CIA ALERT

Blog - Page 618 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
October 26, 2018
rahul.jpg
1min5220

સીબીઆઈના મુદ્દે કોંગ્રેસે અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો છે. જેમાં દિલ્હીમાં સીબીઆઈ કચેરીને ઘેરવા આવેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. કોંગ્રેસના કાર્યકરોએ દિલ્હી સીબીઆઈ હેડક્વાર્ટર સહિત દેશભરની સીબીઆઈ કચેરીઓનો ઘેરાવ કરીને મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ અનોખો વિરોધ વ્યક્ત કર્યો છે. સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માને રાતોરાત રજા પર ઉતારી દેવાની ફરજ પાડવામાં આવતા કોંગ્રેસે દેશની સીબીઆઈ કચેરીઓ પર હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો હતો.

દિલ્હી પોલીસે રાહુલ ગાંધી સમેત અન્ય નેતાઓને અટકાયતમાં લીધા હતા અને અંદાજે 50 મિનિટ જેટલા સમય માટે અટકાયતમાં રાખીને તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

New Delhi: Congress President Rahul Gandhi holds a cutout of a fighter aircraft during a protest demanding the reinstatement of CBI Director Alok Verma outside the CBI headquarters, in New Delhi, Friday, Oct 26, 2018. (PTI Photo/Arun Sharma) (PTI10_26_2018_000032B)
October 26, 2018
su1.jpg
1min14410

જયેશ બ્રહ્મભટ્ટ  98253 44944

  • સુમુલ ડેરીએ એકલા હાથે 80 ટન ઉપરાંત ઘારી વેચી
  • ક્વોન્ટિટી ઉપરાંત સુમુલ ડેરીની ઘારી સ્વાદ રસીયા સુરતીઓએ મોંફાટ વખાણી
  • ભારતના અન્ય શહેરો અને વિદેશોમાં સપ્લાય થયેલી મોટા ભાગની ઘારી સુમુલ ડેરીની

દિન દુગની રાત ચૌગુની પ્રગતિ કરી રહેલી અને સુરતની ઓળખ બની ચૂકેલી સુમુલ ડેરીએ આ વખતે ફક્ત સુરતીઓના પોતિકા તહેવાર, ચંદી પડવાના પર્વને અનુલક્ષીને સુરતીઓમાં ખવાતી ઘારીનું બમ્પર વેચાણ કર્યું છે. સ્વાદના શોખીન સુરતીઓમાં ઘારી વેચાણમાં સુમુલ ડેરીની ઘારી સૌથી વધુ વેચાઇ એટલું જ નહીં ચંદી પડવાની પૂર્ણાહૂતિ બાદ મળેલા રિવ્યુમાં ગ્રાહકોએ સુમુલ ડેરીની ઘારીની ક્વોલિટી વખાણી પણ છે. સોશ્યલ મિડીયા પર અનેક ગ્રાહકોએ સુમુલ ડેરીની ઘારીની ક્વોલિટીને વખાણી છે.

ચંદી પડવા ના દિવસે ઘારી અને ભૂસું ખાવાનો રિવાજ આખા ભારત કે ગુજરાતમાં ફક્ત સુરતમાં છે. સુરતમાં દાયકાઓથી ચંદી પડવાએ ઘારી ખાવાનો રિવાજ છે. અત્યાર સુધી સુરતમાં ઘારીઓનું વેચાણ જુદી જુદી બ્રાન્ડથી થતું હતું. જેમકે કોટ વિસ્તારમાં આવેલી મીઠાઇની શોપ્સથી શરૂ કરીને સામાજિક સ્તરે સોસાયટીઓ, સમાજ, મંડળ, પેઢી દ્વારા ઘારી બનાવીને વેચાતી હતી. આમ, સુરતીઓની ઘારીની માગને સંતોષવા માટે અનેક ઘારી પ્રોડ્યુસર્સ અત્યાર સુધી આ સિઝનલ બિઝનેસ કરી જાણતા હતા.

પરંતુ, 2018ના ચંદી પડવાએ ઘારી વેચાણના પેરામીટર્સ બદલી નાંખ્યા છે. તા.25મી ઓક્ટોબર 2018ની રાત્રે ચંદી પડવાનો તહેવાર પૂરો થયા પછી જે માર્કેટ રિવ્યુ મળ્યા છે એમાં સુમુલ ડેરીની ઘારી વધુ તો વેચાઇ પણ સાથોસાથ સુમુલની ઘારીની ક્વોલિટી પણ સ્વાદ રસીયા સુરતીઓએ વખાણી છે. એક અંદાજ મુજબ સુમુલ ડેરીએ 80 ટનથી વધુ ઘારી ચંદી પડવાના તહેવાર પૂર્વે માર્કેટમાં વેચી કાઢી છે. સુરતના અન્ય ઘારી પ્રોડ્યુસર્સના વેચાણના આંકડાઓની સરખામણી કરાતાં એવું તારણ સપાટી પર આવ્યું કે આ વખતે સુમુલ ડેરીએ ઘારી વેચાણના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. ઘારી વેચાણમાં સુમુલ ડેરીએ તેનું એક હથ્થુ શાસન જમાવી દીધું છે.

ક્વોલિટી પ્રોડેક્ટસે સુમુલની વિશ્વસનીયતાને મજબૂત બનાવી છે : માર્કેટિંગ હેડ ડો. મનીષ

સુમુલ ડેરીના માર્કેટિંગ હેડ ડો.મનીષભાઇએ સી.આઇ.એ. સાથે વાતચીતમાં જણાવ્યું કે સુમુલ ડેરી ક્વોલિટી પ્રોડકશન સાથે કોઇ જ કોમ્પ્રોમાઇસ કરતી નથી. સુમુલ ડેરની ઘારીની બનાવટમાં ક્યાંય મેનમેઇડ એલિમેન્ટ હોતું નથી. સુમુલ ડેરી દ્વારા સંપૂર્ણ પણે મશીન મેડથી ઘારીને શેપ અપાય એટલું જ નહીં ઘારીમાં જેટલા પણ પ્રકારના ઇન્ગ્રિડીયન્ટસ વપરાયા એની ક્વોલિટી અવ્વલ દરજ્જાની હોય, સુરત સમેત બહારગામના ગ્રાહકો સુમુલની તમામ પ્રોડક્ટસને આંખ મીંચીને અપનાવે છે. ઘારી વેચાણમાં પણ એમ જ જોવા મળ્યું હતું. સ્વાદના શોખીન સુરતીઓ ઉપરાંત સુરતના અન્ય શહેરો તેમજ વિદેશોમાં પણ લોકોએ પોતાના સગાવહાલાઓને સુમુલ ડેરીની ઘારી મોકલવાનું જ મુનાસિબ માન્યું છે. ક્વોલિટી પ્રોડક્ટસને કારણે ગ્રાહકોમાં સુમુલ ડેરીની વિશ્વસનીયતા સજ્જડ બની છે.

October 26, 2018
IITRAM.jpeg
1min7560
રેગીંગ અંગે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન કે અન્ય અધિકાર મંડળો ગમે તેટલા નીતિ નિયમો તૈયાર કરે, પણ તેની અસર નહીંવત જોવા મળી રહી છે. એવું નથી કે કોલેજોમાં રેગિંગ નથી થતાં, છાશવારે ઘટનાઓ બને છે. તાજેતરમાં સુરતમાં મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત સ્મીમેર મેડીકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં હજુ તપાસ પૂરી થઇ નથી ત્યાં તો અમદાવાદની પ્રતિષ્ઠિત ઇજનેરી કોલેજ, આઇ.આઇ.ટી. રેમ ખાતે રેગિંગની ઘટના પ્રકાશમાં આવી અને આવતાવેંત જ કોલેજ મેનેજમેન્ટએ સેકન્ડ ઇયરના 26 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવા પડ્યા છે.
સિવિલ એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટના કોર્સ માટે ગુજરાત સરકારે શરૂ કરાવેલી અને અમદાવાદના મણિનગરના ખોખરા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત આઇઆઇટી-રેમમાં ફર્સ્ટ ઇયરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર સેકન્ડ ઇયરમાં ભણતા સિનિયર વિદ્યાર્થીઓેએ રેગિંગ કર્યું હોવાની ઘટના બહાર આવી છે.
ઇન્સ્ટિટ્યૂટે રેગિંગ કરનારા ૨૬ વિદ્યાર્થીને ત્રણ સપ્તાહથી લઇને બે સેમેસ્ટર માટે સસ્પેન્ડ કરી દીધા છે. બીજા વર્ષના વિદ્યાર્થીઓએ પહેલા વર્ષના (જૂનિયર)વિદ્યાર્થીઓને જુદા જુદા પ્રકારના ફોર્મ ભરાવવાથી લઇને દંડ-બેઠક કરાવવા ઉપરાંત વિદ્યાર્થિનીઓને કેટ વોક કરવા બળજબરીથી ફરજ પાડી હતી. આ પ્રકારના રેગિંગ અંગે વિદ્યાર્થીઓએ કરેલી ફરિયાદની તપાસ કરવા કમિટી રચાઇ હતી. કમિટીએ સીસીટીવી ફૂટેજ જોયા હતા, તે સહિત તમામ બાબતો ચકાસી રજૂ કરેલા અહેવાલ બાદ કસૂરવાર ૨૬ વિદ્યાર્થીઓને સજા કરવાનો આ પ્રકારનો મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો.
October 26, 2018
rajni.jpg
1min6780

આમ આદમી પાર્ટીના દહેરાદૂનના મેયર તરીકેના ઉમેદવાર રજની રાઉતની કહાની ફિલ્મી સ્ટાઇલથી કમ નથી

રાજ્યમાં મતદાન માટે કિન્નરોને થર્ડ જેન્ડરનું આઇ-કાર્ડ આપવામાં આવે છે, પરંતુ ઉમેદવારના આવેદનમાં માત્ર મહિલા કે પુરુષ બે જ કૉલમ છે અને ચૂંટણી-અધિકારીના આગ્રહ મુજબ આ વખતે રજની રાવતે પુરુષ બનીને ચૂંટણી લડવી પડશે.

ઉત્તરાખંડના રાજકારણમાં પ્રવેશવા માગતી આમ આદમી પાર્ટીએ આ વખતે કિન્નર રજની રાવતને દેહરાદૂનના મેયરપદની ટિકિટ આપી છે. રજની રાવત પહેલાં બે વાર દેહરાદૂનના મેયરની ચૂંટણી લડી ચૂકી છે, પરંતુ બે વાર મહિલા તરીકે ઉમેદવારી નોંધાવનારાં રજની રાવતને હવે પુરુષ તરીકે ઉમેદવારી નોંધાવવી પડી છે. ઉત્તરાખંડની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે.

૨૦૦૮ અને ૨૦૧૩માં થયેલી ચૂંટણીમાં પણ મેયરના પદ માટે કિન્નર રજની રાવતે ઉમેદવારી નોંધાવી હતી. બન્ને વખતે તેમણે મહિલા તરીકે ચૂંટણી લડી હતી. જોકે આ વખતે તેમના આવેદનપત્રમાં તેમણે પુરુષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. રજની રાવત પણ એનાથી પરેશાન છે. તેમનું કહેવું છે કે બધા જ દસ્તાવેજોમાં તેમની જાતિ સ્ત્રી તરીકે જ નોંધાઈ છે. તેઓ મહિલાઓના વેશમાં જ રહે છે અને સમાજ પણ તેમને આ જ સ્વરૂપે સ્વીકારે છે. એમ છતાં ચૂંટણી-અધિકારીના કહેવા પર તેમણે ઉમેદવારીમાં પોતાની જાતિ પુરુષ સિલેક્ટ કરવી પડી છે.

October 26, 2018
sci_fic1.jpg
1min8350

પહેલી ગુજરાતી SCI-FI ફિલ્મ ‘શોર્ટ સર્કિટ’નું ટીઝર પોસ્ટર રીલીઝ થઈ ચૂક્યુ છે. ફિલ્મના પોસ્ટરમાં ફક્ત એક વ્યક્તિનો હાથ દર્શાવાયો છે. આ હાથના કાંડા પર ઘડિયાળ બાંધેલી છે. અને ઘડિયાળની અંદર સમયની સાથે સાથે ફરી એનો એ જ હાથ દેખાયા કરે છે. પોસ્ટર જોયા બાદ ફિલ્મ ટાઈમ ટ્રાવેલ પર હોય તેવું લાગી રહ્યું છે. તો એક શક્યતા ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાની ગુજરાતી રિમેક હોવાની પણ છે.

આ ફિલ્મમાં RJ ધ્વનિત લીડ રોલમાં છે. તો ધ્વનિતની સાથે કિંજલ રાજપ્રિયા અને સ્મિત પંડ્યા છે. તો ઉત્કર્ષ મઝુમદાર, રાગી જાની અને અર્ચન ત્રિવેદી જેવા દમદાર એક્ટર્સની હાજરી પણ છે. ફિલ્મને ફૈઝલ હાશ્મી, ભાર્ગવની સાથે મોહસીને લખી છે. ફૈઝલ હાશ્મીએ જ ફિલ્મ ડિરેક્ટ કરી છે. ટ્વાઈલાઈટ પ્રોડક્શનના બેનર હેઠળ ફિલ્મ રિલીઝ થઈ રહી છે.

જો કે ફિલ્મના ડિરેક્ટર ફૈઝલ હાશ્મીના કહેવા પ્રમાણે,’શોર્ટ સર્કિટ’ કોઈ ફિલ્મની રિમેક કે કૉપી નથી. આ એક ઓરિજિનલ સ્ટોરી છે. ફિલ્મ એક કમ્પ્યુટર એન્જિનિયરની સ્ટોરી છે. ફિલ્મનો હીરો કોઈ ટ્રેપમાં ફસાય છે પછી તેમાંથી કેવી રીતે બહાર નીકળે છે, પોતાની સમસ્યાઓ સામે લડતા સામાન્ય વ્યક્તિની આ સ્ટોરી છે. ફિલ્મ આ સંઘર્ષની વાત કરે છે.’ જો કે આ બધામાં ટેક્નોલોજી કેવી રીતે મદદ કરે છે, ફિલ્મમાં શું થાય છે તે જાણવા માટે ફિલ્મ જ જોવી પડશે.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ધીમેધીમે પીક પકડી રહી છે. મસાલા અને કોમેડી ફિલ્મ્સની સાથે સાથે હવે ઈન્ડસ્ટ્રીમાં નવા એક્સપેરિમેન્ટ પણ થઈ રહ્યા છે. ‘ઢ’ અને ‘રેવા’ જેવી ડિફરન્ટ ટાઈપ્સની ફિલ્મો પણ દર્શકોને પસંદ પડી છે. ત્યારે હવે ટૂંક સમયમાં સિલ્વર સ્ક્રીન પર આવશે પહેલી ગુજરાતી સાયન્સ ફિક્શન ફિલ્મ.

October 25, 2018
night_meditation4.jpg
1min17220

Jayesh Brahmbhatt 98253 44944

નવું ન કરે તો સુરતી નહીં…આ કહેવત સુરતીઓની લાઇફ સ્ટાઇલ પરથી પ્રસ્થાપિત થઇ રહી છે. દાયકાઓથી શરદપૂર્ણિમા અને ચંદી પડવાની નાઇટ્સ હોય એટલે સુરતીઓ માટે તો જાણે ખાણી પીણીની જયાફત ઉડાડવાનો મોકો પણ હોય અને દસ્તુર તો ખાઇ-પી ને મસ્ત થવાનો તો ખરો જ. શરદપૂર્ણિમાએ દુધ-પૌંઆ ભલે નાની કટોરી ભરીને ખાતા હોય પણ તેની સાથે ભજીયા-ચટાણી અને અન્ય તમતમતી ચટાકેદાર વાનગીઓ આરોગવાનું સુરતીઓ ભૂલતા નથી અને ચંદી પડવાઓ તો ઘારી-ભૂસું ભલે નામનું હોય, પણ સુરતીઓનું આ નાઇટનું મેનુ ધમાકેદાર અને સાંભળી ને જ મોંમા પાણી લાવી દેનારું હોય છે.

ઇન શોર્ટ શરદપૂર્ણિમા કે ચંદી પડવાની ફુલ ચાંદની રાતો સુરતીઓ માટે ખાણીપીણી અને ધાંધલ-ધમાલ, પાર્ટી ઓલ નાઇટ જેવી હોય છે. આવી સ્થિતિમાં વિચારો કે કોઇ સુરતી બિલકુલ શાંત ચિત્તે ચાંદની શીતળ ઠંડક અને ટાઢા પ્રકાશમાં મેડિટેશન કરતો હોય ખરો? જે લોકો સુરતીઓનો ઓળખે છે એનો જવાબ તો બિલકુલ ના જ હોય. કે સુરતીઓ એટલિસ્ટ ચંદી પડવા કે શરદ પૂનમની રાતે તો બિલકુલ ચૂપચાપ શાંતિથી બેસીને મેડીટેશન કરે એ વાતમાં માલ નથી.

પણ સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ આપને અહીં જે ફોટા બતાવી રહ્યું છે એને જોયા પછી તમારે માનવું પડશે કે તા.24મી ઓક્ટોબર 2018ના રોજ શરદ પૂર્ણિમાએ સોળે કળાએ ખીલેલા ચંદ્રની શીતળ છાયામાં સુરતીઓએ મેડીટેશન કર્યું હતું. શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં પૂજા-અભિષેક બિલ્ડિંગની ટેરેસ પર ભેગા થયેલા સુરતીઓએ શરદપૂનમની રાત્રે મસ્ત મજાનું મેડિટેશન કરીને માનસિક શાંતિ મેળવી હતી. જાણીતા સ્પિરીચ્યુઅલ ટ્રેનર-અૉરો રિડર ફિરોઝ મોરકસની આગેવાની હેઠળ આ મેડીટેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ભાગ લેનારા સુરતીઓએ પણ કંઇક નવીન અનુભૂતિ કરી હોવાનું જણાવ્યું હતું. આ સુરતીઓ એટલા ધ્યાન મગ્ન હતા કે તેઓ બધું ભૂલીને મેડીટેશનમાં મસ્ત બની ગયા હતા જે તસ્વીરોમાં જોઇ શકાય છે.

આ મેડીટેશન કેમ્પનું આયોજન કરનાર સ્પિરીચ્યુઅલ ટ્રેનર-અૉરો રિડર ફિરોઝ મોરકસ એ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું છે કે આ એક ફુલ મુન એનર્જી મેડીટેશન સિટીંગ હતી. દોઢથી બે કલાક સુધી સુરતના લોકોએ સોળે કળાએ ખીલેલા ચંદ્રનો પ્રકાશ ગ્રહણ કર્યો હતો. આ બન્ને દિવસોની રાત્રીએ ચંદ્રનો પ્રકાશ, તેજ, કિરણો જે ગણો તે એટલા ફળદાયી હોય છે કે માનવ શરીરના અનેક પ્રશ્નોને નૈસર્ગિક રીતે ઉકેલી શકે છે. સ્કીન ડિસીઝ, એલર્જી વગેરેમાં પણ શરદ પૂનમ અને ચંદી પડવાના ચંદ્રનો પ્રકાશ બહું જ ફાયદાકારક રહે છે. તેમણે કહ્યું કે તેઓ છેલ્લા 6 વર્ષથી દર શરદ પૂનમની રાત્રે સુરતીઓ માટે આ પ્રકારના એનર્જી મેડીટેશન કેમ્પ યોજી રહ્યા છે.

.. છે ને આપણે સૌ સુરતીઓ અનપ્રિડિક્ટીબલ….

(શરદ પૂનમની રાતે સુરતીઓએ અઠવાલાઇન્સ ખાતેના એક એપાર્ટમેન્ટના ટેરેસ પર મેડીટેશન કર્યું હતું.)

(શરદ પૂનમની રાતે સુરતીઓએ અઠવાલાઇન્સ ખાતેના એક એપાર્ટમેન્ટના ટેરેસ પર મેડીટેશન કર્યું હતું.)

(શરદ પૂનમની રાતે સુરતીઓએ અઠવાલાઇન્સ ખાતેના એક એપાર્ટમેન્ટના ટેરેસ પર મેડીટેશન કર્યું હતું.)

(શરદ પૂનમની રાતે સુરતીઓએ અઠવાલાઇન્સ ખાતેના એક એપાર્ટમેન્ટના ટેરેસ પર મેડીટેશન કર્યું હતું.)

(શરદ પૂનમની રાતે સુરતીઓએ અઠવાલાઇન્સ ખાતેના એક એપાર્ટમેન્ટના ટેરેસ પર મેડીટેશન કર્યું હતું.)

(શરદ પૂનમની રાતે સુરતીઓએ અઠવાલાઇન્સ ખાતેના એક એપાર્ટમેન્ટના ટેરેસ પર મેડીટેશન કર્યું હતું.)

(શરદ પૂનમની રાતે સુરતીઓએ અઠવાલાઇન્સ ખાતેના એક એપાર્ટમેન્ટના ટેરેસ પર મેડીટેશન કર્યું હતું.)

(શરદ પૂનમની રાત્રે છેલ્લા 6 વર્ષથી સુરતીઓ માટે એનર્જી મેડીટેશન કેમ્પ યોજતા સુરતના જાણીતા સ્પિરીચ્યુઅલ ટ્રેનર-અૉરો રિડર ફિરોઝ મોરકસ)

October 25, 2018
IndiGo_logo.png
1min9000

ઉડ્ડયન ઉદ્યોગની નં 1 કંપની ઇન્ડિગોએ તેના 64 ડેસ્ટિનેશન્સના નેટવર્ક માટે દિવાળી સ્પેશિયલ સેલ લોન્ચ કર્યો છે, જેની હેઠળ તે ₹899 જેટલા પ્રારંભિક ભાડામાં હવાઈટિકિટ વેચશે. ભારતની એરલાઇન કંપનીઓની બેલેન્સશીટ પહેલેથી જ ખોટમાં છે ત્યારે આવી સસ્તી ટિકિટની સ્પર્ધા વધવાને કારણે તેમની નાણાકીય મુશ્કેલી વધુ ખરાબ થઈ શકે છે. “24 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર માટે શરૂ થયેલી આ ઓફરમાં 10 લાખ સીટ આવરી લેવાઈ છે. આ ઓફર હેઠળ 8 નવેમ્બર 2018થી 15 એપ્રિલ 2019 વચ્ચેની ટિકિટો ખરીદી શકાશે, જેની પ્રારંભિક કિંમત ₹899 (ઓલ-ઇન્ક્લુઝિવ)થી શરૂ થશે.” એમ ઇન્ડિગોએ તા.24 ઓક્ટોબર 2018ના એક નિવેદનમાં જણાવ્યું હતું. ઇન્ડિગોએ પ્રવાસની પિક સીઝન દરમિયાન લોન્ચ કરેલા સેલનું અનુકરણ હરીફ એરલાઇન્સ પણ કરે તેવી શક્યતા છે.

October 25, 2018
banner-sea.jpg
1min9620

દહેજ-ઘોઘો વચ્ચે રો-રો ફેરી સર્વિસ આડે સતત વિધ્નો આવી રહ્યા છે. અગાઉ નરેન્દ્ર મોદીએ ફક્ત મુસાફરો માટેની દહેજ-ઘોઘા વચ્ચેની રો-રો ફેરી સર્વિસ શરૂ કરી હતી. એ પછી તેને બંધ કરીને માલવાહક ટ્રક, વાહનો સમેત મુસાફરોને લઇ જતી રો-રો ફેરી સર્વિસ શરૂ કરવાનું આયોજન પૂરું કરીને ગઇ તા.12મી ઓક્ટોબર 2018ના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે ઉદઘાટિત કરવાનું આયોજન હતું, પણ તૈયારીઓ પૂરી ન થઇ શકતા એ તા.27મી ઓક્ટોબર 2018ના રોજ એટલે કે બે દિવસ બાદ કરવાનું આયોજન હતું. હવે તા.27મી ઓક્ટોબરે પણ રો-રો ફેરી સર્વિસ શરૂ થવા સામે પ્રશ્નો ઉપસ્થિત થયા છે કેમકે આજરોજ તા.25મી ઓક્ટોબર 2018ના રોજ ટ્રાયલ દરમિયાન દુર્ઘટના સર્જાઇ હતી અને શીપ સાથેની સેફ્ટી બોટ ડૂબી જતા 7 લોકો ડુબ્યા હતા જેમાંથી 6ને બચાવી લેવાયા છે જ્યારે એક વ્યક્તિ ઘટનાના કલાકો પછી પણ મળી આવી ન હતી.

  • 12 ઓક્ટોબર 2018ના રોજ બીજા વખતનું ઉદ્ઘાટન થવાનું હતું જે મૌકુફ રહ્યું
  • તા.27 ઓક્ટોબર 2018ના રોજ ત્રીજી વખત ઉદ્ધાટન થવાનું હતું એ પણ હવે અનિશ્ચિતકાલિન મૌકુફ

દહેજ ઘોઘા રોરો ફેરીમાં વાહનો પણ લઈ જઈ શકાય તેવું વિશાળ જહાજ સામેલ કરવામાં આવ્યું છે. દહેજ-ઘોઘા રોરો ફેરીની શીપ સાથે રહેલી સેફ્ટી બોટ આજે તા.25મી ઓક્ટોબર 2018ના રોજ દરિયામાં અચાનક શીપથી છૂટી પડી ગઇ હતી અને કર્મચારીઓ હજુ કંઇ સમજે એ પહેલા તો એ દરિયાનાં પાણીમાં ઉંધી વળી ગઈ હતી. આ બોટમાં ૭ લોકો સવાર હતા. જેમાંથી ૬ લોકોને બચાવી લેવાયા છે. પરંતુ હજી પણ એક કર્મચારી લાપતા છે. જેની મરિન પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

October 25, 2018
statue-of-unity.jpg
1min11250

લગભગ 11 હજાર જેટલા આમંત્રિતોની હાજરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના લોકાર્પણ પ્રસંગે તા. 31 ઓક્ટોબર 2018ના દિવસે ખુદ સરદાર વલ્લભભાઈ પટેલના પૌત્ર જ હાજર નહીં રહે તેવી શક્યતા છે. 78 વર્ષના ગૌતમભાઈ અને તેમની પત્ની વડોદરામાં રહે છે. પણ તેમનો પુત્ર કેદાર અમેરિકામાં સ્થાયી થયો હોવાથી તેઓ વડોદરા અને અમેરિકા વચ્ચે આવન જાવન કરતા રહે છે. હાલમાં પણ તેઓ અમેરિકા છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ૧૫ દિવસથી સીએમઓ દ્વારા આ સમારોહમાં ગૌતમભાઈ અને તેમના પત્ની હાજર રહે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પણ તેમનો  સંપર્ક થઈ રહ્યો નથી. વલ્લભ વિદ્યાનગરમાં રહેતા સરદાર પટેલના ભત્રીજા મનુભાઈ પટેલના પુત્ર ભુપેન્દ્ર પટેલનુ કહેવુ છે કે તેમનો કોન્ટેક્ટ કરવાના અમારા પરિવારના તમામ પ્રયત્નો પણ નિષ્ફળ ગયા છે.

ગૌતમભાઈ આ કાર્યક્રમમાં હાજર રહે તેવુ લાગતુ નથી. એમ પણ જાહેર સમારોહથી તેઓ દુર રહેવાનુ જ પસંદ કરે છે. જોકે  સરદાર પટેલ પરિવારના બીજા ૩૦ સભ્યો લોકાર્પણના કાર્યક્રમમાં હાજર રહેશે. સરદાર પટેલ પરિવારના તમામ સભ્યોને ગોલ્ડ પાસ આપવામાં આવ્યા છે જેથી તેઓ પીએમ સહિતના વીવીઆઈપીઓની સાથે બેસી શકે.

October 24, 2018
1min6300
સૂરતઃ માહિતી બ્યુરો– સુરત અને તાપી રોજગાર કચેરી દ્વારા આગામી તા.૨૬/૧૦/૨૦૧૮ના રોજ સવારે ૧૦.૦૦ વાગે દ.ગુ.યુનિ.ના કન્વેન્શન સેન્ટર ખાતે મેગા જોબફેર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાનગી ક્ષેત્રની ૭૦ થી વધુ કંપનીઓ હાજર રહેશે. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો તથા બાયોડેટા(ત્રણથી ચાર નકલમાં) ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક(રોજગાર) દ્વારા જણાવાયું છે. હાજર રહેનાર કંપનીઓ અને જગ્યાઓ અંગેની જાણકારી માટે ફેસબુક પેઝ Mccsurat મળી શકશે.