CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 72 of 81 - CIA Live

November 14, 2018
surat_police.jpg
1min7200

સુરત શહેર પોલીસના ડિટેક્ટિવ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બે હેડ કોન્સ્ટેબલને રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ વિશેષ કામગીરી બદલ બહુમાન કર્યું હતું.

જેના પરીણામ સ્વરૂપ રાજ્યના ડી.જી.પી. શ્રી શિવાનંદ ઝા (I.P.S.) દ્વારા સુરત શહેરના હે.કો. જયેશભાઈ બાલકૃષ્ણ, ( ડી.સી.બી. પો.સ્ટે.) અને હે.કો. પરેશકુમાર ધીરજલાલ (ડી.સી.બી પો.સ્ટે)ને સપ્ટેમ્બર-૨૦૧૮ નો e-cop of the month અને cyber cop of the month નો એવાર્ડ એનાયત કરવામાં આવી હતી.

પ્રસ્તુત તસ્વીરો સુરત પોલીસના ડીસીબીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલની છે.

(સુરત ડીસીબીના હેડ કોન્સ્ટેબલ શ્રી જયેશભાઇ બાલકૃષ્ણને સપ્ટેમ્બર 2018 મહિનાનો ઇ-કોપ ઓફ ધ મન્થ નો એવોર્ડ રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા ના હસ્તે એનાયત કરાયો એ પ્રસંગની તસ્વીર)

(સુરત ડીસીબીના હેડ કોન્સ્ટેબલ શ્રી પરેશભાઇ ધીરજલાલ ને સપ્ટેમ્બર 2018 મહિનાનો સાઇબર કોપ ઓફ ધ મન્થ નો એવોર્ડ રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા ના હસ્તે એનાયત કરાયો એ પ્રસંગની તસ્વીર)

 

November 14, 2018
suratairport1.jpg
1min7400

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સત્તાવાર ડેટા મુજબ સુરત એરપોર્ટ પર છેલ્લા 7 મહિનામાં થયેલી ફ્લાઇટ્સ તેમજ પેસેન્જરની આવન-જાવન અંગેની આંકડાવાર માહિતી આ મુજબ છે.

 

સુરત એરપોર્ટ સતત પ્રગતિ કરી રહ્યું છે અને આ પ્રગતિની નક્કરતા દર મહિનાના આંકડાઓ દર્શાવી રહ્યા છે. ઓક્ટોબર 2018 મહિના દરમિયાન સુરતના એરપોર્ટ પર કુલ 52730 મુસાફરોએ અન્ય ડેસ્ટિનેશન્સ પર ઉડાન ભરી હતી, જેની સામે કુલ 54,576 મુસાફરો વિવિધ ડેસ્ટિનેશન્સ પરથી સુરત આવ્યા હતા. આમ સમગ્ર ઓક્ટોબર 2018 માસ દરમિયાન સુરત એરપોર્ટ પર કુલ 1 લાખ 7 હજાર 306 મુસાફરોની અવરજવર નોંધાઇ છે.

જોકે સપ્ટેમ્બર 2018 મહિના દરમિયાન કુલ 1.10 લાખ મુસાફરોની અવરજવર કરતા ઓક્ટોબર માસમાં મુસાફરોની 2883ની સંખ્યાં ઓછી નોંધાઇ છે. જોકે, ચાલુ નવેમ્બર 2018ના મહિનામાં આ આંકડો ફરીથી ઉંચકાશે એમ માનવામાં આવે છે કેમકે દિવાળી દરમિયાન સુરત એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં અસાધારણ વધારો જોવાય રહ્યો છે.

ઉપરોક્ત કોષ્ટક સૂચવે છે કે સપ્ટેમ્બર 2018માં કુલ 1380 શિડ્યુલ્ડ ફ્લાઇટ્સની સંખ્યા નોંધાઇ હતી, જે ઓક્ટોબર 2018માં 1438 થઇ છે. આમ ફ્લાઇટ્સની સંખ્યા વધવા છતાં સુરત એરપોર્ટ પર પેસેન્જરની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

વધુમાં ચાલુ હિસાબી વર્ષ 2018-19 દરમિયાન સુરત એરપોર્ટ પર અત્યાર સુધી એટલે કે 31મી ઓક્ટોબર 2018 સુધીમાં કુલ 5,79,414 મુસાફરોની અવરજવર નોંધાઇ ચૂકી છે.

 

November 5, 2018
smc.jpg
1min34420

સુરત મહાનગરપાલિકાએ દિવાળીના બે દિવસ અગાઉ જ આજે તા.5મી નવેમ્બર 2018ના રોજ તેના કર્મચારીઓને રૂ.3 કરોડ 25 લાખની કુલ રકમનું બોનસ જાહેર કરીને જે તે ચોથા વર્ગના કર્મચારીઓના બેંક અકાઉન્ટમાં જ સીધું જમા કરાવી દીધું છે. કમસે કમ 9800 ઉપરાંત કર્મચારીઓને બોનસની રકમ સીધી બેંકમાં મળી જતા કર્મચારીઓએ દિવાળી સુધરી ગયાની લાગણી વ્યક્ત કરી હતી.

સુરત મહાનગરપાલિકાના અકાઉન્ટસ વિભાગે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે 9811 જેટલા ઓનરોલ કર્મચારીઓને બોનસ મળવાપાત્ર હતું. આ કર્મચારીઓના બોનસની રકમની ગણતરી કરતા કુલ રૂ.3 કરોડ 25 લાખની જંગી રકમ થઇ હતી. આજરોજ તા.5મી નવેમ્બર 2018ના રોજ સુરત મહાનગરપાલિકાના 9811 જેટલા કર્મચારીઓને દિવાળી બોનસની રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર આપી દેવામાં આવી છે. કર્મચારીઓમાં બોનસની રકમ મળતા જ ખુશાલી છવાય જવા પામી છે.

સુરત મહાનગરપાલિકાએ આ બોનસ તાત્કાલિક અસરથી આપવાનો નિર્ણય કર્યો હતો. મોટા ભાગના કર્મચારીઓને એવી જ માન્યતા હતી કે આ વખતે દિવાળી બોનસની રકમ વહીવટી ગૂંચને કારણે નહીં મળે. બોનસ અંગે હજારો કર્મચારીઓમાં અનેક શંકા કુશંકા પ્રવતર્તી હતી. પરંતુ, આજે તાત્કાલિક અસરથી ધનતેરસના પર્વે સુરત મહાનગરપાલિકાએ બોનસની રકમ કર્મચારીઓના બેંક અકાઉન્ટમાં જમા કરાવી દઇને તેમની દિવાળી સુધારી દીધી છે.

November 5, 2018
modij.jpg
1min19430

દિવાળી અને નવા વર્ષે ખાસ કરીને નવા વસ્ત્રો તેમજ આકર્ષક અને ફેન્સી વસ્ત્રો પહેરવાની પરંપરા છે, આ વખતે યંગસ્ટર્સમાં વેસ્ટર્ન કે કેઝ્યુઅલ નહીં બલ્કે મોદી જેકેટ્સ, મોદી કુર્તા તેમજ મોદી સ્ટાઇલ પાઇપિંગ બોટમ લહેંગાનો જબરદસ્ત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. 500 રૂપિયાથી શરૂ કરીને 25 હજારના મોદી સ્યુટ્સ યંગસ્ટર્સ ખરીદી રહ્યા છે. આ વખતે દિવાળીમાં મોદી કુર્તા, મોદી જેકેટ્સની ભારે બૂમ સંભળાય રહી છે.

મોદી જેકેટ્સની ડિમાંડને જોતા ખુદ ખાદી ઇન્ડિયાએ પણ મોદી સ્ટાઇલ જેકેટ્સની આખી રેન્જ ભારતીય બજારોમાં મૂકી છે. સુરતમાં પણ ઠેકઠેકાણે ખાદીથી લઇને લીનન ફેબ્રિક્સમાંથી તૈયાર થયેલા મોદી જેકેટ્સ ધૂમ વેચાય રહ્યા છે. નાના બાળકોથી લઇને યંગસ્ટર્સ તેમજ સિનિયર સિટીઝન્સ, બિઝનેસમેન, નોકરીયાત કોઇપણ વર્ગમાં આ દિવાળીમાં ટ્રેડિશનલ વેયર્સ કરતા પણ વધુ મોદી જેકેટ્સ ચાલી રહ્યા છે.

 

ઇન્ટરનેશનલ લેવલ  પર પણ મોદી જેકેટ્સની ધૂમ

ઇન્ટરનેશનલ લેવલ પર પણ હાલમાં ભારતના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પહેરે છે એવા મોદી જેકેટ્સની ધૂમ જોવા મળી રહી છે. દક્ષિણ કારીયોના પ્રેસિડેન્ટએ મોદી જેકેટ્સ પહેરવાનો શરૂ કર્યું ત્યારથી તો વિશ્વનો એવો કોઇ દેશ નથી કે જ્યાંથી મોદી જેકેટ્સની ડિમાન્ડ ન આવતી હોય.

ખાદી ઇન્ડિયાની કુલ સાત દુકાનોમાંથી રોજની લગભગ  ૧૪૦૦ જોડી કુર્તા-જૅકેટનો ઉપાડ થાય છે. ખાદી ઇન્ડિયાએ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ૧૭ સપ્ટેમ્બરે કનૉટ પ્લેસના એના સ્ટોરમાં મોદી જૅકેટ્સ અને મોદી કુર્તાની સિરીઝ લૉન્ચ કરી હતી. ખાદી ઍન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશનના ચૅરમૅન વી. કે. સક્સેનાએ મોદી કુર્તા-જૅકેટની શ્રેણીને દેશભરની તમામ દુકાનોમાં વેચવાની યોજના હોવાનું જણાવ્યું હતું.

કનૉટ પ્લેસના સ્ટોરમાં ઑક્ટોબર મહિનામાં કુલ ૧૪.૭૬ કરોડ રૂપિયાનું વિક્રમી વેચાણ નોંધાયું છે જે ગયા વર્ષના સમાન મહિનાના વેચાણની તુલનાએ ૩૪.૭૧ ટકા વધુ છે.

દેશનાં સાત મોટા શહેરો દિલ્હી, કલકત્તા, જયપુર, જોધપુર, ભોપાલ, મુંબઈ અને અર્નાકુલમના સ્ટોર્સમાંથી રોજના ૨૦૦ના હિસાબે કુલ ૧૪૦૦ કુર્તા-જૅકેટ્સનું વેચાણ થાય છે. એ આંકડાના આધારે મોદી સિરીઝને મળેલા પ્રતિસાદનો ખ્યાલ આવી શકે છે.

November 4, 2018
smc1.png
1min6590

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.3 નવેમ્બર 2018ના રોજ ગુજરાત સરકારે બાંધકામના નીતિ નિયમો એટલે કે GDCRમાં બિલ્ડર્સ એસોસીએશન તેમજ કેટલાક અધિકારીઓએ કરેલા સૂચનો સ્વીકારીને તેમાં સુધારા કરવાનું નોટિફિકેશન જાહેર કરતા જ ખાસ કરીને બિલ્ડર્સ, ડેવલપર્સની દિવાળી સુધરી જવા પામી છે. (www.cialive.in)  સુરતમાં અત્યાર સુધી હાઇરાઇઝ બિલ્ડીંગ એવરેજ 10-12 માળના બનતા હતા એટલે કે મોટા ભાગે આટલી જ મંજૂરી અપાતી હતી, પણ હવે તા.3જી નવેમ્બર 2018થી અમલી બનેલા નવા GDCR ને કારણે સુરતમાં હવે હાઇરાઇઝ બિલ્ડિંગની એવરેજ હાઇટ 14 માળની થઇ જશે. શહેરના એવા બાંધકામ પ્રોજેક્ટસ કે જ્યાં હાલમાં બાંધકામ શરૂ છે એ બિલ્ડર્સ પણ આ સુધારાઓની રાહ જોતા હતા, સ્વાભાવિક છે કે 12 માળનું બિલ્ડીંગમાં 14 માળની પરવાનગી મળે તો અસાધારણ નફો મળે તેમ છે. પછી જેવા જેના પ્રોજેક્ટ્સ. (www.cialive.in)

ગુજરાતમાં પ્રવર્તમાન GDCRમાં તા.3જી નવેમ્બર 2018થી કેવા પ્રકારના ફેરફાર કરાયા તેની વિસ્તૃત માહિતી અત્રે ઉપલબ્ધ છે.

  • શહેરી વિસ્તારોમાં વર્ટિકલ ડેવલપમેન્ટ માટે GDCRમાં ફેરફાર કરતાં નોટિફિકેશનને સીએમની આખરી મંજૂરી
  • સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, ભાવનગર જેવા મહાનગરો, મહેસાણા, ધોરાજી, જેતપુર, વાપી, વલસાડ, નવસારી જેવા શહેરોમાં આવાસ નિર્માણમાં રાહત (www.cialive.in)
  • ગામતળમાં અગ્રભાગે ૨૫ ટકા ખુલ્લી જગા રાખવી પડતી હવે તેમાં હવે ફ્રન્ટ ઉપરાંત ગમે તે સાઇડમાં ખુલ્લી જગા રાખી શકાશે
  • ૧૨ મીટર કે તેથી પહેળા રસ્તા ઉપર મકાનની ઊંચાઇ ૨૫ મીટરથી વધારી ૩૦ મીટર રાખી શકાશે (www.cialive.in)
  • ૧૮ મીટર કે તેથી પહેળા રસ્તા ઉપર હવે ૨૫ મીટરને બદલે ૪૫ મીટર સુધી ઊંચાઇના મકાન બાંધી શકાશે
  • આ છુટછાટથી ગ્રાઉન્ડનો ભાગ ખુલ્લા રહેશે, મકાનના આયોજન પ્રમાણે માર્જીન છોડી વધુ ઊંચા મકાન બાંધી શકશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા.3 નવેમ્બર 2018ના રોજ ગુજરાતના મહાનગરો ઉપરાંત નગરો અને અર્ધ શહેરી, અર્બન વિસ્તારોમાં વસતા તથા રહેવા ઇચ્છતા પરિવારો માટે બાંધકામના નિયમોને વધારે સરળ બનાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. નગરો, મહાનગરોમાં વધુ (www.cialive.in) સુવિધાવાળા આવાસો ઉપલબ્ધ બની શકે તેવા પ્રકારના બાંધકામના નિયમો (GDCR)માં ફેરફાર કરતા નોટિફિકેશનને મંજૂરી આપી છે.

(પ્રતિકાત્મક તસ્વીર)

સુરત સમેત અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા વગેરે તેમજ મહેસાણા, ધાનેરા, ડીસા, પાટણ, ધોરાજી, જેતપુર, વાપી, વલસાડ, નવસારી જેવા અનેક નગરોમાં વર્ટિકલ હાઉસિંગ ડેવલપમેન્ટને વધારે સુગમતા ઊભી થશે. મુખ્યમંત્રીએ ગ્રાઉન્ડમાં વધુ ખુલ્લી જગા ઉપલબ્ધ થાય (www.cialive.in) તેવા આશયથી બિલ્ડિંગ હાઇટ વધારવાની છુટ આપવા સાથે મકાનના આયોજનને ધ્યાને રાખી ખુલ્લી જગા છોડવાની છુટછાટ અપાશે. જેથી નાગરિકો પોતાની જરૂરિયાત મુજબ મકાનનું બાંધકામ કરી શકશે.

રાજ્યમાં બાંધકામના નિયમોને પ્રજાલક્ષી બનાવવા માટે વખતોવખત સમાજના વિવિધ વર્ગોમાંથી આવતી રજૂઆતોને પગલે સુધારા કરવામાં આવ્યા છે તેવી જ રીતે થોડા સમય પૂર્વે અમલી બનાવાયેલી રાજ્યભરના એક જીડીસીઆરમાં હજુ કેટલાક સુધારા કરવા જોઇએ તેવી રજૂઆતો મુખ્યમંત્રી વિજય રૂપાાણી સમક્ષ આવી હતી. (www.cialive.in) આ સંદર્ભે શનિવાર તા.3 નવેમ્બર 2018ના રોજ બપોરે શહેરી વિસ્તાર વિભાગ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ, મંત્રીમંડળના સભ્યો સાથે બેઠક યોજી મુખ્યમંત્રીએ કેટલાક મહત્વના સુધારા સાથેના નોટિફિકેશનને મંજૂરી આપી છે.

શહેરી વિકાસ વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે, મહાનગરો અને નગરોમાં ૧૨ મીટર કે તેથી વધુ પહોળાઇના માર્ગો ઉપર હાલ ૨૫ મીટર સુધીની ઊંચાઇવાળા બાંધકામને મંજૂરી મળતી હતી. હવે ૩૦ મીટર સુધીનું બાંધકામ તેને મળેલી એફએસઆઇની મર્યાદામાં બાંધી શકશે. આ જ રીતે ૧૮ મીટર કે તેથી વધુ પહોળા માર્ગ ઉપર ૨૫ મીટરને બદલે હવેથી ૪૫ મીટર એકલે કે સાત ને બદલે ૧૪ માળ સુધીના આવાસ બાંધી શકાશે. (www.cialive.in) આ છુટછાટને કારણે મહાનગરોની જેમ નગરોમાં થઇ રહેલા વિકાસને વધારે બળ મળશે. ઊંચાઇમાં વધારો કરવાની છુટ ગ્રાઉન્ડનો ભાગ વધુ ખુલ્લો રાખી શકે તેવા હેતુથી અપાઇ છે.

અમદાવાદમાં ૧૪ માળ સુધીની છુટછાટ અપાયેલી છે પરંતુ અન્ય મહાનગરો, નગરોમાં જીડીસીઆરની જોગવાઇ મુજબ વધુ છુટછાટ મળતી ન હતી. હવે તેનો લાભ રાજ્યના નાગરિકોને મળશે. સરકારના આ નિર્ણયના કારણે હાઉસિંગ સેક્ટરમાં વર્ટિકલ ડેવલપમેન્ટમાં વધારે સરળતા ઊભી થશે અને નાગરિકોને સારા હવા ઉજાસવાળા આવાસો (www.cialive.in) શક્ય બનશે.

આ ઉપરાંત ગામોમાં ગામતળ પાસે બનતાં આવાસોમાં ગામતળના અગ્રભાગે ૨૫ ટકા જગા ખુલ્લી રાખવી ફરજિયાત હતી. હવે તેમાં સુધારો કરી અગ્ર ભાગે નિયત છુટછાટ પછી બાકીની જગા તે પોતાના આવાસની કોઇપણ સાઇડમાં રાખી શકશે. (www.cialive.in) આવી જ રીતે ગામડાઓ, નગરોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ માટે અપાતા પ્લોટ્સ અથવા તો ઔદ્યોગિક પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવાતા પ્લોટ્સના માર્જીનના ધોરણોમાં કેટલાક મહત્વના ફેરફાર કરાયા છે. આનો લાભ ધોરાજી, જેતપુર, થરાદ, ડીસા, ધાનેરા, મહેસાણા, પાટણ, નવસારી, વાપી, વલસાડ, પાવી જેતપુર, હાલોલ, ગોધરા સહિતના અનેક નગરોને મળશે.

મહાનગરો, નગરોમાં હવે વધુ ઊંચાઇવાળા આવાસો બની શકશે

— હાલ ૧૨ મીટર કે તેથી વધુ પહોળા માર્ગો ઉપર ૨૫ મીટરની ઊંચાઇવાળા આવાસ બની શકતા હતા. હવે ૩૦ મીટરની ઊંચાઇવાળા મકાન બની શકશે. જેનાથી બેઝમેન્ટનો ભાગ વધારે ખુલ્લો રહેશે. (www.cialive.in)
— હાલ ૧૮ મીટર કે તેથી વધુ પહોળાઇવાળા માર્ગો પર ૨૫ મીટરની ઊંચાઇવાળા આવાસ બનાવી શકાતા હતા. હવે આ મર્યાદા વધારી ૪૫ મીટર કરાતાં ૧૪ માળ સુધીના આવાસ બની શકશે. વર્ટિકલ ડેવલપમેન્ટ વધશે. (www.cialive.in)
— હાલ ગામતળના અગ્રભાગે ૨૫ ટકા જગા ખુલ્લી રાખવી પડતી હતી. હવે ફ્રન્ટ સાઇડ ઉપરાંત કોઇપણ ભાગે કુલ ૨૫ ટકા જગા ખુલ્લી રાખી શકાશે. જેથી ગામડાઓમાં ગામતળ પાસે બનતાં આવાસો વધારે હવા ઉજાસ, સુવિધાવાળા બની શકશે.

ઔદ્યોગિક હેતુના નાના પ્લોટના માર્જીનમાં મહત્વના ફેરફારથી રાહત

–ઔદ્યોગિક હેતુ માટેના નાના પ્લોટોમાં ૫૦૦ ચો.મી. સુધીના રસ્તા સિવાય ફલ્ત ગમે તે એક બાજુ ૩.૦ મીટર માર્જીન છોડી શકાશે. જે અગાઉ માત્ર ફ્રન્ટ સાઇડ જ હતું. (www.cialive.in)
–૫૦૦ ચો.મી થી ૧૦૦૦ ચો.મી.ના પ્લોટમાં રસ્તા સિવાય બે બાજુ ૩ મીટર માર્જીન છોડી શકાશે.
–નાની નગરપાલિકાઓમાં જ્યાં ડેવલપમેન્ટ પ્લાન (ડીપી) હોતા નથી એવા વિસ્તારોમાં ગામતળથી ૨૦૦ મીટર બાદ ઔદ્યોગિક પ્રવૃત્તિ માટે પ્લોટ વિકસાવી શકાશે. જે અગાઉ ૫૦૦ મીટર એટલે કે અડધો કિમી દૂર રાખવો પડતો હતો. આ છુટછાટથી ગામડાઓ અથવા તો ઓછી વસતિવાળા અર્ધ શહેરી વિસ્તારોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ વિકસશે અને લોકોને ઘરઆંગણે રોજગારની તક વધશે.

November 3, 2018
sudico_green.jpg
1min7070

સુરતના અઠવાગેટ નજીક રિંગ રોડ પર આવેલા સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કની હેડ ઓફિસના ભવનને તાજેતરમાં હૈદરાબાદ ખાતે મળેલી નેશનલ ગ્રીન બિલ્ડીંગ કોન્ફરન્સમાં ગ્રીન બિલ્ડીંગનો દરજ્જો આપવામાં અાવ્યો છે. સુરત કે સાઉથ ગુજરાતમાં સુરત ડિસ્ટ્રીક્ટ બેંક એવી પહેલી બેંક બની છે કે જેની હેડ ઓફિસ ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટ ધરાવે છે. નેશનલ ગ્રીન બિલ્ડીંગ ઓથોરિટીએ યોજાયેલા એક ખાસ સમારોહમાં સુરત ડિસ્ટ્રીક્ટ કો. બેંકના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલ તેમજ વાઇસ ચેરમેન શ્રી સંદીપભાઇ દેસાઇએ સર્ટિફિકેટ અને ટ્રોફી સ્વીકારી હતી.

કેમ મળ્યો ગ્રીન બિલ્ડીંગનો દરજ્જો

ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઑ.બેન્ક લી સુરતની રજિસ્ટર્ડ ઓફિસના ગ્રીન બિલ્ડીંગમાં વિવિધ એન્વાયરમેંટ ફ્રેંડલી પેરામીટર્સ મુજબ પર્યાપ્ત લેન્ડ સ્કેપિંગ, ઑક્સીજન ઉત્સર્જન કરતાં ઈન્ડોર પ્લાન્ટસ, કેમ્પસમાં વૃક્ષોનું પ્લાન્ટેશન અને રૂફ ટોપ પર 36 કિલો વોટની સોલાર પેનલો લગાડવામાં આવી છે. જેનાથી 30થી 35 ટકા સૌર ઉર્જા ઉત્પન્ન થશે. બિલ્ડીંગના નિર્માણમાં વાપરવામાં આવેલ મટિરિયલ્સ પણ પર્યાવરણ મિત્ર હોય આઇજીબીસી દ્વારા બેન્કના સહકાર ભવનની પર્યાપ્ત ચકાસણી બાદ બેન્કને ગ્રીન બિલ્ડીંગ ગોલ્ડ રેટિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. અર્થકારણના ક્ષેત્રે અદકેરું સ્થાન ધરાવતી ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓપ. બેન્ક લી હવે પર્યાવરણના જતન માટે કટિબદ્ધ થઈ સાચા અર્થમાં ખેડૂતમિત્ર અને ગ્રામ્ય સંકસ્કૃતિની સુરક્ષા કવચ બની છે.

એકંદરે 7,300 કરોડનો વ્યાપાર ધરાવતી ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઑ. બેન્ક લી. સુરતની અઠવાગેટ, સુરત સ્થિત રજિસ્ટર્ડ ઓફિસ કે જ્યાંથી બેન્કનો સમગ્ર કારોબાર એક છત નીચે હવે ચાલુ થયો છે. તેના ભવ્ય મકાનનું નિર્માણ વાયબ્રન્ટ ગુજરાતના સમજૂતી કરાર હેઠળ સંપૂર્ણ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટથી ફક્ત એક વર્ષના ટૂંકા ગાળામાં બેન્ક દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે.

સહકારી ક્ષેત્રે ગ્રીન બિલ્ડીંગ સર્ટીફીકેશન ધરાવતી પ્રથમ બેન્ક હોવાનું ગૌરવ પ્રાપ્ત કરનાર ધી સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના આ ભવનનું નિર્માણ પ્રોજેકટ મેનેજમેંટ કન્સલ્ટન્ટ જયેશ દલાલની દેખરેખ હેઠળ શહેરના બિલ્ડર સિદ્ધિ કન્સ્ટ્રક્શનના સાગર દંડવતે તથા પ્રશાંત દંડવતે દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે.

વર્તમાન ટીમ બેંકને નવા નવા શિખરો પર લઇ જવા કટિબદ્ધ

સુરત ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેન્કના ચેરમેન નરેશ પટેલ અને વાઇસ ચેરમેન સંદીપ દેસાઇએ આઇજીબીસી તરફથી આપવામાં આવેલ ગ્રીન બિલ્ડીંગ એવોર્ડ સ્વીકારતા જણાવ્યુ હતું કે દેશમાં વધતાં જતાં ઔદ્યોગીકરણ સામે વન અને કૃષિ આધારિત વિકાસની ક્ષિતિજો જ આવનાર દિવસોમાં આ વિશ્વને પ્રદૂષણ મુક્ત રાખવાનો આધાર બનશે.

 

November 1, 2018
swiggy.png
1min8070

ઑનલાઇન ફૂડ ઑર્ડરની ડિલિવરી કરવા માટે બાઇકર્સ છડેચોક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે શહેરમાં જોતજોતામાં સેંકડો નહીં પણ હજારો યુવાનો સ્વિગ્ગી અને ઝોમાટો સર્વિસના ડિલિવરી – બૉય્ઝ તરીકે જોડાઇ ગયા છે અને તેઓ મોટા ભાગે ટુ વ્હીલર્સ પર ઉતાવળે ફૂડ ડિલીવરી કરવાની લ્હાયમાં ટ્રાફિકના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા હોવાની ગંભીર ફરીયાદો સામે આવી છે. સ્વિગ્ગી અને ઝોમાટે બન્નેના ડિલીવરી બોયઝ તેમના ડ્રેસ કોડ અને બાઇક્સને કારણે નિયમ તોડતા હોય ત્યારે તરત જ લોકોની નજરમાં આવી જાય છે. સ્વિગ્ગી અને ઝોમાટોના ડિલીવરી બોયઝ શહેરમાં ઠેકઠેકાણે રૉન્ગસાઇડ, ફુટપાથ પરથી બાઇક ચલાવતા હોવાની, ઓવરસ્પીડ કરતા હોવાની, રોંગ સાઇડ ઓવરટેકિંગ કરતા હોવાની ગંભીર ફરીયાદો ઉઠવા પામી છે.

સુરત શહેર ટ્રાફિક પોલીસ માટે ફૂડ ડિલીવરી કરતા બાઇકર્સ માથાનો દુખાવો ઉભો કરી રહ્યા છે. અત્યાર સુધી ડોમીનોઝ કે અન્ય સ્પેશિફિક બ્રાન્ડના જ ફુડ ડિલીવરી બોયઝ શહેરમાં છુટા છવાયા જોવા મળતા હતા પણ હવે તો સ્વિગ્ગી અને ઝોમાટો જેવી ફૂડ ડિલીવરી સર્વિસના હજારો બાઇકર્સ શહેરમાં ટ્રાફિકના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા છે તેઓ શહેર પોલીસ માટે ઉપદ્રવ સમાન બન્યા હોવાની ફરીયાદો ઉઠી છે.

શહેરમાં પીક અવર્સ દરમિયાન અઠવાલાઇન્સ, રિંગ રોડ, ઘોડદોડ રોડ, સિટીલાઇટ, અડાજણ, એલ.પી. સવાણી રોડ, વરાછા રોડ, કતારગામ વગેરે વિસ્તારમાં જુદી જુદી હોટેલો પરથી ખાણું મંગાવનારા લોકોની સંખ્યા કુદકેને ભૂસકે વધી રહી છે. બહારનું ખાણું ગ્રાહકના સરનામે ઝડપથી ડિલીવરી કરી આપવાની સર્વિસ આપતા સ્વિગ્ગી અને ઝોમાટોએ શહેરમાં ફુડ ડિલિવર કરવા માટે હજારો યુવાનોને રોક્યા છે. આ સ્વિગ્ગી અને ઝોમાટોના ફુડ ડિલિવરી બોયઝ એટલી વ્યાપક સંખ્યામાં વધ્યા છે કે તેઓ હવે શહેરમાં ટ્રાફિકના અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી રહ્યા છે. ઝડપથી ફૂડ ડિલીવરી કરવાનું પ્રેશર લઇને બાઇકો દોડાવી રહેલા સ્વિગ્ગી અને ઝોમાટોના ફૂડ ડિલિવરી કરતા યુવાનો સામે અનેક ફરીયાદો ઉઠી છે. હોટેલો કે રેસ્ટોરેન્ટ તેની જવાબદારી લેવા તૈયાર નથી જ્યારે આ બન્ને કંપનીઓના સ્થાનિક અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી હાથ ઉંચા કરી રહ્યા છે. બેદરકારીભર્યું અને રફ ડ્રાઇવિંગ કરીને સામાન્ય રાહદારીઓ તેમજ શહેરના વાહનચાલકોને બાનમાં લઇ રહેલા સ્વિગ્ગી અને ઝોમાટોના ડિલીવરી બોયઝની આ પ્રવૃતિ સામે હવે ટ્રાફિક પોલીસે જ લાલ આંખ કરવી પડે તેમ છે.

સ્વિગ્ગી અને ઝોમાટોની નીતિઓને કારણે જ ડિલીવરી બોયઝ ઓવર સ્પિડીંગ કરતા હોય છે

ફુડ ડિલીવરી કરી આપતી કંપનીઓ તેમની કામગીરીનો વ્યાપ વધારવા માટે ડિલીવરી બોયઝને ઝડપી ડિલીવરી કે રોજની સ્પેશિફિક ડિલીવરી કરતા વધુ સંખ્યામાં ફુડ ડિલીવર કરનારને વધુ ઇન્સેન્ટીવ આપતી હોવાથી સ્થાનિક યુવકો વધુ સંખ્યા માટે ઝડપથી ઓર્ડર પૂરો કરવા માટે ઓવર સ્પિડિંગ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ, વન-વેમાં ઘૂસી જતા હોય છે.

મુંબઇમાં ફૂડ ડિલીવરી કરતા બાઇકર્સ બોયઝને ડામવા માટે ઝુંબેશ આ રીતે ચાલી રહી છે

બાઇકર્સ દ્વારા છડેચોક કરાતા નિયમોના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને મુંબઈના કેટલાક નાગરિકોએ પોતાનું રોડ સેફ્ટી કૅમ્પેન શરૂ કર્યું હતું. ત્રણ મહિના પહેલાં આ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. અનેક વખત જોવા મળ્યું હતું કે ડિલિવરી કરનારા લાંબો રૂટ ટાળવા માટે નો એન્ટ્રીમાં ઘૂસી જતા હોય છે અથવા તો ફુટપાથ પર બાઇક ચલાવતા હોય છે. રોડ સેફ્ટી કૅમ્પેન સાથે સંકળાયેલા ૫૫૦ સ્વયંસેવકો આવી રીતે નિયમોનું ઉલ્લંઘન કરનારા બાઇકર્સના વિડિયો બનાવે છે અને પછી એને મુંબઈ પોલીસના ટ્વિટર હૅન્ડલ પર શૅર કરે છે. આમાંથી મોટા ભાગના બાઇકર્સ આવી રીતે ફૂડ ડિલિવરી કરનારા હોવાનું જાણવા મળ્યું છે. વૉલન્ટિયર્સ આવી રીતે નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે ઈ-ચલાન મોકલીને કાર્યવાહી કરવામાં આવે એ માટે દબાણ બનાવી રહ્યા છે. પોલીસની માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં આવા ૨૦૦થી વધુ બાઇકર્સને ઈ-ચલાન મોકલવામાં આવ્યાં છે.

October 29, 2018
ONGC.png
1min6900

પબ્લિક સેક્ટર યુનિટ ગણાતા હજીરા સ્થિત ONGC યુનિટના સંચાલકોએ દુર્લભ વૃક્ષોનું નિકંદન કાઢી નાંખ્યુ હોવાનો રહસ્યસ્ફોટ જિલ્લાના રાજકીય આગેવાન દર્શન નાયકે કર્યો છે. મુખ્યમંત્રી વિજય રુપાણીને પાઠવેલા પત્રમાં સુરતના રાજકીય આગેવાન દર્શન નાયકે અનેક સવાલો ઉપસ્થિત કર્યા છે. ONGC જેવા કેન્દ્ર સરકારના યુનિટમાં પર્યાવરણને ભારે નુકસાન કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ONGC કેમ્પસમાં સફાઇ અભિયાનના નામે મીંડું હોવાની બાબતને પણ તેમણે ઉજાગર કરી છે.

મુખ્યમંત્રી વિજય રુપાણીને પાઠવેલા આવેદનપત્રમાં સુરત જિલ્લાના રાજકીય આગેવાન દર્શન નાયકે જણાવ્યું છે કે ONGCએ કોઇપણ પ્રકારની મંજૂરી વગર દાયકાઓ જૂના ગુલમહોર, લીમડા, પલટી જેવા મહાકાય વૃક્ષોનું નિકંદન કાઢી નાંખ્યું છે. કોઇ સામાન્ય વ્યક્તિ પોતાની પ્રીમાઇસીસમાં એક નાનું વૃક્ષ કાપે તો વન વિભાગ તેને પેનલ્ટી ઠોકી બેસાડે છે જ્યારે ખુદ કેન્દ્ર સરકારના યુનિટ ગણાતા ONGC હજીરાના સંચાલકોએ આખેઆખું વિશાળ વૃક્ષોના જંગલનું જ નિકંદન કાઢી નાંખ્યું છે આવી સ્થિતિમાં તપાસ કરીને ONGC સામે પગલાં ભરવા જોઇએ.

વડાપ્રધાન જ્યારે વૃક્ષારોપણના હિમાયતી હોય ત્યારે ONGC હજીરાની આ હરકત અક્ષમ્ય છે. એ સિવાય ONGC હજીરા કેમ્પસમાં સફાઇ અભિયાનના નામે મીંડુ જોવા મળી રહ્યું છે. આ બાબત પણ કેન્દ્ર સરકારની નીતિ રીતીઓના વિરોધાભાસ સમાન છે. દર્શન નાયકે  ફોટા સમેત સઘળી વિગતોથી મુખ્યમંત્રીને વાકેફ કર્યા છે. ONGC હજીરા યુનિટના સંચાલકો સામે આગામી સમયમાં રાજ્ય સરકાર પગલાં ભરે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાય રહી છે.

October 26, 2018
destiny.jpg
2min16490

જયેશ બ્રહ્મભટ્ટ  98253 44944

કોઇપણ શહેરના વિકાસમાં તેની અસલ પેઢીઓ યોગદાન મહત્વપૂર્ણ હોય છે અને એ અસલ પેઢીઓ અનેક તડકી-છાંયડી, તેજી-મંદીના દૌર વચ્ચે પણ સતત, અવિરત, અડગ, અણનમ પેઢી દર પેઢી જોવા મળતી હોય છે. સુરતની આવી જ એક પેઢી છે ડેસ્ટિની પરીવારની મેન્સ ક્લોધિંગ-ટેલરિંગ શોપ, જે આજે રેડીમેડ ગારમેન્ટ્સના ચૌતરફા આક્રમણ વચ્ચે અને ઓનલાઇન શોપિંગના જમાનામાં પણ અડીખમ પ્રોગ્રેસ કરી રહી છે.

જીવન વર્ષની અડધી સદીના વર્ષ વટાવી ચૂકેલી પેઢી હોય કે આજના યંગસ્ટર્સની પેઢી હોય ક્લોધિંગ અને ટેલરિંગમાં ડેસ્ટિની પરિવારે શહેરના ગ્રાહકોમાં જે શાખ બનાવી છે એ આજે પણ વિશ્વસનીય બની છે. 1977થી એટલે કે આજથી 41 વર્ષ પહેલા સુરતના ચોકબજાર ખાતે ડેસ્ટિની મેન્સ ક્લોધિંગ-ટેલરિંગ શોપ શરૂ થઇ હતી. આજે એ વટવૃક્ષ બનીને ઉભરી આવી છે.

મહેશભાઇ ભગવાકર, કિરીટભાઇ ભગવાકર અને રાજુભાઇ ભગવાકર, આ ત્રણેય ભાઇઓએ સિંચેલી સંસ્થા એટલે ડેસ્ટિની મેન્સ ક્લોધિંગ. ચોકબજાર ખાતેની ડેસ્ટિની શોપ બાદ ડેસ્ટિનીએ શહેરના પારલે પોઇન્ટ વિસ્તારમાં મેન્સ ક્લોધિંગ અને ટેલરિંગ શોપ શરૂ કરી હતી. કહેવાય છે કે એ સમયે સમગ્ર પારલે પોઇન્ટ વિસ્તારમાં મેન્સ ક્લોધિંગ-ટેલરિંગ ઓફર કરતી તેમની આ પહેલી બ્રાન્ચ હતી અને આજ ઇતિહાસને દોહરાવતા ડેસ્ટિની પરિવારે તાજેતરમાં નવરાત્રીમાં જ શહેરના પોશ એરીયા વીઆઇપી રોડ પર એમ્બ્રોઝિયા બિઝનેસ હબ ખાતે એજ ડેસ્ટિની વેન્ચર નામથી નવી મેન્સ ક્લોધિંગ-ટેલરિંગ શોપ શરૂ કરી છે.

વીઆઇપી રોડ પર એમ્બ્રોઝિયા બિઝનેસ હબમાં એજ ડેસ્ટિની વેન્ચર

વીઆઇપી રોડ પર એમ્બ્રોઝિયા બિઝનેસ હબમાં એજ ડેસ્ટિની વેન્ચર ખાતે શહેરીજનોને મળશે ટ્રેન્ડી ફેબ્રિક, શૂટિંગ, શર્ટિંગ, ડિઝાઇનર્સ કલેકશન, કોટન, લિનન દરેક વેરાયટીમાં વિશાળ રેન્જમાં ઉપલબ્ધ બનશે. એજ ડેસ્ટિની વેન્ચર ખાતે મેન્સ ક્લોધિંગ, ટેલરિંગ અન્ડર એ રુફ એટલે કે બધું જ એક સ્થળે ઉપલબ્ધ હશે. શૂટિંગ-શર્ટિંગમાં વાઇડ રેન્જમાંથી સિલેકશન કરવાનો મોકો મળશે. ખાસ કરીને મેરેજ ફંકશન, કોર્પોરેટ લૂક માટેના શર્ટિંગ, શૂટિંગ વગેરે તમામ વિકલ્પો માટે એક વખત એજ ડેસ્ટિની વેન્ચરની મુલાકાત લેવી રહી.

( EDGE ડેસ્ટિની વેન્ચર, મેન્સ ક્લોધિંગ ટેલરિંગ શોપ ખાતે મળશે આલ્હાદક અને કમ્ફર્ટેબલ એમ્બિયન્સ, સિલેકશન માટે બેસ્ટ માહોલ )

( EDGE ડેસ્ટિની વેન્ચર, મેન્સ ક્લોધિંગ ટેલરિંગ શોપ આપનો શોપિંગ મૂડ બનાવે તેવા ઇન્ટિરીયર સાથે )

( EDGE ડેસ્ટિની વેન્ચર, મેન્સ ક્લોધિંગ ટેલરિંગ શોપ ખાતે વાઇડ રેન્જ સ્ટોકને કારણે સિલેક્શનમાં અનેક વિકલ્પો મળે છે.)

( EDGE ડેસ્ટિની વેન્ચર, મેન્સ ક્લોધિંગ ટેલરિંગ શોપ ખાતે ટ્રેન્ડ, ફેશન બધું જ અન્ડર એ રૂફ ઉપલબ્ધ )

( EDGE ડેસ્ટિની વેન્ચર, મેન્સ ક્લોધિંગ ટેલરિંગ શોપનું ઇન્ટિરીયર આપને શોપિંગ માટે બેસ્ટ સિચુએશન ક્રિએટ કરે એવું.)

આ અંગે વધુ માહિતી આપતા ડેસ્ટિની બ્રાન્ડના શ્રી મહેશભાઇ ભગવાકરે સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે ડેસ્ટિની પેઢીનું નવું સોપાન ડેસ્ટિની એજ નવું સાહસ છે એટલે તેનું સંચાલન પણ અમારા પરિવારની નવી પેઢી જ કરી રહી છે. જુગલ ભગવાકર, મિહિર ભગવાકર, વ્યોમલ (વિકી) ટેલર અને મોહિત (મોન્ટુ) ટેલર, ચારેય યંગસ્ટર્સ વીઆઇપી રોડ ખાતે એજ ડેસ્ટિનીનું સંપૂર્ણ સંચાલન કરી રહ્યા છે.

ડેસ્ટિની પરિવારના જ અને પારલે પોઇન્ટ ખાતેની શોપનું સંચાલન કરતા શ્રી રાજુભાઇ ભગવાકરે જણાવ્યું કે ડેસ્ટિની બ્રાન્ડ આજે સુરતના લોકોમાં વિશ્વસનીય નામ એટલે જ બન્યું છે કેમકે અમે કાપડથી લઇને સિલાઇ, ફિટિંગ્સ, ટ્રેન્ડ, ગ્રાહકોની જરૂરીયાત બધા જ ફેક્ટર્સને કેન્દ્રમાં રાખીને કાળજીપૂર્વક બિઝનેસ કરી રહ્યા છીએ. ડેસ્ટિની પરિવાર સાથે આજે શહેરના હજારો ગ્રાહકો જોડાયેલા છે, રેડીમેડ ગારમેન્ટસ ગમે તેટલા આકર્ષક કે સસ્તા દરે મળતા હોય, ડેસ્ટિની ક્લોધિંગ અને ટેલરિંગ જેવો સંતોષ ગ્રાહકોને બીજે મળતો નથી હોતો, આ જ અમારી બ્રાન્ડ વેલ્યુ કહો કે ઇમેજ કહો. એમ રાજુભાઇએ ઉમેર્યું હતું.

ચોકબજાર ખાતેની ડેસ્ટિની શોપ ચલાવતા કિરીટભાઇ ભગવાકરે કહ્યું કે ડેસ્ટિની ક્લોધિંગ અને ટેલરિંગની વિશેષતા જ એ છે કે રેડીમેડ ગારમેન્ટસ ગમે તેટલા આકર્ષક હોય પણ ડેસ્ટિનીમાંથી લીધેલું કપડું અને તેની સિલાઇ બાદ જ્યારે ગારમેન્ટ તૈયાર થઇને ગ્રાહક પાસે પહોંચે છે ત્યારે એ રેડીમેડ કરતા પણ વધુ આકર્ષક અને ફિટેડ એપેરલ બની જાય છે.

 

www.cialive.in is Surat based news portal. CIA live is the most surfed News Portal of Surat. CIA is getting Almost 25 thousands views & hits daily and it is growing daily…

We are promoting Surat’s Brands particularly those brands who are in business since 60’s or 70’s. If You would like to promote your brand, products, Service, institutions like this feel free to contact us on 98253 44944.

October 26, 2018
textile.jpg
1min8690

જીએસટી ક્રેડિટ લેપ્સના મુદ્દા પર થાકી જવાય એટલી રજૂઆતો રાજ્ય અને કેન્દ્ર સરકારમાં કરી ચૂકેલા ફોગવાએ હવે 2012 અને 2015ની ગુજરાત સરકારની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અન્વયે સ્થાનિક વિવર્સને મળવાપાત્ર ઇન્ટ્રેસ્ટ સબસિડી અને કેપિટલ સબસિડીના જે પડતર કેસો છે તેને તાત્કાલિક અસરથી રિલીઝ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીને રજૂઆતો કરી છે.

ફોગવાના પ્રેસિડેન્ટ અશોક જીરાવાળાએ સી.આઇ.એ.ને જણાવ્યું હતું કે ગઇ તા.23મી ઓક્ટોબર 2018ના રોજ ફોગવાનું પ્રતિનિધિ મંડળ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીને મળ્યું હતું ત્યારે ભૂતકાળની પોલીસી અન્વયે પડતર કેસો અંગેના મુદ્દા પર પણ વાટાઘાટો થઇ હતી. નવી ટેક્સટાઇલ પોલિસીનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે ફોગવાએ કેટલાક મુદ્દાઓ સમાવિષ્ટ કરવા માટે મુખ્યમંત્રીને લેખિત રજૂઆતો કરી છે.

ઇન્ડસ્ટ્રીલય પોલિસી 2015, ટેક્સટાઇલ પોલિસી 2012 અને નાના અને મધ્યમકદના ઉદ્યોગ માટેની ઇન્ટ્રેસ્ટ સબસિડી સ્કીમ 2009 ઓફલાઇન અન્વયે અંદાજે રૂ.650 કરોડ જેટલી રકમ ચૂકવવાની બાકી રહે છે. જો આ ચૂકવણી થાય તો સેંકડો કારખાનેદારોને અટકી ગયેલો લાભ ફરીથી મળી શકે તેમ છે.

ધ ઇન્ડસ્ટ્રીયલ પોલીસી 2015 અન્વયે એપ્રિલ 2017 બાદ સુરત ડિસ્ટ્રીક ઇન્ડસ્ટ્રીઝ સેન્ટરમાં લાગુ થયેલા નવા કેસોને પણ મંજૂરી આપવાની બાબત પેન્ડીંગ છે, જો આ કામ હાથ પર લેવામાં આવે તો ઇન્ડસ્ટ્રીઝમાં સોફ્ટવેર અપડેશનની કાર્યવાહીને વેગ મળી શકે તેમ છે.

નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે 2009માં લાગૂ કરવામાં આવેલી ઇન્ટ્રેસ્ટ સબસિડી સ્કીમના કેસીસમાં હજુ સુધી સેંકશન થયેલી ફાઇલ્સ માટે ફંડ એલોકેશન કરવામાં આવ્યું નથી. ઘણાં વર્ષોથી આ લાભાર્થીઓને યોજનાના લાભથી વંચિત રહેવું પડી રહ્યું છે. આ મુદ્દાને પણ તાત્કાલિક રીતે ઉકેલવાના પ્રયાસો થવા જોઇએ.

તા.13મી જુલાઇ 2016ના રોજ દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સમક્ષ કરાયેલી રજૂઆતો કે જેમાં સબસિડી આપવાની કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી મળી ગઇ હતી, પરંતુ, ડીઆઇસીમાં ફાઇલ્સ ગેરવલ્લે થવાને કારણે લાભાર્થીઓ સુધી લાભ પહોંચી શક્યા નથી. આ મામલામાં પણ દરમિયાનગીરી કરવા માટે ફોગવા દ્વારા મુખ્યમંત્રીને વિનંતી કરવામાં આવી છે.