CIA ALERT

પ્રેરણાદાયી વાત Archives - Page 35 of 42 - CIA Live

December 6, 2018
ashoi_dantra.jpg
11min20930

ઉપરોક્ત પોસ્ટર મુજબ તા.13થી 20 જાન્યુઆરી 2019 દરમિયાન વિયેતનામ ખાતે યોજાઇ રહેલી બ્યુટી કોન્ટેસ્ટ જેનું નામ છે 11મું વર્લ્ડ સુપર મોડેલ પ્રોડક્શન એન્ડ ઇન્ટરનેશનલ ફેશન વીકમાં ભારત તરફથી એકમાત્ર અશોઇ દાંત્રા નામની એક પારસી યુવતિ પાર્ટીસિપેટ તરીકે ક્વોલિફાય થઇ છે. અશોઇ દાંત્રા મૂળ સુરતના પારસી પરિવારની દિકરી છે અને હાલમાં સમગ્ર પરિવાર મુંબઇ સ્થાયી થયો છે. અશોઇ દાંત્રા વર્લ્ડ ટીન સુપર મોડેલ ઓફ ઇન્ડિયા 2018માં વિનર બની છે અને એટલે તેને ભારતીય પ્રતિનિધિ તરીકે વિયેતનામ ખાતેની ઇન્ટરનેશનલ સોંદર્ય સામ્રાજ્ઞી સ્પર્ધામાં મોકલવામાં આવી રહી છે.

અશોઈ દાંત્રા અનેક સૌંદર્ય સ્પર્ધામાં પસંદ થઈ ચૂકી છે. અશોઇ દાંત્રા સાથે એક નામ સતત જોડાયેલું રહે છે અને એ છે તેની સગી બહેન, ટ્વીન સિસ્ટરનું. અશોઈ અને અનુષ્કા ટિવન મોડેલ છે. કે સી કોલેજમાં લાઇફ સાયન્સની (બીએસસી)સ્ટુડન્ટ એવી અશોઈ તા. 26મી ઓગસ્ટ 2018 ના રોજ યોજાયેલી મીસ ટીન સુપર મોડેલ ઇન્ડિયા 2018ની વિનર છે. તે અત્યાર સુધીમાં અનેક કંપનીઓની જાહેરાત કરી ચૂકી છે. 15 વરસની ઉંમરથી જ મોડેલિંગ ક્ષેત્રે ઝંપલાવનાર આ પારસી છોકરી પેન્ટાલૂન, લેવિસ, ટાટા, વોડાફોન, બ્રિટાનિયા, ગો કલર્સ, વિજય સેલ્સની જાહેરાતમાં કામ કરી ચૂકી છે. ર વરસ સુધી તે ટીની ગર્લ્સ અને ક્રોસવર્લ્ડ બુક સ્ટોરની બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂકી છે. એશ્ચર્યા અને અભિષેકને ચમકાવતી ગુરુમાં તથા બોબી દેઓલ અને મેઘના ગોડસે જેવા કલાકારોની સાથે તે હેલ્પ મુવીમાં કામ કરી ચૂકી છે.

ASHOI DANTRA – A LIFE OF BEAUTY AND SUBSTANCE

Beauty, charisma, elegance — words of grace and appeal leave no string untouched in creating a vibe so rhythmic that you live with it even without realising. A ‘beauty’ can never be defined with adjectives bestowed upon it. There is always something more profound to that rhythm, to that ambition of living only the best dream; It is the substance that is at its core.

A dream lived so magnificently that the reality feels like effortless ease, Ashoi Dantra is the teen energy that flows romancing the dreams she has believed in so firmly, challenging the actuality, and sculpting a life of inspiration for everyone who has dearly loved his/her dreams.

She reaffirms the concept ‘winning it like a lady’ so finely that her story will leave you with a restored faith in living your life the way you have always fantasised it.

Talk to her, read about her, see her, every time your heart will tell you she wears an invisible crown with a head held up high and the feet rooted to the ground perfectly; eyes sparkling with stories of tomorrow and the smile so cheerful that you will be short of words; a poise so graceful that you wonder how she manages all that at the age when dreams only exist in imaginations.

The Bombay girl made the whole nation proud when she triumphed the World Teen Super Model India | South Asia 2018. Her heart skipped a beat just before her name was announced. She perfectly understands how it feels to be standing on that thin line that is about to make your dream a reality. Those few moments feel like infinity. Finally, they say your name. You know you have won, and the current of positivity flows inside you. You know you have just surpassed the feeling that you might have had failed; you take time to absorb the reality that you have won.

How does the teenage beauty manage everything with the efficiency of a conqueror of the seas and the oceans? The boats of Royal Bombay Yacht Club have been a part of a grand purpose served well, and the Bombay Gymkhana has witnessed an excellent footballer winning the grounds and the hearts equally. She says that football and sailing are different; the former makes you a team player and the latter teaches you to singlehandedly manage challenging situations even in the most unexpected circumstances. A voracious reader, she says that her handbag is never without a book.

Her journey began at the age of three when she shared the spotlight with her twin Anaushka for Tata Steel. The twins have walked ramps together since age seven, been a part of the films like Guru, and modelled for leading brands like Vodafone, Pogo, and so on.

She gives full credits of her success to the strong mother behind her back and the family that always believes in her. A strong lady with a positive Midas touch, her mother, turns every opportunity into gold for her beautiful ladies Ashoi and Anaushka, and justifies the phrase ‘it is the mother who knows the best for her children’.

Brought up with a rich culture and a powerful bond of love and family values, Ashoi says that it will never suffice even if she keeps talking about her jewels for the rest of her life.

Anaushka, an inseparable soulmate, her sister, is her confidante, and they share a friendship so profound that many a time they don’t even have to exchange words to understand each other.

Her father is a man who stays on the ship more than the land but holds such a strong telepathic connection with the family that he knows when they need him and connects to them; His guidance and sense of direction have always been beneficial to the whole family. ‘Always do what you love’ is what he tells his children and they work for it with utmost devotion.

The youngest member of the Dantra family, Keyan is a charming boy with a maturity of a man who understands the world well and supports his family exceptionally well. Keyan is Ashoi’s zone of comfort and source of positive energy. She believes her connection to him is divinely beautiful.

Ashoi says that the best of her habits, choices, and talents are the gifts she received from her family. “Always listen to your parents, they know the best of you and the best for you,” she says. She understands that the freedom and the power to write her own destiny come with a responsibility to live a life of most excellent quality and make a positive difference in the lives of others.

Ashoi is committed to human and animal welfare activities and makes it a point to get involved in charitable movements to contribute to the happiness of others. She is a constant member of many NGOs and her schedules, however busy, are so planned that she takes time to visit those places and play her part well.

Ashoi raised Rupees 12,000 for her first welfare campaign. She says, “For me, the value of that money is as precious as any of my awards; it is an achievement that I accomplished, and it will always be special.” As they say, the most beautiful things in life are the simplest ones.

While Ashoi was preparing for the pageant World Teen Super Model India | South Asia 2018, she understood that mental fitness and strength are equally vital as physical fitness. She understands what it means to be better than herself, every day, with each step ahead. Yes, those who prepare with complete dedication are always lucky. The stars shine brightly for the brave souls who dare to dream.

Some moments before the announcement of the final decision where the young lady claimed her title, her mother had visited her backstage. Her mother said, “It is all right if you don’t win today, you will be successful in being better than yourself. No matter what, we all believe in you.”  Ashoi says that the words of her mother backstage and the expressions of her parents and dear ones holding hands when everyone was waiting for the result to be announced gave her the strength to confront the world that day more confidently and to win, and be crowned as the World Teen Super Model India 2018. She could sense her family looking at her and saying, “We knew it; we always believed in you!”

Talking to Ashoi, you will have goosebumps because of the super positive teen energy that she holds into herself and that flows out with an elegance worth admiration. She will take you to a world of tales where the fairies are real, strong women who live their lives so beautifully. Surely, she is a success story in making that is going to make India ‘super proud’ time and again with every step forward. She will be a part of the 11th Annual World Supermodel platform in November at Vietnam. We wish her all the best for all her future endeavours and adventures!

A simple thank you will always be less for her for making us feel so good about life. We wish Ashoi be forever blessed by all!

 

Courtesy: , World Supermodel, Ashoi Dantra

December 6, 2018
Tejash.jpg
1min5320

રોબોટિક સિસ્ટમને હાઈ-સ્પીડ વાયરલેસ ઇન્ટરનેટ વડે ડૉ. તેજસ પટેલે સંચાલિત કરી

અમદાવાદના કાર્ડિયૉલોજિસ્ટ ડૉ. તેજસ પટેલે ગઈ કાલે વિશ્વમાં પહેલી ટેલિરોબોટિક કૉરોનરી ઇન્ટરવેન્શન પ્રોસીજર પાર પાડી હતી. ડૉ. તેજસ પટેલે ૩૨ કિલોમીટર દૂરથી રિમોટ કન્ટ્રોલ પર આધારિત રોબોટિકલી કન્ટ્રોલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વડે ઇન્ટરવેન્શન પ્રોસીજર કરી હતી. અમદાવાદની ઍપેક્સ હાર્ટ ઈન્સ્ટિટ્યુટના ઑપરેશન થિયેટરમાં આધેડ ઉંમરની મહિલાની સર્જરી (ઇન્ટરવેન્શન પ્રોસીજર) ડૉ. તેજસ પટેલે ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં બેઠાં-બેઠાં કરી હતી.

થોડી મિનિટોની પ્રોસીજર માટે ડૉ. તેજસ પટેલે ટેલિરોબોટિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કર્યો હતો. ઑપરેશન થિયેટરમાં ગોઠવાયેલી રોબોટિક સિસ્ટમને હાઈ-સ્પીડ વાયરલેસ ઇન્ટરનેટ વડે ડૉ. તેજસ પટેલે સંચાલિત કરી હતી. અક્ષરધામ મંદિરમાંથી બટન્સ દબાવીને ડૉક્ટરે દરદીની આર્ટરીઝ સ્વચ્છ કરીને એમાં સ્ટેન્ટ ગોઠવ્યો હતો. એ વખતે અક્ષરધામ મંદિરમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ હાજર હતા.

December 5, 2018
pramukh_main.jpg
1min18770

પ્રમુખસ્વામી મહારાજની 98મી જન્મજયંતી મહોત્સવની ઉજવણીની શરૂઆત આજરોજ તા.5મી ડિસેમ્બર 2017ના સવારથી થઈ ચૂકી છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આજે તા.5મી ડિસેમ્બરને બુધવારે વહેલી સવારે મહંતસ્વામી સાથે મળીને આ મહોત્સવ ખુલ્લો મૂક્યો. મહોત્સવને ખુલ્લો મૂક્યા વિજય રૂપાણીએ કહ્યું,’પ્રમુખસ્વામી મહારાજનો રાજકોટ સાથે અતૂટ સંબંધ રહ્યો હતો.’

રાજકોટમાં થઇ રહી છે પ્રમુખ સ્વામી મહારાજની 98મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી

પ્રમુખસ્વામીની જન્મજયંતીની ઉજવણીના ધર્મોત્સવમાં 22 દેશના હરિભક્તો સહિત હજારો લોકો હાજરી આપી રહ્યા છે. આ ઉજવણી માટે માધાપર-મોરબી હાઈવે પર 500 એકર જમીનમાં સ્વામિનારાયણ નગર તૈયાર કરાયું છે. જેમાં રોજ 22 હજાર જેટલા સ્વયંસેવકો અને 700 સંતોસેવા આપી રહ્યા છે.

ભારતીય સંસ્કૃતિ અને સંવાદિતાને વૈશ્વિક ફલકે ઉજાગર કરનાર ખરેખરના લોક હ્રદય સમ્રાટ જેને ગણવામાં આવે છે એવા પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ૯૮મી જન્મજયંતી વિક્રમ સંવત-૨૦૭૫માં તિથિ અનુસાર તા.૧૫ ડિસેમ્બર, ૨૦૧૮ના આવી રહી છે. કેલેન્ડર વર્ષ અનુસાર તા.૭ ડિસેમ્બરે આ અવસર આવી રહ્યો છે. 2018માં બ્રહ્મસ્વરુપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજના ૯૮મા જન્મોત્સવની ઉજવણીનો પ્રારંભ રાજકોટ ખાતે પરમ પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં તા.૫ ડિસેમ્બર, ૨૦૧૮થી કરવામાં આવ્યો છે.

  • મુખ્ય ઉજવણી કાર્યક્રમ તા.15મી ડિસેમ્બર 2018ના રોજ રાજકોટ ખાતે યોજાશે

વિરાટ વ્યક્તિત્વ કંઇ એમેજ નથી ખડું થયું

  • 17,000થી વધુ ગામોમાં વિચરણ
  • 2,50,000થીય વધુ ઘરોની મુલાકાત
  • 7,00,000થીય વધુ પત્રોનું લેખન
  • કરોડોની વ્યક્તિગત મુલાકાત

ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના પાંચમા ગુરુદેવ આ વિશ્વવંદનીય સંતે નિર્વ્યાજ વાત્સલ્યવર્ષામાં બાળકો, યુવાનો, વૃદ્ધો, ભણેલા કે અભણ, દેશ કે વિદેશના સૌ કોઈને ધન્ય કર્યા હતા. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાની અનેકવિધ આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિના સૂત્રધાર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કઠિન પુરુષાર્થથી એક વિરાટ ચારિત્ર્યવાન સમાજ ખડો કર્યો છે. 17,500થી વધુ ગામડાઓમાં સાદગીપૂર્ણ રીતે વિચરણ, 3,00,000થી વધુ ભક્ત નિવાસોની સ્વયં મુલાકાત, 7,00,000 ઉપરાંત પત્રોનું લેખન અને કરોડો ભક્તજનો સાથે વ્યક્તિગત મુલાકાત, આવા નકરા પુરુષાર્થને કારણે જ વિશ્વ સમાજ તેમને વંદનીય અને વિરાટ પ્રગટ બ્રહ્મસ્વરૂપ માને છે. આ મહાન સંતે સ્વયં પુરુષાર્થ કરીને અસંખ્ય લોકોનો જીવન-ઉત્કર્ષ કર્યો છે.

ભલભલી બ્રાન્ડને ટક્કર મારે એવી ખ્યાતિ અને આભા ખડી કરી અક્ષરધામની

અક્ષરધામ જેવા જગવિખ્યાત સંસ્કૃતિધામ ઉપરાંત, જગતભરમાં 1,100થી ય વધુ મંદિરોનું સર્જન કરીને શ્રી પ્રમુખ સ્વામી મહારાજએ સંસ્કૃતિનાં સનાતન સ્મારકો વિશ્વ ફલક પર વિસ્તાર્યા છે. અનેક કુદરતી આપત્તિઓ દરમિયાન ભારત અને વિશ્વના દેશોમાં તારાજ થયેલા લોકો માટે આ કરુણામૂર્તિ સંતની કરુણા સતત વહી છે અને તેમણે ધખાવેલી આ ધૂણી અવિરત અને અટલ પણે ચાલી રહી છે અને ભવિષ્યમાં પણ એ ક્યારેય બંધ નહીં થાય. સાધુતાના શિખર સમાન આ મહાન સંતની વિરાટ સિદ્ધિઓનું રહસ્ય એટલે પરમાત્માનો સાક્ષાત્કાર. અસંખ્યોએ તેમના સાંનિધ્યમાં પરબ્રહ્મની દિવ્ય અનુભૂતિ કરી છે, ઉચ્ચ અધ્યાત્મ-શિખર પ્રાપ્ત કર્યું છે.

 

પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેવા ઇચ્છતા ભાવિકો માટે ખાસ સૂચના

વિશ્વવંદનીય બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ પર્વના ઉપક્રમે આ વર્ષે ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં દિવ્યતા અને ભવ્યતાથી રાજકોટ ખાતે ઉજવાશે. આ અણમોલ અવસરનો લાભ લેવા આપ સૌને હાર્દિક નિમંત્રણ છે. આ ઉત્સવનો લાભ લેવા પધારનારા હરિભક્તોની સુવિધા સારી રીતે સચવાય તે માટે કેટલીક અગત્યની સૂચનાઓ ધ્યાનમાં લેવા વિનંતી:

  • જન્મજયંતી મહોત્સવ તા. ૧૫-૧૨-૨૦૧૮, માગશર સુદ ૮, શનિવારના રોજ સાંજે ૫:૦૦ થી ૮:૦૦ દરમ્યાન ઉજવાશે.
  • જન્મજયંતી મહોત્સવના દિવસે સૌ હરિભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા ઉત્સવ સ્થળે એટલે કે ‘સ્વામિનારાયણ નગર’માં બપોરે  ૨:00 સુધી રાખેલ છે. આ દિવસે સારંગપુર, ગઢડા કે ગોંડલમાં મહાપ્રસાદની વ્યવસ્થા થઈ શકશે નહીં.
  • જન્મજયંતી મહોત્સવની મુખ્ય સભા માટે સભાસ્થળે પ્રવેશ બપોરે ૩:00 વાગ્યા પછી પ્રાપ્ત થશે.
  • મહોત્સવના દિવસે કોઈપણ હરિભક્તે રાજકોટ મંદિરે દર્શન માટે ન જતાં સીધા જ મહોત્સવ સ્થળે પહોચવું. સભા પૂર્વે ઠાકોરજીનાં લાઈવ દર્શન સમયે સમયે થતાં રહેશે.
  • જેમને ભીડમાં તકલીફ પડે તેવા અતિવૃદ્ધ અને અશક્ત હરિભક્તો ઉત્સવમાં ન આવે એ ઇચ્છનીય છે. તેઓ મહોત્સવનું જીવંત પ્રસારણ ઘરે બેઠાં માણી શકશે.

આ જન્મજયંતી મહોત્સવમાં લાખોની સંખ્યામાં હરિભક્તો પધારવાના હોવાથી ઉતારા અંગે નીચેની સૂચનાઓ અવશ્ય ધ્યાનમાં લઈએ:

  • ગુજરાતના હરિભક્તો મહોત્સવના દિવસે નીકળી ઉત્સવ સમયે રાજકોટ પહોંચી શકશે. આથી ગુજરાતના કોઈપણ હરિભક્તો માટે ઉત્સવના દિવસે રાજકોટ, ગોંડલ, ગઢડા કે સારંગપુરમાં ઉતારાની વ્યવસ્થા થઈ શકશે નહીં, મહોત્સવની વિશાળતાને અનુલક્ષીને આ પ્રકારની વ્યવસ્થા અનિવાર્ય છે. તેથી ઉતારા માટે કોઈપણ પ્રકારનો આગ્રહ રાખવો નહીં.
  • ફક્ત પરપ્રાંત અને પરદેશના તથા વલસાડ અને તેથી દક્ષિણ વિસ્તારના હરિભક્તોને તા. ૧૪-૧૨-૨૦૧૮, શુક્રવારના દિવસે ઉતારા વિભાગ તરફથી ઉતારો પ્રાપ્ત થશે. આવનાર હરિભક્તો ઉપર જણાવેલ દિવસ કરતાં વહેલાં ન આવે તે ઇચ્છનીય છે.
  • ઉતારા માટે તા. ૧૯-૧૧-૨૦૧૮, સોમવાર સુધીમાં ઉતારા રિક્વેસ્ટ ફોર્મ ભરી સબમીટ કરવાથી આપને રજીસ્ટ્રેશનનો કન્ફર્મેશન નંબર તથા કન્ફર્મેશન ઇમેલ પણ પ્રાપ્ત થશે. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો પધારનાર હોવાથી ઉતારાની વ્યવસ્થા રાજકોટ કે આજુબાજુના વિસ્તારોમાં વ્યવસ્થા પ્રમાણે કરવામાં આવશે. આ માટે આપનું વાહન અવશ્ય સાથે રાખવું.
  • પરદેશથી અને પરપ્રાંતથી પધારનાર હરિભક્તને રાજકોટની નજીકમાં પોતાનું કે સંબંધીનું નિવાસસ્થાન હોય તો ઉતારો ત્યાં જ રાખવો. અને પરદેશ અને પરપ્રાંતથી પધારનાર હરિભક્તો ગુજરાતમાં રહેતા પોતાના સ્નેહીજનોને ઉતારા માટે પોતાની સાથે ન લાવે તે ઇચ્છનીય છે.
  • કોઈ કારણસર ઉત્સવમાં આવવાનો કાર્યક્રમ રદ થાય અથવા આવનાર વ્યક્તિઓની સંખ્યામાં ફેરફાર થાય તો ઉતારા વિભાગને વહેલી તકે અવશ્ય જાણ કરવી.

ઉતારા માટે હોટલ બુકિંગની વ્યવસ્થાઃ

જે હરિભક્તો હોટલમાં રૂમ બુક કરાવવા ઇચ્છતા હોય, તેમણે મહોત્સવ-સ્થળની નજીક આવેલી હોટલોની વિગત માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરવો. ત્યાંથી હોટલોની માહિતી મેળવ્યા બાદ આપને હોટલ સાથે સીધો વ્યવહાર કરવાનો રહેશે.

ઉતારા અંગે વિશેષ માહિતી માટે સંપર્કઃ

ઉતારા વિભાગ
ફોન નંબરઃ +91 999 899 2136
ઇમેલઃ psm98utara@gmail.com

અન્ય સૂચનાઃ

તા. ૦૫-૧૨-૨૦૧૮ થી ૧૪-૧૨-૨૦૧૮ દરમ્યાન ‘સ્વામિનારાયણ નગર’ માં પ્રાતઃપૂજાદર્શન, વિશ્વશાંતિ મહાયાગ, જીવનપ્રેરક પ્રદર્શનો, વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉદ્‌ઘોષ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ મળશે. રાજકોટ ઉપરાંત નજીકના વિસ્તારના હરિભક્તો તેનો લાભ લઈ શકશે, પરંતુ આ દિવસોમાં બહારગામના હરિભક્તો માટે ઉતારાની વ્યવસ્થા થઈ શકશે નહીં.

મહોત્સવ સ્થળઃ

‘સ્વામિનારાયણ નગર’, માધાપર-મોરબી બાયપાસ રોડ, રાજકોટ.

November 30, 2018
statue-of-unity.jpg
1min4810

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક મહિનો થઈ ચૂક્યો છે. માત્ર એક મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આવક 5.91 કરોડ નોંધાઈ છે. દરરોજ સરેરાશ 10 હજાર જેટલા લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે

182 મીટરની આ પ્રતિમા નવું પ્રવાસન સ્થળ બની ચૂકી છે.  એક અંદાજ પ્રમાણે એક મહિનામાં 2.65 લાખ જેટલા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે.  ટેન્ટ સિટી પણ લોકોને આકર્ષી રહી છે. પ્રવાસીઓની સુવિધા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બનાવવામાં આવેલા ટેન્ટ સિટીમાં પણ મહિના દરમિયાન પાંચ હજાર જેટલા પ્રવાસીઓ નોંધાયો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીને એક મહિનો પૂરો થવા પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી એક સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.

November 26, 2018
School-kids-with-heavy-bags.jpg
1min21630

વર્ષોથી નહીં દાયકાઓથી ભારતમાં ભાર વિનાનું ભણતર કરવાની વાત ચાલે છે પણ હજુ સુધી તેનો અમલ થયો નથી, બલ્કે બાળકોના, ભૂલકાઓના દફતરનું ભારણ એટલું વધી ગયું છે કે ધો.1થી 3ના બાળકોને તો નાનપણમાં જ કમરના દુખાવાની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પણ હવે સંભવ છે કે ભાર વિનાના ભણતરની અપેક્ષા સાકાર થાય તેમ છે. www.cialive.in સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન પછી કેન્દ્રના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે દફતરનું ભારણ પ્રાથમિકના ધોરણ વાર કેટલું હોવું જોઇએ તેનું માપ દર્શાવતો પરિપત્ર દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના શિક્ષણ ખાતા જોગ જારી કર્યો છે www.cialive.in અને તેનો કડકાઇથી અમલ કરાવવાની સૂચના આપી છે.

માનવ સંસાધન મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને આ ગાઇડલાઈન જાહેર કરી છે. તે હેઠળ ધોરણ પ્રમાણે સ્કૂલબેગના વજનને પણ નક્કી કરવામાં આવ્યું છે. પત્રમાં સૂચના આપવામાં આવી છે કે આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવવો જોઇએ.

  • પરિપત્રમાં જણાવાયું છે કે

  • ધો.1-2માં દફતરનું વજન દોઢ કિલોગ્રામથી www.cialive.in વધે નહીં
  • ધો.3-5માં દફતરનું વજન 2 કિલો 300 ગ્રામથી વધવું જોઇએ www.cialive.in નહીં.
  • ધો.6-7માં દફતરનું www.cialive.in વજન 4 કિલોગ્રામથી વધવું જોઇએ નહીં.
  • ધો.8-9માં દફતરનું વજન 4.6 કિલોગ્રામથી વધવું જોઇએ નહીં
  • ધો.10માં દફતરનું www.cialive.in વજન 5 કિલોગ્રામથી વધવું જોઇએ નહીં.
  • બીજી કઇ કઇ સૂચનાઓ છે સરક્યુલરમાં

  • ધો.1-2ના વિદ્યાર્થીઓને શાળાઓએ હોમવર્ક આપવું જ નહીં
  • પાંચમાં ધોરણ સુધી ભાષા અને ગણિત સિવાય www.cialive.in અન્ય વિષયો શાળાઓ દ્વારા આપવાના રહેશે નહીં.
  • શાળાઓએ એક્સટ્રા વર્ક માટેની બુક્સ, નોટબુક્સ કે અન્ય સાહિત્ય મંગાવવાનો આગ્રહ રાખવાનો નથી

કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલયે 5 ઓક્ટોબર, 2018ના રોજ આ આદેશ જાહેર કર્યો હતો. રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને આ આદેશને તાત્કાલિક અસરથી લાગુ કરવાનું કહેવામાં આવ્યું છે. www.cialive.in હવે આ સંબંધે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો તરફથી શિક્ષણ વિભાગ અને સ્કૂલોને સર્ક્યુલર જાહેર કરવામાં આવી રહ્યા છે. જોકે, હજુ સુધી ગુજરાતમાં આ અંગે સહેજ પણ ચળવળ દેખાતી નથી. અમને જે સરક્યુલર મળ્યો છે એ કેન્દ્ર શાસિત પ્રદેશના નામનો છે. પણ આવો જ પરિપત્ર ગુજરાતમાં પણ આપવામાં આવ્યો છે પણ ગુજરાત સરકાર તેને પ્રાયોરિટીમાં લેતી ન હોવાનું હાલ તુરત જણાય રહ્યું છે.

November 22, 2018
rajkot-municipal-corporatio.jpg
1min6700
  • ખેડૂતોને રૂ.13 પ્રતિ હજાર લિટરના ભાવે ટ્રીટેડ વેસ્ટ વોટર વેંચવાનો મનપા દ્વારા પ્રારંભ
  • આણંદપરના ખેડૂતોને 50 લાખ લીટરથી વધુ શુદ્ધ કરાયેલા પાણીનો જથ્થો અપાયો
  • મહાનગરપાલિકાને પ્રતિ હેક્ટરદીઠ રૂ.6,211ની આવક

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટ શહેરમાં ફેલાયેલા અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્કમાંથી વહેતા ગંદા પાણીને ટ્રીટમેન્ટ થકી ફરીથી ઉપયોગમાં લેવાય તેવું કર્યા પછી એ પાણીનો રીયુઝ સિંચાઈ માટે શરૂ કર્યો છે. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના ગવરીદડ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી આણંદપરના ખેડૂતોને 50 લાખ લીટરથી વધુ પાણીનો જથ્થો આપવામાં આવ્યો છે. ખેડૂતોને સિંચાઈ માટે પ્રતિ એક હજાર લીટરદીઠ રૂા.13ના ભાવથી પાણી આપવામાં આવી રહ્યું છે. જેથી મહાનગરપાલિકાને પ્રતિ હેક્ટરદીઠ રૂ.6,211ની આવક થશે.

રાજકોટ મનપા દ્વારા રૈયાધાર પ્લાન્ટ ખાતેથી હાલમાં ફોરેસ્ટ વિભાગને વૃક્ષારોપણ માટે દરરોજ અંદાજે 15 હજાર લીટર પાણી આપવામાં આવે છે. માધાપર પ્લાન્ટ ખાતેથી ઈશ્વરીયા મહાદેવ પિયત સહકારી મંડળી લિમિટેડ માધાપરને દરરોજ અંદાજે 17-64 હેક્ટર વિસ્તારમાં પાણી આપવામાં આવી રહ્યું છે. રોણકીની જય દ્વારકાધીશ મંડળી તેમજ આણંદપર (બાઘી) ગામના ખેડૂતો પાસેથી પણ ટ્રીટેડ વેસ્ટ વોટરની માગણીની દરખાસ્તો મળી રહી છે.

મ્યુ.કમિશનરે આ અંગે કહ્યું હતુ કે, ટ્રીટેડ વેસ્ટ વોટરના વપરાશથી ખેતીવાડીમાં નર્મદાના પાણીનો વપરાશ ઘટશે. તેનાથી ખેડૂતો અને તંત્ર બન્નેને ફાયદો થશે. નર્મદાનું પાણી લોકોને પીવા માટે મળતું રહેશે અને ખેતીમાં સિંચાઈ માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ કરવામાં આવશે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી, ફોરેસ્ટ વિભાગ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તથા ગાર્ડન શાખા પણ તમામ બગીચાઓમાં પાણી પાવા માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ કરશે તેમજ શહેરમાં જુદી જુદી જગ્યાએ ચાલતાં બાંધકામો માટે કોન્ટ્રાક્ટર્સ અને બિલ્ડર્સને પણ ટ્રીટેડ વેસ્ટ વોટર વેચવા માટેના પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવશે.

November 20, 2018
trafic.png
1min5420
  • ઝડપી ડ્રાઇવિંગ
  • ડ્રિંક ઍન્ડ ડ્રાઇવ
  • સિગ્નલ તોડવી
  • વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરવો
  • ઓવરલોડિંગ
  • કમર્શિયલ વાહનોમાં યાત્રા કરવાના ગુનાસર
  • ડ્રાઇવરોના લાઇસન્સને ત્રણ મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવશે

મહારાષ્ટ્રમાં જો તમે ગાડી ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરતાં પકડાયા તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ત્રણ મહિના સુધી સસ્પેન્ડ થઇ શકે છે. મહારાષ્ટ્ર પોલીસના ટ્રાફિક વિભાગે રાજ્યમાં પરિપત્ર જાહેર કરીને એ પ્રમાણે કાર્યવાહી કરવા માટે સ્થાનિક પોલીસને જાણ કરી છે. ગુજરાત સરકાર ટ્રાફિકના નિયમો તોડતા લોકો સામે શેહશરમ રાખી રહી છે અથવા તો પોલીસ ભ્રષ્ટાચાર આચરીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક હાથે કામ લેતી નથી.

હાઇવે ડીસીપી રુપાલી ઓંબુરેએ આ અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે પરિપત્ર નો અમલ હાલમાં મુંબઇ-પુણે એક્સપ્રેસ, મુંબઇ-અમદાવાદ એક્સપ્રેસ અને મુંબઇ-નાશિક હાઇવે પર અમલ કરવામાં આવી રહ્યો છે, તેમાં પણ મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર સૌથી વધુ નિયમોનો ભંગ થઇ રહ્યો હોવાથી અત્યાર સુધી 60 કરતાં વધુ કેસ નોંધાયા છે અને નિયમોનો ભંગ કરનારાના લાઇસન્સને જપ્ત કરીને સ્થાનિક આરટીઓમાં મોકલવામાં આવશે અને અમુક પ્રક્રિયા બાદ તેમના લાઇસન્સને ત્રણ મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવશે.

મુંબઇ-પુણે એક્સપ્રેસ, મુંબઇ-અમદાવાદ એક્સપ્રેસ અને મુંબઇ-નાશિક હાઇવે પર અમલ

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં છ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો સ્થાનિય આરટીઓ (રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ) દ્વારા ત્રણ મહિના સુધી લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. આ પરિપત્રમાં ઝડપી ડ્રાઇવિંગ, ડ્રિંક ઍન્ડ ડ્રાઇવ, સિગ્નલ તોડવી, વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરવો, ઓવરલોડિંગ, કમર્શિયલ વાહનોમાં યાત્રા કરવાના ગુનાસર ડ્રાઇવરોના લાઇસન્સને ત્રણ મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવશે આ ઉપરાંત દંડ પણ ફટકારવામાં આવશે.

તેમાં મુંબઇ-પુણે એક્સપ્રેસ, મુંબઇ-અમદાવાદ એક્સપ્રેસ અને મુંબઇ-નાશિક અને અન્ય હાઇવે પર આ નિયમો લાગૂ કરવામાં આવી રહ્યા છે. તેમાંય અત્યાર સુધી આ જીઆર અંતર્ગત સૌથી વધુ એટલે કે 60 કેસ મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર નોંધાયા હતાં. મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર આ સંબંધિત ‘ઝીરો ટોલરન્સ’ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં અન્ય હાઇવે પર પણ લાગુ કરવામાં આવશે.

હાઇવે એસપી વિજય પાટીલના જણાવ્યા મુજબ ત્રણ વર્ષ પહેલા તૈયાર કરવામાં આવેલા આ પરિપત્રને હાલ સુધી લાગૂ કરાયો નહોતો, પણ દંડ ભરનારા લોકો પર તેની અસર થતી ન હોવાને કારણે નિયમોને તોડનારા લોકોને દંડ ફટકારવાની સાથે લાઇસન્સ સસ્પેન્ડ કર્યા બાદ ત્રણ મહિના સુધી ડ્રાઇવિંગથી દૂર રહેવું પડશે તો નિયમનો ભંગ કરનારા લોકોને પાઠ ભણાવી શકીશું.

November 19, 2018
mahiti2.jpg
1min6780
  • ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના સંયુકત ઉપક્રમે ‘‘ડીજીટલ યુગમાં પત્રકારત્વના સિધ્ધાંતો અને પડકારો’’ વિષય પર સેમિનાર યોજાયોઃ
  • મીડિયા સમાજના સંદેશાવાહક, ચોકીદાર અને શિક્ષકની ત્રિવિધ ભૂમિકા ભજવી રહ્યું છે: સામાજિક અગ્રણી કાનજીભાઈ ભાલાળા
  • ડીજીટલ મીડિયાના યુગમાં આજે પણ અખબારોની વિશ્વસનીયતા ટકી રહી છેઃ નિવૃત્ત સંયુકત માહિતી નિયામક
  • અનેક પડકારો વચ્ચે સમાજના વૈચારિક વિકાસ માટે ઝઝુમતા પત્રકારો સમાજને દિશા દર્શન કરવાની સરાહનીય ફરજ બજાવે છેઃ ભાવસિંહ રાઠવા
ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના સંયુકત ઉપક્રમે પ્રેસ-ડેની ઉજવણીના ભાગરૂપે ‘‘ડીજીટલ યુગમાં પત્રકારત્વના સિધ્ધાંતો અને પડકારો’’ વિષય પર પ્રિન્ટ/ઈલેકટ્રોનિકસ અને ડીજીટલ મીડિયાના તંત્રીશ્રી/પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં ચેમ્બર કોમર્સના સમૃધ્ધિ હોલ ખાતે સેમિનાર યોજાયો હતો.
              આ પ્રસંગે સામાજિક અગ્રણી અને વરાછા બેન્કના ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળાએ મીડિયા સામેના પડકારો વિષે વિસ્તૃત અને રસપ્રદ જાણકારી આપતાં જણાવ્યું હતું કે, માનવ જીવન પડકારો અને સંઘર્ષોનો સરવાળો છે. લોકશાહીનો ચોથો સ્થંભ ગણાતા મીડિયા જગતમાં પડકારોની ભરમાર છે.  સમયની સાથે લોકમાનસ, લોકાભિગમ અને મીડિયાની કાર્યશૈલીમાં નિરંતર પરિવર્તન આવતું રહ્યું છે. ૧૫મી ઓગસ્ટ આઝાદી અને ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે રાષ્ટ્રીય ચેતનાનું પર્વ છે, એ જ રીતે નેશનલ પ્રેસ ડે મીડિયા ક્ષેત્રનું ઉત્તરદાયિત્વ નિભાવવાનું અને આવનારા પડકારો સામે સુસજ્જ બનવાની પ્રેરણા આપતું પર્વ હોવાનું શ્રી ભાલાળાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, સમાજજીવનને ધબકતું રાખવા, લોકસમસ્યાઓનો પડઘો પાડવા મીડિયાના પ્રહરીઓ પારિવારિક અને સામાજિક જીવનની કુરબાની આપે છે. ડીજીટલ વેબ અને સોશ્યલ મીડિયાના જમાનામાં આજે પણ એક વર્ગ એવો છે જેમની સવાર અખબાર વાંચ્યા પછી જ પડતી હોય છે. જ્યાં સુધી માનવીનું અસ્તિત્વ છે, ત્યાં સુધી  અખબારોને કોઈ ઊની આંચ નહિ આવે એમ તેમણે દ્રઢતાથી જણાવ્યું હતું.
સમાજના અભિન્ન અંગ એવા અખબારોનો વિકલ્પ મળવો મુશ્કેલ છે એમ જણાવી તેમણે પત્રકાર એ સમાજનો સંદેશવાહક, ચોકીદાર હોવા સાથે જ એક શિક્ષકની ભૂમિકા પણ ભજવી રહ્યો છે, ત્યારે પત્રકારે લોકમાનસનું ઘડતર કરવાની જવાબદારી નિભાવવી પડશે. પોતાની શ્રેષ્ઠ શક્તિઓના ઉપયોગ વડે હાથ પર લીધેલા કાર્યને દીપાવવું જોઈએ. કર્તવ્યનું પાલન કરવું એ જ સાચો ધર્મ છે એ સૂત્રને આત્મસાત કરી પત્રકારે જનહિતને સર્વોપરી ગણી અખબારી ધર્મ નિભાવવો જોઈએ એમ ઉમેર્યું હતું.
         શ્રી ભાલાળાએ વાંચન ખુબ જરૂરી હોવાનું જણાવી કહ્યું કે, પત્રકાર એક ઉત્તમ વાંચક હોવો જોઈએ, અને બહોળું વાંચન જ તેના લખાણમાં ઊંડાણ જન્માવે છે. સમાજના વિવિધ વર્ગોના વિચારો, અભિપ્રાયોને, વર્તમાન સામાજિક-રાજનૈતિક પ્રણાલીને નિષ્પક્ષતાથી રજૂ કરતા મીડિયા માટે ધાર્મિક સંસ્થાઓ અથવા રાજકીય શક્તિઓ તરફથી ભય ઊભો થઇ રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. માહિતી વિસ્ફોટના આ યુગમાં સાચા અને અર્થપૂર્ણ સમાચારોથી લોકોને વાકેફ કરી લોકમાનસનું ઘડતર કરવાની દિશામાં પત્રકારોએ આગળ પડતી ભૂમિકા ભજવવી પડશે. મીડિયા પાસે અભિવ્યક્તિની તાકાત છે, પરંતુ દરેક અધિકાર અને પાવર સાથે વિશેષ જવાબદારીઓ પણ જોડાયેલી હોય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા હોવી જરૂરી છે, તે સાથે સ્વતંત્રતાનો મર્યાદાપૂર્વકનો ઉપયોગ પણ જરૂરી છે એમ તેમણે જણાવી ઉપસ્થિત સૌ મીડિયાકર્મીઓને પ્રેસ દિનની શુભકામનાઓ પાઠવી હતી.
               નિવૃત સંયુકત માહિતી નિયામકશ્રી સેસિલ ક્રિસ્ટીએ જણાવ્યું હતું કે, ડીજીટલ યુગમાં પ્રિન્ટ અને ઈલેકટ્રોનિકસ મીડિયા સામે અનેક પડકારો રહેલા છે. ડીજીટલ મીડિયામાં સમાચારની સત્યતાનો અભાવ વર્તાય છે તેની સામે અખબાર વાંચવાથી જ સમાચારની વિશ્વનિયતતા નક્કી થાય છે. આમ અખબારોએ પોતાની વિશ્વસનીયતા ટકાવી રાખવી પડશે. ડીજીટલ યુગમાં પોલિટીકલ પાર્ટીઓ રોજે રોજ એક બીજાની તરફેણ- વિરૂધ્ધમાં સમાચારોનું પ્રસારણ કરતા હોય છે. લોકોને સનસનાટી ભર્યા સમાચારો ગમે છે જેને સોશ્યલ અને ડીજીટલ મીડિયા પોષે છે પરંતુ કોઈપણ ન્યુઝની સત્યતાની ચકાસણી કરીને ત્યાર બાદ જ રજુ કરવામાં આવે તે જરૂરી છે.
આ વેળાએ પ્રશ્નોત્તરી કરતા શ્રી કાનજીભાઈ ભાલાળા અને શ્રી સેસિલ ક્રિસ્ટીએ ઉપસ્થિત તંત્રીશ્રી- પત્રકારોએ ફેક ન્યુઝ, અખબારી મૂલ્યો, પત્રકારની સજ્જતા, સોશ્યલ મીડિયાના પ્રભાવ પર પૂછેલા પ્રશ્નોના માહિતીપ્રદ ઉત્તરો આપ્યા હતા.
           આ પ્રસંગે સંયુક્ત માહિતી નિયામકશ્રી ભાવસિંહ રાઠવાએ પ્રેસ કાઉન્સિલની ભૂમિકા આપી હતી. શ્રી રાઠવાએ ઉપસ્થિત તંત્રી/પ્રતિનિધિશ્રીઓને આવકારતાં કહ્યું કે, પ્રેસ કાઉન્સિલ સમાજને ઉપયોગી અને સાચી હકીકત ઉજાગર કરતા પત્રકારોને પ્રેરણા આપવાનું કાર્ય સુપેરે નિભાવી સમાજના જાગૃત પ્રહરી, નીડર મીડિયાના હિતોનું રક્ષણ કરવાની ભૂમિકા અદા કરે છે. અનેક પડકારો વચ્ચે સમાજના વૈચારિક વિકાસ માટે ઝઝૂમતાં પત્રકારો પોતાની ફરજ અહર્નિશ બજાવી સમાજનું દિશાદર્શન કરવાની સરાહનીય ફરજ બજાવી રહ્યા હોવાનું શ્રી રાઠવાએ જણાવ્યું હતું.
       સ્વાગત પ્રવચન નાયબ માહિતી નિયામકશ્રી એમ.એસ.વળવી તથા આભારવિધિ સહાયક માહિતી નિયામકશ્રી આર.આર.તડવીએ આટોપી હતી.
સેમિનારનું રસાળ શૈલીમાં સંચાલન કરતા ચિત્રલેખાના યુવા પત્રકારશ્રી ફૈસલ બકીલીએ જણાવ્યું કે, ડીજીટલ યુગના પ્લેટફોર્મના ઉપયોગ સાથે મીડીયા જગતમાં હરીફાઇ વધવાની સાથે તેની સામે પડકાર પર એટલા જ ઊભા થયા છે, જેથી સમાચારની સત્યતા જાળવવી એટલી જ કપરી બની રહી છે. જેથી ડીજીટલ યુગમાં કોઈ પણ અખબાર કે ન્યુઝ ચેનલ માટે વિશ્વનીયતા સૌથી અગત્યની છે. અને વિવેકભાન સાથે સમાજને આયનો બતાવવાનું કાર્ય થાય તે જરૂરી છે હોવાનું જણાવ્યું હતું. સમગ્ર સેમિનારનું સફળ આયોજન માટે સહાયક માહિતી નિયામકશ્રી સહાયક માહિતી નિયામકશ્રી ઉમેશ બાવીશા, માહિતી મદદનીશશ્રી મહેન્દ્ર વેકરીયા, સહાયક અધિક્ષકશ્રી અક્ષય દેસાઈ, શ્રી પરેશ ટાપણીયાએ જહેમત ઉઠાવી હતી.
               ઉલ્લેખનીય છે કે, અખબારી જગત સાથે સંકળાયેલી સંસ્થા “પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા” ની ૧૬મી નવેમ્બર,૧૯૫૬ ના દિવસે સ્થાપના થઇ હતી. પ્રેસ કાઉન્સીલના જન્મ દિવસને પ્રત્યેક વર્ષ સંભારણારૂપે ઉજવવા અને મીડિયાની સમાજમાં સંનિષ્ઠ લોકપ્રહરીની ભૂમિકાથી સમાજને અવગત કરાવવા માટે વર્ષ ૧૯૯૭માં ૧૬મી નવેમ્બરને નેશનલ પ્રેસ ડે રૂપે ઉજવવાનો નિર્ણય લેવાયો અને ત્યારથી સમગ્ર ભારતમાં આ દિવસની પ્રેસ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે.
November 18, 2018
government_gujarat.jpg
1min4830
  • 45 તાલુકા માટે 1300 કરોડનું વિશેષ પેકેજ
  • તાલુકા દીઠ 28થી 30 કરોડની સહાય
  • વિશેષ પેકેજથી 10 લાખ ખેડૂતોને લાભ થશે
  • 250થી 300 મી.મી. વરસાદવાળા 14 તાલુકાના ખેડૂતોને હેક્ટરદીઠ 6300 રૂપિયા સહાય
  • 350થી 400 મી.મી. વરસાદવાળા 19 તાલુકાના ખેડૂતોને હેક્ટરદીઠ 5400 રૂપિયા સહાય
  • આર્થિક મદદ સીધી ખેડૂતોના બૅંક ખાતામાં જમા થશે

 

રાજ્ય સરકારે 51 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા બાદ અન્ય તાલુકાના ખેડૂતોએ પણ સરકાર પાસે મદદ માગી હતી ત્યારે રાજ્ય સરકારે 51 તાલુકા ઉપરાંત અન્ય બીજા 45 તાલુકા માટે વિશેષ પેકેજની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર વધુ 45 તાલુકાને આર્થિક મદદ કરશે.

400 મિલીમિટરથી ઓછા વરસાદવાળા વધુ 45 તાલુકાને મદદ કરાશે. 250થી 300 મી.મી. વરસાદવાળા 14 તાલુકાના ખેડૂતોને હેક્ટરદીઠ 6300 રૂપિયા સહાય કરાશે. જ્યારે 350થી 400 મી.મી. વરસાદવાળા 19 તાલુકાના ખેડૂતોને હેક્ટરદીઠ 5400 રૂપિયા સહાય કરવામા આવશે. નવા ખાસ પેકેજ અંતર્ગત વધુમાં વધુ બે હેક્ટર સુધી લાભ મળશે. બે હેક્ટરથી વધુ જમીન ધારકોને લાભ મળશે નહીં. સરકારે આ 45 તાલુકા માટે 1300 કરોડનું વિશેષ પેકેજ જાહેર કર્યું છે. તાલુકા દીઠ 28થી 30 કરોડની સહાય કરવામાં આવશે. આ વિશેષ પેકેજ આજથી જ લાગુ પડશે. ખેડૂતો આજથી જ નોંધણી કરાવી શકશે. જેમાં એક વખત જ લાભ મળી શકશે જ્યારે અછતગ્રસ્ત 51 તાલુકાઓને 1લી ડિસેમ્બરથી જુન માસ સુધી લાભ મળશે. આમ રાજ્યમાં કુલ મધ્યમ અને ઓછા વરસાદવાળા 96 તાલુકાને સહાય કરાશે. આર્થિક મદદ સીધી ખેડૂતોના બૅંક ખાતામાં જમા થશે.

મુખ્ય પ્રધાને તમામ કામને મંજૂરી આપી દીધી છે. વધુ 45 તાલુકામાં ધોરાજી, બેચરાજી, ઉપલેટા, ધારી, ચુડા, વઢવાણ, લાઠી, મહેસાણા, કડી, પાદરા,જસદણ, સાણંદ, વડનગર, દાંતીવાડા, ગાંધીનગર, અમીરગઢ, ટંકારા, સિદ્ધપુર, બાબરા, ધોરાજી, લાલપુર, ઉમરાળા, ગોંડલ, આમોદ, કલોલ સહિતના તાલુકાનો સમાવેશ થાય છે. આ વિશેષ પેકેજથી 10 લાખ ખેડૂતોને લાભ થશે.

November 10, 2018
dadi.jpg
1min8350

જે ઉંમરે લોકો આરામ કરવાનું પસંદ કરે છે, તે ઉંમરે એક મહિલા રોજ 35 કિલોમીટર સાઈકલ ચલાવે છે. આમ તો વાત વિશ્વાસ ન થાય તેવી છે પરંતુ 85 વર્ષના વિજયલક્ષ્મી અરોરા છેલ્લા 50 વર્ષથી આ કામ કરતા આવે છે. એટલું જ નહીં તેમની દિનચર્યામાં ચાલવાનું પણ સામેલ છે.

છત્તીસગઢના બસ્તર સંભાગના હાટકચોરા વિસ્તારમાં રહેતા વિજયાલક્ષ્મીના લગ્ન 1952માં આયુર્વેદિક ડોક્ટર સુદર્શનપાલ અરોરા સાથે થયા હતા. સુદર્શન બૈલાડીલામાં પ્રેક્ટિસ કરતા હતા. 1968માં જ્યારે વિજયલક્ષ્મી બીમાર પડ્યા તો સુદર્શન તેમને ગોરખપુર સ્થિત આરોગ્યધામમાં લઈ ગયા. અહીં ડોક્ટર કે કે મોદીએ તેમને નિયમિત કસરત કરવાની સલાહ આપી.  બસ તે દિવસ અને આજની ઘડી સાઈકલને જ તેમણે સલેહી બનાવી લીધી. ત્યારથી શરૂ થયેલી સાઈકલ યાત્રા આજે 85 વર્ષની ઉંમરે પણ ચાલુ છે.

સાઈકવાલી દાદી વિજયલક્ષ્મી સવારે 4 વાગે ઉઠે છે. સવારે 5થી 7નો સમય તેમણે ચાલવા માટે રાખ્યો છે. પછી નાસ્તો અને એક કલાકનો આરામ. પછી ફરી નીકળી પડે છે સાઈકલ લઈ. બપોરે ઘરે આવીને ભોજન કરે છે. સાંજ સુધી આરામ અને ફરી ચાલવાનું શરૂ.  આ રીત સવાર સાંજ વૉકિંગ અને 35 કિલોમીટરની સાઈકલ જ તેમની તંદુર્સીતનો મંત્ર છે.

35 વર્ષની ઉંમરે એક વખત બીમાર શું પડ્યા, કે તંદુરસ્તીની કિંમત સમજાઈ ગઈ. અને વિજયલક્ષ્મી અરોરા એ દિવસ પછી ક્યારેય બીમાર નથી પડ્યા. આ ઉંમરે પણ તમામ દાંત સલામત છે. શરૂઆતમાં તો તેમને આ ઉંમરે સાઈકલ ચલાવતા પૌત્ર-પૌત્રી, પાડોશી, વહુ તમામ લોકોએ ના પાડી. તેમની હાંસી કરી, પરંતુ વિજયાલક્ષ્મી ન માન્યા. આજે તે આખા ગામના રોલ મોડેલ છે. બાળકો તેમને સાઈકલવાળી દાદીના નામથી ઓળખે છે.

વિજયલક્ષ્મીના પત્ની તો સ્વર્ગવાસી થઈ ચૂક્યા હતા. તેમના 65 વર્ષના પુત્રનું પણ એકાદ વર્ષ પહેલા નિધન થયું હતું. શરૂઆતમાં તેમની પુત્રવધુ અને બાળકો સાઈકલ ચલાવવાની ના પાડી આરામ કરવાનું કહેતા હતા. પરંતુ વિજયલક્ષ્મીની જીદ સામે કોઈ ન ટક્યા. આજે તે પોતાના પરિવારની સાથે આખા વિસ્તારના રોલમોડેલ બની ચૂક્યા છે.