CIA ALERT

Blog - Page 497 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
June 10, 2019
vayu-1280x720.jpg
1min6080

હવામાન નિષ્ણાંતોએ જે વાવાઝોડાંને ‘વાયુ’ નામ આપ્યું છે એ આગામી બે દિવસમાં ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોને ઘમરોળશે એવી દહેશત વચ્ચે ગુજરાત સરકારે હાઇએલર્ટની પરિસ્થિતિ જાહેર કરી છે.

વાવાઝોડાની શક્યતાને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારાના વિસ્તારોમાં આર્મી, હવાઈદળ, કોસ્ટગાર્ડ, એનડીઆરએફ, એસડીઆરએફની ટુકડીઓેને સ્ટેન્ડબાય કરી દેવાઈ હોવાનું મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું.

વેરાવળથી 930 કિમી દૂર વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકવાની શક્યતાને પગલે લોકોને સાવચેત રહેવા હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.

અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરથી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ‘વાયુ’ વાવાઝોડાને પગલે બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પવનની ગતિ પ્રતિ કલાક 80થી 100 કિમીની રહેવાની શક્યતા છે. આ દરમિયાન કેટલીક જગ્યાએ વરસાદ પડવાની પણ શક્યતા છે.

વેરાવળથી દક્ષિણ-અગ્નિ દિશામાં 930 કિમી દૂર જે ડિપ્રેશન સર્જાયું હતું તે હાલ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને આગામી 12મી તારીખ સુધીમાં તે વાવાઝોડાનું સ્વરૂપ લઈ લે તેવી પૂરી શક્યતા છે. આ વાવાઝોડું ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાકિનારાના વિસ્તારોને વધુ અસર કરશે એમ મનાય છે.
વાવાઝોડા દરમિયાન દરિયાના મોજા બે મીટરથી વધુ ઊંચા ઉછળવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી. કેટલાક વિસ્તારોમાં 5થી 7 ઈંચ વરસાદ પડવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી.

સંભવિત વાવાઝોડાની સ્થિતિ અંગે રાજ્ય સરકાર ભારતના હવામાન ખાતા અને ઈસરોની સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. મંગળવારે તેના કારણે કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં દરિયામાં છ મીટર જેટલા ઉંચા મોજાં ઉછળવાની શક્યતા છે. સામાન્ય રીતે એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન ભારતમાં વાવાઝોડાં આવતા હોય છે, અને સૌથી વધુ વાવાઝોડાં એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી ડિસેમ્બરના ગાળામાં આવે છે.

June 10, 2019
sai1.jpg
1min8220

સામર્થ્યવાનને જ સફળતા સાંપડે છે એવા શબ્દો સાથે સુરતમાં નાનપુરા-ટીમલીયાવાડ શ્રી સાઇ કોર્પોરેશનએ સુરત અને નવસારી સંસદીય મત વિસ્તારમાં વિક્રમી સરસાઇ સાથે ચૂંટાયેલા સાંસદો સર્વશ્રી સી.આર. પાટીલ અને શ્રીમતી દર્શના જરદોષનું જાહેર અભિવાદન કર્યું હતું.

સામર્થ્યવાનને જ સફળતા સાંપડે, સાંસદોને શ્રીસાઇ કોર્પોરેશને સન્માન્યા

આ પ્રસંગે શ્રી સાઇ કોર્પોરેશનના ફાઉન્ડર અશોકભાઇ રાંદેરીયાએ જણાવ્યું હતું કે સાઇ કોર્પોરેશન છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી સુરતમાં એન.જી.ઓ. (નોન ગવર્ન્મેન્ટ ઓર્ગેનાઇઝેશન) તરીકે કાર્યરત છે. સમાન વયજૂથના સેંકડો યુવકો શ્રી સાઇ કોર્પોરેશનમાં સક્રીય છે. શ્રી સાઇ કોર્પોરેશન ગ્રુપમાં સુરતના જુદા જુદા ક્ષેત્રના વ્યવસાયિકો, ધંધાર્થીઓ, નોકરીયાત સક્રીય રીતે જોડાયેલા છે. આ એવું ગ્રુપ છે જેમાં સુરત ઉપરાંત ભારત અને વિશ્વના જુદા જુદા દેશોમાં રહેતા મિત્રમંડળ પણ સંકળાયેલા છે.

સૈનિક પરિવારો માટે સહાય, બ્લડ ડોનેશન કેમ્પસ, મેડીકલ રિલીફ વગેરે પ્રકારના કાર્યક્રમો આપી ચૂકેલા શ્રી સાઇ કોર્પોરેશનના મેમ્બર્સે શનિવાર, તા.8મી જુનના રોજ સાંજે ટીમલીયાવાડ એલ.આઇ.સી. ક્વાર્ટસ પાસે સુરત અને નવસારીના બન્ને સાંસદોનો જાહેર અભિવાદન સમારોહને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો.

કાર્યક્રમની અનેક વિશેષતાઓ પૈકી ઉડીને આંખે વળગે એવી વિશેષતા એ હતી કે શ્રી સાઇ કોર્પોરેશન સાથે સંકળાયેલા તમામ સભ્યો, મિત્રો ટીમ ઇન્ડીયાની વર્લ્ડ કપ સ્કવોર્ડના ટી-શર્ટના ડ્રેસ કોડમાં સજ્જ હતા.

દ્વિહેતુક કાર્યક્રમ હતો

સંસ્થાના ફાઉન્ડર શ્રી અશોક રાંદેરીયાએ કહ્યું કે કાર્યક્રમ દ્વી-હેતુક હતો, એક હેતુ વિક્રમી સરસાઇથી ચૂંટાયેલા બન્ને સાંસદો શ્રી દર્શનાબેન તેમજ શ્રી સી.આર. પાટીલનું જાહેર અભિવાદનનો હતો જ્યારે બીજો હેતુ હાલ લંડનમાં વર્લ્ડકપ ક્રિકેટ રમી રહેલી ટીમ ઇન્ડિયાનો જુસ્સો વધારવા માટેનો હતો. ટીમ ઇન્ડિયા હાલ લંડનમાં સારુ પરર્ફોમન્સ કરી રહી છે. અમારો સંદેશો ટીમ ઇન્ડિયા સુધી પહોંચે કે ન પહોંચે પરંતુ, અમને ગર્વ છે કે ટીમ ઇન્ડિયા વિશ્વસ્તરે સતત સારુ પરફોર્મન્સ આપીને ભારતનું નામ રોશન કરી રહી છે.

સુરતના સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષનું જાહેર અભિવાદન કરતા સુરતના શ્રી સાઇ કોર્પોરેશનના ફાઉન્ડર ચેરમેન શ્રી અશોકભાઇ રાંદેરીયા તેમજ સ્થાનિક યુવા ભાજપ આગેવાન શ્રી રાજેશભાઇ સેલર

નવસારીના સાંસદ સુરતના રહેવાસી શ્રી સી.આર. પાટીલનું જાહેર અભિવાદન કરતા સુરતના શ્રી સાઇ કોર્પોરેશનના ફાઉન્ડર ચેરમેન શ્રી અશોકભાઇ રાંદેરીયા તેમજ સ્થાનિક યુવા ભાજપ આગેવાન શ્રી રાજેશભાઇ સેલર

જાહેર અભિવાદનના પ્રતિસાદમાં શ્રી સી.આર. પાટીલએ શ્રી સાઇ કોર્પોરેશન અને શ્રી અશોકભાઇ રાંદેરીયા તેમજ તેમના ગ્રુપની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સાઇ કોર્પોરેશન જેવી સંસ્થાઓ સંગઠનાત્મક કામગીરીથી સમાજને એકસૂત્રતામાં બાંધે છે. પોતાના જાહેર અભિવાદન બદલ શ્રી સી.આર. પાટીલ તેમજ શ્રીમતી દર્શનાબેન જરદોષે સમગ્ર સાઇ કોર્પોરેશન ગ્રુપનો આભાર માન્યો હતો.

આ પ્રકારે શ્રી સાઇ કોર્પોરેશનના તમામ મેમ્બર્સ ડ્રેસ કોડ, ટીમ ઇન્ડિયાના ટી શર્ટમાં સજ્જ થઇને કાર્યક્રમમાં સહભાગી થયા હતા

June 10, 2019
bumrah-bails.png
1min11610

બૅટ્સમૅનના સ્ટમ્પ્સને બૉલ વાગવા છતાં બેલ્સ ન પડી હોય એવો પાંચમો કિસ્સો ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સની શરૂઆતમાં ડેવિડ વૉર્નર સાથે બન્યો હતો. જસપ્રીત બુમરાહની પ્રથમ ઓવરના પહેલા જ બૉલમાં વૉર્નર શૉટ મારવાનું ચૂકી જતાં બૉલ સ્ટમ્પ્સને વાગ્યો હતો, પણ એક પણ બેલ નહોતી પડી.

bails not dropped, icc world cup માટે છબી પરિણામ

અગાઉ ઇંગ્લૅન્ડના આદિલ રશીદના બૉલમાં સાઉથ આફ્રિકાનો ક્વિન્ટન ડી’કૉક, ન્યૂ ઝીલૅન્ડના ટ્રેન્ટ બૉલ્ટ સામે શ્રીલંકાનો કૅપ્ટન દિમુથ કરુણારત્ને, ઑસ્ટ્રેલિયાના મિચલ સ્ટાર્ક સામે વેસ્ટ ઇન્ડિઝનો ક્રિસ ગેઇલ અને ઇંગ્લૅન્ડના બેન સ્ટોક્સ સામે બંગલાદેશનો મોહંમદ સૈફુદ્દીન સાથે આવું બન્યું હતું.

June 10, 2019
npa-1-1280x720.jpg
1min6810

ગુજરાતમાં દુષ્કાળની પરિસ્થિતિના કારણે નોન પરફોર્મિંગ એસેટ (એનપીએ) વધી હોવાનો મત બેન્કર્સ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે નબળા ચોમાસાની અસર વધુ જોવા મળી છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીએ પાછલા ગુરુવારે નાણાંકિય વર્ષ ૨૦૧૮-૧૯ માટેના આંકડા જાહેર કાર્યા હતા, જે મુજબ કૃષિ ક્ષેત્રે સૌથી વધુ નોન પરફોર્મિંગ એસેટ (એનપીએ) જોવા મળી હતી.

બેન્કર્સના મતે ગુજરાતમાં નબળા ચોમાસાને કારણે એગ્રીકલ્ચર સેક્ટરની પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે આમ થયું છે. ગુજરાતમાં એગ્રીકલ્ચર એનપીએ રૂ. ૫,૬૯૦ કરોડના સ્તરે પહોંચી ગઇ હતી, જે તેના આગલા વર્ષે રૂ. ૩,૯૭૨ કરોડના સ્તરે હતી.

એક અહેવાલમાં જણાવાયું છે કે ૩૧ માર્ચ, ૨૦૧૯ના રોજ પુરા થતા નાણાકીય વર્ષમાં કૃષિ ક્ષેત્રે કુલ રૂ. ૮૩,૧૫૭ કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે જે ગયા વર્ષના રૂ. ૭૯,૪૮૮ કરોડ કરતાં ૪.૬૧ ટકા વધારે છે. ખરાબ ચોમાસાની અસરથી કૃષિમાં એનપીએ વધ્યો છે. અહેવાલમાં જણાવાયું હતું કે, રાજ્યમાં સામાન્ય કરતા વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હતું. આથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઇ હતી. આની સીધી જ અસર કૃષિ ક્ષેત્રને થતા એગ્રીકલ્ચર એનપીએમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

આમાં પણ એગ્રીકલ્ચર ટર્મ લોનમાં પરિસ્થિતિ વધુ ખરાબ છે. વર્ષ ૨૦૧૮-૧૯માં અપાયેલા કુલ ધિરાણ સામે એનપીએ ૬.૮૪ ટકા નોંધાયો છે જયારે ગત વર્ષની તુલનામાં તેમાં ૪૩.૨૫ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

ગુજરાતમાં કુલ એનપીએ ૬.૫૪ ટકા પર સ્થિર છે. ગુજરાત રાજ્યમાં અલગ અલગ ક્ષેત્રે કુલ ૫.૯૦ લાખ કરોડનું ધિરાણ આપવામાં આવ્યું હતું જે આગલા વર્ષના રૂ. ૫.૩૯ લાખ કરોડ કરતા ૯.૫૦ ટકા વધુ છે. નાણાકીય વર્ષ ૨૦૧૯માં રાજ્યમાં અપાયેલા કુલ ધિરાણમાં એનપીએ ૬.૫૪ ટકા નોંધાયું હતું જે ૨૦૧૮માં ૬.૫૩ ટકા હતું.

ખેડૂતોને વીમાના રૂ. ૨,૦૫૦ કરોડ આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજના અંતર્ગત રાજ્યના ૧૦.૫૪ લાખ ખેડૂતોને રૂ. ૨,૦૫૦ કરોડ વિમાની રકમ ચુકવવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યમાં કુલ ૧૭.૫ લાખ ખેડૂતોને આવરી લેવાયા છે અને કુલ રૂ. ૩,૧૩૭ કરોડનું પ્રીમીયમ વીમા કંપનીઓને ચૂકવાયું હતું.

ચૂકવાયેલા કુલ પ્રીમીયમમાંથી અંદાજે રૂ. ૨૫૦ કરોડ ખેડૂતો દ્વારા અપાય હતા જયારે બાકીની રકમ રાજ્ય અને કેન્દ્ર સરકારો દ્વારા આપવામાં આવી હતી.

June 10, 2019
1min6540

શિક્ષણ વિભાગે કબૂલાત કરી હતી કે, વર્ષ-૨૦૧૭-૧૮માં પ્રાથમિક શાળામાં પ્રવેશ લીધા બાદ ૭૩,૫૪૭ જેટલા બાળકોએ ભણવાનું છોડી દીધું હતું. ભણવાનું છોડી દીધેલા આ બાળકો શું કરે છે તેની કોઈ જાણકારી ન હોવાની પણ કબૂલાત કરી હતી.

ગુજરાતની ભાજપ સરકાર સર્વ શિક્ષણ અભિયાન હેઠળ રાજ્યમાં ગરીબ બાળકોને પ્રવેશ આપવા દર વર્ષે મોટી મોટી જાહેરાતો કરી પ્રવેશ ઉત્સવની ઉજવણી કરી પ્રવેશના મોટા આંકડા બતાવવાની વાતો કરતી ભાજપ સરકાર પ્રવેશ લીધેલ બાળકની શિક્ષણની કોઈ જ ખબર રાખતી ન હોવાનું સામે આવ્યું હતું. વર્ષ-૨૦૧૭-૧૮માં પ્રવેશ લીધા બાદ જે બાળકોએ ભણવાનું છોડી દીધું હતું. તેવા બાળકોએ ખાનગી સ્કૂલોમાં પ્રવેશ મેળવી લીધો હોય અને સ્કૂલો દ્વારા તેની કોઈ વિગતો રાખવામાં આવી ના હોય તો પણ આ બાળકો મિસિંગ હોઈ શકે છે તેવું પણ શિક્ષણ વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેથી નવા શૈક્ષણિક વર્ષથી પ્રાથમિક શાળામાં અને ત્યાર બાદ ધોરણ.૮ પછી તેમ જ ધોરણ.૧૦ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થી કઈ સ્કૂલમાં પ્રવેશ મેળવે છે તેની સંપૂર્ણ માહિતી એકત્રિત કરવા માટે પણ શિક્ષણ વિભાગે સૂચના આપી છે. ધોરણ.૮ કે ધોરણ.૧૦ પછી કોઈ વિદ્યાર્થી પ્રોફેશનલ કોર્ષમાં પ્રવેશ મેળવે તો તેની જાણકારી પણ સ્કૂલોએ મેળવી ડેટા ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે, આ સિવાય કોઈ વિદ્યાર્થી ભણવાનું છોડી દે છે તો તેના કારણો જાણી ભણવાનું શરૂ થાય તેના પ્રયાસો કરવાની પણ સૂચના અપાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે હવે જે બાળકો પ્રવેશ મેળવે છે તેમનો ડેટા ઓનલાઈન અપલોડ કરવા ઉપરાંત દર વર્ષે વર્ષના અંતે તે બાળકોનો ડેટા ફરીથી રિ-કોલ કરાવામાં આવે છે. જ્યારે હવે નવા વર્ષથી ધોરણ.૫ અને ૮માં નબળા વિદ્યાર્થીઓને નાપાસ કરવાનો નિયમ લાગુ થશે. પરંતુ નિષ્ણાતોના જણાવ્યાં પ્રમાણે, અંદાજે ૩૦ ટકા જેટલા બાળકો નાપાસ થશે.

વર્ષ-૨૦૨૦માં ધોરણ.૫માં અને ધોરણ.૮માં નાપાસ થનાર ૩૦ ટકા બાળકોની સંખ્યા વધશે જ્યારે ધોરણ.૬ અને ધોરણ.૯માં ૩૦ ટકા બાળકોની સંખ્યા ઘટશે. જેના કારણે પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલના આ વર્ગોમાં મહેકમ તેમ જ વહીવટી બાબતોમાં પણ ફેરફાર થશે. રાજ્ય સરકાર ચાલુ વર્ષે નવા શૈક્ષણિક વર્ષમાં ૧૦૦ ટકા પ્રવેશ આપવાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે બાળકોની સંખ્યાનો આંકડો જન્મના આંકડા પ્રમાણે ૧૨,૦૯,૦૦૦ જેટલા બાળકોને આ વખતે પ્રવેશ આપવાનો ટાર્ગેટ નક્કી રહ્યો છે.

June 10, 2019
westbengalviolence.jpg
1min12550

પશ્ર્ચિમ બંગાળમાં રાજકીય હિંસાની પરિસ્થિતિ ગંભીર બની રહી છે. ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસે શનિવારે થયેલી હિંસા માટે એકબીજા પર દોષારોપણ કર્યું હતું. ત્રણ કાર્યકરના મૃતદેહ મળી આવ્યા હતા અને સંખ્યાબંધ કાર્યકરો લાપતા હોવાનું કહેવામાં આવ્યું હતું. ભાજપે નોર્થ ૨૪ પરગણા જિલ્લાના બશીરહાટથી બે ટેકેદારોના મૃતદેહ કોલકોતા લઈ જવા પ્રયત્ન કર્યો હતો પણ પોલીસે તેમને અટકાવતા ભાજપ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર વાદવિવાદ થયો હતો. ભાજપ નેતૃત્વે બંને મૃતદેહને તેમના ગામમાં લઈ જવાનો નિર્ણય કર્યો હતો. ભાજપે દાવો કર્યો હતો કે તેમના પક્ષના પાંચ કાર્યકરો માર્યા ગયા હતા અને સંખ્યાબંધ લાપતા થયા છે.

bengal violence માટે છબી પરિણામ

પશ્ર્ચિમ બંગાળમાં રાજકીય હિંસા સતત ચાલી રહી છે. તે બાબતમાં કેન્દ્ર સરકારે ‘ઊંડી ચિંતા’ વ્યક્ત કરી હતી. પશ્ર્ચિમ બંગાળને મોકલેલી અક એડવાઈઝરિમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી પછી પણ સતત હિંસાની ઘટનાઓ થઈ રહી છે તે રાજય સરકારનું નિષ્ફળ હોવાનું પ્રતીત થાય છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘થોડા સપ્તાહથી રાજયમાં હિંસા સતત થઈ રહી છે તે રાજયની કાયદાપાલન એજન્સીઓની નિષ્ફળતા હોવાનું પ્રતિત થાય છે.

કાયદો અને વ્યવસ્થા જાળવવા, શાંતિ અને જાહેરમાં સુલેહ જાળવવા સર્વ સંભવ પગલા લેવાની સલાહ આપવામાં આવે છે. પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ જનારા અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની વિનંતી કરવામાં આવી છે.

નોર્થ ૨૪ પરગણા જિલ્લામાં ચૂંટણી પછીની અથડામણમાં શનિવારે ચાર વ્યક્તિની હત્યા થઈ હતી તેવું ગૃહ મંત્રાલયના અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પશ્ર્ચિમ બંગાળના સંખ્યાબંધ વિસ્તારોમાં અગાઉ પણ હિંસાના બનાવો બન્યા હતા, તેવું એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે.

દરમિયાન કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે રવિવારે આક્ષેપ કર્યો હતો કે પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનરજીનો પક્ષ હિંસાનું રાજકારણ ચલાવી રહ્યો છે, કારણ કે તેમની ‘ઊલટી ગિનતી’ શરૂ થઈ છે.

June 10, 2019
indiawin1.jpg
1min5740

ભારતે ગઈ કાલે ઑસ્ટ્રેલિયાને વર્લ્ડ કપની લીગ મૅચમાં ૩૬ રનથી હરાવીને આ સ્પર્ધામાં સતત બીજો વિજય નોંધાવ્યો હતો. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને હરાવ્યું એ ભારતની મોટી જીત કહેવાય. બીજું, વિરાટસેનાએ તાજેતરમાં જ ઘરઆંગણે કાંગારુંઓ સામેની વન-ડે શ્રેણીમાં હાર ખમી હતી એ જોતાં ગઈ કાલે ભારતે એ હારનો બદલો લઈ લીધો હતો. શિખર ધવન (૧૧૭ રન, ૧૦૯ બૉલ, સોળ ફોર) આ જીતનો સુપર-હીરો હતો. હવે ગુરુવારે ભારતનો મુકાબલો ન્યૂ ઝીલૅન્ડ સામે અને રવિવાર, ૧૬મી જૂને કટ્ટર હરીફ પાકિસ્તાન સામે છે. ગઈ કાલની જીત સાથે ભારતે પાકિસ્તાનને ચેતવી દીધું છે. વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતે દરેક વખતે પાકને માત આપી છે.

ગઈ કાલે ભારતે પાછા ફૉર્મમાં આવી ગયેલા ધવનની ૧૭મી સદીની મદદથી ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૫૨ રન બનાવ્યા બાદ ઑસ્ટ્રેલિયાએ ૫૦મી ઓવરના આખરી બૉલમાં ૩૧૬ રનના સ્કોર પર અંતિમ વિકેટ ગુમાવી હતી. ભુવનેશ્ર્વર કુમાર અને જસપ્રીત બુમરાહે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે બે વિકેટ લીધી હતી. ગઈ કાલે શરૂઆતની ઓવરોમાં બુમરાહ અને ભુવનેશ્ર્વરે કાંગારું બૅટ્સમેનોને બાંધીને રાખ્યા ત્યારે જ કાંગારુંઓની હાર નક્કી થઈ ગઈ હતી. ઍરોન ફિન્ચ અને ડેવિડ વૉર્નર રન બનાવવા માટે રીતસરના ઝઝૂમતા રહ્યા હતા. ૬૧મા રને કૅપ્ટન ફિન્ચની પ્રથમ વિકેટ પડ્યા બાદ સમયાંતરે કાંગારુંઓની વિકેટ પડતી રહી હતી.

એ પહેલાં, વિરાટ કોહલીએ ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. તેણે એ સાચો નિર્ણય લીધો હતો, કારણકે ભારતે પાંચ વિકેટે જે ૩૫૨ રનનો સ્કોર નોંધાવ્યો હતો એ તેના બૅટિંગ લેવાના નિર્ણયને યથાર્થ ઠરાવનારો હતો. ધવનને રોહિત શર્મા (૫૭ રન, ૭૦ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)નો બહુ સારો સાથ મળ્યો હતો અને તેમની વચ્ચે ૧૨૭ રનની ભાગીદારી થઈ હતી. જીતનો પાયો તેમણે જ નાખ્યો હતો અને ધવનને છેવટે મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

ટૂંકો સ્કોર

ભારત: ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૫૨ રન (ધવન ૧૧૭, કોહલી ૮૨, રોહિત ૫૭, હાર્દિક ૪૮, ધોની ૨૭, રાહુલ ૧૧ અણનમ, જાધવ ૦ અણનમ, સ્ટોઇનિસ ૬૨ રનમાં બે તેમ જ કમિન્સ પંચાવન રનમાં એક, સ્ટાર્ક ૭૪ રનમાં એક અને કૉલ્ટર-નાઇલ ૬૩ રનમાં એક વિકેટ, મૅક્સવેલ ૪૫ રનમાં અને ઝેમ્પા ૫૦ રનમાં એકેય વિકેટ નહીં)

ઑસ્ટ્રેલિયા: ૫૦ ઓવરમાં ૩૧૬ રને ઑલઆઉટ (સ્મિથ ૬૯, કૅરી પંચાવન, વૉર્નર ૫૬, ખ્વાજા ૪૨, ભુવી ૫૦ રનમાં ત્રણ, બુમરાહ ૬૧ રનમાં ત્રણ, ચહલ ૬૨ રનમાં બે વિકેટ, હાર્દિક ૬૮ રનમાં, કુલદીપ પંચાવન રનમાં અને કેદાર ૧૪ રનમાં વિકેટ નહીં.’

 

June 9, 2019
bhavnagar.jpg
1min8900

જેસરના પીપરડી ગામમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર રેડ પાડવા ગયેલા પીએસઆઈ સહિતના સ્ટાફ પર તેમ જ તેમની સરકારી ગાડી પર બુટલેગરોએ હુમલો કર્યો હતો. પોલીસે હુમલાખોરોને ભગાડવા હવામાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ઘટનાની જાણ જિલ્લા પોલીસને થતાં જિલ્લાના પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી ગુનો નોંધી ઘાયલ પોલીસ કર્મચારીઓને સારવાર અર્થે હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ભાવનગર જિલ્લા પોલીસવડાએ જિલ્લા તાબાના તમામ પોલીસ મથકોમાં તેમની હદમાં ચાલતા આવા દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા કડક સૂચનો કર્યા હતા. જેને કારણે ભાવનગરના જેસર તાબાના પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો પીપરડી ગામમાં દેશી દારૂના અડ્ડા પર રેડ પાડવા ગયેલી પોલીસ પર બુટલેગરોએ હુમલો કર્યો હતો. તે દરમિયાન બુટલેગરોએ પોલીસ અને તેની કાર પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસની કારને નુકાસાન થયું હતું. બુટલેગરો હથિયારો સાથે ધસી આવી પોલીસ કર્મચારીઓને નાની મોટી ઈજા પહોંચાડી હતી. ઘટનાને વિકરાર રૂપ ધારણ કરતાં પોલીસે હુમલાખોરોને ભગાડવા માટે હવામાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઘટનાની જાણ જિલ્લા પોલીસવડાને થતાં પોલીસના ઉચ્ચઅધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી ગુનો નોંધી બુટલેગરોની ઘરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. હુમલાની ઘટનાને પગલે ભાવનગર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી.

ગુજરાત રાજ્ય પોલીસ વડાએ તાજેતરમાં ગાંધીનગર ખાતે જિલ્લા પોલીસ વડાઓની કાઈમકોનફ્રન્સ યોજી હતી. તેમાં દરેક જિલ્લામાં દારૂબંધીના કડક પાલને લઈ સૂચનો કર્યા હતા અને તેણે જણાવ્યું હતું કે જે જિલ્લાઓમાં દારૂની હેરાફેરી મોટા પ્રમાણમાં થઈ રહી છે જેને તાકીદે બંધકરવા સૂચન કરેલ જો તેમ નહીં કરવામાં આવેતો રાજ્ય સરકારના ગૃહ ખાતાને જેતે જિલ્લામાં થતી દારીની હેરાફેરીનો રિપોર્ટ કરવાની પણ જાણ કરી હતી અને દારૂબંધીનું પાલન ન કરનાર અધિકારી સામે પગલાં ભરવાની પણ જાહેરાત કરી હતી.

રાજ્ય પોલીસ વડાએ ભાવનગરમાં થઈ રહેલી ઉપરાઉપરી હત્યાના બનોવોને લઈને તેમ જ ગાંધીનગર જિલ્લામાં થયેલી ત્રણ હત્યાનો હત્યારો હજુ સુધી પકડાયો ન હોવાને લઈને તેમ જ અમદાવાદ શહેર પોલીસ વડાઓને ખાસ સૂચનો કરી કડક કાર્યવાહી કરવા આવેશો આવ્યા હતા. જેને લઈ અનેક જિલ્લા પોલીસ વડાઓ તેમના જિલ્લાઓમાં ચાલતા દેશી દારૂના અઠાઓ બંધ કરવા રીત સર તવાઈ કરી ઠેર ઠેર રેડ પાડવાની શરૂઆત કરી દીધી હતી.

 

June 9, 2019
tution.jpg
1min15450

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગે રાજ્યમાં ચાલતી ટ્યૂશન પ્રથાને ડામી દેવા આકરાં પગલાં ભરવાની જાહેરાત કરતા અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઇઓએ દરેક સ્કૂલોને સૂચના આપી છે કે, સ્કૂલે વાલીઓ વાંચી શકે તે રીતે બોર્ડ લગાવવાનું રહેશે કે અમારી સ્કૂલોના શિક્ષકો ટ્યૂશન કરતા નથી, શિક્ષકોએ અમને બાંયધરી આપી છે. તેમ છતાં શિક્ષકો ટ્યૂશન કરતા હોવાની ફરિયાદોનો સિલસિલો યથાવત્ રહ્યો છે. જેથી હવે સ્કૂલોના પ્રિન્સિપાલ અને સંચાલકોએ એફિડેવિટ કરી આપવાની રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકે ખાનગી ટયૂશન કે કલાસિસમાં વિદ્યાર્થીને ટયૂશન કરાવી શકશે નહીં તેવા અગાઉના સરકારના પરિપત્રનો અમલ ન થઇ રહ્યો નથી.

આવી સ્થિતિમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે વધુ એક ફતવો બહાર પાડ્યો છે. જેમાં જણાવાયું છે કે રાજ્યની દરેક સ્કૂલના પ્રિસિપાલને તેમની શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પાસેથી એફિડેવિટ લેવું પડશે અને તેમાં તે ક્યાય ખાનગી ટયૂશન કલાસિસી અને પ્રાઈવેટ ટયૂશન કરવતા નથી તેમ જ પોતાની શાળાની બહાર એક બોર્ડ લગાવવું પડશે કે તેમની શાળાના શિક્ષકો ટયૂશન કરાવતા નથી.

જો કોઈ શિક્ષક આવી પ્રવૃત્તિ કરતા પકડાઈ જાય તો તેની સામે વાલીએ શાળાના આચાર્યને ફરિયાદ કરી શકશે અને તેની વિરુદ્ધ પગલાં પણ ભરવામાં આવશે. આ અંગે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ આર. આર. વ્યાસે જણાવ્યું હતું કે, જો કોઇ વાલીના ધ્યાનમાં ટ્યૂશન કરતા શિક્ષકો આવે છે અને તેમની પાસે પૂરતા પુરાવા છે તો તેઓ શહેર – ગ્રામ્ય ડીઇઓની ઓફિસે ફરિયાદ કરી શકે છે. અમે શાળાના મંડળને છૂટા કરવા સુધીની ભલામણ કરીશું.

June 9, 2019
world_cup_logo.png
1min5770

ઇંગ્લૅન્ડમાં ચાલી રહેલા વન-ડેના વર્લ્ડ કપમાં આજે વર્લ્ડ નંબર-ટૂ ભારતનો મુકાબલો ગયા વખતના વિશ્ર્વવિજેતા ઑસ્ટ્રેલિયા સાથે (ભારતીય સમય મુજબ બપોરે 3.00થી) થશે. બન્ને દેશો વચ્ચે વર્લ્ડ કપમાં કુલ 11 મૅચ રમાઈ છે જેમાં ઑસ્ટ્રેલિયા 8-3ના વિજયી માર્જિનથી આગળ છે એટલે આજે પણ જીતવા ફેવરિટ છે, પરંતુ સાઉથ આફ્રિકા સામેના જ્વલંત વિજયને પગલે વિરાટ કોહલી ઍન્ડ કંપનીનો જુસ્સો બુલંદ છે.

ભારતે પાંચમી જૂને સાઉથ આફ્રિકાને યુઝવેન્દ્ર ચહલની ચાર વિકેટના તરખાટ તથા રોહિત શર્માના 122 રનની મદદથી 6 વિકેટના માર્જિનથી હરાવ્યું હતું. બીજી તરફ, ઑસ્ટ્રેલિયાએ પહેલી જૂને અફઘાનિસ્તાનની લડત બાદ એને 7 વિકેટે હરાવ્યું હતું, જ્યારે છઠ્ઠી જૂને વેસ્ટ ઇન્ડિઝને નૅથન કૉલ્ટર-નાઇલના 92 રનની મદદથી 15 રનના માર્જિન સાથે પરાજિત કર્યું હતું.

કાંગારુંઓ બે મૅચ જીતીને આજે ભારત સામે રમવા આવી રહ્યા છે, પરંતુ ભારતીયો બૅટિંગ અને બોલિંગ, બન્ને રીતે ઑસ્ટ્રેલિયાથી થોડા ચડિયાતા હોવાથી આજે ભારત પણ સતત બીજો વિજય નોંધાવે તો નવાઈ નહીં.

મહેન્દ્રસિંહ ધોનીનો ‘બલિદાન બેજ’વાળા આર્મીના ગ્લવ્ઝવાળા લોગોનો વિવાદ શમી રહ્યો છે, પરંતુ ભારતીય ટીમ આ વિવાદને ભુલાવી દેવા આજે ઑસ્ટ્રેલિયનો પર તૂટી પડશે તો પણ કોઈ આશ્ર્ચર્ય નહીં થાય.