રમત જગત Archives - Page 38 of 45 - CIA Live

May 15, 2019
cricket_1.jpg
1min7100

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં સદી ફટકારી હોય, પણ એકેય આંતરરાષ્ટ્રીય મૅચ ન રમવા મળી હોય એવો ખેલાડી રાજસ્થાન રૉયલ્સનો સંજુ સૅમ્સન હોવાની સામાન્ય માન્યતા પ્રવર્તે છે, પરંતુ હકીકત એ છે કે ૨૦૧૧ની આઇપીએલની ચોથી સિઝનમાં સ્ટાર-બૅટ્સમૅન બનેલો કિંગ્સ ઇલેવન પંજાબનો પૉલ વાલ્થટી આ વિક્રમ ધરાવે છે.

કાંદિવલીમાં રહેતા વાલ્થટીએ ૨૦૧૧માં મોહાલીમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે અણનમ ૧૨૦ રન ફટકાર્યા હતા.

એ સમયે ઍડમ ગિલક્રિસ્ટ પંજાબની ટીમનો અને મહેન્દ્રસિંહ ધોની ચેન્નઈની ટીમનો સુકાની હતો. ઓપનિંગમાં વાલ્થટીએ ચેન્નઈના બોલરો રવિચન્દ્રન અશ્ર્વિન, ટિમ સાઉધી, ઍલ્બી મૉર્કલ, સ્કૉટ સ્ટાઇરિસ જેવા જાણીતા બોલરોનો હિંમતથી સામનો કરીને ૬૩ બૉલમાં બે સિક્સર અને ઓગણીસ ફોરની મદદથી અણનમ ૧૨૦ રન બનાવ્યા હતા. તેની એ સદીની મદદથી પંજાબે ૧૯.૧ ઓવરમાં ૪ ઓવરમાં ૧૯૩ રન બનાવીને મૅચ જીતી લીધી હતી. તેણે ચેન્નઈની ઇનિંગ્સમાં સુરેશ રૈના (૦)નો શાનદાર કૅચ પણ પકડ્યો હતો. સ્વાભાવિક રીતે એ મુકાબલાનો મૅન ઑફ ધ મૅચ વાલ્થટી જ હતો.

જોકે, ૨૦૦૨ના અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં ઇરફાન પઠાણ તથા પાર્થિવ પટેલ જેવા ખેલાડીઓની સાથે ભારતની ટીમમાં રહી ચૂકેલા વાલ્થટીની કમનસીબી એ છે કે ૨૦૧૧ની પંજાબ વતી ફટકારેલી અણનમ સદી બાદ આઇપીએલમાં તો તે ખાસ કંઈ સફળ રહ્યો જ નથી, મોટા ભાગની ટીમોએ તેનામાં રસ પણ નથી બતાવ્યો. એ ઉપરાંત, તેને ક્યારેય કોઈ આંતરરાષ્ટ્રીય મૅચ પણ નથી રમવા મળી. તે હવે ૩૫ વર્ષનો થઈ ગયો છે.

ટીનેજર તરીકે રશીદની હાઇએસ્ટ ૧૭૪ વિકેટ

ટી-ટ્વેન્ટી વિશ્ર્વના નંબર વન બોલર અફઘાનિસ્તાનના સ્પિનર રશીદ ખાને ગઈ ૨૦મી સપ્ટેમ્બરે ૨૦મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. એ પહેલાં ૧૯ (નાઇન્ટીન) વર્ષની ઉંમર સુધી તે ટીનેજર હતો અને ત્યાં સુધીમાં તેણે આંતરરાષ્ટ્રીય વિકેટોની બાબતમાં વિશ્ર્વવિક્રમ કર્યો હતો. ૧૯મી સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ રશીદ ખાન ૧૯ વર્ષનો હતો અને ત્યાં સુધીમાં તેણે ૧૭૪ ઇન્ટરનેશનલ વિકેટ લીધી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ૧૪૨ વર્ષના ઇતિહાસમાં ક્યારેય કોઈ પ્લેયરે ટીનેજ વયે આટલી બધી વિકેટો નહોતી લીધી અને એ રેકૉર્ડ બીજા કોઈ નહીં, પણ ક્રિકેટના નવા-સવા અફઘાનિસ્તાનના બોલરે નોંધાવ્યો હતો.

રશીદ ખાન પછી બીજા ક્રમે પાકિસ્તાનનો વકાર યુનુસ આવે છે. તેણે ટીનેજર તરીકે ૧૨૫ આંતરરાષ્ટ્રીય વિકેટ, પાકિસ્તાનના જ મોહંમદ આમિરે ૯૯ વિકેટ, અકીબ જાવેદે ૯૮ વિકેટ, સક્લેન મુશ્તાકે ૯૭ વિકેટ અને ડેનિયલ વેટોરીએ ૭૯ વિકેટ લીધી હતી.

રશીદ ખાનની ૧૭૪ વિકેટમાં ૧૦૮ શિકાર વન-ડે ક્રિકેટના હતા.

પહેલી-છેલ્લી ટેસ્ટમાં સૌથી વધુ રન: પૉન્સફર્ડ મોખરે

કરિયરની પ્રથમ અને આખરી ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનારાઓમાં તાજેતરના ખેલાડીઓની વાત કરીએ તો ઇંગ્લૅન્ડના ઍલસ્ટર કૂકનું નામ સૌથી આગળ લઈ શકાય, પરંતુ ૧૪૨ વર્ષની સમગ્ર ટેસ્ટ-ક્રિકેટને ધ્યાનમાં લઈએ તો ઑસ્ટ્રેલિયાના બિલ પૉન્સફર્ડનું નામ મોખરે લખવું પડે. ૨૦૦૫માં કૂકે ભારત સામે રમીને ટેસ્ટ-કારકિર્દીની શરૂઆત કરી ત્યારે એ મૅચમાં તેણે ૬૦ તથા ૧૦૪ રન અને તાજેતરમાં (ભારત સામે જ) પોતાની અંતિમ ટેસ્ટમાં ૭૧ અને ૧૪૭ રન બનાવ્યા હતા. આ બધી ઇનિંગ્સના રનનો સરવાળો ૩૮૨ રન થાય.

જોકે, બિલ પૉન્સફર્ડ એવા હતા જેમની પ્રથમ ટેસ્ટ અને આખરી ટેસ્ટના રનનો સરવાળો ટેસ્ટ-જગતના તમામ ખેલાડીઓની પહેલી-આખરી ટેસ્ટના રનના ટોટલ કરતાં વધુ છે. પૉન્સફર્ડે ૧૯૨૪માં સિડનીમાં ઇંગ્લૅન્ડ સામે રમીને કરિયર શરૂ કરી હતી જેમાં તેમણે ૧૧૦ તથા ૨૭ રન બનાવ્યા હતા તેમ જ ૧૯૩૪માં ઇંગ્લૅન્ડ સામે જ આખરી ટેસ્ટ રમીને ક્રિકેટના મેદાન પરથી વિદાય લીધી હતી. એ અંતિમ ટેસ્ટમાં તેમણે ૨૬૬ તથા ૨૨ રન બનાવ્યા હતા અને તેમના એ ચારેય દાવના રનનો સરવાળો ૪૨૫ હતો. તેમના પછી બીજા સ્થાને ઇંગ્લૅન્ડના ઍન્ડી સૅન્ધમ (કુલ ૩૯૬ રન) અને ત્રીજા સ્થાને રેગિનાલ્ડ ‘ટિપ’ ફૉસ્ટર (કુલ ૩૯૨ રન) છે.

May 15, 2019
world_cup_logo.png
1min9930

ભારતના ભાથામાં અનેક તીર: ભારતીય કોચની હરીફ ટીમોને ચેતવણી
ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાત્રીએ કહ્યંy છે કે વિશ્વ કપ માટે ભારતના ભાથામાં ઘણા તીર છે. આથી એ સ્પષ્ટ થાય છે કે હાલાત અનુસાર ટીમ સંયોજન નક્કી થશે. વિજય શંકરને પંસદ કરવા પર એવું માનવામાં આવી રહ્યં હતું કે તામિલનાડુના આ ઓલરાઉન્ડરને નંબર ચાર પર બેટિંગમાં મોકલાશે પણ કોચ શાત્રીએ કહ્યંy છે કે કોઇ પણ ખેલાડીના ક્રમ નક્કી નથી.
રવિ શાત્રીએ જણાવ્યું કે અમારી ટીમમાં ઘણા બધા વિકલ્પ છે. જે જરૂરતના હિસાબે નક્કી કરાશે. અમારા ભાથામા ઘણા તીર છે. અમારી પાસે ઘણા એવા ખેલાડી છે જે નંબર ચાર પર બેટિંગ કરી શકે છે. મને તેની ચિંતા નથી. અમારા 1પ ખેલાડી કોઈ પણ સ્થાને અને કોઇ પણ વિકેટ પર રમી શકે છે. જો કોઇ ફાસ્ટ બોલર ઇજાગ્રસ્ત થશે તો તેનો વિકલ્પ હાજર છે.
આઇસીસી વર્લ્ડ કપ 30 મેથી 14 જુલાઈ સુધી રમાવાનો છે. સ્પિન ઓલરાઉન્ડર કેદાર જાધવને આઇપીએલ દરમિયાન ઇજા થઈ છે, જ્યારે ચાઇનામેન બોલર કુલદિપ યાદવ ફોર્મમાં નથી. આ મામલે કોચ શાત્રી ચિંતિત નથી. તેણે કહ્યંy કે હું ચિંતિત નથી. અમે બધા તા.22મીએ ઉડાન ભરવાના છીએ ત્યારે જોશું કે તેમાં કોણ 1પ ખેલાડી છે. કેદારને ફ્રેક્ચર થયું નથી. અમે ઇંતઝાર કરી રહ્યા છીએ. હજુ ઘણો સમય છે.
કોચ રવિ શાત્રીએ એમ પણ કહ્યંy કે વિશ્વ કપ માટે પહેલાથી કોઇ રણનીતિ ઘડી શકે નહીં. તૈયારી માટે ચાર વર્ષનો સમય રહે છે.
આવી મોટી ટુર્નામેન્ટમાં જરૂર મુજબ ચીજો નક્કી થતી હોય છે. શાત્રીના મતે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝનાં પ્રદર્શન જોવાલાયક રહેશે. કેરેબિયન ટીમ જ્યારે ભારત પ્રવાસે હતી ત્યારે મેં કહ્યંy હતું કે આપણે ભલે તેને હરાવી પણ તેઓ શાનદાર ક્રિકેટ રમી રહ્યા છે. એ સમયે ટીમમાં ક્રિસ ગેલ અને આંદ્રે રસેલ ન હતા. ઓસ્ટ્રેલિયા વિશે શાત્રીએ કહ્યંy 2પ વર્ષમાં તે સૌથી વધુ વિશ્વ કપ જીતી ચૂકી છે. હવે તેના બધા ખેલાડી વાપસી કરી ચૂક્યા છે અને સારા ફોર્મમાં છે.
May 13, 2019
mi_ipl2019.jpg
1min6320

મુંબઈ ઇન્ડિયન્સે  ચેન્નઈ સુપર કિંગ્સને આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની ૧૨મી સિઝનની દિલધડક ફાઇનલના છેલ્લા બૉલ પર એક રનના માર્જિનથી હરાવીને ચોથી વાર વિજેતાપદ મેળવ્યું હતું. આઇપીએલના ૧૨ વર્ષના ઇતિહાસમાં આ નવો વિક્રમ છે. મુંબઈએ ચોથા ચૅમ્પિયનપદ સાથે અગાઉ ત્રણ વિજેતાપદ મેળવનાર ચેન્નઈને બીજા નંબર પર ધકેલી દીધું હતું. ચારેય વિજેતાપદ રોહિત શર્માના સુકાનમાં મળ્યા છે.

ફક્ત બે કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલો લસિથ મલિન્ગા (૪-૦-૪૯-૧) સુપર-બોલર સાબિત થયો હતો. તેણે સ્પર્ધાની છેલ્લી ઓવરમાં ચેન્નઈને જરૂરી ૯ રન નહોતા થવા દીધા. ફાઇનલના અંતિમ બૉલમાં શાર્દુલ ઠાકુરે ચેન્નઈને જિતાડવા બે રન બનાવવાના હતા, પણ મલિન્ગાના સ્લો, યૉર્કર અને લેગ સ્ટમ્પ પરના બૉલમાં ઠાકુર એલબીડબ્લ્યુ થઈ ગયો હતો અને મુંબઈનો એક રનથી રોમાંચક વિજય થયો હતો.

મુંબઈએ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૯ રન બનાવીને આપેલા ૧૫૦ રનના લક્ષ્યાંક સામે ચેન્નઈ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૪૮ રન બનાવી શક્યું હતું.

૪ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલા ફાઇનલના સ્પેશિયાલિસ્ટ ખેલાડી શેન વૉટ્સન (૮૦ રન, ૫૯ બૉલ, ચાર સિક્સર, આઠ ફોર)ની બધી મહેનત પાણીમાં ગઈ હતી. ગયા વર્ષની સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની આઇપીએલ ફાઇનલમાં વૉટ્સને ૮ સિક્સર, ૧૧ ફોરની મદદથી અણનમ ૧૧૭ રન બનાવીને ચેન્નઈને ચૅમ્પિયન બનાવ્યું હતું, પણ ગઈ કાલે તે ત્રણ જીવતદાન મળવા છતાં છેવટે કૃણાલ પંડ્યાના થ્રો બાદ વિકેટકીપર ડી’કૉકના હાથે રનઆઉટ થઈ ગયો હતો.

આ વખતની આઇપીએલમાં મુંબઈએ ત્રણેય વાર ચેન્નઈને હરાવ્યું હતું જેનો બદલો ધોની ઍન્ડ કંપનીએ ફાઇનલના વિજય સાથે મેળવી લેવાનો હતો, પણ આ ચોથા મુકાબલામાં પણ ચેન્નઈએ હાર જોવી પડી હતી. ડ્વેઇન બ્રાવો ૧૫ રન, ઓપનર ફૅફ ડુ પ્લેસી ૨૬ રન અને કૅપ્ટન ધોની બે રન બનાવી શક્યો હતો. મુંબઈ વતી બુમરાહે બે તેમ જ રાહુલ ચહર, મલિન્ગા અને કૃણાલ પંડ્યાએ એક-એક વિકેટ લીધી હતી. મિચલ મૅક્લેનઍગન તથા હાર્દિકને વિકેટ નહોતી મળી.

કૅપ્શન રોહિત શર્માએ ગઈ કાલે બોલિંગમાં થોડી ભૂલો કરી હતી. હાર્દિક પંડ્યાની એક ઓવરમાં ફક્ત ત્રણ રન બન્યા છતાં રોહિતે તેને વધુ ઓવર ન આપીને મલિન્ગા પર ભરોસો રાખ્યો હતો અને વૉટ્સન સામે અગાઉ તે નિષ્ફળ રહ્યો હોવા છતાં તેને વધુ એક ઓવર આપી હતી જેમાં વૉટ્સને બે સિક્સર, બે ફોર સહિત ૨૦ રન ઝૂડી કાઢ્યા હતા. એ ઓવરે ચેન્નઈની તરફેણમાં બાજી લાવી દીધી હતી. પછીથી કૃણાલ પંડ્યાની ૧૮મી ઓવરમાં વૉટ્સને હૅટ-ટ્રિક સિક્સર ફટકારતાં એ ઓવરમાં પણ ૨૦ રન બન્યા હતા. જોકે, છેલ્લી ઓવરમાં મલિન્ગાએ કૅપ્ટન રોહિત શર્માએ પોતાના પર મૂકેલા વિશ્ર્વાસને સાર્થક ઠરાવ્યો હતો.

૩૭ વર્ષનો શેન વૉટ્સન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો છે. ગઈ કાલે યાદગાર ઇનિંગ્સમાં તેનો ત્રણ વખત કૅચ છૂટ્યો હતો. ૯મી ઓવરમાં તે ૩૩ રને હતો ત્યારે મલિન્ગાએ તેનો ઊંચો કૅચ પડતો મૂક્યો હતો. વૉટ્સન ૧૪મી ઓવરમાં ૪૨ રને હતો ત્યારે બોલર ખુદ રાહુલ ચહેર તેનો કૅચ નહોતો પકડી શક્યો. ૧૭મી ઓવર બુમરાહે કરી હતી જેમાં રાહુલ ફરી વૉટ્સનનો ઊંચો કૅચ હાથમાં આવી ગયા બાદ છોડ્યો હતો.

કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના રનઆઉટનો વિવાદ થયો હતો. અનેક વખત રિપ્લે બતાવાયા બાદ છેવટે થર્ડ અમ્પાયર નાઇજેલ લૉન્ગે ધોનીને આઉટ આપ્યો હતો. અગાઉ ઇશાન કિશને તેને રનઆઉટ કરવાનો મોકો ગુમાવ્યો હતો, પણ આ વખતે તેને રનઆઉટ કરવાની તક ઝડપી લીધી હતી.

એ પહેલાં, મુંબઈએ જે ૮ વિકેટે જે ૧૪૯ રન બનાવ્યા હતા એમાં પોલાર્ડના અણનમ ૪૧ રન અને ડી’કૉકના ૨૯ રન, ઇશાન કિશનના ૨૩ રન, હાર્દિકના ૧૬ રન, રેાહિત તથા સૂર્યકુમારના ૧૫-૧૫ રનનો સમાવેશ હતો. ચેન્નઈના બોલરોમાંથી દીપક ચહરે ત્રણ, શાર્દુલે બે અને ઇમરાન તાહિરે બે વિકેટ લીધી હતી.

ઇમરાન તાહિરે સ્પર્ધામાં સૌથી ૨૬ વિકેટ લીધી હોવાથી તેને પર્પલ કૅપ મળી હતી. બૅટ્સમેનોમાં વૉર્નર (૬૯૨ રન)ને ઑરેન્જ કૅપનો વિજેતા જાહેર કરાયો હતો.

May 12, 2019
mi-vs-csk-15th-match.jpg
1min13770

હૈદરાબાદના ગ્રાઉન્ડ ખાતે આજે તા.12મી મે 2019ની સાંજે ઇન્ડીયન પ્રિમીયર ક્રિકેટ લીગ 2019ની ફાઇનલ મેચ મહેન્દ્રસિંહ ધોનની ચેન્નઇ સુપર કિંગ્સ અને રોહિત શર્માની મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે.

દેશમાં લોકસભા અને આઈપીએલની ગરમાગરમી એક સાથે શરુ થઈ હતી. દેશવાસીઓએ લોકોસભાની ચૂંટણીના પરિમાણ માટે રાહ જોવી પડશે પણ આઈપીએલ 12ની સિઝનમાં બાદશાહ કોણ બનશે તેનો ફેંસલો આજે આવી જશે.

આશા અનુરુપ ચૈન્નાઈ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો ફાઈનલમાં પહોંચી છે. ચેન્નાઈ 8મી વખત ફાઈલનમાં પહોંચ્યું છે તો મુંબઈ ચોથી વખત ફાઈનલમાં જગ્યા બનાવી છે. બન્ને આ વખતે ત્રણ વખત જીત હાંસલ કરી છે. હવે જોવાનું એ છે કે, ચોથી વખત મેચ પર કોણ કબ્જો મેળવે છે.

May 8, 2019
1min6420
દિલ્હી કેપિટલ ટીમ માટે આઇપીએલ-2019ના ફાઇનલ પ્રવેશની રાહ ભલે મુશ્કેલ બની ગઇ હોય પણ અનેક બાધાએ પાર કરી અહીં સુધી પહોંચેલી આ ટીમ બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે એલિમિનેટર મેચ જીતી ખુદને સાબિત કરવા માંગશે. આ મેચમાં હાર સહન કરનાર ટીમ આઇપીએલની બહાર થઇ જશે. જ્યારે જીતનાર ટીમે મુંબઇ-ચેન્નાઇ વચ્ચેના મેચની પરાજિત ટીમ સામે રમવાનું રહેશે.
આઇપીએલની 12મી સિઝનમાં નવા નામ અને ટીમમાં અનેક બદલાવ કરી મેદાને પડનાર દિલ્હીની ટીમ મજબૂત ટીમો પૈકિની એક છે. પોઇન્ટ ટેબલ પર મુંબઇ અને ચેન્નાઇ સાથે એકસમાન 18 પોઇન્ટ દિલ્હીના રહયા હતા, પણ નબળા રન રેટને લીધે તે ત્રીજા સ્થાને રહી છે. આથી તેને હૈદરાબાદ સામે કરો યા મરો એલિમિનેટર મેચ રમવો પડી રહયો છે. દિલ્હીની ટીમ આ પહેલા કયારે પણ આઇપીએલના ફાઇનલમાં પહોંચી નથી. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ માત્ર 12 પોઇન્ટ સાથે કિસ્મતથી પ્લેઓફમાં પહોંચી છે.’
દિલ્હીની મુખ્ય તાકાત તેનો ઝડપી બોલર કાગિસો રબાડા હતો, પણ તે વિશ્વ કપની તૈયારી માટે આફ્રિકા પરત ફરી ચૂકયો છે. તેની ખોટ દિલ્હીને પડશે. તો સનરાઇઝર્સને વોર્નર અને બેયરસ્ટોની ખોટ પડી રહી છે. દિલ્હી તરફથી અનુભવી શિખર ધવન 4પ0 રન કરી ચૂકયો છે, પણ યુવા પૃથ્વી શોની નિષ્ફળતા ટીમ માટે ચિંતાનું કારણ બન્યું છે. સુકાની શ્રેયષ અય્યર અને રીષભ પંત મોકો ચૂકવા માંગશે નહીં.
આ સામે હૈદરાબાદ સામે રાશિદખાન, ભુવનેશ્વર અને ખલિલના રૂપમાં સારા બોલર છે. સુકાની કેન વિલિયમ્સને પાછલા મેચમાં અર્ધસદી કરીને ફોર્મમાં વાપસી કરી છે. સનરાઇઝર્સને કિવિ ઓપનર માર્ટિન ગુપ્ટિલ પાસેથી આતશી ઇનિંગની આશા રહેશે. મેચ બુધવારે સાંજે 7-30થી શરૂ થશે.
May 7, 2019
ipl-2019-min-1024x585.jpg
1min5950

લીગ રાઉન્ડના બન્ને મેચમાં ચેન્નાઇ સામે જીત મેળવનાર મુંબઇની ટીમ ફેવરિટ
ધોનીની ટીમ સીએસકેને હોમ ગ્રાઉન્ડનો ફાયદો મળી શકે છે
આઇપીએલ-12નો લીગ તબકકો સમાપ્ત થઇ ચૂકયો છે. હવે આવતીકાલ મંગળવારથી પ્લેઓફના મુકાબલા શરૂ થશે. મંગળવારે પહેલા કવોલીફાયર મેચમાં પોઇન્ટ ટેબલ પરની બે ટોચની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સની કાંટે કી ટકકર થશે. આ મેચમાં જીત હાંસલ કરનાર ટીમનો સીધો ફાઇનલમાં પ્રવેશ થશે. જયારે પરાજીત ટીમને વધુ એક તક મળશે. આ મેચ એમ. એ. ચિંદમ્બર સ્ટેડિયમ પર રમાશે. જે ધોનીની ટીમનું હોમ ગ્રાઉન્ડ છે. આથી સીએસકેને ફાયદો મળી શકે છે. જો કે આ જ મેદાન પર રમાયેલા પાછલા લીગ મેચમાં મુંબઈની ટીમે ચેન્નાઇને હાર આપી હતી. એ મેચમાં ધોની અનફિટ હોવાથી રમ્યો ન હતો. આઇપીએલની વર્તમાન સિઝનના બન્ને લીગ મેચમાં મુંબઇની ટીમે ચેન્નાઇની ટીમને હાર આપી હતી. આથી આવતીકાલના પ્લેઓફના મેચમાં રોહિત શર્માની ટીમને એસએસ ધોનીની ટીમ સામે ફેવરિટ માનવામાં આવી રહી છે. આઇપીએલમાં બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 26 મેચની ટકકર થઇ છે. જેમાં મુંબઇનો હાથ ઉપર રહ્યો છે. તેને 1પમાં જીત મળી છે. જયારે ચેન્નાઇને 11 મેચમાં વિજય પ્રાપ્ત થયો છે.
ચેન્નાઇની ધીમી પિચ પર ધોનીનું સૌથી મુખ્ય હથિયાર તેની સ્પિન બોલિંગ હશે. ઇમરાન તાહિર, રવિન્દ્ર જાડેજા અને અનુભવી હરભજનસિંઘ મુંબઇના બેટધરોને સંયમમાં રાખવા સક્ષમ છે. ઇજા બાદ વાપસી કરનાર ઓલરાઉન્ડર બ્રાવો ફોર્મમાં નથી. આથી તેના સ્થાને કિવિ સ્પિનર મિચેલ સેન્ટરને તક મળી શકે છે. ઇજાગ્રસ્ત કેદાર જાધવના સ્થાને મુરલી વિજયને લગભગ અજમાવવામાં આવશે.
આ સામે મુંબઇની ટીમ તેના બે મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને લાસિથ મલિંગા પર વધુ નિર્ભર રહેશે. તેના સાથમાં યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડયા, સુકાની રોહિત શર્મા, કિવંટન ડિ’કોક, કિરોન પોલાર્ડ, દીપક ચહર, કુણાલ પંડયા અને સૂર્યકુમાર યાદવ રહેશે. મુંબઇની ટીમમાં કેરેબિયન બેટધર ઇવિન લૂઇસને તક મળી શકે છે. મેચ મંગળવારે સાંજે 7-30 વાગ્યાથી શરૂ થશે.
May 7, 2019
kedar_jadhav.jpg
1min7680
ઇજાની સમસ્યા કેદાર જાધવનો પીછો છોડવાનું નામ લઇ રહી નથી. ગત સિઝનમાં ખભાની ઇજાને લીધે તે લગભગ ચાર મહિના મેદાન બહાર રહયો હતો. હવે ઠીક વર્લ્ડ કપ પહેલા ફરી તેને ખભાની ઇજાની સમસ્યા થઇ છે. આથી તે આઇપીએલ આ પ્લેઓફ રાઉન્ડમાંથી બહાર થઇ ગયો છે. વિશ્વ કપ નજીક હોવાથી ટીમ ઇન્ડિયાની પણ ચિંતા વધી છે.
‘કેદાર જાધવને રવિવારના મેચમાં ચેન્નાઇ તરફથી રમતા પંજાબ સામેના મેચમાં ઇજા થઇ હતી. જો કે સીએસકે ટીમ મેનેજમેન્ટનું કહેવું’ છે કે કેદારની ઇજા ગંભીર નથી. તે બે સપ્તાહમાં ઠીક થઇ જશે. આથી ભારતની વિશ્વ કપની યોજનામાં કોઇ ફરક પડશે નહીં. જાધવ સ્પિન ઓલરાઉન્ડર તરીકે ભારતની વર્લ્ડ કપ ટીમમાં પસંદ થયો છે. વર્લ્ડ કપ 30 મેના શરૂ થઇ રહયો છે. ભારતનો પહેલો મેચ પ જૂને આફ્રિકા સામે છે.
વર્લ્ડ કપ નજીક હોવાથી ચેન્નાઇની ટીમે કેદાર જાધવને પ્લેઓફના મેચોમાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો છે. ચેન્નાઇના કોચ સ્ટીફન ફલેમિંગે પણ કહયું છે કે કેદાર હવે પ્લેઓફના મેચમાં રમશે નહીં. તેની નજર વિશ્વ કપ પહેલા ફિટ થવા પર છે.
April 30, 2019
russel-1.jpg
1min14500

કોલકતા નાઇટ રાઇડર્સનો સ્ટાર ઓલરાઉન્ડર આંદ્રે રસેલ આઇપીએલની એક સિઝનમાં પ0 છક્કા પૂરા કરનારો ફકત બીજો બેટસમેન બન્યો છે. આ પહેલા કેરેબિયન ઓપનર ક્રિસ ગેલે 2012ની સિઝનમાં પ9 અને 2013ની સિઝનમાં પ1 છક્કા ફટકાર્યાં હતા. રસેલના આ સિઝનમાં પ0 છક્કા થયા છે. આ સિઝનમાં ગેલ 32 છક્કા સાથે બીજા નંબર પર છે. રસેલે આઇપીએલના ગઇકાલના મેચમાં મુંબઇ સામે 8 છક્કાથી અણનમ 80 રન કર્યાં હતા. જેથી કોલકતાને સતત 6 હાર બાદ પહેલી જીત મળી હતી.
રસેલે 40 દડામાં અણનમ 80 રનની ઇનિંગ તેના જન્મદિનની પૂર્વ સંધ્યા પર રમી હતી. મેચ બાદ કેરેબિયન ઓલરાઉન્ડર રસેલની પત્ની જેસિમ સાથે આઇપીએલ ટી20 ડોટકોમ વેબસાઇટ પર વાતચીત કરી હતી. જેમાં રસેલે તેની પત્નીને પૂછયું કે હું આતશી છક્કા મારી રહ્યો હતો ત્યારે તને કેવું લાગી રહ્યંy હતું. જવાબમાં પત્ની જેસિમે કહ્યંy કે મને ખબર હતી કે ઇડન ગાર્ડન પર આ આખરી મેચ છે એટલે તું મોટી ઇનિંગ રમીશ તેવો વિશ્વાસ હતો. હું દરેક સિકસ પર રોમાંચિત બની જતી હતી. રસેલે એવું કહ્યંy કે હું દબાણમાં હતો. મારો જન્મદિન સાથે ખેલાડીઓ રાત્ર 12-00 પછી ઉજવવાના હતા. મારા પર પત્નીને ખુશ કરવાનું દબાણ હતું.
બાદમાં આંદ્રે રસેલનો જન્મદિન ખેલાડીઓએ હોટેલમાં મનાવ્યો હતો. રસેલ અત્યાર સુધીમાં 12 મેચમાં પ0 છક્કાથી કુલ 486 રન બનાવી ચૂકયો છે.
April 23, 2019
ipl-2019-min-1024x585.jpg
1min5570

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી મેની ફાઇનલનું સ્થળ ચેન્નઈથી બદલીને હૈદરાબાદ કરવામાં આવ્યું છે. તમિળનાડુ ક્રિકેટ એસોસિયેશન (ટીએનસીએ) ત્રણ બંધ પડેલા સ્ટૅન્ડ ખોલવા સંબંધમાં સરકારની જરૂરી મંજૂરી લેવામાં નિષ્ફળ જતાં ક્રિકેટ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ચેન્નઈ સુપર કિંગ્સ પૉઇન્ટ્સ-ટેબલમાં સતતપણે નંબર વન પર રહ્યું છે અને જો નિર્ધારિત કુલ 14 લીગ મૅચને અંતે ટોચના બે સ્થાનમાં જળવાઈ રહેશે તો એને ઘરઆંગણે ક્વૉલિફાયર-વનમાં રમવાનો મોકો મળશે. જોકે, એલિમિનેટર (8 મે) તથા ક્વૉલિફાયર-ટૂ (10 મે) મૅચનું સ્થળ બદલીને વિશાખાપટનમ કરવામાં આવ્યું છે.

કમિટી ઑફ ઍડ્મિનિસ્ટ્રેટર્સ (સીઓએ)ના વડા વિનોદ રાયે સોમવારે પીટીઆઇને જણાવ્યું હતું કે ‘નૉકઆઉટ મૅચોમાં સ્ટેડિયમો ખાતે જે ગેટ-સેલ્સ (પ્રેક્ષકોના પ્રવેશ)ની આવક થતી હોય છે એના પર ક્રિકેટ બોર્ડનો હક હોવાથી અમે ફાઇનલના નવા સ્થળ વિશેનો નિર્ણય લીધો છે.’

સરકાર તરફથી જે ત્રણ સ્ટૅન્ડ ખોલવાની મંજૂરી નથી મળી એ જો ખુલ્યા હોત તો એમાં 12,000થી વધુ પ્રેક્ષકો બેઠા હોત. એ જોતાં, 12,000 ટિકિટોના વેચાણ ન થતાં જો ચેન્નઈમાં જ મૅચ રખાઈ હોત તો ક્રિકેટ બોર્ડે ઘણી કમાણી ગુમાવી હોત.

ત્રણ સ્ટૅન્ડ 2012ની સાલથી (સાત વર્ષથી) બંધ છે.

April 22, 2019
archery-1280x720.jpg
1min8100

તીરંદાજીના વર્લ્ડ કપ માટે કૉલમ્બિયા જવા તૈયાર થયેલી ભારતના ૨૩ તીરંદાજોની ટીમ વિમાન મોડું થવાને કારણે આર્ચરી વર્લ્ડ કપમાં ભાગ લેવા માટેની મુદત ચૂકી ગઈ હતી. એ સાથે, વિશ્ર્વકપમાં ભાગ લેવાનું તેમનું સપનું રોળાઈ ગયું હતું.

સિનિયર રિકર્વ અને કમ્પાઉન્ડ ટીમોએ શનિવારે સવારે દિલ્હીથી ઍમ્સ્ટરડેમ જતી રૉયલ ડચ ઍરલાઇનની ફ્લાઇટ (કેએલએમ ૮૭૨)માં બેસવાનું હતું, પરંતુ ‘કામકાજને લગતા મુદ્દાઓને કારણે’ એ ફ્લાઇટ બે કલાક ત્રેપન મિનિટ મોડી થઈ હતી. ઍમ્સ્ટરડેમ ઍરપોર્ટ પર પહોંચવા માટે તેઓ વધુમાં વધુ સવા કલાક મોડા આવત તો ચાલી જાત, પરંતુ ફ્લાઇટ લગભગ ત્રણ કલાક મોડી થઈ હતી. તેઓ સમયસર ઍમ્સ્ટરડેમ પહોંચી ગયા હોત તો ત્યાંથી બોગોટાની ફ્લાઇટમાં બેસીને કૉલમ્બિયાના મેડેલિન ખાતે પહોંચ્યા હોત, પણ તેમનો એ પ્રવાસ રદ થયો હતો.