CIA ALERT
25. April 2024
July 23, 20221min233

Related Articles



મંદીના માહોલમાંથી પસાર થતા ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે WEAVE-KNITT ગેમચેન્જર પુરવાર થશે

Share On :
Print Friendly, PDF & Email

તા.23મીને શનિવારથી સુરતના સરસાણા ખાતે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આયોજિત વીવનીટ ફેબ્રિક એક્સ્પોનો આરંભ થઇ રહ્યો છે. વીવનીટ એક્ષ્પોમાં અનેક આકર્ષણો પૈકી સૌથી મોટું આકર્ષણ ફેબ્રિક બાયર્સ માટે એ છે કે સુરતમાં ઉત્પાદિત થતા 1000થી વધુ જાતોના કાપડની વિશાળ રેન્જ ડિસ્પ્લેમાં મૂકાશે.

ચેમ્બરના નવનિર્વાચીત પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાળા, આશિષ ગુજરાતી, રમેશ વઘાસીયા, ભાવેશ ટેલર, બિજલ જરીવાલા, મયુર ગોલવાલા, દિપુ અગ્રવાલ, આકાશ ભાદાણી વગેરેએ વીવનીટની માહિતી આપવા માટે યોજેલી પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે વીવનીટ એક્ષ્પોમાં દુબઇ અને ચીનથી આંતર રાષ્ટ્રીય બાયર્સ આવી રહ્યા છે આ ઉપરાંત ભારતના કુલ 125 જુદા જુદા શહેરો, નગરોમાંથી કાપડના રિટેલ વેપારીઓ વીવનીટ એક્ષ્પોમાં આવી રહ્યા છે. આ ઉપરાંત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ કે જેઓ સૌથી વધુ કાપડ ખરીદતા હોય છે એના સંગઠનના 4 હજારથી વધુ મેમ્બર્સને વીવનીટમાં ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. વીવનીટ એક્ષ્પો જેટલી મોટી રેન્જમાં કાપડ ભારતમાં અન્ય ક્યાંય જોવા કે ખરીદવા નહીં મળી શકે.

કમળની ડાળીમાંથી કાપડ, આખી ટેક્નોલોજીનો લાઇવ ડેમો
વીવનીટ એક્ષ્પોમાં સસ્ટેનેબલ બાયો ડીગ્રેડેબલ ફેબ્રિકસ વિવનીટ પ્રદર્શનની થીમ રહેશે. જેમાં કમળ (લોટસ) સ્ટેમ ડાળીમાંથી ઉપલબ્ધ થતા ફાયબરમાંથી બનાવવામાં આવેલું ફેબ્રિકસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કલોથીંગ એન્ડ ટેકસટાઇલ્સ વિભાગના ફેકલ્ટી તેમજ પીએચ.ડી. સ્કોલર સુમી હલદર દ્વારા લોટસ સ્ટેમ ફાયબરમાંથી વિવિધ ફેબ્રિકસ બનાવવામાં આવ્યા છે અને તેઓ પણ ખાસ કોઇમ્બતુરથી આવીને આ પ્રદર્શનમાં ભાગ લઇ રહયા છે.

સુરતીઓની જુગાડ ટેક્નોલોજી, દેશી શટલ લૂમ્સ પર એમ્બ્રોઇડરી સાથેનું કાપડ તૈયાર કરે છે
સુરતના કેટલાક વીવીંગ કારખાનેદારોએ દાયકાઓ જૂની કાપડ બનાવવાની ટેક્નોલોજી અને મશીનરી કે જેને દેશી શટલ લૂમ્સ કહેવાય છે, આ શટલ લૂમ્સ પર અખતરાઓ કરીને તેમાંથી એક આધુનિક પ્રકારના કાપડનું ઉત્પાદન શરૂ કર્યું છે અને હવે એ જુગાડ ટેક્નોલોજીની મદદથી કમર્શિયલ બેઝ પર એમ્બ્રોઇડરી સાથેનું કાપડ તૈયાર કરી રહ્યા છે અને આ કાપડ પણ વીવનીટ એક્ષ્પોમાં ડિસ્પ્લે થવા જઇ રહ્યું છે. આ પ્રકારની દેશી જુગાડ ટેક્નોલોજીથી કાપડ તૈયાર કરી રહેલા આકાશ ભાદાણીએ જણાવ્યું હતું કે દેશી શટલ લૂમ્સ પર તૈયાર થતા એમ્બ્રોઇડરી સાથેના ફેબ્રિકનો હોલસેલ રેટ પ્રતિ મીટરના રૂ.75થી 150-200 જેવી રેન્જ અને ક્વોલિટી એવો ભાવ મળે છે. સ્થાનિક બજારમાં ખરીદારો ન હોવાથી આ પ્રકારનું કપડું વિદેશી ખરીદારો જ ખરીદ કરે છે અને તેના મોટા ઓર્ડર પણ મળી રહ્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :