સુરતની અઠવા લાઇન્સ ખાતે આવેલી વનિતાવિશ્રામ આર્ટ ગેલેરીમાં જાણીતા તબીબ અને કલાપ્રેમી ડો સમીર શાહ અને ડો રુજુલ શાહના કલાત્મક આર્ટ પેઇન્ટિંગનું “બિયોન્ડ ઇમેજિનેશન” પ્રદર્શન યોજાયું છે. ડો. સમીર શાહ છેલ્લા ચાળીસથી વધુ વર્ષોથી ચિત્રો દોરી રહ્યા છે. વ્યવસાયે તબીબ હોવા છતાં તેમનો આર્ટ પ્રત્યેનો અતૂટ નાતો જોવા જાણવો હોય તો તેમણે દોરેલા અને તેમની તબીબ દિકરી ડો. રુજુલે દોરેલા ચિત્રોની પ્રદર્શની અવશ્ય નિહાળવી પડે.
સુરતના જાણિતા તબીબ ડો.સમીર શાહ અને પુત્રી ડો. રુજુલ શાહે દોરેલા ચિત્રોની પ્રદર્શની, રવિવારે છેલ્લો દિવસ

તા. 22મી ઓક્ટોબરથી રવિવાર તા. 24મી ઓક્ટોબર દરમિયાન યોજાયેલા આ ચિત્ર પ્રદર્શન મા ભાત ભાત ના વિષયો અને ભાવ (land scape, portrait, religion, pet love, philosophy, abstract, shlok, temple, surreal) આધારીત ચિત્ર ને પ્રદર્શિત કરવા મા આવ્યા છે. આ સુંદર પ્રદર્શન તેના નામ પ્રમાણે કલ્પનાતીત છે.

150 થી વધારે આકર્ષક ચિત્રો આ પ્રદર્શનમાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.
સર્વ કલા પ્રેમી નાગરિકો ને આ પ્રદર્શન ની મુલાકાત લેવા ડૉ. સમીર શાહે જાહેર આમંત્રણ આપ્યુ છે. આવતીકાલે 24/10/2021 રવિવારે આ ફોટો પ્રદર્શન સવારે 11થી સાંજના 8 વાગ્યા સુધી નિહાળી શકાશે.













