CIA ALERT

WE Archives - Page 61 of 63 - CIA Live

July 21, 2018
women.jpg
1min14480

મહિલાઓ ઘરના કામમાં જેટલી ચીવટ રાખે છે એટલી હેલ્થની કેમ નથી રાખતી?

ડાયટ પ્રત્યેની બેદરકારીનાં ગંભીર પરિણામો આવી શકે છે

૨૦૧૭ના ગ્લોબલ ન્યુટ્રિશન રિપોર્ટ અનુસાર ૫૧ ટકા ભારતીય મહિલાઓ એનીમિક અને બાવીસ ટકા મહિલાઓ ઓવરવેઇટ છે. ૧૪૦ દેશોમાં હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે આપણા દેશમાં મહિલાઓ હેલ્ધી ફૂડ લેતી નથી એમ છતાં તેમનું વજન વધારે છે. આખો દિવસ રસોડામાં વિવિધ વાનગીઓ બનાવવામાં વ્યસ્ત રહેતી મહિલાઓ પોતાના માટે સ્વાસ્થ્યવર્ધક આહાર બનાવવામાં આળસ કરે છે.

વાસી અને વધેલું ખાવાની આદત

ભારતીય મહિલાઓ કુપોષિત છે એ વાત સો ટકા સાચી છે. આપણા દેશમાં મહિલાઓ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે બહુ જ બેદરકાર છે. એમાંય ખાસ કરીને ગુજરાતી મહિલાઓ તો સાવ જ કૅરલેસ છે. આપણે ત્યાં મહિલાઓને વધેલી રસોઈ ખાવાની ટેવ ધરાવતી હોય છે, જેના કારણે ૪૫ની વય પછી તેમને સાંધાના દુખાવાનો સામનો કરવો પડે છે. મોટા ભાગની મહિલાઓ સવારની વધેલી રસોઈ ખાય છે જે સદંતર ખોટું છે. રસોઈ બનાવ્યા બાદ એને બે કલાકમાં ખાઈ લેવી જોઈએ, ત્યાર બાદ ખાવાથી કોઈ ફાયદો નથી થતો. એમાં રહેલાં ન્યુટ્રિશ્યસ તkવો નષ્ટ થઈ જાય છે. મહિલાઓ હસબન્ડ અને બાળકોની જેટલી કાળજી લે છે એના કરતાં અડધી કાળજી પણ પોતાના માટે નથી લેતી.

ન્યુટ્રીશ્યસ ઇન્ટેકનો સદંતર અભાવ

શરીરમાં પ્રોટીનની ઊણપનું કારણ મહિલાઓ દૂધ નથી પીતી. વેજિટિરિયન લોકોએ તો દૂધને પ્રાથમિકતા આપવી જ જોઈએ, કારણ કે એમાંથી જ તેમને આવશ્યક પ્રોટીન મળે છે. મેં તો મહિલાઓને દૂધ પીતી જોઈ જ નથી. દૂધને તો તેઓ સાવ અવૉઇડ જ કરે છે. દૂધ ઉપરાંત સોયબીન પણ ખાઈ શકાય. પ્રોટીનની ઊણપના લીધે મેનોપૉઝ પિરિયડ દરમ્યાન શરીરમાં બીજા રોગો ઘર કરી જાય છે.

પોતાની પાછળ ખર્ચ કરવામાં મહિલાઓ નથી માનતી. ઘરમાં નટ્સ અને ફ્રૂટ્સ જેવો પૌષ્ટિક આહાર ઘરમાં પડ્યા હોવા છતાં બાળકોને ખવડાવે છે, પણ પોતે નથી ખાતી. સિંગદાણા જેવી વસ્તુ ખાવામાં પણ જાણે બલિદાન આપતી હોય છે, આવી માનસિકતાને કારણે પ્રૌઢાવસ્થા સુધી મોટા ભાગની મહિલાઓ જીવન પૂરું થઇ ગયાની લાગણી અનુભવે છે.

મહિલાઓમાં આહાર પ્રત્યે જાગ્રતતા લાવવા કાઉન્સિલર્સ દ્વારા માર્ગદર્શિત કરવાની જરૂર છે. મહિલા મંડળોએ પણ એ દિશામાં ચોક્કસ કાર્યક્રમો ઘડી કાઢવા જોઇએ. મહિલાઓ શું ખાવું એના કરતાં શું ન ખાવું એટલું પણ જો સમજી જાય તો ઘણાબધા પ્રશ્નો સૉલ્વ થઈ જાય.

સવારનો નાસ્તાની પરંપરા જાણે નાબૂદ હોય

આપણે ત્યાં મહિલાઓ સવારના બ્રેકફાસ્ટને ગંભીરતાથી નથી લેતી. સવારના ઊઠ્યા પછી બે કલાકની અંદર હેલ્ધી નાસ્તો કરવો જોઈએ. પ્રોટીન અને કૅલ્શિયમથી ભરપૂર નાસ્તો ન કરવાને કારણે નાની વયે વાળ ખરવાની અને ઘૂંટણના દુખાવાની સમસ્યા ઊભી થાય છે. સવારે ફણગાવેલાં કઠોળ અને બદામ લેવાની ટેવ પાડવી જોઈએ. એનાથી મોટા ભાગના પ્રૉબ્લેમ સૉલ્વ થઈ જાય. સવારના નાસ્તાને ગંભીરતાથી ન લેવો એ ખૂબ ખરાબ કહેવાય. ડ્રાયફ્રૂટ્સ ન ખાવાં હોય તો સિંગ-ચણા ખાવાં જોઈએ અને સૅલડને પ્રાધાન્ય આપવું જોઈએ. રસોઈ માપસર બનાવો તો વધેલી વાનગીઓ ખાવી ન પડે.
ઘરમાં ડ્રાયફ્રૂટ્સ હાથવગાં હોવા છતાં નથી ખાતી. મને એમ થાય કે એમાં વળી શું ખાવું. આ વાત મને એકલીને જ નહીં તમામ મહિલાઓને લાગુ પડે છે. મહિલાઓનો સ્વભાવ બદલાતો નથી એટલે હેરાન થાય છે.

મહિલાઓએ સવારના નાસ્તાની અવગણના પણ ન કરવી જોઈએ. આખો દિવસ કામ કરવાની શક્તિ સવારના નાસ્તામાંથી પ્રાપ્ત થાય છે. સવારે હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો જોઈએ. ડ્રાયફ્રૂટ ન ખાવાં હોય તો સિંગ-ચણા ખાવાં જોઈએ જેથી પ્રોટીન મળી રહે. લીલી શાકભાજી અને સૅલડને પ્રાધાન્ય આપવું જોઈએ. મહિલાઓ પરિવારનું જે રીતે ધ્યાન રાખે છે એ જ રીતે પોતાના આહાર પ્રત્યે ધ્યાન આપે તો બધી સમસ્યા ઉકેલાઈ જાય એમ છે. ઘરના કામમાંથી પરવાર્યા બાદ છેક દસ વાગ્યે નાસ્તો કરે છે. નાસ્તો સવારે ઊઠ્યા બાદ બે કલાકની અંદર કરી લેવો જોઈએ. નાસ્તામાં બદામ અને સ્પ્રાઉટેડ બીન્સ લેવાં જોઈએ. શરીરમાં કૅલ્શિયમ અને પ્રોટીનનું પ્રમાણ જળવાઈ રહે એ ખાસ જોવું જોઈએ. સવારે ઊઠતાંવેંત કોગળા કર્યા વગર બે ગ્લાસ પાણી પીવાથી આખો દિવસ ફ્રેશ ફીલ થાય છે અને ઍસિડિટીની સમસ્યાથી છુટકારો મળે છે. માસિક દરમ્યાન તો ડાયટ પર વધારે ફોકસ કરવું જોઈએ. ન્યુટ્રિશ્યસ ફૂડ લેવાથી અનેક સમસ્યાઓ દૂર થશે અને વજન પણ નહીં વધે. મહિલાઓ જે હોય એ ખાઈ લે છે અને એ પણ સમયની પરવા કર્યા વગર જેના કારણે વજન વધી જાય છે અને પછી એને ઘટાડવા ખર્ચો કરે છે અથવા ડાયટ ફૉલો કરે છે, પરંતુ પહેલેથી ધ્યાન નથી આપતી. ભારતની મોટા ભાગની મહિલાઓનો આ પ્રૉબ્લેમ છે. પહેલેથી જ જો પ્રૉપર ફૂડ લેવામાં આવે તો વજન વધે જ નહીં એ વાત તે સમજતી નથી. હાલમાં શિયાળાની મોસમમાં લીલી શાકભાજી અને આમળાં સહેલાઈથી મળી રહે છે. મહિલાઓએ ડાયટમાં એનો સમાવેશ કરવો જોઈએ. આપણા દેશમાં મહિલાઓએ સ્વાસ્થ્યની કાળજી લેવાની ખરેખર બહુ જ જરૂર છે.’

કૅલ્શિયમ અને પ્રોટીન ઇન્ટેક વધારવા જોઇએ

હાઉસવાઇફ હોય કે વર્કિંગવુમન મહિલાઓને આખો દિવસ ફૅમિલીની ચિંતા રહે છે. ચિંતા અને સ્ટ્રેસને કારણે તે આહાર તરફ ધ્યાન નથી આપી શકતી જેના કારણે શરીરમાં કૅલ્શિયમ અને પ્રોટીનની ખામી વર્તાય છે. કૅલ્શિયમની ઊણપને લીધે હાડકાં નબળાં પડી જાય છે જેના કારણે નાની ઉંમરમાં વાળ ખરવાની તકલીફથી લઈને ઘૂંટણના દુખાવાની સમસ્યાથી પીડાય છે.

ફિટનેસ પ્રત્યે બદરકાર

મહિલાઓ એક્સરસાઇઝની પણ અવગણના કરે છે. પૌષ્ટિક આહારની સાથે એક્સરસાઇઝ પ્રત્યે ધ્યાન આપવાની એટલી જ જરૂર છે. મહિલાઓએ સવારના નાસ્તાને અવૉઇડ ન કરવો જોઈએ. સામાન્ય રીતે મહિલાઓ ઊઠતાંવેંત ચા પીએ છે અને રોજિંદા કામમાં ઓતપ્રોત થઈ જાય છે.

વેજિટેરિયન લોકોએ દૂધ અને સોયબીન તો ખાસ ખાવાં જોઈએ એમાંથી જ પ્રોટીન પ્રાપ્ત થાય છે. આ વાત જાણવા છતાં મેં ક્યારેય મહિલાઓને દૂધ પીતી જોઈ નથી. આપણે ત્યાં મહિલાઓને વધેલી રસોઈ ખાવામાં ઇન્ટરેસ્ટ હોય છે. તેમને શું ખાવું જોઈએ એ શીખવાની જરૂર નથી, પરંતુ શું ન ખાવું જોઈએ એ સમજવાની ખાસ જરૂર છે. એટલું જો સમજી જાય તો બધા પ્રૉબ્લેમ આપમેળે સૉલ્વ થઈ જાય.

July 19, 2018
vnsgu.jpg
2min11470

Veer Narmad South Gujarat University Surat
Result Notification No. : 1463 / 2018 DATE:- 19/07/2018
M.Sc. (I.C.T.) ( FIRST,SECOND,THIRD & FOURTH SEMESTER ) Examination, APRIL – 2018
—————————————————————————————–

The following candidates are hereby declared successful at the M.Sc. (I.C.T.)
( FIRST SEMESTER ) Examination held by this University in APRIL – 2018

PASS :

1 3 7

TOTAL RESULT : 37.50 %
PASS : 3
FAIL : 5

—————————————————————————————–

The following candidates are hereby declared successful at the M.Sc. (I.C.T.)
( SECOND SEMESTER ) Examination held by this University in APRIL – 2018

FIRST DIST. :

19 23 27 28 30 31 32 33 46 47 51 52
53 57 59

FIRST CLASS :

1 2 3 5 6 8 9 10 11 12 16 18
20 21 22 24 26 29 34 35 36 44 45 54
56 58 61 66

SECOND CLASS :

4 7 13 15 50 55 60 63 64

A.T.K.T. :

14 17 25 37 38 39 40 42 43 48

FORM WITHDRAWN :

41 49

TOTAL RESULT : 74.29 % WITH A.T.K.T. : 88.57 %
FIRST DIST. : 15
FIRST CLASS : 28
SECOND CLASS : 9
FAIL : 8
FORM WITHDRAWN : 2

—————————————————————————————–

The following candidates are hereby declared successful at the M.Sc. (I.C.T.)
( THIRD SEMESTER ) Examination held by this University in APRIL – 2018

PASS :

1 2 3 4 5 7 8 9 11

TOTAL RESULT : 52.94 %
PASS : 9
FAIL : 8

—————————————————————————————–

The following candidates are hereby declared successful at the M.Sc. ( I.C.T. )
( FOURTH SEMESTER ) Examination held by this University in APRIL – 2018

FIRST DIST. :

2 4 12 14 15 17 19 20 21 25 29 30
31 34 37 39 40 41 45 46 47 48 49 51
53 55

FIRST CLASS :

5 6 7 8 13 16 18 22 26 27 28 35
43 44 50 52

SECOND CLASS :

3 24

The result of the following candidates is WITHHELD whose cases falls
UNDER O.165 as they have not passed their Lower Examination :

10 23 32 33 36 38 42

TOTAL RESULT : 91.67 %
FIRST DIST. : 26
FIRST CLASS : 16
SECOND CLASS : 2
FAIL : 4
W.O.165 : 7

No. Exam/MSC/7452/of 2018,
Office of the Veer Narmad South Gujarat
University, Surat
19 July 2018

CHECKED BY CONTROLLER OF EXAMINATIONS

July 19, 2018
st2-1.jpg
1min5190

11થી 13 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગરમાં એક્ઝિબિશન સેન્ટર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેક્‌નોલોજી સમિટ 2018 યોજાશે. આ સમિટમાં એગ્રીટેક, ફિનટેક, સ્માર્ટ એન્ડ શેર્ડ મોબિલિટી, વુમન સેન્ટ્રિક સોલ્યુશન, મેન્યુફેક્ચરિંગ 4.0, ગવર્નન્સ 2030, મેરીટાઇમ એન્ડ મિલિટરી ઇન્ટેલિજન્સ અને હેલ્થટેક જેવા આઠ ચેલેન્જ યોજાશે. યુકે, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ ઊભી કરવા ગુજરાત સરકાર દ્વારા કરાર કરવામાં આવશે અને તે દેશોની બેસ્ટ પ્રેક્ટિસ અહીં લાવવામાં આવશે અને તેના દ્વારા આ દેશોમાં આપણા સ્ટાર્ટઅપને ફંડિંગ મળશે અને તેમને નવું બજાર ઊભું કરવામાં મદદ મળશે.

આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આઇઓટી, બિગ ડેટા અને સાયબર સિક્યોરિટી પર ખાસ ફોકસ રાખવામાં આવશે.

રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના પ્રિન્સિપલ સેક્રટરી એમ કે દાસે જણાવ્યું હતું કે, “ભારતમાં હાલમાં 5,200 જેટલા ટેક સ્ટાર્ટઅપ છે. તેમાં 1,000ની નોંધણી ગયા વર્ષે થઈ છે. જેને ફંડિંગનું પ્રમાણ અગાઉ કરતાં સાત ટકા વધ્યું છે. ફોરેન ફંડિંગનું પ્રમાણ જેમાં 44 ટકા જેટલું ઊંચું રહ્યું છે.

ગુજરાતે સપ્ટેમ્બર 2017માં ઇઝરાયલ સાથે જોડાણ કર્યું હતું. ત્યાર બાદ ગુજરાતમાંથી સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમ વિવિધ 70થી વધુ સ્ટાર્ટઅપને 22 કરોડ જેવી રકમ ફંડ તરીકે આપી છે અને 200 જેટલી ઇન્કવાયરી આવી છે. આ વખતે સ્ટાર્ટઅપ અને ટેક્‌નોલોજી સમિટમાં મોટી સંખ્યામાં ડેલિગેટ નોંધાવાની 40,000 ફૂટફોલ રહેવાની સંભાવના છે.

આ વખતે સમિટમાં આઠ થીમ પર ગ્રાન્ડ ચેલેન્જ છે તેમાં કુલ ₹3 કરોડ જેટલી ઊંચી રકમ સ્ટાર્ટઅપને ફંડિંગ તરીકે આપવામાં આવશે. ભારતમાં કેટલાક સ્ટાર્ટઅપ આઇટી બેઝ આવ્યા છે. દેશના વિશાળ હિતમાં નાગરિકોને લાભ થાય તેવા વિચારો ધરાવનારા લોકો છે, પરંતુ તેમના આઇડિયા વેરવિખેર છે. આવા લોકોને એક પ્લેટફોર્મ પર લાવવાનો અમારો પ્રયાસ છે.

ભાવિ ટેક્‌નોલોજીને સમસ્યાઓ સાથે જોડીને ઉપાયની દિશામાં આગળ વધી શકાશે. સ્ટાર્ટઅપની સાથે જ ગુજરાતની આઇટી- સોફટવેર કંપનીઓનું એસોસિયેશન ગેસિયાની સાથે યોજાનારી ટેક્‌નોલોજી સમિટમાં આવનારા સીઇઓ સાથે બેઠકો યોજાશે. કેટલાંકને ફંડિંગ પણ મળે તેવા વેન્ચર કેપિટાલિસ્ટ કે નાના રોકાણકારો કે રાજ્યના જ ઉદ્યોગકારોને તેમાં જોડીને ફંડિંગ માટે નવી ઇકો સિસ્ટમ બનાવવાની દિશામાં પહેલ કરવામાં આવશે.

આ સ્ટાર્ટઅપ એન્ડ ટેક્‌નોલોજી સમિટમાં કેનેડા પાર્ટનર કન્ટ્રી છે અને સમિટમાં સ્વિટ્ઝર્લેન્ડ, ઇઝરાયલ, યુકે, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર પણ જોડાશે. આ સમિટમાં અપાનારી ઇનામની રકમ અગાઉ ક્યારેય અપાઈ નથી. યુકેમાં ફંડિંગ મિકેનિઝમ સારી છે, તેમની સાથે ફિક્કી દ્વારા જોડાણ કે સહયોગ કરીશું.

અગાઉ ટેક સ્ટાર્ટઅપમાં યુકે આઠમા નવમા ક્રમે હતું તે હાલમાં ત્રીજા ક્રમે છે, તેવા સંજોગોમાં ઇઝરાયલની જેમ યુકે-સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાની સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ કરાર કરીને આપણે ત્યાં ઊભી કરવા પ્રયત્ન કરી સ્થાનિક સ્ટાર્ટઅપને નવી રાહ ચીંધવામાં આવશે અને તેમને આ દેશોમાં તક અને બજાર બંને મળશે.”

રાજ્યની આઇટી-ટેક કંપનીઓ તેમની ટેક્‌નોલોજી-સર્વિસિસ રજૂ કરશે. રાજ્યમાં એસએમઇનો મોટો બેઝ અને આઇટી કંપનીઓ બંને ભેગા થઈ વધુ સારી સેવા આપવા અને નેક્સ્ટ જેન ટેક્‌નોલોજીમાં કેવી રીતે કામ કરે તેના પર ભાર મૂકશે. કંપનીઓ તેમની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ કે રોબોટિક્સને સ્થાનિક ઉદ્યોગોમાં કેવી રીતે પ્રાથમિકતા અપાય તેના પર પણ ફોકસ કરવામાં આવશે.

વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ સમિટમાં જે ગ્રાન્ડ ચેલેન્જ યોજાશે તેમાં વિવિધ આઠ કેટેગરીના 44 સ્ટાર્ટઅપને પસંદ કરવામાં આવશે અને તેમને ₹3 કરોડ પ્રાઇઝ મની અપાશે. પ્રથમ આવનારને ₹25 લાખ, દ્વિતીયને ₹27 લાખ, તૃતીયને ₹25 લાખ અને પછીના 12 વિજેતાઓને ₹12 લાખ આપવામાં આવશે. આ ઉપરાંત, માત્ર આઇડિયા રજૂ કરનારને પણ ₹10,000 આપવામાં આ‌વશે. રેડી પ્રોડક્ટ ધરાવનારાને પણ ₹નવ લાખનું ઇનામ મ‌ળશે.

July 19, 2018
pc-1280x720.jpg
1min5830

સાથે કામ કરનારી મહિલાઓ કામ કરવા તેમની પસંદગીનો સમય સિલેક્ટ કરી શકશે

પ્રિયંકા ચોપડાએ તેના બર્થ-ડેના દિવસે પોતાના પ્રોડક્શન-હાઉસમાં કામ કરતી મહિલાઓને એક અનોખી ગિફ્ટ આપી છે. તા.18મી જુલાઇના રોજ પોતાની 36માં બર્થ ડે નિમિત્તે પ્રિયંકા ચોપરાએ પોતાના પ્રોડક્શન-હાઉસમાં કામ કરતી મહિલાઓને કામના સમય માટે છૂટછાટ આપી છે. પ્રિયંકા મહિલાઓ સાથે કોઈ ભેદ ન થાય એ માટે પ્રયત્ન કરી રહી છે. પોતાના પ્રોડક્શન-હાઉસના દરેક ડિપાર્ટમેન્ટમાં મહિલાઓનો સમાવેશ કરવાનું નક્કી કર્યું હતું. તેમ જ આ વર્ષની શરૂઆતમાં તેણે પુરુષ અને સ્ત્રી વચ્ચેના સૅલરીના તફાવતને દૂર કર્યો હતો. પ્રિયંકાનો જન્મદિવસ હોવાથી તેણે તેના સ્ટુડિયોમાં કામ કરતી મહિલાઓને પોતાની મરજી મુજબ કામના કલાકો પસંદ કરવાની સ્વતંત્રતા આપી છે. પ્રોફેશનલ સક્સેસ મળેવવા માટે મહિલાઓને તેમની પર્સનલ લાઇફમાં ઘણી વાર કૉમ્પ્રોમાઇઝ કરવું પડે છે. પ્રિયંકા નથી ઇચ્છતી કે તેની કંપનીની કોઈ પણ મહિલા આવી કોઈ પરિસ્થિતિમાંથી પસાર થાય. આ કારણસર તેણે દરેક વર્કિંગ મધર માટે ફ્લેક્સિબલ ટાઇમની સુવિધા આપી છે. આ સાથે જ તેણે મૅટરનિટીની રજા માટે પણ નવી જોગવાઈ બનાવી છે.

July 18, 2018
vnsgu.jpg
2min9210

Veer Narmad South Gujarat University Surat
Result Notification No. : 1452/2018 of Veer Narmad South Gujarat University, Surat.
SECOND YEAR M.B.B.S. Examination, JUNE – 2018
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
The following candidates are hereby declared successful at the
SECOND YEAR M.B.B.S.
Examination held by this University in JUNE – 2018

SUCCESSFUL Nos. :

2 6 7 8 9 10 11 12 13 14
17 18 19 20 22 23 24 25 26 29
35 39 40 41 42 43 44 45 47 49
50 51 52 53 54 55 56 58 60 61
62 63 65 67 68 69 70 71 72 73
74 75 76 77 78 79 81 82 83 & 84

TOTAL RESULT : 75.95%
TOTAL PASS : 60
ABSENT : 5
FAIL : 19

No. Exam/MBBS/7398/of 2018,
Office of the Veer Narmad South Gujarat
University, Surat
18 July 2018

CHECKED BY CONTROLLER OF EXAMINATIONS

 

 

Veer Narmad South Gujarat University Surat
Result Notification No. : 1454 / 2018 DATE:- 18/07/2018
M.Sc. ( M.L.T. ) ( FIRST SEMESTER ) Examination, APRIL – 2018
————————————————————————————-

The following candidates are hereby declared successful at the M.Sc. ( M.L.T. )
( FIRST SEMESTER ) Examination held by this University in APRIL – 2018

PASS :

1 3 4 5 7

TOTAL RESULT : 71.43 %
PASS : 5
FAIL : 2

No. Exam/MSC/7430/of 2018,
Office of the Veer Narmad South Gujarat
University, Surat
18 July 2018

CHECKED BY CONTROLLER OF EXAMINATIONS

July 16, 2018
vnsgu.jpg
1min11280

Veer Narmad South Gujarat University, Surat
Result Notification No. : 1438 / 2018
THIRD YEAR BACHELOR OF COMMERCE ( EXTERNAL ) Examination, JUNE – 2018
———————————————————————–
The following candidates are hereby declared successful at the
THIRD YEAR BACHELOR OF COMMERCE ( EXTERNAL )
Examination held by this University in JUNE – 2018

FIRST CLASS : 366 787 798

SECOND CLASS :

52 61 68 72 120 126 141 145 285 294
317 320 325 346 368 395 396 397 489 492
506 534 556 567 568 569 580 627 630 667
689 694 709 718 880 883 938 960 971

PASS CLASS :

12 36 43 45 46 62 65 67 71 83
104 117 119 127 142 143 156 176 180 182
183 188 200 201 207 219 223 235 241 259
260 270 272 279 282 293 295 301 302 303
305 306 327 331 338 339 340 342 356 378
383 390 400 401 409 410 413 415 416 417
429 438 444 449 450 454 455 457 458 466
474 484 504 526 535 537 540 544 548 549
559 561 562 566 572 573 574 579 581 599
600 603 604 605 610 612 618 619 637 641
643 648 651 658 662 664 670 691 701 702
703 705 708 723 726 729 730 734 735 740
744 750 752 760 786 789 791 807 829 833
834 835 836 840 841 847 855 856 857 859
860 862 863 865 866 868 871 878 896 898
901 904 915 927 929 930 933 934 937 942
943 944 946 948 970

The result of the following candidates is held in RESERVE as their
cases fall under unfairmeans : 161 167 169 714

The result of the following candidates will be Declared Later On : 870

The result of the following candidates is WITHHELD whose cases falls
UNDER O.165 as they have not passed their Lower Examination :

6 18 33 47 48 63 80 94 107 140
153 157 160 181 186 193 194 209 250 284
297 298 304 309 318 329 337 343 385 392
394 399 430 439 443 476 478 479 481 485
515 517 522 523 552 555 560 615 616 642
645 647 653 656 657 688 699 721 725 812
816 822 839 852 854 872 873 876 879 884
899 916 957 958 959 963 974

TOTAL RESULT : 26.20 %
FIRST CLASS : 3
SECOND CLASS : 39
PASS CLASS : 165
FAIL : 583
ABSENT : 102
RESERVE : 4
D.L.O. : 1
W.O165 : 77

No. Exam/BCOM/7241/of 2018,
Office of the Veer Narmad South Gujarat
University, Surat
16 July 2018

CHECKED BY CONTROLLER OF EXAMINATIONS

July 16, 2018
us3.jpg
2min5850

મુંબઇ સ્થિત અમેરિકી કોન્સ્યુલેટ જનરલ કચેરીના એક્ટિંગ કોન્સુલ જનરલ સુશ્રી જેનિફર લાર્સને તાજેતરમાં જ સિટી ઓફ લેક તરીકે જાણીતા અને ભારતની બિલકુલ મધ્યમાં આવેલા ભોપાલ શહેરની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાતનો આશય કેટલાક સામાજિક કાર્યોમાં હાજરી આપવાનો હતો. તેમણે અમેરિકા અને ભારતના તંત્રવાહકો દ્વારા કન્યા સ્વાસ્થ્ય અંગે હાથ ધરાયેલા વજુદ પ્રોજેક્ટની મુલાકાત લઇને કેટલીક જાતમાહિતી મેળવી હતી. ગૌરવી નામના સ્ટોપ ક્રાઇસીસ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી જે મહિલા ઉત્કર્ષ માટે કાર્યરત છે, એની કામગીરીને બિરદાવી હતી. સુશ્રી જેનિફર લાર્સને ભોપાલની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે ભોપાલના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલની પણ મુલાકાત લીધી હતી.

Acting Consul General Jennifer Larson visited the beautiful City of Lakes, Bhopal, this week, where she connected with key stakeholders in the region and participated in an Adolescent Health Day celebration at the USAID/India-supported Wajood project. Visiting the Gauravi One Stop Crisis Center, she learned about its impressive efforts to fight #GBV and seek justice for women. She also took the time to experience #Bhopal’s rich culture and heritage with visits to the iconic Museum of Man and Bharat Bhavan.

 

July 14, 2018
hima4.jpg
1min7410

આસામ રાજ્યના ધીન્ગ નામના નાનકડા ગામના ડાંગરના ખેડૂત રણજિત દાસની પુત્રી 18 વર્ષની હિમા દાસે ગુરુવારે ફિનલૅન્ડમાં આઇએએએફ (ઇન્ટરનેશનલ ઍમેટર ઍથ્લેટિક્સ ફેડરેશન)ની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મહિલાઓની અન્ડર-20ની 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ભારત માટે નવા ઇતિહાસનું સર્જન કર્યું હતું. તે વિશ્ર્વસ્તરની રનિંગની ટોચની હરીફાઈમાં સુવર્ણચંદ્રક જીતનારી ભારતની પ્રથમ મહિલા ઍથ્લેટ છે.

હિમા દાસે 400 મીટરનું અંતર 51.46 સેક્ધડમાં પૂરું કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તે ફિનિશિંગ લાઇનથી થોડે દૂર હતી ત્યારે ચોથા નંબર પર હતી, પરંતુ 50 મીટર જેટલા છેલ્લા તબક્કામાં તે અત્યંત ઝડપથી દોડીને મોખરે થઈ ગઈ હતી અને પછી ગોલ્ડ મેડલ જીતી ગઈ હતી. રોમાનિયાની ઍન્ડ્રિયા મિકલોસ 52.07 સેક્ધડના ટાઇમિંગ સાથે સિલ્વર મેડલ અને અમેરિકાની ટેલર મૅન્સન 52.28ના ટાઇમિંગ સાથે બ્રૉન્ઝ મેડલ જીતી હતી.

હિમા દાસે રેસ જીતી લીધા પછી તરત જ સામે ઊભેલા કોચ તથા ભારતીય પ્રેક્ષકો પાસે સેલિબ્રેશન માટે તિરંગો મગાવ્યો હતો. બીજી હરીફોની સરખામણીમાં હિમા ઓછી થાકેલી લાગતી હતી.

“ભારત એથ્લેટ હિમા દાસથી ખુશ અને ગર્વ કરે છે અને તેને અભિનંદન. તેની આ સિદ્ધિ રાષ્ટ્રના બીજા યુવા એથ્લેટોને આગામી વર્ષોમાં પ્રેરિત કરશે, એમ વડા પ્રધાને ટ્વિટર પર કહ્યું હતું.

રાષ્ટ્રપતિ કોવિંદે પણ હિમાની અજોડ સિદ્ધિની પ્રશંસા કરી હતી.

“વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારતનો આ પ્રથમ ટ્રેક ગોલ્ડ મૅડલ છે અને તે આસામ તથા ભારત માટે ઘણી ગર્વભરી વાત છે, એમ તેમણે ટ્વિટર પર લખતા ઉમેયુર્ં હતું કે ઑલિમ્પિકનો મંચ હવે તેની રાહ જોઈ રહ્યો છે.

હિમા દાસ પર બૉલીવૂડ પણ ઓવારી ગયું છે. અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન તેમ જ અક્ષયકુમારે તેને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. ઇંગ્લૅન્ડના પ્રવાસે ગયેલા વિરાટ કોહલીએ અને તેની ઍક્ટ્રેસ-પત્ની અનુષ્કાએ પણ હિમાને અભિનંદન પાઠવ્યા હતા.

July 9, 2018
nirbhayasuprem.png
1min6190
સુપ્રીમ કોર્ટે નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસમાં ગુનેગારોની રીવ્યુ પિટિશન પર આજે નિર્ણય જાહેર કરતા તમામ આરોપીઓની સજા યથાવત રાખી છે. કોર્ટ દ્વારા નિર્ભયા ગેંગરેપ અને મર્ડરના ચાર આરોપીઓને ગયા વર્ષે 5 મેના રોજ ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી, ત્યારબાદ આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં રીવ્યુ પિટિશન દાખલ કરી હતી. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, ન્યાયાધીશ આર. ભાનુમિત અને ન્યાયાધીશ અશોક ભૂષણની ખંડપીઠ મુકેશ (29), પવન ગુપ્તા (22) અને વિનય શર્મા તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો નિર્ણય સંભળાવ્યો છે
નોંધનીય છે કે નિર્ભયા કાંડના ચાર દોષિતોમાંથી અક્ષય કુમાર સિંહે (31) સુપ્રીમ કોર્ટના 5 મે, 2017ના ચુકાદા વિરુદ્ધ પુર્નવિચારની અરજી દાખલ નથી કરી. અક્ષય કુમાર સિંહના વકીલ એ.પી. સિંહે જણાવ્યું હતું કે અક્ષયે હજી સુધી પુર્વવિચાર અરજી દાખલ નથી કરી પરંતુ અમે હવે અરજી દાખલ કરીશું.
July 7, 2018
alison2.jpg
1min6150

વિમ્બલ્ડનમાં તા.6 જુલાઇને શુક્રવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન સ્પેનની ગાર્બિન મુગુરુઝાને હરાવનાર બેલ્જિયમની ૨૪ વર્ષીય ખેલાડી ઍલિસન વૅન ઉઇતક્વેન્ક ટેનિસજગતની જાણીતી લેસ્બિયન ખેલાડી છે. તે પોતાના જ દેશ બેલ્જિયમની ૨૦ વર્ષીય ટેનિસ ખેલાડી ગ્રીત મિનેન સાથે સજાતીય સંબંધો ધરાવે છે અને એનો એકરાર તેઓ બન્ને ખેલાડીઓ જાહેરમાં કરી ચૂકી છે. ઍલિસને તા.6 જુલાઇએ સ્પેનની વિશ્વની ત્રીજા નંબરની મહિલા ટેનિસ ખેલાડી મુગુરુઝાને ૫-૭, ૬-૨, ૬-૧થી હરાવ્યા પછીની અખબારી મુલાકાતમાં કહ્યું હતું કે ‘મને લેસ્બિયન હોવાનો ગર્વ છે. આ કોઈ રોગ નથી. મેં અને ગ્રીટે અમારી વચ્ચેના સંબંધોને ગુપ્ત રાખવાનું ક્યારેય નહોતું વિચાર્યું. અમારી વચ્ચે આ સંબંધો હોવા બદલ અમને આનંદ છે. લોકોને એ વિશે કહેવામાં અમને કોઈ શરમ પણ નથી આવતી’ વર્તમાન ટેનિસમાં સ્વિડનની યોહાન્ના લાર્સન અને નેધરલૅન્ડ્સની રિચેલ વૅન હૉગેનકેમ્પ પણ લેસ્બિયન છે.