CIA ALERT
06. May 2024
March 23, 20207min19950

Related Articles



24મી માર્ચનો સૂર્યોદય ભારત બંધ સાથે : ભારતમાં 728માંથી 606 જિલ્લાઓમાં લૉકડાઉન : ભારતમાં 498, ગુજરાતમાં 33 સૂરતમાં 06 કેસ

Share On :
Print Friendly, PDF & Email

વિશ્વમાં 1 લાખથી વધુ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે, ભારતમા 37 દર્દીઓ સાજા થયા

Jayesh Brahmbhatt 98253 44944

તા.24મી માર્ચ 2020નો સૂર્ય ભારત બંધ સાથે ઉગ્યો હતો. કોરોના વાઇરસને ભારતમાં ફેલાતો અટકાવવાના ભાગરૂપે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ફરજિયાત લૉકડાઉન લાગૂ કર્યું છે. ભારતમાં કુલ 728 જિલ્લાઓ પૈકી આજે તા.24મી માર્ચ 2020થી તા.31મી માર્ચ 2020 સુધી ભારતના 606 જિલ્લાઓમાં લૉકડાઉન શરૂ થયું છે. લૉકડાઉનને તોડનારા લોકો સામે હવે ફોજદારી રાહે પગલાં ભરવામાં આવી રહ્યા છે. ભારતમાં આ એક અભૂતપૂર્વ સ્થિતિ છે. કોરોના સામે લડવું હશે તો લોકોએ ફરજિયાત એક સપ્તાહ પોતપોતાના ઘરોમાં પૂરાઇ રહેવું પડશે.

ગુજરાતમાં કોરોના પોઝીટવ કેસોની સંખ્યા 33 થઇ, ગાંધીનગર અને સૂરતમાં 2-2 નવા કેસ

તા.23મી માર્ચ 2020ના રોજ સેમ્પલમાં મોકલાયેલા ટેસ્ટમાં ગુજરાતમાં કોરોના પોઝીટીવ હોય એવા 4 નવા દર્દીઓ મળી આવ્યા હતા. આજે સવારે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આપેલી માહિતી મુજબ સૂરતમાં 2 અને ગાંધીનગરમાં 2 મળીને કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ગુજરાતમાં વધીને 33 થઇ છે. આખા દેશમાં તા.23મી માર્ચે 99 નવા કેસો નોંધાયા છે.

  • ગુજરાતમાં હવે ક્યાં કેટલા કેસો
  • અમદાવાદ 13
  • સૂરત 06
  • વડોદરા 06
  • ગાંધીનગર 06
  • કચ્છ 1
  • રાજકોટ 1

Official Press Release of Gujarat Govt.

સૂરતમાં કોરોના દર્દીઓને સારવાર આપતા 9 મેડીકલ સ્ટાફ આઇસોલેશનમાં ખસેડાયા

ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ જ્યાંથી પોઝીટીવ આવ્યો હતો અને ગુજરાતમાં કોરોનાથી પહેલું મોત જ્યાં થયું હતું એ મહાનગર સુરતમાં મહાવીર હોસ્પિટલના ત્રણ સ્ટાફ મેમ્બર્સને સોમવારે નવી સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ સ્ટાફના ત્રણ કર્મચારીઓમાં 26 વર્ષનો એક પુરુષ, 35 વર્ષનો એક પુરુષ અને 36 વર્ષના એક પુરુષનો પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમણે કહ્યું અન્ય છ કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓને પણ નવી સિલિવ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રખાયા છે.

SMCની સ્મિમેર હોસ્પિટલમાં ફરજ બજાવતી 38 વર્ષની નર્સને પણ નવી સિવિલના આઈસોલેશન વોર્ડમાં રખાઈ છે. આ ઉપરાંત અન્ય લોકોમાં 59 વર્ષના એક દર્દી છે જેમણે થોડા દિવસો પહેલા ટ્રેનથી હરિદ્વારની યાત્રા કરી હતી. જ્યારે 40 વર્ષની એક મહિલા અને 22 વર્ષના એક યુવકની કોઈ ટ્રાવલે હિસ્ટ્રી નથી તેમને પણ આઈસોલેશનમાં રખાયા છે.

ગુજરાતમાં કોરોના ત્રીજા સ્ટેજમાં 31મી સુધી આખું રાજ્ય લોકડાઉન

કોરોના મહામારી ભારતમાં ભરડો લેવા લાગી છે ત્યારે જાહેર કરવામાં આવેલા લોકડાઉનને દેશમાં હળવાશથી લેવામાં આવતો હોવાનાં અસંખ્ય કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આજે રાજ્ય સરકારોને લોકડાઉનનો કડકાઈથી અમલ કરાવવા અને તેનું ઉલ્લંઘન કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવાની સૂચના આપી દેવામાં આવી છે.

દેશમાં કોવિડ-19 ઘાતક વાયરસનાં ઝડપી પ્રસારને ધ્યાને લેતા ડઝન જેટલા રાજ્યો અને 80 જિલ્લાઓમાં નિષેધાત્મક આદેશો આપવામાં આવ્યા છે.

આજે તા.24 માર્ચે વડાપ્રધાનનું રાષ્ટ્રજોગ સંબોધન

ભારતમાં સોમવાર તા.23 માર્ચે વધુ 99 કેસ : મૃત્યુઆંક 10

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 100 જેટલા નવા કેસ સામે આવતા સ્થિતિ વધુ ગંભીર બની છે અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો દ્વારા લોકડાઉનના કડકાઈથી પાલન કરાવવાની દિશામાં પગલાં ભરવામાં આવ્યાં છે. ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 496 થઈ છે અને વધુ બે દર્દીના મૃત્યુ થતાં મૃત્યુઆંક 10 થયો છે. કેરળમાં એક જ દિવસમાં 28 જેટલા નવા કેસ સામે આવતા હડકંપ મચ્યો છે અને કેરળના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 91 જેટલી થઈ હતી. મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પણ નવા કેસ સામે આવી ચૂક્યા છે. કોરોનાને રોકવા માટે ગુજરાત, કર્ણાટક, આસામ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને મણિપુર સહિતના રાજ્યોએ પણ લોકડાઉનનું એલાન કર્યું હતું. જેના લીધે હવે દેશના કુલ 22 રાજ્યમાં લોકડાઉન છે. આ ઉપરાંત લોકડાઉન બેઅસર રહેતા મહારાષ્ટ્ર અને પંજાબમાં કર્ફ્યૂ જાહેર કરી દેવામાં આવ્યો હતો.

સોમવારે થયેલા મૃત્યુમાં પશ્ચિમ બંગાળના 55 વર્ષિય દર્દી અને મહારાષ્ટ્રમાં ફિલિપિન્સના રહેવાસીનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં જે દર્દીનું મૃત્યુ થયું તે કોરોના પોઝિટિવમાંથી નેગેટિવ થયો હતો પણ બાદમાં કિડની ફેઇલ થતાં અને શ્વાસ લેવામાં તકલીફના કારણે જીવ ગુમાવ્યો હતો. દેશમાં 10મું મૃત્યુ હિમાચલમાં નોંધાયું હતું જેમાં અમેરિકાથી પરત ફરેલા 69 વર્ષના તિબેટિયન નાગરિકે જીવ ગુમાવ્યો હતો.

ભારતમાં કેસોની રાજ્યવાર સંખ્યા તા.24મી માર્ચે સવારે 8 વાગ્યા સુધીમાં

STATE/UTCONFIRMEDDEATHS
KERALA940
MAHARASHTRA872
KARNATAKA371
TELANGANA320
DELHI311
UP310
GUJARAT291
RAJASTHAN280
HARYANA260
PUNJAB211
LADAKH130
TAMIL NADU90
ANDHRA PRADESH70
WEST BENGAL71
CHANDIGARH60
MADHYA PRADESH60
J&K40
UTTARAKHAND30
HIMACHAL PRADESH31
ODISHA20
BIHAR21

ભારત અને વિશ્વમાં કોરોનાની સરખામણી તા.24 માર્ચ 2020 સવારે 10 કલાકે

દુનિયાના 1,02,000 દર્દીઓ કોરોનાને પછડાટ આપી ચૂક્યા છે

તા.24મી માર્ચ 2020 સવારે 10 વાગ્યે વિશ્વમાં કોરોનાની સ્થિતિ

Coronavirus Cases : 381,635

Deaths : 16,557

Recovered : 102,429

ચીનમાં અત્યારસુધીમાં 81093 કેસ નોંધાયા છે અને 3270ના મૃત્યુ થયા છે. આ ઉપરાંત 72703 લોકો રિકવર થયા છે. ઈરાનમાં 23049 કેસમાંથી મૃત્યુઆંક 1812 છે. જ્યારે 8376 લોકો કોરોના વાયરસની ચેપટમાંથી બહાર આવી ચુક્યા છે. દક્ષિણ કોરિયામાં 8961 કેસ નોંધાયા છે. જેમાંથી 111ના મૃત્યુ થયા છે અને 3166 લોકોનો બચાવ થયો છે.

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ચીન બાદ હવે ઈટાલી સહિત યુરોપના દેશોમાં કોરોના વાયરસે ભીષણ મહામારીનું રૂપ ધારણ કરી લીધું છે. તો ભારત સહિતના એશિયાઈ દેશોમાં પણ કોરોનાનો પ્રકોપ શરૂ થઈ ચૂક્યો છે. જો કે સાવચેતી અને યોગ્ય તબીબી ઉપચાર એવા હથિયાર છે જેનાથી કોરોના વાયરસ પણ મહાત થઈ શકે છે.

અત્યારસુધીમાં દુનિયાભરમાંથી કોવિડ-19ના 3.5 લાખ કેસ સામે આવ્યા છે. જેમાંથી 15296 લોકોએ જીવ ગુમાવ્યો છે. બીજી તરફ 1 લાખ લોકો કોરોનાની ચપેટમાંથી બહાર પણ નિકળી ચૂક્યા છે અને સાવચેતી સાથેનું સામાન્ય જીવન જીવવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
કોરોના વાયરસની દહેશત’ વચ્ચે તબીબો અને સરકાર તરફથી વારંવાર તકેદારી રાખવાનું અને સ્વચ્છતા જાળવવાની સલાહ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કોરોના વાયરસને પછાડનારા દર્દીઓની આપવિતી પણ સામે આવી ચૂકી છે. જેમાં દર્દીઓ કોરોના વાયરસની ગંભીરતાઓ અને તેને હળવાશથી ન લેવાની સલાહ આપવામાં આવે છે. ચીન કોરોનાના મૃત્યુઆંકમાં દુનિયામાં બીજા ક્રમાંકે છે.

મિડીયા હાઉસીસને વડાપ્રધાન મોદીની અપીલ

વડાપ્રધાને તા.23મી માર્ચે અનેક પ્રસાર માધ્યમોનાં સંપાદકો સાથે વિડીયોલિંકથી સંવાદ સાધ્યો હતો. જેમાં વડાપ્રધાન મોદીએ ટીવી ચેનલોને ત્રણ બાબતો ઉપર વિશેષ ધ્યાન આપવાની સલાહ આપી હતી. વડાપ્રધાને સમાચાર ચેનલોને લોકો પોતાનાં ઘરમાં જ રહે તે માટે સ્ટે હોમ અભિયાનનો મહત્તમ પ્રસાર કરવાં કહ્યું હતું. આવી જ રીતે તેમણે લોકો ડિજિટલ પેમેન્ટનો વપરાશ વધારે તે માટે તેને પ્રોત્સાહન આપવા પણ કહ્યું હતું. આ ઉપરાંત લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટેનાં જાગૃતિ અભિયાન ચલાવવા માટે પણ જણાવ્યું હતું.’

Reported on 23 March 2020

ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 29 : ભારતમાં 429 મહારાષ્ટ્રમાં વધુ 1 મોત : મૃત્યુઆંક 09

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા હોઇ લૉકડાઉનનો કડકાઇથી અમલ કરાવવા માટે ગુજરાત સરકારે તમામ તંત્રવાહકોને સૂચના આપી છે. તા.23મી માર્ચને સોમવારે સવારે મળેલી સત્તાવાર માહિતી મુજબ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના નવા 11 પોઝીટીવ કેસો સામે આવ્યા છે. હવે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 29 થઇ છે. સોમવારે અમદાવાદમાં કોરોનાના સૌથી વધારે 6 દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જ્યારે વડોદરામાં 3 અને સુરત-ગાંધીનગરમાં એક-એક નવા દર્દીઓ સામે આવ્યા હતા.

  • કોરોના શહેર પ્રમાણે કેસોની સંખ્યા
  • અમદાવાદ 13
  • વડોદરા 6
  • ગાંધીનગર 4
  • સૂરત 4
  • રાજકોટ 1
  • કચ્છ 2

ગુજરાત સરકારની તા.23 માર્ચની સત્તાવાર માહિતી

સોમવાર તા.23મી માર્ચે સવારે 10 વાગ્યે ભારતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 429 થઇ

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચના જણાવ્યા અનુસાર તા.23મી માર્ચ 2020ને ગુરુવારે સવારે 10 વાગ્યે ભારતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 420 થવા પામી છે. આઇ.સી.એમ.આર. સંસ્થા દ્વારા આપવામાં આવતી માહિતી જ ભારતમાં અધિકૃત સંસ્થા છે.

મહારાષ્ટ્રમાં વધુ એક મોત સાથે રાજ્યનો મૃત્યુઆંક 03 થયો છે. ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 07 થઇ છે.

કોરોનાની અસરથી નાસમજ લોકો ફર્યા કરે છે : પીએમ મોદીએ ટ્વીટ કરવી પડી

સોશ્યલ ડિસ્ટન્સીંગ નહીં પાળીશું તો પરિસ્થિતિ વકરતા વાર નહીં લાગે

સૂરતના લોકોને ખાસ જણાવવાનું કે ઘરમાં બેસી રહીશું તો કોરોનાને વધતો અટકાવવાના સરકાર તેમજ આપણા પ્રયાસો કારગત નિવડશે. કેમકે હજુ પણ કોરોના ઇન્ફેકશનની પરિસ્થિતિ ગંભીર જ છે. જે રીતે સૂરતના લોકો માર્ગો પર બિનજરૂરી રીતે ફરી રહ્યા છે એ પ્રમાણે કોરોનાને લાઇટલી લઇશું તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વકરશે.

ઇટલી, ઇરાન, સ્પેન, અમેરિકા, ચીન વગેરે દેશોના અનુભવો પરથી જણાય છે કે કોરોના વાયરસ જે પણ દેશમાં લાંબા સમય સુધી રહે છે તે ત્યાં વધુ હાહાકાર મચાવે છે. આથી હવે પ્રત્યેક નાગરિકની ફરજ બને છે કે હવે આપણે સૌએ સતર્ક અને સાવચેત રહીએ. જો એક વખત કોરોના વાયરસ ત્રીજા ફેઝમાં દાખલ થઇ જશે તો અંતે ઇટાલી અને અમેરિકા જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે.

સિટીઝન પોતાનું યોગદાન આ રીતે આપી શકે

કોરોના વાયરસને લઈ રાજ્ય અને કેન્દ્ર સરકાર તેમજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કેટલીક એડવાઈઝરી બહાર પાડવામાં આવી રહી છે. જો આપણે તે એડવાઈઝરીનું પાલન નહીં કરીએ તો ચીન અને ઈટાલીમાં હાલ જે પરિસ્થિતિ છે તેવી ભારતમાં પણ થઈ શકે છે. જેથી લોકો થોડા દિવસ માટે ઘરેથી બહાર જવાનું ટાળો, જો તમને શરદી,ઉધરસ અને તાવની તકલીફ હોય તાત્કાલિક ડૉક્ટરનો અથવા રાજ્ય સરકારે જારી કરેલો હેલ્પલાઈન નંબર 104નો સંપર્ક કરો. ઘરમાં કોઈને સર્દી અને તાવ છે તેને સેલ્ફ ક્વોરેન્ટાઈનમાં રહેવું જોઈએ. જેથી ઘરના અન્ય વ્યક્તિને તેનો ચેપ ન લાગે. ખાસતા અને છીંકતા વખતે મો રૂમાલથી ઢાકો અને થોડા થોડા સમયાંતરે હાથ ધોતા રહો. આ રીતે આપણે વાયરસને ફેલાતા રોકી શકીએ છે.

Rajkot : ખોટી અફવા ફેલાવનાર શખસની ધરપકડ

Rajkot કોરોના વાયરસ સંદર્ભે સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનાર બે શખસ વિરુદ્ધ સાયબર ક્રાઈમ દ્વારા ગુનો નોંધી એક શખસની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે એક શખસ ફરાર થઈ જતાં શોધખોળ શરૂ કરી હતી.

રાજકોટ શહેરમાં વોટસએપ મારફતે અલગ અલગ ગ્રુપમાં ખોટા મેસેજ વાયરલ થયેલ કે મ્યુ કમિ.નો સંદેશ-નમસ્તે હું તમને વિનંતી કરું છે કે તમે આજે રાત્રે દસ વાગ્યા પછી કાલે સવારે પ વાગ્યા સુધીમાં તમારા ઘરની બહાર ના આવો, કેમ કે તેઓ કોવિડ-19ને મારવા માટે હવામાં દવા છાટશે. આ માહિતી તમારા બધા મિત્રો, સંબંધીઓ અને તમારા પરિવારોને શેર કરો.

આ મેસેજ બાબતે ખરાઈ કરતાં મ્યુ.કમિ. દ્વારા આવી કોઈ સૂચના આપવામાં ન આવી હોવાનું ખૂલ્યું હતું અને ખોટો મેસેજ વાયરલ કરી સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવામાં આવી હોવાનું ખૂલ્યું હતું અને સાયબર ક્રાઈમના સ્ટાફે સોશિયલ મીડિયા ગ્રુપ પર વોચ રાખી હતી અને સેલ્સ પ્રમોટર સોશિયલ નામના ગ્રુપમાંથી વાયરલ કરવામાં આવ્યો હોવાનું ખૂલતા સાઈબર ક્રાઈમના સ્ટાફે મોરબી રોડ પરની માધાપર ચોકડી પાસે ડ્રીમવિલા એપાર્ટમેન્ટમાં રહેતા અને સેલ્સમેન તરીકે કામકાજ કરતાં પરેશ રસીક રૂપારેલિયા નામના લોહાણા પ્રૌઢ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

ઓલ ટાઈમ હિટ કોંગ્રેસ નામના ગ્રુપમાંથી પણ અફવા ફેલાવનાર અને રૈયા રોડ પરના મીરાનગરમાં રહેતા તેજશ જોષી નામના શખસ વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

કોરોના કન્ટ્રોલ માટે સૌથી નિર્ણાયક સમય : લોકો ઘરમાં બંધ રહે : નહીં તો સ્થિતિ વણસી જતા વાર નહીં લાગે

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :