CIA ALERT

Blog - Page 500 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
June 7, 2019
jagan1.jpg
1min7840

આંધ્ર પ્રદેશ રાજ્યમાં વિવિધ કેસોમાં તપાસ તથા દરોડા હાથ ધરવા સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ને છૂટ આપતી ‘સામાન્ય મંજૂરી’ પાછી ખેંચી લેતો જે આદેશ ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેસમ પાર્ટીની સરકારે 8મી નવેમ્બર, 2018ના દિવસે ગવર્મેન્ટ ઑર્ડર (જીઓ)ના રૂપમાં બહાર પાડ્યો હતો એને વાય. એસ. જગન મોહન રેડ્ડીની નવી સરકારે ગુરુવારે રદ કરી નાખ્યો હતો.

દેશની સર્વોચ્ચ તપાસ-સંસ્થા સીબીઆઇ પોતાની કાર્યવાહી દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ ઍક્ટ હેઠળ કરે છે.

આ ધારાની કલમ 6 હેઠળ રાજ્ય સરકાર સીબીઆઇને રાજ્યમાં પોતાની સત્તાના ઉપયોગ માટેની રાબેતામુજબ મંજૂરી આપતી હોય છે અને આંધ્ર પ્રદેશ સરકારે પણ સમયાંતરે આવી મંજૂરીઓ આપી હતી. જોકે, નાયડુએ ગયા વર્ષે માર્ચમાં જ્યારથી નરેન્દ્ર મોદી સરકારની આગેવાની હેઠળની એનડીએ સરકાર સાથેના સંબંધો કાપી નાખ્યા હતા ત્યારથી આક્ષેપો કર્યા હતા કે કેન્દ્ર સરકાર રાજકીય હરીફોને લક્ષ્યાંક બનાવવા સીબીઆઇ જેવી સંસ્થાઓનો દુરુપયોગ કરી રહી છે.

રાજ્યમાં એ સમયની શાસક તેલુગુ દેસમ પાર્ટીની નજીકની માલિકીના કેટલાક ધંધાકીય સંસ્થાનો પર આવકવેરા સત્તાધીશોએ પાડેલા દરોડાને પગલે નાયડુ રાતા-પીળા થઈ ગયા હતા. એને પગલે તેમણે જાહેરાત કરી હતી કે તેમની રાજ્ય સરકાર આ દરોડા પાડવા માટે આવકવેરા અધિકારીઓને સલામતીનું કવચ પૂરું નહીં પાડે.

June 7, 2019
monsoon.jpg
1min8360

અનુકૂળ વાતાવરણને કારણે આંદામાનમાંથી મંગળવારે શ્રીલંકામાં દાખલ થયેલું ચોમાસુ આગામી 48થી 72 કલાકમાં એટલે કે આઠમી જૂન સુધી કેરળમાં દાખલ થશે, એવી આગાહી હવામાન વિભાગ અને સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે.

સામાન્ય રીતે 25મી મે સુધી શ્રીલંકામાં ચોમાસુ બેસી જતું હોય છે, પરંતુ આ વખતે તે અંદાજે આઠથી નવ દિવસ મોડું છે. કેરળમાં ચોમાસુ બેસવાના સંકેત મળ્યા ભલે હોય, પરંતુ હવામાનમાં થઇ રહેલા પરિવર્તનને કારણે કર્ણાટક સહિત આંધ્ર પ્રદેશમાં શરૂઆતમાં પૂરતો વરસાદ પડશે નહીં, આગામી 24 કલાકમાં વિદર્ભમાં વરસાદ પડવાની શક્યતા છે. અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ તથા ત્રિપુરામાં મૉન્સૂન પહેલા જ સારો વરસાદ પડી રહ્યો છે.

આ દરમિયાન કણકવલી શહેર તથા વાગદે વિસ્તારમાં સવારે જોરદાર વરસાદ પડવાનો શરૂ થયો હતો જેને કારણે હાઇવે પર માટીનો ભરાવો થઇ ગયો હતો અને ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. હાઇવે નજીકનાં ઘરોમાં પાણી ભરાઇ ગયાં હતાં. સત્તાવાળાઓ દ્વારા હાઇવે પર ચોમાસા પહેલાના દરેક કામ પૂરા કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો છતાં કૉન્ટ્રેક્ટરોની બેજવાબદારીને કારણે લોકોને હેરાનગતિ સહન કરવી પડી હતી.

સિંધુદુર્ગમાં પણ ગુરુવાર સવારથી જોરદાર વરસાદ પડવાનો શરૂ થયો હતો. વીજળીના કડાકા, જોરદાર પવનો સાથે વરસાદનું આગમન થયું હતું. અડધો કલાક સુધી સતત પડેલા વરસાદને કારણે અમુક વિસ્તારોમાં નુકસાન પણ થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

સાવંતવાડી સહિત અન્ય વિસ્તારોમાં ગુરુવારે વીજળીના કડાકા સાથે સવારથી જ વરસાદ પડવાનો શરૂ થઇ ગયો હતો. મુંબઈ-ગોવા માર્ગ પર ગાળુ વિસ્તારમાં મોટાં મોટાં વૃક્ષો તૂટી પડ્યાં હતાં. વૃક્ષો તૂટી પડવાને કારણે સાવંતવાડીથી કુડાળ તરફ આવનારા-જનારા માર્ગો પર ટ્રાફિક જામ થયો હતો.

રાજ્ય માટેનો અંદાજ સાતમી જૂન: વિદર્ભમાં અમુક જગ્યાએ વીજળીના કડાકા સાથે જોરદાર પવન ફૂંકાશે, જ્યારે અમુક ઠેકાણે ગરમી કાયમ રહેશે.

આઠમી અને નવમી જૂન: વિદર્ભમાં અમુક જગ્યાએ વીજળીના કડાકા અને જોરદાર પવનો ફૂંકાશે. મરાઠવાડા અને વિદર્ભના અમુક જગ્યાએ ગરમી રહેશે

June 6, 2019
guj_gov_logo.png
1min9170

નવરાત્રિ વેકેશનના મામલે ગુજરાતની ભાજપા સરકારે વણજોઇતી બદનામી વ્હોરી લીધી છે. અગાઉ ગુજરાત બોર્ડે નવરાત્રિ વેકેશનને રદ કરવાનો ઠરાવ કરતા રાજ્યની ભાજપા સરકારનો અહમ ઘવાયો હતો. ગુજરાત બોર્ડના ઠરાવની ઉપરવટ જઇને સરકારે નવરાત્રિ વેકેશ ચાલુ રાખવાની ઘોષણા કરી દીધી હતી.

વણજોઇતા વેકેશનને પગલે રાજ્યભરની સ્કુલોએ હોબાળો મચાવતા કેટલાક ભાજપાના નેતાઓની શાન ઠેકાણે આવી હતી અને ભાજપા સરકારની ઇમેજને હાની પહોંચે એ પહેલા સરકારે વણજોઇતા નવરાત્રિ વેકેશનને ફરીથી રદ કરવાની જાહેરાત આજરોજ તા.6 જુન 2019ના રોજ કરી છે.

ગુરુવારે બપોરે આખરે નવરાત્રિના વણજોઇતા વેકેશનને રદ્દ કરવાની શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે સ્કૂલોમાં સરકાર નવરાત્રિમાં વેકેશન નહીં આપે.

 

June 6, 2019
sensex_down.jpg
1min5380

તા.6 જુન 2019ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં બેઝીસ પોઇન્ટનો ઘટાડો કર્યાના નકારાત્મક પ્રત્યાઘાત શેરબજાર પર વર્તાયા હતા. બપોરે શેરબજારના ઇન્ડેક્ષ એવા ગગડ્યા હતા કે સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. IT શેરોને બાદ કરતાં તમામ સ્કેટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

રિઝર્વ બેંકે ભરેલા પગલાં શેરબજારને અનુકૂળ રહ્યા નહીં અને ગુરુવાર તા.6 જુન 2019ના રોજ બપોરે શેરબજારમાં ઓઈલ-ગેસ, રિયલ્ટી, કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી.

RBIએ રેપો રેટમાં કરેલો 0.25 ટકાનો ઘટાડો અપૂરતો લાગતાં શેરબજારમાં નિરાશા જોવા મળી હતી. રોકાણકારો નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓના વધુ એક ડિફોલ્ટને કારણે ભારે વ્યથિત થયા છે.

તા.6 જુન 2019ને ગુરુવારે બપોરે સવા બે વાગ્યે BSE સેન્સેક્સ 528.10 પોઈન્ટ્સ ગગડીને 39,555.44 પોઈન્ટ્સ નોંધાયો હતો. એવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 174.50 પોઈન્ટ્સના ઘટાડા સાથે 11847.15 પોઈન્ટ્સની સપાટી સતત નેગેટીવ ટ્રેન્ડ કરી રહ્યો હતો. BSE મિ઼ડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.66 ટકા અને 1.53 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

June 6, 2019
Gandhinagar-Gujarat.jpg
1min6560

લોકસભા ચૂંટણી 2019 માં વિજયી થનારા ભાજપના ચાર ધારાસભ્યોએ આજરોજ તા.6 જુન 2019ના રોજ ગુજરાત લેજિસ્લેટિવ એસેમ્બલીના મેમ્બર પદેથી પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ ને સુપરત કર્યું છે. ધારાસભ્ય અને સંસદ સભ્ય પૈકી કોઇ એક સભ્ય તરીકે રહી શકાય એવા નિયમ અંતર્ગત ધારાસભ્ય પદેથી ભાજપના ચારેય નેતાએ રાજીનામું આપી દેતા હવે ગુજરાત વિધાનસભામાં ભાજપાનું સંખ્યાબળ 100નું થયું છે.

રતનસિંહ ચૌહાણ પંચમહાલ બેઠક પરથી, હસમુખ પટેલ અમદાવાદ પશ્ચિમ, પરબત પટેલ બનાસકાંઠા અને ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી વિજય બનતા તેમણે પોતાની વિધાનસભા બેઠકો  ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા ભાજપાના નેતાઓમાં પરબત પટેલ, હસમુખ પટેલ, રતનસિંહ રાઠોડ અને ભરતસિંહ ડાભીનો સમાવેશ થાય છે.

હવે ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે અને એ પછી રાજ્યસભાના સાંસદની બેઠક માટેની ચૂંટણીઓ યોજાશે.

 

June 6, 2019
rbi.jpeg
1min18800

વિશ્વની સૌથી મોટી કેશલેસ ઇકોનોમી બની રહેલા ભારતના બેંકીંગ ગ્રાહકોને સૌથી મોટો ફાયદો થવા જઇ રહ્યો છે. ગુરુવાર તા.6 જુન 2019ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એવો નિર્ણય કર્યો છે કે આર.ટી.જી.એસ. RTGS (Real Time Gross Settlement System) અને નેફ્ટ NEFT (National Electronic Funds Transfer) જેવા ઓનલાઇન ટ્રાન્સફરના વ્યવહારો પરનો ચાર્જ કાઢીને આ સેવાઓ બિલકુલ નિશુલ્ક કરી દેવામાં આવે. ભારતની તમામ બેંકોએ આ ફાયદો તેમના ગ્રાહકોને સીધો જ આપવો પડશે. આગામી દિવસોમાં આ અંગે રિઝર્વ બેંક બેંકોને સીધી સૂચના આપશે.

ભારતીય ગ્રાહકો બેંકીંગ વ્યવહારો ખાસ કરીને ફંડ ટ્રાન્સફરનો વધુને વધુ ઉપયોગ કરતા થાય એ હેતુથી રિઝર્વ બેંકે એ નિર્ણય લીધો છે.

આ ઉપરાંત રિઝર્વ બેંક દ્વારા એ.ટી.એમ. ATM (Automated Teller Machines) ના વ્યવહારોમાં ઇન્ટરચેન્જ ફી સ્ટ્રક્ચરને રિવ્યુ કરવા માટેની પણ કમિટીની રચના કરવામાં આવી છે. ભારતમાં ATM (Automated Teller Machines)ની સેવાઓનો વ્યાપ વિસ્તાર વધ્યો છે. ગ્રાહકો સંતોષકારક રીતે અને પહેલા કરતા વધુ પ્રમાણમાં આ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે, પરીણામે બેંકોના કામના ભારણમાં પણ ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં એ.ટી.એમ. ATM (Automated Teller Machines)ના ચાર્જિસ અને ફીના પ્રવર્તમાન દરોને રિવ્યુ કરવા ખાસ કરીને ઘટાડવા માટે નિર્ણય લેવાય તે માટે કમિટી બનાવવામાં આવી છે.

રિઝર્વ બેંક દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં ત્રીજી વખત રેપો રેટમાં કપાત કરવામાં આવતા હવે પછીના દિવસોમાં તેની અસર રૂપે બેંક ધિરાણ સસ્તા દરે મળવાના શરૂ થશે. રિઝર્વ બેંકએ આે તા.6 જુન 2019ના રોજ રેપો રેટમાં 25 બેઝીસ પોઇન્ટનો ઘટાડો કરીને દર 5.75 પહોંચાડ્યો છે.

June 6, 2019
electionbond.jpg
1min12280
ચૂંટણીમાં 60 હજાર કરોડના અધધધ ખર્ચના અહેવાલ,
ભાજપ-કોંગ્રેસ સહિતના’ પક્ષોએ પંચને હજી સુધી ભંડોળની વિગત આપી નથી
ભારતમાં લોકસભાની ચૂંટણીમાં અધધધ રૂા. 60,000 કરોડના ખર્ચના હેવાલે દેશમાં એક ચર્ચા જગાવી દીધી છે. આ 60,000 કરોડ પૈકી 45 ટકા ખર્ચ તો એકલા ભાજપે કર્યો હોવાનો અંદાજ મીડિયા હેવાલોમાં દર્શાવાઇ રહ્યો છે. હવે એવી વાત પણ બહાર આવી છે કે, ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ચૂંટણી દરમ્યાન એકત્ર કરેલા ભંડોળની રકમની વિગત હજી સુધી ચૂંટણીપંચને આપી નથી.
ચૂંટણીપંચના સૂત્રોને ટાંકીને એક મીડિયા હેવાલમાં જણાવાયું હતું કે, કોઇપણ મુખ્ય રાજકીય પક્ષે મળેલા દાન અને ફંડની વિગત પૂરી પાડી નથી. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તમામ રાજકીય પક્ષોએ’ 30 મે સુધી ચૂંટણીપંચને’ ભંડોળની રકમની વિગત આપી દેવાની હતી.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી સુધારાને લઇને કાર્યરત બિનસરકારી સંગઠન એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા’ ચૂંટણી બોન્ડના વેચાણ પર રોક લગાવવા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાઇ છે. આ અરજીની સુનાવણી દરમ્યાન અદાલતે રાજકીય પક્ષોને 30 મે સુધી તમામ વિગતો ચૂંટણીપંચને આપી દેવા આદેશ કર્યો હતો પણ હજી સુધી કોઇ રાજકીય પક્ષે એ આદેશનું પાલન કર્યું નથી.
સરકાર ચૂંટણી બોન્ડ આપનારાઓના નામ ખાનગી રાખવાના પક્ષમાં છે, જ્યારે ચૂંટણીપંચ આ નામો જાહેર કરવાના પક્ષમાં છે. એપ્રિલમાં આ મામલાની સુનાવણી દરમ્યાન એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે કહ્યું હતું કે, રાજકીય પક્ષોને નાણાં ક્યાંથી મળે છે એ જાણવાનો અધિકાર મતદારોને નથી.’
June 6, 2019
earthquake-zone-map-of-gujarat-1.jpg
1min7630

ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના અમુક વિસ્તારોમાં બુધવારે મોડી રાત્રે ધરતીકંપના આંચકા અનુભવાયા હતા જેને કારણે લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં રાત્રે ૧૦.૩૧ વાગ્યાની આસપાસ ચારની તીવ્રતાના ભૂકંપ આંચકા અનુભવાયા હતા જેને કારણે લોકો ડરીને ઘરની બહાર રસ્તા પર આવી ગયા હતા. અમદાવાદમાં પણ તેની હળવી અસર થઇ હતી.

અરવલ્લી , સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ચારની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અમીરગઢ, હિંમતનગર, પાલનપુર, અંબાજી, ડીસા સહિતના નગરોમાં રાત્રે ૧૦.૩૦ કલાકે આંચકા અનુભવાયા હતા. આબુમાં પણ ભૂકંપના જોરદાર આંચકા લાગ્યા હતા અને અહીં આવેલા પ્રવાસીઓમાં પણ ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું.

June 6, 2019
Indian-Political-Parties.jpg
1min6080

લોકસભા ચૂંટણીમાં મળેલા પ્રચંડ વિજયના પગલે વિપક્ષોમાં મતભેદ વધ્યા છે. મોટાભાગના પક્ષોમાં પરસ્પર દોષારોપણ વધ્યું છે. જ્યારે કેટલાક પક્ષના નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. એનડીએ સિવાયના પક્ષોના કાર્યકરોમાં હતાશાના વાદળો છવાયા છે. મંગળવારે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને અજિતસિંહના રાષ્ટ્રીય લોકદળનું ‘મહાગઠબંધન’ તૂટ્યું હતું. યુપીમાં થનારી આગામી પેટાચૂંટણીમાં ત્રણે પક્ષે જુદા જુદા લડવાનો નિર્ણય જાહેર કર્યો છે. કર્ણાટકમાં જનતા દળ (એસ) અને કૉંગ્રેસના જોડાણમાં તિરાડ ક્રમશ: પહોળી થઈ રહી છે. જનતા દળ (એસ)ના કર્ણાટક એકમના પ્રમુખ એ. એચ. વિશ્ર્વનાથે કૉંગ્રેસ-જેડી (એસ) વચ્ચેના મતભેદનું કારણ આગળ ધરી પક્ષ છોડ્યો છે. કર્ણાટકમાં જેડી (એસ) અને કૉંગ્રેસના સંખ્યાબંધ નેતા ભાજપમાં જોડાવા તૈયાર છે તેવું જાણવા મળે છે.

ભાજપને મળેલી જ્વલંત સફળતાને પગલે પશ્ર્ચિમ બંગાળમાં બે વિધાનસભ્ય સહિત તૃણમૂલ કૉંગ્રેસના કેટલાક નેતા હજારો કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. વડા પ્રધાન મોદીએ પશ્ર્ચિમ બંગાળમાં ચૂંટણીપ્રચાર સભામાં કહ્યું હતું કે તૃણમૂલ કૉંગ્રેસના 40 વિધાનસભ્યો ભાજપના સંપર્કમાં છે. રાજસ્થાનના કૉંગ્રેસ એકમમાં મુખ્ય પ્રધાન ગેહલોત પોતાના પુત્રની હાર માટે સચીન પાયલટનો જવાબ માગી રહ્યા છે. જ્યારે એક વિધાનસભ્યે ગેહલોતને હરાવી પાયલટને મુખ્ય પ્રધાન બનાવવાનું જાહેરમાં સમર્થન કર્યું છે. રાજસ્થાન સરકાર અપક્ષો અને બસપાના સમર્થનથી ચાલી રહી છે.

ગુજરાતમાં કૉંગ્રેસના કેટલાક વિધાનસભ્યો ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે. હરિયાણામાં તાજેતરમાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં જાહેરમાં એકબીજા સામે કેટલાક નેતાઓએ દોષારોપણ કર્યું હતું. મહારાષ્ટ્ર કૉંગ્રેસમાં વરિષ્ઠ નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલે રાજીનામું આપ્યું છે અને ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે તેવી ચર્ચા ચાલી રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સે કૉંગ્રેસ સાથેના જોડાણનો અંત કર્યો છે. તેવા અહેવાલ મળી રહ્યા છે. હરિયાણામાં બીએસપીએ રાજકુમાર સૈનીના પક્ષ સાથેનું જોડાણ રદ કર્યું છે.

June 6, 2019
world-bank.jpg
1min5600

વર્લ્ડ બૅંકે આગાહી કરી છે કે આગામી ત્રણ વર્ષમાં ભારતના અર્થતંત્રનો 7.5 ટકાના દરથી વિકાસ થશે. મંગળવારે વર્લ્ડ બૅંકે જાહેર કરેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2018-19માં ભારતનો આર્થિક વૃદ્ધિદર 7.2 ટકા હતો. ચીનનો આર્થિક વૃદ્ધિદર 2018માં 6.6 ટકા હતો જે 2019માં ઘટીને 6.1 ટકા અને 2020માં ઘટીને 6 ટકા થવાનો વર્લ્ડ બૅંકે અંદાજ મૂકયો છે.

વિશ્ર્વમાં સૌથી વધુ ઝડપથી અર્થતંત્રોમાં ભારત પોતાનો પ્રથમ ક્રમ જાળવી રાખશે. 2021માં ચીનનો વૃદ્ધિદર 6 ટકા અને ભારતનો 7.5 ટકા રહેશે તેવો વર્લ્ડ બૅંકના અહેવાલમાં અંદાજ મૂકવામાં આવ્યો છે. 2018-19ના ચોથા કવાર્ટરમાં ભારતનો આર્થિક વૃદ્ધિદર 5.8 ટકા હતો જે છેલ્લાં પાંચ વર્ષનો સૌથી ઓછો વૃદ્ધિદર છે. અર્થતંત્રના વિકાસદરમાં ઘટાડો થવા પાછળ સીએસઓ કૃષિ અને મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં થયેલી પીછેહઠને જવાબદાર માને છે.

ધિરાણ વૃદ્ધિ અને વ્યાજદર હળવા કરવાની નીતિ અપનાવવાથી ખાનગી ખપત અને રોકાણને લાભ થશે, તેવું વર્લ્ડ બૅંકના અહેવાલમાં ધ્યાન દોરવામાં આવ્યું છે. ભારતના શહેરી વિસ્તારોમાં ધિરાણ વૃદ્ધિ થવાથી ખપત વધી હતી, જયારે કૃષિ ઊપજોના ભાવ નીચે રહેવાથી ગ્રામીણ ખપત ઘટી હતી તેવું અહેવામાં કહેવામાં આવ્યું છે.

ઉત્પાદન ક્ષેત્રમાં ઝડપી વૃદ્ધિદર વ્યાપક રહ્યો હતો. સર્વિસ ક્ષેત્ર અને કૃષિ પ્રવૃત્તિમાં ઘટાડો નોંધાયો હતો, જયારે ઔદ્યોગિક ક્ષેત્રમાં વૃદ્ધિદર વધુ રહ્યો હતો.

વેપાર, હૉટેલ, ટ્રાન્સપોર્ટેશન અને કમ્યુનિકેશન પ્રવૃત્તિમાં ધીમી રહી હોવાથી સર્વિસ ક્ષેત્ર ઠંડું રહ્યું હતું. કેપિટલ ગુડ્સની માગ વધુ રહી હોવાથી મેન્યુફેકચરિંગ ક્ષેત્ર, બાંધકામ ક્ષેત્રમાં તેજી જોવા મળી હોવાથી ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉછાળો નોંધાયો હતો.

નાણાપ્રધાન નિર્મલા સીતારામન નરેન્દ્ર મોદી 2.0 સરકારનું બજેટ પાંચમી જુલાઈએ રજૂ કરશે. નાણાપ્રધાન આર્થિક સુધારાઓને વેગ આપશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.