CIA ALERT

Blog - Page 634 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
September 21, 2018
4-1280x720.jpg
1min42980

જીએસટીની ક્રેડીટ લેપ્સ સામે લડત ચલાવી રહેલા સુરતના વિવર્સે તા.21મી સપ્ટેમ્બર 2018ને શુક્રવારે બપોરે સુરતની મુલાકાતે આવેલા ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીનો કાળા વાવટા બતાવીને વિરોધ પ્રદર્શન કરતા સુરતની ખટોદરા પોલીસે વિવર્સ અગ્રણી શ્રી અશોક જીરાવાળા, મયુર ગોળવાળા, વિજય માંગુકીયા, નિરવ સભાયા સમેત ચારની અટકાયત કરી હતી. કેન્દ્રીય કપડા મંત્રી સ્મૃતિ ઇરાની સિન્થેટિક રેયોન ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ આયોજિત ટેકસ્ટાઇલ એક્ઝિબિશનના ઉદઘાટન સમારંભમાં આવ્યા હતા. સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના કારભારીઓ આ ઘટના પછી મોટા સંકટમાં ફસાય જવા પામ્યા છે. વિવર્સ અગ્રણીઓ સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બન્યા હતા.

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

35 દેશના 200 જેટલા ખરીદારો સરસાણા ડોમમાં ઉપસ્થિત હોય અને કેન્દ્રના નાણામંત્રી સમેતના અગ્રણીઓની હાજરીમાં સુરતના વિવર્સે કાળા વાવટા તેમજ વિરોધ પ્રદર્શિત કરતા સુરત માટે નીચા જોણું થયું છે. સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ માટે પણ આ ઘટના નાલેષીજનક બની છે. કેન્દ્રીય નાણામંત્રી સ્મૃતિ ઇરાની પણ આ બાબતથી નારાજ થયા હતા અને તેમણે ચેમ્બર આગેવાનોને પણ આ મુદ્દે કહ્યું હતું કે સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ કેમ પરિસ્થિતિ કાબૂમાં રાખી શક્તી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ સ્મૃતિ ઇરાનીએ આજના પ્રદર્શનના મુદ્દે સુરતના ચેમ્બર અગ્રણીઓને પણ દિલ્હી તેડાવ્યા છે.

સરસાણા ખાતે આયોજિત કાર્યક્રમમાં વિવર્સે જબરદસ્ત હંગામો કર્યો હતો અને હાય રે સ્મૃતિ ઇરાની હાય હાય અને ભાજપ મુર્દાબાદ તથા હમ અપના હક માંગતે હૈ નહીં કીસી સે ભીખ માંગતે જેવા નારા લગાવ્યા  હતા.

ચેમ્બર ઓફ કોમર્સે સમારંભ પછી તરત જ ડેમેજ કન્ટ્રોલ મેનેજમેન્ટ હાથ ધરવું પડ્યું

સ્મૃતિ ઇરાનીની હાજરીમાં તેમજ વિદેશી બાયર્સની ઉપસ્થિતિ વચ્ચે સુરતમાં વિવર્સ એસોસીએશન દ્વારા વિરોધ પ્રદર્શન તેમજ કાળાવાવટા બતાવવામાં આવતા સ્મૃતિ ઇરાનીએ ચેમ્બરના આગેવાનોનો ઉધડો લીધો હતો. જેવા સ્મૃતિ ઇરાની વિદાય પામ્યા હતા કે તરત જ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના અાગેવાનોએ ડેમેજ કન્ટ્રોલ મેનેજમેન્ટ શરૂ કરી દીધું હતું. આ મુદ્દે મિડીયા ટ્રાયલ ન થાય અને કેન્દ્ર સરકારને નીચાજોણું ન થાય તે હેતુથી પત્રકારોને પણ ફોન કરીને આ મુદ્દે વધુ તુલ ન અપાય તેવી રજૂઆતો ચેમ્બર આગેવાનોએ કરવી પડી હતી. ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોએ સોશ્યલ મિડીયામાં મેસેજ પણ વહેતા મૂકવા પડ્યા હતા કે રાજકીય લાભ ખાટવા માટે વિવર્સ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા.

 

You Can Find us on Google Play Store

September 21, 2018
shameful-1280x932.jpg
1min6820

Jayesh Brahmbhatt  98253 44944

રાજ્યની મેડીકલ કોલેજોમાં અધ્યાપકોની ખોટ મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ઇન્સ્પેક્શન વખતે સામે ન આવે એટલે એમસીઆઇના દર ઇન્સ્પેકશન વખતે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અધ્યાપકોની ઉથલપાથલ એટલે કે આડેધડ બદલી કરી દેવામાં આવતી હોય છે. રાજ્ય સરકાર આવી પ્રેક્ટિસ છેલ્લા દસેક વર્ષથી કરી રહી છે.

ગઇ તા.19 સપ્ટેમ્બર 2018ના રોજ રાજ્ય સરકારે રાજ્યની જુદી જુદી મેડીકલ કોલેજોમાંથી 161 જેટલા અધ્યાપકોની જુદી જુદી કોલેજોમાં બદલી આદેશો કર્યા હતા. આ બદલીમાં એક મોટો લોચો એ પણ લાગ્યો કે રાજ્ય સરકારે એવા અધ્યાપિકાની બદલીનો ઓર્ડર કરી દીધો કે જે હયાત જ નથી. ફેબ્રુઆરી 2018માં કેન્સરથી જેમનું મૃત્યુ થયું હતું એમની બદલીનો ઓર્ડર જારી કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ ડો. મધુ પંજવાણી કે જેઓ ભાવનગર ખાતે સરકારી મેડીકલ કોલેજમાં એસોસીએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. તેમના પરિવારજનોએ મિડીયા પર્સન્સને જણાવ્યું હતું કે ડો. મધુ પંજવાણી કેન્સરથી પીડાતા હતા અને ગયા ફેબ્રુઆરી 2018માં તેમનું નિધન થયું હતું. ગઇ તા.19મી સપ્ટેમ્બરના રોજ રાજ્ય સરકાર દ્વારા 161 અધ્યાપકોની બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો હતો તેમાં ડો. મધુ પંજવાણીનું નામ પણ સામેલ કરી દેવાયું. ડો. મધુ પંજવાણીને ભાવનગર મેડીકલ કોલેજમાંથી જૂનાગઢ ખાતે જીએમઇઆરએસ સેમી સરકારી મેડીકલ કોલેજમાં બદલી કરવામાં આવી હોવાનું ઓર્ડરમાં જણાવાયું છે.

રાજ્યના આરોગ્ય વિભાગની આ બેદરકારીને લીધે તબીબી જગત તેમજ શિક્ષણ જગતમાં સરકારે હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાવું પડ્યું છે.

 

You can Find us on GOOGLE Play Store

September 21, 2018
gspc.jpg
1min12260

Jayesh Brahmbhatt   98253 44944

ગુજરાતમાં જાહેર સાહસો એટલે કે પબ્લિક સેક્ટર યુનિટ્સ કે જેનો વહીવટ રાજ્ય સરકાર કરી રહી છે એ એકમોએ 18 હજાર કરોડથી વધુની જંગી ખોટ કરી છે. એક તરફ રાજ્ય સરકારની તિજોરી તળીયા ઝાટક છે, દેવું વિક્રમી રીતે વધી ગયું છે અને બીજી તરફ આવા ખોડંગાતા પબ્લિક સેક્ટર યુનિટમાં રાજ્ય સરકાર દ્વારા નાંખવામાં આવતા રૂપિયા નિરર્થક બની રહ્યા છે. એકલા જીએસપીસી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (જીએસપીસી)ની ખોટ જ રૂ.17 હજાર કરોડથી વધુની રકમને પાર કરી ગઇ છે. આ કોઇ આક્ષેપબાજી કે પોલિટીકલ સ્ટેટમેન્ટ નથી પણ ક્રોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) દ્વારા તેના રિપોર્ટમાં ગુજરાતના પબ્લિક સેક્ટર્સના નફા નુકસાનનું સરવૈયુ કાઢવામાં આવ્યું છે તેના પરથી મળેલી વિગતો અત્રે પ્રસ્તુત છે.

ગુજરાતમાં કયા જાહેર સાહસોએ કેટલી ખોટ કરી

રાજ્ય સરકાર હસ્તકના કુલ 77 પબ્લિક સેક્ટરના એકમોમાંથી 14 પીએસયુ (પબ્લિક સેક્ટર યુનિટ) (સરકારી સાહસો) એ ₹18,412.39 કરોડની ખોટ કરી છે. ખોટ કરનારા 14 પીએસયુમાં સૌથી મોટો ફાળો ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (જીએસપીસી)નો છે.

પીએસયુની ₹18,412 કરોડની ખોટમાં જીએસપીસીનો ₹17,061 કરોડનો ફાળો છે. ત્યાર બાદ સરદાર સરોવર નિગમ લિમિટેડની ખોટ ₹973 કરોડ, ગુજરાત એસટી નિગમની ₹184 કરોડ, ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશનની ખોટ ₹117 કરોડ છે. જે સરકારી નિગમોની કુલ ખોટ ₹18,412 કરોડ થઈ છે તેમાં જીએસપીસીનો હિસ્સો 92 ટકા છે. જીએસપીસીનું ₹20,000 કરોડનું કૌભાંડ કેગના રિપોર્ટ દ્વારા છતું થાય છે.

ગુજરાતમાં કયા જાહેર સાહસોએ કેટલો નફો કર્યો

ગુજરાતના 55 પીએસયુએ ₹3,647.96 કરોડનો નફો કર્યો છે. વર્ષ 2016-’17ના ફાઇનલાઇઝ્ડ એકાઉન્ટ્સ પરથી કેગે હાથ ધરેલા પરફોર્મન્સ ઓડિટમાં આ વિગતો બહાર આવી છે. કેગના રિપોર્ટમાં જે નોંધવામાં આવ્યું છે તેમાં રાજ્ય સરકારના સૌથી વધુ નફો મેળવનારા જાહેર સાહસ એકમોમાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ છે જેણે ₹737.79 કરોડનો નફો કર્યો છે. ત્યાર બાદ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે ₹445 કરોડનો નફો, ગુજરાત ગેસ લિમિટેડે ₹303.33 કરોડ, ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશને ₹293.38 અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડનો નફો 284.79 કરોડ છે.

2016-17માં પીએસયુમાં કુલ રોકાણ રૂ.દોઢ લાખ કરોડ

વર્ષ 2012-’13માં સ્ટેટ પીએસયુમાં કુલ ₹1,02,689 કરોડનું રોકાણ થયું હતું જે વધીને 2016-’17માં ₹1,49,499 કરોડ થયું છે. વર્ષ 2012-’13થી 2015-’16 દરમિયાન રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ 4.95થી 6.82 ટકા રહ્યું છે. તેવી જ રીતે સ્ટેટ પીએસયુની જાહેર ઇક્વિટી વર્ષ 2012-’13માં ₹59,130 કરોડ હતી તે વધીને 2016-’17માં ₹85,112 પહોંચી છે.

2012-’13થી 2015-’16 સમયગાળા દરમિયાન રિટર્ન ઓન ઇક્વિટી 0.27 ટકાથી વધીને 4.53 ટકાની વચ્ચે રહી છે. એસટી નિગમ અંગે રિપોર્ટમાં કેગે ટિપ્પણી કરી હતી કે નિગમનું આંતરિક કંટ્રોલ મિકેનિઝમ નબળું છે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ઓડિટનાં તારણોમાં આ નિગમે 2012-’16માં ખોટ નોંધાવી છે. કંપનીની મોટા ભાગની આવક ફર્ટિલાઇઝરના વેચાણમાંથી આવી હતી, ગુજરાત એગ્રો કંપની પાસે એક્સ્પાયર્ડ ફર્ટિલાઇઝરના નાશ કે નિકાલ માટે કોઈ મેનેજમેન્ટ કે સિસ્ટમ ન હતી જે પર્યાવરણીય કાયદાનો ભંગ પણ કરે છે.

જીએસપીસીએ ભારત સરકારના પેટ્રોલિયમ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ પાસે ₹2.97 કરોડના વિલંબિત પેમેન્ટ બાબતે નીકળતાં નાણાં લેવાની કોઈ દરકાર રાખી ન હતી. તેવી જ રીતે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડે તેનાં નાણાં બ્લોક હોવા છતાં જમીન હસ્તગત કરવાના નિર્ણયો લીધા હતા, સાબરમતી ગેસ લિમિટેડે યોગ્ય કેટેગરાઇઝેશન ન કરી શકવાને કારણે ₹58 લાખની રેવન્યુ ગુમાવી હતી. આઇડીસીએ તેના પ્લોટધારકોને ફાળવાયેલા પ્લોટ ઉપરાંત વધારાના પ્લોટ માંગતાં તેમને ફાળવ્યાનો નિર્ણય જે ગેરવાજબી કન્સેશનના ₹2.97 કરોડ અપાયું છે.

You can download from Google play store too

September 21, 2018
chandi-1280x720.jpg
1min18960

ગુજરાતના એકમાત્ર એવા અને ૩૫૦ વર્ષ પહેલાં જામનગરના રાજવીએ ભેટ તરીકે આપેલા આ ચાંદીના તાજિયાનું વજન ૧૯૦ કિલો છે અને એની માનતા અત્યાર સુધીમાં એક લાખથી વધુ માવતર માની ચૂક્યા છે 

 

વિષય શ્રદ્ધાનો હોય તો તર્ક અને દલીલ પણ પાયાવિહોણાં થઈ જાય છે. આ વાત જામનગરના ચાંદી-તાજિયાને અક્ષરોઅક્ષર લાગુ પડે છે. મહોરમ નિમિત્તે જામનગરમાંથી નીકળતા તાજિયા જુલૂસમાં જોડાતા ચાંદીના તાજિયા જોવા માટે અને એ તાજિયાનાં દર્શન માટે એકલા જામનગર, સૌરાષ્ટ્ર કે ગુજરાતમાંથી જ નહીં પણ મુંબઈ, હૈદરાબાદ, દિલ્હી, લંડન, આફ્રિકા, કૅનેડા અને અમેરિકા જેવા દેશોમાંથી પણ ભાવિકો પધારતા હોય છે.

૧૯૦ કિલો વજન ધરાવતો આ તાજિયો સાડા ત્રણસો વર્ષ પહેલાં જામનગરના રાજવી પરિવારે જામનગરની સૈયદ જમાલ કમિટીને ભેટ આપ્યો હતો. જામ રા ખેંગારજીને ત્યાં બાળકો થતાં નહીં હોવાથી તેમણે માનતા માની હતી કે જો તેમને ત્યાં વંશ આવશે તો તે મહોરમ નિમિત્તે ચાંદીનો તાજિયો બનાવી આપશે. માનતા ફળી એટલે તેમણે તાજિયો કરાવી આપ્યો અને પછી તો આ તાજિયો પોતે શ્રદ્ધાનો વિષય બની ગયો. એવું માનવામાં આવે છે કે આ તાજિયાનાં દર્શન કરાવવાથી બાળકો બીમાર નથી પડતાં. આ જ કારણે આ તાજિયાને નજર સમક્ષ રાખીને દર વર્ષે હજારો મા-બાપ પોતાનાં નાદુરસ્ત બાળકો માટે માનતાં રાખે છે અને મહોરમના દિવસે તાજિયાનું જુલૂસ નીકળે ત્યારે આ ચાંદીના તાજિયાનાં દર્શન કરાવે છે.

જામનગરમાં મહોરમના તહેવાર અગાઉ એક દિવસ દરમ્યાન આ ચાંદીના તાજિયા લોકદર્શન માટે ખુલ્લા મૂકવામાં આવે છે.

ગુગલ યુ ટ્યુબ પર આ તાજીયાના વિડીયોઝ પણ ઉપલબ્ધ છે.

You can find us on Google Play store too

September 20, 2018
tarachand_kasat.jpg
1min1397

माहेश्वरी समाज के गौरव, पूर्व फोस्टा अध्यक्ष, टेक्सटाइल GST संघर्ष समिति के संयोजक श्री ताराचंद कासट को फेडरेशन ऑफ़ आल इंडिया व्यापार मंडल के राष्ट्रीय संगठन में वरिष्ठ राष्ट्रीय उपाध्यक्ष के रूप में मनोनीत किया गया है । कपडा व्यवसाय में उनके अनुभव एवं कपडा व्यवसाय के उत्थान एवं विकास में आपकी महत्वपूर्ण भूमिका देखते हुए उन्हे राष्ट्रीय अध्यक्ष (चेयरमैन) टेक्सटाइल कमेटी के पद पर भी मनोनीत किया गया है ।

सुरत को अपनी कर्मभूमि बनाकर कार्य कर रहे श्री ताराचंद कासट कि ईस नियुक्ति पर सुरत के टेक्सटाइल व्यापारीओ के वर्गमां खुशी कि लहर दौड गई है. टेक्सटाईल व्यापारीओने ताराचंद कासट को शुभकामनाए प्रदान करते हूए सुरत के टेक्सटाइल व्यापारीओ के हित में कार्य करते रहेने कि अपील भी कि है.

 

Please contact for any news coverage, event reporting or anything related to publishing on this web…

98253 44944

you can find us on Google Play store too

September 20, 2018
new_civil_hospital.jpg
1min7690

Jayesh Brahmbhatt   98253 44944

તાજેતરમાં કેગ (ક્રોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ)ની ટીમ દ્વારા ગુજરાતની સરકારી હોસ્પિટલ્સની મુલાકાત લેવામાં આવી હતી, એ દરમ્યાન એવી સ્થિતિ જોવા મળી કે સુરત સિવિલ હોસ્પિટલ અને જામનગર સિવિલ હોસ્પિટલમાં કેઝ્યુલિટી (તાત્કાલિક સારવાર) વિભાગ આઇ.સી.યુ. વગર જ ચાલી રહ્યા છે. કેગ દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવી છે અને કેગની ટીમે રજૂ કરેલા આ રિપોર્ટને કેગ દ્વારા ગુજરાત સરકારને સુપરત કરવામાં આવેલા રિપોર્ટમાં સમાવવામાં આવ્યો છે.

કેગનો રિપોર્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારોના વહીવટની ચાડી ખાય છે અને કેગના રિપોર્ટ બાદ ગમે તેવા જડ તંત્રમાં પણ સુધારો થઇ જતો હોય છે. આ વખતે કેગના રિપોર્ટની અડફેટે સુરત અને જામનગરની સિવિલ હોસ્પિટલ કે જ્યાં સરકારી મેડીકલ કોલેજો પણ ચાલી રહી છે એ આવી છે. કેગની ટીમ દ્વારા રાજ્યની સરકારી હોસ્પિટલમાં પૂરી પાડવામાં આવતી હેલ્થ સેવાઓનું મૂલ્યાંકન કરવા માટે મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કેગની ટીમે એવું નોંધ્યું હતું કે સુરત અને જામનગરની સિવિલ હોસ્પિટલમાં કેઝ્યુલિટી વિભાગ ઇમરજન્સી સારવાર વિભાગ આઇસીયુ વગર જ ચલાવવામાં આવે છે.

આશ્ચર્યની વાત એ છે કે આ હોસ્પિટલો વર્ષોથી નહીં દાયકાઓથી ચાલે છે અને ક્યારેય કોઇ તબીબ કે હોસ્પિટલના વડાને આઇસીયુ વગર ચાલતા કેઝ્યુલિટી વિભાગને ઠીકઠાક કરવાની જરૂરીયાત મહેસૂસ થઇ નહીં એ બાબત પણ કેગની ટીમને હેરાન કરનારી નિવડી છે. કોઇપણ હોસ્પિટલ હોય ત્યાં તાત્કાલિક સારવાર વિભાગ સાથે આઇસીયુ હોય જ અને એ કાયદાકીય નોર્મ્સ અનુસાર પણ જરૂરી છે. આમ છતાં દાયકાઓથી ચાલતી આ સરકારી હોસ્પિટલમાં માળખાગત સુવિધાની આ મોટી ક્ષતિ સુધારવાની દરકાર અત્યાર સુધીના કોઇ અધિકારીએ લીધી નહીં.

કેગના રિપોર્ટમાં ઉલ્લેખ છેકે સુરત સિવિલ હોસ્પિટલમાં આઇ.સી.યુ. છે પરંતુ, એ કેઝ્યુલિટી ડિપાર્ટમેન્ટથી દૂર છે. આકસ્મિક સંજોગોમાં ઘનિષ્ઠ સારવાર માટે દર્દીને આઇસીયુ સુધી મોકલતા સુધીમાં જીવન મરણનો પ્રશ્ન ઉપસ્થિત થઇ જાય તો જવાબદારી કોની..

એવું માનવામાં આવે છે કે કેગના રિપોર્ટ પછી દાયકાઓથી ચાલી આવતી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં હવે કેઝ્યુલિટી વોર્ડમાં આઇસીયુ સુવિધા આગામી દિવસોમાં ઉભી કરવામાં આવશે.

September 20, 2018
medical.png
1min8450

કેગ એ ગુજરાત સરકારની તદ્દન બેપરવાહીની ગંભીર નોંધ લીધી

ગુજરાત સરકારના સાવ જ બેપરવાહીભર્યા વલણને કારણે ગુજરાતમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2018-19ના વર્ષથી પાંચ નવી મેડીકલ કોલેજો શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી રૂ.750 કરોડની જંગી રકમનું ફંડ લેપ્સ થઇ ગયું છે. કેગ દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટમાં એવી નોંધ કરવામાં આવી છે કે ગુજરાત સરકારે પાંચ નવી મેડિકલ કોલેજો શરૂ કરવા અંગેની કોઇ દરખાસ્ત જ ન કરતા આ રકમ તો ગુમાવવી પડી છે પરંતુ ગુજરાતના વિદ્યાર્થીઓ માટેની એમબીબીએસની કુલ 3900 જેટલી હયાત સીટોમાં વધારો  થઇ શક્યો હોત તે પણ ગુમાવવાનો વખત આવ્યો છે.

કેગએ એ વાતની પણ ઘેરી નોંધ લીધી છે કે ગુજરાત સરકાર દ્વારા જ્યારે જ્યારે પણ મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા મેડીકલ કોલેજોમાં ઇન્સ્પેકશન હાથ ધરવામા ંઆવે છે ત્યારે ત્યારે અધ્યાપકોની આડેધડ બદલીઓ કરીને જે તે કોલેજનું સ્ટેટસ બચાવવા માટે પ્રયાસો કરવામાં આવે છે આ બાબત સૌથી હાનિકર્તા છે. સરકાર જ જો આવું કરશે તો ગુજરાતમાં હેલ્થકેર ડિલિવરી સિસ્ટમ કેવી રીતે સુધરી શકશે એવી પણ નોંધ કેગ દ્વારા કરવામાં આવી છે.

એટલું જ નહીં પણ ગુજરાત સરકારે રાજ્યમાં મેડિકલ ક્ષેત્રમાં રિસર્ચને પ્રોત્સાહન મળે તેવી નીતિ નક્કી કરવા માટે વચનો તો બહું જ આપ્યા પણ કમનસીબે હજુ સુધી મેડીકલ રિસર્ચ ક્ષેત્રમાં ગુજરાત સરકારની કોઇપણ પ્રકારની ગાઇડલાઇન્સ હોય તેવું પ્રતીત થતું નથી.

September 20, 2018
mono-1280x960.jpg
1min7760

રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ)ના ચેરમેન અનિલ અંબાણીએ મંગળવારે જણાવ્યું હતું કે, ટેલિકોમ સેક્ટરમાં ઇજારાશાહી સ્થપાય તેવી શક્યતા છે. તેમણે પડકારજનક સમયમાં મદદરૂપ થવા બદલ અને માર્ગદર્શન આપવા બદલ મોટા ભાઈ મુકેશનો આભાર માન્યો હતો.

 

કંપનીની 14મી વાર્ષિક સાધારણ બેઠકમાં અનિલ અંબાણીએ કહ્યું હતું કે, અતિતીવ્ર સ્પર્ધા ચાલુ રહી હોવાથી ટેલિકોમ ઉદ્યોગે 20 લાખ જેટલી નોકરીઓ ગુમાવી છે. ઊંચા ખર્ચ અને અમુક કંપનીઓ દ્વારા અતિનીચા ભાવની ઓફરને કારણે ઉદ્યોગનો ‘સર્જનાત્મક વિનાશ’ થયો છે. હવે ઉદ્યોગ ડ્યુઓપોલી તરફ અને કદાચ અંતે મોનોપોલી તરફ આગળ વધી શકે છે. 
અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપ (ADAG)ની કંપની આરકોમ હવે ટેલિકોમ બિઝનેસમાંથી સંપૂર્ણપણે એક્ઝિટ કરશે અને ભવિષ્યમાં રિયલ એસ્ટેટ બિઝનેસ પર ફોકસ કરશે. ADAGના વડા અનિલ અંબાણીએ મંગળવારે આ જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે, આરકોમની ટોચની પ્રાથમિકતા ₹40,000 કરોડનું દેવું ચૂકવવાની છે. કંપનીએ નિર્ણય લીધો છે કે આરકોમ હવે ટેલિકોમ બિઝનેસમાંથી એક્ઝિટ કરશે. બીજી પણ ઘણી કંપનીઓએ આ નિર્ણય લીધો છે. આ દીવાલ પર લખેલું સત્ય છે.

તેમણે કહ્યું કે, “મોબાઇલ સેક્ટરમાંથી અમે ખસી ગયા છીએ, એન્ટરપ્રાઇઝ બિઝનેસમાંથી યોગ્ય સમયે નાણાં મેળવીશું. રિલાયન્સ રિયલ્ટી આ કંપનીના ભવિષ્યની વૃદ્ધિનું એન્જિન રહેશે.”

મુંબઈ નજીક 133 એકર જમીન પર વિસ્તરાયેલા ધીરુભાઈ અંબાણી નોલેજ સિટી (DAKC)નો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે, “રિયલ્ટી ક્ષેત્રે વ્યાપક સંભાવના છે. આ એક જ સાઇટ ખાતેથી ₹25,000 કરોડનું વેલ્યૂ ક્રિયેશન થઈ શકે તેમ છે.”

ઉલ્લેખનીય છે કે આરકોમ પર 38 બેન્કો અને નાણાકીય ઇન્સ્ટિટ્યૂશન્સના ₹40,000 કરોડ લેણાં નીકળે છે. તેમાં ચાઇનીઝ બેન્કનો પણ સમાવેશ છે. હાલમાં તે સ્ટ્રેટજિક ડેટ રિસ્ટ્રક્ચરિંગ (SDR) પ્રક્રિયા હેઠળ આ દેવું ચૂકતે કરવા સક્રિય છે. અનિલ અંબાણીએ કહ્યું કે આગામી કેટલાક મહિનાઓમાં આ દેવું ચૂકતે થઈ જશે તેવી તેમને આશા છે. ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફાઇબર બિઝનેસ રિલાયન્સ જીઓને વેચી દેવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. સ્પેક્ટ્રમ શેરિંગ અને ટ્રેડિંગ અંગે ટેલિકોમ વિભાગ પાસેથી અંતિમ મંજૂરીની તે રાહ જોઈ રહી છે.

અનિલ અંબાણીએ તેમના મોટાભાઈ મુકેશ અંબાણીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “મોટાભાઈ મુકેશભાઈ અંબાણીએ આરકોમને અને વ્યક્તિગત રીતે મને જે ટેકો પૂરો પાડ્યો છે અને માર્ગદર્શન કર્યું છે તેના માટે હું તેમનો આભારી છું.”

ઉલ્લેખનીય છે કે ટેલિકોમ બિઝનેસ મૂળભૂત રીતે મુકેશ અંબાણીના દિમાગની ઊપજ છે. બન્ને ભાઈઓ વચ્ચે બિઝનેસની વહેંચણી થઈ ત્યારે તેના ભાગરૂપે ટેલિકોમ બિઝનેસ અનિલ અંબાણીને સોંપાયો હતો. મુકેશ અંબાણીની રિલાયન્સ જીઓએ બજારમાં પ્રવેશીને ટેલિકોમ ક્ષેત્રનું ગણિત ઊંધું વાળી દીધું હતું.

September 20, 2018
hardik_jindal.jpg
1min5500

જિંદાલ નેચરલ કેર સેન્ટરમાં હાર્દિક પટેલ નેચરોપથીની ટ્રિટમેન્ટ લઈ રહ્યો છે

hardik patel

ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામતના મુદ્દે 19 દિવસ સુધી ઉપવાસ કરનાર  હાર્દિક પટેલ હવે  ટ્રિટમેન્ટ માટે બેંગાલુરુ પહોંચ્યો છે. બેંગાલુરુની જિંદાલ નેચરલ કેર સેન્ટરમાં હાર્દિક પટેલ નેચરોપથીની ટ્રિટમેન્ટ લઈ રહ્યો છે. હાર્દિક પટેલે ટ્વિટ કરીને ટ્રિટમેન્ટ લઈ રહ્યો એવા ફોટા પણ શેર કર્યા હતા. આ સાથે જોગીંગ કરતો એક વીડિયો પણ સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે બેંગાલુરુની આ એ જ જિંદાલ નેચરલ કેર સેન્ટર છે, જ્યાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ નેચરોપથીની સારવાર મેળવી હતી. આ ઉપરાંત અન્ય ઘણા સિનિયર નેતાઓ પણ પોતાની હેલ્થ સાચવવા આ નેચરલ કેર સેન્ટરના દર્દી બન્યા છે. હાર્દિક પટેલ  28 તારીખ સુધી આ સેન્ટરમાં ટ્રિટમેન્ટ લેશે. ત્યારબાદ પરત ગુજરાત ફરશે.

September 20, 2018
ambaji.jpg
1min5410

શક્તિપીઠ અંબાજીમાં બુધવાર તા.19મી સપ્ટેમ્બર 2018થી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઇ ગયો હતો. આ મેળો 19મી સપ્ટેમ્બરથી 25મી સપ્ટેમ્બર સુધી સાત દિવસ ચાલશે. મેળામાં લોકો શાંતિથી અને કોઈ વિઘ્ન વગર મા અંબાના દર્શન કરી શકે તે માટે સાત દિવસ માટે દર્શન અને આરતીનાં સમયમાં ફેરફાર કરાયો હતો.અને સુરક્ષાને લઇને વહીવટી તંત્રએ ભક્તાને મેળામાં કોઇ અગવડતા ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

બોલ માડી અંબે…જય જય અંબેનો નાદ

અંબાજીમાં મેળો શરૂ થતાની સાથે જ અંબાજીના બજારોમાં ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. ચારેબાજુ બોલ માડી અંબે…જય જય અંબેનો નાદ સાંભળવા મળ્યો હતો. સાત દિવસ ચાલનારા મેળામાં તેમ જ મા અંબાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચી રહ્યા હતાં. આ વખતના અંબાજીના મેળામાં માઇ ભક્તોને અગવડતા ન પડે તે માટે મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

સવારની આરતી જે સામાન્ય દિવસમાં સવારે 7 કલાકે થતી હતી તે મેળા દરમિયાન સવારે 6:15 વાગ્યાથી 6:45 વાગ્યા સુધી થશે. સવારે 6:45થી 11:30 સુધી દર્શનનો લાભ મેળવી શકાશે. બપોરે 12:30 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી લોકો દર્શનનો લાભ લઈ શકશે. સાંજની આરતી 7:00થી 7:30 સુધી યોજાશે. જ્યારે ભાવિકો સાંજે 7:30 વાગ્યાથી રાત્રે 1:30 વાગ્યા સુધી દર્શનનો લાભ લઈ શકશે. મહામેળામાં ગત વર્ષે 26.73 લાખ માઇ ભક્તોએ મા અંબાના દરબારમાં માથું ટેકવીને ધન્યતા અનુભવી હતી.

ગત વર્ષની સરખામણીએ આ વખતે 28 લાખથી વધુ યાત્રાળુઓ ભાદરવી પૂનમના મહામેળા વખતે અંબાજી આવે તેમ મનાઇ રહ્યું છે. અંબાજી ખાતે મંદિર આ વખતે પરિસરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું. મહામેળા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં માટે અંબાજીના વિવિધ માર્ગોના 22 વિભાગ પાડીને 609 પોઇન્ટ્સ મુકાયા છે તેમ જ 150 રૂટ પર પેટ્રોલિંગની વ્યવસ્થા કરાઇ છે. અંબાજીમાં 27 વોચ ટાવર, 7 ક્ધટ્રોલરૂમ, ઘોડેસવાર, પેટ્રોલિંગ-ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત ઠેકઠેકાણે સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા છે.

મહામેળાનું જીવંત પ્રસારણ અંબાજીમાં 24 કલાકમાં કોઇ પણ સ્થાનેથી નિહાળી શકાય માટે અંબાજીના વિવિધ વિસ્તારોમાં 12 એલઇડી, 30 ટેલિવિઝન સેટ મૂકાયા છે. જેના દ્વારા યાત્રાળુઓ આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું જીવંત પ્રસારણ નીહાળી શકશે. વિવિધ પગપાળા સંઘોનું આગમન થઇ ચૂક્યું છે. સ્વાઇન ફ્લૂ ધીરે-ધીરે માથું ઊંચકી રહ્યો હોઇ. જેના પગલે પગપાળા સંઘના કેમ્પ તેમ જ અંબાજીમાં પણ સ્વચ્છતાની પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.