Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
‘રોકેટ વુમન’ તરીકે ઓળખાતા સ્પેસ સાયન્ટિસ્ટ રિતુ કરિધાલ શ્રીવાસ્તવ આ મિશનને ફ્રન્ટથી લીડ કરી રહ્યાં છે
ચંદ્રયાન-3ના ઉતરાણની જવાબદારી મહિલા વૈજ્ઞાનિક રિતુ કરિધાલને સોંપવામાં આવી છે. ચંદ્રયાન 3 ના મિશન ડિરેક્ટર તરીકે રિતુ કરિધાલ તેમની ભૂમિકા ભજવશે. લખનઉમાં રહેતી રિતુ વિજ્ઞાનની દુનિયામા ભારતીય મહિલાઓની વધતી ધાકનું ઉદાહરણ છે. મંગળયાન મિશનમાં પોતાનું કૌશલ્ય દર્શાવનાર રિતુ ચંદ્રયાન-3 સાથે સફળતાની બીજી ઉડાન ભરશે. અગાઉના મિશનમાં તેમની ભૂમિકાને ધ્યાનમાં રાખીને રિતુ કરિધાલ શ્રીવાસ્તવને આ જવાબદારી સોંપવામાં આવી છે. રિતુ મંગળયાન મિશનના ડેપ્યુટી ઓપરેશન ડાયરેક્ટર રહી ચૂક્યા છે. લખનૌની દીકરી રિતુ ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેમણે ચંદ્રયાન-મિશન 2માં મિશન ડિરેક્ટરની જવાબદારી સંભાળી હતી.
રિતુની કારકિર્દી સિદ્ધિઓથી ભરપૂર છે
રિતુ કરિધાલનો ઉછેર લખનૌમાં થયો છે. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં એમએસસી કર્યું છે. વિજ્ઞાન અને અવકાશમાં રસ જોઈને રિતુએ પછી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોરમાં એડમિશન લીધું. આ પછી રિતુએ ઈસરોમાં નોકરી શરૂ કરી. એરોસ્પેસમાં નિષ્ણાત રિતુની કારકિર્દી સિદ્ધિઓથી ભરપૂર રહી છે. રિતુને 2007માં યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ પણ મળ્યો છે. વિવિધ મિશનમાં તેમની ભૂમિકા માટે દેશના અગ્રણી અવકાશ વૈજ્ઞાનિકોમાં તેમનું નામ સામેલ છે. રિતુને ‘રોકેટ વુમન’ પણ કહેવામાં આવે છે.
રિતુએ ઘણા મિશનમાં મહત્વની ભૂમિકા ભજવી છે
રિતુએ તેમનું સ્કૂલિંગ નવયુગ ગર્લ્સ કોલેજમાંથી કર્યું છે. રિતુએ લખનૌ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું છે. રિતુએ વર્ષ 1997માં ISRO સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. રિતુ કરિધાલે મિશન મંગળયાન અને મિશન ચંદ્રયાન-2માં મહત્વની ભૂમિકા ભજવી હતી. નાનપણથી જ તેમને અવકાશ અને અવકાશ વિજ્ઞાનમાં રસ હતો. રિતુને મળેલા પુરસ્કારોની યાદી તેમની સિદ્ધિઓ જેટલી લાંબી છે. ડૉ એપીજે અબ્દુલ કલામ યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ, માર્સ આર્બિટર મિશન માટે ISRO ટીમ એવોર્ડ, ASI ટીમ એવોર્ડ, સોસાયટી ઓફ ઈન્ડિયન એરોસ્પેસ ટેક્નોલોજી એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા એરોસ્પેસ વુમન એચિવમેન્ટ એવોર્ડ મેળવનાર રિતુ તેમની ધગશ અને કામ પ્રત્યેના જુસ્સા માટે વખણાય છે.
– કાઉન્ટડાઉન શરૂ, ઈસરોના આ મહત્ત્વકાંક્ષી મૂન મિશન પ્રોજેક્ટ ચંદ્રયાન 3ને શ્રી હરિકોટા સ્થિત અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ કરાશે
– ભારતના આ ત્રીજા મૂન મિશનમાં વૈજ્ઞાનિકોએ ચંદ્રની સપાટી પર લેન્ડરનું ‘સોફ્ટ લેન્ડિંગ’ કરવાનું લક્ષ્ય રાખ્યું છે
દેશના ત્રીજા મૂન મિશન ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચંદ્રયાન 3 શુક્રવાર (14 જુલાઈ) ના રોજ શ્રીહરિકોટા સ્થિત કેન્દ્રથી લોન્ચ કરવામાં આવશે. આ મૂન મિશન વર્ષ 2019ના ચંદ્રયાન 2નું ફોલો-અપ મિશન છે. ભારતના આ ત્રીજા મૂન મિશનમાં વૈજ્ઞાનિકોએ ચંદ્રની સપાટી પર લેન્ડરનું ‘સોફ્ટ લેન્ડિંગ’ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ‘ચંદ્રયાન-2’ મિશન દરમિયાન અંતિમ ક્ષણોમાં લેન્ડર ‘વિક્રમ’ પાથના વિચલનને કારણે ‘સોફ્ટ લેન્ડિંગ’ કરી શક્યું ન હતું. જો દક્ષિણ ધ્રૂવ પર ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લેન્ડ કરશે તો ભારત આ સિદ્ધી મેળવનાર વિશ્વનો પ્રથમ દેશ બની જશે.
ચંદ્રયાન 3 શુક્રવારે બપોરે 2.35 કલાકે લોન્ચ થવાનું છે. ઈસરોના વડા એસ. સોમનાથે જણાવ્યું કે, લોન્ચ થયા બાદ ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષામાં જશે અને પછી ધીમે ધીમે ચંદ્ર તરફ આગળ વધશે. અમે આશા રાખીએ છીએ કે બધું સારું થઈ જશે અને 23 ઓગસ્ટે અથવા તેના પછી કોઈપણ દિવસે ઉતરશે.
ચંદ્ર પર લેન્ડિંગમાં ફેરફાર થઈ શકે છે
ચંદ્રયાન-3નું ચંદ્ર પર ઉતરાણ 23-24 ઓગસ્ટના રોજ રાખવામાં આવ્યું છે, પરંતુ ત્યાં સૂર્યોદયની સ્થિતિને જોતા તેમાં ફેરફાર થઈ શકે છે. જો સૂર્યોદયમાં વિલંબ થાય છે, તો ISRO ઉતરાણનો સમય વધારી શકે છે અને સપ્ટેમ્બરમાં કરી શકે છે.
ઓર્બિટર ચંદ્રયાન-3 સાથે નહીં જાય
ચંદ્રયાન-2ની જેમ ચંદ્રયાન-3માં પણ લેન્ડર અને રોવર મોકલવામાં આવશે પરંતુ તેમાં ઓર્બિટર નહીં હોય. કારણ કે અગાઉના ચંદ્ર મિશનનું ઓર્બિટર હજુ પણ અવકાશમાં કામ કરી રહ્યું છે.
ISROનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ
ISROનો મહત્વકાંક્ષી ચંદ્રયાન પ્રોજેક્ટ શુક્રવારે LVM3M4 રોકેટ સાથે અવકાશમાં જશે. આ રોકેટને પહેલા GSLVMK3 કહેવામાં આવતું હતું. અવકાશ વિજ્ઞાનીઓ ભારે સાધનો વહન કરવાની ક્ષમતાને કારણે તેને ‘ફેટ બોય’ પણ કહે છે. ઓગસ્ટના અંતમાં ‘ચંદ્રયાન-3’નું ‘સોફ્ટ લેન્ડિંગ’ કરવાની યોજના બનાવાઈ છે.
જો મિશન સફળ થશે તો ભારત ભરશે હરણફાળ
જો આ મિશન સફળ થશે તો ભારત અમેરિકા, ચીન અને ભૂતપૂર્વ સોવિયત સંઘ જેવા દેશોની ક્લબમાં સામેલ થઈ જશે જેમણે આવી સિદ્ધિ હાંસલ કરી છે. ISRO એ ગુરુવારે (13 જુલાઈ) એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘LVM3M4-ચંદ્રયાન-3 મિશન: આવતીકાલે (શુક્રવાર-14 જુલાઈ) 14.35 કલાકે (2:35 PM) પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
મેડીકલ ડેન્ટલમાં નેશનલ ક્વોટાનું એડમિશન પણ શરૂ થયું નથી, વાલીઓ વિદ્યાર્થીઓને વિલંબ થવા અંગેની કોઇ જાણકારી અપાતી ન હોઇ, અનેક તર્કવિતર્ક
મેડીકલ-પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે લેવામાં આવતી સિંગલ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ (અન્ડર ગ્રેજ્યુએટ) 2023ની પરીક્ષાનું પરીણામ ગઇ તા.13મી જૂન 2023ના રોજ જાહેર થયું હતું. એ પછી આજે તા.12મી જુલાઇ બરાબર એક મહિનો પૂરો થઇ ચૂક્યો છે પરંતુ, હજુ સુધી ગુજરાત સરકારની એડમિશન કમિટીએ મેડીકલ, પેરામેડીકલ, આયુર્વેદિક, હોમિયોપેથીમાં પ્રવેશની કામગીરી શરૂ કરી નથી. નીટ યુજીનું પરીણામ જાહેર થયાના મહિના સુધી કેમ પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી રહી એ અંગે રાજ્ય સરકાર કે એડમિશન કમિટી તરફથી સત્તાવાર રીતે કોઇપણ જાણકારી કે કારણ જાહેર કરવામાં આવ્યા નથી. પરીણામ પ્રવેશવાંચ્છુ વિદ્યાર્થીઓ અને વાલીઓની ધીરજ ખૂટી રહી છે. અનેક વિદ્યાર્થીઓ નિરાશા અને હતાશા અનુભવી રહ્યા છે. ગુજરાતમાં તો ઠીક પણ ઓલ ઇન્ડીયા ક્વોટાની 15 ટકા બેઠકો માટે પણ પ્રવેશ કાર્યવાહીનું પ્રથમ પગથીયું ગણાતી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પણ શરૂ કરવામાં નથી આવી.
કેટલાક વાલીઓમાં એવી પણ માન્યતા ઘર કરી ગઇ છે કે વિદેશી યુનિવર્સિટીઓના ઇશારે ગુજરાતમાં મેડીકલ પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ કાર્યવાહીમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. મેડીકલ અભ્યાસ કરવા માટે વિદેશમાં જતા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ ગુજરાતીઓની હોય છે, આથી નીટમાં 400થી નીચે સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓ ઝડપથી વિદેશી યુનિવર્સિટીઓમાં પ્રવેશ કન્ફર્મ કરાવવા માંડે એ માટે ગુજરાતમાં વિલંબ કરવામાં આવી રહ્યો હોવાનું જણાય રહ્યું છે. ગુજરાત સરકારની એડમિશન કમિટીએ પ્રવેશ કાર્યવાહી ક્યારે શરૂ થશે તેની પણ કોઇ સ્પષ્ટતા કરી નથી કે નથી વિલંબ અંગેનું કોઇ કારણ વાલીઓને જણાવી રહ્યા કે નથી એડમિશન કમિટીની વેબસાઇટ પર કોઇ માહિતી મૂકવામાં આવતી.
એડમિશન કમિટીની વેબસાઇટ પર છેલ્લા પંદર દિવસથી એક નોટીસ મૂકવામાં આવી છે કે એડમિશન પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. આમ, મેડીકલ અને પેરામેડીકલ કોર્સમાં કોઇપણ ચોક્કસ માહિતીના અભાવે પ્રવેશ ઇચ્છુક વાલીઓ અને વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરવાય રહ્યા છે.
MBBS Rules Change 2023
આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના તા.૦૨/૦૬/૨૦૨૩ ના ગેઝેટ મુજબ MBBS, BDS, BAMS & BHMS ના સ્નાતક કોર્સ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી પ્રવેશ નિયમોમાં થયેલ સુધારાની સંક્ષિપ્ત નોંધ
MBBS, BDS, BAMS & BHMS કોર્સીસમાં દરેક સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓની ગવર્મેન્ટ ક્વોટા (GQ) ની ૮૫% બેઠકોમાં તથા સ્વનિર્ભર સંસ્થાઓની ગવર્મેન્ટ ક્વોટા (GQ) ની ૭૫% બેઠકો માં ૧૦% બેઠકો આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે અનામત રાખવામાં આવશે.
અનામત કેટેગરીના તમામ ઉમેદવારોને અનામત બેઠકો પર પ્રવેશ આપ્યા પછી, અનામત કેટેગરીની ખાલી રહેતી બેઠકો બિન અનામત શ્રેણીની બેઠકોમાં ટ્રાન્સફર કરવાપાત્ર હોય છે. આ પ્રક્રીયા બીજા રાઉન્ડ પછી જ કરવામાં આવશે. દા.ત. NRI કવોટા થી Managemant ક્વોટા તથા SC, ST, SEBC, EWS થી General (Open) કેટેગરી અને PwD થી જે તે કેટેગરીમાં.
આ વર્ષથી ક્લોઝરનો નિયમ રદ કરવામાં આવે છે. (અગાઉના રાઉન્ડમાં આપે ચોઈસ ભરી હોય કે ન ભરી હોય ક્લોઝરના નિયમ મુજબ અગાઉના રાઉન્ડમાં પ્રવેશ મળવાપાત્ર સંસ્થાઓમાં પછી નાં રાઉન્ડમાં પ્રવેશ ફાળવવામાં આવતો “ન” હતો, હવેથી અગાઉ મળવાપાત્ર સંસ્થાઓમાં પણ પ્રવેશ ફાળવવામાં આવશે.)
Office of the MCC, DGHS, New Delhi અને આરોગ્ય મંત્રાલય, નવી દિલ્હીની સૂચના મુજબ સ્ટેટ કાઉન્સેલિંગના કુલ ચાર રાઉન્ડ થશે.
કેન્સેલેશન નાં નિયમમાં સુધારો કરવામાં આવેલ છે. ઉમેદવારનો પ્રવેશ રદ માત્ર એડમીશન કમીટી દ્વારા જ નિર્ધારીત સમય મર્યાદામાં જ કરવામાં આવશે.
‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૩’
ભારતમાં પ્રથમ વખત ટેક્ષ્ટાઇલ પ્રોસેસિંગ મીલ અને ડાઇંગ ઇન્ડસ્ટ્રી માટે એફલુએન્ટ વોટર રિસાયકલિંગ સિસ્ટમ સીટેક્ષમાં લોન્ચ કરાશે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા સુરત ટેક્ષમેક ફેડરેશનના સંયુકત ઉપક્રમે આગામી તા. ૮, ૯ અને ૧૦ જુલાઇ, ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૩’નું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા યોજાતા સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’શ્રેણીનું આ આઠમું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી આ પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ શહેરના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકઝીબીશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળશે. ‘સીટેક્ષ– ર૦ર૩’એ કાપડની કવોલિટી અપગ્રેડ કરી વધુમાં વધુ એક્ષ્પોર્ટ કરવાની દિશામાં મહત્વનું યોગદાન આપશે, જે ઉત્પાદતામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે. મને આનંદ છે કે, આ પ્રદર્શનના આયોજનમાં સુરત ટેક્ષમેક ફેડરેશન સહયોગી બન્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, જેમાં ગુજરાત રિજનમાંથી રૂપિયા ૮૪૦૦૦ કરોડનો બિઝનેસ જીડીપીમાં આપવાનો સંકલ્પ કરી તે દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. વડાપ્રધાને, દેશના ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન ડોલરના એક્ષ્પોર્ટનો લક્ષ્યાંક આપ્યો છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત સુરત સહિત સમગ્ર ગુજરાતમાંથી એક્ષ્પોર્ટ વધારી શકાય તે માટેના પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સ, તમામ ઔદ્યોગિક એસોસીએશનોને સાથે લઈને આગળ વધશે. જેથી કરીને ભારતને વિશ્વમાં સૌથી મોટી ત્રીજી ઇકોનોમી બનાવવાની દિશામાં યોગદાન આપી શકાય.
ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ એક્ષ્પોનો ઉદ્ઘાટન સમારોહ શનિવાર, તા. ૮ જુલાઇ, ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તથા ઉદ્ઘાટક તરીકે ભારતના કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહેશે અને તેમના હસ્તે એકઝીબીશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉદ્ઘાટન સમારોહમાં ટેક્ષ્ટાઇલ મંત્રાલયના એડિશનલ ટેક્ષ્ટાઇલ કમિશનર એસ.પી. વર્મા અને અલિધરા ટેક્ષટુલ એન્જીનિયર્સ પ્રા.લિ.ના ચીફ મેનેજિંગ ડિરેકટર હંસરાજ એ. ગોંડલિયા અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ભારતના કેન્દ્રિય કાપડ મંત્રી પીયુષ ગોયલે વર્ષ ર૦૩૦ સુધીમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને રપ૦ બિલિયન યુએસ ડોલર સુધી લઇ જવા તથા દેશમાંથી ટેક્ષ્ટાઇલના એક્ષ્પોર્ટને ૧૦૦ બિલિયન યુએસ ડોલર સુધી લઇ જવા માટે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને હાકલ કરી છે ત્યારે ચેમ્બર દ્વારા યોજાનાર સીટેક્ષ એકઝીબીશન આ દિશામાં સફળ થવા માટે ચોકકસપણે ભૂમિકા ભજવશે.
આ પ્રદર્શનની મુલાકાત માટે અત્યાર સુધીમાં ર૦ હજારથી વધુ વિઝીટર્સ દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. જેમાં સુરત સહિત સમગ્ર ગુજરાત તથા દેશભરના વિવિધ રાજ્યોના ટેક્ષ્ટાઇલ વ્યાપારીઓ, ઉદ્યોગકારો અને ઉદ્યોગ સાહસિકોનો સમાવેશ થાય છે. દેશમાં કાપડની જે મોટી મંડીઓ છે ત્યાંથી ટેક્ષ્ટાઇલ વ્યાપારીઓનું ગૃપ તથા ડેલીગેશન્સ પણ સીટેક્ષ એક્ષ્પોની મુલાકાતે આવવાના છે.
ચેમ્બરના ઓલ એકઝીબીશન્સના ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, જર્મની ખાતે એક્ષ્પોર્ટ કરાતા તેમજ ત્યાં બીએમડબ્લ્યુ કારમાં જે ફેબ્રિકસનો ઉપયોગ કરવામાં આવે છે એ ફેબ્રિકસનું ઉત્પાદન જે વિવિંગ મશીન પર થાય છે એ મશીનરી પણ સીટેક્ષ એક્ષ્પોમાં પ્રદર્શિત કરાશે. હાઇ સ્પીડ હેવી ડેન્સીટી ફેબ્રિકસ બનાવતી આ મશીનરીનો લાઇવ ડેમો પ્રદર્શનમાં જોવા મળશે. મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટથી ભારતમાં જ બનતા ૧૦૦૦ આરપીએમ સ્પીડ ધરાવતું ‘આર્મી’ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન તથા ફકત ૯.પ ફૂટની હાઇટમાં ચાલતું એકમાત્ર ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન કે જે આજ સુધીમાં અંદાજિત ૧૦ હજારથી પણ વધુ મશીન સુરતમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે તેવી મશીનરીઓનું પ્રદર્શન કરાશે.
આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારની માંગને પહોંચી વળવા તથા એક્ષ્પોર્ટની ‘વિસ્કોસ’ જેવી કવોલિટીનું ડિફેકટલેસ કાપડ બનાવવા માટેનું સ્પેશિયલી તૈયાર કરાવવામાં આવેલું ૧૦૦૦ થી વધુ આરપીએમની સ્પીડ ધરાવતું એરજેટ મશીન પણ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.
નીચે મુજબની અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
– મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટથી ભારતમાં જ બનતા ૧૦૦૦ આરપીએમ સ્પીડ ધરાવતું ‘આર્મી’ ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન – ફકત ૯.પ ફૂટની હાઇટમાં ચાલતું એકમાત્ર ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન – ‘વિસ્કોસ’ જેવી કવોલિટીનું ડિફેકટલેસ કાપડ બનાવવા માટેનું સ્પેશિયલી તૈયાર કરાવવામાં આવેલું ૧૦૦૦ થી વધુ આરપીએમની સ્પીડ ધરાવતું ચાઇનીઝ એરજેટ મશીન – એરજેટ ડોબી વીથ ડબલ બીમ રનીંગ ૭પ૦ આરપીએમ – સુપર હાઇસ્પીડ ટીએફઓ – એરજેટ JDF9100 plus ન્યુ હાઇ સ્પીડ મશીન – વોટરજેટ JDF408 plus સ્પીડ upto 550 મશીન
સીટેક્ષ એક્ષ્પોના ચેરમેન સુરેશ પટેલે જણાવ્યું હતું કે, સરસાણા સ્થિત ‘સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૧.૩૦ લાખ સ્કવેર ફૂટમાં પ્રદર્શન યોજાશે. પીલરલેસ એસી હોલમાં ૬૦ વધુ એકઝીબીટર્સ દ્વારા અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓનું પ્રદર્શન કરાશે. આ પ્રદર્શનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેક્ષ્ટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, એમ્બ્રોઇડરી એન્ડ બ્રીડીંગ મશીનરી તથા એસેસરીઝ, ટેક્ષ્ટાઇલ એન્જીનિયરીંગ, ટેકિનકલ ટેક્ષ્ટાઇલ સંબંધિત મશીનરી, પોઝીશન અને ડિજીટલ પ્રિન્ટીંગ મશીન અને એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે. આથી અમને તમામ સેકટર્સના એકઝીબીટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે.
ભારતમાં પ્રથમ વખત ટેક્ષ્ટાઇલ પ્રોસેસિંગ મીલ અને ડાઇંગ ઇન્ડસ્ટ્રી માટે એફલુએન્ટ વોટર રિસાયકલિંગ સિસ્ટમ લોન્ચ કરાશે, લાઇવ ડેમો આપવામાં આવશે
ભારતમાં પ્રથમ વખત ટેક્ષ્ટાઇલ પ્રોસેસિંગ મીલ અને ડાઇંગ ઇન્ડસ્ટ્રી માટે ઇ.ડી.આર. સિસ્ટમ લોન્ચ કરવામાં આવશે. એફલુએન્ટ વોટર રિસાયકલિંગ ઝેડએલડી પ્લાન્ટ પ્રથમ વખત ભારતમાં લોન્ચ કરવામાં આવશે અને તેનું લોન્ચીંગ સીટેક્ષ એક્ષ્પોમાં કરવામાં આવશે. આ પ્રદર્શનમાં ભારતમાં પ્રથમ વખત ઇલેકટ્રોનિકની સાથે ચાલનારા શટલ લુમનું પણ પ્રદર્શન કરવામાં આવશે. આ શટલ લુમ પર ડિફેકટ લેસ ચાર કલરનું ફેબ્રિક બને છે. સાથે જ બોર્ડર ઉપર બ્રાન્ડ નેમ પણ પ્રિન્ટ કરે છે. આ લુમ પર પેન ડ્રાઇવ થકી વિવિંગ ડિઝાઇન પણ ઓટોમેટિકલી બદલાય છે, જેને સરળતાથી ઓપરેટ કરવામાં આવે છે.
સુરત ટેક્ષમેક ફેડરેશનના પ્રમુખ મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આ એકઝીબીશનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી, એસેસરીઝ મેન્યુફેક્ચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, ઈલેક્ટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, પોઝીશન પ્રિન્ટીંગ મશીન, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, હીટ ટ્રાન્સફર મશીન, હોટ ફિકસ મશીન, ટીએફઓ તેમજ એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે.
એક્ષ્પોર્ટ ઓપોર્ચ્યુનિટીઝ માટે સેમિનાર યોજાશે, ઉદ્યોગકારોને માર્ગદર્શન અપાશે
સીટેક્ષ એકઝીબીશન દરમ્યાન રવિવાર, તા. ૯ જુલાઇ ર૦ર૩ ના રોજ સાંજે ૪:૦૦ કલાકે એકઝીબીશનના સ્થળે જ એક્ષ્પોર્ટ ઓપોર્ચ્યુનિટીઝ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યાર્ન, ફેબ્રિક, જરી, એપરલ, મશીનરી, ફર્નિશિંગ વગેરેનું એક્ષ્પોર્ટ કરનારા નિર્યાતકારોની કેસ સ્ટડી ઉદ્યોગકારો સમક્ષ મુકવામાં આવશે. જેના કારણે નવા એક્ષ્પોર્ટર તૈયાર કરવાની દિશામાં મોટું કામ થશે. આ ઉપરાંત સુરતથી એક્ષ્પોર્ટ વધારવા માટે ઉદ્યોગકારોને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવશે.

કિરણ મેડીકલ કોલેજને એમબીબીએસની 150 સીટ સાથે માન્યતા
આ વર્ષે 150 સીટ અને આવતા વર્ષથી એમબીબીએસની 200 સીટ પર ગુજરાત સરકાર એડમિશન ફાળવશે
રાજ્યમાં સૌથી વધુ બાયોલોજીના વિદ્યાર્થીઓ ધરાવતા સુરત શહેરમાં ચાલુ વર્ષથી જ ત્રીજી મેડીકલ કોલેજ શરૂ થઇ જશે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે આજે સુરતના વરીયાવ ખાતે કિરણ મેડીકલ કોલેજને ફર્સ્ટ એમબીબીએસની 150 સીટ સાથે ચાલુ વર્ષથી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટેની મંજૂરી આપી છે.
વધુ માહિતી આપતા કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણી તેમજ કિરણ મેડીકલ કોલેજના ડીન ડો.આર.ડી. પટેલે જણાવ્યું હતું કે કેન્દ્રના આરોગ્ય વિભાગે આ વર્ષથી એમબીબીએસની 150 સીટ તેમજ આગામી વર્ષથી ફર્સ્ટ એમબીબીએસની 200 સીટની માન્યતા આપી છે. ગુજરાત સરકારની મેડીકલ એડમિશન કમિટીને પણ સૂચના આપી દેવામાં આવી છે કે સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન કમિટીમાં સુરતની ત્રીજી મેડીકલ કોલેજ તરીકે કિરણ હોસ્પિટલની 150 સીટો પર પ્રવેશાર્થીઓની ફાળવણી કરવામાં આવે. કિરણ મેડીકલ કોલેજમાં 150 સીટ પૈકી 75 ટકા સીટ સ્ટેટ ક્વોટા તેમજ 25 ટકા સીટમાં અનુક્રમે 10 ટકા મેનેજમેન્ટ ક્વોટા અને 15 ટકા સીટ એન.આર.આઇ. ક્વોટા તરીકે પ્રવેશ આપવામાં આવશે. મેડીકલ કોલેજની સાથે કિરણ હોસ્પિટલનું જોડાણ રહેશે. મેડીકલ કોલેજ વરીયાવ મુકામે ચાલશે તેમજ વિદ્યાર્થીઓ કિરણ હોસ્પિટલમાં પ્રેક્ટીકલ તાલિમ મેળવશે. એમબીબીએસ અભ્યાસક્રમની સાથે આગામી વર્ષથી એમ.ડી. તેમજ એમ.એસ.ના માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમો પણ કિરણ મેડીકલ કોલેજ ખાતે શરૂ કરવામાં આવશે.
વધુમાં સુરત શહેરમાં સરકારી મેડીકલ કોલેજ, સ્મીમેર મેડીકલ કોલેજ પછી હવે ત્રીજી મેડીકલ કોલેજના સ્વરૂપમાં કિરણ મેડીકલ કોલેજ આગામી ઓગસ્ટ માસથી કાર્યરત થઇ જશે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં સુરતની ત્રણ, નવસારી, વલસાડ, ભરૂચ અને સેલવાસની એક-એક મળીને મેડીકલ કોલેજોની સંખ્યા 7ની થઇ ગઇ છે.
સુરતમાં આવેલી સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી ખાતે 2023માં પહેલા રાઉન્ડમાં પ્રવેશનું એલોટમેન્ટ થઇ ગયું છે. પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં કઇ બ્રાન્ચમાં કઇ કેટેગરીમાં પહેલો પ્રવેશ કેટલા રેન્ક અને છેલ્લો પ્રવેશ કેટલા રેન્કથી મળ્યો તેની માહિતી અત્રે રજૂ કરી છે.
પ્રવેશાર્થીઓને માલૂમ થાય કે હજુ પાંચ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા બાકી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.