Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે આક્ષેપ કર્યો હતો કે ભાજપ એનસીપીના નેતાઓની પાછળ પડી ગઈ છે તે સાચો ઠરતો જણાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ એનસીપીના ૪૭ નગરસેવક ભાજપમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યા છે. એનસીપીના નવી મુંબઈના નેતા ગણેશ નાઈક અને તેમના પુત્ર સંદીપ નાઈકે પણ કૂદકો મારવાનો નિર્ણય લીધો છે અને ૪૭ નગરસેવક સાથે તેઓ ભગવો ધારણ કરશે, તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. એનસીપીના નેતા મંદા મ્હાત્રે એનસીપીમાંથી ભાજપમાં ૨૦૧૪માં જોડાયા હતા, પરંતુ ગણેશ નાઈકના જોરને લીધે નવી મુંબઈની મહાનગરપાલિકા એનસીપી સાચવી શકી હતી. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સમગ્ર નવી મુંબઈમાં શિવસેનાએ સારો દેખાવ કર્યો અને જો આમ જ રહ્યું તો નાઈકનું અસ્તિત્વ નહીં ટકે તેમ જણાઈ રહ્યું હતું. આથી નવી મુંબઈનો ગઢ પોતાના હાથમાં સચવાઈ રહે તે માટે નાઈક અને નગરસેવકો એક-બે દિવસમાં ભાજપમાં જોડાઈ તેમ માનવામાં આવે છે.
સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ શ્રી વિઠ્ઠલ રાદડીયાનું આજરોજ તા.29મી જુલાઇ 2019ના રોજ નિધન થયું હોવાની માહિતી તેમના પુત્ર અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી જયેશ રાદડીયાએ આપી હતી.
જયેશ રાદડીયાએ તેમના ફેસબુક વોલ પર આ મુજબનો સંદેશો લખ્યો છે.
મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનુ આજરોજ દુ:ખદ અવસાન થયેલ છે,
ઠાકોરજી એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના,
અંતિમ દર્શન : તા.૩૦/૭/૧૯ મંગળવાર સવારના ૭ થી બપોરના ૧૨ કલાકે કન્યા છાત્રાલય-જામકંડોરણા,
એક ઓગસ્ટથી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઐતિહાસિક એશિઝ સિરિઝનો પ્રારંભ થશે. આ સાથે જ આઇસીસીની વર્લ્ડ ચેમ્પિયનશિપની પણ શરૂઆત થશે. દ્રિપક્ષી ટેસ્ટ શ્રેણીની આ ચેમ્પિયનશિપથી નવી દીશા મળશે. આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની આ પહેલી એડિશન જૂન 2021 સુધી ચાલશે. જેનો ફાઇનલ ક્રિકેટના મક્કા લોર્ડસ પર જૂન 2021માં રમાશે.
આઇસીસી ક્રમાંકની ટોચની 9 ટીમ ટેસ્ટ ચેમ્પિયનશીપનો હિસ્સો હશે. આ ટીમોમાં ભારત, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ, બંગલાદેશ, ન્યુઝીલેન્ડ, દ. આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા હશે. જે દેશ અફઘાનિસ્તાન અને આયરલેન્ડ વિરૂધ્ધ ટેસ્ટ મેચ રમશે. તે ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો ગણાશે નહીં. તમામ 9 ટીમને 6 ટીમ સામે રમવાનું રહેશે. જેમાં ત્રણ હોમ અને ત્રણ વિદેશી સિરિઝ હશે. એક સિરિઝમાં ઓછામાં બે અને વધુમાં વધુ પ ટેસ્ટ મેચ હશે. આ મેચ સામાન્ય દ્રિપક્ષી ટેસ્ટ શ્રેણી જેવા જ હશે, પણ હવે દરેક મેચનું મહત્વ વધી જશે.
મેચ ડે-નાઇટમાં પણ રમાઇ શકે છે. જે બન્ને દેશના બોર્ડની સહમતિ પર નિર્ભર રહેશે. આ પહેલી ટેસ્ટ ચેમ્પિયનશિપ દરમિયાન 27 સિરિઝ અને 71 ટેસ્ટ મેચ રમાશે. લીગ સ્ટેજ પર ટોચ પર રહેનારી બે ટીમ વચ્ચે જૂન 2021માં લોર્ડસ પર ફાઇનલ રમાશે. આ પછી એપ્રિલ 2023થી બીજી ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થશે.
દરેક સિરિઝમાં કુલ 120 પોઇન્ટ હશે
દરેક સિરિઝમાં કુલ 120 પોઇન્ટ હશે. જે શ્રેણીના દરેક મેચના પરિણામ આધારે મળશે. પ ટેસ્ટની શ્રેણીમાં દરેક મેચ દીઠ 24 પોઇન્ટ મળી શકે છે. જો બે મેચની શ્રેણી હશે તો એક મેચ જીતાવ પર 60 પોઇન્ટ મળશે. ડ્રો થવા પર બન્ને ટીમને 20-20 પોઇન્ટ મળશે. ત્રણ ટેસ્ટની શ્રેણીમાં મેચ જીતવા પર 40 અને ડ્રો માટે 13.3 અંક મળશે. ચાર મેચની શ્રેણીમાં જીત માટે 30 અને ડ્રો માટે 10-10 અંક ફાળવવામાં આવશે. જયારે પાંચ મેચની શ્રેણી વખતે એક મેચની જીત પર 24 અને ડ્રો માટે 8-8 પોઇન્ટ મળશે. ટાઇની સ્થિતિમાં બન્ને ટીમને ઉપરોકત શ્રેણી અનુસાર અનુક્રમે 30, 20, 1પ અને 12 પોઇન્ટ મળશે. એક શ્રેણી કેટલી પણ મોટી હોય, પણ 120 પોઇન્ટથી વધુ મળશે નહીં. તેવું ફોર્મેટ આઇસીસી ગોઠવ્યું છે. ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશીપનો પ્રારંભ વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધની બે ટેસ્ટની શ્રેણી રમીને કરશે. આ પછી દ. આફ્રિકા સામે ત્રણ અને બંગલાદેશ સામે બે ટેસ્ટની શ્રેણી ઘરઆંગણે રમશે. જે આ વર્ષે રમાશે. આ પછી 2020માં બે ટેસ્ટ રમવા ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ જશે. 4 ટેસ્ટ ઓસ્ટ્રેલિયામાં રમશે. છેલ્લે ઘરઆંગણે ઇંગ્લેન્ડ વિરૂધ્ધ પ ટેસ્ટની શ્રેણી રમશે.
શ્રાવણ મહિનો આવતા જ વરસાદની રિમઝિમ વાછટની વચ્ચે ઉત્તર ભારતમાં ચારે તરફ બોલ બમ, બોલ બમની ગૂંજ વહેતી થઇ જાય છે. તે કાવડ યાત્રાના ભક્તોના ઉલ્લાસ સ્વરની ગૂંજ હોય છે. આમ તો સામાન્ય રીતે શિવ ભક્ત શ્રાવણનો મહિનો શરૂ થતાં જ ગંગા નદી તરફ જવા નીકળી પડે છે અને તેનું પવિત્ર જળ લાવીને ભગવાન શિવ પર ચડાવે છે. પણ જે ક્ષેત્રોમાંથી ગંગા નદી બહુ દૂર હોય છે ત્યાં
બીજી પવિત્ર નદીનું જળ લાવીને ભગવાન શિવ પર ચડાવાય છે.
પશ્ર્ચિમ અને દક્ષિણ ભારતમાં પણ હવે કાવડનીપરંપરા શરૂથઇ ગઇ છે. નાસિક પાસે આવેલા ત્ર્યંબકેશ્ર્વરમાં ભગવાન ત્ર્યંબકેશ્ર્વર એટલે કે શિવનો ગોદાવરી નદીના પવિત્ર જળથી અભિષેક કરવામાં
આવે છે. આ જ રીતે દક્ષિણ ભારતમાં કૃષ્ણા, કાવેરી નદીઓના જળથી પણ ભગવાન શિવનો જળાભિષેક થાય છે.
પણ મૂળ તો કાવડની ધાર્મિક અને સાંસ્કૃતિક યાત્રા ઉત્તર ભારતની જીવંત પરંપરાનો હિસ્સો છે. હરિદ્વાર અને ઋષિકેશથી અત્યારના દિવસોમાં જળ લાવીને શિવ ભક્તો પૂરા દેશમાં શિવ મંદિરોમાં જાય છે, જેના
કારણે પશ્ર્ચિમી ઉત્તર પ્રદેશ, દિલ્હી અને ઉત્તરાંચલનો એક મોટો હિસ્સો શ્રાવણમાં કાવડ યાત્રાથી તરબોળ થઇ જાય છે.
જો પૌરાણિક દૃષ્ટિએ જોઇએ તો એવું માનવામાં આવે છે કે રાવણ, પરશુરામ અને ભગવાન રામ દુનિયાના પહેલા કાવડિયા હતા, જેમણે નદીઓમાંથી પવિત્ર જળ લાવીને ભગવાન શિવનો જળાભિષેક કર્યો હતો. તેની પાછળ ધાર્મિક વાર્તાનીદૃષ્ટિએજોઇએ તો પૌરાણિક કાળમાં દેવતાઓ અને દૈત્યોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે તેમાંથી ૧૪ રત્ન નીકળ્યા હતા. આ રત્નોમાં એક હળાહળ વિષ પણ હતું, જે બીજા દેવતાઓની વિનવણીથી ભગવાન શિવે પી લીધું હતું.
કહેવાય છે કે જ્યારે ભગવાન શિવે તે ઝેર પી લીધું તો તે એટલું બધું કડવું હતું કે તેને પીતા જ તેમનું પૂરું ગળું નીલા રંગનું થઇ ગયું. આથી જ તેમનું એક નામ નીલકંઠ પણ છે. તેનાથી ભગવાન શિવનું શરીર એકદમ ગરમીથી બળવા લાગ્યું. આથી તેમની દાહક ગરમીને ઓછી કરવા માટે દેવતાઓએ તેમના શરીર પર જળનો વરસાદ વરસાવ્યો.
આ રીતે તેમના ભક્તોએ પણ તેમનો જળાભિષેક કર્યો. ત્યારથી જ આખા શ્રાવણ મહિનામાં ભગવાન શિવનો જળાભિષેક થાય છે. આખા દેશની પવિત્ર નદીઓમાંથી જળ લાવીને તેમના પર ચડાવવામાં આવે છે. જેથી પ્રતીકરૂપે પણ તેમના શરીરની ગર્મી ખતમ થઇ જાય. આ જળાભિષેક આખો શ્રાવણ માસ થાય છે. પણ સૌથી વધારે મંદિરોમાં ભીડ તેરસ અને ચૌદશે થાય છે. આ દિવસોમાં તો લાખો, કરોડો ભક્તો શિવની જળ આરાધના કરે છે.
જોકે, તેનું ફક્ત ધાર્મિક મહત્ત્વ જ નથી, પણ કાવડનું કારણ એક જબરજસ્ત સામાજિક અને સાંસ્કૃતિક કારણ પણ છે. વાસ્તવમાં કાવડ જળની મહત્તાને સ્થાપિત કરવા માટેનું કાર્ય પણ છે.
લોકો સેંકડો હજારો માઇલ પગે ચાલીને પવિત્ર નદીઓમાંથી જળ લાવીને ભગવાન શિવ પર ચડાવે છે તો એક તરફ જળ એ મહત્ત્વની સંસ્કૃતિ છે તેની જાણ થાય છે તો બીજી બાજુ દેશનાં વિવિધ ક્ષેત્રોમાં રહેતા લોકોનું એક સામાજિક મિલન પણ થઇ જાય છે. જ્યાં સુધી આ કાવડ યાત્રાના કાયદા કાનૂનની વાત છે તો તે બહુ સ્થાયી પ્રકારના નથી.
આથી ક્યાંક તો કાવડિયા પોતાના ઘરેથી ગંગા કે
કોઇ બીજી પવિત્ર નદી સુધી પગપાળા જાય છે. પછી ત્યાંથી કાવડ લઇને ચાલે છે. પછી જ્યાં સુધી ભગવાન શિવ પર જળ નથી ચડાવી દેવાતું ત્યાં સુધી તે ના તો ક્યાંય અટકી શકે છે કે ના તો અન્ન, જળ ગ્રહણ કરી શકે છે.
પણકાવડ યાત્રીઓનો કોઇ એક નિયમ નથી. જુદી જુદી જગ્યાએ અને એક જ જગ્યાએપણ જુદા જુદા કાવડ યાત્રીઓ જુદા જુદા પ્રકારના નિયમોનું પાલન કરે છે. કેટલાક કાવડ યાત્રી હરિદ્વાર કે ઋષિકેશથી જળ લાવીને કેટલાંક પગલાં પગપાળા ચાલે છે અને તેના પછી કોઇ વાહનમાં પોતાની કાવડ રાખીને પોતાના ગંતવ્ય સ્થાન કે તે મંદિર સુધી પહોંચે છે જ્યાં તેમને ભગવાન શિવનો જળાભિષેક કરવાનો હોય છે.
અત્યારેહિન્દુ ધર્મની તમામ બીજી ધાર્મિક, સાંસ્કૃતિક ગતિવિધિયોની જેમ અહીં પણ કોઇ કટ્ટર નિયમ નથી. જેમને જેટલી શ્રદ્ધા હોય છે એ પરંપરાને તે તેટલી જ મહેનતથી સંપન્ન કરે છે.
આ પ્રકારની ધાર્મિક ગતિવિધિયો ફક્ત આપણને અપ્રત્યક્ષ રૂપે પ્રકૃતિ સાથે આત્મસાત કરવાની શીખ આપે છે એટલું જ નહીં પણ માણસની ભાવનાઓ, આસ્થા અને તેના સદીઓ જૂના વિચારોનું નિરંતર પ્રદાન કરે છે.આથી શ્રાવણ મહિનામાં બોલ બમ, બોલ બમની ગૂંજ ફક્ત ધાર્મિક સંદેશ જ નથી આપતી, પણ પ્રકૃતિ અને માનવીની સામંજસ્યતાનો મૂળ સંદેશ પણ આપે છે.
ઢંગધડા વગરનું હાયર એજ્યુકેશન આપવા માટે બદનામ સુરતની ભગવાન મહાવીર કોલેજો કે જેની કાર્યપ્રણાલીને વાલીઓ વિદ્યાર્થીઓ પણ ઓળખી ચૂક્યા છે એ સુરતની ભગવાન મહાવીર કોલેજો ચલાવતી સંસ્થાને ગુજરાત સરકાર લાગવગશાહીના જોરે પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો આપી દીધો છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં એક સાથે 9 પ્રાઇવેટ યુનિવર્સિટીઓ બનાવવાની દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી છે. જેમાં સુરતના ભગવાન મહાવીર ગ્રુપને પણ પ્રાઇવેટ યુનિવર્સિટી માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
સુરતમાં ભગવાન
મહાવીર ગ્રુપની કોલેજો એટલા માટ બદનામ છે કેમકે અભ્યાસ માટે જરૂરી
ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લેબોરેટરી કે અન્ય સુવિધાઓ તો ઠીક પણ પૂરતી સંખ્યામાં પ્રોફેસરો
પણ નહીં રાખતી ભગવાન મહાવીર કોલેજના સંચાલકો સામે અધ્યાપકોનું શોષણ કરવાની પણ
સંગીન ફરીયાદો થઇ ચૂકી છે. આ ભગવાન મહાવીર ગ્રુપના ધંધાદારી સંચાલકો હવે
યુનિવર્સિટીના નામે રીતસર શિક્ષણનો વેપલો કરવાનું લાઇસન્સ લઇ બેઠા છે.
ત્રણ ત્રણ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોનું લાઇસન્સ લઇને રોકડી કરી લેવાના અનિલ જૈન એન્ડ કંપનીના મનસુબા પાર પડ્યા નથી. આ વખતે ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશાર્થીઓએ આ સુરતના ભગવાન મહાવીર ગ્રુપની ત્રણેય કોલેજોને જાકારો આપ્યો છે. માંડ દસેક ટકા બેઠકો ભરાવા પામી છે. આમ જ્યાં પ્રવેશ લેવા માટે કોઇ તૈયાર નથી અને ના છૂટકે પ્રવેશ લેતા હોય છે એવી સંસ્થાને હવે યુનિવર્સિટી તરીકેનું નામ વટાવી ખાવાનું લાઇસન્સ મળ્યું છે.
જે રીતે સરકાર શિક્ષણ ખાસ કરીને હાયર એજ્યુકેશનમાં પ્રાઇવેટાઇઝેશન કરી રહી છે એ જોતા એવું જણાય આવે છે કે ક્વોલિટી એજ્યુકેશન કરતા ક્વોન્ટીટી એજ્યુકેશનની નીતિનું અમલીકરણ થઇ રહ્યું છે. સુરતમાં ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશન કે જેની એન્જિનિયરિંગ કોલેજોમાં સાવ હલકી કક્ષાના શિક્ષણને લીધે 2019માં 85 ટકા બેઠકો ખાલી પડી રહી છે, આ કોલેજમાં કોઇ પ્રવેશ માટે લેવાલ નથી, એક સમયે મેનેજમેન્ટ ક્વોટામાં લાખો રૂપિયા ઉસેટીને જૈન બંધુઓએ શિક્ષણની હાટડી માંડી દીધી હતી ત્યાં એન્જિનિયરિંગ હોય કે મેનેજમેન્ટ કે પછી અન્ય અભ્યાસક્રમો કોઇ વિદ્યાર્થી પ્રવેશ લેવા તૈયાર નથી. એવા સુરતના ભગવાન મહાવીર ગ્રુપને પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો આપવાની દરખાસ્ત પર ગુજરાત સરકારે તો મંજૂરીની મહોર મારી દીધી છે.
ગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસનું સત્ર ૧૭ કલાક અને ૪૦ મિનિટ ચાલતાં સૌથી લાંબા સમય માટે ચાલવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ સત્રના છેલ્લા દિવસે કુલ ૯ બિલો પર ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.
વિધાનસભાના છેલ્લા દિવસે ખાનગી યુનિવર્સિટી સુધારા બિલ ૨૦૧૯ ગૃહમાં પસાર થયા હતા. આ સુધારા સાથે વહીવટી પ્રક્રિયા સાથે ભાઈકાકા યુનિવર્સિટી, સિલ્વર ઓક યુનિવર્સિટી, ભગવાન મહાવીર યુનિવર્સિટી, એલ.જે.કે. યુનિવર્સિટી, શ્રેયાર્થ યુનિવર્સિટી, જે.જી યુનિવર્સિટી, કેલોરેક્સ ટીચર્સ યુનિવર્સિટી, આઈટીએમ બરોડા યુનિવર્સિટી, ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટી મળીને કુલ ૯ નવી ખાનગી યુનિવર્સિટીઓ ગુજરાતમાં કાર્યરત થવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. સરકારનો હેતુ રાજ્યમાં ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન મળે તેવા હેતુ સાથે રાજ્યનાં જરૂરિયાતવાળા વિસ્તારોમાં ખાનગી યુનિવર્સિટીઓની સ્થાપના થાય અને ઉચ્ચ શિક્ષણ મળે તેવો છે.
9 નવી યુનિવર્સિટી માટેની દરખાસ્તોમાં સુરતમાં ઢંગધડા વગરનું હાયર એજ્યુકેશન આપવા માટે બદનામ બી.એમ.ઇ.એફ. (ભગવાન મહાવીર એજ્યુકેશ ફાઉન્ડેશન)ની પણ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
ગુજરાતના વિવિધ વિભાગોમાં બેસતા સરકારી બાબુઓએ વર્ષ ૨૦૧૭-૧૮ના વર્ષમાં ૧૪ કરોડ રૂપિયાની ઉચાપતો કરી હોવાનું કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલમાં બહાર આવ્યું હતું. સરકારે આ ઉચાપત બદલ કોઈ કડક પગલાં નહીં લીધાં હોવાની ટિપ્પણી પણ કેગ દ્વારા કરાઈ છે.
સૌથી વધુ ઉચાપત શિક્ષણ વિભાગમાં ૩.૮૫ કરોડ
વિધાનસભા સત્રના છેલ્લા દિવસે રજૂ થયેલા અહેવાલમાં કેગ દ્વારા જણાવાયું હતું કે, સરકારી બાબુઓએ કરેલી ઉચાપતના ૯૯ કેસ સામે આવ્યા હતા. જેમાં કુલ ૧૨.૮૧ કરોડની ઉચાપતો પકડાઈ હતી. સૌથી વધુ ઉચાપત શિક્ષણ વિભાગમાં ૩.૮૫ કરોડની કરાઈ હતી તેવું જણાવ્યું હતું. જ્યારે એકમાત્ર શ્રમ અને રોજગાર વિભાગ સિવાયના તમામ સરકારી વિભાગોના બાબુઓએ ઉચાપત કરી હોવાનું જણાયું હતું. તો ૭૩ લાખ રૂપિયાનો સરકારી માલસામાન ચોરી અથવા સગેવગે થઇ ગયો હોવાનું પણ નોંધાયું હતું. રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમને કુલ રૂ. ૨૨,૪૩૧ કરોડનું નુકસાન થયું હતું.
જ્યારે બજેટ ૨૦૧૭-૧૮ દરમિયાન વિવિધ વિભાગોએ કુલ બજેટ સામે ૨૧,૯૦૮ કરોડ રૂપિયા ઓછાં ખર્ચ્યાં. શિક્ષણ વિભાગે તો બજેટના વધેલાં રૂપિયા ૩૪૫ કરોડ નાણાં વિભાગમાં પાછાં જમા પણ ન કરાવ્યાં.
જીએસટી કાઉન્સિલે ઇલેક્ટ્રિક વાહન પરનો જીએસટી દર ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કર્યો હતો. કાઉન્સિલની બેઠક શનિવારે મળી હતી. ડ્યૂટી ઘટાડો ૧ ઑગસ્ટથી અમલી બનશે. કાઉન્સિલે ઇવીચાર્જર પરનો જીએસટી ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા કર્યો છે.
ઇલેક્ટ્રિક વાહન પરના જીએસટી ઘટાડાના પગલાંને સોસાયટી ઑફ મેન્યુફેકચર્સ ઑફ ઇલેક્ટ્રિક વ્હિક્લ્સે આવકાર્યુ હતું. ઇકોફ્રેન્ડલી વાહનને પ્રમોટ કરવા સરકારના નિર્ણયને અનુરૂપ કાઉન્સીલે આ પગલું લીધું છે.
સોસાયટીના ડીરેક્ટર જનરલ સોહિન્દર ગીલે જણાવ્યું હતું કે જીએસટી દરમાં ઘટાડો થતાં ઇલેક્ટ્રિક વાહનો અને ઇન્ટરનલ કોમ્બસ્ટન એન્જિન વ્હિકલના ભાવ ફરકમાં ઘટાડો આવશે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રમોટ કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે.
સ્પેર બેટરીમાં ૧૮ ટકા જીએસટી છે તેમાં ઘટાડો થાય તેવી અપેક્ષા રખાઇ છે.
સુરતમાં મોરીસ ગેરેજીસની કાર મેળવવા માટે સુરતીઓએ જેવી પડાપડી કરી છે તેવી કદાચ ભારતભરમાં જોવા મળી નથી. ગઇ તા.4થી મે 2019થી સુરતના ડુમસ રોડ પર આવેલા એમ.જી. સુરત શો રૂમ ખાતે મોરીસ ગેરેજીસની ગાડીઓ માટે બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. સુરતીઓએ 19મી જુલાઇ 2019 સુધીમાં કુલ 108 કરોડથી વધુ રકમની ગાડીઓનું બુકિંગ કરાવ લેતા કંપનીએ કારનું બુકિંગ બંધ કરી દેવાની ફરજ પડી છે. સુરતમાં હાલ મોરીસ ગેરેજ કાર માટે બુકિંગ થઇ રહ્યું નથી. 720 લોકોએ સુરત ડુમસ રોડના એમ.જી. શોરુમ ખાતે 51 હજાર રૂપિયા ભરીને બુકિંગ પેટે જ રૂ.3.67 કરોડ જેવી માતબર રકમ જમા કરાવી દીધી છે.
માર્કેટમાં મંદી મંદીની બૂમોની બીજી તરફ આ મોરીસ ગેરેજીસની હેક્ટર કાર લેવા માટે થઇ રહેલી પડાપડી થઇ રહી છે. મોરીસ ગેરેજીસના શો રૂમની મુલાકાત વખતે અમને એક સેલ્સ પર્સને કહ્યું કે મોરીસ ગેરેજીસ કારના શો રુમમાં આવો તો મંદીની કોઇ અસર વર્તાશે નહીં, શો રૂમની બહાર પગ મૂકશો તો મંદીની અસર જોવા મળશે.
મોરીસ ગેરેજીસની આ કાર સુરતીઓને ખૂબ પસંદ આવી છે, 4 મે થી 19 જુલાઇ સુધીમાં સુરતીઓએ કુલ 108 કરોડની જંગી રકમની આ કારો બુક કરાવી દીધી છે. બુકિંગ પેટે કુલ રૂ.3.67 કરોડની માતબર રકમ સુરતીઓએ ભરપાઇ પણ કરી દીધી છે. સુરત ડુમસ રોડ પર આવેલી એમજી સુરત શો રૂમ ખાતે હાલ બુકિંગ બંધ કરી દેવાની ફરજ પડી છે.
મોરીસ ગેરેજ કાર આમ તો કહેવાય છે કે 1924થી કાર મેન્યુફેક્ચરિંગનું કામ કરી રહી છે. પરંતુ, તાજેતરમાં ઇન્ડિયામાં નવેસરથી મોરીસ ગેરેજીસની કાર લોંચ કરવામાં આવી છે. આ કારનો પ્લાન્ટ ગુજરાતમાં જ હાલોલ ખાતે કાર્યરત છે.
મોરીસ ગેરેજીસ કાર દ્વારા ચાલુ કેલેન્ડર વર્ષમાં જ લોંચ કરવામાં આવેલી હેક્ટર સિરીઝની ગાડીઓ ભારતીયોને ખાસ કરીને સુરતીઓને બહુ જ પસંદ પડી રહી છે. ભારતમાં મોરીસ ગેરેજીસની કારનું બુકિંગ શરૂ કરવામાં આવતા જ દિલ્હી, મુંબઇ અને સુરત એમ ત્રણ કેન્દ્રો પર જબરદસ્ત રિસ્પોન્સ કંપનીને મળ્યો છે અને કહેવાય છે કે એક વર્ષમાં કંપનીની ઉત્પાદન ક્ષમતા જેટલા તો એડવાન્સ બુકિંગ મળી ચૂક્યા છે.
મળતી માહિતી મુજબ ભારતમાં દિલ્હી ખાતે સૌથી વધુ 2100 અને બીજા નંબરે મુંબઇમાં 1800 મોરીસ ગેરેજીસ હેક્ટર કારના બુકિંગ થયા છે. એ પછી સૌથી નોંધપાત્ર બુકિંગ કંપનીને સુરત ખાતેથી મળ્યા છે. દિલ્હી, મુંબઇ જેવા મેટ્રો સિટીની સરખામણીમાં સુરતમાંથી કંપનીને અપેક્ષા બહાર 720 જેટલા કન્ફર્મ બુકિંગ એટલે કે લોકોએ રૂ.51000ની રકમ ભરીને ગાડીઓ બુક કરાવી છે.
સુરતીઓને મોરીસ ગેરેજીસ હેક્ટર કાર એટલી પસંદ આવી છે કે બુકિંગના પહેલા જ સ્લોટમાં એકલા સુરત રિજિયનમાંથી 108 કરોડની રકમની કાર બુક થઇ જવા પામી છે.
સુરત ડુમસ રોડ પર આવેલો એમજી સુરત, મોરીસ ગેરેજીસ સુરત શો રૂમની તસ્વીર
સુરતમાં મોરીસ ગેરેજ કાર પાછળ સુરતીઓ એવા ઘેલા થયા છે કે આ સેગમેન્ટમાં અને આ રેન્જમાં મળતી અન્ય ગાડીઓ (અહીં અમે બીજા કોઇના ધંધાકીય હિતને નુકસાન ન થાય એ માટે કોઇ બીજી કારના નામો લખતા નથી)નું સેલિંગ તેમજ બુકિંગ પણ અસર પામ્યું છે. મોટા ભાગના શો રૂમમાં એક એક ગાડીઓ વેચવા પાછળ આઠ થી દસ દિવસનો સમય નીકળી રહ્યો હોવાનું પણ જાણવા મળે છે.
ડુમસ રોડ પર આવેલા એમજી સુરત શો રુમ ખાતે હાલ મોરીસ ગેરેજની કારનું બુકિંગ બંધ કરાયું છે. 720 લોકોએ બુક કરાવેલી કાર ડિલીવરી કરતા કંપનીને જાન્યુઆરી 2019 જેટલો સમય લાગી જાય તેમ છે.
પાણી ચોરીને અપરાધની શ્રેણીમાં રાખવા
સાથે જ ચોરી કરતા પકડાવા પર બે વર્ષની જેલની સજાની જોગવાઈ કરતા ખરડાને શુક્રવારે
તા.26મી જુલાઇ 2019ના રોજ ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો છે.
ગુજરાત ઈરિગેશન અને ડ્રેનેજ સંશોધન બિલ 2019 અને ગુજરાત ડોમેસ્ટિક વોટર સપ્લાય(પ્રોટેક્શન) બિલ 2019ને બહુમત સાથે વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો. જ્યારે બિલના
વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું.
આ ખરડા પસાર થતા હવે જો કોઈ વ્યક્તિ પાણી
ચોરી કરતો પકડાશે અને ગુનો સાબિત થશે તો તેને જેલ અને 2 લાખ રુપિયા સુધીનો દંડ બંને થઈ શકે છે. આ જ આધારે બેંગલુરુ વોટર
સપ્લાય અને સીવેજ સહિતના કેટલાક અન્ય કાયદા(સંશોધન) 2009 છે. જેના અતંર્ગત પાણી ચોરી કરવા પર વધુમાં વધુ 3 વર્ષની જેલની સજાની જોગવાઈ છે.
રાજ્ય વિદ્યુત મંત્રી સૌરભ પટેલ, જેમણે ઈરિગેશન અને ડ્રેનેજ સંશોધન બિલ સદનમાં રજૂ કર્યું તેમણે
કહ્યું કે, ‘આ પગલા પાછળનો મુખ્ય હેતું મોટી સંખ્યામાં થતી પાણી ચોરીને
અટકાવવાનો છે.
લોર્ડસના મેદાન પર વિશ્વ વિજેતા ઇંગ્લેન્ડની ટીમે ફરી ઇતિહાસ આલેખ્યો છે. આયરલેન્ડની ટીમ 182 રનના વિજય લક્ષ્યાંક સામે માત્ર 38 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આથી ઇંગ્લેન્ડનો શ્રેણીના એકમાત્ર ટેસ્ટમાં 143 રને નાટકિય વિજય થયો હતો. પોતાના પ્રથમ ટેસ્ટ વિજયના ઓરતા સાથે આજે મેચના ત્રીજા દિવસે સવારે બીજી ઇનિંગમાં બેટીંગમાં ઉતરેલી આયરલેન્ડની ટીમનો ઇંગ્લેન્ડના બોલર ક્રિસ વોકસ અને સ્ટૂઅર્ટ બ્રોડની આગઝરતી ખતરનાક બોલિંગ સામે માત્ર 1પ.4 ઓવરમાં 38 રનમાં વીંટલો વળી ગયો હતો. ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસનો આ પાંચમો સૌથી ઓછો ટીમ ટોટલ છે. સૌથી ઓછા રનમાં ઓલઆઉટ થવાનો વિક્રમ ન્યુઝીલેન્ડની ટીમના નામે છે. તે 19પપમાં ઓકલેન્ડમાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ 26 રનમાં ઓલઆઉટ થઇ હતી. પહેલી ઇનિંગમાં ઇંગ્લેન્ડનો 8પ રનમાં ઢાળિયો થયો હતો. પહેલી ઇનિંગમાં સૌથી ઓછો સ્કોર હોવા છતાં મળેલી જીતની સૂચિમાં ઇંગ્લેન્ડનો આ વિજય પાંચમા ક્રમે છે. આ પહેલા 1886/87માં ઇંગ્લેન્ડની ટીમ પહેલા દાવમાં 4પ રનમાં ઓલઆઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયા સામે જીતી હતી. ઓવરઓલ પહેલા દાવના ઓછા સ્કોર છતાં પાછલા 112 વર્ષની આ પહેલી જીત નોંધાઇ છે. લોર્ડસ ટેસ્ટની બીજી ઇનિંગમાં 92 રન કરનાર ઇંગ્લેન્ડનો જેક લીચ મેન ઓફ ધ મેચ બન્યો હતો. તેના 92 રન અને જેસન રોયના72, સુકાની જો રૂટના 31, સેમ કરનના 37 રનથી ઇંગ્લેન્ડની ટીમ આજે તેના બીજા દાવમાં 303 રનમાં ઓલઆઉટ થઇ હતી. આથી આયરલેન્ડને તેની પહેલી ટેસ્ટ જીત માટે 182 રનનું લક્ષ્યાંક મળ્યું હતું, પણ આયરલેન્ડની ટીમ તેના બીજા દાવમાં પત્તાના મહેલની માફક વિખેરાઇ ગઇ હતી. ટીમનો એકમાત્ર બેટધર જેમ્સ મેકયુલમ (11) બે આંકડે પહોંચી શકયો હતો. સુકાની પોર્ટફિલ્ડ 2, પોલ સ્ટર્લિંગ 0, કેવિન ઓ’બેરોય 4, ગેરી વિલ્સન 0 અને સ્ટૂઅર્ટ થોમ્પસન જેવા કાઉન્ટિ ક્રિકેટના અનુભવી બેટસમેનો વોકસ-બ્રોડની જોડી સામે ઘૂંટણિયે પડી ગયા હતા. વોકસે તેની કેરિયરનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને 17 રનમાં 6 વિકેટ લીધી હતી. સ્ટૂઅર્ટ બ્રોડે 19 રનમાં 4 વિકેટ લીધી હતી. ચાર દિવસીય ટેસ્ટ મેચ સવા બે દિવસમાં જ સમાપ્ત થઇ ગયો હતો. આ દરમિયાન લોર્ડસના મેદાન પર 170 ઓવરમાં 40 વિકેટ પડી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.