સુરતને કર્મભૂમિ બનાવનારા હજારો લોકો સુરત જયપૂરની ડેઇલી ફ્લાઇટ માટે વખતોવખત રજૂઆતો પણ કરતા આવ્યા છે. કોરોનાના કારણે સુરત જયપુર ફ્લાઇટ સદંતર બંધ રહેતા અનેક પરિવારોએ ટ્રેન કે રોડ ટ્રાન્સપોર્ટનો સહારો લેવો પડતો હતો. પરંતુ, હવે સ્પાઇશ જેટ દ્વારા સુરત જયપુર ફ્લાઇટ ડેઇલી બેઝીસ પર શરૂ કરવામાં આવી રહી હોઇ, સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારો તેમજ રાજસ્થાનથી અહીં આવીને વસેલા લોકોમાં ખુશાલી પ્રસરી ગઇ છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.