મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યના ઉમેદવારો પર એક નજર નાખતાં જોવા મળ્યું હતું કે કુલ ૩૨૩૭ ઉમેદવારોમાંથી ફક્ત ૨૩૫ મહિલા ઉમેદવાર છે. આ કુલ ઉમેદવારીના ફક્ત ૭.૩ ટકા છે. રાજ્યના ૨૮૮ મતદારસંઘમાંથી ૧૫૨ મતદારસંઘમાં મહિલા ઉમેદવાર છે. જોકે આ વખતે મહિલાની સંખ્યામાં અગાઉ કરતાં વધારો થયો છે. મુંબઈની ૩૬ બેઠકો પર કુલ૩૩૪ ઉમેદવાર મેદાનમાં છે, તેમાંથી મહિલા ઉમેદવારોની સંખ્યા ફક્ત ૩૧ છે. ૩૬ મતદારસંઘમાંથી કુલ ૨૧ મતદારસંઘમાં મહિલા ઉમેદવારો છે. ભાજપે ફક્ત ત્રણ અત્યારના મહિલા વિધાનસભ્યોને ઉમેદવારી આપી છે.
A Report by Information Department, Surat (Government of Gujarat)
સાહસિક અને મુશ્કેલ સફર ખેડવા માટે જાણીતા દક્ષિણ ગુજરાતના વતની અને યુ.કે.માં રહેતા એન.આર.આઈ. ભારૂલતા પટેલ કાંબલે કેન્સર સામે જનજાગૃત્તિ ફેલાવવા ‘ડ્રાઈવ અગેન્સ્ટ કેન્સર’ની થીમ પર પૃથ્વીના ઉત્તરીય છેડો કહેવાતા નોર્ડ કેપની સફરે નીકળશે. આગામી ૨જી નવેમ્બરના રોજ લંડનથી પોતાના બે પુત્રો પ્રિયમ અને આરૂષ સાથે કાર ડ્રાઈવિંગ કરી ભારૂલતા કાંબલે માત્ર ૯૦ કલાકમાં નવ દેશોમાંથી પસાર થઇ ૪૫૦૦ કિમીની યાત્રા પૂર્ણ કરી નોર્ડ કેપ પહોંચશે.
કેન્સર સામે જનજાગૃત્તિ માટે દ.ગુજરાતના ભારૂલતા કાંબલેલંડનથી ઉત્તરી નોર્વેના નોર્ડ કેપ સુધી ૯૫૦૦ કિમીની સાહસિક સફર ખેડશે
ભારૂલતા કાંબલે નવસારી જિલ્લાના દાંડી
નજીક જલાલપોર તાલુકાના આટગામના વતની છે. ભારૂલતા કાંબલેએ બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમીને
આજે કેન્સરમાંથી મુક્તિ મેળવી છે. કેન્સરની સફળ સર્જરી દ્વારા તેમના શરીરનું એક
અંગ પણ દૂર કરવામાં આવ્યું છે. કેન્સરનો મક્કમતાથી સામનો કરીને ભારૂલતાએ ‘કેન્સર
એટલે કેન્સલ’ નહીં એ આશાવાદને સાર્થક કર્યો છે. ભારૂલતા તેમની સાહસિક સફર વિષે
જણાવે છે કે, ‘બેટી બચાવો, બેટી પઢાઓ’,
સ્વચ્છતા, ‘સે નો ટુ પ્લાસ્ટિક’ના
સંદેશ સાથે મારા પુત્રો પ્રિયમ અને આયુષની સાથે વર્ષ ૨૦૧૬માં આર્કટિક સર્કલના
ઉત્તરધ્રુવ પર પહોંચી તિરંગો લહેરાવ્યો હતો. વિષમ આબોહવા અને પ્રતિકૂળ વાતાવરણ
સામે બાથ ભીડીને કાર ડ્રાઈવિંગ કરી આર્કટિક સર્કલ પૂર્ણ કરનાર પ્રથમ મહિલા બનવાનું
સ્વપ્ન સેવ્યું હતું, જેને સાકાર કરવામાં હું સફળ રહી હતી.
આગામી ૨જી નવેમ્બરે ફરી એક વાર હું લંડનથી નોર્ડ કેપ સુધીની ૯૫૦૦ કિમીની સોલો
એક્સપીડિશન પર જઈ રહી છું. કેન્સરને સમાજથી છૂપાવો નહી, પરંતુ કેન્સર સામે લડવું
જોઈએ. કેન્સરનું નામ સાંભળી ડરવાને બદલે મક્કમતાથી સામનો કરવાથી આ રોગને હરાવી
શકાય છે એમ તેઓ દ્રઢતાથી કહે છે.
ઉત્તરી નોર્વેના
નોર્ડ કેપ પહોંચવું આસાન નથી:
પૃથ્વીના ઉત્તર ધ્રુવ પર આવેલા નોર્ડ
કેપ સુધી પહોંચવું એ લોઢાના ચણા ચાવવા સમાન છે. યુરોપિયન રૂટ ઈ-૬૯ હાઇવે પરથી
અન્ડરગ્રાઉન્ડ ટનલો, હિમાચ્છાદિત અને પથરાળ પહાડી રસ્તા, ખરાબ હવામાન, પ્રતિ કલાક ૧૧૦ થી ૧૨૦ કિલોમીટરની ઝડપે
ફૂંકાતો ભારે પવન, હિમ વર્ષા જેવા અનેક અવરોધોને પાર કરવા પડે
છે. રસ્તામાં આવતી અન્ડરગ્રાઉન્ડ ટનલો સમુદ્રી સપાટીથી ૬૯૬ ફૂટ નીચે રહેલી છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ
રૂપાણી, તત્કાલીન રાજ્યપાલશ્રી ઓ.પી. કોહલી અને રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ
દ્વારા ભારૂલતાનું વિશેષ બહુમાન કરાયું હતું:
બાળપણથી
સાહસિકતાના પાઠ ભણેલા ભારૂલતા કાંબલે અનેકવિધ આંતરરાષ્ટ્રીય સન્માન મેળવી ચૂક્યા
છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને તત્કાલીન રાજ્યપાલશ્રી ઓ.પી.
કોહલીએ તેમની સાહસપૂર્ણ સિદ્ધી બદલ વિશેષ સન્માન કર્યું હતું. ૨૦મી જાન્યુઆરી, ૨૦૧૮ના દિવસે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે માનનીય
રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ દ્વારા પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ કાર્ય કરનારી
મહિલાઓને સન્માન કરાયું હતું. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પસંદ કરાયેલી
પહેલી મહિલા ન્યાયાધિશ, પહેલી મહિલા કુલી, મિસાઈલ પરિયોજનાની આગેવાની કરનારી પહેલી મહિલા, પહેલી પેરા ટ્રુપર, પહેલી
ઓલમ્પિયન જેવી નામાંકિત ૧૧૨ મહિલાઓને રાષ્ટ્રપતિશ્રીએ રાષ્ટ્રીય નારી શક્તિ સન્માન
આપીને નવાજી હતી, જેમાં આર્કટિક સર્કલ પૂર્ણ કરનાર
વિશ્વના પ્રથમ મહિલા ભારૂલતા પટેલ કાંબલે પણ સામેલ હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ
મોદીએ પણ તેમની આ સિદ્ધી અને સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વ નિભાવવાની ભાવનાને
બિરદાવી નવી દિલ્હીમાં સન્માન કર્યું હતું. બ્રિટીશ પાર્લામેન્ટે તેમને અચિવમેન્ટ
એવોર્ડ આપી બહુમાન કર્યું હતું.
ભારૂલતા પટેલ કાંબલેના પતિ સુબોધ કાંબલે
મહારાષ્ટ્રના રાયગઢના વતની છે. તેઓ યુ.કે. ના જાણીતા રોબોટિક સર્જન અને
યુરોલોજિસ્ટ છે. ગુજરાતીઓના ગૌરવને વિશ્વસ્તરે ઉજાગર કરનાર ભારૂલતા કાંબલેએ વર્ષ
૨૦૧૬ માં આર્કટિક સર્કલ પૂર્ણ કરનાર વિશ્વની પ્રથમ મહિલા બનવાનું ગૌરવ મેળવ્યું હતું.
તેમણે ‘મમ વિથ ટુ કિડ્સ’ની થીમ પર ‘બેટી બચાવો, બેટી પઢાઓ’,
કેન્સર જાગૃતિ અને
સ્વચ્છતાના સંદેશ સાથે સોલો કાર પ્રવાસ કરીને ૨૭૯૨ કિમીનું અંતર માત્ર ૩૯ કલાકમાં
પૂર્ણ કરી આર્કટિક સર્કલના ઉત્તરધ્રુવ પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
અદમ્ય સાહસનો પરચો કરાવનાર આ ગુજરાતી
મહિલાએ આ અગાઉ વર્ષ ૨૦૧૬માં પણ ૫૭ દિવસમાં ૩૨ દેશોની ૩૫,૩૮૩ કિમીની સફર પૂર્ણ કરી હતી. એ સમયે તેઓ બીએમડબ્લ્યુ X૩ માં સવાર થઇ ૭૫ દિવસની રોમાંચક સફર દરમિયાન આર્કટિક સર્કલ, બે ખંડ, છ ટેરેટોરિઝ, ૯ ટાઈમ ઝોન,
૩ રણ, ૯ પર્વત માળાઓ અને ૩૨ દેશોમાંથી પસાર થયા હતા. આ ઉપરાંત ઓગસ્ટ, ૨૦૧૭માં ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ના સંદેશ સાથે ગ્રેટ બ્રિટનના છેડાના બે
વિસ્તારો- સાઉથવેસ્ટ, લેન્ડ્સ એન્ડ થી નોર્થઈસ્ટ સ્કોટલૅન્ડના
જહોન ઓ ગ્રોટ્સ વચ્ચેની ૧૫૦૦ કિમીની નોનસ્ટોપ મુસાફરી માત્ર ૧૪ કલાક અને ૩૩
મિનિટમાં પૂર્ણ કરી ૭૦માં સ્વાતંત્ર્ય દિનની તેમણે અનોખી ઉજવણી પણ હતી.
૬ ઑક્ટોબરથી ગીર અભયારણ્ય ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં પ્રથમ ટ્રીપમાં આવેલા પ્રવાસીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પહેલા દિવસથી જ સિંહદર્શન માટેની ત્રણ માસ સુધીની ઓનલાઈન પરમિટનું એડવાન્સ બૂકિંગ થઈ ગયું છે. આ કારણે આ વખતે અનેક પ્રવાસીઓને સિંહદર્શનથી વંચિત રહેવું પડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.
પ્રથમ દિવસે જ ૧૫૦ પરમિટો મારફત ૯૦૦ પ્રવાસીઓ સેન્ક્ચ્યુઅરીમાં સિંહ સહિતની હરિયાળી નિહાળી અભિભૂત થયા હતા. વધુ લોકો સિંહદર્શનનો લાભ લઇ શકે તે માટે વિવિધ શિફ્ટની અને પરમિટની સંખ્યા પણ વધારવી જોઇએ. ઓનલાઇન પરમિટ બૂકિંગ ક્યારથી શરૂ કરવામાં આવ્યું તેની જાણ પણ દરેક લોકો સુધી પહોંચી નથી. ચાર માસ બાદ વન્ય પ્રાણીઓનું વેકેશન પૂર્ણ થયું હતું.
પ્રથમ દિવસે સિંહદર્શન શરૂ થતા ૨૫૦થી ૩૦૦ પર્યટકો ૧૩ જેટલા વિવિધ રૂટ પર સિંહ દર્શન માટે ગયા હતા. સાસણ આવતા પ્રવાસીઓને વન વિભાગ દ્વારા શરૂ કરાયેલી ઓનલાઈન પરમિટ કઢાવવી પડે છે. ચાલુ વર્ષથી વન વિભાગે રિપોર્ટિંગ માટે ખાસ કોડનો ઉપયોગ કરી ટ્રીપની બધી પરમીટ એક સાથે થઇ જાય તેવી પદ્ધતિ વિકસાવતાં બુકિંગનું કાર્ય હવે બે કલાકને બદલે ૨૦ મિનિટમાં થઇ જાય છે.
ઓનલાઇન બૂકિંગની વેબસાઇટમાં સુધારો કરી તેની સ્પીડમાં વધારો કરવામાં આવ્યો છે. તે સાથે શિયાળા અને ઉનાળા ઋતુમાં જંગલ પ્રવેશનું અને બહાર આવવાનું સમયપત્રક મૂકવામાં આવ્યું છે. પ્રવાસીઓ સાથે ૧૭૮ ગાઇડને ૫ાંચ દિવસનો વર્કશોપ યોજી ગીર જંગલની વન્ય સૃષ્ટિ અંગે તજજ્ઞો દ્વારા માહિતી આપી તૈયાર કરવામાં આવ્યાં છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 20 ઓક્ટોબરે લેવાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવતા દસ લાખથી પણ વધુ ઉમેદવારોમાં વિરોધનો સૂર ઉઠયો હતો જેની સામે આખરે સરકાર ઝૂકી છે અને વિદ્યાર્થીઓની જીત થઇ છે.
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે તા.16મી ઓક્ટોબર 2019ના રોજ જાહેર કર્યુ હતું કે, બિનસચિવાલય સંવર્ગની રદ થયેલી પરીક્ષા આગામી 17મી નવેમ્બર, 2019ના રોજ યોજાશે.
આ પરીક્ષા માટે અગાઉ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એ તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. સૌથી મહત્વની વાત એ પણ કરી કે ધોરણ 12 પાસ’ અને સ્નાતક કક્ષાના તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાની ઉપસ્થિતિમાં નીતિનભાઇ પટેલે ઉમેર્યુ હતું કે, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગ્રેજ્યુએશનનું નોટીફિકેશન બહાર પડી ગયું હોવા છતાંય 10 લાખથી વધુ યુવાનોએ આ પરીક્ષાની તૈયારી કરી હતી, તેને ધ્યાને લઇને યુવાનોના હિતમાં આ નિર્ણય કરાયો છે.’ આ પરીક્ષા માટે અગાઉની પ્રોસેસ યથાવત રખાશે.
આ પરીક્ષા અગાઉ જાહેર કરેલ રાજ્યના 3,171 જેટલા પરીક્ષા કેન્દ્રો પર લેવાશે.’ કોઇપણ વિદ્યાર્થીનું પરીક્ષા કેન્દ્ર નહીં બદલાય અને વિદ્યાર્થીઓએ બિનસચિવાલયની પરીક્ષા માટેનવું ફોર્મ ભરવાની જરૂર નથી અને ઉમેદવારોએ ભરેલું જૂનું ફોર્મ જ માન્ય ગણાશે. એટલે કે જે ઉમેદવારોએ પોતાના નામો રજિસ્ટ્રેશન કરાવ્યા છે તે તમામ ઉમેદવારો એજ ફોર્મ અને એજ કોલ લેટર સાથે પરીક્ષા આપી શકશે. પરીક્ષા માટેના કોલ લેટર પણ આજ થી જ વિદ્યાર્થીઓ’ ઓજસની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે.’
મેરીટના આધારે 3,771 ઉમેદવારોને પસંદ કરવામાં આવશે. તમામ અનામતની જોગવાઇઓ લાગુ કરીને ઉમેદવારોને પસંદ કરવામાં આવશે.
રાજ્યના અનેક વિદ્યાર્થી સંગઠનોની રજૂઆતો બાદ સરકારે બિનસચિવાલયની પરીક્ષા રદ કરવાનો નિર્ણય મુલત્વી રાખ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે નિર્ણય કરાયો છે કે, ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ પણ બિન સચિવાલયની પરીક્ષા આપી શકશે.
રાજ્યસરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. જો કે માત્ર આ પરીક્ષા પૂરતો ધોરણ 12 પાસની લાયકાતનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
ઉમેદવારોને ન્યાય મળે તે માટે આંદોલનકારી પ્રવિણ રામ દ્વારા 19મીએ ગાંધીનગર ખાતે ધરણા કરવાની જાહેરાત કરાઇ હતી. આ ધરણામાં મોટી સંખ્યામાં યુવાનો ઊમટી પડે તેવી શક્યતા હતી. પરંતુ ધરણા પહેલા જ સરકારે પરિક્ષાની જાહેરાત કરી દેતા પ્રવિણ રામ દ્વારા સરકારનો આભાર માનવામાં આવ્યો હતો.
આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓ પણ IITમાં ભણી શકે : વાંચો કેવી રીતે?
શિર્ષક વાંચીને ઘણાં કહેવાતા શિક્ષણશાસ્ત્રીઓના ભવાં ચઢી જશે. કારકિર્દી માર્ગદર્શનના નામે સાવ અધૂરા ઘડાં જેવા શિક્ષણશાસ્ત્રીઓ એવા વક્તા બની બેઠા છે કે જેઓ વિદ્યાર્થીઓને કયા રસ્તે જવું એ તો દિશાનિર્દેશ કરી શક્તા નથી બલ્કે ખોટી માહિતીઓથી ગેરમાર્ગે દોરાતાં વિદ્યાર્થીઓને એ બાબતનું ભાન થાય ત્યારે કારકિર્દી ઘડતરનો મહત્વનો સમય પૂરો થઇ ચૂક્યો હોય છે. શિક્ષણ સર્વદા, સૂરતની ટીમ આ મુદ્દે અત્યંત ચોકસાઇ અને ચિવટાઇ રાખીને છેલ્લા 15 વર્ષથી કારકિર્દી ઘડતરનું કાર્ય કરી રહી છે.
શિક્ષણ સર્વદા અને સી.આઇ.એ. લાઇવ વિદ્યાર્થીઓને સતત ઉપયોગી સમચારો પ્રકાશિત કરીને માર્ગદર્શિત કરવાનું કામ કરી રહ્યા છે.
આઇ.આઇ.ટી. એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી એટલે મોટા ભાગના લોકોના માનસમાં એવો જ ખ્યાલ કે અહીં ધો.12 સાયન્સમાં મેથ્સ પાસ કરનારા વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળે છે. ના. એવું નથી. ધો.12 સાયન્સ મેથ્સ ઉપરાંત બાયોલોજી ધરાવતા વિદ્યાર્થીઓ તેમજ આર્ટસ, કોમર્સ અન્ય પ્રવાહ હોય તો એવા વિદ્યાર્થીઓ પણ પ્રવેશ પાત્ર બને છે એવા પણ અનેક કોર્સ આઇ.આઇ.ટી.ઓમાં ચાલી રહ્યા છે.
Career Counselling : 98253 44944
અહીં વાત કરી રહ્યા છીએ ડિઝાઇનિંગના કોર્સની. સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે ભારતની 23 આઇ.આઇ.ટી. પૈકીની બોમ્બે આઇ.આઇ.ટી.
બોમ્બે આઇ.આઇ.ટી. તેમજ દેશની અન્ય પ્રતિષ્ઠિત ડિઝાઇન ઇન્સ્ટીટ્યૂટસમાં ડિઝાઇનિંગના અત્યંત મહત્વના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. જેમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. આ પ્રવેશ પરીક્ષાનું નામ છે UCEED .
UCEED નું ફુલફોર્મ થાય છે Undergraduate Common Entrance Exam for Design
2020માં આઇ.આઇ.ટી. સમેતની દેશની ટોચની ડિઝાઇન ઇન્સ્ટીટ્યૂટસમાં પ્રવેશ કાર્યવાહીમાં UCEED નું ફુલફોર્મ થાય છે Undergraduate Common Entrance Exam for Design નો સ્કોર મેરીટ તરીકે ગણવામાં આવે છે. આ UCEED-2020 ના ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યા છે.
ડિઝાઇનિંગ ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગતા ધો.12 સાયન્સ, કોમર્સ, આર્ટસ કે અન્ય પ્રવાહના હાલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ UCEED – Undergraduate Common Entrance Exam for Design 2020 પરીક્ષા આપી શકે છે.
પ્રસ્તુત છે UCEED – Undergraduate Common Entrance Exam for Design રજિસ્ટ્રેશનની સઘળી વિગતો
Indian Institute of Technology (IIT) Bombay has invited online applications for Undergraduate Common Entrance Exam for Design (UCEED) on its official website today i.e., October 9, 2019. The interested candidates can apply online for UCEED 2020 through the official website of UCEED — uceed.iitb.ac.in – from today.
The last date to submit online applications for UCEED 2020 is November 9, 2019. Candidates can also apply for UCEED 2020 from November 10 to 16, 2019 with late fees.
All national (Indian and Foreign) candidates can apply for UCEED 2020. Candidates seeking admission to the Bachelor Degree programme in Design (B. Des.) at Indian Institute of Technology Bombay (IITB), Indian Institute of Technology Guwahati (IITG), Indian Institute of Technology Hyderabad (IITH), and Indian Institute of Information Technology Design and Manufacturing Jabalpur (IIITDMJ) need to qualify in UCEED 2020.
IIT Bombay, the organising institute will conduct UCEED 2020 on January 18, 2020. UCEED 2020 will be held in the following 24 cities in India — Ahmedabad, Bengaluru, Bhopal, Bhubaneswar, Chandigarh, Chennai, Dehradun, Delhi, Ernakulam, Panaji, Guwahati, Hyderabad, Jaipur, Lucknow, Kolkata, Kozhikode, Mumbai, Nagpur, Patna, Pune, Raipur, Thiruvananthapuram, Thrissur and Visakhapatnam.
Age limit
Candidates belonging to OPEN/EWS/OBC-NCL category should have born on or after October 1, 1995. For SC, ST or PwD category, they should have been born on or after October 1, 1990.
Eligibility
The candidate should have passed the qualifying examination (Class XII or equivalent) in 2019, OR appearing in 2020. Students from all streams (Science, Commerce, and Arts & Humanities) are eligible to apply for UCEED 2020. Candidates who appeared for the first time in their qualifying examination in 2018 or earlier are not eligible.
લિથિયમ-આયન બેટરી તૈયાર કરીને સ્માર્ટફૉન્સ, લેપટોપ અને ઇલેક્ટ્રિક વાહનોની બેટરીના ઉત્પાદનમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા બદલ અમેરિકાના ૯૭ વર્ષીય વિજ્ઞાની જૉન ગુડઇનફ, બ્રિટનના સ્ટેન્લી વિટીંગહેમ અને જાપાનના અકિરા યોશીનોને રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક આપવાની જાહેરાત કરાઇ હતી.
નોબેલ પુરસ્કાર આપતી સંસ્થા રોયલ સ્વિડિશ એકેડેમી ઑફ સાયન્સીસે જણાવ્યું હતું કે આ ત્રણ વિજ્ઞાનીની વચ્ચે પુરસ્કારના ૯૦ લાખ સ્વિડિશ ક્રોનોર (અંદાજે ૯,૧૪,૦૦૦ અમેરિકી ડૉલર અથવા ૮,૩૩,૦૦૦ યુરો) વહેંચી દેવાશે. જ્યુરીએ જણાવ્યું હતું કે વજનમાં હલકી, ફરી ચાર્જ કરી શકાતી, શક્તિશાળી બેટરીઓ હવે મોબાઇલ ફૉન્સ, લેપટોપ્સ, ઇલેક્ટ્રિક વાહનો વગેરેમાં વપરાય છે અને તેની મદદથી સૌરઊર્જા તેમ જ પવનઊર્જાનો પણ સંગ્રહ કરી શકાય છે.
આ શોધને લીધે પ્રદૂષણ પેદા કરતા ઈંધણનો વિકલ્પ મળ્યો છે. તેણે જણાવ્યું હતું કે લિથિયમ બેટરીઓ ૧૯૯૧માં વેચાણ માટે બજારમાં આવી ત્યારથી આપણા જીવનમાં ક્રાંતિ આવી છે. લિથિયમ ઘણી હલકી ધાતુ હોવાથી પાણી પર તરે છે. ૧૯૭૦ના દાયકામાં ખનિજ તેલની કટોકટી ઊભી થઇ હતી ત્યારે ઊર્જાના વૈકલ્પિક સ્રોત તરીકે અમેરિકાના વિજ્ઞાની જૉન ગુડઇનફે લિથિયમ બેટરી તૈયાર કરી હતી.
Super-30ના આનંદ કુમારને તેડાવવા મોટી મોટી બ્રાન્ડેડ સ્કુલો વિફળ રહી: લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટી. સદભાગી રહ્યું
આજે એવો જમાનો છે જ્યાંથી એજ્યુકેશન પ્લસ એટલે કે શિક્ષણ ઉપરાંત અન્ય બાબતોનું એક્સપોઝર મળે એ જરૂરી છે અન્યથા વિદ્યાર્થીના સર્વાંગીણ વિકાસમાં ઉણપ રહે એ સ્વાભાવિક છે. અહીં વાત બિહારના સુપર-30 અને આનંદ કુમારની કરવી છે. ગઇ તા.6 ઓક્ટોબર 2019ના રોજ બિહારના સુપર-30ના સ્થાપક અને ઇન્ટરનેશનલ પર્સનાલિટીમાં જેઓ સ્થાન પામે છે એ આનંદ કુમાર સુરતમાં હતા.
તા.6 ઓક્ટોબર 2019ને રવિવારની બપોરે સુપર-30 ના સ્થાપક વિદ્યાર્થીઓના પ્રેરણાસ્ત્રોત સમા શ્રી આનંદ કુમારને પોતાની શાળામાં આવકારી રહેલા લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના સ્થાપક શ્રી જયસુખભાઇ કથીરીયા
આ એ જ આનંદ કુમાર છે જેના જીવન પરથી હ્રિતિક રોશન અભિનિત ફિલ્મ સુપર-30 બની છે અને હાલ દુનિયાભરમાં એ જોવાય રહી છે. વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રો સમા બિહારના આ રિયલ હીરો જ્યારે સુરતમાં હોય ત્યારે સ્વાભાવિક છે કે સૂરતની મોટી મોટી બ્રાન્ડેડ સ્કુલો તેમને સ્કુલમાં તેડાવવા માટે અનેક પ્રકારે પ્રયાસો કરી ચૂકતી હોય છે. પણ અહીં કહેવા દો કે મોટી સ્કૂલો સુપર-30ના આનંદ કુમારને મેળવી શકી નહીં અને સૂરતની મુલાકાત અત્યંત ટૂંકી હોવા છતાં ઉધના વિસ્તારમાં લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યૂશન્સનું સંચાલન કરી રહેલા જયસુખભાઇ કથીરીયાને સુપર-30ના આનંદ કુમારે પૂરો એક કલાક ફાળવ્યો હતો.
સૂરતની બ્રાન્ડેડ, મોટી મોટી શાળાઓની ઓફરો ઠુકરાવીને સુપર-30ના સંચાલક શ્રી આનંદ કુમાર ઉધનાની લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યૂટ્સમાં ધો.10ના વિદ્યાર્થીઓને સંબોધવા પહોંચ્યા હતા. લિયો ગ્રુપના સ્થાપક શ્રી જયસુખભાઇ કથિરીયા સાથે તેમની યાદગાર તસ્વીર
સુપર-30ના આનંદ કુમારે લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સમાં ઉધના મેઇન રોડ પર બીઆરસીની સામે આવેલી સનરેઝ સ્કુલના ખીચોખીચ ભરેલા ઓડીટોરીયમ ખાતે લિયો ગ્રુપના વિદ્યાર્થીઓને સંબોધતા 45 મિનિટ સુધી પ્રેરણાદાયી ટીપ્સ આપી હતી.
સમસ્ત બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટ, સૂરતના આગેવાનોની મદદથી સૂરતના ઉધના વિસ્તારમાં કાર્યરત લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સમાં સુપર-30ના સ્થાપક શ્રી આનંદ કુમારે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું એ પૂર્વે આગેવાનોએ તેમનું મોમેન્ટો અર્પણ કરીને બહુમાન કર્યું હતું
લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના ધો.10ના સેંકડો વિદ્યાર્થીઓને સંબોધતા સુપર-30ના આનંદ કુમારને દરેકે દરેક વિધાનમાં એક સંદેશો હતો, દરેક વિધાનમાં સફળતાના રહસ્યો હતા. આમેય આનંદ કુમાર જ્યારે સમગ્ર વિશ્વના બાળકો માટે પ્રેરણામૂર્તિ બની રહ્યા છે ત્યારે લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના વિદ્યાર્થીઓ માટે સુપર-30ના આનંદ કુમારની મુલાકાત અને ટીપ્સ જીવનભરનું સંભારણું અને લાઇફટાઇમ એક્સ્પોઝર સમાન બની રહી છે.
કાર્યક્રમના સમાપન બાદ સુપર-30ના આનંદ કુમારે લિયો ગ્રુપ ઓપ ઇન્સ્ટીટ્યુટ્સના વિદ્યાર્થીઓ સાથે મોકળા મને સેલ્ફી આપી હતી.
ઉધનાના લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સમાં કાર્યક્રમ બાદ સુપર-30ના સ્થાપક શ્રી આનંદ કુમાર સાથે સેલ્ફી લેવા માટે સેંકડો વિદ્યાર્થીઓ, આગેવાનોએ કતારો લગાડી દીધી હતી.
કાર્યક્રમ અંગે લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના શ્રી જયસુખભાઇ કથિરીયાએ જણાવ્યું હતું કે તેમના મિત્ર અને સામાજિક આગેવાન શ્રી અજયભાઇ ચૌધરીના પ્રયાસો થકી તેઓ સુપર-30ના આનંદ કુમારને સંસ્થાના વિદ્યાર્થીઓ માટે મેળવી શક્યા હતા. શ્રી જયસુખભાઇ કથિરીયાએ સમસ્ત બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટ, સૂરત તેમજ શ્રી અજયભાઇ ચૌધરી સમેત તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભારતીય હવાઈ દળના માનદ્ ગ્રુપ કૅપ્ટનની પદવી મેળવનાર સૌપ્રથમ રમતવીર સચિન તેન્ડુલકરે મંગળવારે ઉત્તર પ્રદેશમાં હિન્ડન હવાઈ મથક ખાતે હવાઈ દળના ૮૭મા વાર્ષિક દિનમાં ભાગ લીધો હતો. આ બૅટિંગ-લેજન્ડની પત્ની અંજલિ તેમ જ હવાઈ દળ, લશ્કરી દળ અને નૌકા દળના વડાઓ પણ પરેડ સહિતના આ પ્રસંગે ઉપસ્થિત હતાં.
આઈ. સી. સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા જાહેર કરાયેલ મહિલા વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટના નવા ક્રમાંકમાં ભારતે પોતાનું બીજું સ્થાન જાળવી રાખવા સાથે ઈંગ્લેન્ડ સામે પોતાની સરસાઈ વધારી હતી.
મિતાલી રાજના નેતૃત્વમાં ભારતની મહિલા ટીમે (૧૨૫) ઈંગ્લેન્ડ (૧૨૨) સામે પોતાની સરસાઈ એક પોઈન્ટથી ત્રણ પોઈન્ટ સુધી વધારી હતી.
ટી-૨૦ ક્રિકેટના રેન્કિંગમાં ભારત પાંચમા સ્થાને છે.
ઑસ્ટ્રેલિયાએ પોતાના સતત સારા દેખાવના બળે વન-ડે ઈન્ટરનેશનલ અને ટી-૨૦ ક્રિકેટ, બંનેમાં પોતાનું ટોચનું સ્થાન વધુ મજબૂત કયુર્ં હતું.
ઑસ્ટ્રેલિયાએ ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝમાં આઈ. સી. સી. મહિલાઓનો ટી-૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો.
ચીનમાં ભારતના 21000 વિદ્યાર્થીઓ મેડીકલ અભ્યાસ કરી રહ્યા છે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
મેડીકલ એજ્યુકેશન ખાસ કરીને એમ.બી.બી.એસ. અભ્યાસ માટે હાલમાં ચીનમાં અભ્યાસ કરી રહેલા ભારતના લગભગ 20 હજારથી વધુ વિદ્યાર્થીઓના માથે મોટી આફત આવી છે. ચીનના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટએ રાતોરાત એવો ફતવો જારી કર્યો છે કે ચીનની ફક્ત 45 મેડીકલ કોલેજો જ એમબીબીએસનો કોર્સ અંગ્રેજી માધ્યમમાં ચલાવી શકશે. બાકીની યુનિવર્સિટીઓએ ચાઇનીઝ ભાષામાં જ ફરજિયાત એમબીબીએસ અભ્યાસક્રમ ચલાવવો પડશે. ચીનના સત્તાવાળાઓએ કોલેજોનો સંચાલકોને ચાઇનીઝ અને અંગ્રેજી એમ બે ભાષામાં પણ કોર્સ ચલાવવાની મંજૂરી આપી નથી. ચાલુ વર્ષથી જ આ બાબતનો અમલ કરી દેવાની સૂચના આપવામાં આવી હોઇ, ભારતના હજારો વિદ્યાર્થીઓના ભાવિ સામે મોટી મુશ્કેલી ઉપસ્થિત થઇ છે.
ભારતીય એમ્બેસીની સત્તાવાર માહિતી મુજબ ચીનની જુદી જુદી 200 યુનિવર્સિટીઓમાં ભારતના હાલમા 23000 વિદ્યાર્થીઓ જુદા જુદા કોર્સમાં અભ્યાસ કરી રહ્યા છે. આ પૈકી 21000 વિદ્યાર્થીઓ ચીનમાં મેડીકલ, એમબીબીએસ ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યા છે. ભારતની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની સરખામણીમાં ચાઇનીઝ મેડીકલ કોલેજોની ફી સસ્તી હોઇ, ભારતમાંથી મોટા પાયે વિદ્યાર્થીઓ મેડીકલ અભ્યાસ માટે ચીન ગયા છે. હવે ફક્ત 45 કોલેજો જ અંગ્રેજીમાં એમબીબીએસ ભણાવી શકે એવી સૂચના આપવામાં આવી હોઇ બાકીની કોલેજોમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે.
ચીનની આ 45 મેડીકલ કોલેજોને જ એમબીબીએસ અભ્યાસક્રમ અંગ્રેજીમાં ચલાવવાની મંજૂરી અપાઇ છે
University:
(no of international students)
Jilin
University: 62 (school year 2018-2019 was 100, 38 fewer)
Chinese
Medical University: 100
Dalian
Medical University: 100
Capital
Medical University: 100
Tianjin
Medical University: 100
Shandong
University: 78 (school year 2018-2019 100, 22 fewer)
Fudan
University: 100
Xinjiang
Medical University: 100
Nanjing
Medical University: 100
Jiangsu
University: 100
Wenzhou
Medical University: 100
Wenzhou
Medical University (Overseas Schools): 50
Zhejiang
University: 100
Wuhan
University: 100
Huazhong
University of Science and Technology: 100
Xi’an
Jiaotong University: 100
Southern
Medical University: 100
Jinan
University: 100
Guangxi
Medical University: 100
Sichuan
University: 100
Chongqing
Medical University: 100
Harbin
Medical University: 60
Beihua
University: 40
Jinzhou
Medical University: 60
Qingdao
University: 60
Hebei
Medical University: 60
Ningxia
Medical University: 60
Tongji
University: 60
Shihezi
University: 60
Southeast
University: 60
Yangzhou
University: 60
Nantong
University: 60
Suzhou
University: 60
Ningbo
University: 60
Fujian
Medical University: 60
Anhui
Medical University: 60
Xuzhou
Medical College: 60
Three
Gorges University: 20
Zhengzhou
University: 60
Guangzhou
Medical University: 60
Sun
Yat-sen University: 60
Shantou
University: 20 (school year 2018-2019 was 60, 40 fewer)
Kunming
Medical University: 60
North
Sichuan Medical College: 40
Southwest
Medical University: 60
Xiamen
University: 60
હાલમાં ભારતીય એમ્બેસી ચીન સાથે વાટાઘાટો કરી રહી છે
ચીનના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે રાતોરાત નિર્ણય લઇને ફક્ત 45 કોલેજોને જ એમબીબીએસ અભ્યાસક્રમ અંગ્રેજીમાં ચલાવવા માટેની મંજૂરી આપી હોઇ, બાકીની મેડીકલ કોલેજોમાં હાલ અંગ્રેજીમાં મેડીકલ કોર્સ કરી રહેલા વિદ્યાર્થીઓનું શું થશે એ મુદ્દે ભારતીય એમ્બેસી દ્વારા હાલમાં ચીન સરકાર સાથે વાટાઘાટ શરૂ કરવામાં આવી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.