CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 57 of 76 - CIA Live

May 9, 2019
CIA_Live_Logo_New2.jpg
1min11070

જયેશ બ્રહ્મભટ્ટ

ધો.12 વિજ્ઞાન પ્રવાહના આજે જાહેર થયેલા પરીણામમાં વરાછા રોડની સાયન્સ સ્કુલોનું પરીણામ સુરતની અન્ય સ્કુલોની સરખામણીમાં શ્રેષ્ઠ રહ્યું હતું. ખાસ કરીને વરાછા રોડ પર આવેલી આશાદીપ સાયન્સ ભવન, પી.પી. સવાણી ગ્રુપ, તપોવન વિદ્યાભવન જેવી સ્કુલોમાંથી સૌથી વધુ એ-વન ગ્રેડ વિદ્યાર્થીઓએ હાંસલ કર્યા છે.

વરાછા રોડ પર આવેલી આશાદીપ સાયન્સ ભવન ધો.12 સાયન્સના નબળા પરીણામ વચ્ચે પણ આ વખતે અડીખમ ઉભી રહી છે. સુરત શહેર જિલ્લા મળીને કુલ 31 એ-વન ગ્રેડ આવ્યા છે. જેમાં એકલી આશાદીપ સાયન્સ ભવન સ્કુલના જ 31 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં આવ્યા છે.

કેમેસ્ટ્રીના ખરાબ પરીણામ વચ્ચે આશાદીપના બે વિદ્યાર્થીઓ 100માંથી 99 માર્કસ ખેંચી લાવ્યા

આશાદીપ સાયન્સ ભવનમાં અક્ષર દિનેશભાઇ રોય તેમજ પરીબ મુકેશભાઇ બલર એ બે વિદ્યાર્થીઓ એવા છે કે જેમના કેમેસ્ટ્રી વિષય કે જેમાં આખા ગુજરાતના વિદ્યાર્થીઓ ધોવાય ગયા છે આ બે વિદ્યાર્થીઓએ કેમેસ્ટ્રમાં 100માંથી 99 માર્કસ હાંસલ કર્યા છે. આમ સુરતમાં વિજ્ઞાન પ્રવાહમાં આશાદીપ સાયન્સ ભવન સ્કુલ 40 ટકા જેટલા એ-વન ગ્રેડ એકલા હાથે ખેંચી લાવી છે.

સુરતમાં એ-વન ગ્રેડમાં કઇ સ્કુલના કેટલા વિદ્યાર્થીઓ

  • શાળાનું નામ                           એ-વન ગ્રેડની સંખ્યા
  • આશાદીપ સાયન્સ ભવન            31
  • પીપી સવાણી ગ્રુપ                       12
  • જયઅંબે વિદ્યાભવન                    05
  • તપોવન વિદ્યાભવન                    05
  • આઇએન ટેકરાવાળા સ્કુલ          04
  • મૌની ઇન્ટરનેશનલ સ્કુલ             04
  • દિપદર્શન વિદ્યાસંકુલ                   04
  • સ્વામીનારાયણ ગુરુકુળ               03
  • સેંટ ઝેવિયર્સ સ્કુલ                        03
  • કૌશલ વિદ્યાભવન                        02
  • માધવબાગ વિદ્યાભવન                02
  • જીવનભારતી                               02
  • એલપી સવાણી સ્કુલ                   02
  • અક્ષરજ્યોત વિદ્યાલય                  02
  • ગુરુકૃપા વિદ્યાભવન (હિન્દી)       02
  • વશિષ્ઠ વિદ્યાલય                          02
  • વિદ્યામંગલ કામરેજ                      01
  • ડીઆર રાણા વિદ્યાસંકુલ             01
  • શારદા વિદ્યાભવન                       01
  • ગજેરા વિદ્યાભવન                        01
  • જેબી ડાયમંડ સ્કુલ                      01
  • સીસી શાહ એક્સપેરિમેન્ટલ        01

આશાદીપ સાયન્સ ભવન આ રહ્યા તેજસ્વી તારલાઓ

May 9, 2019
CIA_Live_Logo_New2.jpg
1min10820

જયેશ બ્રહ્મભટ્ટ

આજે તા.9મી મે 2019ના રોજ જાહેર થયેલા ગુજરાત બોર્ડના ધો.12 સાયન્સના પરીણામથી સુરતીઓને જરૂર આંચકો લાગશે. અત્યાર સુધી છેલ્લા દાયકા દરમિયાન સાયન્સના એજ્યુકેશનમાં સુરતીઓનું પ્રભુત્વ હતું. સાયન્સના પરીણામમાં સુરત પહેલા અથવા બીજા ક્રમે આવતું હતું જે 2019ના પરીણામમાં છેક આઠમા ક્રમે ધકેલાય ગયું છે.

ગુજરાતના જિલ્લાવાર ધો.12 સાયન્સનું પરીણામ ચકાસીએ તો સૌથી હાઇએસ્ટ પરીણામ

  1. રાજકોટ જિલ્લાનું 84.47 ટકા
  2. અરવલ્લી જિલ્લાનું 84.12 ટકા
  3. મહિસાગર જિલ્લાનું 84.02 ટકા
  4. અમદાવાદ જિલ્લાનું 91.28 ટકા
  5. મહેસાણા જિલ્લાનું 80.85 ટકા
  6. ભાવનગર જિલ્લાનું 80.22 ટકા
  7. જામનગર જિલ્લાનું 79.60 ટકા અને છેક
  8. સુરત જિલ્લાનું 77.86 ટકા પરીણામ આવ્યું છે.

અત્યાર સુધી સુરતી વિદ્યાર્થીઓને સાયન્સમાં અન્ય કોઇ જિલ્લાના વિદ્યાર્થીઓ બીટ કરી શકતા ન હતા. વ્યક્તિગત પરીણામ એટલે કે એ ગ્રેડની સંખ્યા હોય કે ઓવરઓલ પરીણામ હોય સુરતીઓનું પરીણામ છેલ્લા દાયકામાં પહેલા અથવા બીજા ક્રમે રહ્યું હતું. પરંતુ આ વખતે એવો રકાસ થયો છે કે સુરતી વિદ્યાર્થીઓ ધો.12 સાયન્સમાં છેક આઠમા ક્રમે ધકેલાય ગયા છે.

ડમી સ્કુલો અને ધંધાદારી કોચિંગવાળાઓએ ડાટ વાળ્યો

સુરતી વિદ્યાર્થીઓનું ધો.12 સાયન્સમાં કંગાળ પરીણામ માટે સૌથી વધુ જવાબદાર હોય તો એ ડમી સ્કુલો અને જેઇઇ, નીટના ધંધાદારી કોચીંગવાળા છે. માબાપ અને વિદ્યાર્થીઓને ભોળવીને એવી સ્કુલોમાં એડમિશન લેવડાવે કે જ્યાં શાળાકીય શિક્ષણ વગર, ગેરહાજરી હોવા છતાં હાજરી પૂરીને, સ્કુલના ભોગે ટ્યુશનો કરાવીને ધો.12 સાયન્સનો અભ્યાસ કરાવાયો હતો.

આ રહ્યું જિલ્લાવાર ધો.12 સાયન્સનું પરીણામ

May 7, 2019
CIA_Live_Logo_New2.jpg
1min4590

 

સુરતના ક્રીમ એરીયા ગણાતા પારલે પોઈન્ટ વિસ્તારમાં 35 વર્ષ જૂનું અને બિસ્માર અવસ્થામાં આવી ચૂકેલું વિશાલ દર્શન એપાર્ટમેન્ટ આજે સવારે જમીનદોસ્ત થઇ ગયું હતું. ઘટનામાં કોઇ જાનહાની કે ઇજા થઇ નથી કેમકે 6 મે 2019ની રાત્રે જ આ એપાર્ટમેન્ટમાં રહેતા તમામ પરિવારોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા.

આજે તા7મી મે ને મંગળવારે વહેલી સવારે જ ધડાકાભેર વિશાલદર્શન ધ્વસ્ત થઈ ગયું હતું. વિશાલદર્શન એપાર્ટમેન્ટ તા.6 મે ના રોજ નમી ગયું હોવાના સમાચારો આસપાસના વિસ્તારોમાં પ્રસરતા લોકોના ટોળેટોળા તેને જોવા ઉમટ્યા હતા એ પછી આજે જ્યારે એપાર્ટમેન્ટનું હયાત સ્ટ્રક્ચર કડાકા સાથે પડી જતા ઘટના સ્થળે ટોળેટોળા ઉમટી પડ્યા હતા. એપાર્ટમેન્ટ અત્યંત બિસ્માર અવસ્થામાં હતું, તેનું સમારકામ છેલ્લા ઘણાં વર્ષોથી કરવામાં આવ્યું ન હતું.

આજે સવારે એપાર્ટમેન્ટ પડી જાય એ પૂર્વે તા.6 મે ના રોજ રાત્રે રહીશોએ તેમના કિંમતી દર દાગીના , હીરા ઝવેરાત પોતાની પાસે રાખી લીધા હતા. આજે એપાર્ટમેન્ટ પડી ગયા પછી ફાયર વિભાગ દ્વારા બિલ્ડિંગનો કાટમાળ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

April 30, 2019
Narayan.jpeg
1min11670

સાધિકા પર દુષ્કર્મ કરવાના કેસમાં સુરત જેલમાં છેલ્લા પાંચેક વર્ષથી સબડી રહેલા આશારામનો રેપિસ્ટ પુત્ર નારાયણ સાઇને આજે આખરે સુરત સેસન્સ કોર્ટે સજા સંભળાવી હતી. સાંજે સવા પાંચ વાગ્યાના અરસામાં કોર્ટે સજાનો ચૂકાદો આપતા કહ્યું હતું કે નારાયણ સાઇને આજીવન કેદની સજા અને રૂ.1 લાખનો દંડ તેમજ તેના સહયોગીઓ સાધિકા બહેનો ગંગા, યમુના અને હનુમાનને 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. જ્યારે ડ્રાઇવર રમેશ મલહોત્રાને ને છ મહિનાની કેદની સજા ફટકારવાનો હુકમ કરાયો છે.

  • કોર્ટના ચુકાદામાં શું શું
  • નારાયણ સાઇને આજીવન કેદ અને રૂ.1 લાખનો દંડ
  • ગંગા, યમુના અને હનુમાન, ત્રણેયને 10 વર્ષની કેદની સજા
  • ડ્રાઇવર રમેશ મલહોત્રાને 6 મહિનાની કેદની સજા અને રૂ.500નો દંડ
  • પીડીતાને રૂ.5 લાખની સહાય

ગત સપ્તાહે સેશન્સ કોર્ટે નારાણય સાંઈને દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવ્યો હતો અને તેની સજાની સુનવણી આજે તા.30મી એપ્રિલ પર મુકરર કરી હતી. આજે સવારથી જ કોર્ટ સંકુલમાં નારાયણ સાઇના કેસના હિયરીંગને લઇને ઘણી ચહલપહલ જોવા મળી હતી. સાંજે કોર્ટે ચૂકાદો સંભળાવ્યો હતો.

પાછલા 5 વર્ષ કરતા વધુ સમયથી જેલના સળિયા ગણી રહેલા આસારામના દીકરા નારાયણ સાંઈ સામેના દુષ્કર્મના કેસમાં સુરતની સેશન્સ કોર્ટે મોટો મને મહત્વનો ચૂકાદો સંભળાવ્યો છે. નારાયણની સાથે ગંગા, જમુના અને હનુમાન પણ આ કેસમાં દોષિત ઠેરવાયા છે. ગંગા અને જમુના નારાયણ સાંઈની સાધિકા છે અને તેમણે દુષ્કર્મમાં નારાણય સાંઈનો સાથ આપ્યાના દોષિત ઠર્યા છે. નારાણય સાંઈ સામે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે તેની પર વર્ષ 2002 થી 2005ની વચ્ચે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

સુરતની યુવતી સાથે દુષ્કર્મના આરોપની ફરિયાદ સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં 6 ઓક્ટોબરના રોજ નોંધાવવામાં આવી હતી. ફરીયાદના અનુસંધાને નારાયણ સાઇની લાંબા સમય સુધી શોધખોળ પોલીસે કરી હતી. છેવટે તા. 4 ડિસેમ્બર 2013ના દિવસે હરિયાણાના કુરુક્ષેત્રથી રેપિસ્ટ નારાયણ સાઇને ઝડપી લેવામાં આવ્યો હતો.

સુરતના બહુચર્ચિત નારાયણ સામેના દુષ્કર્મના આરોપમાં 53 જેટલા સાક્ષીઓ અને બચાવ પક્ષ તરફથી 12 જેટલા સાક્ષીઓની પૂછપરછ થઈ છે, આ લિસ્ટમાં નારાણય સાંઈની પત્ની જાનકી પણ સાક્ષી છે.

April 26, 2019
sunstroke.jpg
1min109590

સુરત મહાનગરપાલિકાએ દરેક બસ સ્ટેન્ડ, દરેક હેલ્થ સેન્ટર પર ઓ.આર.એસ.ની સુવિધા ઉભી કરી છે

સુરત મહાનગરપાલિકાએ તા.27મી એપ્રિલ 2019ના રોજ શહેર અને આસપાસના વિસ્તારોમાં 44 ડિગ્રી  જેટલો તાપમાનનો પારો ઉંચો જાય તેવી શક્યતા દર્શાવતી એક એડવાઇઝરી જારી કરી છે. શહેરીજનોને અતિશય તાપથી બચીને રહેવા માટે જણાવવામાં આવ્યું છે. સન સ્ટ્રોકને કારણે લૂ લાગવા તેમજ અન્ય મુશ્કેલીઓ ઉપસ્થિત થવાની શક્યતા જોવાય રહી છે.

વાતાવરણની અધિકૃત ભાષામાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે ઓરેન્જ એલર્ટ કહેવામાં આવે. અતિશય ગરમી પડે એટલે એને ઓરેન્જ એલર્ટ તરીકેનું સ્ટેટસ આપવામાં આવે છે.

આ પ્રકારની ગરમી શનિવાર, તા.27મી એપ્રિલે પડવાની શક્યતા છે. સુરત મહાનગરપાલિકાની એડવાઇઝરીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે તા.28મી એપ્રિલ 2019ને રવિવારે તાપમાનનો પારે 43 ડિગ્રીએ એટલે કે યલો એલર્ટ તેમજ તા.29મી એપ્રિલને સોમવારે તાપમાનનો પારો 41 ડિગ્રી સે. રહેવાની શક્યતા છે.

શહેરીજનોને અતિશય તાપ પડવાની એડવાઇઝરી આપતા સુરત મહાનગરપાલિકાએ નીચે મુજબનું સ્ટેટમેન્ટ પણ જારી કર્યું છે.

વધુમાં તા.26મી એપ્રિલ 2019ના રોજ સુરત શહેરમાં તાપમાનનો પારો આ વખતની સીઝનનો સૌથી હાઇએસ્ટ સ્તરે 42.1 ડિગ્રી પર નોંધાયો હતો. શુક્રવારે ભેજનું પ્રમાણ 20 ટકા જેટલું નીચે ઉતરી ગયું હતું. હવાનું દબાણ 1004.7 મિલીબાર નોંધાયું હતું અને પવનની ગતિ ઉત્તરમાંથી 7 કિ.મી. જેટલી નોંધાઇ હતી. જોકે, સુરતીઓ શુક્રવારની ગરમીથી ત્રસ્ત પોકારી ઉઠ્યા હતા.

શુક્રવારે જ  સુરતીઓ પારાવાર ગરમીથી પરેશાન થઇ ગયા હતા. એવામાં હવે પછીના ત્રણ દિવસ શનિ, રવિ અને સોમવારે ભારે ગરમી પડે તેવી શક્યતાઓ જોવાય રહી છે.

 

April 25, 2019
bni_logo.png
1min8560

जयेश ब्रह्मभट्ट

BNI बिझनेस नेटवर्क इन्टरनेशनल को सुरत लाने वाले सी.ए. गौरव सिंघवी के नाम पर विवाद खडां हो गया है. सुरत में BNI चेप्टर्स के मेम्बर्स को विकली मिटिंग में गैरहाजिर रहे ने पर फटकार लगाने वाले गौरव सिंघवी खुद सदर्न गुजरात चेम्बर ओफ कामर्स एन्ड इन्डस्ट्रीज (SGCCI )  कि मिटिंग में हाजिर नहीं रहेते. उनकी निरंतर गैरहाजरी के चलते चलते SGCCI ने उन्हे बरखास्त क्यूं न किया जाए इस मुद्दे पर कारणबताव नोटिस दिया है. यह मुद्दा बी.एन.आइ. के मेम्बर्समां भारी चर्चास्पद बना हूआ है.

हाल ही में सुरत में BNI बिझनेस नेटवर्क इन्टरनेशनल ने 1000 दिन पूरे किए है. उसी दिन BNI (बिझनेस नेटवर्क इन्टरनेशनल) सुरत के सर्वेसर्वा माने जाते सी.ए. गौरव सिंघवी को उनकी सदर्न गुजरात चेम्बर ओफ कामर्स एन्ड इन्डस्ट्रीज (SGCCI ) कि मैनेजिंग कमिटी कि मिटींगो में  निरंतर गैरहाजरी के चलते नोटिस मिला है. गौरव सिंघवी जैसे तकरीबन 29 बडे उद्योगपतिओ को नोटिस दिया गया है.

गौरव सिंघवी इसिलिए विवाद में फंसे है क्यूंकी BNI (बिझनेस नेटवर्क इन्टरनेशनल) सुरत के चेप्टर्स में मेम्बर्स कि गैरहाजरी पर वे खुद और डो.निधी सिंघवी काफी सख्त रूख अपना तै है. अगर कोई मेम्बर अनिवार्य कारण से मिटींग में नहीं जा सक्ता तो उनको फोन करके धमकाया जाता है. उनके सामने काफी कम्पलेन उठे है, पर मेम्बर्स अभी तक उनके खिलाफ कम्पलेन नहीं करते थे लेकिन अब BNI (बिझनेस नेटवर्क इन्टरनेशनल) को कम्पलेन करने का मन बना चूके है.

BNI (बिझनेस नेटवर्क इन्टरनेशनल) के नियमो के मुताबिक विकली मिटींग के प्रति मिटिंग 800 रू. प्रति माह ले सक्ते है पर यहां सुरत में मेम्बर्स को एक साथ 3 महिने कि मिटींग्स के पैसे एडवान्स में जमा करवाए जाते है, ऐसा इसिलिए किया जाता है ताकी मेम्बर गैरहाजिर न रहे, अगर रहे तो भी उनका पैसा एडवान्स में बी.एन.आइ. के खाते में जमा हो गया होता है.

क्या कहा गौरव सिंघवी ने गैरहाजरी के विवाद में

जब सी.आइ.ए. लाइव ने गौरव सिंघवी को व्होट्स एप के जरिए उनकी सदर्न गुजरात चेम्बर ओफ कामर्स एन्ड इन्डस्ट्रीज (SGCCI ) कि मैनेजिंग कमिटी कि मिटींगो में  निरंतर गैरहाजरी के बारे में पूछा तभी उन्हो ने कहा कि अब से सभी मिटींगोमां वो हाजरी दैंगे, और उन्हे कहा की मै बहुत खुश हुं की उनकी सदर्न गुजरात चेम्बर ओफ कामर्स एन्ड इन्डस्ट्रीज (SGCCI ) मेम्बर्स कि गैरहाजरी पर इतनी चिंता जता रही है.

BNI સુરતમાં ગેરહાજરી બાબતે કડક વલણ અપનાવતા ડાયરેક્ટર ગૌરવ સિંઘવી ખુદ SGCCIની મિટીંગોમાં ગેરહાજર રહે છે

સુરતમાં BNI બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલને લાવીને ડઝનબંધી ચેપ્ટર્સ ઉભા કરનાર સી.એ. ગૌરવ સિંઘવી એક અજીબોગરીબ વિવાદમાં સપડાયા છે. BNI સુરતના ચેપ્ટર્સમાં મેમ્બર્સ બનેલા લોકોની અનિવાર્ય કારણોસર પણ જો કોઇ ગેરહાજરી હોય તો તેમને ઝાટકી નાંખતા સી.એ. ગૌરવ સિંઘવી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) ની મેનેજિંગ કમિટીની મિટીંગમાં સતત ગેરહાજર રહેતા આવ્યા છે અને તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરતા  SGCCI એ ગૌરવ સિંઘવીને નોટિસ ફટકારી છે.

SGCCI એ કુલ 29 સભ્યોને નોટિસ ફટકારી છે એમાં ગૌરવ સિંઘવી એટલા માટે વિવાદમાં સપડાયા છે કેમકે તેઓ બી.એન.આઇ. સુરતમાં ગેરહાજરી બાબતે સખત વલણ અપનાવે છે અને અનેક મેમ્બર્સ તેમની આ બાબતને લઇને બી.એન.આઇ. ચેપ્ટર્સ છોડી ચૂક્યા છે.

શું કહ્યું ગૌરવ સિંઘવીએ

બી.એન.આઇ. સુરત ચેપ્ટર્સમાં ગૌરવ સિંઘવીના બેવડા ધોરણો આજે દિવસભર ચર્ચામાં રહ્યા છે. સી.આઇ.એ. લાઇવ એ ગૌરવ સિંઘવીને જ્યારે SGCCIની મેનેજિંગ કમિટીની મિટીંગમાં ગેરહાજરી બાબતે પૂછ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે હવે પછીની મિટીંગોમાં તેઓ હાજરી આપશે. તેમણે ઉમેર્યું કે તેઓ ખુશ છે કે SGCCI પોતાના સભ્યની ગેરહાજરી બાબતે ચિંતિત છે.

April 24, 2019
surat_loksabha.png
3min7060

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત સંસદીય મત વિસ્તારના મતદાન મથકોએ તા.23મીએ સવારે 7થી સાંજે 5 વાગ્યાના 10 કલાક દરમિયાન પ્રતિ કલાકના સરેરાશ લગભગ એક લાખ (99,927) મતદારો મતદાન કરી રહ્યા હતા. પરંતુ, સાંજે 5થી 6ના છેલ્લા છેલ્લા એક કલાક દરમિયાન એક લાખની સરેરાશ ઘટીને 60,152 પર સીમીત થઇ ગઇ હતી. સવાલ એ ઉપસ્થિત થાય છે કે છેલ્લા કલાકમાં મતદાન ઘટે કે વધે?

અત્યાર સુધીની ચૂંટણીમાં એવું જોવામાં આવ્યું છે કે મતદાનના દિવસે છેલ્લા કલાકમાં મતદાનમાં જંગી વધારો થતો હોય છે. પરંતુ, સુરતના 2019ના મતદાનના આંકડા અજીબોગરીબ સ્થિતિ બયાં કરી રહ્યા છે.

કેટલાક નિષ્ણાંતો માની રહ્યા છે કે સુરતના ચૂંટણી તંત્રના આ આંકડા ગળે ઉતરે તેવા નથી. તો કેટલાક નિષ્ણાંતો કહી રહ્યા છે કે વોટર્સ નિરસ રહ્યા છે. ગરમીના કારણે મતદાનમાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો હોવા છતાં એ વધારાના એક કલાકમાં મતદાનમાં જેટલું બુસ્ટઅપ થવું જોઇતું હતું તેવું આંકડા પરથી જાણી શકાયું નથી.

નીચે મુજબના કોષ્ટક પરથી સવારે 7થી દર પ્રતિ બે કલાકે થયેલા મતદાનના આંકડા તેમજ ટકાવારી જાણી શકાય છે અને એ ટકાવારી છેલ્લા એક કલાક 5થી 6ના ગાળામાં કેટલી ઘટી ગઇ એ પણ પ્રથમદર્શી નજરે જોઇ શકાય છે.

ક્રમ સમય કુલ મતદાન  મતદાનની ટકાવારી
પુરુષ સ્ત્રી અન્ય કુલ પુરુષ સ્ત્રી અન્ય ટકાવારી
1 ૭.૦૦ થી ૯.૦૦ ૧૦૨૭૭૬ ૬૪૦૩૯ ૧૬૬૮૧૭ ૧૧.૫૩ ૮.૩૮ ૩.૩૯ ૧૦.૦૮
2 ૭.૦૦ થી ૧૧.૦૦ ૨૨૩૭૧૫ ૧૫૧૦૦૭ ૩૭૪૭૨૪ ૨૫.૧ ૧૯.૭૬ ૩.૩૯ ૨૨.૬૩
3 ૭.૦૦ થી ૧.૦૦ ૩૪૩૪૨૨ ૨૫૯૩૭૬ ૬૦૨૮૦૩ ૩૮.૫૩ ૩૩.૯૪ ૮.૪૭ ૩૬.૪૧
4 ૭.૦૦ થી ૩.૦૦ ૪૬૯૮૦૪ ૩૫૪૩૮૨ ૮૨૪૧૯૩ ૫૨.૭૧ ૪૬.૩૭ ૧૧.૮૬ ૪૯.૭૮
5 ૭.૦૦ થી ૫.૦૦ ૫૫૯૩૬૬ ૪૩૯૮૯૪ ૯૯૯૨૬૮ ૬૨.૭૬ ૫૭.૫૬ ૧૩.૫૬ ૬૦.૩૫
6 ૭.૦૦ થી ૬.૦૦ ૫૬૪૪૮૮ ૪૯૪૯૨૧ ૧૧ ૧૦૫૯૪૨૦ ૬૩.૩૩ ૬૪.૭૫ ૧૮.૬૪ ૬૩.૯૯

(ઉપરોક્ત કોષ્ટક-માહિતી, સુરતના માહિતી ખાતા દ્વારા સત્તાવાર રીતે અપાયેલી માહિતી છે)

ઉપરોક્ત કોષ્ટક જોયા પછી સ્વાભાવિક સવાલ એ ઉપસ્થિત થાય કે સુરતના મતદાન મથકો પર છેલ્લા એક કલાકમાં એવું તે શું બન્યું કે આખા દિવસ દરમિયાન જે ગતિએ મતદારો નોંધાયા તે છેલ્લા એક કલાકના મતદાનમાં વધવાની જગ્યાએ લગભગ અડધા થઇ ગયા.

વિસ્તૃત એનાલિસીસ જોઇએ તો સુરત સંસદીય મત વિસ્તારમાં પ્રતિ બે કલાકના સ્પેલમાં કેટલા મતદારો વધ્યા એ નીચેના આંકડા દર્શાવે છે.

મતદારોની પ્રતિ બે કલાકમાં વધ ઘટ

સવારે 7થી 9                  1,66,817

સવારે 9થી 11                2,07,907

સવારે 11થી બપોરે 1      2,28,079

બપોરે 1થી બપોરે 3       2,21,390

બપોરે 3થી સાંજે 5         1,75,075

સાંજે 5થી 6                      60,052  (એક કલાકના ડબલ ગણીએ તો પણ 1.20 લાખ મતદારો થાય)

આમ, સુરતમાં છેલ્લા એક કલાકના આંકડામાં અનેક ભેદભરમ જોવા મળી રહ્યા છે. છેલ્લા કલાકમાં કોઇપણ ચૂંટણીમાં કોઇપણ સ્થળે મતદાનમાં વધારો નોંધાતો હોય તેની સામે સુરત સંસદીય મત વિસ્તારમાં 2019ની ચૂંટણીમાં છેલ્લા કલાકના મતદાનમાં અસામાન્ય ઘટાડો નોંધાયો છે.

April 22, 2019
Crdarshna.jpg
1min9800

જયેશ બ્રહ્મભટ્ટ

તા.23મીએ લોકસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે અને વિના વિધ્ને સંપન્ન થાય એ માટે આજે તા.22મી એપ્રિલથી જ પોલિંગ સ્ટાફ, પોલીસ સ્ટાફને તૈનાત કરી દેવામાં આવી રહ્યો છે. સુરત ટેરેટરીની વાત કરીએ તો સુરત, નવસારી અને બારડોલી સંસદીય મત વિસ્તાર પૈકી સુરત અને નવસારીમાં ભાજપનો વિજયન નિશ્ચિત મનાય છે જ્યારે બારડોલીમાં ભાજપીઓની યાદવાસ્થળી કદાચ ફરીથી ડો. તુષાર ચૌધરીને લાઇમલાઇટમાં લઇ આવશે.

ભાજપાના વિજયની વાત કરીએ તો સુરત અને નવસારી બન્ને સીટો ભાજપા માટે સેફ ગણાય છે. સુરત નવસારી બેઠકો પર ભાજપાનો વિજય નિશ્ચિત હોવા છતાં બન્ને બેઠકોની વિક્ટરીમાં ફેર છે.

(શું ફરીથી આ તસ્વીર શક્ય બનશે…)

સુરત બેઠક પર સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહેલા દર્શના જરદોષ પક્ષબળે ચૂંટણી જીતશે જ્યારે નવસારી બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહેલા સી.આર. પાટીલ આપબળે ચૂંટણી જીતશે.

સુરત મહાનગરનું ભાજપાનું નેટવર્ક રાજ્યના સૌથી સુવ્યવસ્થિત નેટવર્ક તરીકે માનવામાં આવે છે. સુરત ભાજપાની સંગઠનાત્મક કામગીરી, વનબુથ ટેન યુથ, માઇક્રો પ્લાનિંગ, બૂથ લેવલનું પ્લાનિંગ, પેજ પ્રમુખોનું વ્યવસ્થા તંત્ર સુરત ભાજપા મહાનગરનું એટલું વખાણાય છે કે ભાજપ અહીનું મોડેલ સમગ્ર રાજ્યમાં લાગૂ પાડે છે. દર્શના જરદોષને સુરત ભાજપાના આ નેટવર્કનો સીધો લાભ મળી રહ્યો છે.

બબ્બે ટર્મથી સુરત જેવા ચૌતરફા પ્રગતિ કરી રહેલા સ્માર્ટ સિટીના સાંસદ ચૂંટાયા હોવા છતાં દર્શના જરદોષ જમીની નેતા બની શક્યા નથી. પાર્ટી ટિકીટ આપે છે એટલે કાર્યકર્તાઓ તેમની સાથે દેખાય છે. ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ તેમનું કામ એટલે કરે છે કે પાર્ટી તેમના પર વોચ રાખે છે. અન્યથા દર્શના જરદોષ માટે સ્વયંભુ કામ કરવાની ઇચ્છા બહું ઓછામાં જણાય આવે છે.

આવી પ્રચાર રેલી સી.આર. પાટીલ સિવાય કોઇ ઉમેદવાર કાઢી શકે એમ નથી

બીજી તરફ નવસારીમાં ભાજપનો વિજય સી.આર. પાટીલના સ્વબળે થઇ રહ્યો છે. નવસારીમાં ભાજપાનું નેટવર્ક સુરત ભાજપા જેવું નથી. આમ છતાં છેલ્લી બે ટર્મથી સી.આર. પાટીલ જીતતા આવ્યા છે અને તેમણે 10 વર્ષોમાં સતત પોતાના વિસ્તારમાં રહીને પોતાનું નેટવર્ક એવું જડબેસલાક બનાવી દીધું છે કે તેના પર જ તેઓ વિજયી નિવડી રહ્યા છે. સી.આર. પાટીલ માટે કોઇ ગમે તેટલો દુષ્પ્રચાર કરતું હોય પરંતુ એવો આરોપ તેમની સામે ક્યારેય નથી મૂકાયો કે તેઓ પોતાના વિસ્તારમાં ગયા નથી કે પોતાના વિસ્તારનો વિકાસ કર્યો નથી. પોતાના વિસ્તારમાં સી.આર. પાટીલ સતત રહ્યા અને ત્યાં ના લોકો પણ સી.આર. પાટીલને જાણે છે એટલે જ  તેઓ પ્રચંડ લીડથી આપબળે વિજયી નિવડી રહ્યા છે. આમેય સુરત ભાજપામાં સી.આર. પાટીલને પહેલેથી જ જમીની નેતા રહ્યા છે, પાવરમાં ન હોવા છતાં તેમની સાથે કાર્યકરોની ફૌજ સતત ઉભી રહેતી, હવે તો સાંસદ છે એટલે આખી સેના તેમની પડખે સતત ઉભી રહે છે.

ડો. તુષાર ચૌધરી માટે ભાજપીઓએ જ દિલ્હીનો રસ્તો તૈયાર કર્યો

સુરત ટેરેટરીની ત્રીજા બેઠક બારડોલી સંસદીય મત વિસ્તાર. બારડોલી બેઠક જે 2014માં ભાજપાએ કોંગ્રેસના ડો.તુષાર ચૌધરી પાસેથી આંચકી લીધી હતી. પરંતુ, આ વખતે ડો. તુષાર ચૌધરી ફરીથી આ બેઠક અંકે કરવા માટે જોરદાર કમબેક કરી રહ્યા છે તેમના આ કમબેકમાં સુરત જિલ્લા ભાજપના યાદવાસ્થળીમાં રાચતાં અને નેતા બનીને ફરતા ભાજપીઓ જ આડકતરી પણ મહત્વની હેલ્પ કરી રહ્યા છે. ડિસ્ટ્રીક્ટ બેંક, સુમુલડેરી અને સુગર ફેક્ટરીઓ જેવી સહકારી સંસ્થાઓના કેટલાક નેતાઓએ જે ખેલ ખેલીને ખેડૂતો અને સામાન્ય લોકોને હાલાકીમાં મૂક્યા એ હવે એન્ટી વોટિંગ સ્વરૂપે ભાજપીઓને પરત મળે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.

બારડોલી સંસદીય મત વિસ્તારમાં જો ભાજપાની હાર થશે તો હારના થોડા જ દિવસોમાં ભાજપાના બની બેઠેલા નેતાઓ અને સંગઠનના પદો પરથી પોતાની ખીચડી પકાવી રહેલા નેતાઓ પર શિક્ષાત્મક કોકડાં વિંઝાશે એવી ચીમકી જિલ્લા ભાજપાના નેતાઓને મળી ચૂકી છે.

April 21, 2019
sgcci3-1280x887.jpg
1min12500

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે આજે તા.21મી એપ્રિલ 2019ના રોજ યોજાઇ રહેલી વાઇસ પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણીનું મતદાન બરાબર સવારે 10ના ટકોરે શરૂ કરી દેવામાં આવ્યું છે.

પહેલા કલાકમાં જ 515 વોટ પડ્યા

સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે ચૂંટણી પૂર્વે સવારે 9 વાગ્યાથી જ સી.એ. મિતિષ મોદી અને દિનેશ નાવડીયા કેમ્પન સમર્થકો સરસાણા પ્લેટિનમ હોલ પર પહોંચી ચૂક્યા હતા. પહેલા કલાકમાં જ 515 ઉદ્યોગપતિઓ, વ્યવસાયિકોએ પોતાનો મત મતપેટીમાં નાંખ્યો હતો. ચેમ્બરના જાણકારોનું કહેવું છે કે આટલું સ્પીડમાં વોટિંગ અગાઉ ક્યારેય જોવા મળ્યું ન હતું.

મતદાનના પહેલા જ કલાકમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેનાથી વધારે ઉત્સાહ બન્ને પક્ષોના સમર્થકોમાં જોવા મળ્યો હતો. કેમકે મિતિષ મોદી તરફે અબકી બાર મોદી સરકાર જેવા સૂત્રોચ્ચાર શરૂ થયા હતા તો સામે દિનેશ નાવડીયા તરફે પણ સૂત્રોચ્ચાર શરૂ થયા હતા. મતદારો પણ પહેલા કલાકમાં મોટી સંખ્યામાં મતદાન માટે પહોંચ્યા હતા.

પહેલું મતદાન આ મેમ્બરે કર્યું

સવારે 10ના ટકોરે મતદાન શરૂ થયું ત્યારે પહેલું મતદાન નિમ્નદર્શિત ફોટોવાળા મેમ્બરે કર્યું હતું.

બન્ને ઉમેદવારો વચ્ચે સોહાર્દભર્યું વાતાવરણ સર્જાયું

ચેમ્બરની ચૂંટણીના અધિકારી પૂર્વ પ્રમુખ પી.એમ. શાહ સાથે વર્તમાન પ્રમુખ હેતલ મહેતા, ભાવિ પ્રમુખ અને હાલના ઉપપ્રમુખ કેતન (કલ્લુભાઇ દેસાઇ) તેમજ બન્ને ઉમેદવારો સી.એ. મિતિષ મોદી અને ડાયમંડ ઉદ્યોગપતિ દિનેશ નાવડીયા મતદાન પૂર્વે આ પ્રકારે મળ્યા હતા.

મિતિષ મોદીએ મતદાન કર્યું

સરસાણા પ્લેટિનમ હોલ ખાતે મતદાન શરૂ થતાંની સાથે જ સી.એ. મિતિષ મોદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

દિનેશ નાવડીયાએ પણ ત્વરિત મતદાન કર્યું

શહેરના ડાયમંડ ઉદ્યોગપતિ દિનેશભાઇ નાવડીયાએ પણ મતદાન શરૂ થયાની ગણતરીની મિનિટોમાં પોતાનો મત મતપેટીમાં નાંખ્યો હતો.

April 20, 2019
mitish_modi1.jpg
1min9480

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી રવિવાર તા.21મી એપ્રિલ 2019ના રોજ યોજાઇ રહી છે એ પૂર્વે લોકસભાની ચૂંટણીમાં જેમ મોદી મોદી થઇ રહ્યું છે એમ ચેમ્બરની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ પણ સ્થાનિક ઉદ્યોગજગતમાં મોદી મોદી વાઇરલ થયું છે.

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકે દાયકાઓથી સુરતમાં કાર્યરત મિતિષ મોદી માટે કહેવાય છે કે પ્રેઝન્ટેશન અને પ્રોજેકશનમાં તેમની માસ્ટરી છે અને તેની પ્રતીતિ ફોસ્ટા સાથેની મિટીંગમાં જ જોવા મળી હતી. સ્થાનિક ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના આગેવાનો સાથેની બેઠકમાં સામાન્ય ચર્ચા ચાલી રહી હતી ત્યારે ટેક્સટાઇલ ટ્રેડર્સ આગેવાનોએ આઇ.ટી.સી. ક્રેડિટ રિવર્સલ ને સ્પર્શતી સમસ્યા અંગે ચર્ચા છેડીને ઉકેલ માંગ્યો હતો. મિતિષ મોદી અને તેમના પુત્ર અક્ષય મોદીએ ત્વરિત તેનો ઉકેલ જણાવ્યો હતો અને ટેક્સટાઇલ વ્યાપારીઓને પણ તેમની વાત સ્પર્શી ગઇ હતી.

ટેક્સટાઇલ ટ્રેડર્સને હાલ એ સમસ્યા નડી રહી છે કે ખરીદ વેચાણના સોદામાં માલ વેચાણ કરતા વેપારીને મોટા ભાગના કિસ્સાઓમાં પેમેન્ટ 6 મહિના કે તેનાથી વધુ સમય બાદ મળે છે. પરંતુ, ખરીદનાર વેપારી એ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હોય છે. પેમેન્ટ બાકી હોવા છતાં ખાતામાં ટેક્સ ક્રેડિટનો ઉપયોગ થઇ ચૂક્યો હોય છે. આવી સ્થિતિમાં જીએસટીના નિયમો મુજબ 180 દિવસમાં જો પેમેન્ટ ન આવે તો ક્રેડિટ રિવર્સલ એન્ટ્રી કરવી પડે છે અને બાદમાં ટેક્સનું પેમેન્ટ કેશથી અને એ પણ 24 ટકા વ્યાજ સાથે. આ મુદ્દો ઉઠમણું કરી જતા વેપારીઓના કિસ્સામાં પણ લાગૂ પડે છે અને વેપારીઓનું પેમેન્ટ તો અટવાય છે ઉપરથી ટેક્સનો માર બમણો પડે છે.

આ મુદ્દા પર મિતિષ મોદી અને તેમના પુત્ર અક્ષય મોદીએ વ્યાપારીઓને કેટલાક આઇડિયા શેર કર્યા હતા જેમાં જ્યુરિડિકશનલ જીએસટી અધિકારીને પેમેન્ટ નહીં કરનાર જે તે વેપારી અંગે લેખિતમાં જાણ કરવામાં આવે. ખરીદનારે પેમેન્ટ કર્યા વગર ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હોય તેવા કિસ્સામાં જીએસટી તંત્રની આકરાં પગલાંની જોગવાઇ છે. આમ, આઇ.ટી.સી. ક્રેડિટ રિવર્સલના કેસમાં વ્યાપારીઓની મોટી રકમ વેડફાંતા કે ફસાતાં બચી શકે તેમ છે.

એવી જ રીતે ટેક્સટાઇલ ઉદ્યોગના અભિન્ન અંગ સમા વિવર્સ અગ્રણીઓ સાથેની મિટીંગ પણ મિતિષ મોદી માટે ફળિભૂત થઇ છે. વિવર્સ તેમજ પ્રોસેસર્સ સાથે વન ટુ વન મિટિંગમાં મિતિષ મોદીએ પોતાના ભાવિ પ્રોજેક્ટ અને રણનીતિથી ઉદ્યોગકારોને વાકેફ કર્યા હતા.