ભારત સરકારના નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુંઝીયમ(NCSM) દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ[NATIONAL SCIENCE DRAMA FESTIVAL-2018] ભારતભરમાં આયોજન કરવામાં યોજવામાં આવે છે.
તેના ભાગ રૂપે આ કાર્યક્રમ અંતર્ગત ચાલુ વર્ષે “ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(GUJCOST)– ગાંધીનગર પુરુસ્કૃત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્–સુરત દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તેમજ સંસ્કારભારતી વિદ્યાલય સહયોગથી સુરત જિલ્લા કક્ષાની “વિજ્ઞાન નાટય સ્પર્ધા” આજરોજ તા.૦૮/૦૮/૨૦૧૮ને બુધવારના રોજ સંસ્કાર ભારતી વિદ્યાલયના ઓડીટોરીયમ, રાંદેર રોડ, સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં જીલ્લાની વિવિધ શાળાના બાળકો દ્વારા “વિજ્ઞાન અને સમાજ (Science & Society)” મુખ્ય થીમ પર ૪-પેટા વિષયો જેવા કે,
- ડીજીટલ ભારત,
- ગ્રીન એન્ડ ક્લીન એનર્જી,
- પર્યાવરણ,
- આરોગ્ય અને સ્વચ્છતા. આ વિષયો પર ૩૦ મીનીટમાં નાટ્ય રજુ કરવામાં આવ્યા, જિલ્લામાંથી નોંધણી ૧૫ શાળાઓએ ૧૫૦ જેટલા વિધાર્થીઓ/શિક્ષકોએ આ સ્પર્ધામાં ભાગ ઉત્સાહપૂર્ણ લીધો હતો.
સ્પર્ધાના નિર્ણાયકો (Judge) તરીકે (૧) શ્રી નરેશભાઈ કાપડિયા, નિયામક, સ્કોપા કોલેજ, સુરત અને (૨) શ્રીમતી યામિનીબેન વ્યાસ, સુરત સેવા આપી હતી, એકથી ત્રણ ક્રમે વિજેતા ટીમને શિલ્ડ અને શ્રેષ્ટ અભીતેતા/અભિનેત્રી./ લેખક/ નિદર્શક પણ જાહેર કરી સન્માનવામાં આવ્યા હતા.
નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ[NATIONAL SCIENCE DRAMA FESTIVAL-2018] સ્પર્ધાનું પરિણામ
આયોજક: જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્–સુરત
સ્થળ: સંસ્કાર ભારતી વિદ્યાલયના ઓડીટોરીયમ, રાંદેર રોડ, સુરત તા.૦૮/૦૮/૨૦૧૮
| વિજેતા ક્રમ/રેન્ક | શાળાનું નામ | ડ્રામાનું નામ./ વિષય |
| પ્રથમ | શ્રી આર.એસ.એમ. પુનાવાલા હાઈસ્કૂલ, | યક્ષપ્રશ્ન / પર્યવરણ અને સ્વચ્છતા |
| દ્રિતીય | સી.સી. શાહ, ઈ,મિ, હાઇસ્કૂલ, | ડીજીટલ ઇન્ડિયા |
| ત્રીતીય | સર વી.ડી.ટી. ગર્લ્સ હાઇસ્કૂલ, | સફાઈ, સ્વચ્છતા અને આરોગ્ય |
| વ્યક્તિગત ઇનામો | ||
| શ્રેષ્ટ અભિનેતા | શ્રી આર.એસ.એમ. પુનાવાલા હાઈસ્કૂલ, | ક્રિશ શાહ, |
| શ્રેષ્ટ અભિનેત્રી | ,, ,, ,, | યશ્વી સ્માર્ત |
| શ્રેષ્ટ લેખક | સર વી.ડી.ટી. ગર્લ્સ હાઇસ્કૂલ, | કેયુરી પંચાલ |
| શિષ્ટ દિગ્દર્શક | શ્રી આર.એસ.એમ. પુનાવાલા હાઈસ્કૂલ, | દિપ્તીબેન લાલવાલા |
























સુદીક્ષા ભાટી જેણે સીબીએસઇમાં ધો.12 98 ટકા લાવીને અમેરિકાની કોલેજની રૂ.3.8 કરોડની સ્કોલરશીપ મેળવી
સુદીક્ષા માતા-પિતા સાથે