CIA ALERT
04. May 2024
July 23, 20221min256

Related Articles



IND vs WI 1st ODI : ભારતે વેસ્ટ ઈન્ડીઝને 3 રનથી હરાવ્યું

Share On :
Print Friendly, PDF & Email

ભારતીય ટીમે વેસ્ટઈન્ડીઝ પ્રવાસમાં વિજય સાથે રમતની મહેફિલનો આરંભ કર્યો છે. ટીમ ઈન્ડિયાએ 3 મેચની વનડે સીરિઝના પહેલા મુકાબલામાં વેસ્ટઈન્ડીઝને 3 રનથી હરાવ્યું છે. આ વિજયના મુખ્ય હીરો શિખર ધવનથી વધુ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને વિકેટકીપર સંજૂ સેમસન પણ છે. 

97 રનની ઈનિંગ બાદ ધવન પ્લેયર ઓફ ધ મેચ તરીકે ઉભરી આવ્યા હતા. પરંતુ સિરાજે છેલ્લી ઓવરમાં વિન્ડીઝ ટીમને જીતવા માટે 15 રન નહોતા કરવા દીધા અને મેચ પલટી દીધી હતી. અંતિમ ઓવરમાં સેમસને પણ શાનદાર ડાઈવ લગાવીને 4 રન બનાવ્યા હતા. જો સેમસન એમ ન કરી શકેત તો મેચ હાથમાંથી નીકળી જાત. 

મેચમાં 309 રનના ટાર્ગેટનો પીછો કરીને વિન્ડીઝ ટીમે 49 ઓવરમાં 6 વિકેટમાં 294 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 15 રનની જરૂર હતી અને ક્રીઝ પર રોમારિયો શેફર્ટ 31 તથા અકીલ હુસૈન 32 રન બનાવીને રમી રહ્યા હતા. 

સંજૂએ ડાઈવ મારીને મેચ બચાવી

ત્યારે અંતિમ ઓવર લઈને આવેલા મોહમ્મદ સિરાજે માત્ર 11 રન બનાવવા દીધા હતા. સિરાજની તે ઓવરમાં માત્ર એક જ બાઉન્ડ્રી (4) લાગી હતી જે શેફર્ટે લગાવી હતી. જોકે જોવા જેવી વાત એ છે કે, વિન્ડીઝ ટીમને અંતિમ 2 બોલમાં 8 રનની જરૂર હતી. ત્યારે શેફર્ડ રણનીતિ પ્રમાણે લેગ સાઈડમાં વધુ પડતું પાછળ રહીને રમી રહ્યા હતા. તે સમયે સિરાજે શેફર્ડને ફોલો કરીને પગ તરફ બોલ નાખ્યો હતો પરંતુ તે વધુ પડતો લેડ સાઈડ જતો રહ્યો હતો. 

આ કારણે બોલ વાઈડ થઈ ગયો અને ચોગ્ગા માટે જવાનો જ હતો કે, વિકેટકીપર સંજૂ સેમસને પોતાની પૂરી તાકાત લગાવીને ડાઈવ મારી હતી. સંજૂએ પોતાની સ્ટ્રેચનો પરચો બતાવીને બોલને ઝડપી લીધો હતો અને વિન્ડીઝને વાઈડનો માત્ર એક જ રન મળી શક્યો હતો. જો તે 4 જાત તો તેમને 5 રન મળી જાત.. તેવામાં પછી અંતિમ 2 બોલમાં જીતવા માટે માત્ર 3 જ રનની જરૂર રહેત પરંતુ સંજુએ 4ને રોકીને મેચ પોતાની કરી લીધી. 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :