Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
તક્ષશિલા અગ્નિકાંડમાં સંડોવાયેલાં બિલ્ડર હરસુખ વેકરિયાને હાઇકોર્ટે રૂ.35 લાખનું વળતર વાલીઓને આપવાની શરતે અઢી વર્ષે જામીન પર મુક્ત કર્યો છે. આ સાથે જ સમગ્ર કેસમાં સંડોવાયેલાં કુલ 14 આરોપીઓ પૈકી 12ને કોર્ટે જામીન આપી દીધા છે. હવે જેલમાં ટ્યુશન ક્લાસિસ સંચાલક ભાર્ગવ બુટાણી અને બિલ્ડર દિનેશ વેકરિયા છે.
હાઇકોર્ટે આરોપી હરસુખ વેકરિયાને રૂ.35 લાખ 4 મહિનાના ગાળામાં જમા કરાવવાનો આદેશ કર્યો છે. આરોપી 26 મે 2019ના રોજથી જેલમાં છે. નોંધનીય છે કે, સરથાણા ખાતે તક્ષશિલા આર્કેડમાં આગ લાગતા 22 વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજ્યા હતા. પોલીસે ગુનો નોંધી કુલ 14 આરોપીઓની ધરપકડ કરી હતી.
તક્ષશિલા કેસની ટ્રાયલ ચાલી રહી છે. આજે બે પંચોની ઉલટ-સરતપાસ લેવામાં આવી હતી. ત્યારબાદ મૂળ ફરિયાદી તરફે એડવોકેટ પિયુષ માંગુકિયાએ બંને પંચની ફેર તપાસની માંગ કરી હતી. જેની પર હવે 1લી જાન્યુઆરીના રોજ હુકમ આવશે.
સમગ્ર રાજ્યની તમામ ગ્રામ પંચાયતો મળીને 8560 સરપંચ, 53 હજાર સભ્યો માટે આજે તા.19મી ઓક્ટોબર 2021ના રોજ સવારે 7 કલાકથી શરૂ થયું મતદાન
આજે રવિવાર તા.19મી ડિસેમ્બર 2021ની સવારે 7 કલાકે ગુજરાતમાં આવેલી 8684 ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ અને 53 હજાર સભ્યો માટે મતદાન શરૂ થયું છે. આજે યોજાઇ રહેલી ગ્રામ પંચાયતોની રાજ્યવ્યાપી ચૂંટણીઓમાં સરપંચ પદ માટે 27200 ઉમેદવારો અને 53,507 સભ્યોની બેઠક માટે 119998 ઉમેદવાર મેદાનમાં છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મતદાનમાં બેલેટ પેપરનો ઉપયોગ થઇ રહ્યો છે. આ અંગે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતો માટે તમામ જિલ્લાઓમાં 23097 મતદાન મથકોમાંથી 1.82 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે કોરોનાની ચૂસ્ત ગાઈડલાઈન અમલની તેમજ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવ્યો છે.
વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટે સૌથી મહત્વની ગણાતી સ્થાનિક અને ગ્રામ્ય સ્તરની ચૂંટણી કોઈપણ રાજકીય પક્ષ પોતાની ચિહ્નનો ઉપયોગ કર્યા વગર પોતાના સમર્પિત ઉમેદવારોને જીતાડવા તમામ પ્રયાસ કર્ છે. આ ચૂંટણીમાં પહેલી વખત મોટી ચૂંટણીની જેમ અનેક ગામોમાં મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે ઉમેદવારોએ પરંપરાગત પ્રયોગો સાથે વિવિધ પ્રકારની ગિફ્ટની વહેંચણી કરીને સ્પર્ધાનું તત્વું ઉમેર્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના ચૂંટણી પંચે ગયા મહિને 10812 ગ્રામ પંચાયત, 10221 સરપંચ અને 89049 સભ્યો-વોર્ડ માટે 19 ડિસેમ્બરે ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. આ પૈકી 1197 ગ્રામ પંચાયત સંપૂર્ણ બિનહરિફ થઈ હતી જ્યારે 9669 સભ્ય પણ બિનહરિફ જાહેર થયા હતા. આ સિવાય 6446 ગ્રામ પંચાયત આંશિક બિનહરિફ થઈ હતી. એમાં 451 સરપંચ અને 26254 સભ્ય વોર્ડ પણ બિનહરિફ થયા હતા, જ્યારે 2651 ગ્રામ પંચાયત, 65 સરપંચ અને 3155 સભ્યની જગ્યા માટે રાજકીય પક્ષો વચ્ચે બળાબળનાં પારખાં થશે.
મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લાના જોબા ગામ ખાતે એક મહિલા આઈએએસ (IAS) ઓફિસર અને આઈએફએસ (IFS) અધિકારીના લગ્ન થયા તે ખૂબ જ ચર્ચામાં છે. આઈએએસ તપસ્યા પરિહારે યુપીએસસીની પરીક્ષામાં 23મી રેન્ક મેળવી હતી. તેમણે આઈએફએસ અધિકારી ગર્વિત ગંગવાર સાથે લગ્ન કર્યા હતા. તપસ્યાના લગ્ન એટલા માટે ચર્ચામાં છે કારણ કે, તેમણે કન્યાદાન કરાવવાની ના પાડી દીધી હતી. તપસ્યાએ પોતાના પિતાને કહ્યું હતું કે, હું દાનની વસ્તુ નથી, તમારી દીકરી છું. તેમણે લગ્નમાં કન્યાદાનના રિવાજનું પાલન નહોતું કર્યું. ગુરૂવારે જોબા ગામ ખાતે રિસેપ્શન યોજાયું હતું જેમાં બંને પક્ષના સંબંધીઓ અને પરિચિતો સામેલ થયા હતા.
હિંદુ સંસ્કૃતિમાં કન્યાદાનનું વિશેષ મહત્વ છે પરંતુ નરસિંહપુર જિલ્લા ખાતે જન્મેલી તપસ્યા પરિહારે તમામ બંધનો તોડીને પોતાના લગ્નમાં કન્યાદાનની વિધિ ન થવા દીધી. આઈએએસ અધિકારી તપસ્યાના કહેવા પ્રમાણે બાળપણથી જ તેમના મનમાં સમાજની આ વિચારધારાને લઈ લાગતું હતું કે, કોઈ કઈ રીતે મારૂ કન્યાદાન કરી શકે, તે પણ મારી ઈચ્છા વગર. ધીમે ધીમે મેં મારા પરિવારજનો સાથે આ વાતની ચર્ચા કરી અને મારા પરિવારજનો પણ માની ગયા. ત્યાર બાદ વર પક્ષને પણ આ માટે રાજી કરવામાં આવ્યો અને કન્યાદાન વગર જ લગ્ન થઈ ગયા.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ દ્વારા ગુરૂવાર, તા. ૧૬ ડિસેમ્બર, ર૦ર૧ના રોજ સાંજે ૪:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘ડાયટ ટુ ફાઇટ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ’વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાયટિશન અમાનત કાગઝી દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકોને રોજિંદા જીવનશૈલીને તેમજ આરોગ્યને યોગ્ય રીતે જાળવી રાખવા માટે કયા પ્રકારનો આહાર લેવો જોઇએ ? તે દિશામાં મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
ખાણીપીણીની કુટેવોને કારણે લોકોનું આરોગ્ય જોખમાય છે અને તેને કારણે જે વિવિધ સમસ્યાઓ ઉભી થાય છે તે બધી સમસ્યાનું નિરાકરણ રસોડું જ છે : ડાયટિશન અમાનત કાગઝી
ડાયટિશન અમાનત કાગઝીએ જણાવ્યું હતું કે, હાલના વ્યસ્ત જીવનમાં ખાણીપીણીની જુદી–જુદી કુટેવોને કારણે લોકોનું આરોગ્ય જોખમાય છે અને તેને કારણે જે વિવિધ સમસ્યાઓ ઉભી થાય છે તે બધી સમસ્યાનું નિરાકરણ રસોડું જ છે. લોકો બહારનું ખાવાનું ટાળે અને માત્ર ઘરના રસોડામાં બનેલી આરોગ્યપ્રદ ચીજવસ્તુઓ આરોગે તો મોટાભાગના લોકોને આરોગ્યની વિવિધ સમસ્યાઓમાંથી છુટકારો મળી જાય તેમ છે. બિનઆરોગ્યપ્રદ ચીજવસ્તુઓના સેવનથી બ્લડપ્રેશર, ડાયાબિટીસ, પેટની બિમારી, કેન્સર અને હૃદયની બિમારીઓનો સામનો કરવો પડે છે. આથી કિચનમાં પણ સંતુલિત આહાર બનાવવામાં ગૃહિણીઓએ કઇ – કઇ કાળજી રાખવી જોઇએ તેના વિશે તેમણે વિસ્તૃત માહિતી આપી હતી.
તેમણે ફૂડ પ્લાનિંગ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દિવસ દરમ્યાન વ્યકિતની ભોજન પચાવવાની પાચનશકિત વધારે સક્રીય હોય છે, જે સાંજ બાદ ઘટતી જાય છે. આથી સવારે આઠ કલાકે પેટ ભરીને નાસ્તો લેવો જોઇએ. ત્યારબાદ સવારે સાડા દસ કલાકે ખાવાની ઇચ્છા થાય તો આરોગ્યપ્રદ વસ્તુઓ ખાઇ શકાય છે અને બપોરે એક કલાક સુધીમાં બપોરનું ભોજન લઇ લેવું જોઇએ. ત્યારબાદ સાંજે ચાર કલાકે નાસ્તો લઇ શકાય અને રાત્રે આઠ કલાકે હલકું ભોજન લેવું જોઇએ. રેડીમેડ ફૂડ પેકેટ્સ ખરીદતી વખતે પણ શું કાળજી રાખવી જોઇએ ? તેની વિસ્તૃત ચર્ચા તેમણે કરી હતી.
ઉપરોકત સેમિનારમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન રમા નાવડીયાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ડો. અમિ યાજ્ઞિકે સેમિનારનું સંચાલન કર્યુ હતું. જ્યારે વિમેન આંત્રપ્રિન્યોર સેલના એડવાઇઝર સ્વાતી શેઠવાલાએ વકતાનો પરિચય આપ્યો હતો. અંતે લેડીઝ વીંગના કો–ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યુ હતું.
કર્ણાટક વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસી ધારાસભ્ય કેઆર રમેશ કુમારે મહિલાઓ માટે ખૂબ જ આપત્તિજનક અને અસંવેદનશીલ ટિપ્પણી કરી છે. તેમણે વિધાનસભામાં કહ્યું હતું કે, ‘જ્યારે બળાત્કારને રોકી નથી શકાતો તો સૂવો અને મજા માણો.’ ચોંકાવનારી વાત એ છે કે, કોંગ્રેસી ધારાસભ્યની આ ટિપ્પણી પર વિધાનસભા અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી આપત્તિ દર્શાવવાના બદલે ઠહાકા મારીને હસવા લાગ્યા હતા.
હકીકતે ધારાસભ્ય કર્ણાટકમાં આવેલા પૂર અને તેના કારણે પાકને જે નુકસાન થયું તેને લઈ ચર્ચા અને વિવાદની માગણી કરી રહ્યા હતા. વિધાનસભામાં તેને લઈ જોરદાર હંગામો થઈ રહ્યો હતો. સ્પીકરે ધારાસભ્યોને સમજાવવા માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ હંગામો શાંત નહોતો થયો. ત્યાર બાદ સ્પીકર હેગડેએ કહ્યું હતું કે, ‘રમેશ કુમાર તમે જાણો છો, હવે મને લાગી રહ્યું છે કે મારે આ સ્થિતિને એન્જોય કરવી જોઈએ. મેં નક્કી કર્યું છે કે, હવે કોઈને પણ રોકવાનો અને સ્થિતિ સંભાળવાનો પ્રયત્ન નહીં કરૂં. તમે લોકો ચર્ચા કરો.’
ત્યારે કોંગ્રેસી ધારાસભ્ય રમેશ કુમારે કહ્યું કે, ‘એક જૂની કહેવત છે… જ્યારે બળાત્કારને રોકી ન શકાય ત્યારે સૂવો અને મજા માણો. હાલ તમારી સ્થિતિ બિલકુલ એવી જ થઈ ગઈ છે.’
આ વિવાદિત ટિપ્પણી બાદ રમેશ કુમાર હવે ખરાબ રીતે ઘેરાઈ ગયા છે. તેમની જ પાર્ટીના મહિલા ધારાસભ્યોએ તેમના વિરૂદ્ધ મોરચો માંડી દીધો છે. કોંગ્રેસી ધારાસભ્ય ડો. અંજલી નિમ્બાલકરે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીને સદન પાસે મહિલાઓની માફી માગવાની માગણી કરી છે. અન્ય એક કોંગ્રેસી ધારાસભ્ય સૌમ્યા રેડ્ડીએ પણ જે બન્યું તે યોગ્ય નથી તેમ કહીને માફીની માગણી કરી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક મુદ્દે આખરે સરકારે પેપર ફૂટ્યાનું સ્વીકાર્યું છે અને આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ ખુલાસાઓ કર્યા છે. તેમણે મીડિયાને જણાવ્યું કે, ‘પહેલા ક્યારેય પગલાં નહીં લેવાયા તેવા પગલાં આ કેસમાં લેવામાં આવશે. ગુનેગારને એવી સજા કરવામાં આવશે કે ભવિષ્યમાં ફરી કોઈ આવું કરવાની હિંમત નહીં કરે.’
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, પેપર લીક કેસમાં અત્યાર સુધી 6 લોકોની ધરપકડ કરી છે. આ મામલે પ્રાતિંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પોલીસે 406, 409, 420, 120 મુજબ ગુનો દાખલ કર્યો છે, અને આગામી સમયમાં વધુ કલમો ઉમેરવામાં આવશે. કેસમાં હજી 4 આરોપી ફરાર છે અને જલ્દીથી તેમની પણ ધરપકડ કરવામાં આવશે. હાલ કેસની તપાસ ચાલી રહી છે અને આ અંગે વધુ માહિતી આપવામાં આવશે. તેમજ કેસના મૂળ સુધી પહોંચ્યા બાદ પરીક્ષા રદ કરવી કે નહીં તે અંગે નિર્ણય લેવાશે.
ગૃહ રાજ્યમંત્રી વધુમાં જણાવ્યું હતું કે, મામલો સામે આવ્યા બાદ 3 દિવસ સુધી સતત તપાસ ચાલી હતી. જેમાં સામે આવ્યું હતું કે, એક જ જિલ્લામાં 3 ગ્રુપમાં પેપર સોલ્વ કરવામાં આવ્યા હતા. પોલીસે પહેલા શકમંદોને પકડવાનું કામ કર્યું હતું અને પહેલા જ દિવસે 6 લોકોને પકડી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે પ્રાતિંજ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો સાથે હવે ફરિયાદ નોંધવામાં છે. કેસના મૂળ સુધી પહોંચવા માટે સરકાર કટિબદ્ધ છે અને સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Reported on 16/12/21
હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયાના મામલે ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ કરેલો ઈ-મેઈલ જિલ્લા પોલીસને મળતા LCBએ તપાસ તેજ કરી છે અને કૌભાંડમાં સંડોવાયેલા શખ્સોની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે, સમગ્ર મામલે આજે રાજ્ય સરકાર દ્વારા વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.
પ્રાંતિજના ઉંછાના એક ફાર્મ હાઉસમાંથી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયા હોવાનો યુવરાજસિંહ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને યુવરાજસિંહે તેના પુરાવા મીડિયા સામે પણ મૂક્યા હતા અને બે કારના નંબર પણ જાહેર કર્યા હતા જે તપાસ દરમિયાન હિંમતનગર બાયપાસ રોડ પરથી મળી આવી હોવાનું જાણવા મળ્યું છે.
પેપર લીક કૌભાંડ મામલે સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે, ત્યારે શંકાસ્પદ નંબરોવાળી બંને કાર હિંમતનગરથી મળી આવતા મામલો વધુ ગરમાયો છે. યુવરાજસિંહે જાહેર કરેલી ગાંડી નંબરના માલિક મીડિયા સામે આવ્યા હતા અને આ ષડયંત્રમાં તેમની કોઈ ભૂમિકા નથી તેવી સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, છેલ્લા 20 દિવસથી ગાડી મારી પાસે જ છે. સીસીટીવી ફૂટેજ તથા સમગ્ર પુરાવા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મિટીંગનો દોર જારી રાખ્યો હતો અને તપાસની માહિતી મેળવી હતી. તેઓ સાબરકાંઠા પોલીસના પણ સતત સંપર્કમાં રહ્યા હતા. જેથી શુક્રવાર એટલે કે આજે રાજ્ય સરકાર દ્વારા આ મામલે વધુ સત્તાવાર માહિતી અપાશે તેવું જાણવા મળ્યું છે.
પેપર લીક મામલે હજી સઘન તપાસ ચાલી રહી છે, ત્યારે સંપૂર્ણ પરીક્ષા રદ કરવામાં આવશે કે જે ઉમેદવારોએ પેપર ફૂટી ગયા તેનો લોભ લીધો છે તેટલાની રદ કરાશે તે સવાલ ઉભો થયો છે. ગૌણ સેવા પસંદગી મંડળના પદાધિકારીઓ આ મામલે પોલીસ તપાસમાં શું નીકળે તેની રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ પેપર ફૂટ્યાની માહિતી અને પુરાવા મીડિયા સમક્ષ રજૂ કરનાર યુવરાજસિંહનું કહેવું છે કે, નૈતિકાના આધારે અસિત વોરા રાજીનામું આપે. જો કે, શિક્ષણમંત્રી અસિત વોરાના સમર્થનમાં નિવેદન આપ્યું છે અને કહ્યું કે સમગ્ર મામલની તપાસ કરવામાં આવશે.
યુનિવર્સલ સ્પીરીચ્યુઅલ અપલીફ્ટમેન્ટ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ‘માનવ મહેક મોહન મિત’ વિષય પર જ્ઞાન-ભક્તિનાં અનોખા કાર્યક્રમનું આયોજન તા.૧૯ ડિસેમ્બર, ૨૦૨૧, રવિવારે સાંજે ૬:૦૦ વાગે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ટ્રસ્ટની યૂટ્યુબ ચેનલ પર લાઈવ પ્રસારણ થવાનો છે.
આ ટ્રસ્ટની સ્થાપના પૂજ્ય શ્રી સુરેશ કોઠારીએ કરી છે. તેઓએ ૧૭મી ડિસેમ્બર,૧૯૭૨ ના દીવસે જીવતાં જ મૃત્યુનો અનુભવ કર્યો હતો. તે દરમિયાન તેઓને દિવ્ય પ્રીત-પ્રકાશ-ગતિની અનુભૂતિ થઈ હતી. અને ત્યારબાદ એમના જીવનમાં એક વળાંક આવ્યો અને તેમની આધ્યાત્મિક અંતર યાત્રાને નવો વેગ મળ્યો. આ અનુભૂતિ બાદ તેઓ સહજ સમાધિમાં સરી જતાં અને પ્રભુ સંદેશાઓને ઝીલતાં રહેતાં. પ્રભુ સંદેશાઓની પ્રસાદી રૂપે પરમાત્માએ તેમને અઢળક પઘ પદોનું ધન અર્પ્યું.
લગભગ ૮૦૦૦૦થી વધુ પદ્ય પદોનું ધન વિવિધ ભાષાઓમાં ઊતર્યું છે. આ પદ્ય પદોનું સંકલન વિવિધ પુસ્તકો રૂપે કરવામાં આવ્યું છે. અત્યાર સુધી લગભગ ૧૭૫૦૦ પાના જેટલું સંકલન પુસ્તક રૂપે થયું છે. એમાંના કેટલાંક પદ્ય પદોને અમે ભજન રૂપે ગાઈએ છીએ. આ પ્રભુ પ્રસાદીના સંદેશાઓને, જિજ્ઞાસુ ભક્તોને અર્પણ કરવાના હેતુથી આ ટ્રસ્ટની સ્થાપના થઈ છે.
અમારી સંસ્થા આશરે ૩૦ વર્ષથી પ્રભુના આ ધનને સમાજમાં અર્પણ કરવાં જ્ઞાન-ભક્તિનું આયોજન પ્રત્યક્ષ રૂપે મુંબઈ તથા ગુજરાતનાં જુદાં જુદાં ગામોમાં કરે છે. તદ્ઉપરાંત ડિજીટલ મિડીયાના માધ્યમ દ્વારા પણ અમે આ પ્રભુ સંદેશાઓને પ્રસરાવીએ છીએ. આ જ્ઞાન-ભક્તિના આયોજન પાછળનો હેતુ એક જ છે, કે પ્રભુ પ્રસાદીના અક્ષર શબ્દોનું ધન વધુ ને વધુ લોકોમાં વહેંચી શકાય. કોવિડની મહામારીને લીધે આ વરસે પણ પ્રત્યક્ષ મળવાનું શક્ય નથી, તેથી ડિજીટલ મિડીયા (યૂટ્યુબ – ફેસબુક લાઈવ) દ્વારા આપ જ્ઞાન-ભક્તિના આ કાર્યક્રમમાં અમારી સાથે જોડાઈ શકશો.
સંસ્થાની યૂ ટ્યુબ ચેનલ પર આપ અન્ય ભક્તિ સત્સંગના કાર્યક્રમો તથા ભજનો પણ જોઈ શકશો. આ ભક્તિ સત્સંગમાં પ્રત્યક્ષ તથા ઓનલાઈન જોડાવા માટે આપની વિગત અમને ઈમેઈલ દ્વારા મોકલાવી શકો છો, જેથી તમને ભવિષ્યના સત્સંગની જાણ કરી શકાય. અમારી વેબ સાઈટ પર ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓ, ઉદ્દેશ, તથા પુસ્તકો વિશે આપને વધુ જાણકારી મળશે.
સુરતમાં બાળકીઓ સાથે દુષ્કર્મ આચરનારા આરોપીઓને કોર્ટમાં તાબડતોડ રીતે ઝડપી કાર્યવાહી કરીને સજા સંભળાવાઈ રહી છે. ત્યારે ડીસેમ્બર-2020 દરમિયાન પાંડેસરા વિસ્તારની દસ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી ઈંટના ઘા મારી હત્યા કરનાર આરોપી દિનેશ બૈસાણેને ગઈ તા.10મી ડીસેમ્બરના રોજ એડીશ્નલ સેશન્સ જજ એ.એન.અંજારીયાએ તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો. જ્યારે આજે તા.16મી ડિસેમ્બર 2021ના રોજ સજા સંભળાવતા દોષિતને ફાંસીની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
હાલમાં લાજપોર જેલમાં જેલવાસ ભોગવતા આરોપી દિનેશ બૈસાણે વિરુદ્ધ પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યાર બાદ સ્પીડી ટ્રાયલમાં મહત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષી, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફૂટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ,ભોગ બનનારનાં માતા-પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
પાંડેસરા વિસ્તારમાં રહેતી 10 વર્ષની બાળકી તા.7-12-2020ના રોજ પોતાના મોટા કાકાના ઘરની બહાર એકલી રમતી હતી. ત્યારે આરોપી દિનેશ દશરથ બૈસાણેએ તેને વડાપાંઉ ખવડાવવાની લાલચ આપી હતી અને નાસ્તાની લારી પર લઈ ગયો હતો. ત્યાર બાદ તેને ઉધના બીઆરસી કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક સામે ઝાડીમાં લઇ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. બાળાએ પ્રતિકાર કરી આરોપીની જમણા હાથની આંગળી પર બચકું ભરી લીધું હતું. આરોપીએ ઉશ્કેરાઇ જઈને બાળકીને માથા પર ઈંટના 7 ઘા મારી હત્યા કરી દીધી હતી. બાળકીના વાલીએ આરોપી સામે અપહરણ, દુષ્કર્મ-હત્યા અને પોક્સો એક્ટના ભંગ અંતર્ગત ફરિયાદ નોંધાવતાં પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
આરોપી દિનેશ બૈસાણે વિરુદ્ધ પોલીસે 15 દિવસમાં જ 232 પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યાર બાદ સ્પીડી ટ્રાયલમાં મહત્ત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષીઓ, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફૂટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ,ભોગ બનનારનાં માતા-પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આઝાદ ભારતનાં ઘડવૈયા લોખંડી મનોબળના ધણી એવાં સરદાર વલ્લભભાઈ પટેલની 71 મી પુણ્યતિથી દિને તા. 15-12-2021 નાં રોજ તેમને શ્રદ્ધાંજલિ રૂપે હાલનાં વર્તમાન સમયમાં દરેક બ્લડબેંક માં બ્લડની હાલ ખુબ જ અછત હોય સફળ બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન લોકસમર્પણ બ્લડ બેંક મિનીબજાર સુરત ખાતે થયું હતું.
સરદારધામ યુવા તેજ તેજસ્વીની સંગઠન સુરત દ્વારા યોજાયો હતો રક્તદાન શિબિર
કાર્યક્રમનું સંચાલન સરદારધામ યુવા તેજ-તેજસ્વિની સંગઠન – સુરત દ્વારા લોકસમર્પણ રક્તદાન કેન્દ્રનાં સહકારથી આયોજન થયું હતું ‘સરદારધામ યુવા તેજ- તેજસ્વિની’નાં મેમ્બરો અને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા સૌપ્રથમ સરદાર સાહેબની પ્રતિમા મિનીબજાર ખાતે પુષ્પાજંલિ અર્પીને વિધિવત રીતે દિપપ્રાગટ્ય કરીને શરૂઆત કરી હતી. લોકોમાં બ્લડ ડોનેટ કરવાનો જોશ અને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ રૂપે પોતાનું બ્લડ ડોનેટ કરીને સાહેબની પુણ્યતિથી દિવસે કાંઈક સામાજીક દાયત્વ નિભાવ્યાનો અહોભાવ સ્પષ્ટ વર્તાતો હતો.
આ કેમ્પમાં દરેક સમાજના લોકો અને વધુ કરીને યુવાનોમાં એક અનેરો ઉત્સાહ હતો. આ કેમ્પ દ્વારા શહેરમાં એક એવો મેસેજ આપ્યો છે કે સાંમ્પ્રત સમયમાં બલ્ડની પડતી ઘટને પૂર્તી કરવી એ આપણું સામાજીક દાયત્વ છે. સાથે સાથે લોકસમર્પણ બ્લડબેંક દ્વારા 350 થેલેસીમીયા પીડીત બાળકો ને દર 20 થી 30 દિવસનાં અંતરે બ્લડ ચડાવવું પડે છે જે બ્લડ બેંક નિ:શુક્લ ત્રીજા માળ પર અવીરત સેવા આપી રહી છે
ગુજરાતમાં સરકારી બેન્કોના 70,000 જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતરશે. સરકારી બેંકોનું મોટું નેટવર્ક ગ્રામિણ વિસ્તારોમાં કાર્યરત છે. શહેરી વિસ્તારોના બેંક ખાતેદારો મોટા ભાગે ઇલેક્ટ્રોનિક બેંકિંગ કરે છે તેમને હડતાળની ઝાઝી અસર નહીં થાય, એટલું જ નહીં પણ શહેરી વિસ્તારોમાં પ્રાઇવેટ બેંકોનું ચલણ વધારે છે. આથી સરકારી બેંકોની બે દિવસની હડતાળની સીધી અસર ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારો પર પડશે.
જાહેર ક્ષેત્રની બેન્કોના પ્રસ્તાવિક ખાનગીકરણના વિરોધમાં બેન્કના અધિકારીઓ અને અન્ય કર્મચારીઓએ બે દિવસ હડતાલ રાખવાની જાહેરાત કરી છે. મહા ગુજરાત બેન્ક એમ્પલોઈસ અસોસિએશનના અનુમાન અનુસાર બે દિવસ સુધી ગુજરાતમાં લગભગ 4800 બેન્ક શાખાઓ બંધ રહેવાની છે, જેના પરિણામે 20,000 કરોડના ટ્રાન્ઝેક્શન પ્રભાવિત થશે.
બેન્કો બંધ રહેશે તો વેપાર મોટા પ્રમાણમાં પ્રભાવિત થશે. બેન્ક કર્મચારીઓની ફરિયાદ અને સમસ્યા ચોક્કસપણે સ્વાભાવિક અને ગંભીર હશે પરંતુ આ રીતે બેન્કો બંધ રાખવાથી બિઝનેસને કોઈ ફાયદો નહીં થાય. ગામડાઓ અને નાના શહેરોમાં સરકારી બેન્કોનું નેટવર્ક ઘણું વધારે છે. માટે જો સતત બે દિવસ બેન્કો બંધ રાખવામાં આવશે તો આ જગ્યાઓએ પણ વેપાર ઘણો પ્રભાવિત થશે.
બે દિવસ દરમિયાન ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તો થઈ શકશે પરંતુ જે કામગીરી બેન્કમાં આવીને કરવાની હોય છે તે બેન્ક ખુલ્યા પછી જ પૂરી થઈ શકશે. આ હડતાલમાં આશરે 70,000 બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ ભાગ લેશે તેવી શક્યતા છે.
કેન્દ્ર સરકાર સામે આરોપ
જાહેર ક્ષેત્રની બેન્કો કર્મચારીઓ અને અધિકારીઓ કેન્દ્ર સરકારના બેન્કિંગ રેગ્યુલેશન એક્ટનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે કેમકે એક્ટ અંતર્ગત રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકરણનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સરકારી યોજનાઓ જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવે છે. આ બેન્કોને વધારે મજબૂત કરવાના સ્થાને સરકાર તેમને બંધ કરવાની યોજના તૈયાર કરી રહી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.