CIA ALERT

Blog - Page 498 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
June 8, 2019
keral_rain.jpg
1min8850

સમગ્ર દેશવાસીઓ જેની રાહ જોઇ રહ્યા છે એ ચોમાસાએ ભારતના દક્ષિણ પશ્ચિમ કાંઠે એટલે કે કેરળમાં સત્તાવાર આગમન કરી લીધું છે. કેરળમાં આજે સવારથી મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે અને ઠીકઠીક પ્રમાણમાં વરસાદે કેરળને તરબોળ કરી દીધું છે.

બીજી તરફ IMD (ઈન્ડિયા મિટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ)એ પણ સત્તાવાર જાહેરાત બુલેટીનમાં જણાવ્યું છે કે આજે તા.8મી જુન 2019ના રોજ ચોમાસુ કેરળ પહોંચી ગયું છે. આજે સવારથી જ કેરળના મોટ ભાગના વિસ્તારોમાં ઝરમરીયો વરસાદ શરૂ થઇ ચૂક્યો છે.

હવામાન ખાતા દ્વારા કેરળના સાત જિલ્લામાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

June 8, 2019
modi-kerala-pti.jpg
1min7820

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે તા.8મી જુન 2019ને શનિવારે કેરળના જાણીતા ગુરુવાયૂર કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા.

modi in kerala માટે છબી પરિણામ

કેરળના મંદિરમાં વડાપ્રધાન શ્રી મોદીનો તુલાભાર વિધિ દ્વારા કરવામાં આવ્યો હતો. એવી જ રીતે ભાજપાના પાર્ટી સિમ્બોલ કમળના ફૂલોથી પણ તેમની તુલા કરવામાં આવી હતી.

મંદિરમાં પૂજા-અર્ચના માટે એક મુસ્લિમ ખેડૂત પરિવાર પાસેથી 112 કિલો કમળના ફૂલ ખરીદાયા હતા. ત્રિશૂરનું ગુરુવાયૂર મંદિર કેરળના સૌથી જાણીતા મંદિરોમાંથી એક છે.

 

એ પૂર્વે શ્રી મોદી કેરળ એરપોર્ટ ખાતે ઉતાર્યા હતા ત્યારે કેરળના ઉચ્ચાધિકારીઓ તેમજ સરકારના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

 

June 8, 2019
mbbs.jpg
1min16160

જયેશ બ્રહ્મભટ્ટ

ધો.12 સાયન્સ બાયોલોજી સાથે 50 પર્સન્ટાઇલથી વધુ માર્કસ સાથે પાસ થયેલા અને નીટ 2019માં સારો સ્કોર કરીને હાલમાં એમ.બી.બી.એસ. (મેડીકલ)માં પ્રવેશની રાહ જોઇ રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખુશીના સમાચાર એ છે કે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ઓપન કેટેગરીમાં આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને 10 ટકા રિઝર્વેશન (અનામત) આપવા માટે દેશભરની તમામ મેડીકલ કોલેજોમાં 25 ટકા જેટલી બેઠકો વધારવાનો નિર્ણય કર્યો છે.

મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ઓપન કેટેગરીમાં આવતા અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારના નિયમ અનુસાર 10 ટકા અનામત (રિઝર્વેશન) આપવા માટેની પ્રક્રિયાઓ મે 2019માં જ શરૂ કરી દીધી હતી અને હાલમાં દેશભરની તમામ કાર્યરત મેડીકલ કોલેજોમાં બેઠકો વધારીને પ્રવેશ આપવા માટેની સૂચનાઓ જારી કરી દીધી છે.

મેડીકલ કોલેજોમાં ઓપન કેટેગરીમાં 10 ટકા ઇડબલ્યુએસ (ઇકોનોમિકલી વિકર સેકશન) માટે બેઠકો વધારવાની હાથ ધરેલી કાર્યવાહીને પગલે હવે ગુજરાતમાં એમબીબીએસની બેઠકોની કુલ સંખ્યા વધીને 4800 થી વધુ થવા પામી છે.

મેડીકલ કોલેજોમાં 10 ટકા ઇડબલ્યુએસ ક્વોટાનો અમલ કરવા માટે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઇડલાઇન્સ આ મુજબની છે.

June 8, 2019
cable_stayed_night-1280x853.jpg
1min5800

થોડા મહિના અગાઉ રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ લોકાર્પિત કરેલા ગુજરાતના રાજ્યના ઇકોનિક પ્રોજેક્ટ અને સૌપ્રથમ કેબલ બ્રિજના ડેકોરેશનમાં લગાવાયેલી લાઈટોની ચોરી થયાની વિગતોએ મનપાની મુશ્કેલી વધારી દીધી છે.

રાત્રીના સમયે બ્રિજને આકર્ષક બનાવતી લાઇટ્સનું આકર્ષણ હતું. છેલ્લા ઘણાં સમયથી કેટલાક સ્પોટ પર કલર બરાબર દેખાતા નહોતા.

અચાનક તે કેમ બરાબર નથી દેખાતું તેવું જાણવા મળતા કોર્પોરેશનના અધિકારીઓએ તેની તપાસ શરુ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, બ્રિજની શોભા વધારવા નાખેલી મોંઘી લાઈટોની ચોરી થઈ જવાના કારણે લાઈટિંગ ઇફેક્ટ જોવા મળી ન હતી.

કેબલ સ્ટેઇડ બ્રિજની જે એલઈડી લાઈટો ચોરાઈ છે તેની કિંમત સાડા ચાર લાખ રુપિયા જેટલી થવા જાય છે. લાઈટોની ચોરી થઈ જતાં કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા અડાજણ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. આ મોંઘી લાઈટો ચોરી ન થઈ જાય તે માટે બ્રિજ બન્યો તે વખતે લોખંડની મજબૂત જાળીમાં તેને ફિટ કરવામાં આવ્યા હતા. જોકે, ચોર તે જાળીને પણ કાપીને લાઈટો કાઢી ગયા છે.

June 8, 2019
up.jpeg
1min17200

ઉત્તર પ્રદેશના વિભિન્ન જિલ્લામાં ધૂળની આંધી, વરસાદ અને વીજળી પડવાથી ઓછામાં ઓછા 26 લોકોનાં મોત થઈ ગયા. 6 અને 7 જૂને અહીંના અલગ-અલગ ભાગોમાં પડેલા વરસાદના કારણે બનેલી ઘટનાઓમાં અત્યાર સુધી 26 લોકોના મોત થવાની સૂચના મળી છે. આ ઉપરાંત 57 અન્ય લોકો અલગ-અલગ ઘટનાઓમાં ઘાયલ થયા છે. વરસાદના કારણે તમામ વિસ્તારોમાં નુકસાન બાદ યુપી સરકારે અધિકારીઓને રાહત કાર્યો ઝડપી કરવાનો આદેશ આપ્યો છે.

સીનિયર સરકારી અધિકારીએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, મોટાભાગના લોકો દિવાલ ધરાશાયી થવાના કારણે મૃત્યુ પામ્યા. જ્યારે બે લોકો વીજળી પડવાના કારણે મર્યા.

રાહત કમિશનરની ઓફિસ દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ મૈનપુરી જિલ્લામાં સૌથી વધારે 6 લોકોના મોત થયા, જ્યારે ઈટા અને કાસગંજમાં 3-3 લોકો, ફારુખાબાદ અને બારાબંકીમાં 2-2 લોકો તથા મોરાદાબાદ, બાદૌન, પીલીભીત, મથુરા, કનૌજ, સંભાલ, ગાઝીયાબાદ, અમરોહા અને મહોબામાં 1-1 લોકોના માત થયા છે.
ઉત્તરપ્રદેશના વિભિન્ન ભાગોમાં આંધી-તોફાન અને આકાશી વીજળી ત્રાટકવાના બનાવોમાં ઓછામાં ઓછા 19નાં મોત થયાં હતાં. પ્રદેશના રાહત કમિશનર કાર્યાલયે આજે આ જાણકારી આપતાં જણાવ્યું હતું કે મૈનપુરીમાં સૌથી વધુ નુકસાન થયું હતું.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાહત અને બચાવ કાર્યની જાણકારી લેવા માટે 6 પ્રભારી મંત્રીને નિર્દેશ આપ્યા છે. મૈનપુરીમાં સૌથી વધુ 6 જણનાં મોત થયાં હતાં. એટા અને કાસગંજમાં ત્રણ-ત્રણ જણનાં મૃત્યુના અહેવાલ હતા. મુરાદાબાદમાં એક વ્યક્તિનું વીજળી પડવાથી મૃત્યુ થયું હતું.
બદાયું, પીલીભીત, મથુરા, કન્નૌજ, સંભલ અને ગાઝિયાબાદમાં પણ એક-એક વ્યક્તિના મૃત્યુ થયા હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ગઈકાલે મોડી સાંજે આંધી-તોફાન આવ્યું હતું. અનેક જગ્યાએ વૃક્ષો તૂટીને પડી ગયાં હતાં.
June 8, 2019
gst.jpg
1min5950
227 કરોડના ઇ-વે બિલ બાદ વધુ 35 કરોડનું કૌભાંડ ઝડપાતા આંક $ 262 કરોડે પહોંચ્યો

જુનાગઢમાં નાના વેપારીઓ અને ધંધાર્થીઓને લોન અપાવી દેવાની લાલચ આપી તેમના પાનકાર્ડ મેળવી પેઢી ઉભી કર્યા બાદ ઇ-વે બિલ જનરેટ કરી રૂ.227 કરોડનું કૌભાંડ આચરવાનાં પ્રકરણમાં એસજીએસટી તંત્રએ જુનાગઢના બે શખસોની ધરપકડ કરી હતી. દરમિયાન જુનાગઢની પાંચ પેઢીમાં તપાસ દરમિયાન વધુ 35 કરોડની કરચોરી થયાનું અને તે પણ જુનાગઢના જ આ બન્ને શખસોએ કરી હોવાનું બહાર આવતા વધુ તપાસ હાથ ધરાઇ છે.

ગઇ તા.ત્રણ અને ચાર જુનના કમિશનર વી.એન. ગુર્જરના માર્ગદર્શન હેઠળ ટીમે જુનાગઢમાં સ્થિત પાંચ વેપારી પેઢીમાં તપાસની કામગીરી હાથ ધરી હતી. જેમાં આ ઇ-વે બિલ જનરેટ કરી ગુજરાત રાજય બહાર ખાદ્યતેલીયા મોકલીને કરચોરી કર્યાનું બહાર આવ્યું હતું. આ પેઢીમાં મે. પ્રમય એન્ટરપ્રાઇઝ દ્વારા રૂ.9.31 કરોડ, મે.યુનિક ટ્રેડર્સ દ્વારા રૂ.9.40 કરોડ, મે.ચિત્રાક્ષ ટ્રેડર્સ દ્વારા 3.75 કરોડ, મે.ભકિત એન્ટરપ્રાઇઝ દ્વારા રૂ.10.16 અને અંજની એન્ટરપ્રાઇઝ દ્વારા રૂ.2.34 કરોડ મળી કુલ રૂ.35 કરોડની કરચોરી કર્યાનું ખુલ્યું હતું.
જીએસટી તંત્ર દ્વારા પેઢીઓના માલિકની પુછપરછ કરતા તેમણે જણાવ્યું કે તેમના દસ્તાવેજોનો દુરઉપયોગ કરી અગાઉ રૂ.227 કરોડના ઇ-વે બિલ કૌભાંડમાં પકડાઇ ચુકેલા અને જેલ હવાલે કરાયેલા મુળ જુનાગઢના દિલીપ સેજપાલ અને મિતેષ સેજપાલ દ્વારા જીએસટી નંબર મેળવીને આ કૌભાંડ આચર્યુ હોવાનું જણાવ્યું હતું.
દિલીપ સેજપાલ અને મિતેષ સેજપાલે જુનાગઢમાં 14 પેઢી અને ગુજરાત રાજય બહાર અલગ અલગ રાજયમાં કુલ 16 પેઢીઓ મળી 30 જેટલી પેઢીઓ ઉભી કરી રૂ.262 કરોડના ઇ-વે બિલો દ્વારા કરચોરી કરાઇ છે. હાલ આ અંગે વધુ તપાસ જારી રખાઇ છે.
June 8, 2019
world_cup_logo.png
1min6500

પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ગઈ કાલે અહીં વર્લ્ડ કપની મહત્ત્વની લીગ મૅચ રમાવાની હતી, પરંતુ વરસાદને કારણે મૅચ રમી જ નહોતી શકાઇ અને બન્ને ટીમને એક-એક પૉઇન્ટ મળ્યો છે. આ એક પૉઇન્ટ તેમને સ્પર્ધાના લીગ તબક્કાના છેવટના ભાગમાં ફાયદારૂપ બની શકે અથવા નુકસાનકારક પણ બની શકે.

વરસાદ અટકી ગયા બાદ વાદળિયા હવામાન વચ્ચે એવી સંભાવના જાગી હતી કે બન્ને ટીમ વચ્ચે કદાચ ૨૦-૨૦ એાવરની મૅચ રમાશે. જોકે, એ પણ નહોતી રમી શકાઈ. પાકિસ્તાને વેસ્ટ ઇન્ડિઝ સામેના પરાજય પછી ઇંગ્લૅન્ડને હરાવ્યું હતું, જ્યારે શ્રીલંકા ન્યૂ ઝીલૅન્ડ સામે હાર્યા બાદ અફઘાનિસ્તાન સામે જીત્યું હતું.

June 8, 2019
fifa_women.jpg
1min15600

7 June 2019 ના રોજ ફ્રાન્સના પેરીસ ખાતે મહિલાઓનો ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપ શરૂ થયો હતો.

સમયપત્રક મુજબ પ્રથમ મૅચ યજમાન ફ્રાન્સ અને સાઉથ કોરિયા વચ્ચે રમાવાની હતી.

૨૪ દેશોની ટીમો આ સ્પર્ધામાં રમવા ઊતરી છે. ૯ સ્થળે મૅચો રમાશે અને ૭મી જુલાઈએ ફાઇનલ મુકાબલો યોજાશે.

June 8, 2019
npa-1280x720.jpg
1min8510

સર્વોચ્ચ અદાલતે એપ્રિલમાં આરબીઆઇના એનપીએના ધારાધોરણો રદ્દ જાહેર કર્યા ત્યારપછી આજે શુક્રવારે, રિઝર્વ બેન્કે બેડ લોન્સ જાહેર કરવા માટેનું નવું કાર્યમાળખું જાહેર કર્યું છે., જેમાં અગાઉ ડિફોલ્ટર્સ જાહેર કરવા માટેની જે મુદ્દત એક દિવસની હતી તે વધારીને 30 દિવસની કરવામાં આવી છે.

રિઝર્વ બેન્કે બેડ લોનના ઉપાયરૂપે 12મી ફેબ્રુઆરી, 2018ના રોજ જાહેર કરેલા કડક નિયમનોને સર્વોચ્ચ અદાલતે બીજી એપ્રિલે રદ્ જાહેર કર્યા હતા, જેમાં આરબીઆઇએ એવો આદેશ આપ્યો હતો કે જો કંપની પુન:ચુકવણીમાં એક દિવસનો પણ વિલંબ કરે તો તેને ડિફોલ્ટર જાહેર કરી દેવી અને બેન્કઓ આ સંભવિત બેડ લોન માટે 180 દિવસની અંદર રેજોલ્યુશન શોધી કાઢવું અન્યથા મામલો બેન્કરપ્સી કોર્ટમાં લઇ જવો.

નવા ધોરણો અગાઉના તમામ રેઝોલ્યુશન્સ પ્લાનનું તાત્કાલિક ધોરણે અમલ થાય એ પ્રમાણે સ્થાન લેશે, જેમાં ડિસ્ટ્રેસ એસેટ રિવાઇટલાઇઝિંગ ફ્રેેમવર્ક, કોપોૌ4રેટ ડેટ રિસ્ટ્રકચરિંગ સ્કીમ્સ, લાંબા ગાળાના પ્રોજેક્ટમાટેની વર્તમાન લોન માટે ફ્લેક્સિબલ સ્ટ્રકચરિંગ, સ્ટ્રેટેજિક ડેટ રિસ્ટ્રકચરિંગ સ્કીમ્સ (એસડીઆર), એસડીઆરની બહાર માલિકીમાં ફેરફાર અને સ્ટ્રેસ્ડ એસેટ્સના ટકાુ સ્ટ્રકચરિંગ માટેની યોજના તથા જોઇન્ટસ લેન્ડર્સ ફોરમનો સમાવેશ થાય છે.

નવા પરિપત્રમાં બેડ લોનની વહેલી ઓળખ, રિપોર્ટીંગ માટેનું કાર્યમાળખું અને બેડ લોન્સ માટે સમયબદ્ધ રેજોલ્યુનની વિગતો આપવામાં આવી છે. આરબીઆઇએ કહ્યું છે કે લેન્ડરે લોન અકાઉન્ટમાં સ્ટ્રેસ પારખીને ડિફોલ્ટની શંકા જાય તો આવી એસેટને સ્પોશિયલ મેન્શન અકાઉન્ટ (એસએમએ) તરીકે વર્ગીકૃત કરવી. રિઝર્વ બેન્કની યોજના પ્રમાણે ડિફોલ્ટ થતાં પહેલા જ ધિરાણદાતાએ રિજોલ્યુશન પ્લાન અમલમાં મૂકવાની તૈયારી કરી લેવાની રહેશે.

કોઇપણ લેન્ડર, બેન્ક, એનબીએફસી કે સ્મોલ ફાઇનાન્સ બેન્ક અથવા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુટે ડિફોલ્ટર તરીકે કોિ બોરોઅરને જાહેર કર્યો હોય તે પછી ડિફોલ્ટના 30 દિવસની અંદર બોરોઅરની સમીક્ષા કરી લેવી. આ પછી જોઇન્ટ લેન્ડર ફોરમની રચના કરવી.

June 8, 2019
surat_fire.jpg
1min8870

22 જેટલા માસૂમોના પરિવારને અને સ્થાનિક લોકોએ યોગ્ય ન્યાય મળે તે માટે લોહીથી એક પત્ર લખ્યો શુક્રવારે કલેક્ટરને આવેદનપત્ર તરીકે આપ્યો હતો અને મુખ્ય પ્રધાનને પણ મોકલવામાં આવ્યો હતો.

લોકોની માગ હતી કે ગુનોગારોને કડકમાં કડક સજા થાય જેથી શહેરમાં ફરી આવી દુર્ઘટના ન બને અને સરકારી કર્મચારીને પોતાની ફરજનું પાલન કરે જેથી આવી ઘટનાઓ બનતી અટકે. મોટી સંખ્યામાં લોકો કલેકટર કચેરીએ હાજર રહ્યા હતા. મુખ્ય પ્રધાને શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ પાસે તપાસ કરાવી ત્રણ દિવસમાં રિપોર્ટ આપવાના આદેશને લઈ સમગ્ર મામલે તપાસ કરી શહેરી વિભાગના અગ્ર સચિવે રિપોર્ટ સોંપી દીધો હતો. જવાબદાર કર્મચારીઓ મોટી વગ વાપરી છટકી જવાનો લોકોમાં ગણગણાટ શરૂ થતાં લોકોએ શુક્રવારે મોટી સંખ્યામાં એકઠાં થઈ પોતાના લોહીથી સહી કરી કલેકટરને આવેદનપત્ર આપવા કલેકટર કચેરીએ ગયા હતા.

જેમાં લોહીથી લખાયેલા પત્રમાં નાના કર્મચારીઓ સામે કામગીરી કરી મોટા માથાઓને બચાવવા બદલ તંત્રની ઝાટકણી કાઢી છે. આ પત્ર કલેક્ટર સહિત, મુખ્ય પ્રધાન, મુખ્યસચિવ અને પોલીસ કમિશનરને પણ આપવામાં આવ્યો હતો.