CIA ALERT

ટ્રેન્ડિંગ Archives - Page 36 of 44 - CIA Live

October 2, 2021
bharat.jpg
1min414
India to have the largest pavilion at Expo 2020 Dubai | Lifestyle News,The  Indian Express

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દુબઇ એક્સ્પૉ. ખાતે ભારતના પૅવિલ્યનનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે ભારત આજે ટૅલન્ટનું પાવરહાઉસ બની ગયું છે. દેશનો આર્થિક વિકાસ ઔદ્યોગિક વારસા અને સ્ટાર્ટ-અપ્સમાંનું કૌશલ્ય સાથે મળીને ઝડપથી કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે ભારત શિક્ષણ, સંશોધન અને રોકાણમાં અગ્રણી આકર્ષક દેશ બની ગયો છે. તેમણે જણાવ્યું હતું કે ભારત આર્ટ્સ (કળા)થી લઇને કૉમર્સ (વાણિજ્ય) અને ઉદ્યોગથી લઇને શિક્ષણ ક્ષેત્રે વિપુલ તક ધરાવતો દેશ બની ગયો છે.

તેમણે જણાવ્યું હતું કે ભારતમાં શોધ, ભાગીદારી, પ્રગતિ કરવા સહિતની વિવિધ તક રહેલી છે. વિદેશી કંપનીઓએ ભારત આવીને આ તક ઝડપી લેવી જોઇએ.      

September 28, 2021
android.jpg
1min472

ગુગલ google કંપનીએ 2.3 વર્ઝન ધરાવતા મોબાઇલ ફોન પર જીમેલ, યુટ્યુબ અને ગૂગલને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પરીણામે 2.3 વર્ઝન ધરાવતા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન આજથી નકામા બની જશે. એન્ડ્રોઇડ વર્ઝન ૨.૩ 11 વર્ષ અગાઉ ડિસેમ્બર 2010માં માર્કેટમાં આવ્યું હતું અને ગૂગલ સતત તેની આ ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરતું રહ્યું છે. ગૂગલના આ વર્ઝનનું નામ જિંજરબ્રેડ છે. હવે એન્ડ્રોઇડ 12ના લોંચ થવાની ઘડીઓ ગણાય રહી છે ત્યારે ગુગલે 11 વર્ષ જૂના એન્ડ્રોઇડ 2.3 વર્ઝનના તમામ ઇન્સ્ટ્રુમેન્ટસ પરથી પોતાની સેવાઓને સમાપ્ત કરી દીધી છે.

જો તમે અત્યાર સુધી એન્ડ્રોઇડ 2.3 વર્ઝનનો ઉપયોગ કરતાં હોવ, તો આજથી તમને જીમેલ, યુટ્યુબ અને ગૂગલની સેવાઓ મળશે નહીં. આ પછી પણ તમારે તમારો જૂુના જ ફોન ઇન્સ્ટ્રુમેન્ટને વપરાશમાં લેવું હોય તો તેમાં એન્ડ્રોઈડ 3.0 કે તેનાથી ઉપરનું વર્ઝન અપગ્રેડ કરવું પડશે, તો તમને આ સેવાઓનો લાભ મળશે.

જો તમારું જૂનું મોબાઇલ ફોન ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ્રોઇડ વર્ઝન અપગ્રેડ કરવામાં સક્ષમ નથી, તો તમારે નવો સ્માર્ટફોન ખરીદવો પડશે.

September 28, 2021
IPL_cia.jpg
1min383

DC Vs KKR –

શારજાહ: અહીં રમાઈ રહેલી આઈપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટમાં મંગળવારે દિલ્હી કૅપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો જોવા મળશે. આ મૅચમાં વિજય મેળવીને દિલ્હી કૅપિટલ્સ પ્લૅ ઑફમાં પોતાનું સ્થાન નિશ્ર્ચિત કરી લેવાનો પ્રયાસ કરશે.

અહીંના શારજાહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાનારી મૅચમાં કેકેઆરના ઈજાગ્રસ્ત ઑલરાઉન્ડર ઍન્ડ્રે રસેલની ટીમમાં ગેરહાજરી દિલ્હી કૅપિટલ્સના આ આશાવાદ માટેનું મોટું અને મહત્ત્વનું કારણ છે. 

આઈપીએલનું ટાઈટલ પ્રથમ જ વખત મેળવવા ઉત્સુક બનેલી દિલ્હી કૅપિટલ્સની ટીમે આ સિઝનમાં હજુ સુધી આક્રમક રમત દેખાડી છે. 

ગયા વરસે આઈપીએલની ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે પરાજિત થયેલી દિલ્હી કૅપિટલ્સની ટીમ આ વખતે આક્રમક મૂડમાં છે અને ગયા વરસની સરખામણીએ વધુ સારું પ્રદર્શન કરવા સજ્જ હોવાનું જણાઈ રહ્યું છે. 

દિલ્હી કૅપિટલ્સને ૧૬ પૉઈન્ટ સાથે આઈપીએલ પૉઈન્ટ ટેબલમાં બીજું તો બે વખત આઈપીએલની વિજેતા કેકેઆર ટીમને ચોથું સ્થાન આપવામાં આવ્યું હતું. 

આઈપીએલ: આજે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર

અબુધાબી: અહીં રમાઈ રહેલી આઈપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટની આ મૅચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર જોવા મળશે. પરાજયની હેટ્રીક કરનાર મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે તેના ટોચના બૅસ્ટમેનો ફૉર્મ મેળવી લે તે ખૂબ જ જરૂરી છે. યુએઈમાં આઈપીએલનો આરંભ થયા બાદ ત્રણે મૅચમાં પરાજય મેળવનારી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે સમય હાથમાંથી સરી રહ્યો છે. 

૧૦ મૅચમાં આઠ પૉઈન્ટ સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પૉઈન્ટ ટેબલમાં ગબડીને સાતમા સ્થાને પહોંચી ગઈ છે. આઈપીએલની પાંચ વખત ચૅમ્પિયન રહેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે અત્યાર સુધીમાં ચેન્નઈ સુપર કિંગ્સ-સીએસકે, રોયલ ચેલેન્જર્સ બેંગલોર-આરસીબી અને કોલકાતા નાઈટ રાઈડર્સ-કેકેઆર સામેની મૅચમાં પરાજય મેળવ્યો છે.  કૅપ્ટન રોહિત શર્મા સહિત ટોચના બૅટ્સમેનોની નિષ્ફળતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે ચિંતાનો વિષય છે. બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં વિજયી બનેલી પંજાબની ટીમને પૉઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને મૂકવામાં આવી છે. 

૧૦ મૅચમાં આઠ પૉઈન્ટ સાથે પંજાબ કિંગ્સને પણ હવેની મૅચ ગુમાવવાનું અને પૉઈન્ટ ટેબલમાં નીચે સરકવાનું પરવડે એમ નથી.

September 27, 2021
1min538

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા આજરોજ તા.27મી સપ્ટેમ્બર 2021ને સોમવારે પ્રધાન મંત્રી ડિજિટલ હૅલ્થ મિશન (પીએમ-ડીએચએમ)નું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીયોને એક હેલ્થ આઇડી આપવામાં આવશે જેમાં દરેક નાગરીકના વ્યક્તિગત સ્વાસ્થ્ય સંબંધિત માહિતી, બિમારીઓની માહિતી, ઓપરેશન જો કોઇ કરાવ્યા હોય તો તે અંગેની માહિતી, કોઇક દવાની એલર્જી હોય તો તેની હિસ્ટ્રી વગેરે બાબતો નોંધાશે. કોઇપણ સમયે દવાખાનામાં કે હોસ્પિટલાઇઝેશન વખતે સારવાર નિદાન કરનારા તબીબો માટે આ એક સૌથી સહજ, સરળ અને ઓથેન્ટિંક માહિતી હશે.

National Digital Health Mission

વડા પ્રધાને આ યોજના વિશેની જાહેરાત ૧૫મી ઑગસ્ટ, ૨૦૨૦ના દિવસે લાલ કિલ્લા પરથી કરી હતી. 

હાલ, છ કેન્દ્ર શાસિત પ્રદેશમાં હાલ પ્રાથમિક ધોરણે આ યોજનાનો અમલ કરાયો છે. આ ઐતિહાસિક પહેલનું ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ના દિવસે સવારે ૧૧ વાગ્યે વડા પ્રધાન ઉદ્ઘાટન કર્યું હતું. આ યોજનાની રાષ્ટ્રવ્યાપી શરૂઆત યોગાનુયોગે નેશનલ હૅલ્થ ઓથોરિટી (એનએચએ)ની યોજના આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાની ત્રીજી વર્ષગાંઠના દિવસથી થઇ રહી છે.

આ પ્રસંગે કેન્દ્રના સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મુદ્દા તરીકે આ યોજનામાં દરેક નાગરિક માટે સ્વાસ્થ્ય ઓળખ (આઇડી)નો સમાવેશ કરાયો છે, જેનો ઉપયોગ એમના સ્વાસ્થ્ય ખાતા તરીકે પણ કરાશે. 

September 27, 2021
canada_flag.png
1min398

કેનેડાએ સોમવારથી ભારતથી સીધી ફ્લાઇટ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય જાહેર કર્યો છે : કેનેડાએ પાંચ મહિનાથી વધુ સમય બાદ આ પ્રતિબંધ હટાવ્યો છે.

કેનેડાના સત્તાવાર સૂત્રોએ શનિવારે ટ્વિટર પર આ માહિતી જાહેર કરતા જણાવ્યું હતું કે ૨૭મી સપ્ટેમ્બરે ૦૦.૦૧ વાગ્યાથી ભારતથી કેનેડા માટેની સીધી ફ્લાઇટોને વધારાના સ્વાસ્થ્ય સંબંધી પગલાં સાથે પરવાનગી આપવામાં આવી છે. 
આ માટે પ્રવાસીઓ પાસે દિલ્હીથી કેનેડા માટેની સીધી ફ્લાઇટ પકડવાના ૧૮ કલાકની અંદર મંજૂર કરાયેલ લૅબમાંથી કોવિડ-૧૯ના મોલેક્યુલર ટેસ્ટના રિપોર્ટ હોવા જરૂરી છે. 
ભારતમાં કોરોનાની બીજી લહેર આવ્યા બાદ કેનેડાએ એપ્રિલ મહિનાથી ભારતથી આવનાર બધી જ સીધી ફ્લાઇટો પર પ્રતિબંધ લાદ્યો હતો. 
ભારતના કેનેડા ખાતેના રાજદૂત અજય બિસરીયાએ આ નિર્ણયને વધાવતા ટ્વિટર પર જણાવ્યું હતું કે ૨૭મી સપ્ટેમ્બરથી એર ઇન્ડિયા અને એર કેનેડાની દિલ્હીથી ટોરોન્ટો/વાનકુવરની સીધી ફ્લાઇટો શરૂ થવા સજ્જ છે. પ્રવાસમાં વધુ છૂટછાટ મેળવવા માટે અમે કેનેડા સાથે વાટાઘાટ કરી રહ્યા છીએ.
જોકે, ભારતથી કેનેડા આડકતરી રીતે જનારા પ્રવાસીઓ માટે અન્ય દેશમાંથી કેનેડા જવા અગાઉ ત્રીજા દેશનો કોવિડ-૧૯ નેગેટિવનો રિપોર્ટ કઢાવવો હજુ ય ફરજિયાત રાખવામાં આવ્યો છે.

September 27, 2021
cia_gst.jpg
1min379

સરકારે જીએસટી રિફંડનો દાવો કરવા માટે કરદાતાઓના આધાર ઑથેન્ટિકેશનને ફરજિયાત બનાવ્યું છે. સેન્ટ્રલ બૉર્ડ ઑફ ઇનડાઇરેક્ટ ટૅક્સીસ ઍન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)એ જીએસટીના નિયમોમાં સુધારો કર્યો છે, જેમાં જીએસટી માત્ર પાન કાર્ડ સાથે લિંક થયેલા બૅંક ખાતામાં જ જમા થાય (જે ખાતા સાથે જીએસટી રજિસ્ટ્રેશન થયું હોય) સહિતના વિવિધ કરચોરી ડામવાના પગલાં લેવામાં આવ્યા છે. 

જાહેરનામામાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી જે ઉદ્યોગોએ સમરી રિટર્ન ફાઇલ કરવામાં અને માસિક જીએસટી ભરવામાં ડિફોલ્ટ કર્યું છે, તેઓ આગામી મહિનાનું જીએસટીઆર-૧ વેચાણ રિટર્ન ફાઇલ કરી શકશે નહીં. આ જાહેરનામું ૧૭ સપ્ટેમ્બરે લખનઊ જીએસટી કાઉન્સિલની બેઠકમા ંલવાયેલા નિર્ણયોને અનુસરે છે.  

‘કરચોરીને પકડવા માટે, સરકારે માલિક, ભાગીદાર, કર્તા, મેનેજિંગ ડિરેક્ટર, પૂર્ણ સમયના ડિરેક્ટર અને અધિકૃત હસ્તાક્ષરકર્તા માટે આધાર પ્રમાણીકરણ ફરજિયાત બનાવ્યું છે,’ એમ એએમઆરજી ઍન્ડ એસોસિયેટ્સના સિનિયર પાર્ટનર રજત મોહને જણાવ્યું હતું.   ઇવાયના ટૅક્સ પાર્ટનર અભિષેક જૈને કહ્યું હતું કે, ‘આવક લીકેજ અટકાવવાના ઉદ્દેશથી સરકારે કરદાતાને રિફંડનો દાવો કરવા માટે આધાર ઑથેન્ટિકેશન ફરજિયાત બનાવ્યું છે.                            

September 25, 2021
kartik-Jivani.jpg
1min874

UPSC દ્વારા આજે પરિણામની જાહેરાત કરી દેવામાં આવી છે. દેશભરમાંથી સિવિલ સર્વિસમાં 761 ઉમેદવારો પાસ થયા છે. જેમાંથી સુરતનો કાર્તિક જીવાણી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે અને દેશમાં ટોપ 8માં છે.

તા.24મી સપ્ટેમ્બર 2021ની સંધ્યાએ ભારતમાં યુપીએસસી દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષા-2021નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. UPSCના પરિણામમાં કુલ 761 ઉમેદવારો પાસ થયા છે. જેમાં પ્રથમ ક્રમે શુભમ કુમાર આવ્યા છે.

ગુજરાતમાં પ્રથમ નંબરે કાર્તિક જીવાણી આવ્યા છે. તેઓએ સમગ્ર દેશમાં 8મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે તેઓએ અગાઉ સિવિલ સર્વિસની પરીક્ષામાં 84મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આમ અથાગ મહેનત થકી કાર્તિક જીવાણીએ પોતાના લક્ષ્યને હાંસલ કરી દીધો હતો અને હવે તે સુરતના પ્રથમ IAS ઓફિસર બનશે.

કાર્તિક જીવાણીએ 2017માં સિવિલ સર્વિસની પરીક્ષા આપી હતી. જો કે આ પરીક્ષામાં તેઓ નિષ્ફળ નીવડ્યા હતા. પણ તેઓએ હાર માની ન હતી. બે વર્ષ બાદ એટલે કે 2019માં તેઓએ ફરીથી યુપીએસસીની પરીક્ષા આપી હતી. અને 94મો ક્રમ હાંસલ કર્યો હતો. જો કે 2020માં તેઓએ 84મો ક્રમ હાંસલ કર્યો હતો આ વખતે તેઓને IPSમાં સ્થાન મળ્યું હતું. પણ કાર્તિકની ઈચ્છા IAS ઓફિસર બનવાની હતી. અન પોતાના લક્ષ્યને હાંસલ કરવા માટે તેઓએ કોરોના કાળમાં પણ અથાગ મહેનત કરી હતી. અને આજે તેમને સિદ્ધી હાંસલ કરતાં ન ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે. અને હવે તે સુરતથી IAS ઓફિસર બનનાર પ્રથમ ઓફિસર હશે.

કાર્તિકનો જન્મ 1994માં થયો છે. તેના પિતા ડો. નાગજીભાઈ જીવાણી વરાછામાં લેબોરેટરી ચલાવે છે. કાર્તિકે સુરતની પીપી સવાણી અને રાયન ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 12 સાયન્સ સુધીનો અભ્યાસ કર્યો હતો. કાર્તિકે પ્રાથમિક શિક્ષણ ગુજરાતી ભાષામાં મેળવ્યું હતું. જે બાદ તેઓએ મુંબઈની IITમાંથી બી.ટેક મિકેનિકલની ડિગ્રી હાંસલ કરી હતી. 1994માં કાર્તિકના જન્મ સમયે પ્લેગ ફાટી નીકળ્યો હતો અને તે સમયે પ્રસુતિ કરાવવા માટે કોઈ ડોક્ટર પણ મળ્યા ન હતા. પણ તે સમયે એસ.આર.રાવ નામના સુરત કમિશનરે સમગ્ર સુરતની સૂરત બદલી નાખી હતી. અને તેમના કિસ્સા સાંભળીને કાર્તિકને IAS બનવાની ઈચ્છા જાગી હતી.

September 25, 2021
Garba-Nights.jpg
1min425

આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે. તે બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વચ્ચે યોજાયેલી બેઠકમાં માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. લગ્ન પ્રસંગોમાં પણ અગાઉ ૧૫૦ વ્યક્તિઓની જે મર્યાદા હતી, તેમાં વધારો કરીને હવે ૪૦૦ વ્યક્તિઓ માટે છૂટછાટ આપવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય  તે હિતાવહ રહેશે. આવા આયોજનોમાં લાઉડ સ્પીકર-ધ્વનિ નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે.આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે. તે બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વચ્ચે યોજાયેલી બેઠકમાં માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. લગ્ન પ્રસંગોમાં પણ અગાઉ ૧૫૦ વ્યક્તિઓની જે મર્યાદા હતી, તેમાં વધારો કરીને હવે ૪૦૦ વ્યક્તિઓ માટે છૂટછાટ આપવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય  તે હિતાવહ રહેશે. આવા આયોજનોમાં લાઉડ સ્પીકર-ધ્વનિ નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે.

પાર્ટી પ્લોટ, ક્લબ, ખુલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શિયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં નહીં આવે

રાજ્ય સરકારે ૪૦૦ વ્યક્તિની મર્યાદામાં શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો કરવાની છૂટ આપી છે. અર્થાત્ હવે આગામી નવરાત્રિની ઉજવણી નિયમોને આધિન ધામધૂમથી કરી શકાશે. સરકારે હાલના રાતના ૧૧થી સવારના ૬ વાગ્યા સુધીના રાત્રિ કરફ્યૂમાં એક કલાકનો ઘટાડો કર્યો છે. જે હવે રાતના ૧૨થી સવારના ૬ વાગ્યા સુધી રહેશે. જોકે, રાજ્યમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શિયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં નહીં આપવાનું જાહેર કર્યું છે. આ ઉપરાંત સરકારે અંતિમક્રિયા માટે પણ વ્યક્તિઓની ઉપસ્થિતિની સંખ્યામાં વધારો મંજૂર કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજી હતી. જેમાં હાલના કોરનાના સંક્રમણની કેસોની સ્થિતિ સહિતના અન્ય મુદ્દાને ધ્યાનમાં લઈને આ નિર્ણયો લીધા છે. અમદાવાદ સહિત વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર જેવા આઠ મહાનગરોમાં હાલ રાત્રિ કરફયુ અમલમાં છે ત્યાં હવે રપમીના શનિવારથી રાત્રિના ૧ર વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ અમલમાં રહેશે એટલે કે, હાલના જે રાતના ૧૧થી સાવરના ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ અમલમાં છે. તેમાં એક કલાકનો ઘટાડો કરાયો છે. જે ૧૦મી ઓક્ટોબર, ર૦ર૧ના સવારના ૬ વાગ્યા સુધી ચાલુ રહેશે.  

અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની ૪૦ વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે. રાજ્યમાં રેસ્ટોરન્ટ રાત્રિના ૧૦ વાગ્યા સુધી અગાઉ ક્ષમતાના ૬૦% સાથે ચાલુ રાખવાની મંજૂરી હતી તેમાં વધારો કરીને હવે ક્ષમતાના ૭પ% સાથે ચાલુ રાખી શકાશે. રાજ્યમાં જાહેર બાગ બગીચા અગાઉ રાત્રિના ૯ વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતાં, તે પણ હવે રાત્રિના ૧૦ વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે.

September 25, 2021
italy.png
1min449

રોમમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે રોમે કોવિશિલ્ડ રસીને માન્યતા આપી છે અને જે લોકોને આ રસી મળી છે તેઓ હવે ગ્રીન પાસ માટે પાત્ર છે.

ઇટલીની માન્યતા સાથે, કુલ 19 યુરોપિયન યુનિયન (EU) રાષ્ટ્રોએ કોવિશિલ્ડને માન્યતા આપી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને તેમના ઇટાલિયન સમકક્ષ રોબર્ટો સ્પેરન્ઝા વચ્ચે G20 આરોગ્ય મંત્રીઓની બેઠકનું આ પરિણામ છે, એમ દૂતાવાસે એક ટ્વીટમાં જણાવ્યું હતું.

“ભારતીય રસી કાર્ડ હોલ્ડર્સ હવે ગ્રીન પાસ માટે પાત્ર છે.” તેમાં ઉમેર્યું હતું કે આ પહેલા, ઇટાલીએ ફાઇઝર, મોર્ડેના, વેક્સઝેરવિયા – એસ્ટ્રાઝેનેકા અને જોહ્ન્સન એન્ડ જોહ્નસનની રસીઓને માન્યતા આપી હતી.

September 24, 2021
Cia_business_news-1280x936.jpg
1min433

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આમ તો ફ્રાય ડે (શુક્રવાર)નો જ્યારે રેફરન્સ લેવામાં આવે છે ત્યારે મોટા ભાગે બ્લેક ફ્રાય ડે એવા ટાઇટલ જ સાંભળવા મળ્યા છે પરંતુ, આજે તા.24મી સપ્ટેમ્બર 2021નો ફ્રાય ડે ભારતીય શેરબજાર માટે ગુડ ફ્રાયડે બનીને આવ્યો છે.

Sensex closes shy of historic 60,000 mark, Nifty tops 17,800 mark for first  time - BusinessToday

આજે શુક્રવારે ભારતીય શેર બજારના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે સેન્સેક્સે 60,000 સપાટીને કૂદાવી દીધી હતી. અત્યાર સુધી ફક્ત જેની કલ્પના કરવામાં આવી રહી હતી એ 60 હજારનો સૂચકાંક સર કરીને ભારતીય શેરબજારોએ વિશ્વભરના રોકાણકારોનું ધ્યાન ખેંચ્યુ છે.

આજે શેરબજારમાં શરૂઆતના કારોબારમાં બેન્ક અને આઇટી શેરમાં તેજી હતી. સૌથી વધુ વધારો ઇન્ફોસિસના શેરમાં થયો હતો.

ગતરોજ તા.23મી સપ્ટેમ્બર, ગુરુવારે શેરબજારમાં છેલ્લા ઘણા મહિનાઓમાં સૌથી મોટો ઉછાળો આવ્યો હતો. સેન્સેક્સમાં 950 પોઇન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. સવારે 431 પોઈન્ટના વધારા સાથે 59,358 પોઈન્ટ પર ખૂલ્યા બાદ સેન્સેક્સ સાંજે 958 પોઈન્ટ વધ્યો હતો. ગુરુવારે સાંજે સેન્સેક્સ 59,885.36 પોઇન્ટ પર બંધ થયો હતો. જે બુધવારે 58,927.33 પોઇન્ટ પર બંધ થયો હતો. આખા દિવસના કારોબારમાં એક સમય એવો હતો જ્યારે સેન્સેક્સ 59,957.25 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી ગયો હતો. એટલે કે, સેન્સેક્સમાં લગભગ 1030 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો.