વાયરલ Archives - Page 73 of 80 - CIA Live

March 21, 2019
elnino1.jpg
1min16450

ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગે ચાલુ વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં અલ નિનોની આશંકા વ્યક્ત કરી છે. ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ મિટિયોરોલોજીએ તા.19મી માર્ચ 2019ના રોજ અલ નિનોના આઉટલૂકને ‘એલર્ટ’ મોડમાં મૂક્યું હતું. એજન્સીના જણાવ્યા અનુસાર મોટા ભાગના વૈશ્વિક ક્લાઇમેટ મોડલ્સ જૂનની આસપાસ અલ નિનો શક્યતામાં ‌વધારો દર્શાવે છે.

અલ નિનો પેસેફિક મહાસાગરની સપાટી પરનું તાપમાન ગરમ થવા સાથે સંકળાયેલું છે. તેની ભારતના ચોમાસા પર પ્રતિકૂળ અસર થાય છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ચોમાસુ જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં હોય છે અને દેશના કુલ વરસાદનો 70 ટકા હિસ્સો આ ગાળામાં આવે છે.

બ્યૂરોએ તા.19મી માર્ચે અલ નિનો અંગેના તાજેતરના મૂલ્યાંકનમાં જણાવ્યું હતું કે, “2019માં અલ નિનોની શક્યતા વધીને લગભગ 70 ટકા થઈ છે, જે સામાન્ય કરતાં લગભગ ત્રણ ગણી છે.” બ્યૂરોએ કહ્યું હતું કે, “આઠમાંથી એક સિવાયના તમામ ક્લાઇમેટ મોડલ્સમાં દરિયાની સપાટી પરનું તાપમાન એપ્રિલ અને જૂનમાં અલ નિનોની મર્યાદા કરતાં ઊંચું રહેવાની આગાહી કરાઈ છે. છ મોડલ્સમાં સી સરફેસ ટેમ્પરેચર (SSTs)નું મૂલ્ય ઓગસ્ટમાં મર્યાદા કરતાં ઊંચું રહેવાની ધારણા છે.

ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગે અગાઉની આગાહીમાં ચાલુ વર્ષે અલ નિનોની શક્યતા 50 ટકા દર્શાવી હતી. જોકે, ભારતના હવામાન વિભાગના અંદાજ પ્રમાણે આ વખતે ચોમાસા પર અલ નિનોની પ્રતિકૂળ અસર નહીં થાય. ઇન્ડિયા મિટિયોરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (IMD)એ ચાલુ મહિને જણાવ્યું હતું કે, મે મહિના સુધી અલ નિનોની સ્થિતિ નબળી રહેશે અને ત્યાર પછી તેમાં નબળાઈ વધવાનો અંદાજ છે.

સ્કાયમેટે ફેબ્રુઆરીમાં જારી કરેલા ચોમાસાના પ્રારંભિક આઉટલૂકમાં જણાવ્યું હતું કે, દેશમાં ચાલુ વર્ષે સામાન્ય વરસાદની શક્યતા છે. ચોમાસાની પ્રગતિ સાથે અલ નિનો નબળું પડવાનો અંદાજ છે.

What is El Nino?

an irregularly occurring and complex series of climatic changes affecting the equatorial Pacific region and beyond every few years, characterized by the appearance of unusually warm, nutrient-poor water off northern Peru and Ecuador, typically in late December. The effects of El Niño include reversal of wind patterns across the Pacific, drought in Australasia, and unseasonal heavy rain in South America.

El Nino on India

El Nino, characterised by a warming of surface temperatures in the Pacific Ocean, is associated with lower than normal monsoon rainfall in India. … El Nino affects the flow of moisture-bearing winds from the cooler oceans towards India, negatively impact the summer monsoon, which accounts for over 70% of annual rainfall.

March 20, 2019
khaman.jpg
1min12060

જયેશ બ્રહ્મભટ્ટ

સદીઓથી ચાલતી આવતી પરંપરા મુજબ હોળી-ધૂળેટીના પર્વમાં ધાણી-ચણાં ખાવાનો મહિમા છે. ધાણી-ચણા ખાવા પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ કાર્ય કરે છે. પરંતુ, સ્વાદના શોખીન સુરતીઓ ધાણી ચણા તો હોળી ધૂળેટીએ આરોગે છે પરંતુ, સુરતની ફૂડ ફેન્ટસીમાં સૌથી ટોપ પર જે વાનગી આવે છે અને જેને સુરતીઓએ જ શોધી છે એ ખમણ આરોગવાના અગાઉના તમામ રેકોર્ડ ધૂળેટી 2019 તોડી નાંખે તેમ છે.

  • ધૂળેટી 2018ના દિવસે સવારે શહેરના મોટા ભાગની દુકાનોમાં કાચા ખમણની શોર્ટેજ વર્તાઇ હતી
  • વ્હોલસેલ ખમણ ઉત્પાદકો પાસે 2-2 હજાર કિલોના કાચા ખમણના ઓર્ડર
  • ધૂળેટીનો ખમણનો ઓર્ડર પૂરો કરવા હોળીની પ્રગટાવાની સાથે જ ખમણનું પ્રોડકશન શરૂ કરી દેવાશે

સુરતમાં શહેરમાં મોટા ગણી શકાય તેવા 9 ખમણ ઉત્પાદકો છે જે નાના ફરસાણના વેપારીઓને રોજેરોજ કાચા ખમણ સપ્લાય કરે છે. આવા ઉત્પાદકો પૈકીના એક હરેશભાઇ પટેલ કહે છે કે તેમની પાસે ફક્ત ધૂળેટીએ સવારે 9 વાગ્યા સુધીમાં સપ્લાય કરવા માટે 2000 કિલોથી વધારેનો કાચા ખમણનો ઓર્ડર છે અને હજુ ઓર્ડર આવી રહ્યા છે. તેઓ કહે છે કે સુરતીઓ ધૂળેટી રમ્યા પછી ગ્રુપ્સમાં નાસ્તો કરવા માટે મોટા ભાગે કાચા ખમણ, તેલ અને કાચી ડૂંગળી પસંદ કરતા હોય છે. આ સુરતીઓનો ફેવટીટ નાસ્તો હોય છે અને ગયા વર્ષે 2018માં જે પ્રકારે કાચા ખમણની શોર્ટેજ પડી હતી એ અનુભવને જોતા શહેરના નાના રિટેઇલ ફરસાણ ગૃહોએ ગયા વર્ષથી 25 ટકા વધુ માત્રામાં કાચા ખમણ ઓર્ડર કર્યા છે.

એવી જ રીતે શહેરના વરાછા વિસ્તારમાં મોટા ખમણ સપ્લાયર તરીકે જાણીતા વ્યાપારીએ જણાવ્યું કે સુરતમાં કોઇપણ તહેવાર હોય એટલે રુટીન કરતા વધારે જથ્થામાં કાચા ખમણનો ઉપાડ રહે છે, આ વખતે પણ તા.21મી માર્ચ 2019ને ધૂળેટીનો પર્વ હોઇ એડવાન્સ્ડ ઓર્ડર રૂટીન દિવસો ખાસ કરીને રવિવાર કરતા પણ 30 ટકા વધારે માત્રામાં એડવાન્સ્ડ ઓર્ડર મળ્યા છે. આમ, આ વખતે ધૂળેટીમાં જેટલા ધાણી ચણા નહીં ખવાય તેના કરતા અનેક ઘણી વધુ માત્રામાં કાચા ખમણ સુરતમાં ખવાશે.

ખમણ છે સૌની પસંદ

સુરતમાં અબાલવૃદ્ધો સૌની જો કોઇ એક કોમન પસંદની વાનગી હોય તો એ છે ખમણ. સુરત સિવાય આખા ગુજરાતમાં મોટા ભાગે આંશિક ગળ્યા લાગે તેવા ખમણ મળે છે. વડોદરાથી ઉપર ઉત્તર ગુજરાત તરફ જઇએ તો મોટા ભાગે નાયલોન ખમણ મળે એ સિવાય ખમણ કરતા વધારે વણાયેલા ગાંઠીયા ખવાય. પણ સુરતના ખમણની વાત જ નિરાલી છે. અહીં 5-6 મહિનાના બાળકને પણ ખમણનો ટેસ્ટ કરાવે એ સુરતી કહેવાય. બાળકોથી લઇને મોટેરાઓ અને સિનિયર સિટીઝન સુધી બધાને સુરતી ખમણનો ચટાકો હોય જ. એવા કોઇ ભાગ્યે જ મળી આવે જેને ખમણ પ્રત્યે સુગ હોય. સુરતીઓ માટે ક્યારેય ખમણ જૂની વાનગી થઇ નથી. જે લોકોને એકલા કે કાચા ખમણ નથી ભાવતા તેઓ હવે રસાવાળા ખમણ ખાય રહ્યા છે. જેમને ટૂકડામાં ખમણ નથી ભાવતા તેઓ લોચો ભરપૂર ઝાપટી જાય છે. આમ, સુરતીઓ માટે ખમણ એ એવી વાનગી છે જે 24×7 હોટ ફેવરીટ બની રહે છે.

  • સુરતીઓની ફેસ્ટીવલમાં ફૂડ ફેન્ટસી

  • ચંદી પડવાએ ઘારી

  • ઉતરાયણમાં જલેબી અને ઉંધીયું

  • ક્રિસમસ પર પોંકવડા અને પોંક પાર્ટી

  • કેરી ગાળામાં સરસીયા ખાજા

  • ધૂળેટીમાં કાચા ખમણ અને કાંદો

  • દર રવિવારે લોચો

  • દશેરાએ જલેબી અને ફાફડા-પાપડી ગાંઠીયા

  • બેસતા વર્ષે વેજીટેરીયન ચોળીનું શાક ખાય અને નોનવેજીટેરીયન પોમ્ફલેટ માછલી અવશ્ય ખાય જ

સ્વાદના શોખીન સુરતીઓની દરેક તહેવારને અનુલક્ષીને સ્પેશિફિક વાનગીઓ આરોગવાની એક પેટર્ન છે, જેમકે ચંદી પડવાએ ઘારી-ભૂસું-ભજીયા સાથે નોનવેજ ખાનારાઓ ચીકન અચૂક ખાય છે. ઉતરાયણના પર્વે ઉંધીયું અને જલેબી વગર સુરતીઓ પતંગના પેચ કાપી શક્તા નથી. ક્રિસમસ પર્વે પોંક પાર્ટી કે પોંકવડા વગર સુરતીઓને ક્રિસમસને કેક હજમ જ ન થાય. કેરીના રસની સીઝનમાં સરસીયા ખાજા સાથેની જયાફત ન માણે તે સુરતી નહીં. એવી જ રીતે દશેરાએ જલેબી ફાફડા નહીં ખાય તો સુરતીઓના તહેવારની રોનક સાવ ફિક્કી લાગે.

March 18, 2019
raj_thackary-1280x719.jpg
1min1027

રાજ ઠાકરેનો પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) લોકસભાની ચૂંટણી નહીં લડે તેવી સત્તાવાર જાહેરાત પક્ષે કરી હતી. છેલ્લાં ઘણા સમયથી મનસે અંગે અટકળો ચાલી રહી છે. ઠાકરે એનસીપી ચીફ શરદ પવારની નજીક આવતા તેઓ એનસીપીમાં જોડાશે, તેવી અટકળોએ જોર પક્ડયું હતું. આ તમામ શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું હતું.

રાજ ઠાકરે ૧૯મી માર્ચે જાહેરસભાને સંબોધવાના છે, તેમાં વધારે સ્પષ્ટતા કરવામાં આવશે. ઠાકરે બહાર રહી પવારને મદદ કરશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પ્રચાર કરશે, તેમ પણ માનવામાં આવે છે. ગત ૨૦૧૪ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ઠાકરેનો પક્ષ કંઈ ખાસ દેખાવ કરી શક્યો ન હતો. મુંબઈ સહિતની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં પણ મનસેએ ખાસ જનાધાર મેળવ્યો ન હતો. ઠાકરેના એકમાત્ર વિધાનસભ્ય પણ તાજેતરમાં શિવસેનામાં જોડાયા હતા. મરાઠી માણૂસનો વિષય લઈ એક સમયે કિંગ ગમૅકર માનવામાં આવતા ઠાકરેના પક્ષે સતત હારનો સામનો કરવો પડ્યો હતો. એનસીપી તેમને સાથે લેવા તૈયાર હતી, પરંતુ કૉંગ્રેસે મનસેને લેવાની ધસીને ના પાડી હતી. અંતે મનસેએ ચૂંટણી ન લડવાનો નિર્ણય જાહેર કરી દીધો છે.

March 13, 2019
google.jpg
1min9970

તા.13મીએ મધરાતથી વિશ્વમાં ગૂગલ સર્વિસીઝમાં કેટલીક ટેકનિકલ ક્ષતિઓને કારણે વિશ્વભરના કરોડો ગુગલ સર્વિસ યુઝર્સ મુશ્કેલીમાં મૂકાયા હતા. જો તમે ગઇકાલ એટલે કે મંગળવારે રાતથી બુધવારે સવાર સુધીમાં ગુગલની સર્વિસીઝ જેવી કે ગુગલ મેલ- જીમેલ, ગુગલ મેપ, ગુગલ ડ્રાઇવ, યુ ટ્યુબ વગેરે ઓપરેટ કરવામાં તકલીફ અનુભવતા હોવ તો તમે એકલા નથી, આખા વિશ્વએ આ મુશ્કેલી અનુભવી ત્યારે ગુગલ સત્તાવાળાઓએ પણ એ વાતનો એકરાર કરવો પડ્યો હતો કે ગુગલ સર્વિસમાં કેટલીક મુશ્કેલીઓ સર્જાઇ છે અને બુધવારે ભારતીય સમય પ્રમાણે સવારે 11.14 વાગ્યા સુધીમાં ગુગલ તેની ભૂલોને રેક્ટીફાય કરી દેશે.

ગુગલ સર્વિસીઝમાં કયા પ્રોબ્લેમ્સ થઇ રહ્યા છે

  • ગુગલ સર્વિસીઝમાં એટેચમેન્ટસ
  • ડાઉનલોડિંગ પ્રોબ્લેમ
  • સેન્ડ અને રિસિવિંગ પ્રોબ્લેમ
  • ઓપરેટિંગ પ્રોબ્લેમ 

ભારતમાં બુધવારે સવારે સાડા સાત વાગ્યાથી ગુગલ સર્વિસ, ગુગલ પ્લે સ્ટોરના ઓપરેટિંગમાં હજારો નહીં પણ લાખો ગુગલ યુઝર્સે મુશ્કેલી પડતી હોવાની ફરીયાદો કરી હતી. સમગ્ર વિશ્વમાંથી ગુગલ સર્વિસીઝ ઓપરેશનમાં મુશ્કેલીની ફરીયાદ આવતા અમેરિકામાં મધરાત હોવા છતાં ગુગલ એ તેની વર્કફોર્સ કામે લગાડીને વૈશ્વિક પ્રોબ્લેમને સુધારવા માટે યુદ્ધના ધોરણે  કામગીરી શરૂ કરી હતી. કેમકે વિશ્વમાં કરોડો લોકો ગુગલની સર્વિસીઝના બંધાણી થઇ ચૂક્યા છે. સૌથી મોટી તકલીફ ગુગલ મેલ તેમજ ક્લાઉડ અને ડ્રાઇવમાં એટેચમેન્ટસમાં આવી રહી હતી.

સમગ્ર વિશ્વમાંથી ગુગલ સર્વિસીઝની ફરીયાદો ઉઠતા ગુગલ સત્તાવાળાઓએ તેમના ઓફિશ્યલ સોશ્યલ મિડીયા પર કેટલાક ખુલાસાઓ પણ કર્યા છે.

 

March 7, 2019
gseb-1280x720.jpg
1min18330

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે તા.7મી માર્ચ 2019થી શરૂ થયેલી રાજ્યવ્યાપી પરીક્ષામાં ઉડીને આંખે વળગે એવી વાત એ હતી કે ધો.10 હોય કે ધો.12 સાયન્સ અને કોમર્સ હોય તમામ પ્રશ્નપત્રોના 90 ટકાથી વધુ સવાલો ફક્તને ફક્ત પાઠ્ય ક્રમ અને પાઠ્ય પુસ્તકમાંથી જ પૂછવામાં આવ્યા હતા. ધો.12 કોમર્સના અકાઉન્ટન્સી ના પેપરમાં તો દાખલાઓમાં રકમ પણ એ જ પૂછાઇ હતી કે જે પાઠ્ય પુસ્તકમાં છે. ફક્ત નામ બદલીને દાખલાઓ સીધા જ પાઠય પુસ્તકમાંથી પૂછવામાં આવ્યા હતા. આવો જાણીએ તમામ પ્રશ્નપત્રના રિવ્યુ.

Paper Review HSC ફિઝિક્સ

બપોરના સેશનમાં વિજ્ઞાન પ્રવાહમાં આજે પહેલી જ પરીક્ષા ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર) વિષયની હતી. પરીક્ષા પૂરી થયા બાદ શહેરની આશાદીપ વિદ્યાલયના શિક્ષક શ્રી મહેશભાઇ શ્યાનીએ આપેલી માહિતી મુજબ ફિઝિક્સનું પેપર પ્રમાણમાં સરળ રહ્યું હતું. ત્રણમાંથી એક મુખ્ય વિષયની અને એ પણ પહેલી પરીક્ષા સરળ અને સારી રીતે પસાર થતા વિદ્યાર્થીઓને મોટી રાહત થઇ છે.

ભૂલકા વિહાર સ્કુલના આચાર્યા શ્રીમતી મીતાબેન વકીલે તેમના શિક્ષકો, વિદ્યાર્થીઓ પાસેથી લીધેલા રિવ્યુ બાદ જણાવ્યું કે 90 ટકાથી વધુ પ્રશ્નો પાઠ્ય પુસ્તકોમાંથી જ પૂછાયા હતા. એમસીક્યુના સવાલો પણ પાઠ્ય પુસ્તકની પાછળ આપેલા સવાલોમાંથી જ પૂછાયા હતા. ફિઝિક્સના દાખલાઓ પણ પાઠ્ય પુસ્તકમાંથી જ પૂછાયા હતા. સરવાળે એકદમ સરળ પેપર રહ્યાનું તેમણે જણાવ્યું હતું.

Paper Review HSC અકાઉન્ટન્સી

ધો.12 કોમર્સમાં આજે અકાઉન્ટન્સી વિષયનું પ્રશ્નપત્ર અગાઉના તમામ વર્ષો કરતા સરળ રહ્યાના રિવ્યુ સી.આઇ.એ. લાઇવને મળ્યા હતા. વિદ્યાર્થીઓએ પેપર અંગે ત્યાં સુધી કહ્યું કે મોટા ભાગના દાખલાઓ પાઠ્ય પુસ્તકમાંથી જ પૂછવામાં આવ્યા છે અને કેટલાક દાખલાઓમાં તો રકમ પણ પાઠ્ય પુસ્તકમાં જે છે એ જ રાખીને ફક્ત નામો બદલીને દાખલા પૂછવામાં આવ્યા હતા. જેમણે અકાઉન્ટન્સી વિષયના પાઠ્ય પુસ્તકને જકડીને તૈયારી કરી હશે તેમના માટે આજે 100માંથી 96-98 માર્કસ લાવવા સરળ બની રહેશે.

Paper Review SSC એનસીઇઆરટી બેઝ્ડ

આજે એનસીઇઆરટી બેઝ્ડ પાઠ્યક્રમ સાથે ધો.9 અને ધો.10 અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજનું પ્રશ્નપત્ર હતું. વિદ્યાર્થીઓ તેમજ બોર્ડ બન્ને માટે આ પહેલી વખતની પરીક્ષા હતી. એનસીઇઆરટી આધારિત સિલેબસની પૂર્વતૈયારી રૂપે વિદ્યાર્થીઓને જે પ્રકારે પેપરનું માળખું આપવામાં આવ્યું હતું તે જ પ્રમાણે પ્રશ્નપત્ર આવતાં પરીક્ષાર્થીઓ ખુશખુશાલ જણાયા હતા.

Paper Review SSC

પ્રશ્નપત્ર પૂર્ણ થયા બાદ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર સી.આઇ.એ. લાઇવ ટીમે પરીક્ષાર્થીઓ તેમજ પરીક્ષા બાદ ગુજરાતી વિષય શિક્ષકોને પૂછીને પ્રશ્નપત્ર અંગે રિવ્યુ લીધા હતા. જેમાં તારણ એ આવ્યું કે પહેલું પેપર ગુજરાતી વિષયનું બહું જ સહેલું હતું. વિદ્યાર્થીઓને કોઇ ખાસ મુશ્કેલી ન થાય તેટલું સરળ પેપર રહેતા ધો.10ના વિદ્યાર્થીઓ હસતા મોઢે આજે પહેલા દિવસની પરીક્ષાના અંતે બહાર આવ્યા હતા.

ભૂલકાભવન પ્રાથમિક વિભાગના આચાર્યા શ્રીમતી સોનલબેન દેસાઇએ સી.આઇ.એ.ને ગુજરાતી વિષયના પ્રશ્નપત્ર અંગે જણાવ્યું હતું કે સમગ્ર પ્રશ્નપત્ર પાઠ્ય પુસ્તક આધારિત હતું. એ ત્યાં સુધી કે ગુજરાતી વિષયના પેપરમાં પૂછાયેલા નિબંધ પણ પાઠ્ય પુસ્તકમાં નિર્દેશિત વિષયમાંથી જ પૂછવામાં આવ્યા હતા. સોનલબેને કહ્યું કે ગુજરાતી વિષયની તૈયારી જે વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકના આધારે કરી હશે એ વિદ્યાર્થીઓને આજનું પેપર સાવ સરળ ઉપરાંત સ્કોરિંગ લાગ્યું હશે.

વધુમાં આજે સુરત શહેરના પરીક્ષા કેન્દ્રો પર અંદાજે 800 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

 

March 5, 2019
ai_news.jpg
1min8020

ચીનની ન્યુઝ એજન્સી શિન્હૂઆએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના માધ્યમથી ચાલતી પહેલી મહિલા ન્યૂઝ એન્કરને લાઈવ કરી દીધી છે. આ એઆઈ મહિલા એન્કરનું નામ શિન શિઓમેંગ છે. જેના ચહેરાના હાવભાવ અને બોડી લેંગવેજ માણસથી વધુ અલગ નથી.

મહિલા AI (Artificial Intelligence) એઆઈ શિન શિઓમેંગ સમાચાર એજન્સી શિન્હૂઆમાં બની એન્કર

રવિવારે પેઈચિંગમાં શરૂ થયેલી પોલિટિકલ મિટિંગ ટૂ સેશન દરમિયાન મહિલા એન્કરે 1 મિનિટ સુધી સમાચાર વાંચ્યા હતા. આ દરમિયાન એઆઈ શિઓમેંગે ગુલાબી કલરનો ડ્રેસ પહેર્યો હતો અને તેના ટૂંકા વાળમાં એક સાચી મહિલા એન્કર જેવી જ લાગતી હતી. હકીકતમાં શિઓમેંગ ચીનની ત્રીજી વર્ચુઅલ એન્કર છે. શિઓમેંગ પહેલા બે પુરુષ એઆઈ એન્કર લાઈવ આવી ચૂક્યા છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં એઆઈ ન્યૂઝ એન્કર ક્યૂ હાઓને ચીનમાં આયોજીત વર્લ્ડ ઈન્ટરનેટ કોન્ફ્રેન્સમાં રજૂ કરવામાં આવ્યો હતો. ક્યૂ હાઓ અત્યારસુધીમાં 3400 રિપોર્ટસ સાથે ક્રીન ઉપર 10,000 મિનિટ વિતાવી ચૂક્યો છે.

ન્યૂઝ એજન્સી શિન્હૂઆના કહેવા પ્રમાણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી ચાલતા જર્નાલિઝમ ઉપર ઘણા પ્રયોગો થયા બાદ પેઈચિંગની સોગોઉ ઈંક સાથે મળીને મહિલા એઆઈ એન્કર તૈયાર કરવામાં આવી છે. જે માણસો કરતા ઘણી બાબતોમાં વધુ સારી છે. જેમ કે તે થાક્યા વિના કલાકો સુધી સમાચાર વાંચી શકે છે અને તેનાથી પ્રોડક્શનના ખર્ચમાં પણ ઘટાડો થાય છે. એક દાવા પ્રમાણે શિઓમેંગ ન્યૂઝ ચેનલ, વેબસાઈટ અને સોશિયલ મીડિયામાં 24 કલાક સમાચાર વાંચવા સક્ષમ છે.

March 1, 2019
abhi.jpg
1min12010

ગઇ તા.27મીએ પાકિસ્તાને પકડી લીધેલા ભારતીય વિંગ કમાંડર અભિનંદન આજે ભારત પરત ફરી રહ્યા છે. આખો દેશ તેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે, અડધો દિવસ વિતી ચૂક્યો છે, સી.આઇ.એ. લાઇવની ટીમ સમગ્ર ઘટનાક્રમ પર સતત નજર રાખીને વેબસાઇટ અપડેટ કરી રહ્યું છે. વાંચો અત્યાર સુધીનો ઘટનાક્રમ

કાગઝી કાર્યવાહી પૂરી
વિંગ કમાંડર અભિનંદન અટારી પહોંચે તે પહેલા આજે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં પંજાબના અટારી સીમા પર ભારતીય વાયુસેનાની ટીમ પહોંચી ગઈ હતી. અભિનંદનની મુક્તિની દિશામાં કામ શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનમાં ભારતના ઉચ્ચાયુક્તે તેમની મુક્તિ માટે તમામ પ્રકારનું પેપર વર્ક ઔપચારિકતાઓ પૂરી કરી હતી, ક્યાંયે કોઇ પ્રતિકુળ સંજોગો સર્જાયા ન હતા.

બીટિંગ રિટ્રીટ દરમિયાન મુકિત સંભવ
પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને પાકી સંસદમાં કરેલી જાહેરાત અનુસાર આજે તા.1લી માર્ચે 2019ના રોજ પાકિસ્તાન અભિનંદનને અટારી સીમા પર દરરોજ યોજાતી બીટિંગ રિટ્રીટ સેરેમની દરમિયાન ભારતને સોંપે તેવા સંજોગો ઉજળા જણાય રહ્યા છે, અભિનંદન ક્યારે છૂટશે એ બપોરે 1 વાગ્યા સુધી નિયત થઇ શક્યું ન હતું કે કોઇ જાહેરાત કરવામાં આવી ન હતી. હવે સાંજે 5 વાગ્યે શક્ય બની શકશે.  પરંતુ ભારત અભિનંદનને એ પહેલા જ સોંપવાની માંગણી કરી રહ્યું છે. અટારી-વાઘા બૉર્ડર પર સાંજે પાંચ વાગ્યો બીટિંગ રિટ્રીટ સેરેમની થાય છે.

ભારતે કહ્યું બિટીંગ રીટ્રીટ પહેલા મુક્ત કરો

ભારતના સૈન્ય અધિકારીએ પાકિસ્તાની સૈન્યને જાણ કરી છે કે વાઘા બોર્ડર પર બિટીંગ રીટ્રીટ દરમિયાન મોટી સખ્યામાં લોકો હશે અને એ સમયે મુક્ત કરવા કરતા પહેલા અભિનંદનને ભારતની સીમામાં પ્રવેશ કરાવી દેવામાં આવે. પાકિસ્તાની સૈન્યએ આ બાબતે હકારાત્મ પ્રતિસાદ આપ્યો હોવાનું જાણવા મળે છે.

વાઘા બૉર્ડર પર પહોંચી રહ્યા છે લોકો
વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન આજે વાઘા બૉર્ડરથી પાછા આવશે. વાઘા બૉર્ડર પર મોટી સંખ્યામાં લોકો પહોંચી સવારે 10 વાગ્યાથી જ પહોંચી ચૂક્યા છે. મોટી સંખ્યામાં લોકોને બોર્ડર પર જતા રોકવા માટે પંજાબ પોલીસે પણ ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે.

દિલ્હી ફ્લાઈટમાં સવાર વિંગ કમાંડરના માતા-પિતાને લોકોએ ઊભા થઈ માન આપ્યું

અભિનંદનને આવકારવા તેમના માતા-પિતા પણ વાઘા બોર્ડર પહોંચવા દિલ્હી ફ્લાઈટમાં પહોંચ્યા હતા અને તેઓ ત્યાંથી અમૃતસર જશે. દિલ્હીમાં ફ્લાઈટમાં જાબાંઝ જવાનને માતા-પિતાને ખૂબજ સમ્માન સાથે લોકોએ તાળિયોના ગડગડાટથી વધાવ્યા હતા અને તેના બદલામાં અભિનંદનના માતા-પિતાએ પણ લોકોનો ધન્યવાદ માન્યો હતો. આ અંગેના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.

વાયુસેનાના જાબાંઝ પાયલટ અભિનંદનના માતા-પિતા આ ફ્લાઈટમાં સવાર હતા. ફ્લાઈટમાં સવાર દરેક લોકોની આંખો આ શૂરવિર જવાનના માતા-પિતા પર મંડાયેલી હતી. તમામ લોકોએ ઊભા થઈને નિવૃત એર માર્શલ એસ વર્ધમાન તેમજ ડો. શોભા વર્ધમાનનું સ્વાગત કર્યું અને તેમને માન આપ્યું હતું. આટલું જ નહીં લોકોએ અભિનંદનના માતા-પિતાને સૌપ્રથમ ફ્લાઈટમાંથી નીચે ઉતરવા માટે રસ્તો આપ્યો હતો.

અભિનંદનની વાપસી, ભારતમાં ઉત્સવ

વીંગ કમાંડર અભિનંદનને તા.1લી માર્ચે મુક્ત કરવાની જાહેરાત તા.28મી માર્ચે સાંજે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કરતા જ ભારતમાં ઉત્સવ ઉજવવાનું શરૂ થઇ ગયું હતું. આજે તા.1લી માર્ચને શુક્રવારે તો સવારથી જ ભારતના શહેરો, નગરો, ગામોમાં જાણે ઉત્સવનો માહોલ હોય એ રીતે લોકો પ્રફુલ્લિત જણાયા હતા. લોકો પોતાની ખુશીઓ સોશ્યલ મિડીયામાં વ્યક્ત કરી રહ્યા હતા.

February 25, 2019
drought-1280x720.jpg
1min7400
  • શેત્રુંજી અને ભાદર ડેમમાં ફક્ત ૧૨ ટકા જ પાણી
  • સૌરાષ્ટ્ર-કચ્છના ૧૫૫ પૈકી ૮૦ ટકા એટલે કે ૧૨૧ જળાશયો સાવ તળિયાઝાટક
  • ૧૫૫ જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતાના ફક્ત ૧૫ ટકા જળ જથ્થો
  • કચ્છનાં ૨૦ જળાશયો પૈકી ૧૮ જળાશયો સૂકાભઠ્ઠ મેદાન
  • આ વર્ષે ઉનાળામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમેર પાણીની રામાયણ સર્જાવાની ભીતિ
  • રાજકોટ શહેરને પાણી પૂરું પાડતાં અને સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ગણાતા ભાદર-૧ ડેમમાં ફક્ત ૧૨ ટકા પાણીનો જીવંત જથ્થો
  • રાજકોટ જિલ્લાના કુલ ૨૮ ડેમ પૈકી ૨૦ ડેમ તળિયાઝાટક થઈ ગયા છે
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ જળાશયો તળિયાઝાટક
  • ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર અને અમરેલી જિલ્લાના જળાશયોની પરિસ્થિતિ પણ કંઈ આશ્વાસન રૂપ નથી

સૌરાષ્ટ્ર-કચ્છ પર ગંભીર જળસંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગત વર્ષે અત્યંત ઓછા વરસાદના લીધે હવે આગામી દિવસોમાં પીવા અને સિંચાઈના પાણીની તીવ્ર અછત ઊભી થવાના એંધાણ જણાઈ રહ્યા છે.

હાલની પરિસ્થિતિએ સૌરાષ્ટ્ર-કચ્છના ૧૫૫ પૈકી ૮૦ ટકા એટલે કે ૧૨૧ જળાશયો સાવ તળિયાઝાટક થઈ ગયાં છે. ૧૫૫ જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતાના ફક્ત ૧૫ ટકા જળ જથ્થો જ હવે બચવા પામ્યો છે. આ પરિસ્થિતિને લીધે હવે આ ડેમો પર નિર્ભર શહેરો અને ગામડાઓ માટે ફક્ત નર્મદાના નીર જ એકમાત્ર આધાર રહ્યો છે.

સૌરાષ્ટ્ર-કચ્છના બે સૌથી મોટા ડેમો ભાદર અને શેત્રુંજીમાં પણ તેની કુલ સંગ્રહ ક્ષમતા સામે ફક્ત ૧૦થી ૧૨ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સૌથી ખરાબ હાલત કચ્છ જિલ્લાની છે. કચ્છનાં ૨૦ જળાશયો પૈકી ૧૮ જળાશયો સૂકાભઠ્ઠ મેદાન બની ગયાં છે.અને જે બે ડેમોમાં પાણીનો જથ્થો બચ્યો છે તે પણ એકાદ માસમાં ખાલી થઈ જવાની સંભાવના છે ત્યારે આ વર્ષે ઉનાળામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમેર પાણીની રામાયણ સર્જાવાની ભીતિ છે.

રાજકોટના જળાશયોની સ્થિતિ મોટાભાગે ખાલીખમ જોવા મળી રહી છે. રાજકોટ શહેરને પાણી પૂરું પાડતાં અને સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ગણાતા ભાદર-૧ ડેમમાં ફક્ત ૧૨ ટકા પાણીનો જીવંત જથ્થો બચ્યો છે. જિલ્લાના કુલ ૨૮ ડેમ પૈકી ૨૦ ડેમ તળિયાઝાટક થઈ ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ્યાં જળાશયોની સ્થિતિ પ્રમાણમાં સારી હતી તેવા જૂનાગઢ જિલ્લામાં પણ હવે ડેમો ખાલીખમ થઈ ગયા છે.

જોકે, ગીર સોમનાથ જિલ્લામાં ગત સાલ મેઘમહેરના પગલે જળાશયોમાં હજુ પૂરતો જળજથ્થો ઉપલબ્ધ છે. તો બીજી તરફ વરસાદ ન થવાના કારણે હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ જળાશયો તળિયાઝાટક થઈ ગયાં છે. તો ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર અને અમરેલી જિલ્લાના જળાશયોની પરિસ્થિતિ પણ કંઈ આશ્વાસન રૂપ નથી. જળાશયોમાં ફક્ત માર્ચ માસના અંત સુધી ચાલે તેટલો જ જળજથ્થો ઉપલબ્ધ હોવાનું સત્તાવાર આંકડા દર્શાવી રહ્યા છે.

 

February 20, 2019
jab-koi-baat-05-1.jpg
1min23720

પોતાની 20મી મેરેજ એનિવર્સરીને એક અદ્દલ બોલીવુડ સોંગ બનાવડાવીને સેલિબ્રેટ કરનાર સુરતી યુગલ અજીતા અને જગદીશ ઇટાલિયા અભિનીત ગુજરાતી સોંગ જબ કોઇ બાત ને યુ ટ્યુબ પર ફક્ત 3 દિવસમાં જ 1 મિલિયન (10 લાખ)થી વધુ વ્યુઝ મળ્યા છે. કોઇ સુરતી બોલિવુડના ખ્યાતનામ સિંગર્સ કે એક્ટર્સને મળતા હોય તેવા વ્યુઝ મળે એ સુરતીઓ માટે ગૌરવપ્રદ ઘટના છે.

ફક્ત 3 દિવસમાં જ 1 મિલિયન (10 લાખ)થી વધુ વ્યુઝ કમાઇ ચૂક્યું છે સુરતી કપલનું રોમેન્ટિક સોંગ જબ કોઇ બાત-વાલમ આવોને

એડવેન્ચરિયસ સાઇકલિંગ માટે ખ્તાયનામ અજિતા અને જગદીશ ઇટાલિયા મ્યુઝિક તેમાં પણ ખાસ કરીને ગુજરાતી મ્યુઝિકના ભારોભાર પ્રેમી છે. તક અને સમય મળે ત્યારે અજિતા કે જગદીશ ગીત ગાવાની એકેય તક જતી કરતા નથી હોતા એવા આ સુરતી મ્યુઝિક લવર કપલ અજિતા અને જગદીશ ઇટાલિયાએ પોતાની 20મી મેરેજ એનિવર્સરીને સેલિબ્રેટ કરવા માટે જોધપુર ખાતે પોતાના પર જ જબ કોઇ બાત અને વાલમ આવોને ગીતનું ફિલ્માંકન કરાવ્યું હતું. સોંગ મેકીંગ પ્રોસેસ દરમિયાન તેમની અપેક્ષા બહાર આ ગીતની સિનેમેટોગ્રાફિ, મ્યુઝિક કમ્પોઝિશન, લિરીક્સ બધું જ એટલું યોગ્ય હતું કે વિશ્વ વિખ્યાત મ્યુઝિક કંપનીને એપ્રોચ કરીને તેનું વર્લ્ડ પ્રીમિયર અને એ પણ 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ના ઉપલક્ષમાં કરવાનું નક્કી કરાયું હતું. વિનસ મ્યુઝિક કંપનીએ જબ કોઇ બાત વાલમ આવોને સોંગ યુ ટ્યુબ સમેત 9 મ્યુઝિક ચેનલ્સ પર લોંચ કર્યાના 3 જ દિવસમાં સુરતી કપલના અદ્લ બોલિવુડ સ્ટાઇલ ગુજરાતી સોંગને 10 લાખ કરતા વધુ વ્યુઅર્સ મળી ચૂક્યા છે.

  • ઓવર વ્હેલમિંગ રિસપોન્સની ડેફિનેશન અમે છેલ્લા 4 દિવસથી અનુભવી રહ્યા છીએ : જગદીશ ઇટાલિયા
  • અમે કોઇ પ્રોફેશનલ એક્ટર્સ નથી કે પ્રોફેશનલ સિંગર્સ નથી, બટ અમે જે કર્યું છે ગીતમાં એ રિયાલિટી છે જેનું ફિલ્માંકન થયું છે : અજિતા ઇટાલિયા

અમે જ્યારે જગદીશ અને અજિતાનો સંપર્ક કર્યો અને પૂછ્યું કે આટલા વ્યુઅર્સ મળ્યા પછી કેવી ફિલિંગ થાય છે, ત્યારે સાહજિક રીતે જ જગદીશ ઇટાલિયાએ કહ્યું આ રિસ્પોન્સ કલ્પના બહારનો છે, સ્વપ્નેય વિચાર્યું ન હતું કે મારી એનિવર્સરી સેલિબ્રેશન માટે બનાવેલું સોંગ  ગુજરાતી મ્યુઝિક લવર્સને આટલી હદે ગમશે. આ એક ઉત્સાહ વર્ધક રિસ્પોન્સ છે, ઓવર વ્હેલમિંગની ડેફિનેશન અમે છેલ્લા 4 દિવસથી અનુભવી રહ્યા છીએ. અજિતા ઇટાલિયાએ સહજતાથી કહ્યું કે અમે કોઇ પ્રોફેશનલ એક્ટર્સ નથી કે પ્રોફેશનલ સિંગર્સ નથી, બટ અમે જે કર્યું છે ગીતમાં એ રિયાલિટી છે જેનું ફિલ્માંકન થયું છે. સોંગ પ્રત્યેના લોકોના પ્રતિભાવો અમે જ્યારે સોશ્યલ મિડીયા પર વાંચીએ છીએ ત્યારે એવી ફિલીંગ આવે છે કે જાણે અમે પ્રોફેશનલ હોઇએ.

February 18, 2019
guvnl1.jpg
1min11370

જાન્યુઆરી 2019માં રૂ.8 કરોડ ખોટી રીતે વસૂલી લીધા, હવે ફેબ્રુઆરીના બિલમાં પણ આવી જ લૂંટ મચે તેવી શક્યતા

ગુજરાત સરકારની કંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ-જીયુવીએનએલ હેઠળની ચાર વીજવિતરણ કંપનીઓએ વધુ ફ્યૂઅલ સરચાર્જ ખોટી રીતે ગણીને રાજ્યના સરકારી વીજળી વાપરતા ૧.૪૦ કરોડ વીજગ્રાહકો પાસેથી ગત જાન્યુઆરી માસમાં રૂ.૮ કરોડ વસૂલ્યા હતા અને આ જ પદ્ધતિ ફેબ્રુઆરી-માર્ચના બિલોમાં ચાલુ રહેવાની દહેશત વર્તાય રહી છે.

‘જર્ક’એ આ ખોટી વસૂલાત ઉપર તત્કાળ અસરથી રોક લગાવવી જોઈએ અને વસૂલાયેલી રકમ બિલમાં મજરે આપવી જોઈએ તેવી રજૂઆત વિવિધ ગ્રાહક હિત રક્ષક મંડળો દ્વારા કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૧૮-૧૯ના ત્રીજા ક્વાર્ટર એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ફ્યુઅલ સરચાર્જ યાને ફ્યૂઅલ એન્ડ પાવર પરચેઝ પ્રાઈસ એડ્જસ્ટમેન્ટ યુનિટ દીઠ રૂ.૧.૯૦ વસૂલવાનો હતો, પરંતુ ગ્રાહકોને અપાયેલાં બિલોમાં રૂ.૧.૯૯ ચાર્જ થયો હતો, જે ૯ પૈસાનો વધારો વીજગ્રાહકો પાસેથી બીજા ક્વાર્ટરનાં બિલોમાં વસૂલી લેવાયો હતો. આમ યુનિટ દીઠ ૯ પૈસાનું નવું માગણું ૧.૪૦ કરોડ ગ્રાહકો પાસેથી ખોટી રીતે ઊભું કરાયું છે.

સરકારી ચાર વીજ કંપનીઓ મહિને સરેરાશ ૮૦ હજાર લાખ યુનિટના વપરાશનાં બિલો જનરેટ કરે છે, એટલે પ્રતિમાસ ૯ પૈસા લેખે આશરે રૂ.૨૫ કરોડ ત્રણ મહિનામાં વસૂલાશે જે પૈકી જાન્યુઆરીના ૮ કરોડ વસૂલી લેવાયા હતા. તેથી ખોટી રીતે વસૂલાયેલી રકમ જે તે ગ્રાહકોને બિલમાં મજરે આપવી જોઈએ અને ફેબ્રુઆરી-માર્ચની સંભવિત વસૂલાત બંધ કરાવવી જોઈએ તેવી રજૂઆત વીજ નિષ્ણાત કે.કે.બજાજે જર્કના ચેરમેનને પત્ર લખી કરી હતી.