CIA ALERT
18. May 2024
January 3, 20191min14770

Related Articles



ઝેરી સાપ વેચવાનો ધંધો : 30 સાપના બદલામાં રૂ.12 લાખ : સોદો કરનારા ઝડપાયા

Share On :
Print Friendly, PDF & Email

રુપિયા માટે લોકો કેવા કેવા ધંધા કરવામાં ઉતરી પડ્યા છે. ગુજરાતમાંથી પહેલું એવું કૌભાંડ પકડાયું છે જેમાં ગુજરાતના જંગલોમાંથી ઝેરી સાપ પકડીને મુંબઇ વેચી મારવામાં આવે છે. સાબરકાંઠાના રાયગઢ ફોરેસ્ટ રેન્જમાંથી એવા ચાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે જેઓ કોબ્રા, રસેલ વાઇપર જેવા 30 ઝેરી સાપ પકડીને મુંબઇ આપવાના હતા જેના બદલામાં મુંબઇના કૌભાંડ ઓપરેટરો તેમને રૂ.12 લાખ રોકડા આપવાના હતા.

મુંબઇમાં દવા બનાવતી કંપનીઓને અત્યંત ઉપયોગી સાપનું ઝેર વેચવાના ધંધા સાથે સંકળાયેલા બે વ્યક્તિઓએ ગુજરાતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જંગલોમાંથી 30 સાપ પકડવાના 12 લાખ રૂપિયા ઓફર આપતા હોવાનું બહાર આવ્યું છે. સાપને મુંબઈ લાવવાની જવાબદારી પરેશ અને રાહુલ દ્વારા કરવામાં આવતી હતી.

ગુજરાતમાં સાપ પકડવાનું કામ કરતા ચાર લોકોનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને આ ચાર જણા પાસેથી ગુજરાતમાં કોબ્રા અને ‘રસેલ વાઈપર’ જેવા ઝેરી સાપ ક્યાંથી મળે એની વિગતો લેવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતમાં સ્વૈચ્છિક રીતે સાપ પકડવાનું કામ કરતા અને શહેરોમાંથી મળી આવતા સાપને જંગલમાં છોડવાનું કામ કરતા પરેશ પુરોહિત, સંદીપ મિસ્ત્રી, કિશન મિસ્ત્રી અને દિવ્ય સોનારાનો સંપર્ક કર્યો હતો. ગ્રેજ્યુએટ થયા પછી કામ નહીં મળતાં સાપ પકડવાનો શોખ રાખતા આ ચાર જણાને 30 સાપ પકડવા બદલ 12 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા.

મુંબઈના પરેશ અને રાહુલ એમની પાસેથી આ ઝેરી સાપ 15 જાન્યુઆરી પછી લેવા આવવાના હતા. આ ચારેય જણા સાપ વિષે જાણકાર હતા પરંતુ દક્ષિણ ગુજરાતમાં સાપ પકડવા મુશ્કેલ હતા અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને ગીરના જંગલોમાં સાપ આસાનીથી પકડી શકાય એમ હોવાથી એમને અહીંથી સાપ પકડવાનું શરૂ કર્યું હતું આજે સાબરકાંઠાના રાયગઢ ફોરેસ્ટ ઓફિસરને બાતમી મળતાં સફેદ કારમાં 3 સાપ સાથે એમની ધરપકડ કરી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :