Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
અયોધ્યામાં બુધવારથી ઇંટ મૂકીને રામ મંદિરના નિર્માણનું કાર્ય ચાલુ થશે, એવી મંદિર ટ્રસ્ટના પ્રવક્તાએ માહિતી આપી હતી.
ગયા નવેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ મંદિર માટે ફાળવવામાં આવેલા કુબેર ટીલાના મંદિરમાં ભગવાન શિવને પ્રાર્થના દ્વારા નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવશે.
ભગવાન રામે લંકા પર હુમલો કરતા પહેલા શિવની પ્રાર્થના કરી હતી. આ પ્રથાને અનુસરતા રુદ્રાભિષેકની ધાર્મિકવિધિ શરૂ કરવામાં આવશે, એમ શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના વડા મહંત નૃત્ય ગોપાલ દાસે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે ત્યાર બાદ મંદિરનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે.
મહંત નૃત્ય ગોપાલ દાસ વતી કમલ નયનદાસ અને અન્ય પૂજારીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવશે. સવારે આઠ વાગ્યાની આસપાસ વિધિનો પ્રારંભ થશે.
કમલ નયન દાસે જણાવ્યું હતું કે ધાર્મિક સમારોહ ઓછામાં ઓછા બે કલાક ચાલશે.
માર્ચ મહિનામાં મંદિર નિર્માણનો માર્ગ સ્પષ્ટ કરીને સ્થળ પરના કામચલાઉ મંદિરથી રામલલ્લાને વિધિપૂર્વક નવી જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. ૧૧ મેના રોજ જગ્યાને સમથળ બનાવવા માટે મશીનરી તહેનાત કરવામાં આવી હતી.
અયોધ્યાના વિવાદિત સ્થળે ૧૬મી સદીની બાબરી મસ્જિદ હતી, જેને કારસેવકો દ્વારા ૧૯૯૨માં તોડી પાડવામાં આવી હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે આ સ્થળે અગાઉ રામ મંદિર હતું.
રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદના વિવાદિત સ્થળ અંગેનો ચુકાદો સુપ્રીમ કોર્ટે વિવાદિત સ્થળે મંદિરના બાંધકામની તરફેણમાં આપ્યો હતો અને મસ્જિદ માટે અયોધ્યામાં અન્ય કોઇ જગ્યાએ પાંચ એકર જમીન આપવાનો આદેશ આપ્યો હતો.
સેન્ટ્રલ બોર્ડ ફોર ઇનડાયરેક્ટ ટેક્સીસ દ્વારા આજે તા.8મી જુનના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે જીએસટી કરદાતાઓની વધુ એક સુવિધાઓના ભાગરૂપે જો નીલ રિટર્ન એટલે કે ઝીરો જીએસટીનું રિટર્ન ફાઇલ કરવું હશે તો કરદાતા ફક્ત પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી એક એસ.એસ.એસ. કરીને નીલ રિટર્ન ફાઇલ કરી શકશે. એના માટે ટેક્સ કન્સલ્ટન્ટની પણ જરૂરીયાત રહેશે નહીં.
Press Release – In a major move towards taxpayer facilitation, Government rolls out facility of filing of NIL GST Return through SMS. pic.twitter.com/1yC0dkVMBy
આગામી પાંચ દિવસ એટલે કે સોમવારથી શરૂ થયેલા નવા સપ્તાહમાં શુક્રવાર સુધી ગુજરાત રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન તોફાની વરસાદી તાંડવ થાય એવી આગાહી કરવામાં આવી છે. આજકાલમાં ગુજરાતના સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં તોફાની પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરાઈ છે.
રાજ્યના હવામાન ખાતે દ્વારા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન 30-40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સાથે વીજળીના કડાકા-ભડાકા થવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં થયેલા વરસાદની શરુઆત સાથે ગરમીમાં મોટો ઘટાડો નોંધાયો છે.
ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસથી કોવિડ -૧૯થી થતા મોતનો આંકડો ચિંતાજનક રીતે આગળ વધી રહ્યો છે. અતિ ગંભીર પોઝિટિવ દર્દીઓનો આંકડો પણ હવે ૫૦ની ઉપર પહોંચી ચૂક્યો છે, જ્યારે બીજી બાજુ કોવિડ -૧૦થી થતા મોતનો દર પણ હવે વધીને ૬.૨૧ની આસપાસ ઘૂમી રહ્યો છે.
ગુજરાતમાં શનિવારે સાંજે વધુ ૨૯ દર્દીના મોત થતાં હવે કુલ મૃત્યુ આંક ૧,૨૧૯ પર પહોંચ્યો હતો અને કુલ પોઝિટિવ કેસનો આંકડો પણ ૧૭ હજારની નજીક પહોંચ્યો હતો.
રાજ્યમાં અમદાવાદમાં શનિવારે સાંજે પૂરા થતા છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૬ દર્દીના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક એક હજારની નજીક પહોંચી ગયો હતો, જ્યારે નવા ૨૮૯ કેસ સાથે કુલ કેસનો આંકડો પણ ૧૪ હજાર પાસે પહોંચ્યો હતો. સમગ્ર રાજ્યની વાત કરીએ તો, શનિવારે ૪૯૮ નવા કેસ નોંધાતા હવે ગુજરાતમાં કોરોનાના કુલ ૧૯,૬૧૭ કેસ નોંધાઇ ચૂક્યા હતા, જે ગુજરાતની કુલ વસ્તીના સંદર્ભે જોઇએ તો દર ૧૦ લાખની વસ્તીએ ૨૮૯ લોકો કોરોનાના સંક્રમણમાં આવ્યા હતા. દરરોજ કોરોનાના ત્રણ ટકા કેસ વધી રહ્યા છે. હવે રીકવર થયેલાં દર્દીનો કુલ આંક ૧૩,૩૨૪ પર પહોંચ્યો છે. ગુજરાતનો રીકવરી રેટ ૬૭.૯૨ પર પહોંચી ગયો છે.
રાજ્યમાં શનિવારે સાંજ સુધીમાં એક દિવસમાં નવા નોંધાયેલા કેસોની વિગત જોઇએ તો અમદાવાદમાં ૨૮૯, સુરતમાં ૯૨, વડોદરામાં ૩૪, ગાંધીનગરમાં ૨૦, રાજકોટમાં ૮, વલસાડમાં ૭, મહેસાણા અને પાટણમાં ૬-૬, સાબરકાંઠા અને કચ્છમાં ૫-૫, બનાસકાંઠા અને પંચમહાલમાં ૪-૪, ભરૂચ અને છોટાઉદેપુરમાં ૩-૩, ભાવનગર, અરવલ્લી, આણંદ, ખેડા, ગીર-સોમનાથ અને નવસારીમાં ૨-૨ કેસ નોંધાયા હતા. રાજ્યમાં નવા નોંધાયેલા મોતમાં અમદાવાદમાં ૨૬, સુરતમાં ૨ અને વડોદરામાં ૧ દર્દીનું મૃત્યુ થયું હતું.
તા.8મી જુનથી ભારતમાં લૉકડાઉન પછી ધાર્મિક સ્થળો જાહેર જનતા માટે ખુલ્લા મૂકવાની શરતી પરવાનગી આપવામાં આવી છે. ધાર્મિક સ્થળો પ્રત્યે લોકોની શ્રદ્ધા અતૂટ છે આવી સ્થિતિમાં સૂરતના પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર અને અન્નપૂર્ણા માતાજી મંદિરમાં દર્શનાર્થીઓ માટે હાલમાં કોવીડ-19ની પરિસ્થિતિમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે એવા આયુર્વેદિક ઉકાળો પ્રસાદી સ્વરૂપે પીવડાવવામાં આવશે.
વધુ માહિતી આપતા મંદિર પરીસરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું કે રાજ્ય સરકારની ગાઇડલાઈન્સનો મંદિર પરીસરમાં ચૂસ્ત અમલ કરવા સાથે તા.9મી જુનથી મંદિર ભાવિકો માટે ખુલ્લુ મૂકવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે ખાસ આત્માનંદ સરસ્વતી ફાર્મસી નિર્મિત આયુર્વેદિક ઉકાળો જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં, જાળવવામાં મદદરૂપ થાય છે, એ દર્શનાર્થીઓને પ્રસાદી સ્વરૂપે પીડાવવામાં આવશે.
શ્રી સિદ્ધિવિનાયક & અન્નપૂર્ણા માતાજી મંદીર, પાલ પાટિયા સુરત.
સમગ્ર વિશ્વને ભરડામાં લેનારા કોરોના વાઈરસની મહામારીના કારણે ભક્તજનો માટે બંધ રહેલ I શ્રી સિદ્ધિવિનાયક & અન્નપૂર્ણા માતાજી મંદીર, પાલ પાટિયા સુરત. સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ તારીખ-09/06/2020 (મંગળવાર)થી ભક્તજનો માટે દર્શનાર્થે ખોલવામા આવશે.
જરૂરી સુચના
દરેક ભાગ્યશાળીઓએ અચૂક માસ્ક બાંધવાનું રહેશે. તથા પોતાના ચપ્પલ બુટ પોતાના વાહનમાં જ મૂકીને આવવાનુ રહેશે.
દર્શન દરમિયાન દરેક ભક્તો એ લાઇનમાં સામાજિક અંતર જાળવવાનું રહેશે.
મંદિરે ભક્તજનો ને ફક્ત દર્શન જ કરવા દેવામા આવશે. મંદિરમાં પાઠ કરવા નો રહેશે નહીં, ફક્ત દર્શન કરીને બહાર નીકળી જવાનું રહેશે.
મંદિરનો સમય સવારે 06:30 કલાક થી બપોરે 12:00 કલાક સુધી અને સાંજે 04:00 કલાક થી રાત્રે 08:00 કલાકનો રહેશે. સાંજે ૦૭:૦૦ કલાકે આરતીમા કોઈ પણ ભક્ત ને એંટ્રી મળશે નહીં.
કોરોના વાઈરસની મહામારી ને ધ્યાનમા લઈ શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી આયુર્વેદિક સહકારી ફાર્મસી નો આયુર્વેદિક ઉકાળો ભક્તજનો ને પ્રસાદી રુપે આપવામા આવશે.
આ નિયમો આપણા સૌના સ્વાસ્થ્યના હિતને ધ્યાનમાં રાખીને બનાવેલા છે, સહકાર આપવા વિનંતી.
8/6/20 : સોમવારથી ગુજરાતમાં ધાર્મિક સ્થળો, મૉલ્સ અને હોટલ્સ શરૂ થશે
ગુજરાતમાં આગામી સોમવાર એટલે કે તા. 8મી જુન 2020થી ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ ધાર્મિક સ્થળો, શોપિંગ મૉલ્સ અને હોટલ્સ-રેસ્ટોરેન્ટસ અઢી મહિનાના લાંબા અંતરાય બાદ ફરીથી શરૂ થશે. જોકે, સરકારના જણાવ્યા અનુસાર આ સ્થળો પબ્લિક ગેધરિંગના સ્થળો હોઇ તમામ સ્થળોની મુલાકાત લેનારા લોકોએ સરકારે જાહેર કરેલા કેટલાક નિયમો અનુસરવા પડશે.
દર્શનાર્થી-પૂજારીઓ સમેત તમામ માટે માસ્ક ફરજિયાત
ગુજરાતમાં તા.8 જુનથી પુનઃ મંદિરો દર્શનાર્થીઓ માટે ખુલી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારના આદેશ અનુસાર મંદિરોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન વગેરે ઉપરાંત પ્રસાદ વહેંચી શકાશે નહીં કે ક્યાંય સ્પર્શ કરી શકાશે નહીં. તસ્વીર સોશ્યલ ડિસ્ટન્સિંગથી દર્શન કરતા દર્શનાર્થીઓની છે. પ્રતિકાત્મક તસ્વીર
દર્શનાર્થીઓ માટેની આચારસંહિતા
ક્યાંયો અડવું નહીં, મૂર્તિ કે ગ્રંથને સ્પર્શ કરવો નહીં
મંદિરમાં ઘંટ વગાડવો નહીં
પગરખાં વાહનોમાં જ મૂકીને મંદિરમાં પ્રવેશ કરવો
ચરણામૃત કે પંચામૃત વહેંચી શકાશે નહીં
કોઇપણ પ્રકારનો પ્રસાદ વહેંચવો નહીં
માસ્ક પહેરીને જ મંદિરમાં જઇ શકાશે
સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે
રાજ્ય સરકારની એવી પણ સ્પેશિફિક ગાઇડલાઇન છે કે મંદિરોમાં દર્શન કરી શકાશે પરંતુ, દર્શનાર્થીઓમાં કોઇપણ પ્રકારનો કે કોઇપણ સ્વરૂપે પ્રસાદ વિતરણ કે વહેંચી શકાશે નહીં. પ્રસાદમાં ચરણામૃત પણ વહેંચી શકાશે નહીં. ભાવિકો ઘંટ પણ વગાડી નહિ શકે અને ધાર્મિક ગ્રંથને સ્પર્શ પણ નહિ કરી શકે.
મંદિરોમાં આ પ્રકારે પૂજારીઓ, સહકર્મચારીઓ વગેરેએ પણ ફરજિયાત માસ્ક પહેરવા પડશે. પ્રતિકાત્મક તસ્વીર
મંદિર, મસ્જિદ, ચર્ચ કોઇપણ ધાર્મિક સ્થળો માટે કડક ગાઇડલાઇન્સ
દર્શનાર્થીઓ મંદિરમાં ભગવાનને કે અન્ય કોઇ સ્થળે હાથથી સ્પર્શ કરે નહીં એ પ્રકારની વ્યવસ્થા મંદિર મંડળોએ કરવાની રહેશે. પૂજા કરતી વખતે ઓછામાં ઓછું 7થી 8 ફૂટનું અંતર રાખવું પડશે. દર્શનાર્થીઓએ પોતાના પગરખાં ઘણું ખરું પોતાના વાહનોમાં જ મૂકીને મંદિરમાં પ્રવેશ કરવાનો રહેશે.
દર્શનાર્થીઓને ધાર્મિક સ્થળો પર, કે રેસ્ટોરન્ટ અને મોલમાં જનારા મુલાકાતીઓએ મોઢા પર માસ્ક ફરજિયાત પહેરેલું હોવું જોઇએ, નહીં તો એમને મંદિર કે અન્ય પ્રીમાઇસીસમાં પ્રવેશ નિષેધ કરવાનો રહેશે.
મંદિર, મોલ્સ, રેસ્ટોરેન્ટ્સમાં સેનિટાઈઝેશન અને થર્મલ સ્ક્રીનીંગ જેવી પ્રક્રિયામાંથી પસાર થવુ પડશે. ધાર્મિક સ્થળોમાં પ્રવેશદ્વાર નજીક જ સેનેટાઈઝર રાખવુ પડશે.
સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વીટરે તા.5મી જુને ભારતની સૌથી મોટી દુધ ઉપ્તાદક સંસ્થા અમૂલના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર બેન લાદી દીધો હતો. અમૂલએ ટ્વીટર પર એક્ઝીટ ધ ડ્રેગન એવી પોસ્ટ મૂકતા ટ્વીટરએ આ પગલું ભર્યું હતું.
ટ્વિટર પર અમૂલના નવા ‘એક્ઝિટ ધ ડ્રેગન’ સ્લોગન સાથેની ક્રિએટિવ એડ જે ચાઈનિઝ પ્રોડક્ટના બહિષ્કાને સમર્થન આપે છે. જેને લઈને ટ્વિટરે આ પગલું ભર્યું હતું.
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના ઉચ્ચ પદાધિકારી પણ ટ્વિટરની કોઈ પણ સૂચના વગરની ચેતવણીથી હેરાની અનુભવી રહ્યા છે.
કોરોના વાઈરસને કારણે ઈતિહાસમાં પહેલી જ વાર વાર્ષિક અમરનાથ યાત્રા માટે જ્યેષ્ઠ પૂર્ણિમાને દિવસે કરવામાં આવતી પ્રથમ પૂજા શુક્રવારે (5 June 2020) ચંદનવાડીને બદલે જમ્મુમાં સંપન્ન થઈ હતી.
જોકે, અમરનાથ યાત્રાના આરંભ અંગે હજુ પણ અચોક્કસતા પ્રવર્તી રહી હોવા વચ્ચે અમરનાથ સાઈન બોર્ડ યાત્રા ૧૫મી જુલાઈએ શરૂ કરી રક્ષાબંધનના દિવસે એટલે કે ૩ ઑગસ્ટે પૂરી કરવા મક્કમ હોવાનું જણાઈ રહ્યું છે. જોકે આ બાબતને હજુ સુધી સત્તાવાર સમર્થન નથી મળ્યું.
સૈદ્ધાંતિક રીતે આ યાત્રાને રદ કરતા યાત્રાનું પ્રતીક ગણાતી છડી મુબારકને આ વરસે હૅલિકોપ્ટર મારફતે ગુફા સુધી લઈ જવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યાનુસાર બાલતાલ માર્ગે થોડાક હજાર લોકો માટે યાત્રાનું આયોજન કરવાની પણ કવાયત ચાલી રહી છે. જોકે, પ્રશાસન કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને તેને ટાળવાની કોશીશ કરી રહ્યું છે.
આ પૂજામાં શ્રી અમરનાથ શ્રાઈન બૉર્ડના મુખ્ય સભ્યો, વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ રાજેશ ગુપ્તા સહિતના લોકોએ ભાગ લીધો હતો. જમ્મુ-કાશ્મીર સહિત દેશમાં કોરોના વાઈરસના પ્રકોપનો અંત આવે તેવી પ્રાર્થના સાથે ઉપસ્થિત તમામ લોકોએ હવન-યજ્ઞમાં આહૂતિ આપી હતી.
પ્રથમ જ વાર એવું બન્યું છે કે કોરોનાને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિને લીધે વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓ જ શરૂ નથી થઈ શકી અને યાત્રાના બંને માર્ગ (ચંદનવાડી અને બાલતાલ) બરફથી ઢંકાયેલા છે.
અગાઉ આ પૂજા ચંદનવાડીમાં કરવામાં આવતી હતી, પરંતુ આ પહેલી જ વાર છે કે જમ્મુ-કાશ્મીર પ્રશાસને કોરોનાને કારણે આ પૂજા ચંદનવાડીને બદલે જમ્મુમાં કરાવવી પડી છે.
બૉર્ડના કાર્યાલયમાં વિધિવત પૂજા-અર્ચના કરીને એક રીતે જોવા જઈએ તો યાત્રાનો આરંભ કરી જ દેવામાં આવ્યો છે.
જોકે, શ્રાઈન બૉર્ડે યાત્રાનાં રજિસ્ટ્રેશન અંગે હજુ સુધી કોઈ નિર્ણય નથી લીધો.
સૂત્રોના જણાવ્યાનુસાર બૉર્ડે યાત્રા શરૂ કરવાની પ્રસ્તાવિત તારીખ ૨૩ જૂન નક્કી કરી રાખી છે.
આ વખતે અમરનાથ યાત્રાને ૧૫ દિવસ પૂરતી સીમિત રાખવામાં આવે તેવી શક્યતા છે.
આગામી થોડાક દિવસમાં શ્રાઈન બૉર્ડની મળનારી બેઠકમાં યાત્રા શરૂ કરવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
ઑનલાઈન કે ઈલેક્ટ્રોનિક માધ્યમ મારફતે દેશના મોટાભાગના શ્રદ્ધાળુઓ બરફના શિવલિંગનાં દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરવા અંગે પણ બૉર્ડ ચર્ચાવિચારણા કરી રહ્યું છે એમ જણાવતાં સૂત્રોએ કહ્યું હતું કે ઑનલાઈન રજિસ્ટ્રેશન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જાણે રાજીનામાંનો દોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. તા.4 જુનમાં બે ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ આજે તા.5મી જુનને શુક્રવાર મોરબીના MLA બ્રિજેશ મેરજાએ પક્ષને રામ-રામ કહી દીધા છે.
મેરજાએ સોનિયા ગાંધીને મોકલેલા મેસેજનો સ્ક્રીનશોટ પણ બહાર આવ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ પાર્ટીમાં રહીને જનતાના કામો કરવા સક્ષમ ના હોવાથી તેઓ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી રહ્યા છે.
ભાજપ પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ 103નું છે, જ્યારે કોંગ્રેસ પાસે હવે 65 ધારાસભ્યો રહ્યા છે. આ સિવાય વિધાનસભામાં બીટીપીના બે, એનસીપીના એક અને એક અપક્ષ ધારાસભ્ય છે. જે ચાર રાજ્યસભાની બેઠકો પર ચૂંટણી થઈ રહી છે તેમાં એક ઉમેદવારને જીતાડવા માટે 35 પ્રેફરન્સ વોટ જરુરી છે. કોંગ્રેસનું સંખ્યાબળ ઘટતા હવે ભાજપ પાસે પોતાના ત્રણ ઉમેદવારોને જીતાડવાની ઉજળી તક છે.
કોરોના સંકટ વચ્ચે પડી ભાંગેલી અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફૂંકવા માટે રાજ્ય સરકાર સક્રિય થઈ ગઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરૂવારે ₹14,000 કરોડનાં આત્મનિર્ભર ગુજરાત પેકેજની જાહેરાત કરી છે.
100 યુનિટ વીજ બિલ માફ કરવાનો અને વેપારીઓને ₹એક લાખથી અઢી લાખની લોન 4 ટકા વ્યાજે આપવામાં આવશે. 4 ટકા વ્યાજ રાજ્ય સરકાર ચૂકવશે. આ માટે ₹300 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
રાજયના 92 લાખ વીજધારકો માટે 100 યુનિટ સુધીનું વીજ બિલ માફ કરવામાં આવશે. આ પેકેજમાં વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20 ટકાની માફી આપવામાં આવી છે. નાની દુકાનો, પ્રોવીઝન સ્ટોર, મોબાઇલ મેડિકલમાં ત્રણ મહિના માટે 15 ટકા વીજ દર લેવામાં આવશે. તેનાથી 30 લાખ દુકાનદારો અને કારીગરોને ₹80 કરોડનો લાભ મળશે. આદિવાસી શ્રમિકના ઘરો માટે ₹350 કરોડની ફાળવણી કરી છે.
લોકડાઉનને કારણે પરિવહન ક્ષેત્રને મોટો ફટકો પડ્યો હોવાથી રાજ્ય સરકાર દ્વારા લક્ઝરી, કોન્ટ્રાક્ટ બેઝ બસો વગેરેનો 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધીનો ટેક્સ માફ કરવાની જાહેરાત કરી છે, જે માટે સરકાર ₹230 કરોડ ભોગવશે. ₹460 કરોડનાં બાકી લેણાં અને પેનલ્ટી વ્યાજ વગેરેમાં માફી મળશે.
ખેડૂતો નાના ગોડાઉન બનાવે માટે ₹35,000ની સહાય જાહેર કરી છે. આ માટે ₹350 કરોડનું પેકેજ જાહેર કરાયું છે. મત્સ્ય ઉદ્યોગ માટે 40 ઇનપુટ સાધનોની ખરીદીમાં પણ ₹200 કરોડની સબસિડી જાહેર કરી છે. આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત ₹એક લાખ સુધીની મુદતમાં છ ટકા વ્યાજ સરકાર ભરશે. મહિલા સખી મંડળને 0 ટકા વ્યાજે મળી રહે એ માટે ₹200 કરોડ રૂપિયાની યોજના જાહેર કરાઈ છે.
₹768 કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડીનું 31 જુલાઇ 2020 સુધીમાં ચૂકવણું કરવામાં આવશે. જેના કારણે ઉદ્યોગોને નાણાં ભીડમાંથી મોટી રાહત મળશે. ટેક્ષટાઇલ ઉદ્યોગોને ₹450 કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડીનું ચૂકવણું 31 જુલાઇ સુધીમાં કરવામાં આવશે.
કોવિડ-19ની મહામારીની વિકટ પરિસ્થિતિમાં રાજ્યના તમામ પ્રકારના ઔદ્યોગિક એકમોને લાભ મળી રહે તે જરુરી છે. જે અન્વયે મેગા ઇન્ડસ્ટ્રીઝને પણ ₹150 કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડીનું 31 જુલાઇ સુધીમાં ચૂકવણું કરવામાં આવશે. રાજ્યના 3200 કરતા વધુ વેપારીઓને ₹1,200 કરોડનું પડતર વેટ અને GST રિફંડ 31 જુલાઇ સુધીમાં ચુકવવામાં આવશે જેથી આ વેપારીઓને નાણાં ભીડમાંથી રાહત મળશે.
વેરા સમાધાન યોજના-2019 હેઠળ 15 માર્ચ સુધી પ્રથમ હપ્તો ભરનારને ત્રણ માસની મુદત વધારી આપવામાં આવશે. આ યોજનાથી આશરે 26,000 વેપારીઓને લાભ મળશે.
વેટ અને કેન્દ્રીયકાયદાકીય જોગવાઇઓ હેઠળની લોકડાઉન દરમ્યાન પૂરી થતી મર્યાદાઓ અને મનાઇ હુકમોની મુદત લંબાવવામાં આવશે.
રાજ્યના 27,000થી વધુ ઉદ્યોગ સાહસિકોને વાજપેયી બેન્કેબલ યોજનામાં ₹190 કરોડની સબસીડીની રકમ 31 જુલાઇ સુધીમાં ચુકવવામાં આવશે. સોલર રુફ ટોપ યોજના હેઠળની 65000 કુટુંબો માટે ₹190 કરોડની સબસીડી 31 જુલાઇ સુધીમાં આપવામાં આવશે.
ગુજરાત એગ્રો-ઈન્ડસ્ટ્રીઝ કાર્પોરેશનના માધ્યમથી એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એક્મોને ₹90 કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડી 31 જુલાઇ સુધીમાં આપવામાં આવશે. ગુજરાત વેટ કાયદા હેઠળ વર્ષ 2016-17 અને 1-4-2017થી 30-06-2017 સુધીની આકારણીની કામગીરીમાં ₹10 કરોડથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓના કિસ્સામાં આકારણી માટે આપવામાં આવેલી નોટીસ પરત ખેંચવામાં આવશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.