CIA ALERT

Blog - Page 655 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
August 17, 2018
tataagiyaribandra.jpg
1min18740

પારસીઓનું નવું વર્ષ ગણાતા પતેતી પર્વે આજે દેશભરમાં પારસી બિરાદરોએ પરિવાર સમેત પતેતીની ઉજવણી કરી હતી. તેમણે પોતાના પરિવારજનો, સગાસબંધીઓને પતેતીની શુભકામનાઓ પાઠવી હતી.

ભારતમાં પારસી કોમ્યુનિટીમાં શિર્ષસ્થ ગણાતા ઉદ્યોગપતિ તાતા પરિવારના રતન તાતાએ પણ મુંબઇના બાંદ્રા ખાતે આવેલી ટાટા અગિયારી ખાતે પતેતીની શુભકામનાઓ પાઠવતા ઉજવણી કરી હતી. જે તસ્વીરમાં દ્શ્યમાન છે.

August 17, 2018
DSC_2612-1280x859.jpg
1min8740

સુરતઃ પાંચ વર્ષના કિંડરગાર્ટનમાં વિહાર કરતાં બાળકોને સ્વતંત્રતા, આઝાદી, સમાનતા, ન્યાય અને ભાઇચારાની વિભાવનાઓને કેવી રીતે સમજાવી શકાય?

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે વિશેષ અને અનોખા પ્રકારે તેના વિદ્યાર્થીઓને આઝાદીના લડવૈયાઓના રૂપમાં સજ્જ કરી સમજાવ્યું હતું કે ભારતને આઝાદી અપાવવામાં આ દરેકની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે, જે આઝાદીનો આજે તેઓ આનંદ માણી રહ્યાં છે.

જે પાત્રને તેઓ ભજવવા ઇચ્છતા હોય તે ચરિત્રની પસંદગી કરવા માટે બાળકોને કહેવામાં આવ્યું હતું અને શાળા દ્વારા બાળકોને આ તમામ હિરો સાથે સંબંધિત બહાદુરી અને બલિદાનની ઐતિહાસિક કથાઓ સાથે માહિતગાર કર્યા હતા. સ્ટેજ પર આવતા દરેક બાળક આપણા રાષ્ટ્રીય નેતાઓની ભાવનાઓને પ્રભાવિત અને ફેલાવ કરતા જણાતા હતા. વંદે માતરમ્, મેરા ભારત મહાન, ઇસ્ટ ઓર વેસ્ટ ઇન્ડિયા ઇસ ધ બેસ્ટ, અચ્છે દિન જરૂર આયેંગે જેવા નારાઓ નિશ્ચિતરૂપથી આત્મવિશ્વાસનું નિર્માણ કરે છે અને આપણે આપણા રાષ્ટ્રની મહાનતામાં ફાળો આપવાનું ચાલુ રાખવું જોઈએ અને ભાઇચારાતથા એકતા સાથે જીવવું જોઈએ.

72માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પર ભારતને ઇકોલોજીકલ પતનમાંથી મુક્ત કરવાની મહત્વતા પણ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને નોન-રિસાઇકલિંગ પ્લાસ્ટિક માટે ના કહેવા માટે પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી.

આ ભવ્ય સવારનો એક વચન સાથે પૂર્ણ થઇ કે આઝાદીના ભાવના હર હંમેશા માટે દરેક ભારતીયના હૃદયમાં જીવંત રહે. જય હિંદ..!

-x-x-x-x-

August 17, 2018
t1-1280x853.jpg
1min9130

હાર્ટ્સ એટ વર્કની ટિમ અને ગ્રામજનોએ મળી કાર્યક્રમને સફળ બનાવ્યો

સુરત : ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાનાસંકલ્પ સાથેઆગળ વધી રહેલા સુરતના યુવા ઉદ્યોગપતિ અને ગ્રીનમેન તરીકે ઓળખ ઉભી કરનાર વિરલ સુધીરભાઈ દેસાઈ અને તેમની સંસ્થા હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા બારડોલી તાલુકાના મોતા ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ખુદ વિરલસુધીરભાઈ દેસાઈ અને તેમની ટિમ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોના સહયોગથી મોતા ગામનારોકડીયા હનુમાન મંદિર તેમજ સૈયુદકાકા મંદિર પરિસરમાં 350 છોડો વાવ્યા હતા.આકાર્યક્રમ દરમિયાન તાપ્તી કિડ્સના પ્રતિનિધિ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી 3જી સપ્ટેમ્બરના રોજ ગ્રીનોથોન-ઈચ વન-પ્લાંટ વન કાર્યક્રમની તેમને જાહેરાત કરી હતી. જ્યારે ગામના અગ્રણી કિરણભાઈ દેસાઈએ ગ્રીનમેન અને યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઈ અને તેમની ટીમની પ્રસંશા કરવા સાથે જણાવ્યું હતું કે કોઈ ઉદ્યોગપતિ દ્વારા તેમના ગામમાં આ રીતે પર્યાવરણ સંરક્ષણ માટેની પહેલી કરવામાં આવી છે તે ખરે ખર આવકારદાયક છે.

ઉલ્લેખનીય છે કે યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઈ ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાના સંકલ્પને સાકારિત કરવાઅત્યાર સુધી વિવિધ જગ્યાએ 18,800 વૃક્ષોનું રોપણ કરી ચુક્યા છે.

-x-x-x-

August 17, 2018
tiranga.jpg
1min6400

અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્રારા આયોજીત 1100 મીટર લાંબા તિરંગા યાત્રા વખતે ડ્રોનનો ઉપયોગ કરવા ઉપરાંત ડ્રોનને એટલી ભયજનક ઉંચાઇએ ઉડાડ્યું કે સુરત એરપોર્ટ પર આવી રહેલા પ્લેનના પાઇલોટની નજરમાં આવ્યું હતું અને પ્લેન પાઇલોટે એર ટ્રાફિક કન્ટ્રોલરને જાણ કરતા મામલો ગરમાયો હતો. તેના રિપોર્ટને આધારે જ તિરંગા યાત્રાના આયોજક અને ડ્રોનના માલિક સામે પોલીસે ગુનો નોંધી બનેંની અટકાયત કરી છે.

સુરતમાં 72માં સ્વાંત્તત્ર્ય વર્વની ઉજવણીમાં ડ્રોનનો ઉપયોગ કરવાનું  બે લોકોને ભારે પડ્યું હતું, પોલીસે એર ક્રાફુટની કલમ 11 મુજબ ગુનો નોંધી બેની અટકાયત કરી હતી.અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ પંદરમી ઓગસ્ટના રોજ 1,100 મીટરના રાષ્ટ્રધ્વજ સાથે ઐતિહાસિક તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં એરપોર્ટના વિસ્તારમાં 1 હજાર મીટરથી વધુ ઉંચાઈ પર ડ્રોન ઉડાડવા બદલ યાત્રાના આયોજક તેમજ ડ્રોનના માલિક સામે ઉમરા પોલીસ મથકમાં એર ક્રાફ્ટની કલમ 11 મુજબ ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે બન્નેની અટકાયત કરી છે.

અગ્રવાલ વિકાસ ટ્રસ્ટની આ યાત્રા એરપોર્ટની નજીક, ઉધના મગદલ્લા રોડ અને સુરત ડુમસ રોડને જોડતા વાય જંક્શન પર પહોંચી ત્યારે ત્યાં 1 હજાર ફૂટથી વધુ ઉંચાઈ પર ડ્રોન કેમેરો ઉડાડવામાં આવ્યો હતો. રન-વે વિસ્તારમાં આ રીતે એક હજારથી વધુ ઉંચાઈ પર કોઈ પણ વસ્તુ ઉડાડવાથી અકસ્માત સર્જાઈ શકે છે તે જાણતા હોવા છતાં આ રીતે ડ્રોન ઉડાડવા બદલ ડ્રોનના માલિક કમલ રમણ પટેલ અને તિરંગા યાત્રાના આયોજકોમાંથી એક રાહુલ ઓમપ્રકાશ અગ્રવાલ સામે એર ક્રાફ્ટની કલમ 11 તેમજ પોલીસ કમિશનરની જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાયો હતો.

August 17, 2018
paes.jpg
1min6010

એશિયન ગેમ્સના પાંચ ગોલ્ડ સહિત કુલ આઠ ચંદ્રક જીતનાર ટેનિસ ખેલાડી લિયેન્ડર પેસ આગામી એશિયાડમાંથી નીકળી ગયો છે. પોતાને ડબલ્સ માટેનો સ્પેશિયલિસ્ટ જોડીદાર આપવાને બદલે નબળો પર્ફેાર્મન્સ ધરાવતા સુમીત નાગલ સાથે રમવાનું કહેવામાં આવતાં પેસે આ નિર્ણય લીધો છે.

August 17, 2018
712649-atal-bihari-vajpayee-1.jpg
1min10570

 

1942 : ભારત છોડો ચળવળમાં જોડાયા, સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન જેલવાસ.

1951 : અગાઉના જનસંઘના સ્થાપક-સભ્ય.

1957 : જનસંઘના નેતા બન્યા, 1957માં લોકસભામાં ચૂંટાયા.

1962 : રાજ્યસભામાં ચૂંટાયા.

1968 : ભારતીય જનસંઘના પ્રમુખ (1968-1973)

1975 : કટોકટી દરમિયાન ઘરમાં નજર કેદ રખાયા.

1977 : પ્રથમ બિન કૉંગ્રેસી વિદેશ પ્રધાન બન્યા.

1979 : સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પ્રથમવાર હિન્દીમાં યાદગાર ભાષણ.

શ્યામા પ્રસાદ મુખરજીના મૃત્યુએ પત્રકાર વાજપેયીને રાજકારણી બનાવ્યા

દેશના મહાન વડા પ્રધાનોમાંના એક અને દિગ્ગજ રાજનેતા અટલ બિહારી વાજપેયી એક સફળ પત્રકાર પણ હતા. પોતાની કરિયરના પ્રારંભિક તબક્કામાં વાજપેયી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પત્રકાર હતા. અટલજીના રાજકારણમાં પ્રવેશવા પાછળ એક પ્રેરણાદાયક ઘટના છે.

એક સ્કૂલ ટીચરના ઘરે જન્મેલા વાજપેયીએ પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ પત્રકારત્વમાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેમણે રાષ્ટ્રધર્મ, પાંચજન્ય અને વીર અર્જુન જેવાં અખબારો-મૅગેઝિનોનું સંપાદન કર્યું. નાનપણથી જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા અને આ સંગઠનની વિચારધારાની અસરને કારણે જ તેમનામાં દેશ માટે કંઈ કરી છૂટવાની, સામાજિક કાર્ય કરવાની ભાવના પ્રબળ બની હતી. આના માટે પત્રકારત્વ યોગ્ય માર્ગ જણાતાં તેઓ પત્રકાર બની ગયા.

વાજપેયીના પત્રકારમાંથી રાજકારણી બનવા પાછળ એક મહત્ત્વની ઘટના કારણભૂત હોવાનું કહેવાય છે. આ સંદર્ભે ખુદ વાજપેયીએ તેમના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું.

ઈન્ટરવ્યૂમાં વાજપેયીએ જણાવ્યું હતું કે પત્રકાર તરીકે તેઓ પોતાની ફરજ યોગ્ય રીતે બજાવી રહ્યા હતા. 1953માં ભારતીય જનસંઘના નેતા ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી કાશ્મીરને વિશેષ દરજ્જો આપવાના વિરોધમાં હતા. જમ્મુ-કાશ્મીરમાં લાગુ કરાયેલી પરમિટ સિસ્ટમનો વિરોધ કરવા ડૉ. મુખરજી શ્રીનગર ગયા. પરમિટ સિસ્ટમ અનુસાર કોઈ પણ ભારતીયને જમ્મુ-કાશ્મીરમાં વસવાની મંજૂરી નહોતી. એટલું જ નહીં, બીજા રાજ્યની કોઈ પણ વ્યક્તિએ જમ્મુ-કાશ્મીરમાં જવા માટે સાથે ઓળખપત્ર રાખવાનું ફરજિયાત હતું. આનો વિરોધ કરી રહેલા ડૉ. મુખરજી પરમિટ સિસ્ટમ તોડી શ્રીનગર પહોંચી ગયા.

આ ઘટનાને કવર કરવા પત્રકાર તરીકે વાજપેયી પણ તેમની સાથે ગયા હતા. ઈન્ટરવ્યૂમાં વાજપેયીએ જણાવ્યું હતું કે પત્રકાર તરીકે હું તેમની સાથે હતો, પરંતુ તેમની ધરપકડ બાદ અમેે બધા પાછા આવી ગયા હતા. ડૉ. મુખરજીએ મને કહ્યું કે વાજપેયી, જાઓ અને દુનિયાને જાણ કરો કે હું કાશ્મીરમાં આવ્યો છું, એય કોઈ પરમિટ વગર.

આ ઘટનાના થોડા દિવસ બાદ જ નજરકેદમાં રહેલા ડૉ. મુખરજીનું બીમારીને કારણે નિધન થયું હતું. આ ઘટનાની વાજપેયી પર ખાસ્સી અસર થઈ. તેમને લાગ્યું કે ડૉ. મુખરજીના કામને આગળ ધપાવવું જોઈએ. પરિણામે તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. 1957માં તેઓ પહેલી વાર સંસદસભ્ય બની લોકસભા પહોંચ્યા હતા.

1980 : પ્રમુખ, ભાજપ (1980-1986)

1984 : પોતાના વતન ગ્વાલિયરમાંથી લોકસભાની ચૂંટણીમાં હાર.

1992 : પદ્મવિભૂષણ ખિતાબની નવાજેશ.

1994 : લોકમાન્ય ટિળક પુરસ્કાર અને પંડિત ગોવિંદ વલ્લભ પંત એવૉર્ડ (શ્રેષ્ઠ સંસદસભ્ય)

1996 : વડા પ્રધાન બન્યા પણ તેમની સરકાર માત્ર 13 દિવસ રહી.

1998 : એનડીએ સત્તા પર આવતાં બીજી વાર વડા પ્રધાન બન્યા.

1998 : તેમની સરકારે મે, 1998માં પોખરણમાં સફળ અણુપરીક્ષણ કર્યું.

1999 : ફેબ્રુઆરી 1999માં પાકિસ્તાન સુધી બસ સેવા શરૂ કરી તેમના આપ્રયાસને બં દેશ વચ્ચેની પડતર સમસ્યાના નિરાકરણ માટે વાટાઘાટના નવા યુગના મંડાણ તરીકે વ્યાપક આવકાર મળ્યો.

ભારતે કારગિલ યુદ્ધ જીત્યું. ભારતની ધરતી પરથી ઘૂસણખોરોની પીછે હઠ કરવાની પરિસ્થિતિ ઊભી કરવાના સફળ પ્રયાસ બદલ સરાહના.

1999માં: 13 ઍપ્રિલે તેમની સરકારે વિશ્ર્વાસનો મત ગુમાવતાં રાજીનામું આપ્યું.

1999માં: તેમના પક્ષ અને યુતિ પક્ષને ફરી સત્તા મળતાં 13 ઑક્ટોબરે ત્રીજીવાર વડા પ્રધાનના હોદ્દે શપથ લીધા.

2001 : આગ્રા શિખર પરિષદમાં મુશર્રફ સાથેની મંત્રણા પડી ભાંગી.

2002 : પહેલીવાર સંસદના સંયુકત સત્ર બોલાવ્યા.

2004 : તેમનો પક્ષ ચૂંટણીમાં હાર્યો.

2005 : રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત.

ડિસેમ્બર 25, 2014માં વાજપેયીના 90મા જન્મદિને ‘સુસાશન દિન’ તરીકે ઉજવણી કરાઈ.

માર્ચ 27, 2015- દેશના સર્વોચ્ચ ખિતાબ ભારત રત્નની નવાજેશ.

August 17, 2018
child.png
1min11110

બાળકો અને સગીરોને ગેરકાયદે અમેરિકા લઈ જવાના રૅકેટના કથિત સૂત્રધારને મુંબઈ પોલીસે ગુજરાતના અમદાવાદ શહેરમાંથી પકડી પાડ્યો હતો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આરોપી રાજેશ ઘમેલાવાલા (54) અને આ રૅકેટમાં સંડોવાયેલા શંકાસ્પદો માગ અનુસાર બાળકોને કથિત રીતે અમેરિકા મોકલાવતા હતા.

અંધેરીના વર્સોવા ખાતેના એક સલૂનમાં મેકઅપ માટે લાવવામાં આવેલી 11 અને 16 વર્ષની બે છોકરીને માર્ચ મહિનામાં પોલીસે છોડાવ્યા બાદ આ રૅકેટનો પર્દાફાશ થયો હતો. તે સમયે છોકરીઓ સાથે હાજર ચાર જણ અમીર ખાન (36), તજુદ્દીન ખાન (48), અફઝલ શેખ (38) અને રિઝવાન ચોટાની (39)ની ધરપકડ કરવામાં આવી હતી. છોડાવાયેલી બન્ને છોકરી ગુજરાતની વતની હતી.

ધરપકડ કરાયેલા ચાર આરોપીની પૂછપરછમાં રૅકેટના સૂત્રધાર તરીકે ઘમેલાવાલાનું નામ પ્રકાશમાં આવ્યું હતું. બે છોકરીને ગેરકાયદે અમેરિકા મોકલવાના પ્રયાસના કેસમાં તેને ફરાર જાહેર કરાયો હતો.

આરોપીઓએ આપેલી માહિતીને આધારે પોલીસની ટીમ ગુજરાતના અમદાવાદ શહેર પહોંચી હતી. 11 ઑગસ્ટે તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને 18 ઑગસ્ટ સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઈ હોવાનું વર્સોવા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર રવીન્દ્ર બડગુજરે જણાવ્યું હતું.

ઘમેલાવાલાની અગાઉ 2007માં પાસપોર્ટ સંબંધિત કેસમાં ધરપકડ કરાઈ હતી. 2007થી ચાલતા આ રૅકેટમાં અત્યાર સુધીમાં 300 બાળકને અમેરિકા મોકલવામાં આવ્યા હોવાના અહેવાલ અંગે ઝોન-9ના ડેપ્યુટી પોલીસ કમિશનર પરમજીત સિંહ દહિયાએ જણાવ્યું હતું કે 300 બાળકોને મોકલવાની માહિતી ક્યાંથી આવી તેની અમને જાણ નથી. આ આંકડો અમે આપ્યો નથી. અમારા કેસમાં માત્ર બે બાળકનો ઉલ્લેખ છે, એવું તેમણે જણાવ્યું હતું.

બાળકદીઠ 45 લાખ રૂપિયા વસૂલવામાં આવતા હોવાના અહેવાલ અંગે દહિયાએ જણાવ્યું હતું કે બાળક માટે આરોપીઓ કેટલાક રૂપિયા લેતા હતા તે અંગે તપાસ ચાલી રહી છે.

August 16, 2018
images.png
1min11040

લિમિટેડ ઇન્કમ ગ્રુપમાંથી આવેલાં માબાપ બે પાંદડે થતાં જ વિચારે છે કે તેમને જે નથી મળ્યું એ તેમનાં સંતાનોને આપવું. આ કારણે જ તેમને પોતાનાં સંતાનોને છૂટછાટ આપવાનો શોખ થાય છે. તેમનું માનવું હોય છે કે તેમનાં સંતાનોને જે જોઈએ એ બધું જ મળવું જોઈએ, પણ એમાં એક્સ્ટ્રીમ બને ત્યારે તેમની આંખ ઊઘડે છે અને ત્યારે એમાંથી બચવાનો કોઈ માર્ગ નથી રહેતો. તમારે આપવું જ છે તો એવી ચીજો આપો જેથી તેની ઉન્નતિ થાય. તેને દુનિયા દેખાડો, કુદરત બતાવો; પણ મોટા ભાગના લોકો બાળકોને લઈને વિદેશ જાય તો ડિઝનીલૅન્ડ બતાવે. ત્યાંથી કઈ બ્રૅન્ડની કઈ ચીજો ખરીદી એને તેઓ મહત્વ આપે છે. તમારા સંતાનને તમે છૂટછાટ આપો એ પહેલાં એનો ઉપયોગ તેણે કેવી રીતે કરવો એ શીખવો.

આજકાલની આ જનરેશન-નેક્સ્ટના ઉદ્ધાર માટે જેમ તેના પેરન્ટ્સ જવાબદાર છે એવી જ રીતે આ નવી જનરેશનના ઉત્થાન માટે પણ આ જ મા-બાપ જવાબદાર છે. મા-બાપ એવું માની રહ્યા છે કે બાળકોને સુવિધા આપવાથી તેમને પ્રેમ કરીએ છીએ એવો આડકતરો મેસેજ મળશે, સાથોસાથ આ સુવિધા તેના વિકાસમાં પણ મહત્વનો ફાળો ભજવશે; પણ હકીકત કંઈક જુદી બની જાય છે. સુખ, સગવડ અને સુવિધાઓથી છકી ગયેલાં બાળકો એવી ભૂલ કરી બેસે છે જેના કારણે તેમનું ભવિષ્ય અંધકારમય બની જાય છે.

આજની જનરેશનના મોટા ભાગના પેરન્ટ્સ એવું ધારી લે છે કે જો બાળકોની ઇચ્છા પૂરી નહીં કરીએ તો તેમને ગુમાવવાનો વારો આવશે, પણ સવાલ એ છે કે બાળકોની ઇચ્છા પૂરી કર્યા પછી પણ જો તેને સંસ્કાર અને સૌમ્યતાની દૃષ્ટિએ ગુમાવવાનાં હોય તો શું કરવું? આ એક યક્ષપ્રશ્ન છે અને એનો ઉત્તર કદાચ કોઈ પાસે નથી.

ટીનેજ સમયે બ્રેઇનમાં જે ચેન્જિસ આવે છે એ બહુ મહત્વના છે. ચારથી પાંચ વર્ષના આ ગાળામાં જો તમે તેને તેની મર્યાદાઓ ન સમજાવી શકો તો તેઓ આલ્કોહૉલ, સેક્સ, ડ્રગ્સના રવાડે ચડી જાય છે. સામાન્ય રીતે માતા-પિતામાં એવો ઍટિટ્યુડ હોય છે કે તેમનો છોકરો તો કંઈ ખોટું કરે જ નહીં. આવા ખોટા વિશ્વાસમાં રહેવાની કોઈ મા-બાપે જરૂર નથી

કેટલાંક માબાપનું માનવું હોય છે કે મારાં બાળકોને બધું જ મળવું જોઈએ એટલે તેઓ બધી છૂટછાટો આપે છે, પણ તેમના સંતાનની એ એજ નથી કે સારું-ખોટું સમજી શકે કે એ ન કરવા પોતાની જાતને રોકી શકે. ઘણાં માબાપ કહે છે કે મારો દીકરો તો ૧૪ વર્ષે ડ્રાઇવિંગ શીખી ગયો, પણ તેમણે તેને એ ન કહ્યું કે કાયદા મુજબ ૧૮ વર્ષ પહેલાં ડ્રાઇવિંગ ન કરી શકાય. દીકરો પરીક્ષામાં નાપાસ થયો એનો તેમને વાંધો નથી હોતો, પણ ડ્રાઇવિંગ આવડ્યું એટલે જાણે બહુ મોટું કામ કરી લીધું એવું તેમને લાગે છે. સેક્સની બાબતમાં પણ આજકાલ હવે રિસ્ટ્રિક્શન તેમની તરફથી પણ નથી રહ્યાં. આવી કેટલીક વાતો તેમની નજરે ચડે તો પણ તેઓ આંખ આડા કાન કરે છે. તેમને લાગે છે કે આ તો બધા કરે છે.

અતિશય બિઝી રહેતા પેરન્ટ્સનો વાંક વધુ હોય એવું મને લાગે છે. કૉમ્પિટિશન અને મની-ઓરિયેન્ટેડ પપ્પા આખો દિવસ બિઝનેસમાં વ્યસ્ત હોય છે અને મમ્મી શૉપિંગ, પાર્ટી અને ક્લબમાંથી ફ્રી નથી થતી એટલે તેમનું ટીનેજ કે ફ્રેશ-યંગ કહેવાય એવું અઢાર-ઓગણીસ વર્ષનું બાળક કઈ દિશામાં જાય છે એની તેમને ખબર નથી હોતી. મેં એ પણ જોયું છે કે સંતાન ટાઇમ ન આપવો પડે એ માટે અમુક પેરન્ટ્સ તો બાળકની ડિમાન્ડ એક જ સેકન્ડમાં પૂરી કરી નાખે છે. તેઓ એવું ધારી લે છે કે ડિમાન્ડ પૂરી કરવાથી બાળક પોતે માગેલી ચીજવસ્તુમાં બિઝી રહેશે અને પોતે પોતાનું કામ કરી શકશે. આજે સુરતના સિત્તેર ટકા અપર-મિડલક્લાસ ફૅમિલીનાં બાળકો પાસે એ બધી સગવડ છે જે બીજા સામાન્ય લોકો માટે સપનું કહેવાય. બધું હોવા છતાં તે બાળકોમાં બધા અવગુણ છે અને એ અવગુણ છતી ફૅમિલીએ ફૅમિલી વિનાના હોવાને કારણે આવ્યા છે.

 

૧.    તમારા બચ્ચાનું ગ્રુપ કેવું છે એનું ધ્યાન રાખો. જરૂર પડ્યે વર્ષમાં એકાદ વાર તેના આખા ગ્રુપને ઘરે બોલાવો અને તેમની સાથે બે-ચાર કલાક વિતાવો, જેથી તે બધાને પણ ઓળખવાની તક મળે.

૨.    બાળકોને સુવિધા ચોક્કસપણે આપો પણ એ સુવિધા હોવી જોઈએ, લક્ઝરી નહીં.

૩.    નીતિનિયમોનું પાલન કરતાં શીખવો, જો ભૂલથી પણ તેનાથી નિયમ તૂટે તો છાવરવાને બદલે તેને એ ભૂલની સજા ભોગવવા માટે સક્ષમ બનાવો.

૪.    બાળકોને પોતાના ફ્રેન્ડસર્કલ કરતાં ફૅમિલી સાથે વધુ રહેવાની આદત પડે એવું આચરણ કરો. તેમને પૂરતો સમય આપો. જો બાળકમાં તમને ન ગમે એવા શોખ હોય તો થોડો કંટાળો ભોગવીને પણ તેના એ શોખ પૂરા કરવા માટે સાથે રહો.

૫.    પૈસો બાળકોને બગાડી શકે છે. શક્ય હોય ત્યાં સુધી બાળકોની જરૂરિયાતની વસ્તુ તેમની સાથે જઈને તમે પોતે તેને ખરીદી આપો. જો ૧૬-૧૭ વર્ષનું સંતાન હોય તો તેને ગ્રુપ સાથે શૉપિંગ કરવા જવા દો, પણ પાછા આવ્યા પછી પાંચ પૈસાનો પણ હિસાબ લો. જોકે માસ્તરની જેમ, ગાર્ડિયનની જેમ.

૬.    આજકાલની જનરેશનને પૈસાનું મૂલ્ય નથી એટલે એવા સમયે બાળકોને બચતનું મૂલ્ય ખાસ સમજાવો. એક એવી સ્કીમ પર આપો કે જેટલા પૈસા તે બચાવશે એટલા જ દર મહિને તેને તમારા તરફથી વધારાના મળશે. વધુ પૈસા મેળવવા માટે બાળક ચોક્કસપણે બચતને રસ્તે વળશે.

૭.    મોબાઇલ, આઇપૅડ અને લૅપટૉપ જેવાં સાધનો જો તમારાં દીકરા-દીકરીને આપ્યાં હોય તો એ વારતહેવારે તેની હાજરીમાં જ ચેક કરવાનું રાખો. એમાં શરમાવાની કોઈ જરૂર નથી. આ અનુશાસન થકી બાળક ખોટું કરતાં પહેલાં સહેજ ડરશે અને બાળક પર મા-બાપનો ડર હોય એમાં કંઈ ખોટું પણ નથી. એ હોવો જ જોઈએ.

August 16, 2018
kvpy1.jpg
5min8110

Jayesh Brahmbhatt 98253 44944

કેન્દ્ર સરકાર સંચાલિત કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના 2018માં તા.4 નવેમ્બરના રોજ લેવામાં આવશે. દેશભરમાં આવેલી ધો.11-12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે અને તેમણે આપી જ જોઇએ.

કેવીપીવાય પરીક્ષાથી અનેક ફાયદા છે. વિદ્યાર્થીઓમાં રિસર્ચની પ્રવૃતિને પ્રોત્સાહન તો મળે જ છે સાથોસાથ કેન્દ્ર સરકારની સ્કોલરશીપ પણ મળે છે અને સાથેસાથે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ જેવી સંસ્થામાં પ્રવેશ પણ પામી શકે છે.

કેવીપીવાય માટે એનરોલ કરાવવાની અંતિમ તા.31મી ઓગસ્ટ છે. કેવીપીવાય માટે રજીસ્ટ્રેશન ફક્તને ફક્ત ઓનલાઇન જ થઇ શકે છે. વધુ વિગતો નીચે મુજબ છે.

Application for KVPY-2018 must be done online only.

  • There are three steps to complete your application successfully.
  • Step 1. Registration
  • Step 2. Filling personal and academic details, choosing test centres and uploading photo, signature and other certificates, as applicable.
  • Step 3. Payment of application fees. Please note that you must pay the fee only at the KVPY application portal. This can be done by using a Credit Card, ATM-Debit Card or Net Banking. No other means of payment will be accepted.  Once the payment is successful and application is submitted, no refund of application fee will be done.
  • The application fees for KVPY-2018 are as follows:

          For General/OBC Category: Rs. 1000,  For SC/ST/PWD: Rs. 500 (Bank Charges extra)

  • It is strongly recommended that the candidates read the instructions given on the KVPY website carefully before attempting to fill  the online application. These steps are described in detailhere.

KVPY Aptitude Test 2018 will be held online in the following cities across India:

East: 

Patna (Bihar), Dhanbad, Jamshedpur, Ranchi (Jharkhand), Bhubaneshwar, Rourkela(Orissa), Naharlagun (Arunachal Pradesh), Guwahati, Tezpur (Assam), Shillong (Meghalaya), Agarthala (Tripura), Asansol, Burdwan, Durgapur, Kolkata, Siliguri (West Bengal)

North: 

Chandigarh (Chandigarh), Delhi (Delhi-NCR), Ambala, Faridabad, Gurgaon, Karnal, Kurukshetra (Haryana), Jammu (Jammu & Kashmir), Jalandhar, Ludhiana, Mohali, Patiala(Punjab), Ajmer, Jaipur, Jodhpur, Sikar (Rajasthan),  Agra, Allahabad, Ghaziabad, Greater Noida, Kanpur, Lucknow, Noida, Varanasi (Uttar Pradesh), Dehradun (Uttarakhand)

South:

 Rajahmundry, Tirupathi, Vijayawada, Visakhapatnam (Andhra Pradesh), Belagavi, Bengaluru, Bidar, Chikkamangaluru, Davanagere, Dharwad, Haliyal, Hassan, Hubballi, Kalburagi, Mandya, Mangaluru, Mysuru, Shivamogga, Udupi (Karnataka), Hyderabad(Telangana), Alappuzha, Ernakulam, Idukki, Kannur, Kasaragod, Kollam, Kottayam, Kozhikode, Malappuram, Palakkad, Pathanamthitta, Thiruvananthapuram, Thrissur (Kerala), Puducherry (Puducherry), Chennai, Coimbatore, Kanchipuram, Madurai, Nagercoil, Salem(Tamil Nadu)

West:

Panaji (Goa), Ahamedabad, Anand, Rajkot, Vadodra (Gujarat), Amaravati, Aurangabad, Kolhapur, Mumbai, Nagpur, Nashik, Navi Mumbai, Pune, Thane (Maharashtra), Bilaspur, Raipur  (Chhattisgarh), Bhopal, Indore (Madhya Pradesh)


PLEASE NOTE KVPY-2018 APTITUDE TEST WILL BE COMPLETELY ONLINE

Mock Computer Based Test of KVPY Aptitude Test – Click here

 

  • Note: As virtual calculators will be made available  at  the examination venue, as displayed in the mock link,  candidates are not allowed to carry calculators inside the examination hall.
Important Dates
Opening of online application portal : 11th July 2018 at 5.00 PM
Date for closing of online application : 31st  August 2018 at 5 PM
Download Admit card : Second week of October
Exam Date : 4th November 2018

Applications are invited from Indian Nationals. However, as per the Interim Order (Final Order awaited) of the Hon’ble High Court of Karnataka OCI/PIO students will be allowed to take up the KVPY Aptitude Test 2018.

Support Helpdesk Details
IF YOU REQUIRE ANY INFORMATION RELATED TO Application Form,

CALL ON 080 – 22932975/76, 080- 23601008 & 080 – 22933536

Email to applications.kvpy@iisc.ac.in

THE PHONE NUMBERS ARE AVAILABLE BETWEEN 10:00 AM AND 05:00 PM.

* Saturday and Sunday are Holidays.