CIA ALERT

Blog - Page 181 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
November 7, 2021
bjp_logo.png
1min569

તાજેતરમાં પાંચ રાજ્યમાં યોજાનારી ચૂંટણીનો વ્યૂહ બનાવવા માટે રવિવારે નવી દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાશે. કોવિડ-૧૯નો રોગચાળો ફેલાયા બાદ પહેલી વખત ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાઇ હતી.

ભાજપના મહામંત્રી અરુણસિંહે પત્રકારોને જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેેન્દ્ર મોદી, પક્ષ પ્રમુખ જે. પી. નડ્ડા અને કેન્દ્રના અનેક પ્રધાનો સહિત રાષ્ટ્રીય કારોબારી મંડળના ૧૨૪ સભ્ય આ બેઠકમાં પ્રત્યક્ષ ભાગ લેશે તથા મુખ્ય પ્રધાનો સહિતના અન્ય રાજ્યોના સભ્યો કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું પાલન કરીને બેઠકમાં વર્ચ્યુઅલી ભાગ લેશે. 

બેઠકમાં રાષ્ટ્રીય પ્રમુખ મુદ્દાઓ અને નિયમ પ્રમાણે એજેન્ડાની બાબતો સિવાય આવતા વર્ષે પાંચ રાજ્યમાં યોજાનારી ચૂંટણીના મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું. બેઠકને મોદી સંબોધશે અને એક રાજકીય ઠરાવ પસાર કરાવાની શક્યતા છે, જે વિવિધ મુદ્દે પક્ષના મતને ઓપ આપશે. નડ્ડા પ્રારંભિક સંબોધન કરશે. 

મોદી સરકારની ‘આત્મનિર્ભર ભારત’ યોજના, ગરીબોને મદદરૂપ થાય એવી, અનાજ મફતમાં આપવા જેવી યોજનાઓ અને કોવિડ માટેનો રસીકરણ કાર્યક્રમ જેવી યોજનાઓનું પ્રદર્શન કારોબારી બેઠકના સ્થળે યોજવામાં આવશે. 

રોગચાળા દરમિયાન લોકોને મદદ કરવા એમણે કરેલા પ્રયત્નોને દર્શાવવાનો પક્ષ પ્રયત્ન કરશે.

November 7, 2021
t20_world.jpg
1min416

ટી-૨૦ વર્લ્ડકપમાં રવિવારે બપોરે ૩-૩૦ વાગ્યે શરૂ થનારી ન્યૂ ઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મૅચ આ સ્પર્ધામાં ભારતની આગેકૂચનું ભાવિ નક્કી કરવાની છે. અફઘાનિસ્તાન જો ન્યૂ ઝીલેન્ડને હરાવે તો ભારત માટે સેમિ-ફાઇનલમાં પ્રવેશવાની શક્યતા ઘણી વધી જશે.

ન્યૂ ઝીલેન્ડનો વિજય થશે તો તેના આઠ પૉઇન્ટ થઇ જશે અને ભારત માટે સેમિ-ફાઇનલમાં પ્રવેશવાનું લગભગ અશક્ય બની જશે.

અફઘાનિસ્તાન જો આ મૅચ જીતે તો તેના માટે પણ આગેકૂચ કરવાની થોડી આશા જન્મશે.
ભારતે પોતાની નામિબિયા સામેની અંતિમ મૅચ મોટા તફાવતથી જીતવી પડશે.

ન્યૂ ઝીલેન્ડનો આ મૅચમાં વિજય થાય તો ભારતની સોમવારે રાતે ૭.૩૦ વાગ્યે નામિબિયા સામે રમાનારી મૅચનું ખાસ મહત્ત્વ નહિ રહે. અફઘાનિસ્તાને આ મૅચ જીતવા મોટો જુમલો કરવાની જરૂર છે. તેની બૉલિંગ અત્યાર સુધીની મૅચમાં સારી રહી હતી.        

November 7, 2021
Ramayana-Yatra-train.jpg
1min401

ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉપૉર્રેશન (આઇઆરસીટીસી) સાતમી નવેમ્બરથી શ્રી રામાયણયાત્રા ટ્રેન શરૂ કરશે. ધાર્મિક પ્રવાસને પ્રોત્સાહન આપવાના હેતુથી અનેક આવી ટ્રેન દોડાવાશે.

ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉપૉર્રેશને જણાવ્યું હતું કે યાત્રા માટેની ખાસ ટ્રેન અને ડિલક્સ ટૂરિસ્ટ ટ્રેનને યાત્રાળુઓની સંખ્યા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દોડાવાશે.
તેણે જણાવ્યું હતું કે રામાયણ સર્કિટ ટ્રેન નવી દિલ્હીથી સાતમી નવેમ્બરે ઊપડશે અને બાદમાં અન્ય ચાર ટ્રેન પણ ચાલુ મહિને દોડાવાશે.

શ્રી રામાયણયાત્રા એક્સ્પ્રેસ – મદુરાઇ ટ્રેન ૧૮ નવેમ્બરે ઊપડશે. તેમાં સ્લિપર વર્ગના ડબા હશે. આ પૅકેજ ૧૨ રાત અને ૧૩ દિવસનો રહેશે.

આ ઉપરાંત, શ્રી રામાયણયાત્રા એક્સ્પ્રેસ – શ્રી ગંગાનગર યાત્રા માટેની ખાસ ટ્રેન ઉત્તર ભારતમાં દોડાવાશે.

November 7, 2021
sierra.jpg
1min483

સિયેરા લિયોનની રાજધાનીમાં શનિવારે ઑઇલ ટૅન્કરમાં વિસ્ફોટ થયા બાદ તેલ એકઠું કરવા ભેગા થયેલા ૯૮ લોકોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયાં હતાં. 
સૂત્રોના જણાવ્યા અનુસાર વેલિંગ્ટનમાં શુક્રવારે Dated 5/11/21 સાંજે બસ સાથે ટૅન્કર અથડાયા બાદ વિસ્ફોટ થયો હતો. ઢોળાયેલા ઈંધણમાં આગ કેવી રીતે લાગી હતી તે સ્પષ્ટ થયું ન હતું, પણ પ્રચંડ વિસ્ફોટ થયો હતો, તેવું સત્તાવાળાઓએ કહ્યું હતું


હૉસ્પિટલના કર્મચારી ફોદાય મુસાએ જણાવ્યું હતું કે કનાટ હૉસ્પિટલના શબઘરમાં Dt.6/11/21 શનિવારે સવારે ૯૨ મૃતદેહ લવાયા હતા. અત્યંત દાઝી ગયેલા અન્ય ૩૦ જણના બચવાની શક્યતા ઓછી છે. 

સંયુક્ત રાષ્ટ્રસંઘની પર્યાવરણ સમિટમાં ભાગ લઇ રહેલા રાષ્ટ્રપતિ જુલિયસ માદા બીઓએ આ ગોઝારી ઘટના બદલ અફસોસ વ્યક્ત કરતા ટ્વિટર પર જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં પોતાના સ્વજન ગુમાવનાર અને દાઝી જનારા પ્રત્યે હું સહાનુભૂતિ દર્શાવું છું.  

November 6, 2021
bhai_dooj.jpg
1min494

આજે 6 નવેમ્બર શનિવારના રોજ ભાઈબીજ છે. આ સાથે જ પાંચ દિવસનો દિવાળીનો તહેવાર પૂર્ણ થઈ જશે. ભાઈબીજના દિવસે બહેનના ઘરે ભોજન કરવાની પરંપરા છે. માન્યતા છે કે આ દિવસે બહેન પોતાના ભાઈની લાંબી ઉંમર, સૌભાગ્ય અને સારા સ્વાસ્થ્ય માટે યમરાજ અને ચિત્રગુપ્તને પ્રાર્થના કરે છે. પુરાણો પ્રમાણે આ દિવસે ભગવાન યમ પોતાની બહેન યમુનાને મળવા આવ્યાં હતાં. ત્યારથી જ આ પર્વની પરંપરા શરૂ થઈ છે. આ દિવસે બહેન પોતાના ભાઈના મસ્તક ઉપર ટીકો લગાવીને તેની લાંબી ઉંમરની મનોકામના કરે છે. માન્યતા છે કે આવું કરવાથી યમરાજ તે ભાઈ-બહેનના કષ્ટ દૂર કરે છે. ત્યારે આવો જાણીએ આજે ભાઈના કપાળે તિલક લગાવવાના શુભ મુહૂર્ત ક્યા ક્યા છે.

ભાઈબીજના દિવસે યમુનામાં સ્નાન કરવાનું ખાસ મહત્ત્વ છે. આ દિવસે મથુરાના વિશ્રામ ઘાટ ઉપર ભાઈ-બહેન હાથ પકડીને એકસાથે સ્નાન કરે છે. યમની બહેન યમુના છે અને માન્યતા છે કે આજના દિવસે જે ભાઈ-બહેન યમુના નદીમાં સ્નાન કરે છે, યમ તેમની બધી જ પરેશાનીઓ દૂર કરે છે. આ દિવસે ભાઈ-બહેન સવારે સ્નાન કરીને નવા વસ્ત્ર ધારણ કરે છે. બહેન આસન ઉપર ચોખાના ખીરાથી ચોક બનાવે છે. આ ચોક ઉપર ભાઈને બેસાડીને બહેન ભાઈના હાથની પૂજા કરે છે અને ભાઈને નાડાછડી પહેરાવે છે અને તિલક કરવું જોઈએ. ત્યારબાદ બહેનને પ્રાર્થના કરવી જોઈએ કે માર્કણ્ડેય, હનુમાન, બલિ, પરશુરામ, વ્યાસ, વિભીષણ, કૃપાચાર્ય અને અશ્વત્થામા, આ આઠ ચિરંજીવિઓની જેમ મારા ભાઈને પણ ચિરંજીવી થવાનું વરદાન આપો.

પૂજા પછી ભાઈ બહેનના ઘરે ભોજન કરે છે. ભોજન કર્યા પછી બહેન ભાઈને તિલક લગાવે છે. ભાઈ બહેનને કોઈ ભેટ આપે છે. યમુના નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરના જ પાણીમાં યમુના નદી કે ગંગા નદીનું જળ મિક્સ કરવું અને પવિત્ર નદીનું ધ્યાન કરીને સ્નાન કરવું. સ્નાન કર્યા પછી યમરાજ અને યમુનાની પૂજા કરવી જોઈએ.

આ વર્ષે ભાઈબીજનું શુભ મુહૂર્ત બપોરે 1.26 વાગ્યાથી બપોરે 4.10 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન સૌથી ઉત્તમ સમય 1.26 મિનિટથી 2.48 મિનિટ સુધી રહેશે. આ ઉપરાંત જો તમારા માટે સવારનો સમય વધુ યોગ્ય રહેતો હોય તો સવારે 8થી 9.19 સુધી શુભ ચોઘડિયામાં ભાઈબીજના પર્વની ઉજવણી કરી શકો છો ત્યાર બાદ બીજુ એક મુહૂર્ત 11.45થી 12.25 સુધી પણ રહેશે તમે આ સમયમાં પણ ભાઈબીજની ઉજવણી કરી શકો છો.

November 6, 2021
sameer_vankhede.jpg
1min470

આર્યન ખાન ડ્રગ્સ કેસ મામલે સમીર વાનખેડે સામે એક બાદ એક મુશ્કેલીઓ સામે આવી રહી છે. અગાઉ એનસીપી નેતા નવાબ મલિક દ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવતાં વાનખેડેને પોતાની જાતિ સહિતનાં પુરાવા આપવા પડ્યા હતા. આ ઉપરાંત એનસીબીના સાક્ષી દ્વારા એફિડેવિટ દાખલ કરી વાનખેડે સામે લાંચ માગવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હવે જાણકારી સામે આવી રહી છે કે, સમીર વાનખેડેને આર્યન ખાન ડ્રગ્સ કેસ સહિત અન્ય પાંચ કેસમાંથી હટાવી દેવામાં આવ્યા છે. અને હવે આ કેસોની તપાસ દિલ્હી એનસીબીની એસઆઈટી ટીમ કરશે.

મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ બાદ સમીર વાનખેડે ચર્ચામાં આવ્યા હતા. અને આ સમયગાળા દરમિયાન તેઓને અનેક વિવાદોનો સામનો પણ કરવો પડ્યો હતો. આર્યન ખાન કેસમાં કરોડોની લાંચ માગવાના કેસમાં તેમની સામે દિલ્હી એનસીબીની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સમીર વાનખેડેને હવે હટાવી દેવામાં આવ્યા છે. અને નવી ટીમ મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસની તપાસ કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે, આર્યન ખાન કેસમાં લાંચના આરોપ બાદ એનસીબી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. એનસીબીના વેસ્ટટર્ન ડેપ્યુટી ડીજી મુથા અશોક જૈને કહ્યું કે, અમારા ઝોનના કુલ 6 કેસની તપાસ હવે દિલ્હીની એનસીબી ટીમ દ્વારા કરવામાં આવશે, જેમાં આર્યન ખાન કેસ અને અન્ય 5 કેસ સામેલ છે.

સમીર વાનખેડે આ મામલે જણાવ્યું કે, મને તપાસમાંથી હટાવવામાં આવ્યો નતી. કોર્ટમાં મારી રિટ અરજી કરી હતી કે કેસની તપાસ કોઈ સેન્ટ્રલ એજન્સી પાસેથી કરાવવામાં આવે. એટલા માટે આર્યન ખાન કેસ અને સમીર ખાન કેસની તપાસ દિલ્હી એનસીબીની એસઆઈટી કરી રહી છે. આ દિલ્હી અને મુંબઈની એનસીબી ટીમ વચ્ચે એક સમન્વય છે.

November 4, 2021
sukanya-samriddhi-yojana.jpg
1min459

વુમન એમ્પાવરન્મેન્ટનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે સુરત જિલ્લામાં આવેલા વાંકલનું ધાણાવડ ગામ. આ નાનકડા ગામે દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એવું કામ કર્યું છે જેમાંથી સમગ્ર દેશને પ્રેરણા મળી શકે છે. ટીપે ટીપે સરોવર ભરાઇ એ રીતે વાંકલના ભાણાવડ ગામમાં 92 ટકા જેટલી દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને તથા તેમના પરિવારોને સ્મોલ સેવિંગ્સ કરાવવામાં આવી રહ્યું છે અને સમગ્ર સુરતમાં 1800થી વધુ ગામડાઓમાં ધાણાવડ ગામે સૌથી વધુ દિકરીઓના સેવિંગ્સ કરાવીને ઇતિહાસ સર્જતા પોસ્ટ વિભાગે આ ગામને સુકન્યા ગામ ઘોષિત કરીને બહુમાનિત કર્યું છે.

ઉમરપાડા તાલુકાનુ ઘાણાવડ ગામમાં પોસ્ટ માસ્તર અને સરપંચ ના પ્રયાસથી સુકન્યા સમૃદ્ધિ યોજનાની વિશિષ્ટ કામગીરી થતા ગામ સુકન્યા ગામ જાહેર કરાયું છે. કેન્દ્ર સરકારનાં પોસ્ટ વિભાગ તરફથી બાલિકાઓ માટે સુકન્યા સમૃધ્ધિ યોજના અમલમાં છે. જેમાં બાલિકાઓનાં પોસ્ટમાં ખાતા ખોલી બચત કરવાની થાય છે.

સરકાર તરફથી ભવિષ્યમાં કન્યાઓને નાણાંકીય તકલીફ ન પડે તેની જોગવાઈ આ યોજનામાં કરેલ છે. ગ્રામ્ય લેવલે વાલીઓને સમજાવી બચત કરાવવાનુ ખૂબ મુશ્કેલ કામ છે. આવા કઠીન કાર્ય માટે ઘાણાવડ બ્રાંચ પોસ્ટ ઓફિસનાં પોસ્ટ માસ્તર મનજીભાઈ આટીયાભાઈ વસાવાએ ઘરે ઘરે ફરી બાલિકાઓનાં ખાતા ખોલવાની સુંદર કામગીરી કરી હતી. જેની કદર રૂપે સરકાર દ્વારા આ ગામ ને સંપૂર્ણ સુકન્યા ગ્રામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

સુરત ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ઘાણાવડ ગામનાં સરપંચ અને પોસ્ટ માસ્ટર મનજીભાઇ આટિયાભાઇ વસાવાને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગામને પ્રતિષ્ઠા અપાવવા બદલ ગ્રામજનો એ પોસ્ટ માસ્ટર ને અભિનંદન પાઠવ્યા છે.

ધરમસિંહભાઈ વસાવા, ઘાણાવડ ગ્રામ પંચાયત, સરપંચ

ઘાણાવડમાં કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના નો 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવાની નેમ સાથે અમે પોસ્ટ વિભાગ સાથે હાલમાં કામ કરી રહ્યા છે અમારા ગામની પોસ્ટ ઓફિસના કાર્યક્ષેત્ર ના ગામો દિવતણ લીંબરવાણ. કાટનવાળી વગેરે ગામોમાં અમે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વધુમાં વધુ પોસ્ટમાં ખાતા ખુલે તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે.

November 4, 2021
modi.png
1min464

આ વખતે 2021 પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. તે જમ્મુ-કાશ્મીરના નૌશેરા પહોંચી ગયા છે. PMએ નૌશેરામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી. તેઓ આજે સવારે જ જમ્મુ પહોંચી ગયા હતા. ત્યાંથી તેઓ રાજૌરી જવા રવાના થયા હતા.

સૈનિકોને સંબોધતા પીએમએ કહ્યું કે તેઓ દરેક વખતે સૈનિકો સાથે દિવાળી ઉજવે છે કારણ કે દેશના સૈનિકો તેમનો પરિવાર છે. તેમણે લોકોને દિવાળી પર જવાનોની બહાદુરીને સમર્પિત દીવો પ્રગટાવવાની અપીલ કરી હતી.

પીએમ બન્યા પછી આ સતત 8મું વર્ષ છે જ્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ જવાનો સાથે દિવાળી મનાવી હોય. તેમજ પીએમ મોદી એવા સમયે નૌશેરા ત્યાં પહોંચી રહ્યા છે જ્યારે પુંછમાં આતંકી પ્રવૃતિઓ વધી ગઈ છે. આ દરમિયાન દિવાળીના દિવસે વડાપ્રધાન મોદીએ દેશના લોકોને પણ શુભેચ્છા પાઠવી છે.

વડાપ્રધાન મોદીએ આજે સવારે ટ્વિટ કર્યું છે કે, દિવાળીના શુભ અવસરે દેશના લોકોને હાર્દિક શુભેચ્છા. મારી શુભેચ્છા છે કે, આ પ્રકાશ પર્વ તમારા દરેકના જીવનમાં સુખ, સંપન્નતા અને સૌભાગ્ય લઈને આવે. દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 2019 પછી પીએમ મોદી આજે બીજી વખત રાજૌરી જઈ રહ્યા છે. બે વર્ષ પહેલાં પણ તેમણે આ ડિવિઝનના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે દરેક વ્યક્તિને દેશની સેવા કરવાનો લહાવો નથી મળતો. તેમણે કહ્યું કે આપણા જવાનો ‘મા ભારતી’નું રક્ષણાત્મક કવચ છે. સૈનિકોના કારણે જ આપણા દેશના લોકો રાત્રે શાંતિથી સૂઈ શકે છે અને તહેવારો મનાવી શકે છે.

વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી દરેક દિવાળી સૈનિકો સાથે મનાવી છે. 2014માં સિયાચીન, 2015માં અમૃતસર, 2016માં ચીન સરહદે હિમાચલ, 2017માં જમ્મુ-કાશ્મીરમાં ગુરેઝ, 2018માં ઉત્તરાખંડમાં હર્ષિલ, 2019માં જમ્મુ-કાશ્મીરમાં રાજૌરી, 2020માં રાજસ્થાનમાં લોંગેવાલ અને આ વખતે તેમણે જમ્મુ અને કાશ્મીર. નૌશેરામાં દિવાળીની ઉજવણી કરી રહી છે.

November 4, 2021
petrol-diesel-1.jpg
1min674

કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલમાં ક્રમશઃ 5 અને 10 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ છ રાજ્યોને કહેવામા આવ્યું કે, તેઓ વેટના દરમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરે

પેટ્રોલ-ડીઝલના ભાવમાં જે રીતે વધારો થયો હતો એના કારણે લોકોનું બજેટ ખોરવાયું હતું. દિવાળીના એક દિવસ પહેલાં કેન્દ્ર સરકારે આ ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યોને પણ આ મામલે અપીલ કરી હતી. તેઓએ લખ્યું કે, હવે રાજ્ય સરકારોએ પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરીને તહેવારની સિઝનમાં લોકોની મદદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એ પછી રાજ્યોએ પણ પગલા લેવાનું શરૂ કરી દીધું.

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પેટ્રોલ અને ડિઝલ પર વેટ (VAT) પર તાત્કાલિક અસરથી 7 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી છે. જ્યારે ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવે 4 નવેમ્બર (ગુરૂવાર)થી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પણ ટ્વિટ કરીને ઘટાડાની જાહેરાત કરી છે. તેમણે લખ્યું છે કે, પર્વતીય રાજ્ય હિમાચલમાં ટ્રાન્સપોર્ટના સાધન પેટ્રોલ અને ડીઝલ પર નિર્ભર છે, તેવામાં જનતાને તેનો સીધો ફાયદો થશે. પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ (વેટ) ઓછો કરવા અંગે પ્રદેશ સરકાર ટૂંક સમયમાં સૂચના જાહેર કરશે.

ભાજપ શાસિત Gujarat, કર્ણાટક અને ગોવાની સરકારોએ પણ પોત-પોતાના રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ રાજ્યમાં પેટ્રોલ પર વેટના દરમાં પ્રતિલિટર 2 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

November 4, 2021
rahul-dravid.jpg
1min472

પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બનાવવામાં આવ્યા છે. બીસીસીઆઈએ ટ્વિટર પર આ અંગે પુષ્ટિ કરી છે. સુલક્ષણા નાઈક અને આરપી સિંહની ક્રિકેટ સલાહકાર સમિતિએ બુધવારે સર્વાનુમતે રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. ભારતના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ ન્યૂઝીલેન્ડ સામે 17 નવેમ્બરથી શરૂ થઈ રહેલી સીરિઝથી પોતાનો કાર્યભાર સંભાળશે. ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન હેડ કોચ રવિ શાસ્ત્રી ટી20 વર્લ્ડ કપ પછી પોતાની જવાબદારીમાંથી મુક્ત થશે.

બોર્ડે રવિ શાસ્ત્રીના સ્થાને નવા હેડ કોચને શોધવા 26 ઓક્ટોબર સુધીમાં અરજીઓ મંગાવી હતી. બોર્ડે જણાવ્યું હતું કે હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરૂણ, ફિલ્ડિંગ કોચ આર શ્રીધર અને બેટિંગ કોચ રવિ શાસ્ત્રીને તેમના સફળ કાર્યકાળ બદલ આભિનંદન આપ્યા હતા. શાસ્ત્રીના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટમાં નંબર વન બની હતી અને ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ફાઈનલમાં પહોંચી હતી.

રાહુલ દ્રવિડ ભારતીય હેડ કોચ બનવાની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા હતા. અગાઉ આઈપીએલ ટૂર્નામેન્ટમાં બોર્ડના ટોચના હોદ્દેદારો સાથે પણ દ્રવિડે ચર્ચા કરી હતી અને ત્યારે જ તેને હેડ કોચ બનાવવા માટે મનાવી લેવાયા હતા.