CIA ALERT
30. April 2024
March 7, 20191min15110

Related Articles



ધો.12 અકાઉન્ટની ચોપડીના જ દાખલા બેઠ્ઠા પ્રશ્નપત્રમાં પૂછાયા, રકમ પણ નહીં બદલી, વાંચો રિવ્યુ

Share On :
Print Friendly, PDF & Email

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે તા.7મી માર્ચ 2019થી શરૂ થયેલી રાજ્યવ્યાપી પરીક્ષામાં ઉડીને આંખે વળગે એવી વાત એ હતી કે ધો.10 હોય કે ધો.12 સાયન્સ અને કોમર્સ હોય તમામ પ્રશ્નપત્રોના 90 ટકાથી વધુ સવાલો ફક્તને ફક્ત પાઠ્ય ક્રમ અને પાઠ્ય પુસ્તકમાંથી જ પૂછવામાં આવ્યા હતા. ધો.12 કોમર્સના અકાઉન્ટન્સી ના પેપરમાં તો દાખલાઓમાં રકમ પણ એ જ પૂછાઇ હતી કે જે પાઠ્ય પુસ્તકમાં છે. ફક્ત નામ બદલીને દાખલાઓ સીધા જ પાઠય પુસ્તકમાંથી પૂછવામાં આવ્યા હતા. આવો જાણીએ તમામ પ્રશ્નપત્રના રિવ્યુ.

Paper Review HSC ફિઝિક્સ

બપોરના સેશનમાં વિજ્ઞાન પ્રવાહમાં આજે પહેલી જ પરીક્ષા ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર) વિષયની હતી. પરીક્ષા પૂરી થયા બાદ શહેરની આશાદીપ વિદ્યાલયના શિક્ષક શ્રી મહેશભાઇ શ્યાનીએ આપેલી માહિતી મુજબ ફિઝિક્સનું પેપર પ્રમાણમાં સરળ રહ્યું હતું. ત્રણમાંથી એક મુખ્ય વિષયની અને એ પણ પહેલી પરીક્ષા સરળ અને સારી રીતે પસાર થતા વિદ્યાર્થીઓને મોટી રાહત થઇ છે.

ભૂલકા વિહાર સ્કુલના આચાર્યા શ્રીમતી મીતાબેન વકીલે તેમના શિક્ષકો, વિદ્યાર્થીઓ પાસેથી લીધેલા રિવ્યુ બાદ જણાવ્યું કે 90 ટકાથી વધુ પ્રશ્નો પાઠ્ય પુસ્તકોમાંથી જ પૂછાયા હતા. એમસીક્યુના સવાલો પણ પાઠ્ય પુસ્તકની પાછળ આપેલા સવાલોમાંથી જ પૂછાયા હતા. ફિઝિક્સના દાખલાઓ પણ પાઠ્ય પુસ્તકમાંથી જ પૂછાયા હતા. સરવાળે એકદમ સરળ પેપર રહ્યાનું તેમણે જણાવ્યું હતું.

Paper Review HSC અકાઉન્ટન્સી

ધો.12 કોમર્સમાં આજે અકાઉન્ટન્સી વિષયનું પ્રશ્નપત્ર અગાઉના તમામ વર્ષો કરતા સરળ રહ્યાના રિવ્યુ સી.આઇ.એ. લાઇવને મળ્યા હતા. વિદ્યાર્થીઓએ પેપર અંગે ત્યાં સુધી કહ્યું કે મોટા ભાગના દાખલાઓ પાઠ્ય પુસ્તકમાંથી જ પૂછવામાં આવ્યા છે અને કેટલાક દાખલાઓમાં તો રકમ પણ પાઠ્ય પુસ્તકમાં જે છે એ જ રાખીને ફક્ત નામો બદલીને દાખલા પૂછવામાં આવ્યા હતા. જેમણે અકાઉન્ટન્સી વિષયના પાઠ્ય પુસ્તકને જકડીને તૈયારી કરી હશે તેમના માટે આજે 100માંથી 96-98 માર્કસ લાવવા સરળ બની રહેશે.

Paper Review SSC એનસીઇઆરટી બેઝ્ડ

આજે એનસીઇઆરટી બેઝ્ડ પાઠ્યક્રમ સાથે ધો.9 અને ધો.10 અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજનું પ્રશ્નપત્ર હતું. વિદ્યાર્થીઓ તેમજ બોર્ડ બન્ને માટે આ પહેલી વખતની પરીક્ષા હતી. એનસીઇઆરટી આધારિત સિલેબસની પૂર્વતૈયારી રૂપે વિદ્યાર્થીઓને જે પ્રકારે પેપરનું માળખું આપવામાં આવ્યું હતું તે જ પ્રમાણે પ્રશ્નપત્ર આવતાં પરીક્ષાર્થીઓ ખુશખુશાલ જણાયા હતા.

Paper Review SSC

પ્રશ્નપત્ર પૂર્ણ થયા બાદ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર સી.આઇ.એ. લાઇવ ટીમે પરીક્ષાર્થીઓ તેમજ પરીક્ષા બાદ ગુજરાતી વિષય શિક્ષકોને પૂછીને પ્રશ્નપત્ર અંગે રિવ્યુ લીધા હતા. જેમાં તારણ એ આવ્યું કે પહેલું પેપર ગુજરાતી વિષયનું બહું જ સહેલું હતું. વિદ્યાર્થીઓને કોઇ ખાસ મુશ્કેલી ન થાય તેટલું સરળ પેપર રહેતા ધો.10ના વિદ્યાર્થીઓ હસતા મોઢે આજે પહેલા દિવસની પરીક્ષાના અંતે બહાર આવ્યા હતા.

ભૂલકાભવન પ્રાથમિક વિભાગના આચાર્યા શ્રીમતી સોનલબેન દેસાઇએ સી.આઇ.એ.ને ગુજરાતી વિષયના પ્રશ્નપત્ર અંગે જણાવ્યું હતું કે સમગ્ર પ્રશ્નપત્ર પાઠ્ય પુસ્તક આધારિત હતું. એ ત્યાં સુધી કે ગુજરાતી વિષયના પેપરમાં પૂછાયેલા નિબંધ પણ પાઠ્ય પુસ્તકમાં નિર્દેશિત વિષયમાંથી જ પૂછવામાં આવ્યા હતા. સોનલબેને કહ્યું કે ગુજરાતી વિષયની તૈયારી જે વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકના આધારે કરી હશે એ વિદ્યાર્થીઓને આજનું પેપર સાવ સરળ ઉપરાંત સ્કોરિંગ લાગ્યું હશે.

વધુમાં આજે સુરત શહેરના પરીક્ષા કેન્દ્રો પર અંદાજે 800 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :