CIA ALERT

યંગિસ્તાન Archives - Page 29 of 37 - CIA Live

April 28, 2019
avengers-1-1280x720.jpg
1min10860

ફર્સ્ટ ડેની આવક 53.10 કરોડ રૂપિયા : ઠગ્સ ઓફ હિન્દૂસ્તાનના નામે હતો રેકોર્ડ

માર્વેલની એવેન્જર્સ : એન્ડગેમે ભારતમાં પહેલા દિવસની કમાણીના તમામ રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો છે તેમજ પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.’ એવેન્જર્સ એન્ડગેમે ભારતમાં પહેલા દિવસે 53.10 કરોડ રૂપિયાની આવક કરી છે. ફિલ્મનું ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન 63.21 કરોડ રૂપિયા નોંધાયું છે. એક હોલીવુડ ફિલ્મ માટે આ ખુબ ‘શાનદાર આંકડા છે. ત્યાર સુધી ભારતીય બોક્સ ઓફિસ ઉપર ઓપનિંગ ડેમાં સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દૂસ્તાનના નામે હતો. ઠગ્સ ઓફ હિન્દૂસ્તાને ભારતમાં રિલિઝના પહેલા દિવસે 52.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. અત્યારે તો ભારતમાં ફિલ્મ રસિયાઓ ઉપર એન્ડગેમનો ફિવર છે. આ અગાઉ એન્ડગેમે એડવાન્સ બુકિંગના પણ તમામ રેકોર્ડ તોડયા હતા. ફિલ્મની માગ પણ એટલી છે કે તમામ થિયેટરો હાઉસફુલ રહ્યા હતા. ખાસ કરીને દિલ્હી અને એનસીઆરમાં જબરદસ્ત માહોલ બન્યો હતો. દર્શકોના ઉત્સાહને ધ્યાને લઈને મેકર્સે એવેન્જર્સ એન્ડગેમને વધુમાં વધુ ક્રિન ઉપર રિલિઝ કરવાનો પ્રયાસ કર્યો છે.’ એન્ડગેમના ક્રેઝના કારણે તેની રિલિઝ સાથે ભારતીય બોક્સ ઓફિસ ઉપર અન્ય કોઈ પણ ફિલ્મ રિલિઝ કરવામાં આવી નથી.’
April 26, 2019
GUJCET-2019-1280x720.jpg
1min6060

સમગ્ર ગુજરાતની એન્જિનિયરિંગ, ફાર્મસી, એગ્રિકલ્ચર વગેરેના પહેલા વર્ષમાં પ્રવેશ માટે ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટની પરીક્ષા આજે રાજ્યભરમાં પુષ્કળ ગરમી વચ્ચે 1.36 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સવારે 10 વાગ્યાથી પરીક્ષા શરૂ થઇ છે.

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટેના આશરે 1.36 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી સાત હજાર જેટલા વિદ્યાર્થીઓએ હજુ સુધી હોલ ટિકિટ લીધી ન હોવાનું જાણવા મળ્યું હતું.

અમદાવાદમાં 45 સેન્ટર પર ગુજકેટ પરીક્ષાનું આયોજન કરાવામાં આવ્યુ છે. જ્યારે સીબીએસીઈ બોર્ડ પરીક્ષા અને ગુજરાત લોકસભા મતદાનના કારણે ગુજકેટ પરીક્ષાની ત્રીજી વાર તારીખ ફારફેર કરવામાં આવી હતી. રાજ્ય શિક્ષણ બોર્ડે પરીક્ષાના કાર્યક્રમની સાથે ગુજકેટની પરીક્ષાની તારીખ ગત તા.30મી માર્ચ જાહેર કરી હતી. ત્યારબાદ સીબીએસઇએ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરતા ગુજકેટની તારીખ અને પરીક્ષા પેપરની તારીખ એક જ હોવાથી બોર્ડે તારીખ બદલીને તા.4થી એપ્રિલ જાહેર કરી. ત્યારબાદ ફરી સીબીએસઈના સમયપત્રકમાં ફેરફાર થતા નવી તા. 23મી એપ્રિલ જાહેર થઇ. ત્યારે તા.23મી મેએ લોકસભા મતદાન હોવાથી ગુજકેટ પરીક્ષાની તારીખ ત્રીજી વાર બદલાઈ હતી અને જે હવે આજે શુક્રવારે તા.26મી એપ્રિલે ગુજકેટની પરીક્ષા લેવામાં આવી રહી છે.

રાજ્યના હવામાન ખાતાએ શહેરમાં 44 ડિગ્રી તાપમાન હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. અને સોમવાર સુધી તાપમાન 45 ડિગ્રી પાર કરશે તેવી પણ હવામાન ખાતે આગાહી કરી હતી. આવતીકાલે શુક્રવારે શહેરમાં ગરમીનો પારો 45 ડિગ્રી રહેશે તેવી આગાહી કરવામાં પણ આવી છે.

April 24, 2019
ca_logo.jpg
3min17500

જયેશ બ્રહ્મભટ્ટ

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાએ આગામી મે-2019ની પરીક્ષાથી અમલમાં આવે એ રીતે ઇન્ટરમિડીયેટ (જૂના આઇ.પી.સી.) તેમજ ફાઇનલ્સના પ્રશ્નપત્રની પેટર્નમાં અનેક ફેરફારો કર્યા છે. આઇ.સી.એ.આઇ.એ અનેક પ્રશ્નપત્રમાં 30 માર્કસના મલ્ટીપલ ચોઇશ ક્વેશ્ચ્યન દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. એમ.સી.ક્યુ. માટે ઓ.એમ.આર. આન્સરશીટમાં જવાબો લખવાના રહેશે.

તા.23મી એપ્રિલના રોજ આઇ.સી.એ.આઇ.એ પ્રશ્નપત્રમાં ફેરફાર અંગેનું નોટિફિકેશન જારી કરી દીધું છે.

 

Page 2

Page 3

Check the ICAI CA revised exam pattern here

https://resource.cdn.icai.org/54976exam44180.pdf

: Institute of Chartered Accountants of India (ICAI) has revised the exam pattern of the CA examinations.
The changes will be effective in the CA examinations which are scheduled to be held in May 2019 and onwards. ICAI has listed some papers from ICAI Intermediate (New and IPC) and Final (New and Old) courses and announced that all those papers will have Multiple Choice Questions or MCQs to the tune of 30 per cent marks.

As per the notification released by ICAI, the CA exam question papers will have two parts, Part I comprising MCQs to the tune of 30 marks (each carrying 1 to 2 marks) and Part II comprising descriptive type questions to the tune of 70 marks.

The candidates will have to write their answers in respect of Part I of the paper (i.e. MCQs) in OMR answer sheet by darkening the appropriate circles with HB pencil and Part II of the paper (i.e. the descriptive type questions) in the descriptive type answer book in the normal course.

After finishing the paper, the candidates will have to submit OMR answer sheet, Answer book used for answering the
descriptive answers (relating to Part II) and MCQ booklet to the invigilator before leaving the exam hall.

The ICAI will conduct the CA exams between May 27-June 12, 2019. The exams will be conducted for – Students Examinations, Foundation Course (under New Scheme), Intermediate (IPC) Course (Old Scheme), Intermediate Course (New Scheme), Final Course under Old and New Scheme, and Members’ Examination. ICAI is a professional organisation that conducts Chartered Accountants’s examinations in India

April 20, 2019
rahul_dalal.jpg
1min13010

જયેશ બ્રહ્મભટ્ટ

યંગસ્ટર્સમાં કેટલી અપાર શક્તિ ભરેલી હોય છે અને યંગસ્ટર્સ ધારે તો શું ન કરી શકે તેનું જીવંત ઉદાહરણ બન્યો છે સુરતનો યંગસ્ટર રાહુલ દલાલ. આ સુરતી યુવાને 22 વર્ષની ઉંંમરે જે સિદ્ધિઓ હાંસલ કરી છે એ કદાચ ન ભૂતો ન ભવિષ્યતી લેખાય રહી છે અને લેખાશે.

રાહુલ દલાલની ઉંમરના બીજા યંગસ્ટર્સને એક ડિગ્રી ભણતા ભણતા મોઢે ફીણ આવી જાય, ડચકાં ખાતા ખાતા એકાદ ડિગ્રી આવી જાય અને ભણવાનું પૂરું થઇ જાય. 85 ટકા યંગસ્ટર્સની આ હાલત હોય છે જેઓ ગ્રેજ્યુએશન કરે એટલે ભયો ભયો

રાહુલ દલાલ નામનો સુરતી યુવાન જે હાલમાં સુરતની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ, એસ.વી.એન.આઇ.ટી.માં બી.ટેક. કેમિકલ બ્રાન્ચમાં ફાઇનલ ઇયરનું એન્જિનિયરિંગ ભણી ચૂક્યો છે. આ થઇ તેની પહેલી સિદ્ધિ.

રાહુલ દલાલની બીજી સિદ્ધિએ છે કે એન્જિનિયરિંગ ભણવાનું શરૂ કર્યું એટલે કે ધો.12 પાસ થયા પછી રાહુલ દલાલે સી.એ. (ચાર્ટર્ડ અકાઉન્ટન્સી) કોર્સમાં પણ પ્રવેશ મેળવ્યો હતો અને સુરતના જાણીતા સી.એ. કોચ રવિ છાવછરીયા પાસે કોચિંગ મેળવ્યું હતું અને હાલમાં એ સી.એ. ફાઇનલની પરીક્ષાનું પ્રિપેરેશન કરી રહ્યો છે.

એન્જિનિયરિંગ અભ્યાસ અને એ પણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં અને તેની સાથે સી.એ. કોર્સમાં ફાઇનલ સુધી પહોંચી ચૂકેલા રાહુલ દલાલની ત્રીજા અદ્વિતિય સિદ્ધિ એ છે કે તેણે તાજેતરમાં આઇ.આઇ.એમ. (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ) માં પ્રવેશ માટે આંતર રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવતી આઇ.આઇ.એમ. કેટ (કોમન એન્ટ્રન્સ એકઝામ) પરીક્ષા આપી હતી અને તેમાં પણ 98.88  પર્સન્ટાઇલ મેળવીને અવ્વલ રહ્યો છે. રાહુલ દલાલને પહેલા જ પ્રયત્ને આઇ.આઇ.એમ. એ. એટલે કે અમદાવાદ આઇ.આઇ.એમ. કે જ્યાં મેનેજમેન્ટ સ્ટડી કરવા માટે હજારો નહીં લાખો વિદ્યાર્થીઓનું સપનું સપનું જ બની રહી જાય છે.

આમ આ સુરતી યુવાને કોલેજ કાળમાં એક સાથે ત્રણ-ત્રણ અદ્વિતિય સિદ્ધિઓ મેળવી લીધી છે.

  • નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં એન્જિનિયરિંગ

  • ચાર્ટર્ડ અકાઉન્ટન્સી અને

  • આઇ.આઇ.એમ.માં એમ.બી.એ.

  • સુરતના આ ટેક્નો-કમર્શિયલ યંગસ્ટરની સિદ્ધિઓ ભાગ્યે જ કોઇ તોડી શકશે અથવા તે અંગે વિચારી શકશે

રાહુલ દલાલને સી.એ.નું કોચિંગ આપનાર સુરતના જાણીતી સી.એ. કોચ રવિ છાવછરીયાએ તેમની વોલ પર રાહુલ માટેની પોસ્ટ આ મુજબ અક્ષરસઃ પોસ્ટ કરી હતી

Exceptional! Amazing! Brilliant!
Our student Rahul Dalal, studying CA Final and in last year of Chemical Engineering (SVNIT)..yes you read it right— CA parallel with engineering from last 4 years..
Now cracked CAT with 99.88 percentile and got admission into IIM A.
A true techno-commercial guy!
Many congratulations to Rahul Dalal and his family.
Surat’s youth are performing amazingly beautiful year after year in all spheres of education..and setting benchmarks.

April 20, 2019
kalank-1280x720.jpg
1min15790
આ વર્ષનો સૌથી સારું ઓપનિંગ મેળવનાર ‘કલંક’ ફિલ્મની કમાણીમાં બીજા દિવસે પ0 ટકાથી વધુ ગગડી છે. કરણ જોહરના પ્રોડકશન હાઉસની આ ફિલ્મમાં વરૂણ ધવન, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, સોનાક્ષી સિંહા, સંજય દત્ત અને માધુરી દીક્ષિત જેવા ટોચના કલાકારોનો કાફલો છે. કલંક બુધવારે રીલિઝ થઇ હતી અને પહેલા દિવસે 22 કરોડનું બમ્પર ઓપનિંગ મળ્યું હતું. પણ ગુરુવારે બીજા દિવસે કલંકની કમાણી અરધા પર ઓછી થઇ હતી. શુક્રવારે પણ સવારના શોમાં કલંક જોવા પ્રેક્ષકો થિયેટરમાં બહુ ઓછી સંખ્યામાં આવ્યા હતા. પહેલા દિવસે 22 કરોડની કમાણી કરનાર કલંકનું બીજા દિવસનું કલેકશન 10.7પ કરોડ જ રહયું હતું. આ મલ્ટીસ્ટાર ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી બહુ સારા રિવ્યૂ મળ્યા નથી. પ્રેક્ષકોને આ ફિલ્મ માત્ર ભપકાદાર લાગી રહી છે. સ્ટોરીમાં દમ નથી. ફિલ્મની 2.48 મિનિટની લંબાઇ પણ કલંકને નડી રહી છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન અને ઝીરોની જેમ કલંક’ ફલોપ તો સાબિત થશે નહીં, પણ સુપરહિટ પણ રહેશે નહીં.
April 19, 2019
votingsign.jpg
1min7670

ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીઓમાં વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત બનાવે, મતદાન શક્ય એટલું વધુ થાય તે માટે કોર્પોરેટ કંપનીઓ મતદાતાઓ માટે અનેક આકર્ષક ઓફરો અમલમાં મૂકી છે.

મતદારની આંગળી પર મતદાન કરવા અગાઉ લગાડવામાં આવતી શાહીનું નિશાન મતદારો ખાસ કરીને પહેલી વખત વોટિંગ કરી રહેલા યંગસ્ટર મતદાતાઓ માટે અનેક લાભદાયક ઓફરોનો લાભ અપાવશે. જેમાં એક ઓફર હિરો હોન્ડા મોટોકોર્પ જે રૂ.199માં બાઇક સર્વિસ કરી આપશે.

વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે વોટર બેનિફિટ સ્કીમ લોન્ચ કરી છે. કંપની તમારું ટુ-વ્હીલર મફતમાં ધોઈ આપશે અને ₹199માં સર્વિસ કરી આપશે. સામાન્ય રીતે, આવી સર્વિસિસ માટે ₹500-600 ચાર્જ કરતી હોય છે. આ સ્કીમ એપ્રિલ અને મે મહિનામાં તમામ શહેરોમાં મતદાન પછીના બે દિવસ સુધી લાગુ રહેશે.

અગ્રણી ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (QSR) કંપની સબવે પણ મતદારોને તેની ફૂડ આઇટમ્સ પર 19 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કંપનીએ જણાવ્યું છે કે, તે 8 કરોડ ફર્સ્ટ-ટાઇમ વોટર્સને ટાર્ગેટ કરી રહી છે. આ લોકો લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર મત નાખવાના તેમના અધિકારનો ઉપયોગ કરવાના છે.

સબવેના કન્ટ્રી ડિરેક્ટર કહ્યું હતું કે, ભારતમાં 18 વર્ષ પૂરાં કર્યાં છે અને તેની ઉજવણી કરવાના ભાગરૂપે, આ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છીએ, જેનો પ્રાથમિક હેતુ યુવાનોને તેમના મતદાન અધિકારનો ઉપયોગ કરવાની પ્રેરણા આપવાનું છે.

QSR બ્રાન્ડ મેક્‌ડોનાલ્ડ્’સ માટે જાણીતી વેસ્ટલાઇફ ડેવલપમેન્ટ મેકસ્પાઇસી ચિકન, મેકસ્પાઇસી પનીર બર્ગજ જેવી આઇટમ પર 50 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

April 6, 2019
kartik-jivani1.jpg
1min102960

એકેય સુરતી સિવિલ સર્વિસીઝ પાસ થયો નથી તેવું મહેણું ભાંગતો મૂળ સુરતમાં જ જન્મેલો કાર્તિક જીવાણી, સુરત સમેત ગુજરાતમાં યુપીએસસી ફાઇનલ્સ 2018માં સર્વપ્રથમ ક્રમે પાસ થયો

તા.5મી એપ્રિલ 2019ના રોજ યુપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલા ફાઇનલ્સ 2018ના પરિણામે સુરતનું એ મહેણું દૂર કર્યું હતું કે 60 લાખથી વધુની વસતિ ધરાવતા સુરત શહેરમાંથી હજુ સુધી એકેય યુવક કે યુવતિ આઇ.એ.એસ. કે આઇ.પી.એસ. બન્યા નથી. જી હા, તા.5મી એપ્રિલે જાહેર થયેલા યુપીએસસી સિવિલ સર્વિસીઝ ફાઇનલ્સ 2018 પરીક્ષાના પરીણામમાં સુરતના વરાછા રોડનો એક યુવાન એન્જિનિયર નામે કાર્તિક જીવાણી સમગ્ર દેશમાં 94 અને ગુજરાતમાં પહેલા રેન્કથી પાસ થઇને સનદી અધિકારી બન્યો છે.

આઇઆઇટી બોમ્બેથી મિકેનિકલ એન્જિનિયર બન્યા બાદ બીજી ટ્રાયલે કાર્તિક જીવાણીએ યુપીએસસી ક્લીયર કરી દીધી

કાર્તિક સુરતના વરાછાની પી પી સવાણી સ્કુલ અને એ પછી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલિંગ પૂરું કર્યું હતું. કાર્તિક જીવાણીએ એન્જિનિયરિંગમાં ઉચ્ચ શિક્ષણ આઈઆઇટી મુંબઈથી લીધું હતું. મેકૅનિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચમાં બી.ટેક થયા બાદ કાર્તિક જીવાણીએ ગત 2017માં યુપીએસસીની પરીક્ષા આપી હતી જેમાં એ ફેલ થયો હતો અને પછી પુનઃ 2018માં ફરીથી પરીક્ષા આપી હતી, જેનું પરીણામ સમગ્ર સુરત જ નહીં બલ્કે ગુજરાતને પણ ગૌરવ અપાવી રહ્યું છે.

હાર્દિકના પિતા વરાછા રોડ પર જીવાણી લેબોરેટરી ચલાવી રહ્યા છે. ડો.એન.ડી. જીવાણી વરાછા રોડ પર સારી શાખ ધરાવે છે, તેમના પુત્રની સિદ્ધિથી તેઓ અત્યંત ખુશી અનુભવી રહ્યા છે.

હજારો યંગસ્ટર્સ આઇ.એ.એસ. અને આઇ.પી.એસ. બનવાના સપનાઓ જોતા હોય છે પણ તેને પૂરા કરવાની આવે ત્યારે તેમનું પાણી મપાઇ જતું હોય છે. કાર્તિક જીવાણીની જેમ એવા યુવાનો જ આઇ.એ.એસ. બની શકે છે જેઓ બાકીનું બધું પડતું મૂકીને ફક્ત સિવિલ સર્વિસીઝને જ પ્રાયોરિટી કામ તરીકે હાથ પર લે.

કાર્તિક જીવાણીએ યુપીએસસીની સિવિલ સર્વિસીઝ ઉપરાંત ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસીઝમાં સમગ્ર ભારતમાં 3જો રેન્ક તેમજ ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસીઝમાં સમગ્ર ભારતમાં 101મો રેન્ક હાંસલ કર્યો છે.

સી.આઇ.એ. સાથે વાતચીત દરમિયાન કાર્તિક જીવાણીએ જણાવ્યું હતું કે તેણે આઇ.એ.એસ. અગર આઇ.પી.એસ. બ્રાન્ચ સિલેક્ટ કરી છે. બ્રાન્ચની સાથે સ્ટેટ (રાજ્ય)ની પસંદગી કરવાની હોય છે. તેમાં પણ ગુજરાતને પસંદ કરી છે.

સુરતના વરાછા રોડ સ્થિત બિનસરકારી સંસ્થાઓ જેવી કે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ, લોક સમર્પણ બ્લેડ બેંક, વરાછા કો.બેંક વગેરેના આગેવાનોએ તા.6 એપ્રિલના રોજ વરાછા સ્થિત લોકસમર્પણ બ્લડ બેંકના હોલમાં આઇ.એ.એસ.ની પરીક્ષા પાસ કરનાર કાર્તિક જીવાણીનું જાહેર અભિવાદન કર્યું હતું, તે વેળાની તસ્વીર

April 6, 2019
upsc1.jpg
1min14750

યુપીએસસીએ શુક્રવારે જાહેર કરેલા સિવિલ સર્વિસીસની 2018ની અંતિમ પરીક્ષાના પરિણામમાં આઇઆઇટી બૉમ્બેનો બીટેકનો વિદ્યાર્થી કનિષ્ક કટારિયા પ્રથમ આવ્યો હતો. યુપીએસસીએ જણાવ્યું હતું કે કમિશને વિવિધ આઇએએસ, આઇપીએસ, આઇએફએસ વગેરે સેવા માટે કુલ 759 ઉમેદવાર (577 પુરુષ અને 182 મહિલા)ની ભલામણ કરી હતી. કટારિયા અનુસૂચિત જાતિનો છે અને ગણિતને વૈકલ્પિક વિષય રાખીને ક્વૉલિફાઇ થયો હતો. તે બી.ટેક (કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ)નો વિદ્યાર્થી છે.

ગુજરાતનું રિઝલ્ટ શું

UPSCની કમ્બાઈન્ડ સિવિલ સર્વિસિઝ એક્ઝામ (CCSE) 2018નું પરિણામ શુક્રવારે જાહેર થયું. ગુજરાતના 18 ઉમેદવારોએ UPSCની પરીક્ષા પાસ કરી છે અને એક પરીક્ષાર્થીએ ટોપ 100માં સ્થાન મેળવ્યું છે. 2018માં ગુજરાતમાંથી 131 ઉમેદવારોએ યુપીએસસીની પ્રીલિમનરી પરીક્ષા પાસ કરી જેમાંથી 43 ગુજરાતી ઉમેદવારોએ એ યુપીએસસી સિવીલ સર્વિસીઝ મેઈન્સ પરીક્ષા પાસ કરી છે. ફાઈનલ સિલેક્શન અને રેન્ક નક્કી કરવા માટે ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. ગુજરાતમાંથી એન્જિનયિરંગ સ્નાતક થયેલા કાર્તિક જીવાણીએ મિકેનિકલ એન્જિનિયરિંગ વિષય સાથે પરીક્ષા પાસ કરી અને યુપીએસસી ફાઇનલ્સમાં દેશભરમાં 94મો ક્રમાંક મેળવ્યો છે. કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ છે.

583મો ક્રમ મેળવનાર અલ્પેશ પંચાલ ભારતીય રેલવેમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે કામ કરે છે. ઘાટલોડિયાનો રહેવાસી અને સુથારના દીકરા અલ્પેશે નોકરી કરતાં કરતાં જ પરીક્ષાની તૈયારી કરી. અલ્પેશે કહ્યું, “IIT બોમ્બેમાંથી મેં મિકેનિકલ એન્જિયરિંગની ડિગ્રી મેળવી અને બાદમાં સિવિલ સર્વિસીઝની પરીક્ષા માટે તૈયારી શરૂ કરી. મને આશા છે કે હું IPS કે IRS કેડરમાં જોડાઉં.” બી. જે. મેડિકલ કોલેજમાંથી MBBSની ડિગ્રી મેળવનાર ડૉ. મનોજ ભરતે 622મો ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) મેળવ્યો છે. ડૉ. મનોજે કહ્યું, ‘IPS કેડરમાં જોડાવાની આશા છે.’ શહેરના અન્ય એક ઉમેદવાર પિંકેશ પરમહંસે 685મો ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો.

પરિણામનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું કે, 3 ઉમેદવારોએ પ્રથમ પ્રયાસમાં જ પરીક્ષા પાસ કરી, બીજા પ્રયાસમાં પાંચ ઉમેદવારો અને ત્રીજા પ્રયાસમાં બે ઉમેદવારો પાસ થયા. 6 સફળ પરીક્ષાર્થીઓ 20થી 25 વર્ષની વયના છે અને એક 30થી વધુની ઉંમરનો છે. સ્પીપા (સરદાર પટેલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન)ના સૂત્રોના જણાવ્યા અનુસાર UPSCએ જાહેર કરેલી ખાલી જગ્યાની સંખ્યામાં ઘટાડો થયો છે તેમ છતાં ઈન્સ્ટીટ્યૂટનું પરિણામ ઊંચું આવ્યું છે. જાગૃતિ અને પરીક્ષાની ઉત્તમ તૈયારીના લીધે સારું પરિણામ પ્રાપ્ત થયું છે. 2017-18માં પાસ થનારા ઉમેદવારો 22 હતા. જ્યારે 2016-17માં આ આંકડો 19 હતો.”

Complete Results with name

https://upsc.gov.in/sites/default/files/FR-CSME-2018-Engl.pdf

 

April 5, 2019
calogo1.jpg
2min13690

ધો.12 કોઇપણ પ્રવાહ પછી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવા માટેનું પહેલું ચરણ ગણાતી સી.પી.ટી. (કોમન પ્રોફિશ્યન્સી ટેસ્ટ) જુન 2019માં બેસવા માટેના રજિસ્ટ્રેશન તા.4 એપ્રિલ 2019થી શરૂ થઇ ચૂક્યા છે. ધો.12 કોઇપણ પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ સી.એ. કોર્સ કરવો હોય તો સી.પી.ટી. માટે રજિસ્ટ્રેશન કરીને એ પરીક્ષા આપવી ફરજિયાત છે.

તા.30મી જૂન 2019ના રોજ લેવાનારી સી.પી.ટી. પ્રવેશ પરીક્ષાની સઘળી માહિતી નીચે મુજબ છે.

1. Last date for registration to CPT Course with BOS 30th June, 2017
2. Commencement of Online filling of CPT Examination Form 4th April, 2019 (10:00 A.M. IST)
3. Last date & time for Login Creation/New User Registration 02nd May, 2019 upto 5:30 P.M. (IST)
4. Last date & time for submitting the form and making payment without Late Fee through already created Login 24th April, 2019 upto 23:59 P.M. (IST)
5. Last date & time for filling the form and making payment with Late Fee through already created Login 02nd May, 2019 upto 23:59 P.M. (IST)
6. Last date for receipt of print out of online examination form duly filled up(PDF) 06th May, 2019
7. Date of CPT Examination 16th June, 2019 (Sunday)
8. Hosting of Correction Window -I [(without fee) will be available for one week from the date of hosting] 1st Week of May, 2019 (for one week) **
9. Hosting of Correction Window -II [(with fee) will be available upto 07th June, 2019] 4th Week of May, 2019 to 07th June, 2019. **
10. Likely date of declaration of result (icaiexam.icai.org) Around mid July 2019

સી.એ.ની એન્ટ્રન્સ એકઝામ સી.પી.ટી. જૂન 2019ની પરીક્ષાનું ફોર્મ ભરવા માટેની વિગતો

http://icaiexam.icai.org/Announcements/Guidance_Notes_CPT_June2019.pdf

સી.પી.ટી. 2019માં રજિસ્ટ્રેશન કરાવવા માટેની લિંક ક્લીક કરો

http://icaiexam.icai.org/index1.php#

 

March 27, 2019
amroli_logo.jpeg
1min54850

જયેશ બ્રહ્મભટ્ટ

હાલમાં ધો.12 કોમર્સની બોર્ડની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે ખાસ નોંધવા જેવી બાબત એ છે કે જ્યારે ધો.12 કોમર્સનું પરિણામ આવે અને કોલેજમાં પ્રવેશ કામગીરી શરૂ થાય ત્યારે સેંકડો નહીં હજારો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને કેવી રીતે ફોર્મ ભરવું, કેવી રીતે ચોઇશ ફિલિંગ કરવી એ સમજ પડતી નથી, ઘણાં વિદ્યાર્થીઓને તો યુનિવર્સિટીની કઇ વેબસાઇટ પરથી ફોર્મ ભરવું તે સમજ પડતી નથી હોતી, પ્રવેશ રાઉન્ડનું પરીણામ કેવી રીતે જોવું વગેરે અનેક સવાલો ઉપસ્થિત થાય છે.

ધો.12 કોમર્સ B.com, B.C.A. B.B.A. ના વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીએ પ્રવેશની દોડધામથી બચવું હોય તો હેલ્પ ડેસ્ક પર રજિસ્ટ્રેશન કરાવીને એડવાન્સમાં પ્રવેશનું આયોજન કરી શકશો

આવા સંજોગોમાં કોલેજોમાં વિનામૂલ્યે હેલ્પ સેન્ટર શરૂ કરાયા હોવા છતાં પ્રવેશાર્થી વિદ્યાર્થીઓ અને વાલીઓ સાઇબર કાફેના સંકજામાં સપડાય છે. ખાસ કરીને વરાછા, કતારગામ, વેડરોડ, સુમુલડેરી રોડ, પૂણા, કુંભારીયા, કોસાડ, અમરોલી, કોટ વિસ્તાર, ઓલપાડ વિસ્તાર વગેરે વિસ્તારમાં તો કેટલાક સાઇબર કાફેમાં માત્ર ફોર્મ ભરવાના રૂ.1500થી રૂ.2000 સુધીનો ચાર્જ ચૂકવવો પડે છે.

ઓનલાઇન પ્રવેશ ફોર્મ જે કોલેજોના હેલ્પ સેન્ટર્સ પર બિલકુલ મફત ભરાય છે તેના પ્રવેશાર્થીઓ સાઇબર કાફેમાં રૂ.2-2 હજાર ચૂકવી આવતા હોય છે

જાણકારીના અભાવે માત્ર 15 મિનિટમાં જે ફોર્મ ઓનલાઇન ભરાય એ ફોર્મ ભરવાના વિદ્યાર્થીઓ રૂ.2000 સુધીની રકમ બિનજરુરી ચૂકવી આવે છે.

શહેરના અમરોલી ખાતે જીવનજ્યોત ટ્રસ્ટ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા આ વખતના ધો.12 કોમર્સની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે નિશુક્લ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી છે. આ હેલ્પ ડેસ્ક ઓનલાઇન કાર્યરત છે. ધો.12 કોમર્સની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ માત્ર તેમની 8 જાણકારીઓ આપીને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું છે. અમરોલી કોલેજની હેલ્પ ડેસ્ક પર રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયાથી સંપૂર્ણપણે માહિતગાર કરશે, તેમના પ્રશ્નો, સમસ્યાઓ, ડાઉટ વગેરેનું પણ સમાધાન કરી આપશે. અને સૌથી મહત્વની વાત છે કે આ હેલ્પ ડેસ્કનો કોઇ જ ચાર્જ નથી.

અમરોલી કોલેજની આ હેલ્પ ડેસ્ક પર રજિસ્ટ્રેશન કરાવો અને કોલેજ પ્રવેશ માટે આગોતરી વ્યવસ્થા કરી નચિંત બનો

http://amrolicollege.org/admhelpdesk/

અમરોલી કોલેજના હેલ્પ ડેસ્કના હોમ પેજ પર જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું પ્રોસ્પેક્ટસ, અમરોલી કોલેજની પરિચય પુસ્તિકા, કારકિર્દી માર્ગદર્શનની ગુજરાત સરકારની માહિતી પુસ્તિકા, બી.કોમ.માં શું ભણવાનું આવશે એનો સંપૂર્ણ અભ્યાસક્રમ વગેરે માહિતી કોઇપણ વિદ્યાર્થી જોઇ શકશે. આ હેલ્પ ડેસ્કના હોમ પેજ પર જ હેલ્પલાઇન નંબર પણ આપ્યા છે. વિદ્યાર્થીઓ તેના પર કોલ કરીને પણ માહિતી મેળવી શકશે.

ટૂંકમાં અમરોલી કોલેજે ધો.12 કોમર્સ પછી કોલેજના પ્રવેશાર્થીઓ માટે શરૂ કરેલી હેલ્પ લાઇન સેંકડો વિદ્યાર્થીઓના સાઇબર કાફેમાં ઘસડાઇ જતા બિનજરૂરી રૂપિયા તો બચાવશે જ પરંતુ કોલેજ પ્રવેશ કાર્યવાહીનું યોગ્ય માર્ગદર્શન પણ પૂરૂં પાડશે.