CIA ALERT

Blog - Page 509 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
May 23, 2019
firmodi.jpg
1min12130

ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ભાજપ તરફી લહેર જોવા મળી છે અને એનડીએ આગળ ચાલી રહી છે. બપોરે 2 વાગ્યે ભાજપાની આગેવાની હેઠળ એન.ડી.એ. ને 320 બેઠકો પર સરસાઇ મળી રહી છે જ્યારે કોંગ્રેસ આગેવાની હેઠળના યુપીએને 90 બેઠકો પર સરસાઇ મળી રહ્યાના અહેવાલો છે. અન્ય 105 બેઠકો પર આગળ હોવાનું ચિત્ર જણાય આવે છે.

એ પૂર્વે પોસ્ટલ બેલેટની અને ઈવીએમની મતગણતરી એકસાથે શરૂ થઈ છે. અગાઉ પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરાતી હતી અને ત્યારબાદ ઈવીએમના મતોની ગણતરી કરવામાં આવતી હતી. લોકસભાની 542 બેઠકો માટે મતગણતરી બપોરે બે વાગ્યે મધ્ય ભાગે પહોંચી અને હજુ પણ પાંચેક કલાક બાદ એટલે કે મોડી સાંજ સુધીમાં કોની સરકાર રચાશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

દિલ્હીમાં ભાજપ કાર્યલયમાં કાર્યકર્તાઓ અને નેતાઓ એકત્રિત થઇ રહ્યા છે અને અહીં પૂજા પણ શરૂ થઇ ચૂકી છે. પરિણામો ભાજપના પક્ષમાં આવશે તો સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં ભાજપ કાર્યાલય પર આવી પહોંચશે. આ ઉપરાંત ભાજપ કાર્યાલયમાં 20થી 22 હજાર કાર્યકર્તાઓના પહોંચવાની આશા છે.

દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કાર્યકર્તાઓને વિજય મેળવ્યા બાદ ભાજપ કાર્યાલય પહોંચવાની અપીલ કરી છે. મનોજ તિવારીએ કહ્યું છે કે 20થી 22 હજારથી વધુ કાર્યકર્તાઓ આજે ભાજપ કાર્યાલય પહોંચશે. સાંજની ઉજવણીમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થશે.

 

May 23, 2019
bjp_logo.png
1min7560

ગુજરાતમાં 26એ 26 તમામ બેઠકો પર ફરી એકવાર ભાજપાના ઉમેદવારોના ભવ્ય વિજયના વિશ્વાસ સાથે ગુજરાત પ્રદેશ ભાજપે ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિજય સરઘસની તમામ તૈયારીઓ સાથે જશ્ન શરૂ કરી દીધો છે. બુધવારે જ કમલમ ખાતે ખૂબ જ વિશાળ LED સ્ક્રીન લગાડવામાં આવી છે. મોડી સાંજથી વિશાળ વિજય સરઘસ કાઢવામાં આવશે.

જીતના નક્કી થતાની સાથે ભાજપે ભવ્ય ઉજવણી શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા મિઠાઈ, ફુલ અને ફટાકડાના ફોડવામાં આવ્યા તેમજ મીઠાઇઓ વહેંચી દેવામાં આવી છે.

ગુજરાત ભાજપના કાર્યાલય કમલમથી માંડીને દરેક જિલ્લા, તાલુકાના ભાજપના મુખ્ય મથકો પર જીતની ઉજવણી કરવા માટે ભાજપ દ્વારા સ્થાનિક નેતાઓને સૂચનાઓ આપી દેવામાં આવી છે. ખાસ કરીને આ ઉજવણીમાં ભાજપના ધારાસભ્ય અને આગેવાનો દરેક બેઠક પર ઉજવણી સમયે હાજર રહે તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ભાજપના સીનિયર લીડર્સ કમલમ ખાતે રહેશે જ્યારે ઉમદેવારનો અને કાર્યકર્તાઓને તેમના મતવિસ્તારમાં રહેવા પાર્ટી તરફથી જણાવાયું છે. મહત્વનું છે કે મોટાભાગના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં લગભગ તમામ બેઠકો ભાજપને મળતી હોવાનું અનુમાન સામે આવ્યા બાદ પ્રદેશ ભાજપ ગેલમાં છે તો બીજી તરફ કોંગ્રેસ ખેમામાં નિરવ શાંતિ છવાઈ ગઈ છે.

ઉજવણીની તૈયારીઓ અંગે વાત કરતા ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ અમારા સહયોગી અમદાવાદ મિરરને કહ્યું કે, ‘પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મળેલા ફીડબેક પછી અમે ગુજરાતમાં ફરી એકવાર ભવ્ય જીત માટે તૈયાર છીએ. પક્ષના વરિષ્ઠ નેતાઓ પક્ષ પ્રમુખ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રુપાણી સહિતના નેતાઓ કમલમ ખાતે આ ઐતિહાસિક જીતના સાક્ષી બનાવા માટે ઉપસ્થિત રહેશે.’ તેમણે વધુમાં કહ્યું કે ભવ્ય વિજય સરઘસ પણ કાઢવામાં આવશે જોકે હજુ તેના સ્થળ અને સમય અંગે નક્કી કરવામાં આવ્યું નથી.

May 23, 2019
sensex-up.jpg
1min13190

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ એનડીએની બીજી ટર્મ સિક્યોર થઈ હોવાના પ્રારંભિક ટ્રેન્ડ સાથે જ બજારના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો.

BSE બેન્ચમાર્ક સેન્સેક્સે ગુરુવારે સૌપ્રથમવાર 40,000 પોઈન્ટ્સની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી હતી અને નિફ્ટીએ પણ 12,000ની સપાટી તોડી હતી. કેન્દ્રમાં ફરી એક વાર મોદીના વડપણ હેઠળની એનડીએ સરકારને સ્પષ્ટ બહુમતીના સંકેતને પગલે શેરબજારમાં આજે ઓલરાઉન્ડ લેવાલી જોવા મળી હતી.

શેરબજારમાં તેજી વચ્ચે અમેરિકન ડોલર સામે રૂપિયો પણ 14 પૈસાના સુધારા 69.51 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આજે બપોરે 30 શેર્સનો બનેલો સેન્સેક્સ એક તબક્કે 900 પોઈન્ટ્સ વધીને 40,012.35 પોઈન્ટ્સની ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો. NSE નિફ્ટી પણ 265 પોઈન્ટ્સના જંગી ઉછાળા સાથે 12,003.50 પોઈન્ટ્સની સપાટી વટાવી ગયો હતો.

આજે બપોરે યસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, L&T, SBI, ICICI બેન્ક, કોટક બેન્ક, RIL અને HDFC બેન્કના શેર્સ 8 ટકા સુધી વધીને ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે વેદાંતા, ITC અને TCSના શેર્સ 0.45 ટકા સુધી ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

બે કલાકની મતગણતરી બાદ સત્તાધારી NDAને 300થી વધુ બેઠકોમાં સરસાઈ મળતાં બજારમાં લેવાલી વધી હતી. કોંગ્રેસના વડપણ હેઠળ યુપીએ 100 બેઠકો પર સરસાઈ ધરાવતું હતું.

May 22, 2019
nios1.jpg
1min26110

કોઇપણ સંજોગોવસાત્ ધો.10 કે ધો.12માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પરીણામની નિષ્ફળતાને લઇને ખૂબ જ ડિસ્ટર્બ થતા હોય છે. હકીકતમાં ધો.10 અને ધો.12ના પરીણામો જીવનમાં ઝાઝો ફરક લાવી શક્તા નથી, હજુ સુધી બહોળો વર્ગ આ વાત સમજી શક્યો નથી અને આપણું શિક્ષણ ફક્ત પરીક્ષાલક્ષી બની ચૂક્યું છે.

દુનિયા માર્કથી નથી ચાલતી પરંતુ, આવડતથી ચાલે છે એવું અનેક વખત પુરવાર થઇ ચૂક્યું છે, માર્કની જરૂરીયાત છે એક વખત પ્રવેશ મેળવવા માટે, એ પછી માર્કથી નહીં પણ આવડતથી જ નોકરી, વ્યવસાય, ધંધામાં પ્રગતિ સાધી શકાય.

ખેર અહીં વાત કરવી છે ધો.10 કે ધો.12માં ફેઇલ થયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ, માબાપએ બિલકુલ નાસીપાસ કે હતાશ થવાની જરૂર નથી. ઉધના વિસ્તારમાં શૈક્ષણિક ક્ષેત્રે નક્કર કામગીરી કરી રહેલી સંસ્થા લિયો ગ્રુપના સંસ્થાપક શ્રી જયસુખભાઇ કથિરીયા હવે ગુજરાત બોર્ડ કે અન્ય કોઇપણ બોર્ડમાં ધો.10 કે ધો.12માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે એક સારી તક લઇને આવ્યા છે.

આ તકનું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કુલિગ

શું છે N.I.O.S. ?

એન.આઇ.ઓ.એસ. એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કુલિંગ. આ એક એવું રાષ્ટ્રવ્યાપી બોર્ડ છે જે ઘરે બેઠા, એક્સ સ્ટુડન્ટ તરીકે વિદ્યાર્થીઓની પરીક્ષા લે છે. આ બોર્ડમાં જોડાનાર વિદ્યાર્થીઓએ રેગ્યુલર સ્કુલે જવાની જરૂર નથી. ઘરે બેઠા કે કોચિંગ ક્લાસમાં તૈયારી કરીને ધો.10 કે ધો.12ની એન.આઇ.ઓ.એસ. બોર્ડની પરીક્ષા આપી શકે છે.

N.I.O.S.  બોર્ડમાંથી પાસ થયા પછી શું ?

એન.આઇ.ઓ.એસ. બોર્ડમાંથી પાસ થયા પછી કોઇપણ કોલેજના પહેલા વર્ષમાં અન્ય બોર્ડના પ્રવેશાર્થીઓની જેમ રેગ્યુલર સ્ટડીઝમાં જોડાઇ શકાય છે. કોલેજના પહેલા વર્ષમાં રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પ્રવેશ મેળવીને ફરીથી ઉચ્ચ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં ભળી શકાય છે.

સુરતમાં સનરેઝ સ્કુલ N.I.O.S. નું ઓથોરાઇઝ્ડ સેન્ટર

સુરતમાં બીઆરસી પાસે, ઉધના મેઇન રોડ પર આવેલી સનરેઝ સ્કુલમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કુલિંગનું અધિકૃત સ્ટડી સેન્ટર તેમજ એકઝામ સેન્ટર શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. ચાલુ વર્ષે ધો.10 કે ધો.12માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ રૂબરૂ મુલાકાત લઇને વધુ વિગતો મેળવી, જાણી શકે છે.

સનરેઝ સ્કુલ એનઆઇઓએસ હેલ્પલાઇન નં.

76210 99911

76220 99911

May 22, 2019
world_cup_logo.png
1min6830

ક્રિકેટ પંડિતો કઇ ટીમ ચેમ્પિયન બનશે તેના પર વિશ્લેશણ કરી રહયા છે. મોટાભાગનાએ યજમાન ઇંગ્લેન્ડ અને ભારતની ટીમને ખિતાબની પ્રબળ દાવેદાર ગણાવી છે. એનું કારણ એ છે કે પાછલા કેટલાક વર્ષોમાં આ બે ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે.

ઇંગ્લેન્ડની ટીમ આઇસીસી વન ડે ક્રમાંકમાં હાલ નંબર વન છે. ઇયાન મોર્ગનના સુકાનીપદ હેઠળ ઇંગ્લેન્ડની ટીમે પાછલી 10 સિરિઝ જીતી છે. આ દરમિયાન તેણે દ. આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન જેવી મજબૂત ટીમોને હાર આપી છે. જ્યારે વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ પાછલી 10 વન ડે શ્રેણીમાંથી આઠમાં વિજય હાંસલ કર્યોં છે. આ દરમિયાન ભારતે આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા જેવી ટીમોને હાર આપી છે.

જો કે આ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે આંચકારૂપ હાર પણ સહન કરવી પડી છે. ભારત વિશ્વ ક્રમાંકમાં બીજા સ્થાને છે અને ત્રીજો વિશ્વ કપ જીતવા મેદાને પડશે.

બીજી તરફ દ. આફ્રિકાએ પણ પાછલી પ વન ડે સિરિઝ સતત જીતી છે. જો કે તેને ભારત અને ઇંગ્લેન્ડ સામે હાર મળી હતી. આ સામે ઓસ્ટ્રેલિયાએ પાછલી 10 સિરિઝમાંથી ફકત 4 સિરિઝ જ જીતી છે, પણ ભારત પ્રવાસના આખરી ત્રણ મેચ જીતીને શ્રેણી કબજે કરી હતી. બાદમાં પાકિસ્તાનને યૂએઇમાં પ-0થી સજ્જડ હાર આપી હતી. આમ તે પાછલા 8 વન ડે મેચથી અપરાજીત છે અને ફોર્મમાં વાપસી કરી ચૂકી છે. આથી ઓસ્ટ્રેલિયા પણ વર્લ્ડ કપમાં ફેવરિટ ટીમ બની ગઇ છે.

May 22, 2019
down-1280x1280.png
1min7070

એક્ઝિટ પોલ સાથે 1421 પોઇન્ટની જોરદાર છલાંગ લગાવ્યાં બાદ મંગળવારના સત્રમાં સેન્સેક્સ નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ ઝડપી પ્રોફિટ બુકિંગ શરૂ થતાં સેન્સેક્સ 383 પોઇન્ટ ગબડ્યો હતો અને નિફ્ટીએ 119 પોઇન્ટ ગુમાવ્યાં હતાં. પ્રારંભિક ઉછાળા બાદ રોકાણકારોને એવું સમજાઇ જતાં કે ચૂંટણીમાં ભાજપની જિતની સંભાવના એક્ઝિટ પોલની જાહેરાત સાથે પૂર્ણપણે ડિસ્કાઉન્ટ થઇ ગઇ છે, પ્રોફિટ બુકિંગનો મારો શરૂ થતાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. બીએસઇનો સંવેદનશીલ શેરઆંક સેન્સેક્સ 39,352.67 પોઈન્ટ્સના પાછલા બંધ સામે 39,449.45 પોઇન્ટની સપાટીએ ખૂલીને સત્ર દરમિયાન 39,571.73 પોઇન્ટની ઊંચી અને 38,884.85 પોઇન્ટની નીચી સપાટીને અથડાઇને 382.87 પોઇન્ટ અથવા તો 0.97 ટકાના ઘટાડા સાથે 38,969.80 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

ટાટા મોટર્સ, મારુતિ, રિલાયન્સ, ઇન્ડસઇન્ડ બેન્ક: નેશનલ સ્ટોક એક્સચેંજનો 50 શેરવાળો બેન્ચમાર્ક નિફ્ટી 11,828.25 પોઇન્ટના પાછલા બંધ સામે 11,863.65 પોઇન્ટની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં 11,883.55 અને નીચામાં 11,682.80 પોઈન્ટ્સની રેન્જમાં અથડાયા બાદ 119.15 પોઈન્ટ્સ અથવા તો 1.01 ટકા ઘટીને 11,709.10 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. રેવેન્યૂના ધોરણે આઇઓસીને પાછળ મૂકીને રિલાયન્સ દેશની સૌથી મોટી કંપની બની હતી. 2018-19ના નાણાકીય વર્ષમાં રિલાયન્સે રૂ. 6.23 લાખ કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું, જ્યારે આઇઓસીએ રૂ. 6.17 લાખ કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું. માર્ચ ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 49 ટકાનો ટાડો નોંધાવનાર ટાટા મોટર્સનો શેર 7.05 ટકાના કડાકા સાથે સેન્સેક્સના શેરોમાં ટોપ લૂઝર બન્યો હતો. આ ઉપરાંત અન્ય લૂઝર શેરોમાં મારુતિ, ઇન્ડસઇન્ડ બેન્ક, એમએન્ડએમ, ભારતી એરટેલ, સ્ટેટ બેન્ક, પાવરગ્રીડ, હીરો મોટોકોર્પ, ટાટા સ્ટીલ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ફોસિસ, યસ બેન્ક અને ટીસીએસમાં 3.25 ટકા સુધીનો કડાકો હતો.

ભારતી એરટેલ, સ્ટેટ બેન્ક, પાવરગ્રીડ, એચયુએલ: જોકે ખરાબ બજારમાં પણ સંસ્થાકીય લેવાલીનો ટેકો મળવાને કારણે રિલાયન્સ, એચયુએલ અને બજાજ ફાઇનાન્સ જેવા શેરોમાં 1.08 ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો. પ્રારંભના સત્રને બાકાત કરતાં બાકીના સમયમાં વ્યાપક અને તીવ્ર વેચવાલી જોવા મળી હોવાથી નાના શેરોમાં પણ ધોવાણ જોવા મળ્યું હતું. બીએસઇના મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં એકંદર 0.84 ટકા જેવી પીછેહઠ સાથે નેગેટીવ ઝોનમાં ધકેલાયા હતાં. એસ્ટ્રા પોલિ ટેકનિક, ડીવીઆર, ફિલિપ્સ, કાર્બન બ્લેક અને વોડાફોન, આઇડિઆ પણ ટોપ લૂઝર માં સામેલ હતો. બી ગ્રુપના શેરોમાં રાધા માધવ ટોપ લૂઝર બન્યો હતો. અન્ય લૂઝર શેરોમાં એનઇએલ હોલ્ડિંગ, નાહર પોલિફિલ્મ્સ, શ્રી પુષ્કર કેમિકલ અને પલાશ સિક્યુરિટીઝનો સમાવેશ હતો.

એસ્ટ્રા પોલિ ટેકનિક, એનઇએલ હોલ્ડિંગ, ડીવીઆર, ફિલિપ્સ: થાયરોકેર ટેકનોલોજીમાં એનએસઇ પર 3.66 લાખ શેરનું વોલ્યુમ જોવા મળ્યું હતું. આ ઉપરાંત યુનાઇટેડ બ્રુવરીઝ, સિનજિન ઇન્ટરનેશનલ, ટ્રેન્ટ અને જેકે લક્ષ્મી સિમેન્ટમાં પણ વોલ્યુમમાં ઉછાળા નોંધાયા હતા. ટીવીએસ મોટર્સ, બજાજ ફાઇનાન્સ અને આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડમાં સતત પાંચમા સત્રમાં આગેકૂચ જોવા મળ્ી હતી. બજારમાં સ્થિરતા રહેતી ન હોવાથી રોકાણકારોનો જીવ ઉચ્ચક રહે છે. એક્ઝિટ પોલથી લઇને ચૂંટણીના પરિણામો અને અમેરિકાના ઇરાન અને ચીન સાથેના ઘર્ષણો, ક્રૂડ ઓઇલના ભાવ અને ડોલર સામે રૂપિયાની વધઘટ જેવા પરિબળો માર્કેટમાં અફડાતફડી અને અસ્થિરતાને પોષતા રહેશે.

May 22, 2019
talaja.gif
1min14500

તળાજા તાલુકાના તરસરા ગામે એક તરફ લગ્નનો મંડપ નખાતો હતો તે જ સમયે પાણી ભરવા જેવી બાબતે પરિવારો હથિયાર લઈને સામસામે આવી એકબીજા પર હુમલો કરતા એક મહિલા સહિત આઠ વ્યક્તિને નાની મોટી ઇજાઓ થઈ હતી જેમાં ગોરખી ગામનો એક યુવાન ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. બનાવના પગલે લોકો દોડી આવ્યા હતા. તરસરા ગામે લગ્નપ્રસંગનો માંડવો રોપાતો હતો ત્યારે ગોરખી ગામના લોકો સાથે પાણી મુદ્દે તકરાર થઈ હતી અને છૂટા હાથની મારામારી થઈ હતી જેમાં ગોરખી ગામે રહેતા ચેતન જીવનભાઈ ડોળશિયા, જીવણભાઈ ફાંફાભાઈ ડોળાશિયા અને તરસરા ગામના બીજલભાઈ દેવશીભાઈ પરમાર, અશોક બીજલ, ભટુર બોઘા, મધિબેન ઘુઘાભાઈ પરમાર, ઘુઘા બીજલ પરમાર, નરેશબાબુ પરમાર એમ બંને પરિવારોના કુલ 8 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને તળાજા હૉસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. આ મારામારીમાં ગોરખી ગામના ચેતન ડોળાશિયા અર્ધબેભાન અને કાનમાંથી લોહી નીકળતું હોઈ હેમરેજની સંભાવના હોવાથી ભાવનગર બંને પિતા પુત્રને રીફર કર્યા હતા.

May 22, 2019
guj.jpg
1min5760

23 મેના રોજ ગુજરાતની તમામ 26 લોકસભા અને ચાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી યોજાશે. આ મતણગતરી સવારના 8 વાગ્યે શરૂ કરવામાં આવશે.

રાજ્યમાં 26 સંસદીય મત વિસ્તાર અને ત્રણ પેટાચૂંટણી માટે 27 મતગણતરી કેન્દ્રો તથા જામનગર (ગ્રામ્ય) વિધાનસભાની પેટાચૂંટણી માટે 1 મતગણતરી કેન્દ્ર મળીને કુલ 28 મતગણતરી કેન્દ્ર રાખવામાં આવ્યા છે. આ મતગણતરી માટે 2548 કાઉન્ટિગ સુપરવાઈઝર, 2548 કાઉન્ટિગ આસિસ્ટન્ટ તથા 2912 જેટલા માઈક્રો ઓબ્ઝર્વર સહિત કુલ 8,662નો સ્ટાફ નિયુક્ત કરવામાં આવશે.

આ તૈયારીઓને જોતાં ગુજરાતનું પરિણામ લગભગ બે વાગ્યાની આસપાસ આવી જવાની શક્યતા છે.

દરેક મતગણતરી હોલ ખાતે વધુમાં વધુ 14 મતગણતરી ટેબલ એક રિટર્નિંગ ઑફિસર આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર)નું ટેબલ રહેશે.

26 સંસદીય મત વિસ્તારના 182 મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ટપાલ મતપત્રો માટે 103 મદદનીશ ચૂંટણી અધિકારીઓ રહેશે. ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટ્ટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમની ચકાસણી-ગણતરી માટે 15 મદદનીશ ચૂંટણી અધિકારીઓ, વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી માટે 4 મદદનીશ ચૂંટણી અધિકારીઓ મળીને કુલ 122 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓ તથા 26 સંસદીય મતવિસ્તાર તેમજ 4 વિધાનસભા મત વિસ્તાર માટે 41 ઓબ્ઝર્વર રહેશે. 2548 કાઉન્ટિગ સુપરવાઈઝર, 2548 કાઉન્ટિગ આસિસ્ટન્ટ તથા 2912 જેટલા માઈક્રો ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવશે. તેમજ ટપાલ મત પત્રોની ગણતરી માટે સુપરવાઈઝર, આસિસ્ટન્ટ અને માઈક્રો ઓબ્ઝર્વ્સ મળીને કુલ 309 જેટલા અધિકારીઓ રહેશે. આ સિવાય પણ ચૂંટણી અધિકારીની મદદ માટે રિઝર્વ તથા સપોર્ટિંગ સ્ટાફ રહેશે.

આ ઉપરાંત તમામ ઇવીએમની મતગણતરી થયા બાદ મોકપોલ ડેટા ક્લિયર નહીં કરવાને કારણે ચૂંટણીપંચે નિર્દેશ કરેલાં 16 મતદાન મથકોના વીવીપેટ સ્લીપની ગણતરી ટૅકનિકલ કારણોસર પરિણામ ડિસ્પ્લે નહીં થવાના કારણે ગણવાની થતી વીવીપેટ સ્લીપની ગણતરી ચૂંટણી અધિકારી દ્વારા નિયમ 56(ઘ)ની જોગવાઈ હેઠળ નક્કી થયેલા મતદાન મથકોની વીવીપેટ સ્લીપની ગણતરી દરેક વિધાનસભા મત વિસ્તારના ડ્રો દ્વારા પસંદ કરેલા પાંચ મતદાન મથકોની વીવીપેટ સ્લીપની ગણતરી કરવામાં આવશે.

May 22, 2019
bjpvsgu.jpg
1min5940

એક્ઝિટ પોલમાં ભાજપની બેઠક વિશે અલગ અલગ અનુમાન મુકાયા છે. જોકે, સૌથી વધુ આધાર હિન્દીભાષી રાજ્યો પર છે. મુખ્યત્વે ૮૦ બેઠક ધરાવતા ઉત્તર પ્રદેશમાં કેટલી બેઠક મળે છે તેના પર વધારે મદાર છે. તે ઉપરાંત બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ભાજપે ૨૦૧૪માં ૧૮૫ પૈકી ૧૬૫ બેઠક જીતી હતી.

મોટાભાગના એક્ઝિટ પોલમાં આગાહી કરાઈ છે કે બિહાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વિપક્ષો કરતાં ભાજપ ઘણો આગળ છે. છત્તીસગઢમાં બંને પક્ષ સમાંતર ચાલી રહ્યા છે. યુપીમાં ભાજપની બેઠક ૩૩ થી ૬૫ અંદાજાય છે. પાંચ રાજ્યોમાં ૮૯ થી ૧૪૪ બેઠક મળવાનું અનુમાન છે. એસપી અને બીએસપી યુતિ મોટો પડકાર છે.

હિન્દીભાષી રાજ્યોમાં જે ખોટ પડશે તે પશ્ર્ચિમ બંગાળ અને ઓડિશામાં ભરપાઈ થશે એમ ભાજપનું માનવું છે. તમામ એક્ઝિટ પોલ જણાવે છે કે એનડીએ ૨૭૨નો આંકડો પાર કરશે અને નરેન્દ્ર મોદી ફરીથી વડા પ્રધાન બનશે.

કૉંગ્રેસશાસિત ત્રણ રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ લોકસભામાં સારી બેઠક મેળવશે એમ એક્ઝિટ પોલમાં દર્શાવાયું છે.

May 22, 2019
bjp_logo.png
1min6020

હિમાચલ પ્રદેશના મંડીમાં યોજાયેલી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં હાજરી નહીં આપનારા ભાજપના વિધાનસભ્ય સામે પક્ષ ટૂંક સમયમાં પગલાં ભરશે. લોકસભા ચૂંટણીપ્રચાર દરમિયાન મોદીએ ૧૦ મેના દિવસે મંડીના પડડલ મેદાનમાં સ્થાનિક સાંસદ રામસ્વરૂપ શર્માના સમર્થનમાં એક રેલીને સંબોધન કર્યું હતું. અનિલ શર્મા નામના સ્થાનિક વિધાનસભ્ય રેલીમાં હાજર રહ્યા ન હતા. તેમના પુત્ર આશ્રય શર્માને કૉંગ્રેસ પક્ષે આ જ મતવિસ્તારમાં ટિકિટ આપી હતી. હિમાચલ પ્રદેશ ભાજપના પ્રમુખ સતપાલસિંહ સત્તીએ કહ્યું કે પાર્ટી હાઈકમાન્ડ સાથે ચર્ચા કર્યા પછી અનિલ શર્મા સામે પગલાં ભરવામાં આવશે. કૉંગ્રેસે આશ્રય શર્માને ટિકિટ આપી હતી તે પછી અનિલ શર્માએ ઊર્જા પ્રધાન તરીકે રાજીનામું આપ્યું હતું. તેમણે ભાજપને કહ્યું હતું કે તે ન તો ભાજપ માટે કે ન તો તેમના પુત્ર માટે પ્રચાર કરશે.

પ્રદેશ પ્રમુખ સત્તીએ કહ્યું હતું કે અનિલ શર્માને રાજ્યની કારોબારીમાંથી હટાવવા અમારી શિસ્ત સમિતિ ટૂંક સમયમાં નિર્ણય કરશે.