CIA ALERT

Blog - Page 597 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
December 11, 2018
bjp-1280x960.jpg
1min6820

પાંચ રાજ્યોના પરિણામ ધીરે ધીરે આવી રહ્યા છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાણામાં કોની સરકાર રચાશે તે થોડાક કલાકોમાં નક્કી થઈ જશે. હાલ તો છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસનો રથ આગળ ચાલી રહ્યો છે, તો મધ્યપ્રદેળમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે., તેલંગાણામાં TRS અને મિરોઝરમમાં મિજો નેશનલ ફ્રંટ આગળ છે.

આ વલણની વચ્ચે પીએમ મોદીએ કોર કમિટીની બેઠક બોલાવી છે. મનાઈ રહ્યું છે કે આ બેઠકમાં પાંચ રાજ્યોના પરિણામ અંગે ચર્ચા થશે. હાલના પરિણામો ભાજપનું કોંગ્રેસમુક્ત ભારતનું સપનું તોડતા દેખાઈ રહ્યા છે. ત્યારે કોર કમિટીની બેઠકમાં પરિણામના જો તો વિશે પણ ચર્ચા થઈ શકે છે.

હાલ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની સરકાર છે. તો તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ અને મિઝોરમમાં કોંગ્રેસની સરકાર છે. આ પાંચેય રાજ્યોના પરિણામને 2019ની લોકસભા ચૂંટણી પહેલાની સેમીફાઈનલ મનાઈ રહ્યા છે.

December 10, 2018
CIA_Live_Logo_New2.jpg
1min15450

લોકરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરવી પડી હતી, હજુ આ ઘટનાના મૂળ સુધી પોલીસ પહોંચી શકી નથી ત્યાં આજે તા.10મીએ મોડી સાંજે રાજ્ય સરકારના વહીવટ અને આઇ.ટી. વિભાગના અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે રવિવારે તા.23મી ડિસેમ્બર 2018ના રોજ રાજ્યવ્યાપી ધોરણે યોજાનારી વન રક્ષક વર્ગ-3ની કુલ 334 જગ્યા માટેની ભરતી પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ અને સમયપત્રક હવે પછી જાહેર કરવામાં આવશે.

વન રક્ષક વર્ગ-3ની આ પરીક્ષા માટે પણ રાજ્યભરમાંથી અંદાજે 6 લાખ ઉપરાંત ઉમેદવારોએ તૈયારી કરી હતી અને પરીક્ષાના કોલ લેટરની રાહ જોઇ રહ્યા હતા. આજે મોડી સાંજે પરીક્ષા રદ કરવાની જાહેરાતને પગલે લાખો ઉમેદવારો નિરાશ થયા હતા. આ સાથે જ ગુજરાત સરકારની આબરૂનું પણ લિલામ થવા પામ્યું છે. ભરતી પ્રક્રિયાઓ કે જેમાં એક સાથે લાખો ઉમેદવારો તૈયારી કરતા હોય છે એ છેલ્લી ઘડીએ રદ કરી દેવાથી ઉમેદવારોને માનસિક, શારીરીક, આર્થિક અને ભવિષ્યનું કેટલું મોટું નુકસાન વેઠવું પડે છે તેનો અંદાજો પણ સરકાર જાણતી ન હશે.

December 10, 2018
adani.jpg
1min6070

એવું નથી કે ફક્ત ભારત કે ગુજરાતમાં જ અદાણી ઉદ્યોગ સમૂહને સામાન્ય લોકો ગાળો દઇ રહ્યા છે. નીતિ નિયમો નેવે મૂકીને, પર્યાવરણની ઐસીતૈસી કરીને ઉદ્યોગો ઉભા કરવાનો આરોપ જેના પર મૂકાયો છે એ અદાણી ઇન્ડસ્ટ્રીઝ ઓસ્ટ્રેલિયામાં ખાણ વેપાર કરી રહ્યું છે, અને ઓસ્ટ્રેલિયામાં પણ હાલમાં તેનો સખત અને સતત વિરોધ થઇ રહ્યો છે. ગત તા.8મી ડિસેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં અદાણી ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ તીખામાં તીખું વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ પણ સામેલ થયા હતા.

અદાણી વિરુધ્ધ ઓસ્ટ્રેલિયાના મુખ્ય શહેરો જેવા કે મેલબર્ન, સિડની, બ્રિસબેન અને ફેયર્સ જેવા શહેરોમાં વિરોધ પ્રદર્શનોમાં 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને લોકોએ જોડાયા હતા. વિદ્યાર્થીઓ હાથમાં સ્ટોપ અદાણીના પોસ્ટર્સ લઇને પ્રદર્શનમાં સામેલ થયા હતા. બ્રિસબેનમાં હજારોની સંખ્યામાં અદાણીના મુખ્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરાયો હતો. ઓસ્ટ્રેલિયાના યૂથ ક્લાઇમેનટ કોલિજનના જણાવ્યા પ્રમાણે માત્ર મેલબર્નમાં જ લગભગ પાંચ હજાર લોકો વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા.

મધ્ય ક્વીંસલેન્ડના ગૈલિલી બેસિનમાં અદાણીના 16.5 અબજ ડોલરના કારમાઇકલ કોલસા ખાણ પ્રોજેક્ટનો ઓસ્ટ્રેલિયામાં સતત વિરોધ થઇ રહ્યો છે અને આ ગત આઠ વર્ષોથી વિવાદના ઘેરામાં છે.

પ્રદર્શનમાં સામેલ 24 વર્ષીય ક્વીંસલેન્ડ યુનિવર્સિટી વિદ્યાર્થી એપ્રિલ મૌકેબે જણાવ્યું હતું કે, ગૈલિલી બેસિન સ્થિત કારમાઇકલ ખાણમાં મોટી સંખ્યામાં થઇ રહેલા કામે યુવાઓમાં બદલાવની પ્રેરણા જગાવી છે. અત્યાર સુધી લોકો આ અંગે વાતો કરી રહ્યા હતા પરંતુ હવે લોકો આની વિરુદ્ધ પ્રદર્શન પણ કરી રહ્યા છે. સિડનીમાં લોકો ‘ધેર ઇઝ નો પ્લાનેટ બી’ ના પોસ્ટર્સ લઇને વિરોધ કરી રહ્યા હતા.

પર્યાવરણસંરક્ષકોએ આ ખાણને કારણે પર્યાવરણને નુકસાન થવાની ચેતાવણી આપી હતી. અદાણીના આ પ્રોજેક્ટને પ્રથમ ઝટકો 2015માં લાગ્યો હતો જ્યારે સિડનીની એક કોર્ટે અદાણીને આપેલી પર્યાવરણીય મંજૂરી પરત લેવાનો નિર્ણય લીધો હતો. નોંધનીય છે કે, લોકો વડાપ્રધાન સ્કોટ મોરિસનની વિરુદ્ધ પણ પ્રદર્શન કરી રહ્યા છે કેમકે, તેમણે કોલમાઇન પ્રોજેક્ટનો વિરોધ કરનારાઓની ટીકા કરી હતી. ઉલ્લેખનીય છે કે, અદાણી ગ્રૂપનો આ કોલમાઇન પ્રોજેક્ટ પ્રખ્યાત ધી ગ્રેટ બેરિયર રીફની અત્યંત નજીક છે. આ ઓસ્ટ્રેલિયાનું અત્યંત પ્રખ્યાત પ્રવાસી સ્થળ છે.

December 10, 2018
urjit_patel.jpg
1min5320

RBIના ગવર્નર ઉર્જિત પટેલે અચાનક જ રાજીનામું આપી દીધું છે. જેની પાછળ ઉર્જિત પટેલે અંગત કારણોને જવાબદાર ગણાવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે ઉર્જિત પટેલ અને કેંદ્ર સરકાર વચ્ચે અનેક મુદ્દાઓ પર તણાવ અને મતભેદ ચાલી રહ્યા હતા. જો કે છેલ્લા કેટલાક દિવસો RBIની બોર્ડની બેઠક બાદ અહેવાલો આવ્યા હતા કે સરકાર અને ઉર્જિત પટેલ વચ્ચે બધું ઠીક થઈ ગયું છે. જો કે તે વચ્ચે આજે તા.10મી ડિસેમ્બર 2018ના રોજ સાંજે આર.બી.આઇ.ના ગવર્નર ઉર્જિત પટેલે અચાનક રાજીનામું આપી દીધું હતું.

“કેટલાક અંગત કારણોના લીધે મે મારા વર્તમાન હોદ્દા પરથી રાજીનામું આપવાનું નક્કી કર્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈંડિયા છે વર્ષો સુધી અલગ અલગ હોદ્દા પર કામ કરવા મળ્યું તે મારા માટે ગૌરવની વાત છે. RBIના તમામ કર્મચારીઓ, અધિકારીઓ અને મેનેજમેન્ટના સહયોગથી બેંકે આ વર્ષોમાં ઘણી સિદ્ધીઓ મેળવી છે. હું મારા સહકર્મચારીઓ અને RBIના સેંટ્રલ બોર્ડના ડિરેક્ટરનો આભાર માનું છું, અને હું તેમને ભવિષ્ય માટે શુભકામનાઓ આપું છું”

આવતીકાલ તા.11મી ડિસેમ્બર 2018નો દિવસ ભારતના અર્થતંત્ર માટે નઠારો બની રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. શેરબજાર પર ઉર્જિત પટેલના રાજીનામાની ઘેરી અસર પડવાની શક્યતાઓ નકારી શકાતી નથી તો બીજી તરફ પાંચ રાજ્યોની ચૂંટણીના પરીણામો પણ ભારતીય અર્થતંત્રને મોટી અસર કરે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.

December 10, 2018
kedarnath.jpg
1min6410

ફિલ્મ કેદારનાથમાં સારા અલી ખાનની એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે. તો બોક્સ ઓફિસ પર પણ ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે. સુશાંત સિંહ રાજપૂર અને સારા અલી ખાનની કેદારનાથે રવિવારે એટલે કે ત્રીજા દિવસે પણ 10.75 કરોડ રૂપિયાની કમાણી કરી. પહેલા વીક એન્ડમાં ફિલ્મ કુલ 27.75 કરોડ રળી ચૂકી છે.

ફિલ્મ કેદારનાથે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર થી 7.25 કરોડ રૂપિયા ઉસેટ્યા હતા. તો બીજા દિવસે આ આંકડો વધીને 9.75 કરોડ થયો. રિલીઝના ત્રીજા દિવસે ફિલ્મે 10.75 કરોડની કમાણી કરી. આ સાથે જ ફિલ્મ પોતાના પહેલા વીક એન્ડમાં 27.75 કરોડની કમાણી કરી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ કેદારનાથમાં સારા અલી ખાનની એક્ટિંગ વખણાઈ છે. પોતાની ડેબ્યુ ફિલ્મમા જ સારાએ ક્ષમતાની નોંધ લેવડાવી છે.

કેદારનાથ 2013માં કેદારનાથમાં આવેલી પૂરની ઘટના પર આધારિત છે. આ પૂરમાં એક હજાર કરતા વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. રોની સ્ક્રૂવાલાની RSVP અને અભિષેક કપૂરની ગાય ઈન ધી સ્કાય પિક્ચર્સ દ્વારા નિર્મિત કેદારનાથ અભિષેક કપૂરે ડિરેક્ટ કરી છે.

December 10, 2018
hukka.jpg
1min14470
  • મુંબઈ હાઈ કોર્ટમાં તા.26મી નવેમ્બર 2018ના રોજ આવો સવાલ કરતી એક પિટિશન દાખલ કરવામાં આવી હતી
  • ૧૭ ડિસેમ્બર સુધીમાં જવાબ ફાઇલ કરવા મહારાષ્ટ્ર સરકારને આદેશ કરાયો છે

મહારાષ્ટ્રમાં નવા જે કાયદા કાનૂન લાગુ થાય છે ગુજરાતમાં એ થોડા વખતમાં લાગૂ પડી જાય છે. જેમકે મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક પર બેન મૂકાયા બાદ ગુજરાતમાં પણ તેનો અમલ શરૂ કરાયો હતો. એવા અનેક નિયમો, કાયદાઓ બન્યા છે જેનો ટ્રેન્ડ મહારાષ્ટ્રે સેટ કર્યો છે. હવે હુક્કા બારની બાબતમાં પણ આવું બની શકે એમ છે. મહારાષ્ટ્રમાં હુક્કાબાર પર પ્રતિબંધ મૂકાયો છે જેની સામે મહારાષ્ટ્ર હાઇકોર્ટમાં પીટીશન ફાઇલ કરવામાં આવી છે જેમાં સવાલ ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે હુક્કા બાર પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો છે. હકીકતમાં તો હુક્કાબારમાં સિગારેટ કે બીડી કરતા પણ ઓછું નિકોટિન હોય છે, મોટા મોલ્સ, એરપોર્ટ જેવા જાહેર સ્થળો પર ધુમ્રપાન માટે સ્પેશયલ એરિયા હોય છે ત્યારે હુક્કા બાર પણ સ્પેશિયલ જગ્યા હોવા છતાં તેને કેમ ગેરકાચદે ગણવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં થયેલી આ રીટના અનુસંધાનમાં મહારાષ્ટ્ર સરકારને તા.17મી ડિસેમ્બર 2018 સુધીમાં જવાબ ફાઇલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ નથી તો પછી હુક્કા પર કેમ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે એવો સવાલ પુણેની કાર્નિવલ રેસ્ટોરન્ટના દિનેશ ગાયકવાડે ગઇ તા.26મી નવેમ્બર 2018ના રોજ મુંબઈ હાઈ કોર્ટમાં કરવામાં આવેલી પિટિશનમાં પૂછ્યો છે. આ પિટિશનમાં રાજ્યમાં હુક્કા પાર્લર પર લાદવામાં આવેલા પ્રતિબંધને ઉઠાવી લેવાની માગણી કરવામાં આવી છે. આ પિટિશનની અંતિમ સુનાવણી કરવામાં આવી ત્યારે સરકારને પોતાનો જવાબ નોંધાવવાનો આદેશ આપીને સુનાવણી ૧૭ ડિસેમ્બર પર મોકૂફ રાખવામાં આવી હતી.

પિટિશનરે એવો દાવો કર્યો છે કે હુક્કામાં બીડી અને સિગારેટની સરખામણીમાં ઓછા નિકોટિનનું સેવન થાય છે. આમ છતાં બીડી અને સિગારેટના વેચાણને પરવાનગી છે અને થિયેટર્સ, મૉલ, કૉર્પોરેટ ઑફિસ, ઍરપોર્ટ વગેરે સ્થળે ખાસ સ્મોકિંગ ઝોન બનાવીને આપવામાં આવે છે ત્યારે હુક્કા વિક્રેતા સાથે જ કેમ અન્યાય કરવામાં આવે છે?

December 10, 2018
taj.jpg
1min6830

વિશ્વની અજાયબીઓમાંથી એક તાજમહેલમાં ભીડને કાબૂમાં કરવા માટે નવી વ્યવસ્થા લાગૂ પાડવામાં આવી છે. મુખ્ય મકબરા સુધી જવા માટે હવે પર્યટકોએ કુલ 250 રૂપિયા ચુકવવા પડશે. તાજ મહેલની મુલાકાતે આવા પર્યટકોની સંખ્યા સતત વધી કહી છે. વીકેંડમાં 50 હજારથી વધુ સહેલાણીઓ તાજની મુલાકાતે પહોંચે છે. એવામાં મુખ્ય મકબરા પર ભીડ વધ્યા બાદ શાહજહાં અને મુમતાઝની કબર જોવા વાળાઓની ભીડ વધી જાય છે. લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે. જેને જોતા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મુખ્ય મકબરા પર ભીડને ઓછી કરવા માટે ટિકિટના જક વધારવાનું સૂચન આપ્યું હતું જેને સરકારે મંજૂરી આપી છે.

જૂના દર મુજબની 50 રૂપિયાની ટિકિટ લેનાર પર્યટકોને રેડ પ્લેટફોર્મ(ચમેલી ફર્શ) સુધી જવાની અનુમતિ મળશે. આ પર્યટકો મુખ્ય મકબરા સિવાય તાજમહેલના દીદાર કરી શકશે.

  • સ્થાનિક પર્યટકો માટે 50 અને 250 રૂપિયા
  • વિદેશી પર્યટકોએ 1100 અને 1300 રૂપિયા
  • સાર્ક દેશો માટે 540 અને 740 રૂપિયા

તાજમહેલના પૂર્વીય અને પશ્ચિમી ગેટ પર બનેલી ટિકિટ વિંડો પરથી પર્યટકો ટિકિટ લઈ શકશે. અહીં સ્થાનિક પર્યટકો માટે 50 અને 250 રૂપિયાની ટિકિટ આપવામાં આવશે જ્યારે વિદેશી પર્યટકોએ 1100 અને 1300 રૂપિયા ચુકવવા પડશે. જ્યારે સાર્ક દેશો માટે 540 અને 740 રૂપિયાની ટિકિટ રહેશે. મુલાકાતીઓ પોતાની સુવિધા અનુસાર ટિકિટની પસંદગી કરી શકશે.

પ્રવાસન વિભાગે ઑગસ્ટમાં પણ તાજની ટિકિટમાં વધારો કર્યો હતો. સ્થાનિક અને સાર્ક દેશોના પર્યટકો માટે ટિકિટમાં 10 રૂપિયા અને વિદેશી પર્યટકો માટે 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા એપ્રિલ 2016માં ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો હતો.

200 રૂપિયાની વધારાની ટિકિટ લઈને મુલાકાતીઓ તાજના મુખ્ય મકબરાના મુગલકાળના નકશીકામનો આકર્ષક નજારો જોઈ શકશે. સંગેમરમર પર કરવામાં આવેલું આ નકશીકામ પર્યટકોમાં આકર્ષણનું કેંદ્ર છે. મુમતાજની કબર પાસે પણ પથ્થરો પર શાનદાર કામ કરવામાં આવ્યું છે. જે ખુબ જ મનમોહક છે.

 

December 10, 2018
senior_citizen.jpg
1min6430

(Symbolic photo senior citizen )

કેટલીક બેંકો સિનિયર સિટીઝન્સને બેંક ડિપોઝીટસ પર મળતા વ્યાજની આવકમાંથી ખોટી રીતે ઇન્કમટેક્સ કાપી લેતી હોવાની બાબત ધ્યાન પર આવતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ ગઇ તા.6 ડિસેમ્બર 2018ના રોજ એક ખાસ નોટિફિકેશન જારી કરીને દરેક બેંકો, ફાઇનાન્સિયલ સંસ્થાઓ જોગ સ્પષ્ટતા કરી છે કે સિનિયર સિટીઝન્સને વિવિધ પ્રકારની થાપણો, ડિપોઝીટ્સ પર થતી વ્યાજની કુલ રૂ.50,000 સુધીની આવક પર કોઇ પણ પ્રકારનો ટેક્સ કાપવાનો નથી. (CBDT)એ એ પણ સ્પષ્ટતા કરી છે કે ઇન્કમ ટેક્સ એક્ટ ની કલમ 194-એ અન્વયે પણ રૂ.50,000 સુધીની વ્યાજની આવક ધરાવનાર સિનિયર સિટીઝન્સની આવક પર કોઇ પણ પ્રકારનો ઇન્કમ ટેક્સ કાપવાનો નથી.

થાપણો પર રૂ.50,000થી વધુ વાર્ષિક આવક ધરાવત સિનિયર સિટીઝનની વ્યાજની આવક પર જ ટેક્સની ગણતરી કરીને તેને કાપવાનો રહેશે. રૂ.50 હજાર સુધીના વાર્ષિક વ્યાજ પર કોઇપણ પ્રકારનો ઇન્કમ ટેક્સ કાપવાનો રહેતો નથી.

(CBDT)ની આ પ્રકારી સ્પષ્ટતા પછી દેશભરના લાખો નહીં કરોડો સિનિયર સિટીઝન્સને રાહતની લાગણી થઇ છે. મોટા ભાગના સિનિયર સિટીઝન્સ કે જેઓ સેવા નિવૃત જીવન વિતાવે છે, તેમની પાસે આવકનો એકમાત્ર સ્ત્રોત બેંકની ફિક્સ ડિપોઝીટ કે અન્ય થાપણો સ્વરૂપે હોય છે અને તેના વ્યાજમાંથી મળતી રકમમાંથી તેમનો નિર્વાહ થતો હોય છે. આવા સંજોગોમાં (CBDT)ની સ્પષ્ટતાથી સિનિયર સિટીઝન્સને રાહતની લાગણી ફેલાય છે.

The Central Board of Direct Taxes (CBDT) has learnt of instances where banks wrongly deducted tax at source (TDS) on interest income earned by senior citizens. In a notification issued on December 6, it has clarified that no TDS has to be deducted under section 194-A of the Income Tax (I-T) Act in the hands of senior citizens, unless their interest income in the aggregate exceeds Rs 50,000 in a year.

Section 80-TTB was introduced with effect from April 1, 2018. Any individual, aged 60 and above, can claim a deduction of up to Rs 50,000 from his/her interest income.

Thus, if the interest income is collectively less than this sum, TDS requirements do not come into play

 

December 10, 2018
upendra-kushwaha.jpg
1min7650
તા.11મી ડિસેમ્બરના રોજ મંગળવારથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે એના એક દિવસ પહેલા આજે તા.10મી ડિસેમ્બર 2018ના રોજ એનડીએની બેઠક યોજાવાની છે, આ બેઠકમાં ઉપસ્થિત નહીં રહેવા અંગે ટ્વીટ કરનાર કેન્દ્રીય મંત્રી અને બિહારના નેતા ઉપેન્દ્ર કુશવાહાએ સ્પષ્ટ મનાઈ કરી દીધી છે. તા.10મી ડિસેમ્બરના રોજ બપોરે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું સોંપી દીધું છ. ચર્ચા થઈ રહી છે કે ઉપેન્દ્ર કુશવાહા વિપક્ષોના મહાગઠબંધન સાથે જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારના રોજ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે, એક્ઝિટ પોલમાં કોંગ્રેસના સરાસરી મળતી હોય તેવું લાગી રહ્યું છે.
રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (RLSP)નાં અધ્યક્ષ છે ઉપેન્દ્ર કુશવાહા
December 10, 2018
kumbh_allhabad.jpg
2min12860

ઉત્તર પ્રદેશના અલાહાબાદમાં આગામી ૧૫ જાન્યુઆરીથી શરૂ થતા ૪૫ દિવસના કુંભમેળાનો આરંભ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શનિવારે અલાહાબાદમાં કુંભમેળાની તૈયારીનું નિરીક્ષણ કરતાં પહેલાં દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે એ બાબતમાં ચર્ચા કરી હતી.આગામી વર્ષે ૧૪મી જાન્યુઆરીથી કુંભ મેળાનો પ્રારંભ થશે અને ૫૦ દિવસ ચાલશે તેમ પ્રયાગરાજ મેળા પ્રાધિકરણે માહિતી આપી હતી. તીર્થસ્થાનોમાં માઘ, અર્ધકુંભ અને કુંભ મેળાનું આયોજન આ સંસ્થા સંભાળે છે. તેમણે ૧૪ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ પ્રથમ શાહી સ્નાન થશે અને આખરી સ્નાન ૪ માર્ચ અને મહાશિવરાત્રિએ થશે.

  • સ્નાન પોષ પૂર્ણિમા ૨૧ જાન્યુઆરી
  • મૌની અમાવસ્યા ૪ ફેબ્રુઆરી
  • વસંત પંચમી ૧૦મી ફેબ્રુઆરી
  • માઘી પૂર્ણિમા ૧૯ ફેબ્રુઆરી

અલ્હાબાદ ડિવિઝનના કમિશ્નર અષિશ ગોયલના વડપણ હેઠળ યોજાયેલી બેઠકમાં ચર્ચા વિચારણાના અંતે આ જાહેરાત કરવામા આવી હતી જેમાં અન્ય મહત્ત્વના સ્નાન પોષ પૂર્ણિમા ૨૧ જાન્યુઆરી, મૌની અમાવસ્યા ૪ ફેબ્રુઆરી, વસંત પંચમી ૧૦મી ફેબ્રુઆરી અને માઘી પૂર્ણિમા ૧૯ ફેબ્રુઆરીએ યોજાશે.

જો કે, આ કાર્યક્રમની તૈયારી તેમજ ગોઠવણમાં અખિલ ભારતીય અખાડા પરિષદને મહત્ત્વ ન અપાતા તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. તેના વડા સ્વામી નરેન્દ્ર ગીરીએ કહ્યું હતું કે, કુંભના આયોજનમાં અખાડા પરિષદની મંજૂરી વિના કાર્યક્રમ ગોઠવાય છે તે બાબત કમનસીબ છે તેમણે ઉમેર્યું હતું કે આ મુદ્દે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનું ધ્યાન દોરવામાં આવશે તે છતાં અમારી ઉપેક્ષા ચાલુ રખાશે તો ૨૦૧૯ના કુંભ મેળાનો સાધુ-સંતો બહિષ્કાર કરશે. જો કે આ મેળા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે રૃા. ૨૫૦૦ કરોડની ફાળવણી કરી દીધી છે.

 

પહેલી જાન્યુઆરીથી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં કુંભ મેળો શરૂ થવા જઈ રહ્યો છે. કુંભ મેળાની તૈયારીઓને રાત દિવસ આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ કુંભ મેળામાં દેશભરના સાધુઓથી લઈને દેશવિદેશના પ્રવાસીઓ પણ ઉમટશે. પરિણામે સુરક્ષા વ્યવસ્થા પણ જડબેસલાક ગોઠવી દેવાઈ છે. 

તેમણે આ પણ જણાવ્યું કે આ વખતે મેળાના વિસ્તારમાં 41 ઘાટમાંથી 37 ઘાટ પરથી બોટ નહીં ચલાવી શકાય. આ વખતે બધાં જ અખાડા ગંગાપાર વિસ્તારમાં લગાવાય છે. સ્નાન પર્વ પર ભીડ ન થાય તે માટે વિશેષ આયોજનો કરાય છે. બેઠકમાં એડીજી એસએન સાબત, આઈજી મોહિત અગ્રવાલ, એસએસપી કુંભ મેળા કવીન્દ્ર પ્રતાપ સિંહ, એસએસપી નિતિન તિવારી, સુરક્ષા અધિકારી આશુતોષ મિશ્રા, આઈપીએસ સુકીર્તિ માધવ સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યાં.

કુંભ મેળાની ભીંતરમાં

ભારતમાં કહેવાય છે કે જેટલા દિવસ નથી તેનાથી તો વધુ તહેવારો અને મેળાઓ છે. જેની પાછળનું મુખ્ય કારણ છે ભારતની ઉત્સવપ્રિય અને શ્રદ્ધાળુ લોકો. ભારતના લોકો ધર્મપ્રિય હોવાની સાથે સાથે ઉત્સવપ્રિય પણ છે. દરેક ઉત્સવો ઉજવવાનો તેમનો અંદાજ અને ઉત્સાહ જોવા લાયક છે. ભલે આજે લોકો પાસે સમય નથી પણ વિવિધ તહેવારો અને ઉત્સવોના સમયે તેઓ સમય જરૂર કાઢી લે છે અને જો તે તહેવાર કે ઉત્સવ ધર્મના મહત્વને લગતો હોય તો પૂછવુ જ શુ. 

ભારતમાં દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે અલાહાબાદમાં આ પવિત્ર કુંભનું આયોજન મકરસંક્રાંતિના દિવસથી શરૂ થશે. આ દિવસે ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું એક આગવુ જ મહત્વ છે. આ દિવસે આ સંગમમાં સ્નાન કરીને લોકો પોતાની જાતને ધન્ય અનુભવે છે.

શુ તમે જાણો છો કે આ મેળો 12 વર્ષે જ કેમ આવે છે ? 

આ મહાકુંભમેળો દર 12 વર્ષે યોજાય છે તેની પાછળ પણ એક કારણ છે. પૌરાણિક કથાઓ મુજબ જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથનમાંથી નીકળેલા અમૃત કળશ પર હક જમાવવા માટે યુદ્ધ થયુ હતુ. દાનવો અમૃત પી ને અમર થઈ જવા માંગતા હતા, અને દેવતાઓ એવુ નહોતા ઈચ્છતા. તેથી અમૃત માટે બંને વચ્ચે ખેંચતાણ શરૂ થઈ અને આ ખેંચાખેંચીમાં અમૃતના કેટલાક ટીપાં પૃથ્વી પર પડ્યા 
હતા. એ ટીપાં જ્યા જ્યા પડ્યા હતા તે જગ્યા હતી પ્રયાગ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક.
 
કહેવાય છે કે આ યુદ્ધ 12 દિવસ સુધી ચાલ્યુ હતુ. દેવ-દાનવોના એ 12 દિવસ પૃથ્વીવાસીઓ માટે 12 વર્ષ ગણાય છે. તેથી જ ભારતમાં દર બાર વર્ષે કુંભમેળાનું આયોજન આ ચાર સ્થાનો પર થાય છે. 

12 વર્ષના આ યુદ્ધમાં 12 કુંભ હતા, તેમાંથી 4 કુંભ પૃથ્વી પર હતા જ્યારે બાકીના આઠ કુંભ દેવલોકમાં હતા. યુદ્ધ દરમિયાન સૂર્ય, ચંદ્ર અને શનિ વગેરે દેવતાઓએ કળશની રક્ષા કરી હતી, એટલે ત્રણ વર્ષના અંતરે આ ચારેય પવિત્ર સ્થાનો પર કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે.

કુંભ મેળામાં કેટલો ખર્ચ થશે

આગામી વર્ષે ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં યોજાનાર કુંભ મેળાની તૈયારીઓ યોગી સરકારે શરૂ કરી દીઘી છે. જેનો અંદાજીત બજેટ લગભગ 4200 કરોડ રૂપિયા રાખવામાં આવ્યુ છે. ઉત્તર પ્રદેશ સરકારે કેન્દ્ર સરકારને તેનો અડઘો ખર્ચ ઉઠાવવા સૂચન કર્યુ છે. આ અત્યાર સુધીનુ સૌથી મોંધુ તીર્થ આયોજન હશે. આ પહેલા વર્ષ 2013ના અંતિમ પૂર્ણ કુંભ મેળામાં 2019ના અંદાજીત બજેટના ત્રીજા ભાગની રકમ કરતા પણ ઓછો ખર્ચ થયો હતો.

અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવે કહ્યુ છે કે વર્ષ 2019માં આયોજીત થનાર કુંભ મેળા માટે 4236 કરોડ રૂપિયાની પરિયોજનાઓનો એક ડ્રાફટ તૈયાર કર્યો છે. રાજ્ય સરકારે જેના માટે 2000 કરોડ રૂપિયા ઇશ્યૂ પણ કરી દીઘા છે. સાથે જ 2200 કરોડ રૂપિયા ઇશ્યૂ કરવા કેન્દ્ર સરકારને પત્ર પણ લખ્યો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં યોજાયેલા કુંભ મેળા પાછળ 1300 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.તે સમયે કેન્દ્રની કોંગ્રેસના નેત્ત્રુત્વ હેઠળની યૂપીએ સરકારે 1017 કરોડ રૂપિયા રાજ્ય સરકારને આપ્યા હતા.

દર છ વર્ષે અર્ધ કુંભનુ આયોજન કરવામાં આવે છે.જ્યારે 12 વર્ષમાં એક વખત કુંભ મેળાનુ આયોજન કરવામાં આવે છે. યોગી સરકારે અર્ધકુંભને કુંભ અને કુંભનુ નામ બદલીને મહાકુંભ કર્યુ હતુ. આ કુંભ મેળાના બહાને કેન્દ્રની મોદી સરકાર અને યૂપીની યોગી સરકાર આગામી વર્ષે યોજાનારી લોક્સભાની ચૂંટણીમાં મોટો રાજકીય લાભ કમાવા ઇચ્છી રહી છે. આ આયોજનને એક મોટી મતબેંકને પોતાની તરફ આકર્ષિત કરવાના પ્રયાસના ભાગરૂપે પણ જોવામાં આવી રહ્યુ છે.

ઉત્તર પ્રદેશના એક મોટા અધિકારીના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે 1200 કરોડ રૂપિયાની સહાયને મંજૂરી આપી દીઘી છે. જ્યારે 2200 કરોડ રૂપિયાની કુલ માંગ પર વિચારણા કરવામાં આવી રહી છે. 4236 કરોડ રૂપિયાના કુલ બજેટમાંથી 3000 કરોડ રૂપિયા સ્થાનિક પરિયોજનાઓ અને અલ્હાબાદ શહેરના વિકાસ પર ખર્ચ કરવામાં આવશે.જ્યારે બાકીની રકમ મેળાના ક્ષેત્ર પાછળ ખર્ચ કરાશે.દરમિયાન કુંભ મેળામાં આવવા માટે કેન્દ્ર સરકાર 192 દેશના પ્રતિનિધિઓ અને દેશના છ લાખ ગામના લોકોને બોલાવવાની તૈયારી કરી રહી છે.