CIA ALERT
09. May 2024

gujarat weather Archives - CIA Live

November 27, 2023
weather-forecast.jpg
1min375

રાજ્યભરમાં કમોસમી માવઠાએ જોર પકડ્યું છે, મોટાભાગના જિલ્લાઓ વરસાદ સાથે અસહ્ય ઠંડીનો પણ સામનો કરી રહ્યા છે, તો ઘણા જિલ્લાઓમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે, ત્યારે રાજ્યમાં સવારે 6.00 વાગ્યાથી સાંજે 4.00 વાગ્યા સુધીમાં કુલ 220 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના ભાભર તાલુકામાં 2 ઈંચ વરસાદ, તો રાજ્યના 8 જિલ્લાઓમાં દોઢ ઈંચ, 17 તાલુકાઓમાં 1 ઈંચ, જ્યારે 65 તાલુકાઓમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

March 6, 2022
weather-forecast.jpg
1min241

હવામાન નિષ્ણાંતે જણાવ્યું હતું કે, બંગાળનાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે જેની અસર ગુજરાતનાં વાતાવરણ પર જોવા મળશે. જેને કારણે 6 માર્ચ પછી અને 10 તારીખ સુધીમાં વાતાવરણમાં થોડો પલટો આવશે. આ વચ્ચેનાં દિવસોમાં એટલે કે 7, 8 અને 9 તારીખ સુધીમાં રાજ્યમાં કમોસમી વરસાદ આવે તેવી પુરેપુરી શક્યતાઓ છે. માર્ચ મહિનામાં પણ વારંવાર વાતાવરણ પલટો આવશે. જેનું કારણ છે, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. જ્યારે ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં પશ્ચિમ વીક્ષેપના કારણે બરફ વર્ષા, અને કમોસમી વરસાદ થવાનું અનુમાન છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે.

ગુજરાતમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 5 માર્ચથી 12 માર્ચ દરમિયાન હળવા કમોસમી વરસાદ રહેવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં 8થી 10 માર્ચ દરમિયાન સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની શકયતા છે. તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં પણ વાતાવરણ પલટો આવી શકે છે. જોકે, આ વરસાદ હળવો હોય શકે છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં 6/3/22થી કેટલાક દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહે તેવી શકયતા છે. તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વાદળ છાયું વાતાવરણ રહેવાની વકી છે. વિપરીત વાતાવરણના કારણે ખેતીના પાકને નુકસાન થાય છે. જોકે 6 થી 12 માર્ચના વાતાવરણના પલટાની શક્યતાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કારણ કે, હવે શિયાળુ પાક તૈયાર થઇ રહ્યો છે અને તેવામાં જ સામાન્ય વરસાદની અગાહીએ ચિંતા વધારી છે. જો કમોસમી વરસાદ થાય તો ઉભા પાકમાં રોગ થવાની શકયતા રહે.