CIA ALERT

Blog - Page 590 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
December 27, 2018
court.jpg
1min6450

નાગપુરમાં આવેલી સેશન્સ કોર્ટમાં મદદનીશ સરકારી વકીલે કોર્ટ પરિસરની અંદર ન્યાયાધીશ ઉપર હુમલો કરવાની ઘટના બની હતી. આ જિલ્લા ઘટના બુધવારે સેશન્સ કોર્ટના સાતમા માળે લિફ્ટની બહાર બન્યો હતો. ન્યાયાધીશે કરેલી ફરિયાદ મુજબ સિનિયર સિવિલ જજ (ન્યાયાધીશ) કે. આર. દેશપાંડેને મદદનીશ સરકારી વકિલ ડી. એમ. પરાટેએ કોર્ટરૂમની બહાર લાફો માર્યો હતો.

આરોપી વકિલ એક કેસના ન્યાયાધીશે આપેલા ચુકાદાથી ગુસ્સે ભરાયો હતો, જેને પગલે તેણે ન્યાયાધીશને લાફો માર્યો હતો. આ કેસની તપાસ ચાલી રહી હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે. જો કે, હજી સુધી આ મામલે કોઇની ધરપકડ કરવામાં આવી નથી. સરકારી અરજદાર નીતિન તેલગોટેએ આ ઘટનાને વખોડી કાઢી હતી. તેમણે જણાવ્યા અનુસાર ‘તેણે (આરોપી વકીલે) આવું કરવું જોઇતું નહોતુુંં. જો તેને કોઇ ફરિયાદ હતી તો તેની યોગ્ય રીતે રજૂઆત કરવી જોઇતી હતી. વકીલો પાસેથી આપણો સમાજ આવી અપેક્ષા નથી રાખતો.’

https://scroll.in/latest/907120/maharashtra-assistant-prosecutor-allegedly-slaps-judge-inside-court-premises-in-nagpur

December 26, 2018
bjp-1280x960.jpg
1min12960

ભારતીય જનતા પાર્ટીના આંતરીક વહીવટમાં એક વ્યક્તિ એક હોદ્દાની નીતિનો સગવડીયા ધોરણે અમલ થઇ રહ્યો છે. આ નીતિ સુરત ભાજપમાં પણ લાગૂ પાડવામાં આવી રહી છે. સુરત ભાજપમાં મહામંત્રી તરીકે ફરજ બજાવતા ડો.જગદીશ પટેલની મેયર પદે નિમણૂંક થઇ ત્યારથી તેઓ મેયર અને સુરત ભાજપના મહામંત્રી એમ બે હોદ્દે સવાર થઇ રહ્યા છે.

સુરત ભાજપ સમેત ગુજરાત ભાજપમાં કેટલાક નેતાઓની નજરમાં અનેક મહિનાઓથી આ બાબત હતી. હવે સુરત સમેત ભાજપાના પ્રદેશ મોવડીમંડળના નેતાઓએ સુરત ભાજપના મહામંત્રી પદેથી ડો.જગદીશ પટેલના સ્થાને અન્ય કોઇ નેતાની નિમણૂંક કરવાનું કામ હાથ પર લીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભાવનગર સાઇડ મૂળવતન ધરાવતા સૌરાષ્ટ્રવાસી નેતાને સુરત ભાજપના મહામંત્રી તરીકે નિયુક્ત કરવા માટે હાલ પ્રયાસો ચાલી રહ્યા છે. સુરત ભાજપાના મહામંત્રી પદે કોને નિમણૂંક આપવી તે અંગે હાલમાં તો પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી કહે તે ફાઇનલ ગણાય તેવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ, સુરત ભાજપામાં કેટલાક નેતાઓ મહામંત્રી જેવા મોટા હોદ્દા માટે પોતાના ચેલકાઓ માટે પણ લોબિંગ કરી રહ્યા હોઇ, મામલો ભાજપાના નવી દિલ્હી સ્થિત મોટા નેતાઓ સુધી પહોંચે અને ત્યાંથી દર વખતે જેમ થાય છે એમ મેન્ડેટ આવે તેવું પણ થઇ શકે છે.

સુરત ભાજપા વર્તુળમાં થઇ રહેલી ચર્ચાઓ મુજબ ડો.જગદીશ પટેલના મહામંત્રી તરીકેના રાજીનામા સાથે ખાલી પડનારા હોદ્દા પર કોઇપણ સૌરાષ્ટ્રવાસી નેતાની જ નિમણૂંક કરવામાં આવે તેવી રજૂઆતો સૌરાષ્ટ્રીયન લોબીમાંથી ચાલી રહી છે જેની સામે સુરત ભાજપાના મૂળ સુરતીઓ તેમજ પરપ્રાંતીય જૂથમાંથી સૌરાષ્ટ્રવાસીના સ્થાને અન્ય કોઇ સમૂહમાંથી નેતાની નિમણૂંક કરવામાં આવે એવી પણ રજૂઆતો પ્રદેશ કક્ષાએ કરી દેવામાં આવી છે. જ્યારે ભાજપાના પ્રદેશ મોવડીએ એવી ગણતરી માંડી રહ્યા છે કે સુરત ભાજપામાં મહામંત્રી તરીકેની એક બેઠક પર કોઇ સૌરાષ્ટ્રવાસી પાટીદાર નેતાની નિમણૂંક કરવામાં આવે જેથી પાટીદાર ફેક્ટરમાં ભાજપ વિરોધી આક્રમક્તા ઓછી કરી શકાય.

 

December 26, 2018
shirdiwale_modi.jpeg
1min12180

ભારતમાં જ નહીં બલ્કે સમગ્ર વિશ્વમાં સૌથી વિશાળ ભક્તવર્ગ ધરાવતા શિરડીવાલે સાઇબાબા મંદિરમાં ભક્તજનો માટે ખાસ પ્રસંગો, તહેવારો નિમિત્તે વધુને વધુ લોકો દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થાઓ નિયમિત રીતે ગોઠવાતી હોય છે. આવી જ રીતે આગામી થર્ટી ફર્સ્ટ નાઇટે આખી રાત શિરડી સાઇ મંદિર ભક્તજનો માટે ખુલ્લું રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

SHIRDI SAI BABA SAMADHI

24 કલાક ખુલ્લુ રહેશે શિરડીનું મંદિર

શ્રી સાંઈ સંસ્થાન ટ્રસ્ટ, શિર્ડી તરફથી ૩૧ ડિસેમ્બર અને નવા વર્ષના સ્વાગત માટે શિર્ડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શિર્ડી મહોત્સવ નિમિત્તે લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખતાં અને તમામ ભક્તો બાબાના આર્શીવાદ લઈ શકે એ માટે ૩૧ ડિસેમ્બરે આખો દિવસ અને આખી રાત મંદિરનાં દ્વાર ખુલ્લાં રાખવામાં આવશે જેથી ભક્તો બાબાનાં દર્શન કરી શકે.

શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી રૂબલ અગ્રવાલે જણાવ્યું હતું કે ‘૨૦૧૮ની વિદાય અને ૨૦૧૯ના સ્વાગત નિમિત્તે સાંઈબાબાનાં દર્શન માટે શિર્ડીમાં મોટા પ્રમાણમાં ભાવિકો આવશે. જોકે, ૩૧મીએ રાત્રે મંદિર ખુલ્લું રહેશે એટલે પહેલી તારીખે સવારે મળસકે થતી કાકડ આરતી રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ૩૧ ડિસેમ્બર સુધી રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

December 26, 2018
balaji-mbbs.jpg
1min7090

ગુજરાતમાં ફેલાઈ રહેલા રોગચાળાની સામે રક્ષણ મળે એ માટે રાજકોટના જગવિખ્યાત બાલાજી હનુમાનજી ને ડૉક્ટરનો ડ્રેસ, ઇક્વિપમેન્ટસ સમેતનો શણગાર કરવામાં આવ્યો હતો.

BALAJI MBBS

રાજકોટમાં બાલાજી મંદિર ખાતે બિરાજમાન બાલાજી હનુમાનજી સમગ્ર સૌરાષ્ટ્રમાં જ નહીં બલ્કે જગવિખ્યાત ભગવાન છે. લાખો લોકોની આસ્થાનું પ્રતિક સમા બાલાજી ભગવાનને ગયા શનિવાર તા.26મી ડિસેમ્બર 2018ના રોજ તબીબના વાઘા પહેરાવવામાં આવ્યા હતા અને બાલાજી મંદિરને બાલાજી હોસ્પિટલના નામથી શણગાર કરીને એવી પ્રાર્થના કરવામાં આવી હતી કે ગુજરાત તેમજ દેશના સામાન્ય લોકોના આરોગ્યનું રક્ષણ કરજો ભગવાન….

ગુજરાતમાં વધી રહેલા ડેન્ગ્યુ ફીવર અને સ્વાઇન ફ્લુ જેવી જીવલેણ બીમારીના કેસો ઘટે અને લોકોનું આરોગ્ય જળવાય એ માટે રાજકોટના જગવિખ્યાત બાલાજી મંદિરના બાલાજીને ડૉક્ટરના વાઘા પહેરાવીને એ મુજબનો શણગાર કરી આ પ્રકારના રોગચાળા સામે રક્ષણ કરવા માટે તા.24મી ડિસેમ્બર 2018ના રોજ શનિવારે આરતી કરવામાં આવી હતી. રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા બાલાજી મંદિરમાં બાલાજી ભગવાનને ક્યારેય આ પ્રકારના વાઘા પહેરાવવામાં નથી આવ્યા. આ પહેલો પ્રસંગ હતો કે જેમાં ભગવાનને ડૉક્ટર બનાવવામાં આવ્યા હોય.

December 26, 2018
d3-1.jpg
1min16210

ગુજરાતના શિક્ષણ વિભાગમાં રાજ્ય સરકારની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી થઇ રહી છે. રાજ્યમાં સ્કુલ ટુરની બસોના થયેલા ઉપરાછાપરી બે અકસ્માત બાદ રાજ્ય સરકારે મને કમને એવો નિર્ણય કરવો પડ્યો છે કે સ્કુલની ટૂરો રાત્રીના સમયે ડ્રાઇવિંગ નહીં કરી શકે એટલે રાત્રીના સમયે સ્કુલ કોલેજની ટૂરોની મુસાફરી પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે શાળા કે કૉલેજમાંથી પ્રવાસ માટે જતા વિદ્યાર્થીઓની સલામતિને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. સ્કૂલ કે કૉલેજની પ્રવાસ લઈને જતી બસો રાત્રે 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી પ્રવાસ નહીં કરી શકે.

ડાંગમાં વિદ્યાર્થીઓની બસને થયેલા અકસ્માતની ફાઈલ તસ્વીર

શાળા કે કૉલેજની બસોને થતા અકસ્માતને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસ લઈને જતી બસોને રાત્રિ દરમિયાન પ્રવાસ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. વારંવાર બનતી અકસ્માતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારના નિર્ણય અંગે નાયબ મુખ્યમંત્રીએ જાણકારી આપતા કહ્યું કે થોડા સમયથી શાળાને બાળકોને લઈ જતી બસને અકસ્માત થયો હોવાના કિસ્સા વધી રહ્યા છે. જેમાં બાળકોના મોતના સમાચાર પણ સામે આવે છે. વિદ્યાર્થીઓ ઘાયલ પણ થાય છે. આવા કિસ્સામાં સરકાર સહાય જાહેર કરે છે. પરંતુ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. શાળાના બાળકોને પ્રવાસે લઇ જતી બસો રાતનાં 11 કલાકથી સવારે 6 કલાક સુધી પ્રવાસ નહીં કરી શકે. જે બસો રાતે પ્રવાસ કરતી હતી અને વિવિધ જગ્યાએ અકસ્માતનો ભોગ બની તેવું ભવિષ્યમાં ન થાય એટલે રાતે બસો પ્રવાસ કરી શકશે નહીં. આ ઉપરાંત બાળકોને રાતે રહેવાની યોગ્ય વ્યવસ્થા કરશે.

મહત્વનું છે કે ચાર દિવસ પહેલા જ ડાંગમાં વિદ્યાર્થીઓને લઈ જઈ રહેલી બસ ખીણમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. 300 ફૂટ ઉંડી ખીણમાં ખાબકેલી આ બસમાં ત્યારે 50 વિદ્યાર્થીઓ સવાર હતા. જેમાંથી 10નાં મોત થયા હતા. જે બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

December 25, 2018
CIA_Live_Logo_New2.jpg
1min12850

સુરતના ગોડાદરા ખાતે આજે અઘટિત ઘટના બની હતી. કિન્નરો પાસેથી ઉછીના રૂપિયા લઇ ગયેલા યુવકની ભાળ મેળવવા માટે સુરતના ગોડાદરા વિસ્તારમાં પહોંચેલા કિન્નરોના એક જૂથના હાથે ઉછીના રૂપિયા લેનાર યુવાન તો આવ્યો નહીં પણ તેનો મિત્ર આવી ચઢ્યો હતો.

ઉછીના રૂપિયા લેનાર યુવકના મિત્ર સાથે પ્રાથમિક જીભાજોડી બાદ મામલો બિચક્યો હતો અને કિન્નરોના જૂથે ઉછીના રૂપિયા લેનાર યુવાનના મિત્રની જે ધોલાઇ શરૂ કરી એ નો રિયલ વિડીયો અત્રે પ્રસ્તુત છે. વાચકોએ આ પ્રકારનો વિડીયો અગાઉ ક્યારેય નહીં જોયો હોય.

કિન્નરોને યુવાન પર એટલો રોષ હતો કે તેના કપડા ફાડીને ઢોર માર માર્યો હતો. કેટલાક કિન્નરોએ પણ નિર્વસ્ત્ર થઇને તેને શ્રાપ આપ્યો હતો.

આ વિડીયો તમને વિચલિત કરી શકે છે. ફક્ત પુખ્ત વયના વાચકો એ જોવો હિતાવહ છે.

December 25, 2018
paas-1280x856.jpg
1min10610

લઠ્ઠો (દેશીદારુ) પી ને મરનારાઓના પરિવારજનોને ગુજરાત સરકાર રૂ.4 લાખની સહાય આપે છે જ્યારે અકસ્માતમાં સુરતના જે નિર્દોષ ભૂલકાઓ મોતને ભેટ્યા છે તેમના પરિવારજનોને ફક્ત રૂ.2.5 લાખની સહાય. રાજ્ય સરકારની સહાયમાં આ પ્રકારનો ભેદ અન્યાયકર્તા હોવાનું જણાવીને પાસના કાર્યકર્તાઓએ આજે સુરત કલેક્ટર સંકુલ ખાતે બેમુદતી ધરણા સાથે અન્નત્યાગનું શસ્ત્ર ઉગામતા સુરત પોલીસ સમેત તંત્રવાહકો નાતાલની રજાના દિવસે પણ દોડતા થઇ ગયા હતા.

સુરતના પાસના કાર્યકરોએ આજે અણચિતવ્યી રીતે સુરત કલેક્ટર કચેરી સંકુલ ખાતે પહોંચીને અમરોલીના બાળકોની બસ દુર્ઘટનામાં માર્યા ગયેલા બાળકોના પરિવારજનોને રૂ.4-5 લાખ અને ઇજાગ્રસ્ત બાળકોની તમામ મેડીકલ સેવાનું બિલ ચૂકવવાની માગણી તાત્કાલિક ઉકેલવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું. કલેક્ટર કચેરીએ ત્વરિત પગલાં નહીં ભરતા પાસના અલ્પેશ કથિરીયાની આગેવાની હેઠળ 100-150 કાર્યકરોએ કલેક્ટર કચેરીના સંકુલમાં જ ધરણા શરૂ કરી દીધા હતા. બપોર બાદ પાસના કાર્યકરોએ અન્નત્યાગ પણ કરી દીધો હતો.

આજે નાતાલના દિવસે જાહેર રજા હોવા છતાં પાસના કાર્યકર્તાઓ સવારે અઠવાલાઇન્સ ચોપાટીની બાજુમાં આવેલી કલેક્ટર કચેરીના સંકુલમાં પહોંચ્યા હતા. કલેક્ટર ડો.ધવલ પટેલને મળીને અમરોલી બસ દુર્ધટના બાબતે રજૂઆતો કરી હતી. તેમની ચાર મુખ્ય માગણીઓ આ મુજબ હતી.

  1. લઠ્ઠાકાંડમાં મોતને ભેટતા દારુડીયાઓને રાજ્ય સરકાર રૂ.4 લાખની સહાય કરે છે તો અમરોલીની બસ દુર્ઘટનામાં મોતને ભેટેલા ભૂલકાઓને પરિવારજનોને ફક્ત રૂ.2.5 લાખ કેમ, અલ્પેશ કથિરીયાએ રૂ.4-5 લાખની ત્વરીત સહાય આપવામાં આવે.
  2. અમરોલી બસ દુર્ઘટનામાં ઇજા પામેલા વિદ્યાર્થીઓના પરિવારજનોને તમામ બિલની રકમ ચૂકવવામાં આવે.
  3. દારુ પીધેલા બસ ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી તેમજ જેની પાસેથી દારુ લીધો તેની સામે પણ પગલાં ભરવામાં આવે.

કલેક્ટર ડો. ધવલ પટેલે આવેદનપત્ર સ્વીકાર્યું અને ઘટતું કરવા માટે સરકારને મોકલી આપવાનું જણાવ્યું હતું. અલ્પેશ કથિરીયાની આગેવાની હેઠળ ગયેલા પાસના કાર્યકર્તાઓએ ત્વરીત એકશન નહીં લેવાતા કલેક્ટર કચેરી સંકુલમાં જ સવારથી ધરણા શરૂ કરી દીધા હતા. 100થી 150 જેટલા પાસના કાર્યકર્તાઓએ અચોક્કસ મુદતના ધરણા શરૂ કરી દીધા હતા. મોડી સાંજે મળતી માહિતી મુજબ ધરણા પર બેઠેલા પાસના કાર્યકર્તાઓએ અન્નનો ત્યાગ કરી દીધો હતો.

 

December 25, 2018
bank-strike.jpg
1min9790

તા.26મી ડિસેમ્બર 2018ને બોક્સિંગ ડે તરીકે મનાવવામાં આવે છે. આ બોક્સિંગ ડે ના દિવસે ભારતની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ હડતાળ પર જઇ રહ્યા છે.

દેનાબેંક, વિજયા બેંક અને બરોડા બેંકના એકત્રીકરણના નિર્ણયના વિરોધમાં તા.26મી ડિસેમ્બરે રાજકોટ સહિત દેશભરની રાષ્ટ્રીયકૃત બેંકોનાં કર્મચારી દ્વારા એક દિવસીય હડતાલ કરવામાં આવશે. આ હડતાલમાં દેશભરમાંથી 9 લાખ કર્મચારીઓ જોડાશે. રાજકોટમાં પરાબજાર ખાતે સવારે 10-30 કલાકે દેખાવ યોજવામાં આવશે.

ગુજરાત બેંક વર્કર્સ યુનિયન દ્વારા જણાવ્યા પ્રમાણે બેંકના એકત્રિકરણને લઇને એક મજબૂત બેંકનું નિર્માણ થશે કે તેની કાર્યક્ષમતામાં વધારો થશે તેવા કોઇ નક્કર અણસાર દેખાતા નથી. પાંચ સ્ટેટ સેક્ટર બેંકોને એસબીઆઇમાં મર્જ કરી દેવાયેલ છે. આ એકત્રિકરણનો અનુભવ સારો નથી. મર્જરને કારણે બેંકોની શાખાઓ બંધ થયેલ છે. બેંકનાં ડૂબત લેણામાં વધારો થયેલ છે. બસ્સો વર્ષનાં ઇતિહાસમાં પ્રથમવાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પ્રથમવાર ખોટ કરેલ છે.

આ ત્રણ બેંકોનાં કુલ ડૂબત લેણાં રૂ.80,000 કરોડ છે. એકત્રિકરણને કારણે ડૂબત લેણામાં કોઇ ફેરફાર થશે નહીં. હાલ પૂરતી વસૂલીમાં એકત્રિકરણને કારણે ઢીલાશ આવશે. પ્રજાનું ધ્યાન ડૂબત લેણાની વસૂલીને બદલે અન્ય બાબત પર કરવા માટે સરકારની આ ચાલ છે.
ગુજરાતમાં દેના બેંક અને બરોડા બેંકની શાખાઓ બાજુબાજુમાં છે. એક અંદાજ પ્રમાણે આ બંને બેંકોની લગભગ 300 શાખાઓ બંધ થશે. પ્રજા બેંકની સેવાથી વંચિત રહેશે. ગામડાઓમાં પણ શાખાઓ બંધ થશે. જ્યાં ખાનગી બેંકો જતી નથી. આમ ગ્રામ્ય પ્રજાને વધારે પ્રમાણમાં બેંકિંગ સેવાથી વંચિત રાખવામાં આવશે.

યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના નેજા હેઠળ દેશભરના 9 લાખ બેંક કર્મચારીઓ તા.26 ડિસે.ના રોજ એક દિવસની પ્રતિક હડતાલ પર જશે. સરકારનો યોગ્ય પ્રતિભાવ નહીં મળે તો આગળનો કાર્યક્રમ નક્કી થશે, તેમ મહામંત્રી કે.પી. અંતાણીની યાદીમાં જણાવાયું છે.

 

December 24, 2018
siddhi_vinayak_pal.jpg
1min21740

સમગ્ર દક્ષિણ ગુજરાત જ નહીં બલ્કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો માટે પણ આસ્થાનું પ્રતિક બનેલા સુરતના પાલ આરટીઓ બાજુમાં આવેલા સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર સંકુલમાં આવતીકાલ મંગળવાર તા.25મી ડિસેમ્બર 2018ના અંગારકી ચૌથના પર્વે ખાસ ગણેશાર્ચનમ્ પૂજા વિધીનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ શાસ્ત્રોમાં ગણેશાર્ચનમ્ પૂજાને શ્રેષ્ઠ માનવામાં આવે છે અને એ પણ અંગારકી ચૌથના પર્વે તેનું વિશેષ મહાત્મ્ય હોય છે.

પાલ સ્થિત અન્નપૂર્ણા મંદિર સંકુલ ખાતે દર વખત કરતા આ વખતની અંગારકી ચૌથની ઉજવણી કંઇક અનોખી રીતે કરવામાં આવશે. મંદિર સંચાલકગણએ આવતીકાલે ગણેશ યાગ આયોજન તો કર્યું જ છે પણ તેમાં આકર્ષણ ભારતવર્ષ માં ગજરાજ (હાથી)ના પૂજન-વિધાન સાથે તથા કેરળના પારંપરિક અને સાંસ્કૃતિક શણગારથી પરીસર બની રહ્યું છે. કેરળના જુદા જુદા વાદ્યોનું વાદન સાથે સમગ્ર કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. આ પ્રસંગે વેદપારાયણ પણ કરવામાં આવશે. આ તમામ પૂજાઓ સુરતમાં ભાગ્યે જ થતી હોય છે.

વડોદરા, કાશી અને નાશિકના પ્રખર વિદ્વાન પંડિતોના સાનિધ્યમાં ગણેશયાગ અને અન્ય પૂજન વિધી હાથ ધરવામાં આવશે. કુલ ૧૦૮ યુગલ આ યાગ માં બેસશે. મંગળવાર તા.25મી ડિસેમ્બર સવારથી પાલ સ્થિત અન્નપુર્ણા (સિધ્ધી વિનાયક ) મંદિર , પાલ ( આર.ટી. ઓ. ની બાજુ માં) કાર્યક્રમો શરૂ થશે.

સુરતના પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે આ આયોજન મંદિર મેનેજમેન્ટ દ્વારા ઘણાં દિવસો પૂર્વેથી શરૂ કરી દેવાયું હતું. અનેક પ્રકારની તૈયારીઓ કરવાની હતી, આખરે આ મહાપૂજા સમાન ગણેશાર્ચનમ્ માટે અમે પૂર્વ સંધ્યાએ સજ્જ થઇ શક્યા છીએ. ગણેશ યાગમાં આમ તો 101 યુગલ બેસવાના હતા પરંતુ, ભક્તજનોની માગણીને પગલે 125થી વધુ યુગલ પૂજામાં બેસશે. તેમણે કહ્યું કે સુરત, તાપી, બારડોલી, નવસારી, વલસાડ, વાપી, વડોદરા ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ગણેશાર્ચનમ્ આયોજન અંગે ખાસ્સી ચર્ચા છે અને આવતીકાલે મંદિર પરીસરમાં વીસથી પચ્ચીસ હજાર ભક્તજનો અંગારકી ચૌથના પર્વે ભગવાન શ્રી ગણેશના દર્શનાર્થે તેમજ ગણેશયાગનો લાભ લેવા પધારશે એવી ગણતરી છે. તેમણે કહ્યું કે ભક્તજનોને કોઇપણ પ્રકારની અગવડ ન પડે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભક્તજનોએ સ્વયં સેવકોને અનુસરીવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

December 24, 2018
fo2-1280x853.jpg
1min11950

આમ તો સુરત અને સુરતીઓ ઉદાર સખાવતી ગણાય. સુરતમાં કહેવાય છે કે કોઇક સારા કામ-કાર્ય કરવા માટે ટહેલ નાંખે એટલે જોતજોતામાં કરોડો રૂપિયા ભેગા થઇ જાય. ખાણીપીણીના શોખીન સુરતીઓમાં હેલ્પિંગ હેન્ડસની ભાવના પણ ઉજાગર થતી જોવા મળે છે. આવા જ એક સુરતી યુવાન જીગર ટોપીવાલાએ પોતાની નાનકડી દિકરી વિહાની જીગર ટોપીવાલામાં નાનપણથી જ ઉદાર હાથે બીજાને કશુંક આપવાની પ્રેરણાના બી રોપવા માટે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઉગત ખાતે આવેલી શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળાના અંદાજે 286 જેટલા વિદ્યાર્થીઓને ગીફ્ટસ વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમની ફળશ્રુતિ રૂપે શહેરના દાનવીરોને મળી છે દાન કરવાની ચેલેન્જ અને એ ચેલેન્જનું નામ પણ રાખવામાં આવ્યું છે હેશટેગ વાઇરલ કર દો ખુશીયા…#KhushiyanViralKarDo

(વિહાની જીગર ટોપીવાળા નામની આ દિકરીમાં અત્યારથી જ ઉદારતા અને સમર્પણની ભાવના વિકસાવવા માટે તેના માતાપિતાએ નાતાલ પર્વને અનુલક્ષીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત રવિશંકર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વિહાનીના હસ્તે ગીફ્ટ વિતરણ કર્યું હતું.)

૨૪ ડિસેમ્બરના રોજ શહેરની શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળા, ઉગત ના વિદ્યાર્થીઓ એ નાનકડા બાળ સાન્ટા કલોઝ સાથે નાતાલની ઉજાણી કરી હતી. વિદ્યાર્થીઓમાં ડાન્સ, ક્વિઝ અને તેમની ઉમર મુજબ ગિફ્ટ્સ, ચોકલેટસ તથા કેક આપી ભૂલકાઓના ચહેરા પર ખુશાલી મહેકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરતના અડાજણ સ્થિત ડિજીટલ મિડીયા માર્કેટિંગ ફર્મ ઓનલાઈન યુગ ના મેનેજમેન્ટએ આ ચેલેન્જ લઇને દાનવીર તરીકે જાણીતા સુરતીઓને એક નવી દિશા આપી છે.

(શિક્ષણ સમિતિ સંચાલિત ઉગત ખાતે આવેલી રવિશંકર પ્રાથમિક શાળામાં નાતાલની પર્વે જીગર ટોપીવાળા એન્ડ ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા 286 જેટલા બાળકોને ગીફ્ટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો)

બાળપણથી નાના બાળકોમાં ઉદારતા અને સમર્પણની ભાવનાના બીજ રોપાય અને સમગ્ર જીવન દરમિયાન તેઓ તેનો વ્યાપ વધારે એવા પ્રયાસના ભાગરૂપે સુરત મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત રવિશંકર મહારાજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

(શિક્ષણ સમિતિ સંચાલિત ઉગત ખાતે આવેલી રવિશંકર પ્રાથમિક શાળામાં નાતાલની પૂર્વ સંધ્યાએ ગીફ્ટ વિતરણ કરતા જૈવલ કુનાલ મારફતિયા)

દાન અને મદદની ભાવના રાખીને આગળ વધે એ જ આપણી સભ્યતા અને સંસ્કાર છે. આ વર્ષ ના અંત પેહલા એક નાનકડી પ્રતિજ્ઞા લઇને આપણા બાળકોને દાન કરતા શીખવીએ અને ગરીબ બાળકોની મદદ શરુ કરીએ. સોશ્યિલ મીડિયા પર લોકોને પ્રેરિત કરવા માટે #KhushiyanViralKarDo મુકી તમારા ફોટોસ શૅર કરો. સુરતના દરેક લોકો દાન કરે અને ખુશી ફેલાવામાં પોતાનું યોગદાન આપે, એ ઉદેશ્ય સાથે ચાલો અપને પણ આજે એક ચેલેન્જ લઈએ અને બીજા પાંચ લોકોને ચેલેન્જ લેવા પ્રેરિત કરીયે.

(વિહાની ટોપીવાળાની સખાવત સાથે શહેરમાં શરૂ થઇ ચેલેન્જ #KhushiyanViralKarDo)

દરેક ગરીબ બાળક ને પણ એ જ ઉજાણી અને મજાક મસ્તી નો હક છે જે આપણા બાળકો ને છે. ૨૦૧૯ ની શરૂઆત દરેક બાળક માટે યાદગાર બને એ માટે એક ખુશ ભવિષ્ય ની તરફ કદમ ઉઠાવીયે, ચાલો ખુશી વાયરલ કરીયે.