CIA ALERT

પ્રેરણાદાયી વાત Archives - Page 39 of 42 - CIA Live

August 6, 2018
v1.jpg
1min6820

❏ ચકલાસીનો દિવ્યાંગ અશ્વિન વાઘેલા મહાપૂજા કરાવીને ધન્ય બને છે…..!!

DOSTI—-” જબ કોઇ રાહ ન પાયે મેરે સંગ આયે કે પગ પગ દીપ ઝલાયે; મેરી દોસ્તી મેરા પ્યાર…!! ”

વડતાલથી નજીક આવેલ ચકલાસી ગામના બે યુવા હરિભક્ત મિત્રોની મૈત્રી સહુકોઇ માટે પ્રેરણારૂપ છે અને આ અતૂટ દોસ્તી વડતાલમાં બિરાજમાન પ્રતાપી દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ અને અક્ષરમૂર્તિ ગોપાળાનંદ સ્વામીના આસન સુધી આસાનીથી મહાપૂજા અર્થે દોરી લાવે છે…! બે મિત્રોમાં અશ્વિન રમેશભાઈ વાઘેલા છેલ્લા બાર વર્ષથી બંને પગે પરાધિન–દિવ્યાંગ છે અને તેને હૈયે શ્રધ્ધાભક્તિનો દીપ જલતો રહે છે અને એ શ્રધ્ધાને સહારે અને મિત્ર મહેશ વાઘેલાની મદદથી તે વડતાલધામમાં ગોપાળાનંદ સ્વામીના સિંહાસને વ્હીલચેરમાં આવી વ્હીલચેરમાં બેસી સુખશાંતિ અર્થે મહાપૂજા કરાવે છે ત્યારે તે જોઇ દર્શનાર્થિઓ અને પૂજાવિધિ કરાવનાર ભૂદેવનું હ્રદય પણ પીગળી જાય છે.! અશ્વિન પગે સાવ પરાધિન હોવાથી તેને તેનો મિત્ર મહેશ ગોટાભાઇ વાઘેલા વડતાલ દર્શને લાવવાની તથા તેને બાળકની જેમ ઊંચકીને હરવા ફરવા લઇ જવાની બધી જ મદદ કરે છે અને દોસ્તી નિભાવે છે..!! મહેશ કહે છે કે આ દોસ્તી સૂતરના કાચા તાતણાની નથી પણ પાકી હીરને દોરે ગૂંથાયેલી દોસ્તી છેઃ અશ્વિન—મહેશની દોસ્તી સહુને માટે પ્રેરણારૂપ છે એટલે તો—— ” મેરી દોસ્તી મેરા પ્યાર….! ”

@ વૃતાંત પ્રેરક Associate પૂજ્ય શ્યામવલ્લભ સ્વામી વડતાલ સંસ્થાન

❏ અહેવાલ બાલુભાઇ વરિષ્ઠ પત્રકાર વડતાલ સેન્ટર આણંદ

August 4, 2018
gita-mittal-970-1280x720.jpg
1min5690

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ શાહ પટણા હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ 

જસ્ટિસ ગીતા મિત્તલની જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના ચીફ જસ્ટિસપદે નિમણૂક કરાઇ છે. તેઓ કોર્ટની આગેવાની સંભાળનાર પ્રથમ મહિલા જજ બન્યાં છે. તેઓ અત્યાર સુધી દિલ્હી હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કામગીરી રહ્યા હતા.

કાયદા મંત્રાલયના વિવિધ જાહેનામા મુજબ, પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રાજેન્દ્ર મેનનને દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે. રાજસ્થાન હાઇકોર્ટના જસ્ટિસ કલ્પેશ સત્યેન્દ્ર ઝવેરીની ઓરિસ્સા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પદોન્નતિ કરાઇ છે. તેઓ હાલમાં સુપ્રીમ કોર્ટમાં નિમણૂક પામેલા જસ્ટિસ વિનીત સરનના અનુગામી બનશે. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એમ કે શાહને પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે. તેમના પુરોગામી જસ્ટિસ મેનન દિલ્હી હાઇકોર્ટના વડા બનશે. કેરળ હાઇકોર્ટના જસ્ટિસ હૃષિકેશની આ જ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પદોન્નતિ કરાઇ છે.

સિંધુ શર્મા જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના સૌ પ્રથમ મહિલા જજ તરીકે નિમણૂક પામ્યાં છે. જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના ઈતિહાસમાં ૯૦ વર્ષમાં પહેલી વાર એવી ઘટના બની છે જેમાં બે મહિલા જજ એક સાથે કામગીરી કરશે.

કલકત્તા હાઇકોર્ટના જજ જસ્ટિસ અનિરૂદ્ધ બોઝને ઝારખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પ્રમોશન અપાયું છે. અગાઉ જસ્ટિસ બોઝને દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવાની સુપ્રીમ કોર્ટના કોલેજિયમની ભલામણ સરકારે નકારી દીધી હતી. બોમ્બે હાઇકોર્ટના જજ વિજય કે ટહિલરમાણીને મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે. તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે પહોંચી ગયેલા જસ્ટિસ ઇન્દિરા બેનરજીના અનુગામી બનશે.

August 4, 2018
se3-1280x856.jpg
1min7360

સુરત, 3 ઓગસ્ટ, 2018 – શેલ્બી હોસ્પિટલે સુરતની પ્રથમ મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી કરીને નવું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ડો. તૈયાબ લાકડાવાલા ડાયાબિટીસ અને હાઇપરટેન્શન સાથે સ્કોલિયોસીસને કારણે લાંબા સમયથી ગંભીર કમરના દુઃખાવાની સમસ્યાથી પીડીતા હતાં અને આ બિમારીને કારણે તેમના પોશ્ચર વિકૃત થઇ જતાં તેમના ડાબા પગમાં તીક્ષ્ણ પીડાની સમસ્યા સર્જાઇ હતી, જેથી તેમના ડાબા પગમાં આંશિક લકવાની અસર સર્જાઇ હતી. 67 વર્ષની ઉંમરના ડો. તૈયબ લાકડાવાલા છેલ્લાં એક વર્ષથી આ સમસ્યાથી પીડીત હતાં અને તેના કારણે તેમની હલનચલન ઘર પૂરતી મર્યાદિત થઇ ગઇ હતી અને પોતાના ક્લિનિકમાં પણ જવાનું બંધ કરી દીધું હતું. એક વર્ષ બાદ તેમણે સુરતના અડાજણ ખાતે શેલ્બી હોસ્પિટલમાં સિનિયર સ્પાઇન સર્જન ડો. ગૌરવ ખંડેલવાલની સલાહ લીધી હતી.

શેલ્બી હોસ્પિટલ ખાતે ડો. ગૌરવે દર્દીની વિકૃતિ અને નર્વ ડિકમ્પ્રેશનને સુધારવા માટે સ્પાઇન સર્જરી કરવાની સલાહ આપી હતી. સર્જરીના માત્ર 24 જ કલાકમાં ડો. લાકડાવાલા ચાલતા થયાં અને તેમની પીડામાં નોંધપાત્ર ઘટાડો પણ આવ્યો. સર્જરીના એક મહિના બાદ તેમનું જીવન એકદમ સામાન્ય થયું અને ડો. લાકડાવાલ ફરીથી પોતાના ક્લિનક જવા લાગ્યાં. હવે તેમને કોઇપણ સમસ્યા નથી.

આ સર્જરી અંગે માહિતી આપતાં ડો. ગૌરવ ખંડેલવાલે જણાવ્યું હતું કે, “છેલ્લાં કેટલાંક વર્ષોમાં સ્પાઇન સર્જરી ટેકનીકમાં બદલાવ આવ્યો છે અને પરંપરાગત ઓપન સર્જરીની જગ્યાએ મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી કરવામાં આવે છે. મિનિમલી ઇન્વેઝિવ સર્જરી સારા પરિણામો આપે છે તેમજ ખુબજ ઓછા કટ સાથે તંદુરસ્ત સ્નાયુઓને સાચવવામાં આવે છે. આ સર્જરીમાં લોહીની જરૂરી પણ ઓછી રહે છે અને અત્યંત વૃદ્ધિ દર્દીઓ ઉપર પણ શુન્ય ઇન્ફેક્શન રેટ સાથે સર્જરી કરી શકાય છે. ખુબજ ઓછા સમયમાં દર્દી સામાન્ય અને પીડામુક્ત જીવન વિતાવતા થાય છે. આ સર્જરી પરંપરાગત ઓપન સર્જરીની તુલનામાં ઓછી ખર્ચાળ છે. સ્પાઇનની સમસ્યાથી પીડીત દર્દીઓમાં ઝડપી રિકવરીને જોતાં મને ખુશી અનુભવાય છે. આ સુરતની પ્રથમ જટીલ મિનિમલ ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી છે.”

ઉલ્લેખનીય છે કે પરંપરાગત રીતે કરાતી સર્જરીમાં ઓછામાં ઓછા 10 કલાકનો સમય, 15 દિવસના હોસ્પિટલ સ્ટે, 5 લોહીના 5 યુનિટ અને સંપૂર્ણ રિકવરી માટે એક વર્ષનો સમય લાગે છે. આ ઉપરાંત તેનો ખર્ચ રૂ. 4થી5 લાખ, એક વર્ષ ફિઝિયોથેરાપી માટેનો અંદાજિત ખર્ચ રૂ. 75,000 જેટલો થવા પામે છે, એટલે કે સારવારનો કુલ ખર્ચ રૂ. 5થી6 લાખ થાય છે. જોકે, ડો. ખંડેલવાલ દ્વારા કરાયેલી મિનિમલી ઇન્વેઝિવ સર્જરીમાં 5 દિવસના હોસ્પિટલ સ્ટેની જરૂર રહે છે અને દર્દી સર્જરીના એક દિવસમાં ચાલતો થઇ જાય છે તથા માત્ર એક યુનિટ લોહીની જરૂરિયાત રહે છે. મહત્વપૂર્ણ છે કે સર્જરીનો ખર્ચ પરંપરાગત સર્જરીની સરખામણીમાં એક તૃતયાંશ ઓછો છે.

શેલ્બી હોસ્પિટલ્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી મનિષ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “સ્પાઇનના દર્દીઓ અદ્યતન ટેક્નોલોજીનો લાભ લઇને કોઇપણ પ્રકારના કોમ્પલિકેશન વિના ઝડપી રિકવર હાંસલ કરી શકે છે. સુરત ખાતે શેલ્બી હોસ્પિટલે મુંબઇમાંથી પણ સ્પાઇન સર્જરી કેસ મેળવ્યાં છે. હોસ્પિટલ પાસે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ બ્રેઇન અને સ્પાઇન સર્જનની પ્રતિબદ્ધ ટીમ છે. અમે ખુબજ ઓછા સમયમાં 200થી વધુ સ્પાઇન સર્જરી કરી છે અને સફળતાનો દર પણ ઉંચો છે. અમારા પ્રયાસોથી મોટી સંખ્યામાં દર્દીઓને લાભ થતાં જોઇ અમે ખુશી અનુભવીએ છીએ.”

July 25, 2018
MS-Dhoni.jpg
1min5520

ક્રિકેટના મેદાન પર જ નહીં બલ્કે મહેન્દ્રસિંહ ધોની દુનિયાદારીના મેદાનમાં પણ પ્રેરણાદાયી અને પ્રશંસનીય રીતે વર્તી રહ્યો છે. હમણા તેણે પ્રમાણિકતાથી પોતાની આવક ઇન્કમટેક્સ વિભાગ સમક્ષ જાહેર કરીને ઉદારતાથી સરકારની તિજોરીમાં ઇન્કમ ટેક્સ ભર્યો છે. માહીએ એટલો બધો ઇન્કમ ટેક્સ ભરી દીધો કે તે ઝારખંડ રાજ્યમાં વ્યક્તિગત રીતે હાઇએસ્ટ ઇન્કમ ટેક્સ ભરનાર વ્યક્તિ બન્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમનો સુપર સ્ટાર માહી ઉર્ફે મહેન્દ્ર સિંહ ધોની પોતાની માતૃભૂમિ ઝારખંડ  રાજ્યમાં વ્યક્તિગત રીતે સૌથી વધુ ટેક્સ ભરનારો ટેક્સપેયર બન્યો છે. એસેસમેન્ટ વર્ષ 2017-18માં તેણે 12.17 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. એટલું જ નહીં આગામી નાણાકીય વર્ષ માટે તેણે ત્રણ કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ પણ ભરવાનું ઇનકમ ટેક્સ વિભાગને જણાવ્યું છે.

ઇનકમ ટેક્સ કમિશનર વી. મહાલિંગમના જણાવ્યા મુજબ વર્ષ 2016-17 માટે ધોનીએ 10.93 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો. જોકે તે સમયે તે ઝારખંડ રાજ્યનો સૌથી વધુ આવક વેરો ભરનારો વ્યક્તિ નહોતો બન્યો. જ્યારે આ વર્ષે તે ઝારખંડનો સૌથી વધુ ટેક્સ ભરનાર વ્યક્તિ બન્યો છે.

July 23, 2018
jain.jpg
1min6140

કોઈ સ્પૉન્સર મળ્યા નહીં : તાઇવાન જવા-આવવાનો પાંચ લાખનો ખર્ચ તેના પરિવારે આપ્યો

બધિર એટલે કે સાંભળી ન શકતી યુવતીઓ માટે જયપુરમાં યોજાયેલી મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતનારી મધ્ય પ્રદેશની દિવ્યાંગ યુવતી દેશના જૈને તાજેતરમાં તાઇવાનમાં યોજાયેલી મિસ ઇન્ટરનૅશનલ (ડેફ) સ્પર્ધામાં ભાગ લીધો હતો. દેશના જૈન મિસ એશિયા (ડેફ)નું ટાઇટલ જીતી ગઈ હતી, પણ મિસ ઇન્ટરનૅશનલમાં તે થર્ડ રનર-અપનું સ્થાન પામી છે. તાઇવાનના તાઇપીમાં ૮થી ૧૬ જુલાઈ દરમ્યાન આ સ્પર્ધા યોજાઈ હતી. જોકે આટલી મોટી સફળતા મેળવવા છતાં તેનું નામ કોઈ પણ અખબારના મથાળે નથી છપાયું કે નથી તેની સફળતાની નોંધ કોઈ ટીવી-ચૅનલે લીધી. ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવનારી અને સુંદરતાનો ક્રાઉન જીતનારી આ દિવ્યાંગનો ઇન્ટરવ્યુ લેવા પણ કોઈ આગળ નથી આવ્યું.

દેશનાના પરિવારે જણાવ્યા મુજબ આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે સ્પૉન્સર કરવા કે તેની હિંમત બંધાવીને તેને ટેકો આપવા કોઈ આગળ આવ્યું નથી. તેની આ સફરનો પાંચ લાખ રૂપિયાનો ખર્ચ તેના પરિવારે જ ઉઠાવ્યો છે.

દેશનાની પિતરાઈ બહેન કાવ્યા જૈને જણાવ્યું હતું કે ‘અમે સ્પૉન્સર મેળવવા માટે નાનાથી માંડીને મોટા તમામ પાસે ગયા હતા, પરંતુ અમને કોઈએ સહકાર આપ્યો નહોતો. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ ચૌહાણને પણ બે વખત અમે મળ્યા હતા. જોકે ફુલ સ્પૉન્સરશિપ તો દૂરની વાત છે, કોઈએ તેના એક ડ્રેસને પણ સ્પૉન્સર કરવાની તૈયારી દાખવી નહોતી.’

July 21, 2018
lv5.jpg
1min7640

જયેશ બ્રહ્મભટ્ટ    (98253 44944)

સુરતના જાણીતા ઉદ્યોગપતિ શ્રી લવજીભાઇ બાદશાહે પોતાનો જન્મદિન વેસુ સ્થિત વૃદ્ધાશ્રમના સભ્યો સાથે પોતાનો બર્થ-ડે ઉજવ્યો હતો. તેમણે વેસુ સ્થિત વૃદ્ધાશ્રમના સભ્યો સાથે કેક કાપી, તેમને પ્રેમથી જમવાનું પીરસ્યું અને સાથે બેસીને ડીનર પણ લીધું હતું.

સામાન્ય રીતે વૃદ્ધાશ્રમ એટલે નિરાધાર વૃદ્ધ લોકો માટેનું આશ્રય સ્થાન. મોટા ભાગે લોકો સહાનુભૂતિ દાખવીને, અગર તો દાનપૂણ્ય કરવાના આશયથી અહીં કાર્યક્રમો યોજે છે. વૃદ્ધ સભ્યોને પણ આ પ્રકારે સહાનુભૂતિ મળે તે પસંદ હોતું નથી. પરીણામે ઉદ્યોગપતિ શ્રી લવજીભાઇ બાદશાહ અને તેમની ટીમે ખાસ તકેદારી રાખી કે વૃદ્ધાશ્રમના સભ્યોની લાગણીને ઠેસ ન પહોંચે, તેમજ કોઇ દાનધર્મના આશયથી નહીં બલ્કે પારિવારીક સભ્યો વચ્ચે વર્ષગાંઠ જે રીતે ઉજવાતી હોય તે પ્રકારનું તેમણે આયોજન કર્યું હતું.

પ્રસ્તુત છે આ અનોખા બર્થ-ડે સેલિબ્રેશનની તસ્વીરી ઝલક

July 19, 2018
bal.jpg
1min17170

ભારતના મહિલા અને બાળ વિકાસ (ડબ્લ્યુસીડી) મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે કહ્યું હતું કે ભારતમાં ભવિષ્યના તમામ બાળલગ્નોને અયોગ્ય અને રદબાતલ ઠેરવવા કેબિનેટ સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવશે.

 

જો આ દરખાસ્ત મંજૂર થઈ ગઈ તો ઉભય પક્ષ પૈકી એક બાળક પુખ્તવયનું થાય તેના બે વર્ષમાં જિલ્લા કોર્ટમાં ધા નાખે કે સગીર વયના લોકોની બાબતમાં વાલીની મારફત અદાલતના દ્વાર ખખડાવે ત્યાં સુધી બાળ લગ્ન ટકી શકવાની મંજૂરી આપે છે.

ડબ્લ્યુસીડી મંત્રાલયના પ્રસ્તાવ અંતર્ગત સઘળા ભાવિ બાળવિવાહ આરંભથી જ ગેરકાનૂની અને રદબાતલ લેખાશે, એમ આ અધિકારીએ જણાવ્યું હતું. બાળલગ્ન નિષેધ ધારાની કલમ ત્રણમાં સુધારાવધારા અને ફેરફાર કરવાની આ મંત્રાલયની ઈચ્છા છે. વર્ષ 2011ની જનસંખ્યા ગણતરી સેન્સસને આધારે કરાયેલા અભ્યાસમાં ભારતમાં 2.3 કરોડ બાળ દુલ્હન છે.

વર્ષ 2015-16ના રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વે (એનએફએચએસ)માં દર્શાવ્યા મુજબ 26.8 ટકા મહિલાઓ 18 વર્ષની થાય તે અગાઉ જ તેમને પરણાવી દેવામાં આવે છે. બાળ દુલ્હનને આરોગ્યની સમસ્યાઓ થવાની શક્યતા ઘણી વધારે હોય છે, એમ જણાવીને વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ)એ ભારતમાં ખૂબ મોટા પ્રમાણમાં બાળ દુલ્હન હોવા અંગે નારાજગી વ્યક્ત કરી છે.

July 17, 2018
pakhindu2.jpg
1min6750

આશરે 30,000 પાકિસ્તાની નાગરિક પૈકી મોટા ભાગે હિન્દુઓને 2011થી ભારતે લાંબી મુદતના વીઝા આપ્યા છે. ભારતમાં લાંબા સમય સુધી રહેવાના વિઝા મેળવનાર પૅન કાર્ડ અને આધાર કાર્ડ મેળવી શકશે તથા ભારતમાં મિલકતની ખરીદી કરી શકશે, એમ ગૃહ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું.

 

પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલાદેશમાં વસતી લઘુમતીને મદદ કરવા મોદી સરકારની નીતિ અનુસાર 2018માં 6,092 પાકિસ્તાની નાગરિકને એલટીવીએસ આપવામાં આવ્યા છે.

કુલ 14,726 પાકિસ્તાની નાગરિકોએ ભારતના વીઝા મેળવવા અરજી કરી હતી. તેમને 2011 અને 2014ની વચ્ચે એલટીવીએસ આપવામાં આવ્યા હતા.

2015થી એલટીવીએસ મેળવવા ઑનલાઇન પ્રોસેસ શરૂ કરવામાં આવ્યો ત્યારથી 2015માં 2,142ને, 2016માં 2,298 નાગરિકને અને 2017માં 4,712ને વીઝા આપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારની હાલની નીતિ પ્રમાણે લોંગ ટર્મ વીઝા પર ભારતમાં વસતા કોઈપણ ધર્મ કે કોમના નાગરિકોને રહેવા માટે ઘરની ખરીદી કરવા દેવાશે. તેમ છતાં સંવેદનશીલ વિસ્તારોમાં મિલકતની ખરીદી કરવાની પરવાનગી નહીં આપવામાં આવે. તેઓ પૅન કાર્ડ. આધાર કાર્ડ અને ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવી શકશે.

July 12, 2018
collector_mamlatdar.jpg
1min11300

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત કલેક્ટર તરીકે સનદી અધિકારી મહેન્દ્ર પટેલના અનુગામી તરીકે આવેલા ડો.ધવલ પટેલની હાક-ધાકનો પરીચય કર્મચારીઓથી લઇને  મુલાકાતીઓને થઇ ચૂક્યો છે, પણ ડો. ધવલ પટેલ સારી કામગીરીની પણ ભરપૂર પ્રશંસા કરે છે એનો પરિચય તેમણે મહુવા મામલતદાર શ્રીમતી બી.આર. રાણા અને તેમની ટીમ દ્વારા કરાયેલી કામગીરી અંગે કરેલા ટ્વીટ પરથી થાય છે.

કલેક્ટરે ટ્વીટ માં જણાવ્યું હતું કે તેઓ તાજેતરમાં મહુવા મામલતદાર કચેરીની મુલાકાતે ગયા હતા અને ત્યાં તેમની માન્યતા અને અપેક્ષાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી તેનું સુખદ આશ્ચર્ય છે.

કલેક્ટરના આ ટ્વીટની ખાસ્સી ચર્ચા કલેક્ટરેટની જુદી જુદી કચેરીમાં કામ કરતા કર્મચારીઓમાં જોવા મળે છે. કલેક્ટરનો આ અભિગમ કર્મચારીઓનો જુસ્સો વધારનારો છે. તેમણે મહુવા મામલતદાર શ્રીમતી બી.આર. રાણાની આ કામગીરીનો તેમને તેમની સર્વિસમાં પણ લાભ મળે રીતની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.

મહુવા મામલતદાર કચેરીની સરપ્રાઇસ મુલાકાત બાદ કલેક્ટર-સુરત ડો.ધવલ પટેલએ કચેરીમાં જે કામગીરી જોઇ-જાણી-નિહાળી અને બાદમાં તેને બિરદાવી એ અભિગમ તેમના તાબા હેઠળની કચેરીના સ્ટાફ માટે દાખલો બેસાડે તેવી ઘટનાથી કમ નથી. જ્યારે કોઇ આઇ.એ.એસ. અધિકારી તેમના સ્ટાફને મોટીવેટ કરવા માટે આ પ્રકારે દાખલો બેસાડે એ અન્ય સનદી અધિકારી માટે પણ પ્રેરણાયાદી થઇ પડશે.

July 4, 2018
train1.jpg
1min5690

અંધેરી સ્ટેશન પર તા.3જી જુલાઇએ બનેલી વોક-વે બ્રિજ તૂટી પડવાની થોડીક સેકન્ડો પહેલાં જ મુંબઇની એક લોકલ ટ્રેનની ઇમર્જન્સી બ્રેક મારીને હીરો બનેલા મોટરમૅન ચંદ્રશેખર સાવંત માટે રેલવેપ્રધાને જાહેર કર્યું પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. ચંદ્રશેખર સાવંતને તેમની ૨૭ વર્ષની સર્વિસમાં તેમણે ત્રણ વખત અવૉર્ડ મળી ચૂક્યા છે.

અંધેરી સ્ટેશન પાસેના ગોખલે બ્રિજનો ભાગ તૂટી રહ્યો હતો ત્યારે ચર્ચગેટ જઈ રહેલી લોકલ ટ્રેનનો મોટરમૅન આ લોકલમાં પ્રવાસ કરી રહેલા પૅસેન્જરો માટે તારણહાર બન્યો હતો. મોટરમૅન ચંદ્રશેખર સાવંતે સમયસૂચકતાનો ઉપયોગ કરીને ઇમર્જન્સી બ્રેક ન મારી હોત તો પડી રહેલો કાટમાળ ટ્રેન પર પડ્યો હોત અને મોટી જાનહાનિ સર્જાઈ હોત. રેલવેપ્રધાન પીયૂષ ગોયલે મોટરમૅન ચંદ્રશેખર સાવંતને પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.

motorman

(ચંદ્રશેખર સાવંત કે જેણે ઇમરજન્સી બ્રેક મારીને 5000 મુસાફરોના જીવ બચાવ્યા)

મારી સામે ઉપરથી મોત પડી રહ્યું હતું અને મારા પર ૫૦૦૦ પૅસેન્જરની જવાબદારી હતી એમ જણાવતાં મોટરમૅન ચંદ્રશેખર સાવંતે કહ્યું હતું કે ‘સવારે અંધેરી રેલવે-સ્ટેશનથી ટ્રેનને બહાર કાઢી અને સ્પીડ વધારી જ રહ્યો હતો ત્યારે સામે બ્રિજનો ભાગ પડતો દેખાયો અને મેં ઇમર્જન્સી બ્રેક મારી હતી. ૨૭ વર્ષની સર્વિસમાં ત્રણ અવૉર્ડ મળી ચૂક્યા છે, પરંતુ ૫૦૦૦ પૅસેન્જરના જીવ બચાવ્યા એ મારા માટે અત્યાર સુધીનો સૌથી મોટો અવૉર્ડ હતો.’

motorman

બોરીવલીથી ચર્ચગેટ તરફ લોકલ જઈ રહી હતી ત્યારે દૂરથી ગોખલે બ્રિજનો હિસ્સો તૂટતો હોવાનું દેખાયું હતું એમ જણાવીને મોટરમૅન ચંદ્રશેખરે કહ્યું હતું કે ‘ઘટનાસ્થળથી માંડ ૬૦થી ૭૦ મીટરના અંતરે મારી ટ્રેન હતી. મેં ઇમર્જન્સી બ્રેક લગાડી અને અંદાજે ૫૦ મીટરના અંતરે ટ્રેન અટકી હતી. જો એકાદ-બે સેકન્ડ મોડું થાત તો અનર્થ થઈ જાત.’

બ્રિજ પડવાની અમુક ક્ષણ પહેલાં જ વિરાર-ચર્ચગેટની લોકલ ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી. અગાઉ ૨૦૦૯માં થાણે લોકલ પર કોપરીનો બ્રિજ તૂટી પડતાં મોટરમૅન સહિત બે જણનાં મૃત્યુ થયાં હતાં.