CIA ALERT
17. May 2024

આનાથી વિશેષ વુમન એમ્પાવરન્મેન્ટ શું હોઇ શકે ! દીકરીઓના ઉજ્જવળ ભાવિ માટે બચતની પ્રેરણા આપે છે સુરતના વાંકલનું ધાણાવડ ગામ

Share On :
Print Friendly, PDF & Email

વુમન એમ્પાવરન્મેન્ટનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે સુરત જિલ્લામાં આવેલા વાંકલનું ધાણાવડ ગામ. આ નાનકડા ગામે દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એવું કામ કર્યું છે જેમાંથી સમગ્ર દેશને પ્રેરણા મળી શકે છે. ટીપે ટીપે સરોવર ભરાઇ એ રીતે વાંકલના ભાણાવડ ગામમાં 92 ટકા જેટલી દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને તથા તેમના પરિવારોને સ્મોલ સેવિંગ્સ કરાવવામાં આવી રહ્યું છે અને સમગ્ર સુરતમાં 1800થી વધુ ગામડાઓમાં ધાણાવડ ગામે સૌથી વધુ દિકરીઓના સેવિંગ્સ કરાવીને ઇતિહાસ સર્જતા પોસ્ટ વિભાગે આ ગામને સુકન્યા ગામ ઘોષિત કરીને બહુમાનિત કર્યું છે.

ઉમરપાડા તાલુકાનુ ઘાણાવડ ગામમાં પોસ્ટ માસ્તર અને સરપંચ ના પ્રયાસથી સુકન્યા સમૃદ્ધિ યોજનાની વિશિષ્ટ કામગીરી થતા ગામ સુકન્યા ગામ જાહેર કરાયું છે. કેન્દ્ર સરકારનાં પોસ્ટ વિભાગ તરફથી બાલિકાઓ માટે સુકન્યા સમૃધ્ધિ યોજના અમલમાં છે. જેમાં બાલિકાઓનાં પોસ્ટમાં ખાતા ખોલી બચત કરવાની થાય છે.

સરકાર તરફથી ભવિષ્યમાં કન્યાઓને નાણાંકીય તકલીફ ન પડે તેની જોગવાઈ આ યોજનામાં કરેલ છે. ગ્રામ્ય લેવલે વાલીઓને સમજાવી બચત કરાવવાનુ ખૂબ મુશ્કેલ કામ છે. આવા કઠીન કાર્ય માટે ઘાણાવડ બ્રાંચ પોસ્ટ ઓફિસનાં પોસ્ટ માસ્તર મનજીભાઈ આટીયાભાઈ વસાવાએ ઘરે ઘરે ફરી બાલિકાઓનાં ખાતા ખોલવાની સુંદર કામગીરી કરી હતી. જેની કદર રૂપે સરકાર દ્વારા આ ગામ ને સંપૂર્ણ સુકન્યા ગ્રામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

સુરત ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ઘાણાવડ ગામનાં સરપંચ અને પોસ્ટ માસ્ટર મનજીભાઇ આટિયાભાઇ વસાવાને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગામને પ્રતિષ્ઠા અપાવવા બદલ ગ્રામજનો એ પોસ્ટ માસ્ટર ને અભિનંદન પાઠવ્યા છે.

ધરમસિંહભાઈ વસાવા, ઘાણાવડ ગ્રામ પંચાયત, સરપંચ

ઘાણાવડમાં કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના નો 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવાની નેમ સાથે અમે પોસ્ટ વિભાગ સાથે હાલમાં કામ કરી રહ્યા છે અમારા ગામની પોસ્ટ ઓફિસના કાર્યક્ષેત્ર ના ગામો દિવતણ લીંબરવાણ. કાટનવાળી વગેરે ગામોમાં અમે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વધુમાં વધુ પોસ્ટમાં ખાતા ખુલે તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :