Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
દીપાવલી એ હિન્દુ ધર્મનો મહત્ત્વપૂર્ણ તહેવાર છે. દિવાળીનો તહેવાર ‘પ્રકાશના પર્વ’ તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે, ‘મનના પ્રકાશની જાગૃતિ’ સ્થૂળ શરીર અને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે તેવી વિચારધારા હિન્દુ તત્ત્વજ્ઞાનનું કેન્દ્ર છે. આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ તેવી રીતે દીપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે, કે જેને જાણવાથી અંધકારે પ્રકાશમય બને છે. દિવાળી ફટાકડા, પ્રકાશ, ફૂલો, મીઠાઈઓ તથા ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે. પ્રદેશે-પ્રદેશે દિવાળીની કથા અલગ છે ત્યારે આ તમામનો સાર તો એકસરખો જ છે આંતરિક પ્રકાશનો આનંદ લેવો.
રાજ્યમાં દિવાળી પર્વ ઉજવવા માટે લોકોમાં ઉત્સાહ છવાઈ ગયો છે અને બજારોમાં રોનક જોવા મળી રહી છે. ઘરઆંગણે રંગોળી, દીવડા તથા રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. આજે કાળી ચૌદશ નિમિત્તે શ્રી કાલભૈરવ ભગવાનની ઉપાસના કરવામાં આવી હતી. આજે દિવાળીના દિવસે રાત્રીના સમયે ફટાકડાની આતશબાજી સર્જાશે અને સૌ કોઈ અવનવા ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરશે જ્યારે સોમવારે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં બેસતું વર્ષ ઉજવાશે અને નવા વર્ષની શુભેચ્છાની આપ-લે થશે.
દિપોત્સવી પર્વ હિન્દુ સંસ્કૃતિ માટે
મહાપર્વ છે અને આ તહેવારો દરમિયાન ધંધો-રોજગારર્થીઓ તમામ 5-7 દિવસ માટે તો રજાનો
આનંદ માણતા હોય છે. આવી સ્થિતિમાં આવશ્યક સેવાઓ, કાયદો અને વ્યવસ્થા તેમજ આરોગ્ય
લક્ષી સેવાઓની જરૂરીયાત રહેતી હોય છે અને એના માટે જુદા જુદા વ્યવસ્થાતંત્રો
આગોતરું આયોજન કરતા હોય છે. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી આર.બી. બ્રહ્મભટ્ટે
દિવાળીની રજાઓ દરમિયાન પી.સી.આર. વાહન સવાર પોલીસ જવાનોને દિવાળીની રજાઓ દરમિયાનના
એકેએક કોલને ગંભીરતાથી લેવા સૂચના આપીને પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા જણાવ્યું છે.
એવી જ રીતે અમદાવાદ મેડીકલ એસોસીએશને પણ એવી વ્યવસ્થા કરી છે કે તા.27મી ઓક્ટોબર
2019થી તા.1લી નવેમ્બર 2019 સુધી આકસ્મિક સંજોગો સર્જાય તો સામાન્ય લોકોને તબીબી
સેવાઓ મળી રહેશે.
દિવાળી એવો તહેવાર હોય છે કે આ
તહેવારોમાં તબીબો પણ રજા લઇને વ્યસ્ત જીવનમાંથી પરિવાર સાથે આનંદ પ્રમોદ કરતા હોય
છે. મોટા ભાગના તબીબો દિવાળી પર ટૂર પર નીકળી જતા હોય છે. પરંતુ, અમદાવાદ મેડીકલ
એસોસીએશન દ્વારા દિવાળીના તહેવારોમાં આકસ્મિક સંજોગો માટે તબીબો સાથે પરસ્પર સમજૂતિ
કરી છે.
અમદાવાદમાં ફટાકડા તેમજ અકસ્માત જેવા
ઈમરજન્સીના કેસો માટે હવે ખાનગી તબીબોની સેવા ઓનકોલ ઉપલબ્ધ રહેશે. અમદાવાદ મેડિકલ
અસોસિએશને (AMA)ફેમિલી ડોક્ટરો અને સ્પેશિયાલિસ્ટ સાથે ટાઈ અપ કર્યું છે જેથી તેઓ
તહેવાર દરમિયાન ઉપલબ્ધ રહેશે
અમદાવાદ મેડીકલ એસોસીએશન AMAના પ્રેસિડેન્ટ ડો. મોના દેસાઈએ મિડીયા માધ્યમોને જણાવ્યું હતું કે ડોક્ટરની ઓન કોલ રહેવાની આ પહેલ છેલ્લા આઠ વર્ષથી ચાલી રહી છે જેને શહેરીજનો દ્વારા પણ સારો સપોર્ટ મળી રહ્યો છે. ‘આ દિવાળીમાં તો ડેન્ગ્યુ સહિતની બીમારીએ લોકોને ભરડામાં લીધા છે. ગયા વર્ષની સરખામણીમાં સંખ્યા ઓછી હોવા છતાં ઘણાં દર્દીઓ ડોક્ટર પાસે ફોલો અપ માટે આવશે’.
અમદાવાદના લોકોને ડોક્ટરોની માહિતી તેમની
ઓફિશ્યલ વેબસાઈટ અને ફેસબુક પેજ પર મળી રહેશે. સિસ્ટમ તા. 27 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી યથાવત્ રહેશે.
આ પહેલના કો-ઓર્ડિનેટર ડો. પ્રજ્ઞેશ
વાછરાજાનીએ કહ્યું કે, ડોક્ટર્સ ઓન કોલ પહેલને દર વર્ષે 500 જેટલા કોલ મળે છે. ‘મોટાભાગના કેસો દાજી જવાને લગતા, શ્વાસસંબંધિત તકલીફ તેમજ અકસ્માતોના કેસો હોય છે. આ વર્ષે, અમે મચ્છરજન્ય રોગો પર પણ ધ્યાન રાખી રહ્યા છે’ તેમ તેમણે કહ્યું.
AMAના અધિકારીઓએ કહ્યું કે આંબાવાડી, નારાણપુરા, નવરંગપુરા, ચાંદખેડા, પાલડી, સેટેલાઈટ-શ્યામલ, સરખેજ, શ્રેયસ ચાર રસ્તા, બાપુનગર, ચાંદલોડિયા, ઘોડાસર, ખોખરા, મણિનગર અને વટવા જેવા વિસ્તારોમાં જ ડોક્ટરો ઉપલબ્ધ રહેશે.
સૂરતમાં ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની નવી ટીમે તાજેતરમાં જ પદગ્રહણ કર્યા છે ત્યારે સૂરતના તબીબો પણ આવી પહેલ કરો તો સૂરતવાસીઓને પણ દિવાળીના તહેવારોમાં ઓન કોલ તબીબની સુવિધા ઇમરજન્સીમાં મળી શકે એમ છે.
મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપની યુતિ સરકાર રચાવા તખ્તો તૈયાર થઈ ચૂકયો છે ત્યારે શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરે (29)ને રાજ્યના આગામી મુખ્યમંત્રી બનાવાય તેવી બૂમરાણ મચાવીને સરકારની આસાન દેખાતી રચનાને કઠીન બનાવી દીધી છે. પક્ષનેતાઓ અને નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો મોટો હિસ્સો આવી માગણી કરી રહ્યો હોવાના અહેવાલ છે. જો શિવસેનાની અસંભવ લાગતી આ માગણી સંતોષવામાં આવે તો આદિત્ય, રાજ્યના સૌથી યુવા સીએમ બની શકે છે. જોકે, વર્તમાન સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે નાયબ સીએમનું પદ આદિત્યને ઓફર કરવાને પોતે રાજી છે. આમ બન્ને પક્ષ વચ્ચે મડાગાંઠ સર્જાય તેવી શક્યતા છે. શિવસેનાના ધારાસભ્ય પ્રકાશ સુર્વેએ જણાવ્યું હતું કે આદિત્ય આપણા નવા સીએમ બને તેમ અમે ઈચ્છીએ છીએ. આ અમારી પ્રથમ અને પ્રમુખ માગણી છે.
વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ અને અમારો પક્ષ, ફિફટી-ફિફટીની સત્તાવહેંચણીની ફોર્મ્યુલા બાબત સહમત થયો હતો, તેનો શબ્દાર્થ અને ભાવાર્થમાં અમલ અમે ઈચ્છીએ છીએ. ભાજપી મોવડીમંડળ સાથેની વાટાઘાટમાં પક્ષવડા ઉદ્ધવજી તે માગણીને વળગી રહેશે તેવો અમને આત્મવિશ્વાસ છે. પક્ષપ્રમુખ આ બારામાં જે પણ નિર્ણય લેશે તેને અમે માન્ય રાખશું એમ પક્ષના અન્ય ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું.
આદિત્યને સીએમ બનાવવા જોઈએ એમ જણાવી પક્ષના સીનિયર નેતા સંજય રાઉતે’ ઉમેર્યું’ હતું કે શિવસેના મહારાષ્ટ્ર માટે જરૂરી છે. અમે આદિત્યને સીએમ પદે જોવા ઈચ્છીએ છીએ. પક્ષના અન્ય નેતા સંજય ગુપ્તાએ ય આવી જ’ લાગણીનો પડઘો પાડયો હતો. મહારાષ્ટ્ર ચૂંટણીના ‘જાહેર થયેલા પરિણામોમાં ભાજપને 10પ અને શિવસેનાને પ6 બેઠકો મળવા સાથે તેમના જોડાણને સ્પષ્ટ બહુમતિ મળી છે.
અભિનેતા સલમાન ખાન અને ફિલ્મમેકર સાજીદ નડિયાદવાલાની જોડીએ છ હિટ ફિલ્મો આપી છે અને ફરી તે કિકની સિકવલ માટે સાથે કામ કરી રહ્યા છે. કિક-2નું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે. જોકે, તે અગાઉ પણ આ બંને જોડાયા છે. સાજીદની ફિલ્મ હાઉસફૂલ-4 રજૂ થઈ રહી છે અને તેમાં સલમાનની ડિસેમ્બર મહિનામાં રજૂ થનારી ફિલ્મ દબંગ-3નું ટ્રેલર દેખાડવામાં આવશે. હાઉસફૂલ-4માં અક્ષય કુમાર સાથે બોબી દેઓલ, રિતેશ દેશમુખ જેવા કલાકારો છે.’
નોંધનયી છે કે સાજીદ સલમાન અને અક્ષય બંને સાથે સારી મિત્રતા ધરાવે છે. અક્ષય અને તે એક જ સ્કૂલમાં ભણ્યા હતા તથા એક જ બસમાં સાથે જતા હતા. જયારે 1990ના દાયકામાં સાજીદ અને સલમાનના લગ્ન એક જ તારીખે નક્કી થયા હતા.’ બાદમાં સલમાનના લગ્ન રદ્ થયા હતા અને તે સાજીદના લગ્નમાં હાજર રહ્યો હતો. સલમાન અને અક્ષયે અત્યાર સુધી બે ફિલ્મો મુજ સે શાદી કરોગી અને જાને મનમાં સાથે અભિનય કર્યો છે. સાજીદે કહ્યું કે, આ બંનેને સાથે જોવા એક લહાવો છે. અત્યારે તો બંને પોતપોતાની ફિલ્મોમાં વ્યસ્ત છે. પરંતુ જો મારી પાસે એવી પટકથા આવી તો હું સલમાન અને અક્ષયને સાથે લઇશ.
સુરતના હીરાના વેપારમાં ખરેખર મંદીને પગલે હીરાના કારીગરો ભોગ બની રહ્યાં છે, જેનો કિસ્સો સામે આવ્યો છે. હીરાના કારખાનાઓમાં મંદીના કારણે કામ ન હોવાથી સુરતના 5 હીરાના કારીગરોએ યુ-ટયુબ પર વીડિયો જોઇને 4 મહિનાથી નોટો છાપવાનુ શરૂ કર્યું હતું. આ બનાવટી નોટો વડોદરાના બજારમાં ફરતી કરનાર બે શખ્સોની એસઓજીએ બે દિવસ પહેલાં ધરપકડ કરી હતી અને ત્યારબાદ બંને આરોપીની પૂછપરછમાં તપાસ સુરત સુધી પહોંચી હતી.
એસઓજી પોલીસે સુરતમાંથી આ કાવતરાના માસ્ટર માઇન્ડ સહિત વધુ 5 આરોપીની ધરપકડ કરી છે.
બે દિવસ પહેલાં જ વડોદરા શહેર એસઓજી પોલીસે રૂ. 87500ની 500ના દરની બનાવટી નોટો સાથે અભિષેક વિવેકભાઇ સુર્વે અને સુમિત મુરલીધર નામ્બીયારની ધરપકડ કરી હતી. પોલીસે બન્નેની પૂછપરછ કરતા તપાસનો રેલો સુરતના એ.કે રોડ પરની રૂપમ સોસાયટી સુધી પહોંચ્યો હતો. જ્યાં એસઓજીની ટીમે દરોડો પાડી નકલી નોટોના કોભાંડના ભેજાબાજ આશિષ ધનજીભાઇ સુરાણી, સંજય વિનોદભાઇ પરમાર, કુલદિપ કિશોરભાઇ રાવલ, અભિષેક ઉર્ફે ઢીંગો જયરામભાઇ માંગુકીયા અને વિશાલ વલ્લભભાઇ સુરાણીની ધરપકડ કરી હતી. અને પોલીસે બે કલર પ્રિન્ટર, કોરા કાગળો અને બનાવટી નોટો મળીને 22,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
હીરાના વેપારમાં મંદી હોવાથી પાંચેય યુવાનોએ ભેગા મળી બનાવટી નોટો છાપવાનો પ્લાન ઘડી કાઢયો હતો. જેમાં માસ્ટર માઇન્ટ સંજય પરમારે યુ ટયૂબ પર એક નોટો છાપવા માટેનો વીડિયો સર્ચ કર્યો હતો. વીડિયોમાં નોટો છાપવાની એકદમ સરળ પદ્ધતિ શોધી કાઢી હતી. ત્યારબાદ સંજયે ખરીદેલા લેપટોપ તથા પ્રિન્ટરમાં 100 અને 500ના દરની અસલી નોટો પહેલા સ્કેન કરી હતી. અને ત્યારબાદ કલર પ્રિન્ટરમાં છેલ્લા ચાર મહિના અંદાજીત બે લાખ રૂપિયાની બનાવટી છાપી દીધી હતી. ભેજાબાજ યુવાનોએ સુરતમાં વિવિધ સ્થળોએ નોટ વટાવવાનો પ્રયા કર્યો હતો. પરંતુ સફળ થયા ન હતા.
સંજય પરમાર કાવતરાનો માસ્ટર માઇન્ડ છે. જેણે આશિષ સાથે મળી નોટો છાપવાનુ શરૂ કર્યું હતું અને ત્યારબાદ 100 અને 500ના દરની 1.60 લાખની બનાવટી નોટો છાપી, રૂ. 50,000માં આભિષેક માંગુકીયાને આપી હતી. અભિષેકે 1.60 લાખની બનાવટી નોટો કુલદીપ રાવલને આપી અને કુલદિપે અઢી માસ પહેલા પોરબંદરના અર્જુન મેર આ બનાવટી નોટો પધરાવી દીધી હતી. જેની સામે કુલદિપે રૂ. 50,000 લીધા હતા. જોકે આ નોટો બજારમાં વટાવી ન શકતા અર્જુન મેરએ 87,500ની બનાવટી નોટો કુલદિપને પરત કરી હતી. જેમાંથી રૂ. 35000ની બનાવટી નોટો વડોદરાના અભિષેક સુર્વેને આપી હતી.
શક્તિપીઠ અંબાજીમાં દિવાળી પર્વને લઈને આરતી ને દર્શનના સમયમાં ફેરફાર
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દિવાળી પર્વને લઈને આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તા. ૨૮ ઑક્ટોબરને બેસતા વર્ષના દિવસે અંબાજી મંદિરમાં આરતી સવારે ૬ વાગ્યે થશે. ભાવિકો સવારે સાડાછ વાગ્યાથી પોણાઅગિયાર વાગ્યા સુધી મંદિરમાં દર્શન કરી શકશે. ત્યાર બાદ બપોરે ૧૨ વાગ્યે રાજભોગ અને એ પછી અન્નકૂટ આરતી યોજાશે. બપોરે સાડાબાર વાગ્યાથી સવાચાર વાગ્યા સુધી દર્શન થશે. સાંજે સાડાછ વાગ્યે સંધ્યા આરતી થશે અને એ પછી રાત્રે ૧૧ વાગ્યા સુધી માઈભક્તો મંદિરમાં દર્શન કરી શકશે.
તા. ૨૯-૧૦-૨૦૧૯ને ભાઈબીજથી તા. ૩-૧૧-૨૦૧૯ સુધી આરતી સવારે સાડાછ વાગ્યે થશે. દર્શન સવારે ૭ વાગ્યાથી થઈ શકશે. મંદિર રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
114 વર્ષ જૂના રાજકોટના કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાંથી દર 3 દીકરા સામે 7 દીકરીઓ લેવાય છે દત્તક
રાજકોટમાં ગોંડલ રોડ સ્થિત કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં જુદી પરિસ્થિતિ જોવા મળે છે. એક સદી જૂના આ બાલાશ્રમમાંથી દર 3 દીકરા સામે આશરે 7 દીકરીઓ દત્તક સંતાન તરીકે દંપતીઓ સ્વીકારે છે. હાલમાં અનેક મામલે દીકરીઓ સવાયી સાબિત થઈ રહી છે ત્યારે નિ:સંતાનોના ઘરનો ખિલખિલાટ બનવામાં પણ કન્યા રત્ન આગળ રહ્યું છે.
આ સંસ્થામાંથી બાળકો દત્તક લેવા દેશ અને વિદેશના દંપતીઓ અગ્રિમતા આપે છે. બાલાશ્રમમાં એક સમયેં ધૂલ કા ફૂલ તરીકે નિરાધાર-તરછોડાયેલા 3પ0 જેટલા બાળકો હાલ સ્પેન, જર્મની, અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન જેવા દેશોમાં સન્માન સાથેનું ઉચ્ચ કક્ષાનું જીવન જીવી રહ્યા છે.
બાલાશ્રમના પ્રમુખ તરીકે એપ્રિલ ર019થી પદભાર સંભાળનાર હરેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે હાલમાં અહીંયા 1 દિવસના બાળકથી માંડીને રર વર્ષ સુધીના યુવક-યુવતી મળી કુલ આશ્રિતોની સંખ્યા 180 જેટલી છે. દર વર્ષે સરેરાશ 10થી 1ર બાળકો કોઈ મુકી જાય છે જેની સામે 10થી 1ર બાળકો દેશ-વિદેશમાં દત્તક આપવામાં આવે છે. રર વર્ષથી વધુની વયના યુવક-યુવતીને સ્પે. હોમ ફોર બોયઝ-ગર્લ્સમાં આશ્રય અપાય છે.
આ સંસ્થામાંથી દાયકાઓ પહેલા વિદેશના દંપતી દ્વારા દત્તક લેવાયેલા કેટલાક બાળકો આજે ડોક્ટર, એન્જિનિયર બની ગયા છે. તેઓ હજુ પણ આ સંસ્થાની મુલાકાત લેવા તેમના પત્ની-પરિવાર સાથે આવે છે અને અહીંયા આવીને ખૂબ રાજીપો વ્યક્ત કરે છે. બાલાશ્રમમાં આશ્રિત એવી બે સગી બહેનોને સ્પેનના દંપતીએ દત્તક લીધી હતી. આ બન્ને બહેનો તાજેતરમાં જ બાલાશ્રમની મુલાકાતે આવી હતી. એક સમયે તરછોડાયેલા અને આજે વિદેશમાં સમૃધ્ધિમાં મ્હાલતા હોવાથી અહીંના પૂર્વ આશ્રિત બાળકો માત્ર મુલાકાત લઈને જતા નહીં રહેતા અન્ય બાળકોના જતન માટે અનુદાન પણ આપતા જાય છે.
ક્રિપ્ટો કરન્સીના નામે કરોડોની ઠગાઇ કરવાના આરોપસર રાજકોટના પાંચ શખસની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા રાજકોટના પાંચ ઉપરાંત વડોદરાના એક મળી કુલ છ શખસને ઉઠાવી લેવાયા છે.
બોગસ ક્રિપ્ટો કરન્સીના નામે ઠગાઇ કરવા અંગે સાધુ વાસવાણી રોડ પર સંકલ્પ-2માં રહેતાં દેવેન્દ્ર ધીરજલાલ મદાણી, જામનગર રોડ પર વિનાયક વાટીકાના’ કિરીટસિંહ તેજુભા જાડેજા, ગીત ગુર્જરી સોસાયટીના’ સ્વાગત એપાર્ટમેન્ટના ભોગીલાલ પ્રભુદાસભાઇ શાહ, આલાપ ગ્રીન સીટી પાસેના જીનિયસ હાઇટસના ધીરજલાલ મોહનલાલ જોગિયા સહિત પાંચ તથા વડોદરાના હરણી રોડ પર રહેતાં જયેશ શાંતિલાલ દલવાડીની સીઆઇડી ક્રાઇમની ટીમે અટકાયત કરી હતી.
સીઆઇડી ક્રાઇમમાં થયેલી ફરિયાદ અરજી પરથી ગુનો નોંધવામાં આવ્યો હતો. સીઆઇડી ક્રાઇમના વડા આશિષ ભાટિયા, આઇજી’ શમશેરસિંઘ, અધિક્ષક’ રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલના ડીવાયએસપી બી.એમ. ટાંક અને પીઆઇ રાકેશ’ ઘરસંડિયાની ટીમે ગુપ્ત રાહે રાજકોટમાં તપાસ શરૂ કરી હતી. આ તપાસના અંતે પાંચ શખસને ઉઠાવી લેવાયા હતાં. સીઆઇડી ક્રાઇમના વર્તુળના જણાવ્યા પ્રમાણે વડોદરાના જયેશ દલવાડીના ઘેર કરાયેલી તપાસમાં લેપટોપ, ચેકબુક અને 48 જેટલા સમજુતી કરાર મળી આવ્યા હતાં. આ ટોળકી દ્વારા આરબીઆઇની મંજુરી લીધા વગર મોટું વળતર આપવાની લાલચ આપીને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવવામાં આવતું હતું. આ ટોળકીએ પ્રથમ કોઇનનું લોન્ચીંગ કરીને લોકો પાસે રોકાણ કરાવ્યું હતું. બાદમાં” એ કોઇન બંધ કરી પાવર બીપી નામનો કોઇન લોન્ચ કર્યો હતો. તેના મારફતે 50.46 કરોડનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. જેમાંથી રૂ. 17.65 કરોડ ચુકવવામાં આવ્યા હતા. રૂ. 32.79 કરોડની રકમ ચુકવવાની બાકી હતી.’ બાદમાં આ ગેંગની કંપનીએ પાવર યાત્રા નામની સ્કીમ રજુ કરીને 7592 જેટલા આઇડી બનાવીને રૂ. 11.91 કરોડ એકત્ર કરાયા હતાં. તેમાંથી રૂ. 1.52 કરોડ ચુકવવામાં આવ્યા હતાં. આ રીતે કરોડોની રકમ એકત્ર કરીને છેતરપિંડી કરવામાં આવી હતી. આ પ્રકરણમાં’ અમદાવાદ અને વડોદરાના શખસોની સંડોવણી છે તેને ઝડપી લેવા પ્રયાસ ચાલે છે.
હરિયાણામાં લોકસભાની ચૂંટણી એપ્રિલ-મેમાં યોજાઈ હતી ત્યારે ભાજપને મળેલા મતની ટકાવારી ૫૮ ટકા હતી. વિધાનસભાની ચૂંટણીમાં તે ૨૨ ટકા ઘટી છે. લોકસભામાં ભાજપે તમામ ૧૦ બેઠક જીતી હતી. વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષને બહુમતી નથી. મનોહરલાલ ખટ્ટર સરકારના અનેક પ્રધાનો હારી ગયા છે. “અબકી બાર ૭૫ પાર નારો ભાજપે જાહેર કર્યો હતો, પરંતુ ૪૫ બેઠક પાર કરી શકી નથી. ભાજપની મતની ટકાવારી ઘટીને ૩૬.૩ ટકા રહી છે.
કૉંગ્રેસની મત ટકાવારી લોકસભા ચૂંટણીમાં હતી જ એટલી રહી છે જોકે બેઠકની દૃષ્ટિએ દેખાવ સુધર્યો છે. લોકસભામાં કૉંગ્રેસની મત ટકાવારી ૨૮.૪૨ ટકા હતી. વિધાનસભામાં ૨૮ ટકા આસપાસ જળવાઈ રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગ્ાૃહ પ્રધાન અમિત શાહના ગ્ાૃહ રાજ્ય ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીમાં કૉંગ્રેસે પોતાની બે બેઠકો યથાવત રાખીને ભાજપ પાસેથી એક બેઠક આંચકી લીધી હતી. છ બેઠકમાંથી ભાજપનો ત્રણ અને કૉંગ્રેસનો ત્રણ બેઠકો પર વિજય થયો હતો. સૌથી મોટો સેટબેક રાધનપુર બેઠક પર સર્જાયો હતો. અહીં કૉંગ્રેસમાંથી ધારાસભ્યપદે ચૂંટાયા બાદ ભાજપમાં જોડાઇને ફરીથી ચૂંટણી લડી રહેલા અલ્પેશ ઠાકોરનો કારમો પરાજય થયો હતો તેમજ તેમના સાથીદાર ધવલસિંહ ઝાલાનો પણ બાયડ બેઠક પરથી પરાજય થયો હતો.
ગુજરાતની છ બેઠકોમાં મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક પર ભાજપના અજમલજી ઠાકોર કૉંગ્રેસના ઉમેદવાર બાબુજી ઠાકોર સામે ૨૯ હજાર જેટલા મતથી જીત્યા હતા જ્યારે થરાદ બેઠક પર કૉંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતે ભાજપના જીવરાજ પટેલને છ હજારથી વધુ મતની સરસાઇથી હરાવ્યા હતા. અરવલ્લી જિલ્લાની બાયડ બેઠક પર કૉંગ્રેસના જશુભાઈ પટેલ તેમના હરીફ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા સામે ૭૪૩ મતની નજીવી સરસાઇથી જીત્યા હતા. જ્યારે અમદાવાદની અમરાઈવાડી બેઠક પર ભાજપના જગદીશ પટેલ કૉંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ સામે ૫૬૦૧ મતથી જીત્યા હતા. તેમજ લુણાવાડા બેઠક પર ભાજપના જિગેશ સેવકે કૉંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણને ૧૨ હજારથી વધારે મતની સરસાઇથી હરાવ્યા હતા. પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પર કૉંગ્રેસના રઘુ દેસાઇએ ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરને ૩૮૦૭ મતની સરસાઇથી હરાવ્યા હતા.
છ બેઠકોમાંથી લુણાવાડા બેઠક પર ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં વિજયી થયેલા અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાઇ ગયા હતા. આ બેઠક ઉપરાંત અમરાઇવાડી અને ખેરાલુ એમ ત્રણ બેઠકો જાળવી રાખી હતી જ્યારે બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠક કૉંગ્રેસે આંચકી લીધી હતી. જ્યારે કૉંગ્રેસે બાયડ અને રાધનપુર એમ બન્ને બેઠકો જાળવી રાખી હતી.
અત્રે ગુજરાતની ૬ બેઠક ઉપર સરેરાશ ૫૩.૬૭ ટકા મતદાન નોંધાયું હતું. અમદાવાદના અમરાઇવાડીમાં માત્ર ૩૪.૬૯ ટકા જ્યારે ખેરાલુમાં ૪૬.૧૯ ટકા મતદાન થયું હતું. થરાદમાં ૬૮.૯૩ ટકા, રાધનપુરમાં ૬૨.૯૧ ટકા, બાયડમાં ૬૧.૦૫ ટકા અને લુણાવાડામાં ૫૧.૨૪ ટકા મતદાન થયું હતું. પેટાચૂંટણીમાં સરેરાશ ૫૬.૭૬ ટકા પુરુષ તેમજ ૫૦.૦૩ ટકા મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.